Home Blog Page 1755

NDA સરકારના આશાવાદે શેરોમાં તેજીઃ સેન્સેક્સ 2300 પોઇન્ટ ઊછળ્યો

અમદાવાદઃ મંગળવારે ચૂંટણી પરિણામોને પગલે શેરબજારમાં થયેલા બ્લડબાથ પછી બુધવારે ઘરેલુ શેરબજારો ફરી તેજીને પંથે હતાં. કેન્દ્રમાં ફરી એક વાર મોદીની આગેવાની હેઠળ NDA સરકાર બનવાનાં એંધાણે રોકાણકારોએ પસંદગીના શેરોમાં લેવાલી કાઢી હતી. જેથી BSE સેન્સેક્સ 2303 પોઇન્ટ ઊછળી 74,382ના મથાળે બંધ થયો હતો અને NSEનો નિફ્ટી ઇન્ડેક્સ 736 પોઇન્ટની તેજી સાથે 22,620ના મથાળે બંધ થયો હતો. નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ 4.5 ટકા અને નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ ચાર ટકા વધ્યા હતા.

ઘરેલુ શેરબજારમાં નીચલા સ્તરેથી રોકાણકારોએ નવી ખરીદી કાઢી હતી, જેથી સેન્સેક્સ અને નિફ્ટી ત્રણ ટકા વધ્યા હતા. મેટલ, ઓટો, બેન્કિંગ શેરોમાં સારીએવી લેવાલી જોવા મળી હતી. FMCG ઇન્ડેક્સ ચાર ટકાથી વધુ વધ્યો હતો, જ્યારે ફાર્મા, એનર્જી ઇન્ડેક્સ આશરે ત્રણ ટકાની તેજી થઈ હતી.

બજારના નિષ્ણાતોએ કહ્યું હતું કે કેન્દ્રમાં સરકારની કેબિનેટમાં કોણ હશે અને કયા ખાતા કોની પાસે રહેશે, એ જ્યાં સુધી નક્કી નહીં થાય, ત્યાં સુધી શેરબજારનું સેન્ટિમેન્ટ બેતરફી રહેવાની ધારણા છે. બજારમાં રોકાણકારોએ દરેક ઊંચા મથાળે સાવચેતીનું વલણ અપનાવતાં પ્રોફિટ બુકિંગનું વલણ અપનાવશે અને કેન્દ્રમાં રાજકીય સ્થિરતા વધશે તેમ-તેમ શેરોમાં તેજીની આગેકૂચ થશે. રોકાણકારોનું માનવું છે કે ભાજપની આગેવાની સરકાર રચાશે તો અર્થતંત્રમાં તેજી આવશે.

ઇન્ડિયા VIX આશરે 28 ટકા તૂટ્યો

શેરબજારમાં ગઈ કાલનો ઘટાડો પચાવી તેજી થઈ હતી, જેથી ઇન્ડિયા VIXમાં આશરે 28 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. BSEના બધા સેક્ટરના શેરો તેજીમાં હતા.

 

 

 

 

 

 

 

 

મહારાષ્ટ્ર: શિવસેના-NCPના ભંગાણનો કોંગ્રેસને મળ્યો ફાયદો

મુંબઈ: લોકસભા ચૂંટણીમાં ભાજપને યુપી બાદ મહારાષ્ટ્રમાં સૌથી વધુ નુકસાન થયું છે. પાર્ટીએ ઉત્તર પ્રદેશની સાથે મહારાષ્ટ્રમાં સૌથી મોટા પક્ષનો દરજ્જો ગુમાવ્યો છે. આ જ કારણ છે કે પાર્ટી કેન્દ્રમાં બહુમતી હાંસલ કરી શકી નથી. મહારાષ્ટ્રમાં ભાજપે 14 બેઠકો ગુમાવી છે. પાર્ટી માત્ર 9 સીટ પર જ કબ્જો મેળવી શકી.શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી વચ્ચે વિભાજનનો સૌથી મોટો ફાયદો કોંગ્રેસને મળ્યો, કોંગ્રેસના સાંસદોની સંખ્યા 1 થી વધીને 13 થઈ. આવી સ્થિતિમાં રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીને સૌથી વધુ ફાયદો થયો છે. જો મહાયુતિની વાત કરીએ તો એકનાથ શિંદેએ ત્યાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. ભાજપને 9 જ્યારે એકનાથ શિંદેની શિવસેનાને 7 બેઠકો મળી છે. આવી સ્થિતિમાં તેમની સોદાબાજી વધી છે, જોકે અજિત પવારની સ્થિતિ ઘટી છે. તેઓ બારામતી બેઠક જીતી શક્યા ન હતા. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં તેમના માટે સંકટ વધી શકે છે.

કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની

કોંગ્રેસ પાર્ટીએ 2014ની ચૂંટણીમાં બે બેઠકો જીતી હતી. 2019માં પાર્ટી માત્ર ચંદ્રપુર સીટ બચાવવામાં સફળ રહી હતી. પાર્ટીના સાંસદોની સંખ્યા ઘટીને એક થઈ ગઈ હતી. કોંગ્રેસે માત્ર 17 બેઠકો પર ચૂંટણી લડી હતી. કોંગ્રેસ પાર્ટીએ 17માંથી 13 બેઠકો જીતી છે. સાંગલીથી અપક્ષ તરીકે જીતેલા વિશાલ પાટીલ પણ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. આવી સ્થિતિમાં રાજ્યમાં કોંગ્રેસની કુલ સંખ્યા 14 સાંસદો હશે. કોંગ્રેસ પાર્ટીએ આ ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે તેના જૂના વિદર્ભના ગઢ પર ફરીથી કબજો કર્યો. પાર્ટીએ બંને એસટી બેઠકો જીતી હતી. જો આપણે મહારાષ્ટ્ર વિધાનસભા પર નજર કરીએ તો તે 44 ધારાસભ્યો સાથે ચોથી સૌથી મોટી પાર્ટી છે.

ભાજપને મોટું નુકસાન

મહારાષ્ટ્રમાં ભાજપને ઘણું નુકસાન થયું છે. 2019ની ચૂંટણીમાં તેની 23 બેઠકોની સંખ્યા ઘટીને 9 થઈ ગઈ છે. ભાજપ અને તેના સહયોગીઓએ ધુલે, ડિંડોરી, નાસિક, શિરડી, શિરુર અને અહમદનગર મતવિસ્તારની તમામ બેઠકો ગુમાવી છે. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધને લઈને આ વિસ્તારના ડુંગળીના ખેડૂતોનો રોષ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. જ્યારે શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી એસપીનો તમામ પક્ષોમાં સૌથી વધુ સ્ટ્રાઈક રેટ 80 ટકા છે. નવી પાર્ટીએ 10માંથી 8 બેઠકો જીતી છે.

મુંબઈમાં MVA મજબૂત

મુંબઈની છ બેઠકોમાંથી વિપક્ષી મહા વિકાસ આઘાડીએ ચાર બેઠકો જીતી હતી, જ્યારે ભાજપ અને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ મુંબઈમાં એક-એક બેઠક જીતી હતી. ઉદ્ધવની આગેવાની હેઠળના શિવસેનાના ઉમેદવાર અમોલ કીર્તિકર મુંબઈ ઉત્તર પશ્ચિમથી 48 મતોથી ચૂંટણી હારી ગયા. ઉદ્ધવ તેમના ગઢ મુંબઈને જાળવી રાખવામાં સફળ રહ્યા, જ્યારે એકનાથ શિંદેએ પણ તેમનું હોમ ટાઉન થાણે જાળવી રાખ્યું. તેમના પુત્ર ડૉ. શ્રીકાંત શિંદે પણ શિવસેના (UBT)ના વૈશાલી દરેકર સામે કલ્યાણમાંથી જીત્યા હતા.

ઉદ્યોગોના આક્રમણ વચ્ચે સચવાયેલું ત્રણસો વર્ષ જુનું રાયણનું વૃક્ષ

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારના નરોડાથી એકદમ નજીક આવેલું દસક્રોઈનું વહેલાલ ગામ ચારે તરફથી ઔધોગિક એકમોથી ઘેરાયેલું છે. નાની-મોટી ફેક્ટરીઓ, કારખાનાં, શેડનો વિકાસ તો થયો છે. પણ કેમિકલની ફેક્ટરીઓથી હવા, પાણી, જમીન પ્રદૂષણના ભરડામાં આવી રહ્યા છે.આમ તો વહેલાલ આદર્શ ગામ છે. પર્યાવરણની જાળવણી જાગૃતિ માટે પણ ગ્રામજનો સતર્ક છે. પરંતુ આસપાસમાં માઈલો સુધી ઉદ્યોગોએ સ્થપાયેલા છે. આ ગામમાં એક ત્રણસો વર્ષ કરતાં પણ જૂનું રાયણનું ઘટાદાર વૃક્ષ આવેલું છે.વહેલાલના સુનિલ ચિત્રલેખા.કોમને કહે છે, “દસક્રોઈ, દહેગામ, અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોની આસપાસની મોટાભાગની જમીન એકદમ ફળદ્રુપ છે. પરંતુ ઉદ્યોગો અને કોંક્રિટના જંગલ આ વિસ્તારમાં સતત વધતાં જાય છે. અમે પર્યાવરણની જાળવણી માટે પ્રયાસ કરીએ છીએ. ગામમાં ત્રણસો વર્ષ કરતાં પણ જૂનાં રાયણના વૃક્ષની સૌ માવજત કરી જાળવણી કરે છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ પંથકમાં સંપ્રદાયના વિચારો લોકોને આપતા એ સમયે રાયણના આ વિશાળ વૃક્ષ નીચે ગ્રામજનો સાથે સત્સંગ કર્યો હતો. જ્યાં યાદગીરી રૂપે એક સ્થાનક પણ બનાવવામાં આવ્યું છે. વિશાળ થડ અને ઘટાદાર વૃક્ષ રાયણના આ વૃક્ષના રક્ષણ માટે વાડ પણ ઊભી કરવામાં આવી છે.” અત્રે ઉલ્લેખનીય છે કે આ જ વિસ્તારથી થોડાં જ કિલોમીટર દૂર ગાંધીનગર જિલ્લામાં આવેલા કંથારપુરમાં એક વિશાળ વડ અઢી વિઘામાં ફેલાયેલો છે. એ સૌના આકર્ષણનું કેન્દ્ર છે.પર્યાવરણ દિવસની ઉજવણી વેળાએ હજારો સેમિનાર, વક્તવ્યો અને પ્રેઝન્ટેશન રજૂ થાય છે. પરંતુ એકલા અમદાવાદ ગાંધીનગર જિલ્લામાં જ વિકાસના માર્ગ માટે આ વર્ષે જ હજારો વૃક્ષો કાપવામાં આવ્યા છે. નાના-મોટાં જડીબુટ્ટી સાથે ઉછરેલા વૃક્ષ, છોડના વન વિખેરાઈ ગયા છે. વહેલાલનું ત્રણસો વર્ષ જૂનું રાયણનું ઘટાદાર વૃક્ષ ગ્રામજનોની આસ્થા જાગૃતિને કારણે બચ્યું છે. બાકી આ વિસ્તારમાં હજારો અલભ્ય વૃક્ષ પણ કપાઈ ચૂક્યા છે. આજની નવી પેઢીના ઘણાં લોકોએ રાયણનું ઝાડ કેવું હોય એ ખબર પણ નહીં હોય..!

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

 

ગઠબંધનમાં થશે ભાગલા કે મોદી રચશે ઈતિહાસ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીનો આખરે અંત આવ્યો. સાત તબક્કામાં યોજાયેલી ચૂંટણીનું ગઈકાલ 4થી જૂનના પરિણામ જાહેર થઈ ચૂક્યૂં છે. લોકસભા ચૂંટણીમાં એનડીએને બહુમતી મળી છે અને તે ત્રીજીવાર સરકાર બનાવવા જઇ રહ્યા છે. ત્યારે નવી સરકાર ક્યારે શપત ગ્રહણ કરશે તેની ચર્ચાએ જોર પકડ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ 8મી જૂને સાંજે યોજાઈ શકે છે.

એક બાજુ ચૂંટણી પૂર્ણ થતાની સાથે રાજકિય પક્ષોમાં ધામધમી જોવા મળી રહી છે. તો બીજી બાજું ત્રીજી વાર પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના શપત ગૃહણની તૈયારીઓ શરૂ થઈ ચૂંકી છે. પાર્ટીમાં તૈયારીઓ પર મંથન ચાલી રહ્યુ છે. જ્યારે નવી કેબિનેટમાં ચહેરાઓ અંગે સાથી પક્ષો સાથે વાતચીત અને બેઠકોનો દોર પણ તેજ બન્યો છે. બે-ત્રણ દિવસમાં આ નામો ફાઇનલ થાય તેવી શકયતા છે.

લોકસભા ચૂંટણીના પરિણામો પર નજર કરીએ ભાજપ પાર્ટીને 240 બેઠકો મળી જેનો અર્થ છે કે ભાજપ એક હાથ ચૂંટણી જીત શક્યું નથી. જ્યારે NDA સરકારને 292 સીટ મળી છે. તો બીજી બાજું ગુજરાતમાં મોદી સરકારને 26માંથી 25 બેઠક પ્રાપ્ત થઈ. જ્યારે 2019ની ચૂંટણીમાં ગુજરાતની તમામ સીટ પર ભાજપને દબદબો હતો. આવી સ્થિતિમાં હવે માત્ર નીતિશકુમાર અને ચંદ્રબાબુ નાયડુ જ કિંગ મેકરની ભૂમિકામાં રહેશે. ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણીમાં ભાજપે 400થી વધુનો સ્લોગન આપ્યો હતો.

તો બીજી બાજું કોંગ્રેસને પુર દેશમાંથી 99 સીટ પ્રાપ્ત થઈ છે. જ્યારે INDIA ગઠબંધનને 234 બેઠકો પ્રાપ્ત થઈ છે. જ્યારે ગુજરાતમાં બનાસકાંઠાની સીટ પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરને વીજય મળ્યો છે. ઉલ્લેખનીય છે કે ચંદ્રબાબુ નાયડુની ટીડીપીને 16 અને નીતિશ કુમારની જેડીયુએ 12 બેઠકો પર જીત મેળવી છે. આ સાથે ઇન્ડિયા એલાયન્સના ભાગીદાર અખિલેશની સપાએ 37 બેઠકો, મમતાની ટીએમસીએ 29 બેઠકો અને આરજેડીએ 4 બેઠકો જીતી છે.

નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદેથી આપ્યું રાજીનામું

નવી દિલ્હી: વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ 5મી જૂને બપોરે 2 વાગ્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સોંપ્યું અને કેબિનેટ વિસર્જનની પણ ભલામણ કરી. આ પહેલાં મોદી કેબિનેટની છેલ્લી બેઠક સવારે 11.30 વાગે મળી હતી. જેમાં સરકારે ત્રીજી વખત જીત બદલ આભાર પ્રસ્તાવ પસાર કર્યો હતો. બેઠકમાં 17મી લોકસભાને ભંગ કરવાની ભલામણ કરવામાં આવી હતી. આ પછી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન ગયા અને રાજીનામું સુપરત કર્યું.

નરેન્દ્ર મોદી 8મી જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. NDAના તમામ સાંસદો પાસેથી એકતા માટે સહીઓ લેવામાં આવી છે. JDUના પ્રવક્તા કે. સી. ત્યાગીએ કહ્યું કે 7મી જૂને સંસદના સેન્ટ્રલ હોલમાં NDAના તમામ સાંસદોની બેઠક થશે. લોકસભા ચૂંટણીમાં ભાજપને 240 બેઠકો મળી છે.

બહુમતીના આંકડા (272) કરતા આ 32 બેઠકો ઓછી છે. જો કે NDA ગઠબંધનને 292 બેઠકો મળી છે જે બહુમતીના આંકડાની પાર છે. ચંદ્રાબાબુની ટીડીપી 15 બેઠકો સાથે NDAમાં બીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે અને નીતિશની જેડીયુ 12 બેઠકો સાથે NDAમાં ત્રીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. આ સમયે ભાજપ માટે બંને પક્ષો જરૂરી છે. તેમના વિના ભાજપ માટે સરકાર બનાવવી મુશ્કેલ છે.

અરવિંદ કેજરીવાલની જામીન અરજી દિલ્હી કોર્ટે ફગાવી

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી રાઉઝ એવન્યુ કોર્ટે ફગાવી દીધી છે. તેણે દારૂ પોલીસી કેસમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી. આ સાથે રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે વધારી દીધી છે. કસ્ટડી 19 જૂન સુધી લંબાવવામાં આવી છે. સીએમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

કેજરીવાલ 21 દિવસ માટે બહાર આવ્યા

21 માર્ચે દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં ઈડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. મુખ્યમંત્રીએ આ ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. 10 મેના રોજ, સુપ્રીમ કોર્ટે તેમને લોકસભા ચૂંટણીના પ્રચાર માટે 21 દિવસ માટે વચગાળાના જામીન આપ્યા હતા અને 2 જૂને તેમને આત્મસમર્પણ કરવા કહ્યું હતું. કોર્ટે એવી શરત પણ લગાવી છે કે તે સીએમ ઓફિસ નહીં જાય કે કોઈ સરકારી ફાઈલો પર સહી નહીં કરે. જો જરૂરી હોય તો તેણે લેફ્ટનન્ટ ગવર્નરની પરવાનગી લેવી પડશે. વચગાળાના જામીન દરમિયાન જ, તબિયતને ટાંકીને સીએમ કેજરીવાલે વચગાળાના જામીનનો સમયગાળો વધારવાની અપીલ કરી હતી. આ માટે તેણે બાદમાં રાઉઝ એવન્યુ કોર્ટમાં પણ અરજી કરી હતી. સુનાવણી દરમિયાન EDએ તેમની અરજીનો વિરોધ કર્યો હતો. હવે કોર્ટે તેની અરજી ફગાવી દીધી છે.

2019ની તુલનાએ 2024માં કેમ થયો UPમાં મોટો ઊલટફેર?

નવી દિલ્હીઃ દેશની સત્તાનો નિર્ણય કરવાવાળું ઉત્તર પ્રદેશ બધા રાજકીય પક્ષો માટે મહત્ત્વ ધરાવે છે. એ જ કારણે ચોથી જૂને પણ મતગણતરી વખતે સૌની નજર ઉત્તર પ્રદેશની 80 લોકસભાની સીટો પર હતી. વળી, UPમાં ડબલ એન્જિનની સરકાર હતી, પણ UPનું ચૂંટણી પરિણામ ગઈ ચૂંટણીથી અલગ હતું.

છેલ્લી બે 2014 અને 2019માં સામાન્ય ચૂંટણીઓમાં ભાજપે શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. 2014માં પાર્ટીએ 71 સીટો તો 2019માં ભાજપે 62 સીટો જીતી હતી, પણ 2024માં ઉત્તર પ્રદેશમાં ભાજપને માત્ર 33 બેઠકો જ મળી હતી, પણ સમાજવાદી પાર્ટીને 37 સીટો મળી હતી.

BSPની મતબેન્ક ફરી ગઈ?

ઉત્તર પ્રદેશમાં ભાજપને સૌથી મોટું નુકસાન BSPના ખરાબ પ્રદર્શનથી થયું હતું અને એ ઊલટફેર થવાનું મુખ્ય કારણ છે. વાસ્તવમાં BSPના મતદારો SP અને કોંગ્રેસના પાલામાં ચાલી ગયા અને એનું સીધું નુકસાન ભાજપને થયું હતું. BSPને માત્ર નવ ટકા મતો મળ્યા હતા, જ્યારે 2019માં પાર્ટીને આશરે 19 ટકા મતો મળ્યા હતા.

ભાજપે ઉત્તર પ્રદેશમાં ઉમેદવારોની પંસદગી પણ યોગ્ય નહોતી અને રાજ્યમાં આ ઉમેદવારો સામે સ્થાનિક એન્ટિ ઇન્કમબન્સી ખૂબ હતી. આ સિવાય ચૂંટણી પ્રચાર દરમ્યાન રાજ્યના સ્ટાર પ્રચારક યોગી આદિત્યનાથે UPને વધુ સમય પણ નહોતો આપ્યો. તેઓ વિવિધ રાજ્યોમાં સભા કરવામાં વ્યસ્ત હતા, જેથી રાજ્યમાં પ્રચાર કરવા માટે વધુ સમય નહોતો ફાળવી શક્યા. આ સિવાય યુવા મતદારો ભાજપને બદલે સમાજવાદી પાર્ટીના ઉમેદવારોને મત આપ્યો હતો.

 

 

 

 

 

 

 

 

 

મુંબઈ: એ નેતા જેમનું 48 મતદારોએ બદલી નાખ્યું ભાવિ

મુંબઈ: લોકસભા ચૂંટણીના પરિણામો લગભગ સ્પષ્ટ છે. આ દરમિયાન શિવસેના (એકનાથ શિંદે જૂથ)ના ઉમેદવાર રવિન્દ્ર વાયકર મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પરથી માત્ર 48 મતોથી જીત્યા છે.2024ની લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં આ સૌથી ઓછા અંતરથી મળેલી જીત છે.

ચૂંટણી પંચના ડેટા અનુસાર, રવિન્દ્ર વાયકરને મુંબઈ ઉત્તર પશ્ચિમ (Mumbai North West) લોકસભા બેઠક પરથી 4,52,644 લાખ મત મળ્યા છે જ્યારે આ સીટ પર તેમના નજીકના હરીફ શિવસેના (UBT)ના ઉમેદવાર અમોલ કીર્તિકરને 4,52,596 વોટ મળ્યા છે.

મુંબઈ નોર્થ વેસ્ટ સીટ પર પોતાના પ્રતિસ્પર્ધીને માત્ર 48 વોટથી હરાવવાના પ્રશ્ન પર વાઈકરે આજતક સાથેની વાતચીતમાં કહ્યું હતું કે લોકશાહીમાં દરેક મતનું મૂલ્ય હોય છે. વાજપેયીજીની સરકાર એક મતથી પડી ગઈ હતી. મેં કહ્યું હતું કે હું લડીશ અને જીતીશ અને હું જીતી ગયો.મેં મહારાષ્ટ્ર, મુંબઈ અને દેશની સેવા કરવાની પ્રતિજ્ઞા લીધી છે. મેં કહ્યું હતું કે ભગવાન મને જે રીતે આપે છે તે રીતે મારે જીતવું છે.જીતવું હોય તો જીત્યા પછી સારું કામ કરવું પડશે. હવે સારું કામ કરવું છે.

મુંબઈની જોગેશ્વરી ઈસ્ટ સીટના ધારાસભ્ય વાયકર આ વર્ષની શરૂઆતમાં શિવસેના (UBT)માંથી મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં જોડાયા હતા. મુંબઈ નોર્થ વેસ્ટ લોકસભા સીટ પરથી તેમની ઉમેદવારીની અંતિમ ક્ષણે જાહેરાત કરવામાં આવી હતી.મત ગણતરીના પ્રારંભિક વલણોમાં, બંને ઉમેદવારો અલગ-અલગ સમયે આ બેઠક પર આગળ હતા.

મત ગણતરી પ્રક્રિયામાં અનિયમિતતાની આશંકા વ્યક્ત કરતા શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તેમની પાર્ટી આ પરિણામોને પડકારવાનું વિચારી રહી છે.

ગરમીનો ફરી એક વાર આવશે રાઉન્ડ!

અમદાવાદ: લોકસભા ચૂંટણીના પરિણામો તારીખ 4થી જૂનના જાહેર કરવામાં આવ્યા છે. પરિણામો આવતાની સાથે રાજનીતિનું વાતવરમમાં ગરમી આવી છે. તો બીજી બાજું હવામાન નિષ્ણાતોના મત અનુસાર રાજનીતિ સાથે રાજ્યના વાતાવરણમાં પણ ગરમી આવાની શક્યતા જોવા મળી રહી છે.

હાલ થોડા દિવસોથી રાજ્યમાં કાળઝાળ ગરમીમાં આંશિક રાહત મળી છે. પરંતુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં રાજ્યના હવામાન અંગે આગાહી કરી છે. તેમણે આજથી ગરમીમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે. આ ઉપરાંત પવનની ગતિ પણ ધીમી પડવાની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાતના મતે 8 જૂન સુધી તાપમાન 40 ડિગ્રીને પાર જવાની સંભાવના છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે આજથી રાજ્યમાં ફરીથી તાપમાન ઉંચકાય શકે છે. અત્યારે તાપમાન સરેરાશ 36થી 38 ડિગ્રી ચાલી રહ્યું છે. 5 તારીખથી તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો થઈ શકે. 8 જૂન આવતાં ફરીથી તાપમાન 40 ડિગ્રીને પાર થાય તેવી પણ શક્યતાઓ દેખાઇ રહી છે.

વરસાદને લઈ આગાહી કરી છે. તાપમાન વધવાની સાથે આજથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી પણ ઘણા વિસ્તારમાં ચાલુ થશે. રાજ્યના કેટલાક વિસ્તાર વરસાદી ઝાપટા પણ પડી શકે. ઘણા દિવસથી પવનની ગતિ 25થી 30 કિલોમીટર પ્રિતકલાકની ચાલી રહી હતી. હવે આવતીકાલથી પવનની ગતિમાં ઘટાડો નોંધાશે. પવનની ગતિ 15થી 18 કિલોમીટર પ્રતિ કલાકની થાય તેવી શક્યતાઓ છે. છેલ્લા ઘણા દિવસથી પશ્ચિમના પવનો ચાલી રહ્યા છે. પરંતુ કોઇ સમયે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પશ્ચિમ દક્ષિણના પવનો પણ જોવા મળી શકે છે.

મહિલાએ બતાવ્યો વીજ વિના પાણી ઠંડું કરવાનો નુસ્ખો!

‘ગામના લોકો આવા જ બુદ્ધિશાળી હોય છે.’ આ વાક્ય બોલી રહેલ વીડિયો નિર્માતા ગામની રહેવાસી મહિલા છે. જે ખરેખર બુદ્ધિશાળી અને ચપળ છે. વીડિયો બનાવવાની આધુનિક તકનીકનો ઉપયોગ કરનાર આ મહિલાએ વિડિયોમાં ગામડાંની દેશી તકનીક બતાવી છે. જેમાં રેફ્રિજરેટરના ઉપયોગ વગર પાણી ઠંડું કરવાની કમાલ તરકીબ તેણે બતાવી છે.સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે. જેના ઉપર વિશ્વના દરેક ખૂણેથી લોકો દ્વારા સોશિયલ મીડિયા પર મૂકાયેલા માહિતીસભર વિડિયો આપણે જોઈ શકીએ છીએ. તેમજ એક્સેસ કરી શકીએ છીએ. આવો જ એક વિડિયો વાયરલ થયો છે. જેમાં રેફ્રિજરેટર કે અન્ય કોઈપણ વીજ તકનીક વિના પાણી ઠંડું કરવાનો કિમિયો દેખાડવામાં આવ્યો છે.

ઈન્સ્ટાગ્રામ પર એક મિલિયનથી વધુ વ્યૂઝ સાથેનો આ વાયરલ વીડિયો, લોકપ્રિય વિડિયો નિર્માતા દિવ્યા સિંહા (@divyasinha266) દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. જે પોતાની સાદગી, સરળતા, કેમેરા સામેની પ્રભાવશાળી પ્રસ્તુતિ અને સામગ્રી માટે તેમના ઈન્સ્ટાગ્રામ અનુયાયીઓમાં ઘણાં લોકપ્રિય છે.

દિવ્યા સિંહાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર વીડિયો શેર કર્યો છે. જેમાં તે બોલી રહ્યાં છે કે, ‘આજે તે ગામડાંના ચતુર રહસ્યો રજૂ કરશે’. તેણી આગળ બોલવાનું ચાલુ રાખતાં કહે છે કે, ‘તમારા શહેરોમાં ગરમીના દિવસોમાં રેફ્રિજરેટરમાં ઠંડું કરાયેલું પાણી પીવું સામાન્ય વાત છે. પરંતુ અમારા ગામમાં ફ્રિજ કે કોઈ અન્ય આધુનિક તકનીક વિના દેશી નુસ્ખાથી પાણી ઠંડું કરવામાં આવે છે. આ જ રહસ્ય આજે હું તમારી સામે છતું કરીશ.’

આગળ તેણી એક ઝાડ પર લટકાવેલી ભીના કાપડમાં વિંટાળેલી પ્લાસ્ટીકની પાણીની બોટલ બતાવતાં કહે છે. ‘ફક્ત 10 થી 15 મિનિટમાં આ બોટલનું પાણી આપોઆપ ઠંડું થઈ જશે.’ વધુ સમજાવતાં તે ઉમેરે છે. ‘સામાન્ય પ્લાસ્ટીકની પાણીની બોટલને ભીના કપડામાં વિંટાળીને ઝાડ પર ટિંગાળી દેવામાં આવે તો બોટલ પરનું ભીનું કાપડ હવા તેમજ ઝાડ-પાનના સંપર્કમાં આવતાં ફક્ત 10 થી 15 મિનિટમાં જ બોટલની અંદર રહેલું પાણી રેફ્રિજરેટરમાં ઠંડું થયું હોય તેવું ઠંડું થઈ જાય છે.’

વીડિયો નિર્માતા આગળ બોલે છે, ‘ગામડાંના લોકો આવા જ બુદ્ધિશાળી હોય છે.’ આ તકનીકનો શ્રેય તેણી પોતાના નાના ભાઈને આપતાં કહે છે કે, ‘આ પાણી ઠંડું કરવાનો નુસ્ખો મારાં નાના ભાઈનો છે. તમે પણ આવો પ્રયોગ કરીને કુદરતી રીતે ઠંડું પાણી મેળવવાનો લાભ લેજો.’

દર્શકો આ વોટર-કૂલિંગ હેકથી પ્રભાવિત થયા અને કેટલીક પ્રતિક્રિયાઓ આપી છે.
‘સરસ દીદી, તમે ખરેખર મહાન છો, તમે કોઈપણ સમસ્યાનો ઉકેલ બહુ નિસ્વાર્થરીતે અને પૂરા પ્રેમથી આપો છો. એટલે જ ગામના લોકો અદ્ભુત છે.’

અન્યએ લખ્યું ‘આ એકદમ પ્રાકૃતિક ઉપાય છે.’

બીજા એક ઇન્સ્ટાગ્રામ યુઝરે આવો જ પોતાનો અનુભવ શેર કરતાં લખ્યું, ‘મારી પાસે જ્યારે ફ્રિજ નહોતું ત્યારે હું પણ આવો જ પ્રયોગ કરીને પાણી ઠંડું કરતો હતો.’

એક પ્રભાવિત દર્શકે લખ્યું, ‘હું ગામડામાં નથી રહેતી, પરંતુ હું ગામડાના વાતાવરણ અને ત્યાંના હૃદયસ્પર્શી લોકોની ખરેખર પ્રશંસા કરું છું.’

https://www.instagram.com/reel/C6nrknUJex9/?utm_source=ig_web_copy_link