Home Blog Page 1668

નોટ આઉટ @ 82 : ‘પદ્મશ્રી’ કુમારપાળભાઈ દેસાઈ

શિરમોર ગુજરાતી લેખક, વિવેચક, કટારલેખક, સંપાદક અને અનુવાદક, ભારતીય સંસ્કૃતિ, જૈનદર્શન અને જૈનસાહિત્યના અભ્યાસી તથા પ્રભાવશાળી વક્તા, અનેક પારિતોષિકથી અલંકૃત અને રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ દ્વારા જેમને ‘પદ્મશ્રી’નો ખિતાબ એનાયત થયો છે તેવા કુમારપાળભાઈ  દેસાઈની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ બોટાદ જિલ્લાના રાણપુરમાં, વતન સાયલા. માતા જયાબહેન. પિતા બાલાભાઈ દેસાઈ (જયભિખ્ખુ), ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ લેખક. કુમારપાળભાઈએ ૧૯૬૩માં બી.એ.,૧૯૬૫માં એમ.એ. થઈ નવગુજરાત કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી. ૧૯૮૦માં ડૉ. ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શન નીચે ‘આનંદઘન : એક અઘ્યયન’ શોધપ્રબંધ લખી ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી. ૧૯૮૩માં ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં જોડાયા. ગુજરાતી વિભાગના અધ્યક્ષ, ભાષાસાહિત્ય ભવનના નિયામક અને ગુજરાત યુનિવર્સિટીના વિનયન વિદ્યાશાખાના ડીન તરીકે સેવાઓ આપીને નિવૃત્ત થયા. અહિંસા-યુનિવર્સિટીની ઍક્ટ-અને-પ્રૉજેક્ટ સમિતિના ચેરમેન, જૈન વિશ્વભારતી ઇન્સ્ટિટ્યૂટના પ્રૉફેસર-એમરિટ્સ અને ગૂજરાત-વિદ્યાપીઠના એડજન્ક્ટ-પ્રૉફેસર તથા Institute of Jainologyના ચેરમેન છે.

‘પદ્મશ્રી’ ખિતાબ ઉપરાંત તેમને ‘શ્રી હેમચંદ્રાચાર્ય એવૉર્ડ’, ઉત્તર-કૅલિફૉર્નિયા જૈન-કેન્દ્ર દ્વારા ‘ગૌરવ-પુરસ્કાર’, ‘જૈન-જ્યોતિર્ધર-એવૉર્ડ’, ‘ગુજરાત-રત્ન-એવૉર્ડ’, ‘જૈન-ગૌરવ એવૉર્ડ’, ‘હેમચન્દ્રાચાર્ય સુવર્ણચંદ્રક’, આરાધ્ય-સન્માન, આચાર્ય-તુલસી-સન્માન(૨૦૧૭), ભદ્રંકર જ્ઞાન-જ્યોત એવોર્ડ(૨૦૧૯), બાળસાહિત્ય પુરસ્કાર, સાહિત્ય અકાદમી, દિલ્હી(૨૦૧૯) જેવા અનેક ચંદ્રકો/સન્માન  મળ્યાં છે. ‘બેસ્ટ સ્પૉર્ટ્સ-જર્નાલિસ્ટ-એવૉર્ડ’, ગુજરાત દૈનિક અખબાર-સંઘ દ્વારા પત્રકારત્વમાં સત્ત્વશીલ લેખન માટે ‘હરિૐ-આશ્રમ એવૉર્ડ’ તેમજ મૂલ્યલક્ષી લેખન માટે શ્રીમદ્-રાજચંદ્ર-આધ્યાત્મિક-સાધના કેન્દ્ર તરફથી ‘સંસ્કૃતિ-સંવર્ધન-એવૉર્ડ’ એનાયત થયા છે. નડિયાદની હ્યુમન-સોસાયટી-ઑફ-ઇન્ડિયાએ ‘લાઇફ-ટાઇમ-એચીવમેન્ટ-એવૉર્ડ’ એમને એનાયત કર્યો છે.

તેઓ પ્રભાવશાળી વક્તા છે. ગુજરાત, ભારત અને આખા વિશ્વમાં (ઇંગ્લૅન્ડ, અમેરિકા, પૂર્વ આફ્રિકા, કૅનેડા, સિંગાપોર, બેલ્જિયમ, હૉંગકૉંગ, મલેશિયા, ઇન્ડોનેશિયા) ઠેર-ઠેર વ્યાખ્યાનો આપ્યાં છે. પર્યુષણ પ્રસંગે અને પરિસંવાદમાં આપેલાં તેમનાં વ્યાખ્યાનો ખૂબ પ્રશંસા પામ્યાં છે. ગુજરાતીના સમર્થ લેખક હોવાની સાથે-સાથે  તેમણે હિન્દી તથા અંગ્રેજીમાં પણ લેખન કર્યું છે.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

આખો દિવસ કામ કર્યા બાદ સપના વગરની સરસ ઊંઘ આવે છે! સવારે  સાડા-છ વાગે ઊઠે. થોડું ચાલે. બે કપ ચા પીએ. 9:00 વાગ્યાથી લેખન-કાર્ય શરૂ કરે. લગભગ ચાર કલાક વાંચવાનું-લખવાનું ચાલે. જમ્યા પછી થોડો આરામ. બપોર બાદ વિશ્વકોષ અથવા વિદ્યાસભામાં જાય. સમાજ-સેવા અને લોક-કલ્યાણનાં કામોમાં સાંજ જાય. રવિવારે સૌથી વધુ કામ કરે!

શોખના વિષયો : 

બહુમુખી વ્યક્તિત્વ છે: વાંચવું-લખવું તો જીવન છે! લોકોને મળવું, સમાજ-સેવા કરવી ગમે. પરિવાર સાથે રહેવું બહુ ગમે અને પૌત્રી મોક્ષા સાથે વાત કરવી બહુ ગમે! રમતગમતનો શોખ. ગુજરાતી-હિંદી-અંગ્રેજી-મરાઠીમાંપ્રગટ થયેલા ‘ભારતીય ક્રિકેટ’ અને ‘ક્રિકેટના વિશ્વવિક્રમો’ તેમજ ‘ક્રિકેટ રમતાં શીખો’ ભાગ ૧-૨ની દોઢ લાખ નકલો રમતપ્રેમીઓએ ખરીદી છે!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત સારી છે. નાનાં-મોટાં ઓપરેશન થયેલાં છે. શાળા-કોલેજમાં હતા ત્યારે રમત-ગમતમાં સક્રિય હતા એટલે શરીર કસાયેલું છે, પણ નિયમિત કસરત કરતા નથી. કામકાજને લીધે ફરવાનું ઘણું થાય પણ સરસ રીતે હરી-ફરી શકાય છે.

યાદગાર પ્રસંગ: 

પિતાનું અવસાન-સંદેશનું છેલ્લું વાક્ય: “અગરબત્તી જેવું જીવન જીવવું.”

પ્રેમાળ માતાની સલાહ:

“સારું જોવું”, કાંટા નહીં, ગુલાબ જોવાં.

“સૌનું જોવું”, આસપાસના લોકોનું ધ્યાન રાખવું,

“ઊંચું જોવું”, પ્રગતિ કરવી.

આ વખતે લગ્ન-તિથિ પર એક અંધ-કન્યાનું કન્યાદાન કર્યું હતું.

જેલના એક કેદીએ તેમને કાગળ લખ્યો: “હું તમારાં પુસ્તકો વાંચું છું. સારો માણસ બનીશ!” બોટાદમાં ફિઝિયો થેરેપીના સેન્ટર સાથે સંકળાયેલા છે. એક યુવાનને જયપુર-ફૂટ ફીટ કર્યા પછી એ દોડીને પ્રેમથી તેમને ભેટ્યો તે હજુ યાદ છે!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

સાથીઓની મદદથી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. Youtube/Google સારી રીતે વાપરે છે. ટેકનોલોજીનો ઉપયોગ લોક-કલ્યાણમાં અને માણસને સારો બનાવવામાં થવો જોઈએ. હવે AI આવશે, તેનાથી ફાયદા થશે, પણ ગેરફાયદા નકારી શકાશે નહીં.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

પરિવર્તન એટલે પ્રગતિ. ઘણું પરિવર્તન થયું છે. મૂલ્યોને ચિંતાજનક ઘસારો લાગ્યો છે. કુટુંબના સંબંધો ઘસાયા છે. આપણા યુવાનો પોતાની ભાષા ભૂલી રહ્યાં છે. પરિવારમાંથી માતાને કાઢી નાખો તો શું થાયઅત્યારની પરિસ્થિતિમાં સાંસ્કૃતિક-મૂલ્યો અને આંતરિક-વિકાસ રૂંધાય છે. નવા રસ્તા શોધવા પડે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

ઘણા પ્રોગ્રામોમાં યુવાનોને મળવાનું થાય. કુમારપાળભાઈને યુવાનોમાં પૂરેપૂરી આશા છે. સખત કામ કરે તો તેમની પાસે વિકાસને ઘણી શક્યતાઓ છે. કુમારપાળભાઈને બે દીકરા(એક દીકરો યુએસ) અને ચાર પૌત્ર-પૌત્રીઓ છે.

સંદેશો :  

જીવનમાં જે પ્રાપ્ત છે તે પર્યાપ્ત છે! જીવનમાં ભરતી-ઓટ તો આવશે જ. સાક્ષીભાવ રાખી આંતરિક પ્રસન્નતા જાળવવા દરેક વ્યક્તિએ પ્રયાસ કરવો જોઈએ.

પંચાંગ 10/07/2024

પાલક ચીઝ કોર્ન બોલ્સ્

પાલક મોટે ભાગે કોઈ ખાવા નથી માગતું. બાળકોને તો જરા પણ ન ભાવે. ત્યારે પાલક સાથે ચીઝ મેળવીને તેના ક્રિસ્પી પાલક ચીઝ કોર્ન બોલ્સ્ બાળકો માટે યમ્મી અને હેલ્ધી ઓપ્શન રહેશે! વળી, આ હેલ્ધી પાલક ચીઝ કોર્ન બોલ્સ્ બનાવીને તમે ડીપ ફ્રીઝમાં 1-2 મહિના સુધી સ્ટોર કરી શકો છો! જ્યારે ખાવા હોય ત્યારે તાત્કાલિક તળીને ગરમાગરમ પીરસી શકો છો!

સામગ્રીઃ  

  • માખણ 3 ટે.સ્પૂન
  • મેંદો 3 ટે.સ્પૂન
  • પાલકના પાન ધોઈને સમારેલાં 2 કપ
  • દૂધ 300 ગ્રામ
  • લીલા મરચાં 2-3
  • કુમળી મકાઈના દાણા 1 કપ
  • કાળા મરી પાઉડર ¼ ટી.સ્પૂન
  • પિઝા સિઝનિંગ 1 ટી.સ્પૂન
  • ચિલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન
  • ખમણેલું પ્રોસેસ ચીઝ 1 કપ
  • મોઝરેલા ચીઝ, બ્રેડ ક્રમ્સ 2-3 કપ

રીતઃ એક પેનને ગેસ પર ગરમ કરી તેમાં માખણ ઓગાળી તેમાં મેંદો મેળવીને એકસરખું તવેથા વડે હલાવતાં રહો. 2-3 મિનિટ બાદ તેમાં થોડું થોડું પણ દૂધ ઉમેરી દો. આ રીતે વ્હાઈટ સોસ તૈયાર કરવું. આ સોસ મધ્યમ ઘટ્ટ હોવું જોઈએ. હવે તેમાં મકાઈના દાણા, સમારેલી પાલક મેળવીને 3-4 મિનિટ બાદ તેમાં સ્વાદ મુજબ મીઠું, ઝીણાં સમારેલાં મરચાં, કાળા મરી પાઉડર, ચિલી ફ્લેક્સ, પિઝા સિઝનિંગ મેળવી દો. હવે તેમાં ખમણેલું ચીઝ મેળવીને 10 મિનિટ સુધી તવેથા વડે હલાવતા રહી, આ મિશ્રણ થોડું ઘટ્ટ થવા આવે એટલે ગેસ બંધ કરીને નીચે ઉતારી લો અને તેને ઠંડું થવા દો. ઠંડું થયા બાદ તે ઘટ્ટ થઈ જશે. હવે તેમાં 1 કપ જેટલાં બ્રેડ ક્રમ્સ થોડા થોડા ઉમેરતાં જઈ સ્પેટુલા વડે મિક્સ કરી લો.

મોઝરેલા ચીઝના નાના ક્યુબ્સ કટ કરી લો.

હવે આ મિશ્રણમાંથી ગોળો લઈ તેને ચપટો આકાર આપી તેમાં મોઝરેલા ચીઝનો ટુકડો ગોઠવીને બંધ કરીને ગોળો વાળી લો.

એક બાઉલમાં કોર્નફ્લોર તેમજ મેંદો લઈ તેમાં થોડું મીઠું તેમજ પાણી મેળવીને ખીરું તૈયાર કરી લો. બીજા બાઉલમાં બ્રેડ ક્રમ્સ લઈ રાખો.

પાલક ચીઝ બોલનો ગોળો લઈ તેને ખીરામાં ડૂબાડીને કાઢી લઈ બ્રેડ ક્રમ્સમાં રોળવી લો. આ રીત બે વાર  કરો. જેથી તે ફાટે નહીં. બધા પાલક ચીઝ બોલ આ રીતે તૈયાર થયા બાદ તેને અડધો કલાક માટે ડીપ ફ્રીઝમાં રાખી લીધા બાદ તળવા માટે લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરી લો. ગેસની આંચ તેજ રાખો. કઢાઈમાં પાલક ચીઝ બોલ નાખ્યા બાદ તેને તરત ફેરવવા નહીં. કારણ તે ફાટી શકે છે. ત્યારબાદ તેને ઉતારી લઈ ટોમેટો કેચ-અપ સાથે પીરસો.

આ પાલક ચીઝ બોલ 2 મહિના સુધી ઝીપ લોક બેગમાં સ્ટોર કરીને ડીપ ફ્રીઝમાં રાખી શકો છો. જ્યારે તળવા હોય તેની પાંચેક મિનિટ પહેલાં બહાર કાઢી લેવા.

૧૦ જુલાઈ, ૨૦૨૪

ગૌતમ ગંભીર બન્યો ટીમ ઈન્ડિયાનો નવો હેડ કોચ

ટીમ ઈન્ડિયાને નવા હેડ કોચ મળ્યી છે અને તમામ અટકળોને સાચી સાબિત કરતા BCCIએ પૂર્વ સ્ટાર ઓપનર ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાની જવાબદારી સોંપી છે. BCCI સેક્રેટરી જય શાહે મંગળવારે 9 જુલાઈએ ગંભીરના નામની જાહેરાત કરી અને ટીમ ઈન્ડિયામાં તેનું સ્વાગત કર્યું. ગયા મહિના સુધી, ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સનો મેન્ટર હતો, જ્યાં તેના નેતૃત્વ હેઠળ, KKR એ 10 વર્ષની લાંબી રાહ જોયા બાદ IPL 2024 નો ખિતાબ જીત્યો હતો.


રાહુલ દ્રવિડનું સ્થાન ગૌતમ ગંભીર કોચ તરીકે લેશે, જેણે T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની જીત સાથે પોતાની સફર સમાપ્ત કરી હતી. કોચ તરીકે ગંભીરની નિમણૂકની લાંબા સમયથી અપેક્ષા હતી. બીસીસીઆઈ તેના મેન્ટર તરીકે કોલકાતા આઈપીએલ ચેમ્પિયન બન્યું ત્યારથી તેના સંપર્કમાં હતું, ત્યારબાદ ગંભીરે ઔપચારિક રીતે અરજી કરી હતી અને પછી ગયા મહિને ક્રિકેટ સલાહકાર સમિતિને ઈન્ટરવ્યુ પણ આપ્યો હતો.

ભારતીય ક્રિકેટ માટે ગંભીર રોલ મોડલ

જય શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં ગંભીરના નામની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે આધુનિક ક્રિકેટમાં ઘણા ફેરફારો થઈ રહ્યા છે અને ગંભીરે આ ફેરફારોને નજીકથી જોયા છે. ગંભીરની મહેનત અને વિવિધ ભૂમિકાઓમાં સફળતાની પ્રશંસા કરતા શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારતીય ક્રિકેટને આગળ લઈ જવા માટે ગંભીર એક આદર્શ વ્યક્તિત્વ છે.

ગૌતમ ગંભીરના સ્પષ્ટ દ્રષ્ટિકોણ અને લાંબા અનુભવને ટીમ ઈન્ડિયા માટે મહત્વપૂર્ણ ગણાવતા શાહે તેને વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ ટીમના કોચ માટે યોગ્ય પસંદગી ગણાવી હતી અને તેને BCCI તરફથી સંપૂર્ણ સમર્થનની ખાતરી પણ આપી હતી.

રાહુલ દ્રવિડ નવેમ્બર 2021માં ટીમ ઈન્ડિયાના કોચ બન્યા હતા અને તેમને 2 વર્ષનો કાર્યકાળ આપવામાં આવ્યો હતો. દ્રવિડનો સમય ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલ સાથે સમાપ્ત થઈ ગયો હતો, પરંતુ તેમ છતાં, BCCIએ તેને T20 વર્લ્ડ કપ સુધી એક્સટેન્શન આપ્યું હતું. જોકે, ગંભીરને શરૂઆતથી જ લાંબો કાર્યકાળ મળશે. જ્યારે બીસીસીઆઈએ મે મહિનામાં નવા મુખ્ય કોચ માટે જાહેરાત બહાર પાડી ત્યારે તેણે સ્પષ્ટ કર્યું હતું કે નવા કોચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2027 સુધી એટલે કે સાડા ત્રણ વર્ષનો રહેશે.

ભારતીય ટીમના કોચ બન્યા બાદ ગંભીરની પહેલી પ્રતિક્રિયા

છેલ્લા ઘણા સમયથી જે અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું તે આખરે સાચું પડ્યું છે. ટીમ ઈન્ડિયાને નવો હેડ કોચ મળ્યો છે. ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો નવો હેડ કોચ બન્યો છે. ગૌતમ ગંભીરે રાહુલ દ્રવિડની જગ્યા લીધી જેનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ બાદ સમાપ્ત થયો. દ્રવિડના કાર્યકાળમાં ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ ચેમ્પિયન બની હતી અને હવે આ જીતના માત્ર 11 દિવસ બાદ જ ગૌતમ ગંભીરના રૂપમાં ટીમને નવો હેડ કોચ મળ્યો છે. ગૌતમ ગંભીરે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનતાની સાથે જ એક મહત્વપૂર્ણ વાત કહી છે. તેમણે દેશના 140 કરોડ લોકોને વચન આપ્યું છે.

ગૌતમનું ‘ગંભીર’ વચન

ગૌતમ ગંભીરે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનતાની સાથે જ દેશના કરોડો ક્રિકેટ ચાહકોને શ્રેષ્ઠ પ્રયાસ કરવાનું વચન આપ્યું હતું. ગંભીરે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘ભારત મારી ઓળખ છે અને મારા દેશની સેવા કરવી એ મારા જીવનનો સૌથી મોટો વિશેષાધિકાર રહ્યો છે. હું અલગ કેપ પહેરી હોવા છતાં પાછા ફરવા બદલ સન્માન અનુભવું છું. પરંતુ મારો ધ્યેય એ જ છે જે હંમેશા રહ્યો છે, દરેક ભારતીયને ગર્વ થાય. વાદળી જર્સી પહેરેલા ખેલાડીઓના ખભા પર 1.4 અબજ ભારતીયોના સપના છે અને હું આ સપનાને સાકાર કરવા માટે બધું જ કરીશ.

ગંભીર પાસેથી ઘણી અપેક્ષાઓ છે

ગૌતમ ગંભીરને આવી જ જવાબદારી આપવામાં આવી નથી. ગંભીર લાંબા સમયથી ટીમ ઈન્ડિયા માટે રમ્યો છે. એક બેટ્સમેન તરીકે તેણે ટીમ ઈન્ડિયાને 2007માં T20 વર્લ્ડ કપ અને 2011માં વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સાથે તેણે 6 મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી અને દરેક મેચ જીતી. મતલબ કે ભારતીય કેપ્ટન તરીકે તેની સફળતાનો દર 100 ટકા છે. આ સિવાય આ ખેલાડી કેપ્ટન તરીકે બે વખત IPL જીતી ચૂક્યો છે. તાજેતરમાં, એક માર્ગદર્શક તરીકે, તેણે KKRને ત્રીજી વખત IPL ચેમ્પિયન બનાવ્યું. તે સ્પષ્ટ છે કે ગૌતમ ગંભીરમાં ટૂર્નામેન્ટ જીતવાની અને જીતવાની પ્રતિભા છે અને આશા છે કે તેના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ, ચેમ્પિયન્સ ટ્રોફી, T20 વર્લ્ડ કપ 2026 અને વર્લ્ડ કપ 2027 પણ જીતશે.

PM મોદીને રશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાની બે દિવસીય મુલાકાતે છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલ’થી નવાજવામાં આવ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પીએમ મોદીને આ સન્માન આપ્યું છે. પીએમ મોદીએ આ સન્માનને ભારતના 140 કરોડ લોકોનું સન્માન ગણાવ્યું છે. ભારત અને રશિયા વચ્ચેની ભાગીદારી અને મિત્રતાને વધુ મજબૂત કરવાના તેમના પ્રયાસોને કારણે વડાપ્રધાન મોદીને આ સન્માન આપવામાં આવ્યું છે. સેન્ટ એન્ડ્રુને ઈસુના પ્રથમ પ્રેરિત અને રશિયાના આશ્રયદાતા સંત માનવામાં આવે છે. તેમના માનમાં, આ એવોર્ડ પીટર ધ ગ્રેટ દ્વારા વર્ષ 1698 માં શરૂ કરવામાં આવ્યો હતો. આ સન્માન સૌથી ઉત્કૃષ્ટ નાગરિક અથવા લશ્કરી યોગ્યતા માટે આપવામાં આવે છે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને સેન્ટ એન્ડ્ર્યુના ગ્રાન્ડ હોલ ઓફ ધ ઓર્ડરમાં આયોજિત ભવ્ય સમારોહ દરમિયાન પીએમ મોદીને આ સન્માનથી નવાજ્યા હતા. આ હોલનો ઉપયોગ સદીઓથી રશિયામાં માત્ર વિશેષ કાર્યો માટે જ થતો આવ્યો છે. વડાપ્રધાન મોદીને એવોર્ડ એનાયત કર્યા બાદ રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે તેમને આ સન્માન આપીને તેઓ ખૂબ જ ખુશ છે.

સન્માનિત થયા બાદ PM મોદીએ શું કહ્યું?

રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત થયા બાદ પીએમ મોદીએ કહ્યું, ‘રશિયાના સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત થવા બદલ હું તમારો આભાર માનું છું. આ માત્ર મારું જ નહીં પરંતુ 140 કરોડ ભારતીયોનું સન્માન છે. આ ભારત અને રશિયા વચ્ચે વર્ષો જૂની મિત્રતાને શ્રદ્ધાંજલિ છે. છેલ્લા અઢી દાયકાથી તમારા નેતૃત્વમાં ભારત અને રશિયા વચ્ચેના સંબંધો દરેક દિશામાં મજબૂત થયા છે અને દરેક વખતે નવી ઊંચાઈએ પહોંચી રહ્યા છે. બંને દેશો વચ્ચે તમે જે વ્યૂહાત્મક સંબંધો બાંધ્યા હતા તે સમયની સાથે વધુ મજબૂત બન્યા છે.

સેશન્સ કોર્ટે લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીના જામીન રદ કર્યા

ભચાઉ: કચ્છનાં ભચાઉ નજીક થોડા સમય પહેલા પોલીસકર્મીની હત્યાનો પ્રયાસ કરનાર મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીની પોલીસે અટકાયત કરી છે. ભચાઉ સ્ટેશન કોર્ટે નીતા ચૌધરીને નીચલી કોર્ટે આપેલા જામીન રદ્દ કરવાનો આદેશ કર્યો છે. હત્યાનાં પ્રયાસમાં નીચલી કોર્ટે આપેલા જામીનને સેશન્સ કોર્ટે રદ્દ કર્યા છે.

ભચાઉ પોલીસને બાતમી મળી હતી કે ભચાઉ નજીક સફેદ રંગની થાર કારમાં કેટલાંક લોકો દારૂની હેરાફેરી કરી રહ્યા છે. જેના આધારે સફેદ રંગની થારને પકડી પાડી હતી. જેમાં બુટલેગર યુવરાજ સિંહ સાથે લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી બેઠી હતી. પોલીસકર્મીઓ કારની નજીક પહોંચ્યા કે તરત જ ચાલકે તેમને કચડવાના પ્રયાસ કર્યો હતો અને થાર ગાડી ભાગવી મૂકી હતી. બાદમાં થાર કારને રોકવા માટે અન્ય પોલીસકર્મીઓએ કારની પાછળ ગોળીબાર કર્યો હતો. કાર્યવાહી દરમિયાન કારની અંદરથી દારૂની બોટલો મળી હતી.ધરપકડ કરાયેલ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી છે, પૂર્વ કચ્છના ગાંધીધામમાં CID ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં તૈનાત છે. મહિલા કોન્સ્ટેબલ સાથે ઝડપાયેલા બુટલેગર સામે દારૂની હેરાફેરી સહિત 16થી વધુ ગુના નોંધાયેલા છે. પોલીસે બંને ગુનેગારોની ધરપકડ કરી છે. બંને સામે પોલીસકર્મીઓની હત્યાના પ્રયાસ સહિત ગેરકાયદેસર દારૂની હેરાફેરીની કલમો નોંધવામાં આવી છે.

અનંત અંબાણીના લગ્ન છોડી ન્યુયોર્કમાં આ વ્યક્તિ સાથે ફરે છે શાહરુખ

મુંબઈ: બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન આ દિવસોમાં ન્યૂયોર્કમાં વેકેશન માણી રહ્યા છે. આ દરમિયાન તેની લાડલી સુહાના પણ તેની સાથે હાજર છે. હાલમાં જ ન્યૂયોર્કથી પિતા-પુત્રીની એક તસવીર સામે આવી છે, જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં પિતા-પુત્રી ન્યૂયોર્કમાં ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળે છે.

અનંત અંબાણીના લગ્નના ફંકશનો પણ શરૂ થયા છે. જયાં બૉલિવૂડનૂ હસ્તીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. પરંતુ શાહરુખ ન્યૂયોર્કમાં હોવાથી અંબાણીના ઘરે ફંક્શનમાં હાજરી આપી શક્યા નહીં.

શાહરૂખ ખાન ન્યૂયોર્કમાં પુત્રી સાથે જોવા મળ્યા

 

View this post on Instagram

 

A post shared by SRK WARRIORS (@teamsrkwarriors)

શાહરૂખ ખાનની જે તસવીર વાયરલ થઈ રહી છે તેમાં તે સુહાના ખાન સાથે શોપિંગ કરતો જોવા મળી રહ્યા છે. તસવીરમાં અભિનેતા કેશ કાઉન્ટર પર બિલ ચૂકવતા દેખાય છે. સુહાના નજીકમાં ઊભી છે અને ફોન પર કોઈની સાથે વાત કરી રહી છે. આ દરમિયાન શાહરૂખ ખાન બ્લેક લુકમાં એકદમ ડેશિંગ લાગે છે. તેના લુકને શાનદાર બનાવવા માટે તેણે કેપ પહેરી છે. સુહાના ફ્લોરલ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ તસવીર સિવાય શાહરૂખ ખાનની બીજી તસવીર સામે આવી છે, જેમાં તે હાથમાં જૂતા પકડેલો જોવા મળી રહ્યા છે. ન્યૂયોર્કથી સામે આવેલ કિંગ ખાનની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

શાહરૂખ ખાનનો વર્કફ્રન્ટ

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે શાહરૂખ ખાને ત્રણ બ્લોકબસ્ટર ફિલ્મો (પઠાણ, જવાન અને ડંકી) બેક ટુ બેક આપી છે. હવે શાહરૂખ ખાન તેની આગામી ટાઈટલ ફિલ્મ ‘કિંગ’ની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મમાં તે તેની પુત્રી સુહાના ખાન સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળશે. ફિલ્મ ‘કિંગ’નું નિર્દેશન સુજોય ઘોષ કરશે અને એક્શનની જવાબદારી સિદ્ધાર્થ આનંદને આપવામાં આવી છે. રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને સિદ્ધાર્થ આનંદની માર્ફ્લિક્સ એન્ટરટેઈનમેન્ટ સંયુક્ત રીતે તેનું નિર્માણ કરશે.

બજેટમાં JDU, TDPએ રાજ્યો માટે માગી મસમોટી ફાળવણી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર 23 જુલાઈએ સંસદમાં બજેટ રજૂ કરશે. આ વખતનું બજેટ ગઠબંધન સરકાર માટે એક અગ્નિપરીક્ષા સમાન છે. એક બાજુ બજેટ રજૂ કરતાં પહેલાં નાણાપ્રધાન સરકારી ખર્ચને અંકુશમાં રાખવા માટે બધાં રાજ્યોની સરકારી માગોને સંતુલિત કરવાની રહેશે, જ્યારે બીજી બાજુ, NDA સરકારમાં સામેલ નીતીશકુમારે બિહારમાં પ્રોજેક્ટો માટે બજેટમાં રૂ. 30,000 કરોડની માગ કરી છે, જ્યારે ચંદ્બબાબુ નાયડુએ પણ મોટી રકમની માગ કરી છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

આ મામલાના જાણકાર લોકોએ જણાવ્યું હતું કે JDUના અધ્યક્ષ અને CM નીતીશકુમારે ગયા મહિને નાણાપ્રધાન નિર્મલા સીતારામન સામે બજેટ પૂર્વેની બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. બીજા બાજુ TDPએ આંધ્ર પ્રદેશ માટે આગામી કેટલાંક વર્ષોમાં 12 અબજ ડોલરથી વધુની મદદ આપવા વિનંતી કરી છે. બંને પક્ષોની આ માગ એકઠી કરીએ તો એ સરકારના વાર્ષિક ખાદ્ય સબસિડી બજેટ 2.2 ટ્રિલિયન રૂપિયાના અડધાથી પણ વધુ છે. આમ મોદી સરકાર પર રાજકોષીય દબાણ વધી ગયું છે.

આર્થિક તંગીથી ઝઝૂમતા બિહાર, આંધ્ર પ્રદેશ

બિહાર અને આંધ્ર પ્રદેશ બંને રાજ્યો હાલ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે, જેનાથી વિકાસ પ્રોજેક્ટ પર ખર્ચ કરવાની તેમની ક્ષમતા ઘટી છે. સત્તાવાર આંકડા અનુસાર પગાર, પેન્શન અને વ્યાજ ચુકવણી પર બિહારનો ખર્ચ રાજ્યની આવકના 40 ટકાથી વધુ થાય છે. વળી, પૂર્વોત્તર રાજ્ય દેશના સૌથી ગરીબ રાજ્યોમાંનું એક છે. આ સાથે આંધ્ર પ્રદેશની પણ હાલત કથળેલી છે.