Home Blog Page 1757

World Environment Day: ક્યારે અને કેવી રીતે શરૂઆત થઈ આ દિવસ ઉજવવાની?

પર્યાવરણ એટલે સમગ્ર કુદરતી વાતાવરણ કે જેમાં આપણે રહીએ છીએ. તેમાં આપણી આસપાસના તમામ જીવંત અને નિર્જીવ તત્વોનો સમાવેશ થાય છે, જેમ કે હવા, પાણી, માટી, છોડ, પ્રાણીઓ અને અન્ય જીવંત પ્રાણીઓ. એકંદરે ઇકોસિસ્ટમ બનાવવા માટે પર્યાવરણના ઘટકો એકબીજા સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે.

જો કે, કુદરતી સંસાધનોના શોષણ અને માનવ જીવનશૈલી માટે તેના દુરુપયોગને કારણે, પર્યાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે. દૂષિત વાતાવરણ તે ઘટકોને અસર કરે છે જે જીવન જીવવા માટે જરૂરી છે. આવી સ્થિતિમાં લોકો પર્યાવરણ વિશે જાગૃત થાય અને તેઓ પ્રકૃતિ અને પર્યાવરણનું મહત્વ સમજે તે હેતુથી દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે છે?

વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે જૂન મહિનામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસની ઉજવણી માટે તારીખ નક્કી કરવામાં આવી છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં 5મી જૂને પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ અવસર પર વિવિધ દેશો પોતાના નાગરિકોને પર્યાવરણ વિશે જાગૃત કરવા માટે વિવિધ રીતે કાર્યક્રમોનું આયોજન કરે છે.

પર્યાવરણ દિવસનો ઇતિહાસ

પર્યાવરણ દિવસની ઉજવણીનો પાયો 1972 માં નાખવામાં આવ્યો હતો, જ્યારે સંયુક્ત રાષ્ટ્રએ પ્રથમ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી અને દર વર્ષે આ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી.

5 જૂને જ પર્યાવરણ દિવસ કેમ ઉજવાય છે?

હકીકતમાં, પ્રથમ પર્યાવરણ પરિષદ 5 જૂન 1972 ના રોજ ઉજવવામાં આવી હતી, જેમાં 119 દેશોએ ભાગ લીધો હતો. આ કોન્ફરન્સ સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં યોજાઈ હતી. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 5 જૂનને પર્યાવરણ દિવસ તરીકે નિયુક્ત કર્યો, જે માનવ પર્યાવરણ પર સ્ટોકહોમ કોન્ફરન્સનો પ્રથમ દિવસ હતો.

પર્યાવરણ દિવસનું મહત્વ

ભારત સહિત સમગ્ર વિશ્વમાં પ્રદૂષણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. વધતા પ્રદૂષણને કારણે કુદરત જોખમમાં છે. કુદરત કોઈપણ જીવને જીવન જીવવા માટે જરૂરી દરેક વસ્તુ પ્રદાન કરે છે. આવી સ્થિતિમાં કુદરતની અસર થશે તો જનજીવન પ્રભાવિત થશે. પર્યાવરણ દિવસની ઉજવણી પ્રકૃતિને પ્રદૂષણથી બચાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ થઈ.

આ દિવસે લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવામાં આવે છે અને પ્રકૃતિને પ્રદૂષિત થવાથી બચાવવા માટે પ્રેરિત કરવામાં આવે છે.

પર્યાવરણ દિવસ થીમ 2024

દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની વિશેષ થીમ હોય છે. ગયા વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ 2023 ની થીમ “પ્લાસ્ટિક પ્રદૂષણના ઉકેલો” હતી. આ થીમ પ્લાસ્ટિક પ્રદૂષણના ઉકેલો પર આધારિત છે. આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ 2024 ની થીમ “જમીન પુનઃસ્થાપન, રણ અને દુષ્કાળની સ્થિતિસ્થાપકતા” છે. થીમ ‘આપણી જમીન’ સૂત્ર હેઠળ જમીન પુનઃસંગ્રહ, રણીકરણ અને દુષ્કાળ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

ભાજપ, કોંગ્રેસમાં આવેલા 25 પક્ષબદલુ નેતાઓમાંથી 20 હાર્યા

નવી દિલ્હીઃ 2024ની ચૂંટણીથી પહેલાં દરેક નેતા ભાજપની ટિકિટને જીતની ગેરંટી માની રહ્યા હતા. એ કારણને લીધે જ અન્ય પક્ષોના નેતા ભાજપમાં સામેલ થયા હતા. ટિકિટ મેળવનારા આવા 25માંથી 20 નેતાઓ ચૂંટણી હારી ગયા છે. ભાજપની ટિકિટ નહીં મળવા પર કોંગ્રેસમાં સામેલ થનારા નેતાઓના હાલ પણ કંઈ જુદા નથી. કોંગ્રેસની ટિકિટ મેળવનારા છમાંથી પાંચ નેતા ચૂંટણી હારી ગયા છે.

પંજાબ કોંગ્રેસના ત્રણ મોટા નેતાઓ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી ભૂતપૂર્વ CM અમરિંદર સિંહનાં પત્ની પરનિત કૌર પટિયાલા સીટ, ભૂતપૂર્વ CM બિયંત સિંહના દોહિત્ર રવનીત સિંહ બિટ્ટુ લુધિયાણા સીટ અને આપ પાર્ટીમાં ભાજપમાં આવેલા સુશીલ કુમાર, રિન્કુ સિંહ પણ જાલંધર સીટથી ચૂંટણી હારી ગયા છે.

હરિયાણામાં કોંગ્રેસ છોડીને આવેલા અશોક તંવર અને રણજિત સિંહ ચૌટાલા સિરસા બેઠકથી, રણજિત સિંહ સિસ્સારથી, રાજસ્થાનમાં મહેન્દ્રજિત સિંહ માલવીય બાંસવાડા સીટ અને ડો. જ્યોતિ મિર્ધા નાગૌર સીટ પરથી હારી ગયાં છે.

TMCમાંથી ભાજપમાં આવેલા તાપસ રોય કોલકાતા ઉત્તર સીટ, અર્જુન સિંહ બેરકપુર સીટ પરથી હારી ગયા છે. આ જ રીતે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા સુરેશ બોરા આસામના નગાંવથી અને સી. રઘુનાથ પણ કેરળની કન્નુર સીટથી  હારી ગયા છે. UPમાં BSPમાંથી ભાજપમાં આવેલા રિતેશ પાંડે આંબેડકરનગર સીટથી હારી ગયા છે.

તેલંગાણામાં KCRની પાર્ટીના કેટલાય નેતાઓને ભાજપે ટિકિટ આપી હતી, પણ બધા હારી ગયા છે. ઝારખંડમાં JMM છોડીને ભાજપમાં સામેલ થયેલા અને દુમકા સીટ પરથી ચૂંટણી લડેલા સીતા સોરેન પણ ચૂંટણી હારી ગયાં છે. કોંગ્રેસમાંથી આવેલાં ગીતા કોડા સિંહભૂમથી હારી ગયાં છે. આંધ્ર પ્રદેશના રાજમપેટ પર કોંગ્રેસથી આવેલા કિરણકુમાર રેડ્ડી પણ ચૂંટણી હારી ગયા છે.

 

 

 

 

 

 

 

નોટ આઉટ @ 82 : ગીતાબહેન વ્યાસ 

વહુઓ (પ્રીતિ અને જાગૃતિ) પાસેથી મોબાઇલ વાપરતાં અને તેની જુદી-જુદી એપ્લિકેશન્સ (youtube, whatsapp, facebook, Uber વગેરે)નો ઉપયોગ કરતાં શીખી આત્મનિર્ભર થઈ સ્વતંત્ર જિંદગી જીવતાં ગીતાબહેન વ્યાસની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ વડોદરામાં થયો. સાત બહેન અને એક ભાઈનું બહોળું કુટુંબ હતું. પિતા વડોદરા રેલવે-સ્ટેશનના સ્ટેશન-માસ્ટર હતા. પાંચ વર્ષે ગીતાબહેને માતાને ગુમાવ્યાં. એસ.એસ.સી. સુધીનો અભ્યાસ ઠાકર હાઇસ્કુલ, અમદાવાદમાં કર્યો.  22 વર્ષે લગ્ન કરી તેઓ અમરેલી આવ્યાં. તેમણે તેમનાં સાસુની બહુ ચાકરી કરી છે એટલે અત્યારે વહુઓ તેમનું બહુ ધ્યાન રાખે છે અને બદલો મળે છે! આ વખતે તેમની વર્ષગાંઠને દિવસે વહુએ સત્સંગ-મંડળની બહેનો માટે સરપ્રાઈઝ પાર્ટી રાખી હતી. ‘મધર્સ-ડે’ના દિવસે તેમને ગમતી વાનગી ફાફડા-જલેબીની સરપ્રાઈઝ આપી હતી!

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

છ વાગે ઊઠે. નિત્યક્રમ પરવારી સાડા સાતે હવેલી મંદિરમાં દર્શન કરવા જાય. ઘરે આવી સ્તુતિ, ભગવાનની માળા, પાઠ, આરતી વગેરે 11.00 વાગ્યા સુધી ચાલે. પછી છાપું હાથમાં લે. ઉપરથી નીચે સુધી છાપું વાંચી જાય! 12:30 વાગે જમ્યા બાદ પૂર્તિ, ર્ધર્મલોક, ભવિષ્ય વાંચે. બપોરે આરામ કરે. ઊઠીને ફોન હાથમાં લે અને youtube ઉપર તેમને ગમતાં ભજનો સાંભળે અને જુએ. સાંજે પાંચથી સાડા સાત સુધીનો સમય સોસાઈટીનાં મિત્રો સાથે, વાતો-ચીતો કરે, ખબર-અંતર પૂછે. ઘેર આવી સાડા આઠે જમે. ત્યારબાદ ટીવી ઉપર દીકરા સાથે મેચ જુએ અને વહુ સાથે સીરીયલો માણે.  10:00 વાગ્યે સૂઈ જાય. એકદમ નિયમિત જીવન જીવે છે.

શોખના વિષયો : 

ભજન સાંભળવા ગમે. હરવા-ફરવાનો, હોટલમાં જવાનો શોખ. ચારધામ યાત્રા કરી છે. પતિ સાથે દર વર્ષે હરદ્વાર જતાં. 15 વર્ષ પહેલા પતિનો સ્વર્ગવાસ થયો. અમેરિકામાં પણ ઘણું ફર્યા છે. મોટીબહેન અને કુટુંબનાં ઘણાં સભ્યો અમેરિકા રહે છે. ચોથી પેઢીના બાળકને આવકારવા હાલ બીજીવાર અમેરિકા ગયાં છે. ખાવાનો શોખ, રસોઈ બનાવવાનો શોખ. જો કે હવે વહુઓ રસોડામાં કામ નથી કરવા દેતી! તૈયાર થઈ ફોટા પડાવવા પણ ગમે. સાયકલ ચલાવવાનો શોખ. શાળામાં દર શનિવારે થતી ચર્ચા-સભામાં ભાગ લેતાં. રમતગમતનો શોખ. દોડ, લાંબો-કૂદકો વગેરેમાં ઇનામો પણ મેળવતાં. ગરીબોની સેવા કરવી ગમે. જરૂરિયાતમંદોને પૈસા આપે. મંદિરમાં ઓછા આપે. ભરતામાં નહીં ભરવાનું એવો સ્વભાવ!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત બહુ સરસ છે. કોઈ દવા લેતાં નથી. વર્ષમાં એકાદ વાર માથું દુખે કે પેટમાં દુખે- ધાર્યું ન થાય ત્યારે! હસતાં-હસતાં કહે છે! કોરોનાની ઝાપટમાં આવી ગયાં હતાં પણ હિંમતથી કામ લીધું અને બહાર નીકળી આવ્યાં! પગની  થોડી તકલીફ છે. પહેલાં કસરત કરતાં. માતાજી અને શંકરદાદા પર પૂરેપૂરો વિશ્વાસ છે. વહુઓ બહુ સાથ આપે છે, દીકરાઓ ક્યારેક મશ્કરી કરે!

યાદગાર પ્રસંગ:  

લગ્ન પછી તેઓ અમરેલીમાં હતાં.  તેમને  સાયકલ ચલાવવાનો શોખ. આસપાસની બહેનોને લાગે કે સ્ત્રીઓ કંઈ સાયકલ ચલાવેતેમણે દીકરાને પાછળ બેસાડી લેડીઝ-સાયકલ આખા ગામમાં ફેરવી અને ગામની બહેનો ખુશ થઈ ગઈ! “ગામડાની અને શહેરની છોકરીઓનો તફાવત” એ વિષયની ચર્ચામાં ભાગ લઈ તેમણે પહેલું ઇનામ મેળવ્યું હતું. અમેરિકામાં પૌત્રીના લગ્નમાં નાચી-કૂદીને એન્ટ્રી લીધી હતી!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

વહુઓ પાસેથી મોબાઈલ વાપરતા શીખ્યાં. કોઈ એકવાર કંઈ નવું શીખવાડે એટલે તેમને તરત આવડી જાય. UBERથી ગાડી કે રીક્ષા બુક કરી, મિત્રો સાથે ફરવા જાય. ટેકનોલોજીની મદદથી એકદમ સ્વતંત્ર જીવન જીવે છે!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

ઘર ચલાવવાની અને ઘરનું કામકાજ કરવાની પદ્ધતિ સાવ બદલાઈ ગઈ છે. તેઓ પાણી બહારથી ભરીને લાવતાં, મસાલા જાતે ખાંડતાં, અનાજ જાતે સાફ કરતાં, પાપડ ઘેર બનાવતાં….પણ હવે તો બધું જ બદલાઈ ગયું છે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો?  

બંને બાજુ મોટું કુટુંબ છે. કુટુંબમાં, પ્રસંગે બધાં યુવાનોને મળે. સત્સંગ-મંડળમાં, હવેલીમાં જાય એટલે ત્યાં પણ યુવાનો મળે. તેમને બે દીકરા, ત્રણ પૌત્ર- પૌત્રી છે. પૌત્ર-પૌત્રી વગર તો બિલકુલ ગમે જ નહીં

સંદેશો :  

કુટુંબમાં સૌએ એકબીજાને અનુકૂળ થવું જોઈએ. યુવાનોએ વડીલોની સેવા કરી તેમની ફરમાઈશ પૂરી કરવી જોઈએ.

આ તે પોલીસ સ્ટેશન કે પ્રકૃતિ જંક્શન?

સામાન્ય રીતે પોલીસ સ્ટેશનનું નામ પડે એટલે ગુનેગારો અને ગુનો ન કર્યો હોય એવા સામાન્ય લોકોય ફફડે. વગર કારણે જેના પગથિયાં ચડવાનું મન ન થાય એવી જગ્યા એટલે પોલીસ સ્ટેશન.

પણ તમે ક્યારેય એવું પોલીસ સ્ટેશન જોયું છે કે જ્યાં કારણ વગર ય એ જોવા જવાનું મન થાય?

આ વાત છે એક એવા પોલીસ સ્ટેશનની, જે જોવા જવાનું મન થાય એવું તો છે જ, પણ સાથે સાથે અહીંથી લોકો પર્યાવરણ સુરક્ષાનો એક સંદેશ પણ લઇને જાય છે. આવું એક પોલીસ સ્ટેશન એટલે સુરત જિલ્લાનું ઉમરપાડા પોલીસ સ્ટેશન. અહીના પોલીસ કર્મીઓએ એક નવતર પ્રયોગ દ્વારા પર્યાવરણ સુરક્ષાનું એક અનોખું ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.એ પણ નોંધી લો કે, વર્ષ 2020થી આ પોલીસ સ્ટેશનને ગ્રીન પોલીસ સ્ટેશન તરીકેની એક નવી ઓળખ મળી છે.

આ પોલીસ સ્ટેશનને સામાન્યમાંથી સ્પેશ્યલ બનાવવાનો શ્રેય મળે છે અહીંના PSI કેડી ભરવાડને. કે.ડી.ભરવાડની સુરતના ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં 7 જુલાઈ 2019ના બદલી થઈ હતી. જ્યાં તેમણે અસ્થવ્યસ્થ પોલીસ સ્ટેશન મળ્યું હતું. જે બાદ સમય અંતરે ધીરે ધીરે સફાઈ કામથી પોલીસ સ્ટેશનની કાયાપલટ કરવામાં આવી. કે.ડી.ભરવાડે પોલીસ સ્ટેશનમાં વેસ્ટમાંથી બેસ્ટ પધ્ધતિથી કિચન ગાર્ડન બનાવ્યું. જેમાંથી ઉગતા શાકભાજી પોલીસ સ્ટેશનના કર્મચારીઓને ઉપયોગમાં આવતા. આ ઉપરાંત, પોલીસ સ્ટેશનમાં પાણી અછત થવાથી ચોમાસાનું પાણી એકત્ર કરવા માટે વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ પણ મૂકવામાં આવી. એ પછીથી અહીં પાણીની અછત સર્જાતી નથી.

ઉમરપાડા પોલીસ સ્ટેશનના વર્તમાન PSI અર્જુન સાંબડ ચિત્રલેખા.કોમને કહે છે કે હાલ અમારા પોલીસ સ્ટેશનમાં સમાધાન કક્ષ, કિચન ગાર્ડન, વોટર હાર્ડ વેસ્ટીગ સ્ટોરેજ પ્લાન, બાળકો માટે પ્લેગ્રાઉન્ડ જેવી સુવિધા ઉપલબ્ધ છે. કિચન ગાર્ડનના તમામ છોડ અને ઝાડને તમામ કર્મચારીઓને વહેંચી દેવામાં આવ્યા છે. જેથી કરીને તમામ કર્મચારી પોતાના છોડ-ઝાડની સરખી માવજત કરી શકે. અમારા પોલીસ સ્ટેશન નજીક પાણી તકલીફને લઈ અમે લગભગ 15000 લીટરનું વોટર હાર્ડ વેસ્ટીગ સ્ટોરેજ પ્લાન પણ બનાવ્યો છે. જ્યારે તમામ લોકોમાં ટ્રફિક અવેરનેસ, વ્યસન મુક્તિ અને સ્વચ્છ અભિયાન માટે પોલીસ સ્ટેશનની દિવાલ ચિત્રો પણ બનાવવામાં આવ્યા છે.

(તેજસ રાજપરા – અમદાવાદ)

રાશિ ભવિષ્ય 06/05/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારા કાર્યઅંગેની ચર્ચાવિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે છે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું કહી શકાય.


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા-વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલીઅધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતની તકેદારી રાખવી, યુવાવર્ગે પ્રિયજન સાથે વિવાદકે દલીલબાજીથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું કહી શકાય.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ ખુશીની લાગણી અનુભવો, તમારી મનની વાત કોઈ સમજી શકે નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુનાઅટકેલા કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનુંકામ કરવુંજ યોગ્ય છે,કામકાજમાં વ્યસ્તતા જોવા મળે.


આજનો દિવસ તમે શાંતિ અને કુનેહથી પસાર કરવો જેથી તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં જોખમન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. માર્કેટિંગક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે, વેપારમાં નાનું અને ગણતરીપૂર્વકનું કામકાજ કરવું યોગ્ય છે, સહકર્મચારી સાથે કામકાજમાં સહકાર થોડો ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મહેનત કરવી સારી કહી શકાય, વેપારમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટા શબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. વેપારના કામકાજમાં જોખમન કરવું અને ધીરજ રાખી કામ કરવાની સલાહ છે.


આજનો દિવસ સારો છે, તમરી લાગણીની કદર સારી રીતે થાય, જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે, સામાજિક, ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવી કોઈ વાત બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, વેપારમાં બિનજરૂરી જોખમથી દુર રહેવું, વાતવાતમાં ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું સારું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યા કામ પર પડે , નસીબ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલન મુલાકાત યાદગાર બને, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ કે નવીનતક દેખાઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામકાજ યોગ્ય છે, કોઈની સાથે કામની બાબતમાં દલીલબાજીના કરવી, યુવાવર્ગને ઈતરપ્રવૃતીમાં ધ્યાન વધુ જાય અને ક્યાંક બિનજરૂરી નાણાકીયખર્ચ પણ થઈ શકે, મુસાફરી થોડી કંટાળાજન બની શકે છે.

બટેટા વેજ પૂડલા

ઘરમાં ઉપલબ્ધ સામગ્રીથી જ બનાવવામાં આવતા આ પૂડલામાં કોઈ કળાકૂટ નથી. એટલે જલ્દી પણ બની જાય છે. બટેટા એટલે બાળકોનો તો આ પ્રિય નાસ્તો બની રહેશે!        

 સામગ્રીઃ

  • બટેટું 1, કોર્નફ્લોર 3 ટે.સ્પૂન
  • ચણાનો લોટ 2 ટે.સ્પૂન
  • ચોખાનો લોટ 2 ટે.સ્પૂન
  • ચિલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન
  • કાળા મરી પાઉડર ½ ટી.સ્પૂન
  • ચાટ મસાલો ½ ટી.સ્પૂન
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • નાનું સિમલા મરચું
  • ગાજર ખમણેલું 1 ટે.સ્પૂન
  • લીલા મરચાં 2
  • કોથમીર ધોઈને સમારેલી 2 ટે.સ્પૂન

રીતઃ કાચા બટેટાને છોલીને ધોઈને ખમણીને એક બાઉલમાં લઈ લો. તેમાં કોર્નફ્લોર, ચણાનો લોટ, ચોખાનો લોટ મેળવો. તેમજ તેમાં ચિલી ફ્રલેક્સ, કાળા મરી પાઉડર, ચાટ મસાલો, સ્વાદ મુજબ મીઠું મેળવો. હવે તેમાં સમારેલી કોથમીર તેમજ ખમણેલું ગાજર, સમારેલાં લીલા મરચાં અને સિમલા મરચું પણ મેળવી દો. આ મિશ્રણમાં 2 ટે.સ્પૂન જેટલું પાણી ઉમેરીને ભજીયા જેવું ખીરું બનાવી લો.

એક ફ્રાઈંગ પેનમાં તેલ સરખું ગરમ કરી લો. હવે ગેસની આંચ એકદમ ધીમી કરી દો. એક કળછી વડે ખીરું પેનમાં હળવેથી રેડી દો. પૂડલાની કિનારીનો રંગ થોડો સોનેરી થવા માંડે એટલે કે, 2-4 મિનિટ પછી તવેથા વડે પૂડલાને ઉથલાવી દો. ફરી 2-4 મીનિટ બાદ સોનેરી રંગ આવે એટલે પૂડલા ઉતારી લો. જો પૂડલા કડક જોઈતા હોય તો તવેથા વડે ઉપરથી પૂડલાને પ્રેશ કરીને કડક કરી લીધા બાદ ઉતારી લો અને ગરમાગરમ પીરસો.

આ પૂડલા લીલી ચટણી અથવા ટોમેટો કેચ-અપ સાથે પિરસો.

૦૫ જૂન, ૨૦૨૪

NDAએ કેન્દ્રીય સત્તામાં જીતની હેટ્રિક ફટકારી

લોકસભા ચૂંટણીના પરિણામો હવે સ્પષ્ટ છે. એનડીએ ગઠબંધનને 291 બેઠકો મળી છે. તો ઈન્ડિયા બ્લોકને 234 સીટો મળી છે. આ પરિણામોમાં ભાજપ સતત ત્રીજી વખત સૌથી મોટી પાર્ટી બની છે. જો કે આ વખતે ભાજપને પૂર્ણ બહુમતી મળી નથી, જ્યારે વિપક્ષી અખિલ ભારતીય ગઠબંધનના 20 પક્ષોએ મળીને 234 બેઠકો જીતી છે, ત્યારે અત્યાર સુધીના પરિણામોમાં એકલા ભાજપે 240 બેઠકો જીતી છે. જ્યાં ભાજપ સતત બે વખત પોતાના દમ પર બહુમતી મેળવતું રહ્યું. આ વખતે ગઠબંધન સરકાર પાસે ત્રીજી વખત તક છે પરંતુ વિપક્ષની બેઠકો ઘણી મજબૂત બની છે.


આ પરિણામોથી સંસદની સ્થિતિમાં ઘણો બદલાવ જોવા મળશે. જ્યાં એક તરફ ભાજપ છેલ્લા 10 વર્ષથી લોકસભામાં શાસન કરી રહ્યું હતું, તો બીજી તરફ હવે ભાજપ પોતાના દમ પર લોકસભામાં કોઈ બિલ પાસ કરાવી શકે તેવી સ્થિતિમાં નથી. આ સાથે કોંગ્રેસની સ્થિતિમાં એવો બદલાવ આવ્યો છે કે જ્યાં તે 2019માં મુખ્ય વિપક્ષી પાર્ટી પણ ન બની શકી ત્યાં હવે 2024માં 100 બેઠકો સાથે બીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે.

પરંતુ બીજી તરફ ભાજપે તેની ત્રીજી ટર્મ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જીતની ઉજવણી કરવા માટે બીજેપી હેડક્વાર્ટર પહોંચેલા પીએમ મોદીએ એમ પણ કહ્યું કે અમારી પાસે વિકસિત ભારતનો સંકલ્પ છે. PMએ કહ્યું, ત્રીજા કાર્યકાળમાં દેશ મોટા નિર્ણયોનો નવો અધ્યાય લખશે. આ પરિણામોને લઈને રાજકારણીઓથી લઈને રાજકીય નિષ્ણાતોના અલગ-અલગ મંતવ્યો છે. આવી સ્થિતિમાં, આજના પરિણામો વિશે 10 મહત્વપૂર્ણ બાબતો જાણવી જરૂરી છે.

1. વડાપ્રધાન મોદીનો ત્રીજો કાર્યકાળ નિશ્ચિત છે. પરંતુ આજના પરિણામો તેમની અપેક્ષાઓથી વિપરીત આવ્યા છે અને એનડીએ 300નો આંકડો પણ પાર કરી શક્યો નથી.

2. ભાજપને આ વખતે પૂર્ણ બહુમતી મળી નથી પરંતુ તે 239 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી રહી છે અને નોંધનીય છે કે જ્યારે વિપક્ષી અખિલ ભારતીય ગઠબંધનની 20 પાર્ટીઓએ મળીને 235 બેઠકો જીતી છે, ત્યારે ભાજપ એકલાએ 239 બેઠકો જીતી છે.

3. દેશમાં ફરી એકવાર ગઠબંધન સરકારનો યુગ પાછો ફર્યો છે. આ વખતે લોકોએ મજબૂત સરકાર નહીં પરંતુ મજબૂત વિપક્ષને પસંદ કર્યો છે.

4. હિન્દીભાષી રાજ્યોમાં બીજેપીને ભારે નુકસાન થયું અને ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં ભાજપને ગત વખત કરતા 30 સીટો ઓછી મળી અને હવે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે.

5. રામ મંદિરનો મુદ્દો ઉત્તર પ્રદેશમાં બિલકુલ ચાલ્યો નહીં અને અયોધ્યામાં પણ ભાજપ ચૂંટણી હારી ગયું. આ સિવાય ઉત્તર પ્રદેશમાં ભાજપની અંદર વિભાજનને કારણે પણ પાર્ટીને નુકસાન થયું છે.

6. પશ્ચિમ બંગાળમાં ભાજપ મમતા બેનર્જીના ગઢમાં ઘૂસી શકી ન હતી અને ગત વખત કરતા વધુ બેઠકો જીતીને મમતા બેનર્જીએ સાબિત કર્યું કે પશ્ચિમ બંગાળના લોકોનો વિશ્વાસ હજુ પણ તેમની સાથે છે.

7. આ ખંડિત જનાદેશ હવે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુને કિંગમેકરની ભૂમિકામાં લાવ્યા છે, જેમાં નીતિશ કુમારની જેડીયુએ 12 બેઠકો જીતી છે અને ચંદ્રાબાબુ નાયડુની ટીડીપીને 16 બેઠકો મળી છે અને આ બંને નેતાઓ પાસે હવે 28 બેઠકો છે.

8. રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી જીત્યાના થોડાક મહિના બાદ જ સંજોગો બદલાયા અને રાજસ્થાનમાં જ્યાં ગત વખતે ભાજપે 25માંથી 25 બેઠકો જીતી હતી અને તે પછી ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણી પણ જીતી હતી, આ વખતે તે રાજસ્થાનમાં ભાજપ 14 બેઠકો જીતી છે અને કોંગ્રેસને 8 બેઠકો મળી છે.

9. વિરોધ પક્ષોના ટર્નકોટ નેતાઓ પર ભાજપની દાવ નિષ્ફળ ગઈ અને મહારાષ્ટ્રમાં અજિત પવાર અને એકનાથ શિંદે જેવા તેના સાથી પક્ષો પણ એનડીએને લાભ આપી શક્યા નહીં.

10. ભાજપને ચૂંટણી જીતવા માટે હજુ પણ આરએસએસની જરૂર છે અને તે આરએસએસની સંગઠનાત્મક શક્તિને અવગણી શકે નહીં. આજના પરિણામોમાં દરેકની જીત થઈ છે. આજે EVM પણ જીત્યું છે, આજે લોકશાહીની પણ જીત થઈ છે, આજે વિપક્ષની પણ જીત થઈ છે અને આજે સરકારની પણ જીત થઈ છે અને આજે કોઈ હાર્યું નથી.

આ પરિણામો પરથી એક મહત્ત્વનું પરિબળ એ છે કે ભાજપ અને એનડીએને દલિત, મહિલા અને યુવા મતોનું મોટું નુકસાન થયું છે અને બીજું, જે બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો ઉમેદવારી નોંધાવ્યા બાદ ભાજપમાં જોડાયા હતા તે બેઠકો મતદારોને પસંદ પડી નથી.

ઉદાહરણ તરીકે, ઈન્દોરમાં, જ્યાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો મતદાન પહેલા ભાજપમાં જોડાયા હતા, ત્યાં 2 લાખ 18 હજાર લોકોએ NOTAને મત આપ્યો છે. નોંધનીય છે કે આ પરિણામોમાં N પરિબળ પણ જોવા મળ્યું છે.

એનડીએનું ‘એન ફેક્ટર’

આ ચૂંટણી સાથે શરૂઆતથી જ એક N પરિબળ જોડાયેલું હતું. આઝાદી પછી, પંડિત જવાહરલાલ નેહરુ સિવાય, કોઈપણ વડા પ્રધાન સતત ત્રીજી વખત સરકાર બનાવવામાં સફળ થયા નથી. પીએમ મોદી પાસે આ ચૂંટણીઓમાં સતત ત્રીજી વખત સરકાર બનાવીને પંડિત નેહરુના રેકોર્ડની બરોબરી કરવાની તક હતી.

નમો, નીતીશ અને નાયડુ

જ્યારે લોકસભા ચૂંટણીના પરિણામો આવવા લાગ્યા ત્યારે આ પરિણામોએ N ફેક્ટર – નમો, નીતીશ અને નાયડુને પણ આપ્યું છે. નમો એટલે કે નરેન્દ્ર મોદીના ચહેરા સાથે ચૂંટણી લડનાર NDAને સરકાર બનાવવાનો જનાદેશ મળ્યો. પરંતુ ભારતીય જનતા પાર્ટી (BJP) સતત ત્રીજી વખત બહુમતી સાથે મોદી સરકાર બનાવી શકી નથી.

હવે એક N એટલે કે નેહરુ સાથે સતત ત્રીજી વખત સરકાર બનાવવા માટે, PM મોદીએ અન્ય બે N – નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુના પક્ષોના વલણ પર નિર્ભર રહેવું પડશે. નીતિશ અને નાયડુના વલણના આધારે સરકારે નિર્ણય લેવો પડશે. નીતીશની આગેવાની હેઠળના જનતા દળ (યુનાઈટેડ)ને 12 અને નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ને 16 બેઠકો મળી હતી. આ બંને પક્ષો એનડીએમાં પણ છે.

મુંબઈમાં ભાજપને ઝટકો, ઉદ્ધવની સેનાએ મારી બાજી

લોકસભા ચૂંટણી 2024નું પરિણામ આજે એટલે કે 4 જુનના રોજ જાહેર થઈ ચૂક્યું છે. મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકોના ચૂંટણી પરિણામોમાં સત્તારૂઢ મહાયુતિને મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણી પરિણામોમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિએ માત્ર 18 બેઠકો (ભાજપ-10, શિવસેના-7, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-1) જીતી છે, જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળી મહાવિકાસ અઘાડી (એમવીએ) 29 બેઠકો (કોંગ્રેસ-13, શિવસેના ઉદ્ધવ-09 અને એનસીપી- શરદને 7 ) મળી છે. એક બેઠક પર અપક્ષનો વિજય થયો છે. પ્રતિષ્ઠિત બારામતીમાં એનસીપી શરદ જૂથનો વિજય થયો હતો, જ્યારે અમરાવતીમાં કમળ ખીલવા આવેલા નવનીત રાણાને પણ હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ મુંબઈમાં જીતવામાં સફળ રહ્યા હતા, ત્યારે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ નાગપુરથી જીતની હેટ્રિક ફટકારી હતી, જો કે, ઉજ્જવલ નિકમ મુંબઈ, મુંબઈ ઉત્તર મધ્યની પ્રતિષ્ઠિત બેઠક જીતી શક્યા નથી. કોંગ્રેસની વર્ષા ગાયકવાડ સામે તેમનો પરાજય થયો હતો.

મુંબઈની કુલ છ બેઠકની વાત કરીએ તો

મુંબઈ નોર્થ: કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે 6,80,146 મતો મેળવીને જીત મેળવી છે. ગોયલે કોંગ્રેસના ભૂષણ પાટીલને 3,57,608 મતોના માર્જિનથી હરાવ્યા છે.

મુંબઈ નોર્થ સેન્ટ્રલ: કોંગ્રેસના વર્ષા ગાયકવાડ 4,45,545 મતો મેળવીને જીત્યા છે. તેણીએ બીજેપીના ઉજ્જવલ નિકમને 16,514 મતોના માર્જિનથી હરાવ્યા હતા.

મુંબઈ નોર્થ ઈસ્ટ: શિવસેના UBT જૂથના સંજય દિના પાટીલ કુલ 4,50,937 મતો સાથે જીત્યા છે. પાટીલે ભાજપના મિહિર ચંદ્રકાંત કોટેચાને 29,861 મતોના માર્જિનથી હરાવ્યા છે.

મુંબઈ નોર્થ વેસ્ટ: એકનાથ શિંદેના શિવસેના જૂથના રવિન્દ્ર દત્તારામ વાયકરે 4,52,644 મતો સાથે વિજય મેળવ્યો છે. વાયકરે શિવસેના યુબીટીના અમોલ ગજાનન કીર્તિકરને 48 મતોના માર્જિનથી હરાવ્યા છે.

મુંબઈ સાઉથ: શિવસેના યુબીટી જૂથના અરવિંદ સાવંતે 3,95,655 મતો મેળવીને જીત હાંસલ કરી છે. તેમણે શિંદેના જૂથના યામિની યશવંત જાધવને 52,673 મતોના માર્જિનથી હરાવ્યા છે.

મુંબઈ સાઉથ સેન્ટ્રલ: અનિલ યશવંત દેસાઈ 3,95,138 મત સાથે જીત્યા છે. તેમણે 53,384 મતોના માર્જિનથી શિંદેની શિવસેનાના રાહુલ રમેશ શેવાલેને હરાવ્યા છે.

પંચાંગ 05/06/2024