Home Blog Page 1760

ગુજરાતમાં ભાજપની હેટ્રિક રોકનાર આ ગેનીબેન કોણ છે?

રાજ્યની 26 લોકસભા બેઠકો પૈકી સૌથી વધુ ચર્ચાસ્પદ બનાસકાંઠા લોકસભા બેઠક પર ગેનીબેન નાગજી ઠાકોરનો ભવ્ય વિજય થયો છે. એ સાથે જ ભાજપનું ત્રીજીવાર ક્લિન સ્વીપનું સપનું રોળાયું છે. બનાસકાઠા બેઠક પર ભવ્ય જીત મેળવનાર મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોરની આજે ખુબ ચર્ચા થઈ રહી છે ત્યારે જાણીએ કોણ છે ભાજપને માત આપનાર ગેનીબહેન ઠાકોર.

જમીનથી જોડાયેલા નેતા તરીકેની ઓળખ

ભાજપના રેખાબહેન ચૌધરી સામે કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરને મેદાને ઉતાર્યા હતા. બી.એ (બેચરલ ઓફ આર્ટસ) સુધીનો અભ્યાસ કરનાર ગેનીબહેન વાવમાં સતત બે ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાય છે. 2017માં ભાજપના મજબૂત નેતા ગણાતા શંકર ચૌધરીને હરાવનાર ગેનીબેહનની વાવ સહિત સરહદી વિસ્તારમાં મજબૂત પકડ છે. જમીનથી જોડાયેલા નેતા તરીકેની ઓળખ ધરાવે છે. તડને ફડ બોલવા માટે જાણીતા છે. આ વખતે ચૂંટણી માટે લોકો પાસેથી જ સ્વૈચ્છિક ફાળો ઉધરાવવાનું શરૂ કરીને એમણે નવો સિલસિલો શરૂ કર્યો હતો. એમ પણ કહેવાય છે કે ગેનીબહેન અલ્પેશ ઠાકોરના નજીકના છે.

પ્રજાના હિતમાં હોય એ મુદ્દા પર કરશે કામ

2029માં ગેનીબેને ઠાકોર સમાજની અપરિણીત યુવતીઓ માટે મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મુકવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું. ઉપરાંત 2018માં એમણે લોકોને બળાત્કારના આરોપીઓને પોલીસને સોંપવાના બદલે સળગાવી દેવા માટે ઉશ્કેરતું નિવેદન પણ આપ્યું હતું. આમ પોતાના બેબાક અંદાજ અને સ્પષ્ટ બોલવાની આદતથી સમાચારોમાં છવાયેલા રહેતા ગેનીબહેન ચૂંટણી પહેલા બનાસકાંઠાની પ્રજાને વાયદો કર્યો હતો કે, આરોગ્ય, એજ્યુકેશન, રોજગારી, મહિલાઓની સુરક્ષા, ખેડુતોના વળતર ઉપરાંત પ્રજાના હિતમાં હોય એવા તમામ મુદ્દાઓ પર એ કામ કરશે. છે.

અલબત્ત હવે ગેનીબહેનને કોઈ ઓળખની જરૂર નથી રહી ભાજપના ગઢમાં ગાબડું પાડતા આજે 20 હજાર કરતા પણ વધુ મતોથી એમણે જીત મેળવી છે.

Election Result: મુંબઈની એક બેઠક પર ચિત્ર સ્પષ્ટ, ઉદ્ધવની સેનાએ મેળવી જીત

મુંબઈ સાઉથ સેન્ટ્રલ સીટ મુંબઈની 6 મોટી સીટોમાં મુખ્ય સીટ છે. આ સીટ પર શિવસેના નેતા અનિલ દેસાઈ પોતાની કબ્જો જમાવ્યો છે. જી, હા મુંબઈ સાઉથ સેન્ટ્રલ બેઠક પર ઉદ્ધવની શિવસેનાના ઉમેદવાદ અનિલ દેસાઈએ જીત હાંસલ કરી છે.

 

મુંબઈ સાઉથ સેન્ટ્રલ બેઠક પર અનિલ દેસાઈ શિવસેના (UBT) તરફથી આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા, જ્યારે શિંદે જૂથે આ બેઠક પરથી રાહુલ શેવાલેને મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ આ બેઠક પરથી રાહુલ શેવાળેને અનિલ દેસાઈ સામે હારનો સામનો કરવો પડ્યો છે. અનિલ દેસાઈએ મુંબઈ દક્ષિણ મધ્ય બેઠક પરથી આ જીતને લોકોની જીત ગણાવી છે.

ઠાકરે જૂથના નેતા અનિલ દેસાઈ મુંબઈ સાઉથ સેન્ટ્રલથી જીત્યા છે. તેમને શિંદે જૂથના રાહુલ શેવાલેએ પડકાર આપ્યો હતો. અનિલ દેસાઈને 3 લાખ 78 હજાર 026 મત મળ્યા છે. તે જ સમયે રાહુલ શેવાળેને 3 લાખ 26 હજાર 895 વોટ મળ્યા છે. રાહુલ શેવાળેનો 51 હજાર મતોથી પરાજય થયો છે. મુંબઈની છ બેઠકોમાંથી ત્રણ બેઠક પર સેના સામે સેનાની લડાઈ હતી. જેમાંથી એક બેઠકનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે બાકીની બે બેઠકો પર પરિણામની ઈંતેજારી છે.2024ની ચૂંટણી પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિપક્ષ માટે મોટો પડકાર હતા. કારણ કે મોદીના કરિશ્માને કારણે ભાજપે સતત બે વખત બહુમતી સાથે જીત મેળવી હતી. પરંતુ આ ચૂંટણીમાં વિપક્ષે મજબૂત લીડ મેળવી લીધી છે.

NDAના નિરાશાજનક દેખાવે સેન્સેક્સ, નિફ્ટી પાંચ ટકા તૂટ્યા

અમદાવાદઃ ભારતીય શેરબજારો આશરે પાંચ ટકા ઘટીને બંધ થયા હતા. લોકસભા ચૂંટણીમાં મતદાતાઓએ ચોંકાવનારો નિર્ણય લીધો છે. વાસ્તવિક પરિણામો એક્ઝિટ પોલથી બિલકુલ અલગ આવ્યાં છે. ભાજપ મોટો પક્ષ બનીને ઊભર્યો છે, પણ બહુમતથી દૂર છે. અપેક્ષા મુજબ પરિણામો ના આવવાને કારણે બજાર નિરાશ થયું છે.

મતગણતરીના આંકડાની સાથે બજારમાં ઉતારચઢાવ આવ્યા હતા અને એક વખતે બજાર નીચલા સ્તરે એટલે કે બપોરે 12.30 વાગ્યે સેન્સેક્સ આશરે 6093 પોઇન્ટ તૂટીને 70,412ના સ્તરે પહોંચ્યો હતો. જોકે વેચાણો કપાતાં બજાર બંધ થતા સમયે રિકવરી પણ જોવા મળી હતી. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 4389.73 પોઇન્ટ તૂટીને 72,079.05એ બંધ થયો હતો, જ્યારે NSEનો નિફ્ટી50 ઇન્ડેક્સ 1379.40 પોઇન્ટ તૂટીને 21,884.50ના સ્તરે બંધ થયો હતો.

રોકાણકારોના 30 લાખ કરોડ ડૂબ્યા

BSEમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ચોથી જૂને ઘટીને રૂ. 396.77 લાખ કરોડે આવી ગયું હતું, જે પાછલા રૂ. 425.91 કરોડ હતું. આમ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ આશરે રૂ. 29.14 લાખ કરોડ ઘટ્યું હતું.

લોકસભા ચૂંટણીનાં પરિણામોની સાથે નિફ્ટીમાં 34 વર્ષનો સૌથી મોટો ઘટાડો થયો હતો, જ્યારે એક તબક્કે BSE લિસ્ટેડ કંપનીઓનું આશરે માર્કેટ કેપ રૂ. 41 લાખ કરોડ ઘટી ચૂક્યું હતું. આ પહેલાં મે, 2004માં મોટો ઘટાડો આવ્યો હતો, ત્યારે એ 18.33 ટકા તૂટ્યો હતો, જ્યારે ઓક્ટોબર, 2008માં નિફ્ટી 14.20 ટકા તૂટ્યો હતો. ત્યાર બાદ 2020માં 13.30 તૂટ્યો હતો.

 

 

 

 

 

 

 

 

 

 

Election 2024: ધાર્યુ પરિણામ ન દેખાતા ફડણવીસના ઘરે NDA નેતાઓની બેઠક

મુંબઈ: લોકસભા ચૂંટણી 2024 માટે મહારાષ્ટ્રમાં કુલ પાંચ તબક્કામાં મતદાન થયું છે. મહારાષ્ટ્રની તમામ 48 બેઠકો સહિત દેશભરની 543 બેઠકોના પરિણામો આજે જાહેર કરવામાં આવશે.

 

મહારાષ્ટ્રમાં સીટ-વહેંચણીની ગોઠવણ હેઠળ, ભાજપે 28 મતવિસ્તારોમાંથી ચૂંટણી લડી હતી, જ્યારે તેની સાથી શિવસેના (એકનાથ શિંદે જૂથ) 14 મતવિસ્તારોમાંથી અને અજિત પવારની આગેવાની હેઠળની NCP પાંચ બેઠકો પરથી ચૂંટણી લડી હતી. શિવસેના (UBT) ના મહા વિકાસ આઘાડી સભ્યો 21 મતવિસ્તારોમાં, કોંગ્રેસે 17 અને NCP (શરદચંદ્ર પવાર) 10 મતવિસ્તારોમાં ચૂંટણી લડ્યા હતા. NDAએને અપેક્ષા મુજબ ચિત્ર નથી દેખાઈ રહ્યું. INDIA ગઠબંધનનું પ્રભુત્વ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યું છે. શિવસેના (UBT)ના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

કોંગ્રેસ 12 સીટ સાથે આગળ છે. જ્યારે ભાજપ 11 સીટ સાથે બીજા સ્થાન પર છે. તો શિવસેના પણ 9 સીટ સાથે કાંટાની ટક્કર આપી રહ્યું છે.

મહારાષ્ટ્રમાં સારા પરિણામ ન આવ્યા બાદ નાયબ મુખ્યમંત્રી અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસના ઘરે ભાજપના નેતાઓની બેઠક શરૂ થઈ છે. મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે અને પાર્ટીના નેતાઓ આશિષ શેલાર, પ્રવીણ દરેકર અને રાહુલ નાર્વેકર બેઠક માટે પહોંચ્યા છે.

મુંબઈ નોર્થ સેન્ટ્રલ સીટ પરથી કોંગ્રેસની વર્ષા ગાયકવાડ હવે 793 વોટથી આગળ છે અને બીજેપીના ઉજ્જવલ નિકમ પાછળ છે.બારામતી બેઠક પરથી 16મા રાઉન્ડ સુધી સુપ્રિયા સુલે 93828 મતોથી આગળ છે.

મહારાષ્ટ્રમાં તમામ પક્ષોના ઘણા ઉમેદવારો લાખો મતોથી આગળ છે. આ ઉમેદવારોના નામ જોઈએ તો કોંગ્રેસના પ્રતિભા ધાનોરકર ચંદ્રપુર બેઠક પરથી 108168થી આગળ છે. તે જ સમયે બીજેપીની સ્મિતા વાળા પણ જલગાંવ સીટથી 156891 વોટથી આગળ છે. કલ્યાણ સીટ પરથી શિવસેનાના શ્રીકાંત શિંદે 166413 વોટથી આગળ ચાલી રહ્યા છે. મુંબઈ ઉત્તર બેઠક પરથી ભાજપના પીયૂષ ગોયલ 171314થી આગળ છે.

મુંબઈની બેઠકો પર કોણ આગળ?
મુંબઈ ઉત્તર- પીયૂષ ગોયલ 2.6 લાખ બેઠકોથી આગળ છે.
મુંબઈ ઉત્તર મધ્ય- કોંગ્રેસના વર્ષા ગાયકવાડ ભાજપના ઉજ્જવલ નિકમ કરતાં 793 મતોથી આગળ છે.
મુંબઈ નોર્થ ઈસ્ટ- ઉદ્ધવની શિવસેનાના સંજય દિના પાટીલ 25 હજાર મતોથી આગળ છે.
મુંબઈ નોર્થ વેસ્ટ- શિવસેના (UBT)ના અમોલ કીર્તિકર 6 હજાર મતોથી આગળ છે.
મુંબઈ દક્ષિણ- અરવિંદ ગણપત સાવંત 36 હજાર મતોથી આગળ છે (શિવસેના યુબીટી).

ગુજરાતની જનતાનો જનાદેશ

રાજ્ય સહિત દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.  સાત તબક્કામાં યોજાયેલ લોકસભા ચૂંટણીનો આજે અંત આવ્યો છે. સાત તબક્કામાં યોજાયેલ ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે. દેશમાં લગભગ મત ગણતકી પૂર્ણ થવાને આરે છે. ત્યારે ગુજરાતમાં લગભગ 24 સીટો પર ભાજપની લીડ જોવા મળી રહી છે. જ્યારે સુરત બેઠક પર ભાજપને બીનહરીફ જીત મળી છે. તો બીજી બાજુ બનાસકાંઠા બેઠક કોંગ્રેસના ઉમેદવાર ગેની બેન ઠાકોરે જીતો તાજ પહેર્યો છે.

26 બેઠકો પર જનાદેશ 
લોકસભા બેઠક  ઉમેદવારનું નામ પાર્ટીનું નામ કેટલા મતોથી જીત્યા 
અમદાવાદ પૂર્વ હસમુખ પટેલને NDA 461755
અમદાવાદ પશ્ચિમ દિનેશભાઈ મકવાણા NDA 286437
અમરેલી ભરતભાઈ મનુભાઈ સુતરીયા NDA 321068
આણંદ મિતેષ પટેલ(બકા કાકા) NDA 89939
બનાસકાંઠા ગેનીબેન ઠાકોર INC 33412
બારડોલી પ્રભુભાઈ વસાવા NDA 231336
ભરૂચ મનસુ વસાવા NDA 87070
ભાવનગર નિમુબેન જયંતિભાઈ બાંભણીયા NDA 455289
છોટા ઉદેપુર સુખરામભાઈ રાઠવા NDA 397294
દાહોદ સુમનભાઈ ભાભોર NDA 330772
ગાંધીનગર અમિત શાહ NDA 737357
જામનગર પૂનમબેન માડમ NDA 237171
જુનાગઢ રાજેશભાઈ ચુડાસમા NDA 135494
કચ્છ વિનોદ લખમશી ચાવડા NDA 267647
ખેડા દેવુસિંહ ચૌહાણ NDA 357758
મહેસાણા હરીભાઈ પટેલ NDA 323036
નવસારી સી આર પાટીલ NDA 767927
પંચમહાલ રાજપાલસિંહ મહેન્દ્રસિંહ જાદવ NDA 506043
પાટણ ભરતસિંહ ડાભી NDA 29752
પોરબંદર મનસુખ માંડવિયા NDA 380285
રાજકોટ પરશોત્તમ રૂપાલા NDA 477139
સાબરકાંઠા શોભનાબહેન બારૈયા NDA 159620
સુરત મુકેશ દલાલ NDA બિનહરીફ વિજેતા
સુરેન્દ્રનગર ચંદુભાઈ શિહોરા NDA 260907
વડોદરા હેમાંગ જોષી NDA 582126
વલસાડ ધવલ પટેલ NDA 210704

ગુજરાતમાં કોંગ્રેસે ખોલ્યું ખાતું, બનાસકાંઠામાં ગેનીબેનની જીત

લોકસભા ચૂંટણી 2024ના પરિણામો લગભગ આવી ગયા છે. ત્યારે બનાસકાંઠાની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થયો છે. આ સાથેજ ગુજરાતમાં ક્લીન સ્વીપનું ભાજપનું સપનું પણ રોળાયું છે. ગેનીબહેને બનાસકાંઠામાં કોંગ્રેસ તરફી ખાતુ ખોલ્યું. એમણે 20 હજારથી વધુની મત સાથે જીત મેળવી લીધી છે.

બનાસકાંઠાના મતદારોએ પોતાનુ કામ પૂરુ કર્યું

બનાસકાંઠાની જીત બાદ ગેનીબેન ઠાકોર ભાવુક થઈ ગયા હતા. એમણે કહ્યું કે, બનાસકાંઠાના મતદારો, જનતાનો આભાર માનું છું, એમના આર્શિવાદથી જ અમને વિજય મળ્યો. બનાસકાંઠાના મતદારોએ પોતાનુ કામ પૂરુ કર્યું. હવે પરિણામ બાદ વિધિવત રીતે ફરી પ્રેસ કોન્ફરન્સ કરીશ, પરંતુ જે જીત અપાવી એને માટે જનતાનો આભાર. સમગ્ર ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે, તેમાં બનાસકાંઠા પણ સહભાગી બનશે, તેથી તમારા સૌનો આભાર. બનાસની જનતાએ જે મામેરું મેં માંગ્યુ હતું, તે મામેરુઁ ભર્યું તે બદલ જનતાનો આભાર. અહીંની જનતાએ મને વોટ અને નોટ આપ્યા છે, તેથી હું જીવું અને જાગું ત્યા સુધી બનાસકાંઠાના મતદારોનો ઋણ ઉતારી શકું એમ નથી. પ્રયત્ન કરીશ કે આ ઋણ ઉતારી શકું.

કોંગ્રેસની અપેક્ષા પર ખરા ઉતર્યાં

નોંધનીય છે કે બનાસકાંઠા બેઠક પરથી આ વખતે કોંગ્રેસે મજબૂત ઉમેદવાર ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે ભાજપે રેખાબેન ચૌધરીને ટિકિટ આપી. રેખાબેન એ શિક્ષિત મહિલા ઉમેદવાર હોવા ઉપરાંત બનાસ ડેરીના સ્થાપક સ્વ. ગલબાભાઈ પટેલના પૌત્રી પણ છે. જો કે ગેનીબેન પણ સામે મજબૂત મહિલા નેતા હતા. એક ફાયરબ્રાન્ડ નેતા તરીકે એમની ઈમેજ છે અને 2017થી વાવ વિધાનસભા બેઠકથી ધારાસભ્ય છે. ચૂંટણીના પડઘમ શરૂ થયા ત્યારથી જ આ બેઠક માટે બહુ રસાકસી રહી શકે છે એવી વાતો થતી હતી. ગેનીબેન ઠાકોર પાસેથી કોંગ્રેસને સારી એવી અપેક્ષાઓ હતી. અને ગેનીબેન ઠાકોર આ અપેક્ષા પર ખરા ઉતર્યાં છે.

દાયકા પછી કોંગ્રેસનો વિજય

એક સમયે બનાસકાંઠા બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતી હતી. જો કે  1991થી અત્યાર સુધીમાં ફક્ત બે વાર કોંગ્રેસ આ સીટ જીતી છે. જ્યારે 6 વખત ભાજપે બાજી મારી છે. વર્ષ 2009થી આ બેઠક પર સતત ભાજપનો ભગવો લહેરાયો છે. આ બેઠકમાં કુલ 7 વિધાનસભા બેઠકો છે જેમાંથી થરાદ, પાલનપુર, ડીસા અને દીયોદર ભાજપના ફાળે છે જ્યારે વાવ અને દાંતા બેઠક કોંગ્રેસે જીતેલી છે. ધાનેરા બેઠક પરથી ભાજપના બળવાખોર ઉમેદવાર માવજી દેસાઈ અપક્ષ તરીકે ચૂંટાયેલા છે. જો કે તેમણે પાછો ભાજપને જ ટેકો જાહેર કરેલો છે.

બનાસકાંઠા બેઠક પર સૌથી વધુ ઠાકોર મતદારોનું વર્ચસ્વ છે જેમની સંખ્યા અંદાજે 3.43 લાખ છે. જ્યારે 2.71 જેટલા ચૌધરી મતદારો છે. દોઢ લાખ જેટલા આદિવાસી મતદારો છે,  દલિત મતદારો 1.50 લાખ જેટલા છે. સવા લાખ જેટલા ક્ષત્રિય મતદારો છે. બનાસકાંઠામાં કુલ મતદારોની સંખ્યા 6,46,231 છે.

ઉલ્લેખનીય છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક ભાજપના પરબતભાઈ પટેલે જીતી હતી. આ લોકસભા બેઠક હેઠળ વાવ, થરાદ, ધાનેરા, દાંતા, પાલનપુર, ડીસા, દિયોદર વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે.

કાંટે કી ટક્કર બાદ શશિ થરૂરે મોદી સરકારના મંત્રીને હરાવ્યા

તિરૂવનંતપુરમ: લોકસભા ચૂંટણીમાં કેરળ રાજ્યમાં ભાજપને બે બેઠક મળવાની આશા હતી. જેમાંથી એક બેઠક હતી તિરૂવનંતપુરમ. આ બેઠક પરથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર મેદાનમાં હતા જ્યારે ભાજપે પોતાના મંત્રી રાજીવ ચંદ્રશેખરને આ બેઠક પરથી ટિકિટ આપી હતી. આજ સવારથી જ આ બેઠક પર કાંટાની ટક્કર જોવા મળી રહી હતી. પરંતુ અંતિમ પરિણામ અનુસાર આ બેઠક પરથી કોંગ્રેસ નેતા શશિ થરૂર 15,000 કરતાં વધુ લીડથી જીત્યા છે. તેમણે મોદી સરકારના મંત્રીને હરાવ્યા છે. કેરળની 20 સીટોમાંથી તિરુવનંતપુરમ સીટ સૌથી હોટ રહી છે.

મત ગણતરીના આંકડાઓના પ્રારંભિક વલણ મુજબ અહીંથી ભાજપના રાજીવ ચંદ્રશેખર આગળ હતા. કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર રાજીવ ચંદ્રશેખર તિરૂવનંતપુરમ લોકસભા સીટ પરથી 4,948 મતોના પાતળાં માર્જિનથી આગળ હતા. શશિ થરૂર 2009થી સતત આ બેઠક પરથી જીતી રહ્યા છે.2019માં કોંગ્રેસના શશિ થરૂર અહીંથી જંગી મતથી જીત્યા હતા. ત્યારબાદ તેમણે અહીંથી ભાજપના કુમ્મનમ રાજશેખરનને 99,989 મતોથી હરાવ્યા. શશિ થરૂરને 2019 માં 4,16,131 મત મળ્યા હતા, જ્યારે બીજેપી ઉમેદવાર કુમ્મનમ રાજશેખરન અહીં બીજા ક્રમે રહ્યા હતા અને 3,16,142 મત મેળવ્યા હતા. જ્યારે સી.પી.આઈ.ના ઉમેદવાર સી. દિવાકરન 2,58,556 મતો મેળવીને ત્રીજા ક્રમે રહ્યા હતા. 2019માં તિરૂવનંતપરમમાં મતદાનની ટકાવારી 73.45% હતી.

ઇન્ડિયા ગઠબંધનની નીતીશકુમારને ઉપ વડા પ્રધાન બનાવવાની ઓફર

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીનાં પરિણામો અણધાર્યાં પરિણામો આવ્યાં છે અને ઇન્ડિયા ગઠબંધન પણ ચૂંટણીમાં પહેલાંથી સારી સ્થિતિમાં છે. NDA 299 સીટો પર આગળ છે, જેમાં JDUની 14 સીટો સામેલ છે. આવામાં સરકાર બનાવવામાં JDU એક મહત્ત્વની ભૂમિકામાં છે. ઇન્ડિયા ગઠબંધને નીતીશકુમારને ઉપ વડા પ્રધાન બનાવવાની ઓફર કરી છે.

આ પહેલાં શરદ પવારે પણ નીતીશકુમાર સાથે વાતચીત કરી હતી. જોકે JDU તરફથી કહેવામાં આવ્યું હતું કે એ NDAનો જ હિસ્સો રહેશે. આમ પણ મહાગઠબંધન છોડ્યા પહેલાં નીતીશકુમારે ભાજપ સાથે હાથ મિલાવ્યા હતા અને NDAનો હિસ્સો થયા હતા. હાલના સમયે રાજકીય હલચલ તેજ થઈ છે.

હાલના સમયે ભાજપ 242 સીટો પર આગળ ચાલી રહી છે. પાર્ટી ત્રણ સીટો જીતી ચૂકી છે. આ સિવાય ઇન્ડિયા ગઠબંધન 228 સીટો પર આગળ છે. આ પહેલાં દિલ્હીની મુલાકાતે આવેલા બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમાર ગઈ કાલે પટના રવાના થતાં પહેલાં ગૃહ મંત્રી અમિત શાહની સાથે ફોન પર લાંબી વાતચીત કરી હતી. તેમણે સોમવારે વડા પ્રધાન મોદી સાથે વાતચીત કરી હતી.

લોકસભા ચૂંટણીમાં વડા પ્રધાન મોદીને હવે 272ના જાદુઈ આંકડા માટે સાથીઓની જરૂર પડશે. ભાજપને બિહારના CM નીતીશકુમાર અને આંધ્ર પ્રદેશના ચંદ્રબાબુ નાયડુના ટેકાની જરૂર પડશે .ભાજપને એકલા હાથે 242 સીટો જીતી છે, પણ હવે મોદીને JDUની 15 સીટો અને TDPની 16 સીટોની જરૂર પડશે. જોકે ગૃહપ્રધાન અમિત શાહે પણ નીતીશકુમાર સાથે ફોન પર વાત કરી છે, જેને સરકારના ગઠન માટે મહત્ત્વની માનવામાં આવે છે.

 

 

 

 

 

 

 

 

ચૂંટણી પરિણામો: જાણો કયા રાજ્યમાં કોણ આગળ છે?

લોકસભાની ચૂંટણીનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. મતગણતરી દરમિયાન દરેક ક્ષણે ચિત્ર બદલાઈ રહ્યું છે. અલબત્ત, વલણો દર્શાવે છે કે એનડીએ સરકાર બનાવે છે, પરંતુ ઘણા રાજ્યો એવા છે જ્યાં ખરાખરીનો જંગ થઈ રહ્યો છે. ખાસ કરીને યુપી, મહારાષ્ટ્ર અને બંગાળમાં ભારત ગઠબંધન તેના પર સમાન ભાર મૂકી રહ્યું છે. જો આપણે એકંદર વાત કરીએ તો હાલમાં 543 લોકસભા સીટોના ​​ટ્રેન્ડમાં NDA 296 સીટો પર આગળ છે, ઈન્ડિયા એલાયન્સ 228 સીટો પર આગળ છે. અન્ય 19 બેઠકો ગુમાવી રહી છે.

આ વખતે લોકસભા ચૂંટણીમાં મુખ્ય મુકાબલો એનડીએ અને ઈન્ડિયા એલાયન્સ વચ્ચે છે. આ વખતે ભાજપના નેતૃત્વમાં એનડીએ 400ને પાર કરવાનો નારો આપ્યો હતો, જ્યારે કોંગ્રેસના નેતૃત્વમાં 25 થી વધુ પક્ષો સાથે રચાયેલ INDIA ગઠબંધન પણ સતત સત્તામાં આવવાનો દાવો કરી રહ્યું હતું. અત્યાર સુધીના ટ્રેન્ડની વાત કરીએ તો અત્યારે NDA સ્પર્ધામાં આગળ છે, પરંતુ INDIA ગઠબંધન પણ સતત પ્રયાસો કરી રહ્યું છે.

કયા રાજ્યની શું હાલત છે?
ઓડિશા: BJDને ફટકો આપતા, NDA અહીં 21 બેઠકોમાંથી બમ્પર જીત તરફ આગળ વધી રહી છે, જ્યારે BJD માત્ર 1 બેઠક પર આગળ છે. INDIA ગઠબંધન એક સીટ પર આગળ જોઈ રહ્યું છે.

ઉત્તર પ્રદેશઃ ઉત્તર પ્રદેશમાં NDAને મોટો ફટકો લાગે છે, અહીં 80 સીટોમાંથી NDA 37 સીટો પર આગળ છે, જ્યારે ઈન્ડિયા એલાયન્સને 42 સીટો પર લીડ મળી છે. સૌથી મહત્વની વાત એ છે કે સમાજવાદી પાર્ટીની બેઠકોમાં નોંધપાત્ર વધારો થયો છે. ઈન્ડિયા એલાયન્સની 42 સીટોમાંથી એકલી સમાજવાદી પાર્ટી 35 સીટો પર આગળ છે.

મધ્યપ્રદેશઃ મધ્યપ્રદેશમાં ભારત ગઠબંધનની સત્તાનો સફાયો થતો જોવા મળી રહ્યો છે. ભાજપ અહીં તમામ 29 બેઠકો પર આગળ છે. નકુલનાથ પણ છિંદવાડાથી મોટા માર્જિનથી પાછળ છે.

ગુજરાતઃ ગત વખતે ગુજરાતમાં તમામ 26 બેઠકો કબજે કરનાર NDAને અહીં એક બેઠક ગુમાવવી પડી રહી છે. અહીં ઈન્ડિયા એલાયન્સ એક સીટ પર આગળ છે.

તમિલનાડુઃ ભાજપ દક્ષિણના કિલ્લાને તોડવામાં સફળ થાય તેમ જણાતું નથી. અહીં 39 સીટોમાંથી એનડીએ માત્ર એક સીટ પર આગળ છે. ભારત ગઠબંધન 38 સીટો પર આગળ છે. AIADMK અહીં એકપણ સીટ પર આગળ નથી.

તેલંગાણા: દક્ષિણના મુખ્ય રાજ્ય તેલંગાણામાં NDA અને ભારત ગઠબંધન વચ્ચે ગાઢ લડાઈ છે. અહીં 17 બેઠકોમાંથી NDA 8 બેઠકો પર અને ભારતીય ગઠબંધન 8 બેઠકો પર આગળ છે. એક બેઠક અપક્ષના ખાતામાં જઈ રહી છે.

મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્રમાં પણ NDAને ભારે નુકસાન થઈ રહ્યું છે. અહીં 48 સીટોમાંથી ઈન્ડિયા એલાયન્સ 27 સીટો પર આગળ છે. એનડીએના ખાતામાં માત્ર 20 સીટો જતી જોવા મળી રહી છે.

દિલ્હી: એનડીએ દિલ્હીમાં પણ એક બેઠક ગુમાવી રહી છે. અહીંની તમામ 7 લોકસભા સીટો પર NDA આગળ છે.

કર્ણાટકઃ દક્ષિણના પ્રવેશદ્વાર તરીકે ઓળખાતા કર્ણાટકમાં એનડીએને પણ હારનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં 28 બેઠકોમાંથી NDA 18 બેઠકો પર આગળ છે જ્યારે INDIA ગઠબંધન 10 બેઠકો પર આગળ છે.

કેરળ: NDA અહીં કોઈ અજાયબી કરે તેવું લાગતું નથી. અહીં એનડીએ 20માંથી માત્ર 2 સીટો પર આગળ છે, જ્યારે 16 સીટો ઈન્ડિયા એલાયન્સના ખાતામાં જતી જોવા મળી રહી છે. એલડીએફના ખાતામાં 2 સીટો જશે.

રાજસ્થાનઃ અહીં પણ NDAને મોટું નુકસાન થઈ રહ્યું છે. અહીં 25 બેઠકોમાંથી NDA 14 બેઠકો પર આગળ છે, જ્યારે ગત વખતે NDAને આ બધી બેઠકો મળી હતી. INDIA ગઠબંધન 11 બેઠકો પર આગળ છે.

પશ્ચિમ બંગાળઃ બંગાળમાં મમતા બેનર્જીની ટીએમસી 31 સીટો પર આગળ ચાલી રહી છે. એનડીએ 10 સીટો પર આગળ છે, જ્યારે 1 સીટ ઈન્ડિયા એલાયન્સને જતી જણાય છે.

હરિયાણાઃ હરિયાણાની 10 લોકસભા સીટો પર એનડીએને હારનો સામનો કરવો પડી રહ્યો છે, અહીં ઈન્ડિયા એલાયન્સ 6 સીટો પર આગળ છે, જ્યારે એનડીએ 4 સીટો પર આગળ છે. ગત વખતે અહીંની તમામ સીટો એનડીએ કબજે કરી હતી.

ઉત્તરાખંડ-હિમાચલઃ આ બંને પર્વતીય રાજ્યોમાં એનડીએ ફરી એકવાર ધૂળ ઉડાડતી જોવા મળી રહી છે. ઉત્તરાખંડની 5 સીટો અને હિમાચલની 4 સીટો એનડીએના ખાતામાં જતી જણાય છે.

બિહારઃ બિહારમાં 40 સીટોમાંથી એનડીએ 34 સીટો પર આગળ છે, હાલમાં ઈન્ડિયા એલાયન્સ 4 સીટો પર આગળ છે. અન્ય બે બેઠકો પર આગળ છે. પૂર્ણિયા સીટ પર મજબૂત માનવામાં આવતા પપ્પુ યાદવ પાછળ ચાલી રહ્યા છે.

ઝારખંડ: એનડીએ ઝારખંડમાં આગળ છે, જોકે તેને ભારત ગઠબંધન દ્વારા સતત પડકાર આપવામાં આવી રહ્યો છે. અહીં 14 બેઠકોમાંથી NDA 9 બેઠકો પર આગળ છે, 5 બેઠકો INDIA ગઠબંધનને જતી જણાય છે.

આંધ્ર પ્રદેશઃ દક્ષિણના રાજ્ય આંધ્ર પ્રદેશમાં 25 બેઠકોમાંથી NDA 21 બેઠકો પર આગળ છે, જ્યારે INDIA ગઠબંધન 4 બેઠકો પર આગળ છે.

છત્તીસગઢઃ છત્તીસગઢમાં ફરી એકવાર NDAનો જાદુ કામ કરતો જોવા મળી રહ્યો છે. અહીં 11 બેઠકોમાંથી NDA 10 પર આગળ છે, જ્યારે INDIA ગઠબંધન માત્ર એક બેઠક પર આગળ છે.

વરુણ ધવનના ઘરે લક્ષ્મીનું આગમન, નતાશાએ દીકરીને જન્મ આપ્યો

મુંબઈ: વરુણ ધવન અને નતાશા દલાલ અત્યારે ક્લાઉડ નાઈન પર છે. આ કપલે ગઈકાલે રાત્રે, 3 જૂને તેમના પ્રથમ બાળક પુત્રીનું સ્વાગત કર્યું. આ સારા સમાચારની પુષ્ટિ તેના દાદા અને દિગ્ગજ ફિલ્મ નિર્માતા ડેવિડ ધવને કરી હતી. જ્યારથી આ ખુશખબરીની જાહેરાત થઈ ત્યારથી અર્જુન કપૂર, કરણ જોહર અને રકુલ પ્રીત સિંહ સહિતના સેલેબ્સે કપલને શુભેચ્છા પાઠવી છે. હવે, આખરે ફાધર વરુણ ધવને તેમના ચાહકો સાથે તેમના જીવનના સૌથી ખુશીના સમાચાર શેર કર્યા છે. દીકરીના જન્મ પછી વરુણ ધવને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.

4 જૂનના રોજ,’બેબી જોન’ અભિનેતા વરુણ ધવને તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની પુત્રીના આગમન વિશે એક પોસ્ટ મૂકી છે. પોસ્ટ શેર કર્યા પછી તરજ જ ચાહકો અભિનેતાને શુભેચ્છા પાઠવી રહ્યાં છે. વરુણે ‘બેબી ધવન’ વિશે લખ્યું- અમારું બાળક આવી ગયું છે. તમારા બધાના અભિનંદન બદલ આભાર. હરે રામ હરે રામ, રામ રામ હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે.

દીકરીના જન્મ પછી વરુણ ધવનની પહેલી પોસ્ટ

 

View this post on Instagram

 

A post shared by VarunDhawan (@varundvn)

3 જૂને વરુણ ધવન મુંબઈની હિન્દુજા હોસ્પિટલની બહાર જોવા મળ્યો હતો. એક ક્લિપમાં તે તેના પિતા અને ફિલ્મ નિર્માતા ડેવિડ ધવન સાથે દેખાયો હતો. તે સમયે અભિનેતાના ચહેરા પર સ્પષ્ હરખ દેખાતો હતો. આ ખુશીમાં તેણે મસ્ત મજાની મોટી સ્માઈલ આપી અને લોકોએ તેને આ સમાચાર અંગે અભિનંદન પાઠવ્યા ત્યારે તેણે અંગૂઠો બતાવ્યો હતો.

આ વર્ષની શરૂઆતમાં 18 ફેબ્રુઆરીએ વરુણ ધવને નતાશાની પ્રેગ્નન્સીની જાહેરાત કરતા પત્ની નતાશા દલાલના બેબી બમ્પને કિસ કરતો ફોટો પોસ્ટ કર્યો હતો. આ શેર કરતા તેણે લખ્યું હતું કે,’અમે ગર્ભવતી છીએ, તમારા આશીર્વાદ અને પ્રેમની જરૂર છે.’ તેની પોસ્ટ પર ચાહકોએ ઘણો પ્રેમ વરસાવ્યો હતો.