Home Blog Page 1721

રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી..

રાજ્યમાં હાલ છૂટો છવાયો વરસાદ નોંધવામાં આવી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વાર પણ રાજ્યના કેટવાક વિસ્તારમાં સામાન્યથી ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે. આગામી સાત દિવસ વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે મહત્વના સમાચાર પણ આપ્યા. ત્યારે સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર ગુજરાતમાં ચોમાસું હજી નવસારી સુધી જ આવ્યું છે. હાલ જે વરસાદ થઇ રહ્યો છે તે સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે થઇ રહ્યો છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવના પ્રમાણે, આજે છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આજે અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, નવસારી, નર્મદા, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. આવતીકાલે દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, દ્વારકા, દીવ તથા કચ્છમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ પ્રમાણે બુધવાર અને ગુરૂવારના દિવસે દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે બીજી બાજું કચ્છ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં પણ મેઘ મહેર થવા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસા અંગે તેમણે જણાવ્યુ છે કે, ગુજરાતમાં વરસાદ હજી નવસારી સુધી આવ્યો છે. આ જે વરસાદ છે તે સાયક્લોનિક સરક્યુલેશન નોર્થ ઇસ્ટ અરેબિયન સી અને કચ્છના સંબંધિત ભાગોમાં બનેલું છે. જેના કારણે હાલ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ થઇ રહ્યો છે.

રાશિ ભવિષ્ય 17/06/2024 થી 23/06/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

મહત્વના નિર્ણય લેવામા કાળજી રાખવી જરૂરી છે, વિદ્યાર્થીવર્ગને ધારી સફળતા માટે વધુ મહેનત કરવી પડે, યાત્રાકે જાત્રા થઈ શકે છે અને તેમા ધાર્યા કરતા વધુ ખર્ચા થાય, તમારા મગજમા વધુ વિચારો માનસિકથાક આપે તેવું બની શકે છે, નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછુ થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે, ક્યાંક લોન લેવામાંકે ચૂકવામા દ્વિધા રહી શકે છે, કોઈને વણમાંગી સલાહસુચન ના આપવી ઇચ્છનીય છે.


માનસિકચિંતા હળવી કરવા તમે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમા મન વધુ લગાવો તેવુ બની શકે છે,વળી ક્યાંક અંગતસંબંધ જેવાકે મિત્રતામા,સગાસ્નેહીમા તેમના વર્તનથી કંટાળો અનુભવો, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો, સામાજિક, ધાર્મિકપ્રસંગમા જવામા કંટાળો અને આળસ થતી જોવા મળે. વેપારના કામકાજમા ઉત્સાહ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરી કે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈવસ્તુ શીખવી હોય તો આ સમયમા પ્રયત્ન કરવો સારો છે. કાયદાકીયબાબતના પ્રશ્નોમા સલાહસુચન બાદ આગળ વધવું.


નોકરીકે વેપારમાં ફેરબદલીના સારાસમાચાર મળે, ઘરમાકે કુટુંબમા સુખદ માહોલ જોવા મળે, ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈ જગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. પ્રેમસંબંધમા થોડાક ઉતર –ચઢાવ થઈ શકે છે માટે ધ્યાન રાખવુ જરૂરી કહી શકાય, લગ્નબાબતની વાતચીત ચાલતી હોય તેમા પણ તમારી વાત આગળ ચાલવાની બાબત બની શકે છે, ધાર્મિકભાવના સારી જાગે અને ક્યાય્ક ધાર્મિકસ્થળની મુલાકાત પણ થાય તેવું બની શકે છે, ગેસ,અપચાની તકલીફથી તકેદારી રાખવી ઇચ્છનીય કહી શકાય, પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની તક પણ મળી શકે છે.


સકારાત્મક સમય જોવા મળે, કાર્યક્ષેત્રમા બદલાવ આવે તેવુ બની શકે છે, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમાં લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબમા કે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમે થાકની લાગણી વધુ અનુભવો, વેપારના કામકાજમા તમને ઉત્સાહ ઓછો અને કાર્યમા આળસ કરવાની વૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે પરંતુ તેમા તેમનો સહયોગ ઓછો પ્રાપ્ત થઇ શકે છે, નજીકના સગાસ્નેહીના સ્વસ્થની ચિંતા થાય તેવા યોગ પણ ઉભા થઇ શકે છે પરંતુ તેમા મોટી કોઈ બાબત ના થવાથી થોડી રાહત અનુભવી શકો છો.


ક્યાંકથી માનસન્માન મળી શકે છે. વેપારના કામકાજમા ઉત્શાહ અને ઉમંગ વર્તાય અને તેની અસર પણ કામકાજમા સારી દેખાઈ આવે, આરોગ્યબાબતની કોઈ તકલીફ હોયતો તેમા પણ રાહત જોવા મળી શકે છે, ભાગીદારીમા કે દામ્પત્યજીવનમા તમારી લાગણી અને ભાવનાની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે જોવા મળે, પ્રભુભક્તિમા ધ્યાન અને મન વધુ રહે, ધીરજ અને આત્મવિશ્વાસ રાખશો તો કામ સરળતાવાળું બની રહેશે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે તેમા માનસિકથાકની લાગણી પણ જોવા મળે, લગ્નબાબતની વાર્તાલાપકે મિલનમુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી પડે તેવું પણ બની શકે છે.


વિદ્યાર્થીવર્ગ અને યુવાવર્ગને સારો ઉત્સાહ જોવા મળે, સામાજિકકે ધાર્મિકકાર્યમા કઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ સમાચાર તમારા વિચાર અને  ઉમંગમા વધારો કરી શકે છે, નોકરિયાતવર્ગને પોતાના ઉપરી સાથે માનસિકતનાવથી બચવુ, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન ખુશીથી લાગણીશીલ બની જાય. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારીતક દેખાય પરંતુ તેમા હાલ કોઈ ઉતાવળ ના કરવી અને યોગ્યવ્યક્તિની સલાહ લેવી, ઘરની જવાબદારીમા ધ્યાન વધુ આપવું પડે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.


આર્થિકબાબતની ચિંતા અને નવા આયોજનબાબતમા અન્યનો સાથસહકાર મળી  શકે છે તેમજ મિલકત અંગેના કોઈ પ્રશ્નમા કોઈ રુકાવટ હોયતો તે દુર થઈ શકે છે, યુવાવર્ગ માટે પણ આસપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવાના યોગ છે,  જૂનીવાતકે કામના ઉકેલમા અન્યનો સહયોગ ઓછો જોવા મળે શકે છે. વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજ કરવા યોગ્ય છે.,મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે ઓછો ઉત્સાહ અનુભવી શકો છે, માર્કેટિંગક્ષેત્રમા તમારે ધીરજ વધુ રાખવી પડે અને ક્યાંક સમયનો વધુ દુરવ્યય થયાની વ્યથા પણ જોવા મળી શકે છે.


કામકાજમા અચાનક સારા સમાચાર સાંભળવા મળી  જાય અને તમે થોડા અચરજ પામો, તમારાથી કોઈની લાગણી ના દુભાયકે કોઈની ઉશ્કેરાટના ભોગ ના બનાય તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. ઘરમા કે નજીકના સગા-સ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયુ હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે. વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો-પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકારકે માર્ગદર્શન સારુ મળી શકે છે, વ્યવસાયિક કામકાજ માટેની યાત્રા લાભદાયી શકે છે.


પરિવારમા કોઈની ચિંતાના કારણે થોડી બેચેની અનુભવાય, મહત્વના કામ કરવા માટેના પ્રયત્નમા સફળતા મળે, રાજકીય કે સરકારીકામકાજમા ધાર્યું થવાથી ઉત્સાહમા વધારો થાય, મન થોડું મોજશોખ પાછળ દોરવાય અને ક્યાંક તેની પાછળ ખર્ચા પણ થાય, પ્રિયજન તમારી ભાવના સારી રીતે સમજી શકે જેના કારણે તમારી ખુશી બેવડાય, કોઈકાર્યમા ધીરજ અને અનુભવ તમને સૌથી વધુ મદદગર બની શકે છે, નવીઓળખાણ લાભદાયી બની શકે છે, કોઇપણ પ્રકારની મુસાફરી થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમય અનુકુળ છે, માર્કેટિંગક્ષત્રમા આયોજન કરી કામકાજ કરતા સારાપરિણામ મેળવી શકાય.


સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે, આર્થિકબાબત પર ધ્યાન વધુ આપવુ ઇચ્છનીય છે ક્યાંક નાણાકીય આયોજન અંગે અવઢવ થઈ શકે છે વેપારના કામકાજમા લાભની કોઈવાત થઈ શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા વધુ મહેનત કરવાથી સારાફળની પ્રાપ્તિ થઇ શકે છે, કોઈ અગત્યની વાતચીતકે મિલનમુલાકાતમા કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આસપ્તાહ દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી કરે તોતેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે, ધીરજથી કામકરવામા સફળતા મેળવવી સરળ બનશે, યાત્રાકે જાત્રા માટેનુ આયોજન થઈ શકે છે.


કામકાજમા ચતુરાઈનો ઉપયોગ કરવો પડે, કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે પણ ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવું વધુ યોગ્ય છે જે તમને સારીસફળતા અપાવી શકે છે, ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થાય પણ તેમા પણ પરિસ્થિતિ સુધરી જાય, આવક વધારવા વધુ પ્રયત્ન કરવો પડે અને તેમા સફળતા પણ મળી શકે છે, મનપસંદ વ્યક્તિ તરફથી સારું વલણ જોવા મળે અને તેમા તમને સારી લાગણીનો અનુભવ થાય, પ્રભુભક્તિ તરફ મન વધુ પરોવાઈ શકે છે. પ્રિયજન સાથે સુમેળભર્યો સમય પસાર થાય તેવા યોગ છે.


સપ્તાહ દરમિયાન. મિત્રો, સગા સ્નેહી સાથે મિલનમુલાકાતમા તમને સારી વાત રજુ કરવાની તક મળે શકે છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. વાર્તાલાપ દરમિયાન શબ્દપ્રયોગ પર ધ્યાન આપવું જેથી ગેરસમજ ટાળી શકાય, મુસાફરીકે પ્રવાસનુ આયોજન થઈ શકે છે. પેટ,અપચાની તકલીફથી સાચવવુ, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય, કામકાજમા મહેનત વધુ થયા પછી સફળતા મળે તેવુ બની શકે છે, કામનો ભાર રહે પરંતુ તેમાં અન્યનો સહયોગ પણ જોવા મળે, કામકાજ માટેની મુસાફરી થોડી કંટાળાજનક બને અને નવીનકામકાજમા રૂચી થોડી ઓછી જોવા મળી શકે છે.

‘યાદવ, મુસલમાનોનું એક કામ ના કરું’: JDU સાંસદનો વિડિયો વાઇરલ

નવી દિલ્હીઃ JDU સાંસદ દેવેશ ચંદ્ર ઠાકુરનો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. એ વિડિયોમાં યાદવ અને મુસ્લિમ સમાજે તેમને મત નહીં આપતાં તેઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. તેમનું માનવું છે કે આ સમાજ માટે છેલ્લાં 20 વર્ષોમાં તેમણે ઘણું કામ કર્યું છે, અનેક વિકાસ કાર્ય કર્યા છે, છતાં પણ એ સમાજે તેમને મત નથી આપ્યા.

આ વાઇરલ વિડિયોમાં JDU સાંસદ કહી રહ્યા છે કે હું યાદવ અને મુસ્લિમ સમાજનું કોઈ કામ નહીં કરું. તેઓ આવશે તો તેમને નાસ્તો કરાવીશ, ચા પીવડાવીશ, પરંતુ મદદની તેઓ મારી પાસે અપેક્ષા ના રાખે. આ વખતે તેમણે વગર કારણે તેમને મત નથી આપ્યા. આમ કહેતાં તેઓ એક સમયે ગુસ્સે પણ થયા હતા.

તેમણે યાદવ-મુસ્લિમ સમાજનો ઉલ્લેખ તો કર્યો જ હતો, પરંતુ એ વાત પર પણ તેઓ નારાજ હતા કે આ વખતે સુરી અને કલવાર સમાજના અડધોઅડધ મતો કપાઈ ગયા. આ ઉપરાંત કુશવાહા સમાજના અચાનક મતો ઓછા મળ્યા. તમે વિચારો કુશવાહ સમાજે માત્ર RJDને એટલે મત આપ્યા, કેમ કે લાલુએ એ સમાજના સાત લોકોને ટિકિટ આપી હતી.

JDU સાંસદે સીતામઢીથી ચૂંટણી લડી હતી અને જીત્યા પણ હતા, પરંતુ તેમણે ઓછા મતોની સમીક્ષા કરી તો માલૂમ પડ્યું હતું કે તેમને યાદવ અને મુસ્લિમ સમાજે મતો નહોતા આપ્યા. હવે તેમના આ વિડિયો પર બબાલ થઈ રહી છે. સોશિયલ મિડિયા પર લોકો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

 

 

 

 

 

 

 

 

મને વિશ્વાસ હતો કે હું પેપર પુરૂં કરી લઈશ: રાહુલ બારૈયા

અમદાવાદ: “પ્રજ્ઞાચક્ષુઓને પેપર લખવા માટે હંમેશા રાઈટર્સની જરૂર હોય છે. રાઈટરની જરૂરિયાત છે એવાં મેસેજીસ હંમેશા અનેક વોટ્સ અપ ગ્રુપમાં ફરતા હોય છે. આવાં જ એક ગ્રુપમાં હું પણ સદસ્ય હતો. મેસેજ જોઈને પહેલાં તો મેં કોઈ રિપ્લાય આપ્યો નહીં. પરંતુ છેલ્લાં દિવસે જ્યારે ખબર પડી કે હજુ 10 રાઈટર ખૂટે છે. ત્યારે હું પણ પહોંચી ગયો પ્રજ્ઞાચક્ષુની મદદ કરવા માટે. 12મા ધોરણના વિદ્યાર્થીનું ગુજરાતીનું પેપર મારે લખવાનું હતું. હું પ્રથમ વખત પ્રજ્ઞાચક્ષુ માટે રાઈટર તરીકે ગયો ત્યારે મને જોઈને અંધજન મંડળના ત્યાં હાજર સાહેબોને એવો ડર હતો કે હું સમયસર પેપર પૂરું કરી શકીશ કે નહીં, પરંતુ મને વિશ્વાસ હતો કે મારાથી થઈ જશે.” આ શબ્દો છે મનથી અડગ પરંતુ જન્મથી દિવ્યાંગ રાહુલ બારૈયાના. જેને પોતાના હાથમાં આંગળીઓ ન હોવા છતાં તે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે રાઈટર બની પરીક્ષામાં મદદ કરે છે.19 વર્ષીય રાહુલ બારૈયાને જોઈને અંધજન મંડળના સુપરવાઈઝર્સનું દિલ લાગણીઓથી ઊભરાઈ જાય છે. ગુજરાત યુનિવર્સિટીમાંથીB.Com.નો અભ્યાસ કરી રહેલો રાહુલ ભાવનગરનો વતની છે. તે જન્મજાત દિવ્યાંગ છે. તેના હાથમાં માત્ર અંગૂઠો છે, આંગળીઓ નથી. જેથી તે બંને હાથે પેન પકડીને લખે છે. પરિવારમાં માતા-પિતા, એક બહેન અને બે ભાઈઓ છે. રાહુલના પિતા છૂટક મજૂરી કરીને ચારેય બાળકોને ભણાવે છે. રાહુલના મોટા બહેને T.Y.B.A. પૂરું કર્યું અને હાલ B.Ed.નો અભ્યાસ કરે છે. જ્યારે નાના બે ભાઈઓમાંથી એક 12મા ધોરણમાં અને એક 10મા ધોરણમાં અભ્યાસ કરે છે. માતા-પિતાએ ક્યારેય રાહુલને અન્ય બાળકોથી અલગ સમજીને કોઈ ભેદભાવ કર્યો નથી. હંમેશા ઉછેર નોર્મલ બાળકો જેવો જ કર્યો છે.રાહુલ પોતે દિવ્યાંગ હોવા છતાં બીજા દિવ્યાંગોની મદદ કરવા માટે આગળ આવે છે એ વાતનો માતા-પિતાને ગર્વ છે અને કહે છે, “આ રીતે બીજાને ઉપયોગી થતાં રહેવું.” રાહુલ પોતે પણ માને છે કે આ પ્રકારના નાના અમથાં કામથી પણ જો કોઈનું સારૂં થતું હોય તો તે કરતા રહેવું જોઈએ. “મને તેમની મદદ કરીને મને ખૂબ સંતોષ મળે છે. હું પોતે દિવ્યાંગ છું એટલે હું આ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓની પીડા સમજું છું. પરીક્ષામાં પેપર લખવા માટે રાઈટર ના મળે તો શું સ્થિતિ થાય તે હું સમજી શકું છું. હું ભવિષ્યમાં પણ આ કામ કરતો રહીશ.”- રાહુલ બારૈયાપ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે રાઈટર શોધવામાં ખૂબ તકલીફ પડે છે. આશરે 40 ટકા કિસ્સાઓમાં એવું થાય છે કે, વિદ્યાર્થીઓને રાઈટર મળતા નથી અને મળે તો તેઓ છેલ્લી ઘડીએ રદ્દ કરી દે છે.. આ પ્રકારના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ જ તેમની જિંદગી સુધારવાનો એકમાત્ર વિકલ્પ છે. એવામાં રાહુલ જેવાં લોકો આપણા બધાં માટે એક મોટું ઉદાહણ પૂરું પાડે છે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)

(તસવીર – પ્રજ્ઞેશ વ્યાસ)

ભારતીય રેલવેની એ કાળમુખી 10 ઘટનાઓ, જેણે 500થી વધુ લોકોના લીધા જીવ

પશ્ચિમ બંગાળના ન્યુ જલપાઈગુડીમાં કંચનજંગા એક્સપ્રેસ અકસ્માતનો શિકાર બની હતી. અહીં ઉભેલી ટ્રેનને માલગાડીએ ટક્કર મારતા દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં કંચનજંગા એક્સપ્રેસના છેલ્લા ત્રણ ડબ્બા ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયા હતા. તેમજ અકસ્માતમાં 8 લોકોનાં મોત અને 40થી વધુ ઘાયલ થયાના અહેવાલ છે. આ ટ્રેન દુર્ઘટના બાદ ભારે હોબાળો મચી ગયો છે. ગત વર્ષે પણ એક ભયાનક ટ્રેન દુર્ઘટનામાં ત્રણ ટ્રેનની બોગી એકબીજા સાથે અથડાઈ હતી અને 233 લોકોના મોત થયા હતા. આ પહેલા પણ ભારતીય રેલ્વે મોતની સફર કરી ચુકી છે. છેલ્લા 10 વર્ષમાં ક્યારે મોટી ટ્રેન દુર્ઘટના થઈ તેના પર એક નજર કરીએ.

કાનપુર ટ્રેન અકસ્માતઃ 20 નવેમ્બર 2016ના રોજ, ઉત્તર પ્રદેશના કાનપુરમાં ઈન્દોર-પટના એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી. ટ્રેન ખુબ જ ઝડપે જઈ રહી હતી અને તે દરમિયાન પાટા પરથી ઉતરી જવાથી અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 150 લોકોના મોત થયા હતા.

કુનેરુ ટ્રેન અકસ્માત: 21 જાન્યુઆરી 2017ના રોજ જગદલપુર-ભુવનેશ્વર હીરાખંડ એક્સપ્રેસ આંધ્રપ્રદેશના કુનેરુ સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં 41 લોકોના મોત થયા હતા.

કથૌલી ટ્રેન અકસ્માતઃ 19 ઓગસ્ટ 2017ના રોજ કલિંગા ઉત્કલ એક્સપ્રેસ ઉત્તર પ્રદેશના કથૌલી નજીક પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં 23 લોકોના મોત થયા હતા. ટ્રેકમાં ખામીને કારણે આ અકસ્માત થયો હતો. ટ્રેકની યોગ્ય જાળવણી કરવામાં આવી ન હતી, જેને કારણે નિર્દોષ લોકોના જીવ ગયા હતાં.

મહારાષ્ટ્ર ટ્રેન અકસ્માત: ઑક્ટોબર 16, 2020 ના રોજ મહારાષ્ટ્રના કરમાડ નજીક હૈદરાબાદ-મુંબઈ છત્રપતિ શિવાજી ટર્મિનસ એક્સપ્રેસ અને હજૂર સાહિબ નાંદેડ-મુંબઈ છત્રપતિ શિવાજી ટર્મિનસ રાજધાની સ્પેશિયલ વચ્ચે અથડામણ થઈ હતી. આ અકસ્માતમાં 16 લોકોના મોત થયા હતા.

અલીપુરદ્વાર ટ્રેન અકસ્માત: 13 જાન્યુઆરી, 2022ના રોજ બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માત પશ્ચિમ બંગાળના અલીપુરદ્વારમાં થયો હતો. જેમાં 9 લોકોના મોત થયા હતા અને 36 લોકો ઘાયલ થયા હતા.

બાલાસોર ટ્રેન અકસ્માત: 2 જૂન, 2023 ના રોજ, ઓડિશાના બાલાસોરમાં એક ભયાનક ટ્રેન અકસ્માત થયો, જેમાં ત્રણ ટ્રેનોના ડબ્બા એકબીજા સાથે અથડાઈ અને 296 લોકો મૃત્યુ પામ્યા હતાં. 1200 થી વધુ લોકો ઘાયલ થયા હતા. અહીં કોરોમંડલ એક્સપ્રેસ શરૂઆતમાં અપ મેઇન લાઇન પર જવાની હતી, પરંતુ આકસ્મિક રીતે બાજુની અપ લૂપ લાઇન પર ફેરવાઇ હતી. જેના કારણે તે પહેલાથી જ ઉભી રહેલી માલગાડી સાથે અથડાઈ અને તેના 21 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આમાંથી ત્રણ કોચ અડીને આવેલા ટ્રેક પર પડ્યા અને તે જ સમયે સ્ટેશન પાર કરી રહેલી 12864 SMVT બેંગલુરુ-હાવડા એક્સપ્રેસના પાછળના ભાગ સાથે અથડાઈ હતી.

બક્સર ટ્રેન અકસ્માતઃ 11 ઓક્ટોબરે દિલ્હીથી કામાખ્યા જઈ રહેલી નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના ડબ્બા બિહારના બક્સરમાં રઘુનાથપુર સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતાં.

વિઝિયાનગરમ ટ્રેન અકસ્માત: 29 ઓક્ટોબરે વિશાખાથી પલાસા જતી વિશેષ પેસેન્જર ટ્રેન સિગ્નલના અભાવે કોઠાવલાસા ડિવિઝનમાં અલામંદા-કંટકાપલ્લી ખાતે પાટા પર રોકાઈ ગઈ હતી. તે જ સમયે પાછળથી આવતી વિશાખા-રાયગડા ટ્રેન પેસેન્જર ટ્રેન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા હતા.

મદુરાઈ ટ્રેન અકસ્માતઃ 26 ઓગસ્ટ, 2023ના રોજ લખનૌથી રામેશ્વરમ જતી ટ્રેનમાં તમિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પાસે આગ લાગી હતી. આ અકસ્માતમાં 10 લોકો દાઝી ગયા હતા. રેલવે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે ડબ્બામાં આગ લાગી હતી તે એક ખાનગી ડબ્બો હતો, જેને ટ્રેનમાં અલગથી ઉમેરવામાં આવ્યો હતો અને ડબ્બામાં ગેસ સિલિન્ડર હોવાના કારણે આગ ફાટી નીકળી હતી.

જલપાઈગુડી ટ્રેન દુર્ઘટનાઃ 17 જૂનના રોજ થયેલા આ અકસ્માતમાં એક માલગાડીએ પહેલાથી જ ઉભેલી કંચનજંગા એક્સપ્રેસને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા હતા અને 40થી વધુ લોકો ઘાયલ થયા હતાં.

એસ્સારની ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટમાં રૂ. ૩૦,૦૦૦ કરોડના મૂડીરોકાણની યોજના

જામનગરઃ એસ્સાર ગ્રુપની આગામી ચાર વર્ષમાં ગુજરાતના જામનગરમાં ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ સ્થાપવા માટે રૂ. ૩૦,૦૦૦ કરોડનું મૂડીરોકાણની યોજના છે. મેટલથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધીનાં ક્ષેત્રોમાં વિસ્તરિત આ ગ્રુપ, તેની આગામી તબક્કાની વૃદ્ધિ માટે ક્લીન એનર્જીને તેનો મુખ્ય આધાર માને છે. કંપની તેની યુકેની તેલ રિફાઇનરીને ડિકાર્બનાઇઝ કરવાની, સાઉદી અરબમાં ગ્રીન સ્ટીલ પ્લાન્ટ સ્થાપવાની અને લાંબા અંતરના હેવી ટ્રક્સને ડિકાર્બનાઇઝ કરવા માટે LNG અને ઇલેક્ટ્રિક ઇકોસિસ્ટમ બનાવવાની યોજના ઉપર કાર્યરત છે, એમ ગ્રુપના મૂડીરોકાણ પોર્ટફોલિયોનું સંચાલન કરતા એસ્સાર કેપિટલના ડિરેક્ટર પ્રશાંત રુઇયાએ જણાવ્યું હતું. ગ્રુપ દ્વારા આ સાથે ઇલેક્ટ્રિક વાહન બેટરી, સોલાર પેનલ અને વિન્ડ-ટર્બાઇન મેગ્નેટ્સમાં મુખ્યત્વે વપરાતા મહત્વપૂર્ણ ખનિજોના ખનનના વ્યવસાયમાં પ્રવેશની વિચારણા પણ છે.

એસ્સાર ફયુચર એનર્જી આગામી ચાર વર્ષમાં જામનગરમાં એક ગિગાવોટ હાઈડ્રોજન ક્ષમતા ઉભી કરવા સાથે તેને સંલગ્ન એક મિલિયન ટન પ્રતિ વર્ષ ગ્રીન મોલેક્યુલ્સની ક્ષમતા પણ વિકસાવશે.  “અમે જામનગરમાં ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટમાં લગભગ રૂ. 30,000 કરોડનું રોકાણ કરવાના છીએ,” એમ તેમણે જણાવ્યું હતું. રિન્યુએબલ એનર્જી પ્લેટફોર્મના નિર્માણ ઉપરાંત, 2022માં કેટલીક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ્સ વેચ્યા પછી દેણાંવિહોણું બનેલું આ ગ્રુપ, આગામી ૩-૫ વર્ષમાં લગભગ ૧૦૦૦૦ મેગાવોટ ઉત્પાદનના લક્ષ્યાંકને પહોંચવા, તેની કોલસામાંથી વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતામાં પણ વધારો કરશે. આ યોજના અંતર્ગત એસ્સાર પાવરના સલાયા-દ્વારકા સ્થિત ૧૨૦૦ મેગાવોટ પાવરપ્લાન્ટનું વિસ્તરણ કરી વધારાના  ૧૬૦૦ મેગાવોટ વીજ ઉત્પાદનનું આયોજન કરી ગુજરાતની બેઝ-લોડ જરૂરિયાતો પૂરી પાડવાનું છે.

એસ્સાર ગ્રુપની કંપની એસ્સાર ઓઇલ એન્ડ ગેસ એક્સપ્લોરેશન એન્ડ પ્રોડક્શન લિમિટેડ (EOGEPL), ભારતની કોલ બેડ મિથેન ઉદ્યોગની અગ્રણી છે, જે દેશના કુલ કોલ બેડ મિથેન ઉત્પાદનનું લગભગ 65 ટકા યોગદાન આપે છે અને ભારતના કુલ ગેસ ઉત્પાદનમાં તેનું યોગદાન આગામી પાંચ વર્ષમાં પાંચ ટકા સુધી પહોંચાડવાનો આશય રાખે છે. કોલ-બેડ મિથેનનો ઉપયોગ CNG તરીકે વાહનો ચલાવવાનો તેમ જ વીજળી ઉત્પન્ન કરવા અને ખાતર બનાવવા માટે થઈ શકે છે. અમે આજે ભારતના સૌથી મોટા CBM પ્લેયર છીએ. અમે દૈનિક લગભગ એક મિલિયન ક્યુબિક મીટર ગેસ ઉત્પન્ન કરીએ છીએ, જે ખૂબ જ ઓછો છે. અમારો લક્ષાંક તેને વધારવાનો છે તેથી અમે અમારા ગેસ આધારિત પોર્ટફોલિયો વધારવા માટે રૂ. 2000-3000 કરોડના મૂડીરોકાણનું આયોજન કરી રહ્યા છીએ. એસ્સાર યુકેમાં તેની સ્ટેનલો રિફાઇનરીને ડિકાર્બનાઇઝ કરવા માટે USD 3.6 બિલિયન અને સાઉદી અરબમાં હાઇડ્રોજનનો ઉપયોગ કરતા ગ્રીન સ્ટીલ પ્લાન્ટ સ્થાપવા માટે USD ચાર બિલિયનનું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે, એમ પણ તેમણે ઉમેર્યું હતું.

 

 

 

 

 

 

 

દિલ્હી એરપોર્ટ પર બત્તી ગુલ ! ચારે બાજુ અફરાતફરી

દિલ્હીમાં પાવર કટના કારણે તમામ લોકો પરેશાન થઈ ગયા છે. હવે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કાપનો ભારે ફટકો પડ્યો છે. લાંબા સમય સુધી પાવર ફેલ થવાના કારણે એરપોર્ટ પર અરાજકતા જોવા મળી હતી. મુસાફરોની સાથે સ્ટાફ પણ પરેશાન થઈ ગયો હતો. ચેક-ઈનથી લઈને બોર્ડિંગ સુધીના તમામ કામો ઠપ્પ થઈ ગયા હતા. આ કાપને કારણે ફ્લાઈટને પણ અસર થઈ હતી. ઘણી ફ્લાઈટ્સ મોડી પડી હતી.

દિલ્હી એરપોર્ટ પર લગભગ 2.30 વાગ્યે વીજળીનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન તમામ સ્કેનર મશીનો બંધ થઈ ગયા, તમામ સિસ્ટમ બંધ થઈ ગઈ અને સેન્ટ્રલાઈઝ્ડ એસી પણ બંધ થઈ ગયું. સ્કેનીંગ મશીનો બંધ હોવાથી એન્ટ્રી ગેટ પર જ લાંબી કતારો લાગી હતી અને મુસાફરોને ગરમીમાં હાલાકી ભોગવવી પડી હતી. સમગ્ર સિસ્ટમ બંધ હોવાને કારણે એરપોર્ટના કર્મચારીઓ પણ વીજ પુરવઠો શરૂ થવાની રાહ જોતા જોવા મળ્યા હતા.

ફ્લાઇટમાં વિલંબ

એરપોર્ટ પર વીજ પુરવઠો ખોરવાઈ જવાને કારણે ઘણી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટને અસર થઈ છે. આ સમય દરમિયાન, મુસાફરો ન તો સુરક્ષા તપાસ પૂર્ણ કરી શક્યા કે ન તો ચેક ઇન કરી શક્યા. જ્યાં સુધી વીજ પુરવઠો બંધ રહ્યો હતો ત્યાં સુધી ફ્લાઈટ ઓપરેશનને પણ અસર થઈ હતી. તેમજ તમામ કામોમાં વિલંબને કારણે આગામી કેટલાક કલાકો સુધી નિર્ધારિત ફ્લાઇટમાં વિલંબ થવાની સંભાવના છે.

આ સુવિધાઓ અટકી પડી હતી

એરપોર્ટ પર થોડો સમય વીજ પુરવઠો ખોરવાયા બાદ ફરી પુરવઠો ચાલુ કરવામાં આવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં સમગ્ર વ્યવસ્થા થંભી ગઈ હતી. આ પછી, સમગ્ર સિસ્ટમને પુનઃપ્રારંભ કરવામાં ઘણો સમય લાગ્યો. જેના કારણે મુસાફરોનો ઘણો સમય વેડફાયો છે. પાવર કટ દરમિયાન, ચેક-ઇન સિસ્ટમની તમામ કામગીરી, સુરક્ષા તપાસ માટે ઉપયોગમાં લેવાતા ડોર ફ્રેમ્સ (મેટલ ડિટેક્ટર), ઇમિગ્રેશન બ્યુરો અને એરોબ્રિજને અસર થઈ હતી.

દેશમાં છેલ્લાં 62 વર્ષોમાં 38,000થી વધુ રેલવે અકસ્માતો

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં મોટી રેલવે દુર્ઘટના બની છે, જેમાં 15 લોકોનાં મોત અને આશરે 60 લોકો ઘાયલ થયા છે. જલપાઇગુડી સ્ટેશનની પાસે માલગાડીએ કંચનજંગા એક્સપ્રેસને ટક્કર મારતાં બે ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. રેલવેએ જીવ ગુમાવનારા યાત્રીઓના પરિવારજનનોને 10-10 લાખની આર્થિક મદદનું એલાન કર્યું છે, જ્યારે ગંભીર રૂપથી ઘાયલોને રૂ. 2.5 લાખ અને ઓછા ઇજાગ્રસ્તોને રૂ. 50-50,000ની આર્થિક મદદનું એલાન કર્યું છે, એમ રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને માહિતી આપી હતી.

પ્રતિ વર્ષ કેટલા અકસ્માત?

વર્ષ 2004થી 2014ની વચ્ચે પ્રતિ વર્ષ સરેરાષ 171 અકસ્માતો થયા હતા, જ્યારે 2014થી 2024ની વચ્ચે વાર્ષિક સરેરાશ 71 રેલવે દુર્ઘટનાઓ ઘટી હતી, એમ સરકારનો દાવો છે.

રેલવેના જણાવ્યાનુસાર 1960-61થી 1970-71ના દાયકામાં 14,769 ટ્રેન અકસ્માતો થયા હતા. વર્ષ 2004-5થી 2014-15ની વચ્ચે 1844 રેલ અકસ્માતો થયા હતા, જ્યારે 2015-16થી 2021-22ની વચ્ચે છ વર્ષોમાં 449 ટ્રેન અકસ્માતો થયા હતા. આમ 1960થી માંડીને 2022 સુધી 62 વર્ષોમાં કુલ 38,672 રેલ અકસ્માતો થયા હતા. એટલે કે પ્રતિ વર્ષ સરેરાશ 600થી વધુ અકસ્માતો થયા હતા. વળી, સૌથી વધુ અકસ્માતો ડિરેલમેન્ટ અથવા ટ્રેન પાટા પરથી ખડી પડવાને કારણે થાય છે. વર્ષ 2017-18થી 2021-22 દરમ્યાન પાંચ વર્ષમાં રેલવે અકસ્માતોમાં 53 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 390 લોકો ઘાયલ થયા હતા.

રેલવે અકસ્માતોમાં માર્યા ગયેલા અથવા ઘાયલોને રેલવે તરફથી રેલવેએ અત્યાર સુધી આશરે 14 કરોડનું વળતર ચૂકવવામાં આવ્યું છે. રેલવે દુર્ઘટનાઓમાં મોત થયા પર રૂ. પાંચ લાખ, ગંભીર રીતે ઘાયલ થવા પર રૂ. 2.5 લાખ અને ઘાયલ થવા પર રૂ. 50,000નું વળતર ચૂકવવામાં આવે છે.  

,

 

 

 

 

મુંબઈ:બલિના બકરા પર લખવામાં આવ્યું ‘રામ’, ત્રણ લોકો વિરુદ્ધ કેસ

મહારાષ્ટ્રના મુંબઈમાં ધાર્મિક લાગણી ભડકાવવા બદલ ત્રણ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. વાસ્તવમાં, અહીં એક મટનની દુકાનના માલિક પર બકરી પર ‘રામ’ લખવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તસવીરો સામે આવ્યા બાદ હિંદુ સંગઠનોએ આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો, જે બાદ પોલીસે હવે કાર્યવાહી કરીને મટનની દુકાનને સીલ કરી દીધી છે.

મુંબઈના CBD બેલાપુર પોલીસ સ્ટેશનને ફરિયાદ મળી હતી કે મુંબઈમાં મટનની દુકાનના માલિકે હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કર્યું છે. ફરિયાદ કરનાર હિન્દુ સંગઠન બજરંગ દળે કહ્યું હતું કે આનાથી હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે.ફરિયાદના આધારે પોલીસે દુકાન માલિકો અને એક કર્મચારી સહિત 3 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ‘દુકાન પર બલિદાન માટે 22 બકરા લાવવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી એક પર ધાર્મિક નામ લખેલું હતું. ફરિયાદના આધારે પોલીસે ત્રણ આરોપીઓની ઓળખ કરી લીધી છે અને મોહમ્મદ શફી શેખ, સાજિદ શફી શેખ અને કુય્યામ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.અધિકારીએ કહ્યું કે પોલીસે દુકાનનું લાઇસન્સ રદ કરવા માટે મહાનગરપાલિકા અને અન્ય અધિકારીઓ સાથે પણ વાત કરી છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર બકરીનો ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો. આ બકરીની પીઠ પર અંગ્રેજીમાં રામ લખેલું હતું.ફોટો શેર કરતી વખતે,હિન્દુ સંગઠનો બકરી પર આ લખનાર વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યા હતા. હિન્દુ સંગઠનોએ દાવો કર્યો હતો કે આનાથી તેમની ભાવનાઓને ઠેસ પહોંચી છે. તેને જોતા પોલીસે હવે ત્રણ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

સુરતમાં જૈન સમાજના કલેકટર કચેરીએ ધરણાં

સુરત: પાવાગઢમાં જૈન મૂર્તિઓ ખંડિત થતા સમગ્ર જૈન સમાજમાં રોષ ફેલાયો છે. રોષની જ્વાળા આખા રાજ્યમાં ફેલાઈ છે. સુરતમાં પણ રવિવારની રાતથી જૈન સમુદાય કલેકટર કચેરી ખાતે ધરણાં પર બેઠો છે.

જૈન મહારાજ સાહેબ અને શ્રાવકો શાંતિ પૂર્વક પોતાની માંગ પૂરી કરવા અર્થે ધરણાં કરી રહ્યા છે. કૃત્ય કરનારની જલદી ધરપકડ અને એની સામે સખત કાર્યવાહી કરવાની માંગ છે.

પાવાગઢ મહાકાળી મંદિરનાં જૂનાં પગથિયાંની બાજુમાં સ્થાપિત કરાયેલી 500 વર્ષ જૂની જૈનોના તીર્થંકર નેમિનાથની પ્રતિમાઓને પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા કાઢી લેવામાં આવતા સમગ્ર જૈન સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.જૈનાચાર્યએ પાવાગઢ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અશોક પંડ્યા સામે નારાજગી જાહેર કરી હતી. આ સાથે જૈન મુનિએ આરોપ લગાવ્યો છે કે, દ્વેષબુદ્ધિથી કોઈએ મૂર્તિ તોડી પાડી છે.

(અરવિંદ ગોંડલિયા – સુરત)