વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે આગામી એક વર્ષમાં ભારતીય શેરબજારોની કામગીરી સકારાત્મક રહેવાની આગાહી કરી છે. રેટિંગ એજન્સીએ કહ્યું છે કે આગામી 12 મહિના દરમિયાન BSEનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 82 હજારના સ્તરને પાર કરી શકે છે અને તે વર્તમાન સ્તરથી 14 ટકા વધશે.
નીતિગત સુધારા ચાલુ રહેશે
રેટિંગ એજન્સીએ તેના તાજેતરના અહેવાલમાં કહ્યું છે કે આગામી દાયકા ભારતનો હશે. અહેવાલમાં જણાવાયું છે કે ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએની જીતનું સૌથી મહત્ત્વનું પાસું એ છે કે નીતિગત સુધારા ચાલુ રહેશે. આનાથી આગામી પાંચ વર્ષમાં વૃદ્ધિ અને ઇક્વિટી રિટર્નને અસર થશે. એજન્સી માને છે કે સરકાર મોંઘવારી આક્રમકતા પર ધ્યાન આપવાનું ચાલુ રાખશે.
માળખાકીય સુધારાની અપેક્ષાઓ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બજાર આગામી દિવસોમાં વધુ માળખાકીય સુધારાની અપેક્ષા રાખે છે. અહેવાલમાં જણાવાયું છે કે કંપનીઓ 2025-26 સુધીમાં કમાણીની વૃદ્ધિની આગાહી સાથે આઉટપરફોર્મ કરશે જે સર્વસંમતિ કરતાં 500 બેસિસ પોઈન્ટ્સ અથવા પાંચ ટકા વધારે છે. એજન્સીએ રિપોર્ટમાં કહ્યું છે કે આગામી દાયકામાં વૈશ્વિક વૃદ્ધિમાં ભારતનો હિસ્સો લગભગ 20 ટકા રહેશે. સમગ્ર વિશ્વમાં ભારતની સેવાઓ અને માલસામાનની વધતી માંગ આમાં મદદ કરશે. તેનાથી ભારતમાં મેન્યુફેક્ચરિંગ વધશે. સાથે જ દેશના અદ્યતન ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ પ્રોત્સાહન મળશે.
એલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x પર એક પોસ્ટ પોસ્ટ કરી છે. તેણે લખ્યું છે કે ઈવીએમનો ઉપયોગ બંધ કરવો જોઈએ. મસ્કનું માનવું છે કે મશીન હેક થઈ શકે છે. તાજેતરમાં પ્યુર્ટો રિકોમાં ચૂંટણી યોજાઈ હતી. વિદેશી મીડિયા અનુસાર, ઈવીએમમાં ઘણી ગેરરીતિઓ જોવા મળી હોવાના અહેવાલો હતા. જો કે, પેપર ટ્રેલ હતી તેથી સમસ્યા શોધી કાઢવામાં આવી હતી અને મત ગણતરીમાં સુધારો કરવામાં આવ્યો હતો. આ બાબતે ઇલોન મસ્કએ x પર પોસ્ટ કરીને EVM પર શંકા વ્યક્ત કરી છે.
ટ્વિટર પર પોસ્ટ કરતા તેમણે લખ્યું, આપણે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનને રદ્દ કરી દેવા જોઈએ. મનુષ્યો અથવા AI દ્વારા હેક થવાનું જોખમ રહેલું છે. જોખમ નાનું હોવા છતાં તે હજી પણ ઘણું ઊંચું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટેના સ્વતંત્ર ઉમેદવાર રોબર્ટ એફ. કેનેડીએ ટ્વિટર પર એક પોસ્ટ કરી હતી જેમાં પ્યુર્ટો રિકોની પ્રાથમિક ચૂંટણીઓને કારણે EVM વિશે ઘણા પ્રશ્નો ઉભા થયા હતા. આ પોસ્ટને પોતાની માનીને મસ્કે પોતાની પોસ્ટ શેર કરી છે.
કેનેડીએ કહ્યું કે ચૂંટણી પેપર બેલેટ દ્વારા થવી જોઈએ
યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ માટે સ્વતંત્ર ઉમેદવાર, રોબર્ટ એફ. “એસોસિએટેડ પ્રેસ અનુસાર, પ્યુઅર્ટો રિકોની પ્રાથમિક ચૂંટણીઓમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો સંબંધિત સેંકડો મતદાન ગેરરીતિઓ જોવા મળી છે,” કેનેડીએ ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું. જો કે, પેપર ટ્રેલ હતી તેથી સમસ્યા ઓળખવામાં આવી હતી અને મત ગણતરીમાં સુધારો કરવામાં આવ્યો હતો. અમેરિકન નાગરિકોને જાણવાની જરૂર છે કે તેમના દરેક મતની ગણતરી થાય છે અને તેમની ચૂંટણીઓ હેક કરી શકાતી નથી. ચૂંટણીમાં ઈલેક્ટ્રોનિક હસ્તક્ષેપ ટાળવા માટે આપણે પેપર બેલેટ પર પાછા ફરવાની જરૂર છે. “આનાથી અમે પ્રામાણિક અને નિષ્પક્ષ ચૂંટણીની ખાતરી આપી શકીશું.”
આ દેશોએ ઈવીએમનો પણ ઉપયોગ કર્યો છે
કુલ 31 દેશોમાં ઈવીએમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. માત્ર 4 દેશોમાં તેનો ઉપયોગ સમગ્ર દેશની ચૂંટણીમાં થાય છે. 11 દેશોમાં તેનો ઉપયોગ માત્ર અમુક ચૂંટણીઓમાં થાય છે. જ્યારે 3 દેશો જર્મની, નેધરલેન્ડ અને પોર્ટુગલે ઈવીએમનો ઉપયોગ બંધ કરી દીધો છે. જ્યારે 11 દેશોએ તેને પ્રોજેક્ટ તરીકે ચલાવ્યો હતો પરંતુ બાદમાં તેને રોકવાનો નિર્ણય કર્યો હતો.
આખરે ફ્લોરિડાના લોડરહિલ સ્ટેડિયમમાં જે ડર હતો તે બન્યું. ભારત અને કેનેડા વચ્ચેની મેચ પણ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. લોડરહિલમાં ભારત-કેનેડા મેચ રદ્દ કરવામાં આવી હતી અને તેનું મુખ્ય કારણ મેદાન ભીનું હતું. ફ્લોરિડામાં મેચ પહેલા મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો હતો અને તેના કારણે મેદાન ભીનું રહ્યું હતું. મેદાનને સૂકવવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ ગ્રાઉન્ડ સ્ટાફ નિષ્ફળ ગયો. ભારત અને કેનેડા વચ્ચેની મેચ રદ્દ થવાની સાથે જ લોડરહિલ મેદાન પર અનિચ્છનીય હેટ્રિક પણ થઈ હતી.
લૉડરહિલમાં માત્ર ભારત અને કેનેડા વચ્ચેની મેચ રદ કરવામાં આવી હતી. આ પહેલા અહીં વધુ બે મેચ રદ્દ કરવામાં આવી હતી. 11મી જૂને શ્રીલંકા અને નેપાળ વચ્ચેની મેચ ટોસ વિના રદ કરવી પડી હતી. 14 જૂને અમેરિકા અને આયર્લેન્ડ વચ્ચેની મેચમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. આ મેચ રદ્દ થતાં પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું હતું. જો આ મેચ થઈ હોત અને આયર્લેન્ડ મેચ જીતી ગયું હોત તો પાકિસ્તાનને સુપર 8માં પહોંચવાની આશા હતી પરંતુ વરસાદે તેને બરબાદ કરી દીધી હતી. આ રીતે, લોડરહિલમાં સતત ત્રણ મેચો રદ કરવામાં આવી છે. હવે પાકિસ્તાન અને આયર્લેન્ડ 16 જૂને એક જ મેદાન પર રમવાના છે અને હવામાનના પ્રકારને જોતા લાગે છે કે આ મેચ પણ રદ્દ થઈ જશે.
ફ્લોરિડામાં ભારે વરસાદ પડ્યો પરંતુ એ પણ સાચું છે કે લોડરહિલના સ્ટેડિયમમાં ડ્રેનેજની સુવિધા ખૂબ જ ખરાબ છે. એટલું જ નહીં, સમગ્ર ક્ષેત્રને આવરી લેવા માટે કોઈ કવર નથી. ICC અમેરિકામાં ક્રિકેટને લોકપ્રિય બનાવવા માંગે છે, પરંતુ જો અમેરિકાના મેદાનોની હાલત આવી જ રહેશે તો અહીં ક્રિકેટને પ્રોત્સાહન મળે તેવી શક્યતા ઓછી જણાઈ રહી છે.
સુપર-8માં ટીમ ઈન્ડિયા
ભારતીય ટીમ હવે સુપર-8માં પોતાની પ્રથમ મેચ 20મી જૂને અફઘાનિસ્તાન સામે રમવાની છે. ભારત સુપર-8ની બીજી મેચ 22 જૂને રમશે. આ મેચનો પ્રતિસ્પર્ધી હજુ નક્કી થયો નથી. સુપર-8માં ત્રીજી મેચ ઓસ્ટ્રેલિયા સામે થશે. આ મેચ 24મી જૂને રમાશે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રૂદ્રપ્રયાગ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના આશ્રિતોને 2-2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવા સૂચના આપી છે. આ સાથે જ મુખ્યમંત્રી ધામીએ ગંભીર રીતે ઘાયલોને 40-40 હજાર રૂપિયા અને સાધારણ ઈજાગ્રસ્તોને 10-10 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાના નિર્દેશ પણ આપ્યા છે.
मुख्यमंत्री श्री @pushkardhami ने रुद्रप्रयाग में हुई वाहन दुर्घटना में मृतकों के आश्रितों को दो-दो लाख की आर्थिक सहायता देने के निर्देश दिये हैं। इस दौरान मुख्यमंत्री ने गम्भीर रूप से घायलों को 40-40 हजार तथा सामान्य घायलों को 10-10 हजार की आर्थिक सहायता भी देने के निर्देश दिये।
તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં બદ્રીનાથ રાષ્ટ્રીય રાજમાર્ગ પર રૈતોલી ગામ પાસે શનિવારે એક ટેમ્પો-ટ્રાવેલર અલકનંદા નદીમાં પડી જતાં 14 પ્રવાસીઓના મોત થયા હતા અને 12 અન્ય ઘાયલ થયા હતા. રુદ્રપ્રયાગ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અહીં આપવામાં આવેલી માહિતી અનુસાર, અકસ્માત દરમિયાન, વાહન અચાનક નિયંત્રણ બહાર ગયું અને અલકનંદા નદીના કિનારે રોડથી 200 મીટર નીચે પડી ગયું. આ દુર્ઘટનામાં 10 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે અન્ય ચાર લોકોના મોત બાદમાં થયા હતા.
આમ તો કોઇને પૂછીએ કે, સરકારી અને પ્રાઇવેટ સ્કૂલમાંથી કઇ સ્કૂલ સારી? તો, જવાબ લગભગ એક જ મળેઃ પ્રાઇવેટ! સરકારી શાળાની વાત આવે એટલે આપણી સમક્ષ ચોક્કસ પ્રકારનું ચિત્ર ખડું થાય.
પણ જો કોઇ તમને એમ કહે કે, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં સરકારી શાળાઓમાં શૈક્ષણિક સુવિધાઓની સાથે અન્ય માળખાગત સુવિધામાં પણ વધારો થઈ રહ્યો છે અને તેના લીધે વાલીઓ પોતાના સંતાનોને ખાનગી શાળામાંથી ઉઠાડીને સરકારી શાળામાં દાખલ કરાવી રહ્યા છે તો?
હા, એ જાણી લો કે છેલ્લા નવ વર્ષમાં 5 લાખથી વધારે વિદ્યાર્થીઓએ સેલ્ફ ફાઈનાન્સ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં એડમિશન લીધું છે.
શું વાત છે આ? શું કારણો છે એની પાછળ?
સરકારી શાળાઓ સ્માર્ટ સ્કૂલમાં પરિર્વિતત થઇ રહી છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ પ્રણાલી સુધારવા માટે જે કામગીરી કરવામાં આવી રહી છે એના પરિણામ રૂપે વાલીઓ એમના બાળકોને સરકારી શાળામાં મૂકતા થયા છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યના શિક્ષકો શહેરના જુદા-જુદા વિસ્તારમાં જઈને બાળકો સરકારી શાળામાં પ્રવેશ મેળવે એ માટે કામગીરી પણ કરી રહ્યાં છે. શાળામાં મળતી સુવિધા અને અભ્યાસ અંગે વાલીઓને જાગૃત પણ કરવામાં આવે છે. દરેક બાળક ભણે અને એ પણ સારું ભણે એવા આશય સાથે સરકાર અભ્યાસલક્ષી કાર્યક્રમો પણ કરે છે.
સરકારી શાળાઓમાં બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ અને સુરક્ષિત
આ વિશે ચિત્રલેખા.કોમસાથે વાત કરતા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ અમદાવાદના શાસનાધિકારી ડૉ એલ. ડી. દેસાઈ કહે છેઃ “રાજય સરકારની શિક્ષણલક્ષી યોજના, સ્કોલરશીપ યોજના, મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ, સ્માર્ટ શાળા, હાઈટેક કોમ્પ્યુટર લેબ, સહિતની માળખાકિય સુવિધાના કારણે વાલીઓ બાળકોને સરકારી શાળામાં મુકતા થયા છે. એટલું જ નહીં રાજ્યની શાળાઓમાં આધુનિક પ્રયોગશાળા, નમો લક્ષ્મી, નમો સરસ્વતી, જ્ઞાન સાધના સ્કોલશીપ, ઉચ્ચ લાયકાત વાળા શિક્ષકો, ઈ-લાયબ્રેરી સારુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ વિદ્યાર્થીઓને મળી રહે છે. રમતગમતના મેદાનો, હાઈટેક ટીચિંગ ક્લાસ, સ્કિલ ડેવલપમેન્ટ અંગને અભ્યાસક્રમ અને ખાસ કરીને સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની સક્રિયતાને કારણે આ રીતનું પરિવર્તન જોવા મળ્યું છે.”
એ કહે છે, “સરકારી શાળામાં મળી રહેલા ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ખાનગી શાળા કરતાં સરકારી સ્કૂલોમાં મળી રહેલી મફત સુવિધાને કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સરકારી શાળામાં આવી રહ્યા છે. આ બધાને કારણે વાલીઓને ભરોસો થયો છે કે ખાનગી શાળાઓ કરતાં સરકારી શાળામાં એમના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ અને સુરક્ષિત છે.”
સૌથી મોટું કારણ માતા-પિતાની આર્થિક પરિસ્થિતિ છે
શિક્ષણ નિષ્ણાંત મનીષ દોશી ચિત્રલેખા.કોમને કહે છેઃ “ખાનગી શાળાઓમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવવા પાછળ સૌથી મોટું કારણ માતા-પિતાની આર્થિક પરિસ્થિતિ છે. કોરોના પછી સરકારી શાળામાં પ્રવેશ વધી રહ્યો છે. બીજી એક વાત એ પણ છે કે મધ્યમવર્ગીય પરિવારમાં બે કે ત્રણ સંતાન હોય તો બધા જ બાળકોને ખાનગી શાળામાં અભ્યાસ કરાવવાનું ન પરવડે. આવા કિસ્સામાં દીકરો હોય તો એ ખાનગી શાળામાં અને દીકરીઓને સરકારી શાળામાં અભ્યાસ કરાવે છે. ઉપરાંત મોંઘવારીના કારણે પણ લોકો સરકારી શાળા તરફ વળ્યા છે. પહેલાના સમયમાં બધા સરકારી શાળામાં જ અભ્યાસ કરતા હતા. હું પોતે પણ સરકારી શાળામાં જ ભણ્યો છું. એ સમયે શિક્ષકો અને શિક્ષણ ઘણું સારું હતું. અત્યારે વિદ્યાર્થીઓ સરકારી શાળામાં અભ્યાસ કરવા જાય એ આવકારદાયક તો છે, પણ સાથે મજબૂરી પણ છે. હું માનું છું મોટાભાગે બાયફોર્સ જઈ રહ્યા છે. માટે આ વ્યવસ્થા વધુ મજબૂત થાય તો વધારે સારું. માત્ર આર્થિક માપદંડ નહીં પણ ગુણવત્તાવાળું શિક્ષણ મળે એ પણ જરૂરી.”
વધુમાં એ ઉમેરે કે “આર્થિક સ્થિતિ સારી નથી એટલે સરકારી શાળામાં જવું એના બદલે સરકારી શાળાનું શિક્ષણ ઉમદા હોય એ જરૂરી છે. જો કે દરેક કિસ્સામાં મજબૂરી નથી હોતી ઘણા કિસ્સામાં સારું શિક્ષણ અને સારા શિક્ષકને લીધે સરકારી શાળાને પસંદગી મળે તો એ આવકાર દાયક બાબત છે.”
વિદ્યાસહાયક શિક્ષકો સારું કામ કરે છે
“સરકારી શાળાનું સ્તર થોડું બદલાયું છે” એમ કહેતા કલોલની હોલી ચાઈલ્ડ સ્કૂલના પ્રિન્સિપલ હેતલ પટેલ ચિત્રલેખા.કોમને કહે છે કે, “અત્યારે જે વિદ્યાસહાયકોમાં યુવા શિક્ષકો આવ્યા છે એ ઘણું સારું કામ કરે છે. સરકાર કઇ આપે એના કરતાં શિક્ષકો જે રીતે અભ્યાસ કરાવે છે એની સારી અસર થઈ રહી છે. પહેલા જોબ સિક્યોર હતી, એક આખી પેઢી બદલાઈ ગઈ, પુસ્તકો નવા આવ્યા પણ કામ કરનાર વર્ગ જૂનો જ રહ્યો. પણ હવે નવા શિક્ષકો નવીનતા સાથે અભ્યાસ કરાવતા થયા. સરકાર સારી સગવડો અને બીજુ બધું તો પહેલેથી આપતી જ રહી છે. પરંતુ હવે એનો ઉપયોગ કરનાર વર્ગ આગળ આવ્યો છે. લાભ તો પહેલા પણ હતા અને અત્યારે પણ છે. જો કે હવે શિક્ષકો વધુ સારું કામ કરતા થયા છે. બીજું કે ખાનગી શાળાનું શિક્ષણ મોંઘું થયું સામે એ જ ફેસીલીટી મફતમાં સરકારી શાળામાં મળતી થઈ છે.”
મોંઘી ફી ભરીને જે ખાનગી શાળામાં અભ્યાસ ન મળે એ મફતમાં અહીં મળે છે
ખાનગી શાળામાંથી નવસારી જિલ્લાની રંગપુર પ્રાથમિક શાળામાં પોતાની દીકરીને પ્રવેશ અપાવનાર ફડવેલ ગામના હેમંતભાઈ પટેલ ચિત્રલેખા.કોમને કહે છેઃ મારી દીકરીને મે પહેલા ખાનગી શાળામાં મૂકી હતી. પરંતુ ત્યાંનો અભ્યાસ બરાબર ન હતો, બીજું શાળાના કમ્પાઉન્ડમાં ક્યાંય વૃક્ષારોપણ જેવુ પણ કઈ ન હતું. ફી લેતા હતા પરંતુ વોશરૂમની કોઈ વ્યવસ્થા ન હતી. સૌથી મોટી વાત એ હતી કે શાળામાં કોઈ સિક્યુરીટી જ ન હતી. કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે અંદર પ્રવેશી શકે, વિદ્યાર્થીઓને નુકસાન પણ પહોંચાડી શકે. પરંતુ આ બાબતે શાળા તરફથી કોઈ પણ પ્રકારનું ધ્યાન જ રાખવામાં ન આવતું. મે જ્યારે રંગપુર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી તો મને ખબર પડી કે આ શાળામાં તો આધુનિક પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબ જેવી અનેક સુવિધાઓ છે. શાળામાં જુદા-જુદા ચાર્ટ લગાવવામાં આવ્યા છે. ભાર વગરનું અને ઉમદા અભ્યાસ આપવામાં આવે છે. પહેલા બીજા ધોરણના દરેક વિદ્યાર્થીઓ સારી રીતે લખતા વાંચતા પણ આવડે છે. માટે મને લાગ્યું મારી દીકરીનો સર્વાંગી વિકાસ આ શાળામાં જ થશે. મોંઘી ફી ભરીને પણ જે ખાનગી શાળામાં અભ્યાસ ન મળે એ મફતમાં અહીં મળે છે.
એકબાજુ સેલ્ફ ફાઈનાન્સ શાળાઓ મનમાની કરીને ફીમાં વધારો કરી રહી છે, બીજી બાજુ યુનિફોર્મ, પુસ્તકોથી લઈને સ્વેટર સુધી તમામ સ્ટેશનરી અને અન્ય વસ્તુઓ શાળામાંથી જ લેવાની વાલીઓને ફરજ પાડવામાં આવે છે. આરટીઈ(રાઈટ ટુ એજ્યુકેશન) હેઠળ પ્રવેશ મેળવતા બાળકોને પણ શાળા અન્ય ખર્ચ માટે દબાણ કરે છે. આવા સમયે સરકારી શાળાની બદલાઈ રહેલી પ્રતિમા ખાનગી શાળાઓને બરાબર રીતે ટક્કર આપી રહી છે.
બસસ્ટેન્ડે પહોંચીને બંદિશે જોયું તો ખાસ ભીડ નહોતી. બસસ્ટેન્ડ લગભગ ખાલી લાગતું હતું. વાંધો નહીં એમ વિચારીને સાઇડમાં કાર ઊભી રાખીને તે રાહ જોવા લાગ્યો. આમ તો આજે તો તેને ઘરે વહેલા જવું પડે તેમ હતું. ઓસ્ટ્રેલિયાથી આવેલા એક ક્લાયન્ટ કમ મહેમાન ઘરે આવવાના હતા. એમની સાથે એક મોટી બિઝનેસ ડીલ થવાની સંભાવના હતી.
એક તરફ ઘરે જવાની ઉતાવળ ય હતી અને બીજી તરફ રોજનો એક નિયમ પણ હતો. મમ્મીના મૃત્યુ પછી બંદિશે ઓફિસથી ઘરે જતાં પહેલાં બસની રાહ જોઇ રહેલા કોઇને કોઇ બુઝુર્ગને લીફ્ટ આપતો. મમ્મીએ એકવાર સોંપેલું આ કામ મમ્મીના અવસાન પછી નિયમ બની ગયેલો. તે જમવાનું ભૂલી શકે, પણ આ કામ ન ભૂલે. પણ આજની ઉતાવળ જોતાં કદાચ આ નિયમ તોડવો પડે એવું લાગતું હતું….
કાંઇ વાંધો નહીં. એકાદ દિવસ તો ચાલે એમ વિચારીને તે કાર સ્ટાર્ટ કરવા જતો જ હતો ત્યાં બસસ્ટેન્ડ તરફ હાંફતા આવી રહેલા એક પરિચિત દાદાજી પર તેની નજર પડી. અગાઉ પણ તે એમને લીફ્ટ આપી ચૂકેલો એટલે વધારે કાંઇ વિચાર્યા વિના તેણે દાદાજીને કારમાં બેસાડી દીધા. રસ્તામાં એક મેડિકલ સ્ટોરમાંથી દાદાજીને દવા લેવાની હતી એટલે ગાડી રોકવી પડી. તે ઓલરેડી મોડો હતો, પણ શું થાય?
હજુ તો એ દાદાજીને ઘરે ઊતારે એ પહેલાં ઘરેથી ફોન આવી ગયો કે, એમની રાહ જોઇને બેઠેલા મહેમાન મોડું થવાથી નીકળી ગયા હતા!
‘ઓહ! એક સારી ડીલ હાથમાંથી ગઇ!…’ હજુ તો એ આમ વિચારતો હતો ત્યાં હાથમાં દવાઓનું બોક્સ લઇને ગાડીને દરવાજો ખોલતા દાદાજીના ચહેરા પર તેની નજર પડી. એક સેકન્ડ કંઇક વિચારીને તેણે દાદાજીને કહ્યું, “આજે તો તમારા ઘરે સાથે ચા પીએ, ચાલો…
બોખલું હસતાં હસતાં દાદાજી બોલ્યા, “જરૂર, બેટા! ખૂબ રાજી થઇશ….”
એ દિવસે ચામાં જે ટેસ્ટ આવ્યો એ બંદિશે અગાઉ ક્યારેય માણ્યો નહોતો.
(અમદાવાદસ્થિત નૃતિ શાહ ઉગતી પેઢીની તેજસ્વી લેખિકા છે. કવિતાઓ અને વાર્તાઓ લખવા ઉપરાંત એ કમ્પોઝર, વોઇસ આર્ટીસ્ટ અને ગુજરાતી ફૂડ બ્લોગર તરીકે પણ કાર્યરત છે. કવિતા અને માઇક્રોફિક્શનના એમનાં બે પુસ્તકો પણ પ્રકાશિત થયા છે.)
આજના દિવસમાં તમને થોડો ઉત્સાહ જોવા મળી શકે છે, વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, જૂની ઓળખાણ તાજી થાય તેમાં તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળી શકે, ધાર્મિકસ્થાનની મુલાકાત પણ થઈ શકે છે.
આજે સગાસ્નેહી,જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજના યોગ છે, આરોગ્યબાબત કામકાજકે ઈતરપ્રવૃત્તિના કારણે થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુઅભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના પણ ભોગ બની શકો છે માટે આજે શાંતિ રાખવી સારી કહી શકાય.
આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટીમુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્યમાટેના શુભપ્રસંગઅંગે ચર્ચા વિચારણા થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવું.
આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. એકંદરે દિવસ શાંતિથી પસાર કરવો.
આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરાકરવા માટેકે તમારા લગ્ન અથવા કોઈના લગ્નની વાત ગોઠવવા માટે પ્રયત્ન કરવો સારો કહી શક્ય, પ્રિયજન સાથે દિવસ સારી રીતે પસાર થાય.
આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાયકે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે, તમને કોઈની મજાક-મશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, લગ્નયોગ ધરાવતા યુવાવર્ગ માટે વાર્તાલાપકે મિલનમુલાકાત સારી રહી શકે. નાનાઅંતરની મુસાફરી થઈ શકે છે. તમે આજે કોઈના કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે.
આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર બાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું. બ્લડપ્રેશર, છાતીનાદર્દ હોય તેવા લોકો માટે આજે પરેજી પાળવામાં ચોકસાઈ રાખવી જરૂરી છે. દિવસ શાંતિથી પસાર કરવો.
આજે મિત્રો સાથે સારોસમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. જુનાસંબંધ અચાનક યાદ આવે તેવું પણ બની શકે છે. કોઈના લગ્નબાબત વાતચીતકે મિલનમુલાકાત કરવાથી સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.
આજે થોડીક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, .કમર, હાડકા,પગમાં દુખાવાની તકલીફ વાળાએ આરોગ્યબાબતમાં ધ્યાન વધુ આપવું ઇચ્છનીય છે.
આજે કોઈ ધાર્મિકસ્થળકે સામાજિકપ્રસંગ માટેની મુલાકાત થઈ શકે છે, જાહેરજીવનમાં તમારો મોભો સારો વર્તાય આજે તમારું વર્ચસ્વ તમાર કામ અને આવડત પર સારું જોવા મળે. યુવાવર્ગને પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે કે જાણવા મળે અને ઉત્સાહિત થવાય તેવું બની શકે છે.
આજે એકલા હાથે ઘણા કામકરવાના આવે તેવું બની શકે છે તેમાં તમને અન્યનો સાથ ઓછો જોવા મળે તેના કારણે તમે કામ ટાળવાની વૃતિ જાગે અને આરામ કરવાનું મન વધુ થાય.ક્યાંક આકામિકનાણાકીય ખર્ચ આવી શકે છે, મિલનમુલાકાતકે હરવાફરવામાં ઉમંગનો અભાવ જોવા મળી શકે છે.
મુંબઈ: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું બીજું પ્રી-વેડિંગ ખુબ જ ચર્ચામાં રહ્યું. જોકે, પહેલા પ્રી-વેડિંગ સેલિબ્રેશનમા જેટલી તસવીર અને વીડિયો સામે આવ્યા હતાં એટલી તસવીરે ઈટાલીની ક્રુઝ પાર્ટીમાંથી બહાર આવી નથી. પરંતુ ઈટાલીમાં 29 મે થી 1 જૂન સુધી ભવ્ય ઉજવણીની કેટલીક સુંદર તસવીરો સામે આવી છે તેના પર નજર કરીએ. આ સેલિબ્રેશનમાં હોલીવૂડ અને બોલીવૂડની અનેક મોટી મોટી હસ્તીઓ સામેલ થઈ હતી. નીતા અંબાણીથી માંડીને બધાનો અંદાજ અલગ જ જોવા મળે છે.