Home Blog Page 1657

મુંબઈ: શિબિરમાં કલાપ્રેમીઓને જૂની રંગભૂમિનાં ગીતોનું જ્ઞાન પીરસાયું

મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ક.જ.સોમૈયા કૉલેજના સહયોગથી 11 જુલાઈના રોજ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રંગભૂમિના ગીતો એ સુગમ સંગીત નથી. સુગમ સંગીત બેસીને ગવાય. જૂની રંગભૂમિનાં ગીતોમાં ગાન પણ છે અને અભિનય પણ છે,’એવું ગુજરાતી તખ્તાના, સિરિયલના તથા ફિલ્મોના વરિષ્ઠ કલાકાર ઉત્કર્ષ મઝુમદારેમાં આ શિબિરમાં જણાવ્યું હતું.એ સમયે સંવાદ પણ ઊંચા સ્વરે બોલાતા અને ગાન પણ મોટેથી થતું, કારણ ભજવણી વખતે માઈક ન હતાં ‘ એવું એમણે ઉમેર્યું હતું.

જૂની રંગભૂમિના સંવાદ બોલાવડાવીને ગાયકે પોતાના કોચલામાંથી કઈ રીતે બહાર આવવાનું છે એ એમણે શીખવ્યું હતું. એમણે કહ્યું હતું કે રજૂઆત કરનાર શ્રોતાથી એક ફૂટ ઉપર મંચ પર ઊભો છે એટલે કલાકારની ઉચ્ચતા, એનો આત્મવિશ્વાસ એની રજૂઆતમાં દેખાવો જોઈએ.

વરિષ્ઠ કલાકાર મીનળ પટેલે પણ શિબિરનાં સહભાગીઓને ‘નાગરવેલીઓ રોપાવ તારા રાજમહેલોમાં ‘ગીત સાભિનય રજૂ કરી સમજાવ્યું હતું. એમના સહજતાથી શીખવેલા ગીતને વિદ્યાર્થીનીઓએ મિનીટોમાં આત્મસાત કરી મંચ પરથી રજૂ કર્યું હતું.મીનળબહેને સહુને જણાવ્યું હતું કે કલાકાર આ અવકાશના રાજા છે એટલે હાથની, શરીરની મુવમેન્ટ સિમીત ન રાખવી અને દિલ ઠાલવી ગીત સાથે અભિનય કરવો.

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના કાર્યાધ્યક્ષ સ્નેહલ મઝુમદાર પોતે સારા ગાયક તથા સંતુરવાદક છે. એમણે પણ માસ્ટર અશરફખાનની લોકપ્રિયતાની વાત કરી ‘ એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી ‘ ગીતનાં બે સ્વરાંકન રજૂ કર્યાં.

આ અગાઉ કાર્યક્રમની ભૂમિકા બાંધતા સંજય પંડ્યાએ જણાવ્યું હતું કે,’લોકકલાની વાત કરીએ તો ભવાઈને 14મી સદીમાં અસાઈત ઠાકરે પ્રચલિત કરી. ગુજરાતની આ લોકકલા સદીઓથી ટકી રહી છે. છેક ઓગણીસમી સદીના છઠ્ઠા સાતમા દાયકામાં પારસીઓએ પારસી ગુજરાતી નાટકો ભજવવા શરૂ કર્યા. 1878માં ગુજરાતી નાટક ભજવવાનાં શરૂ થયાં જેમાં ગીતોનું પ્રાધાન્ય હતું. આજનો વિદ્યાર્થી ૩૦ વર્ષ પછી પણ આપણા આ કલાકારોની માફક નવી પેઢીને રંગભૂમિના જૂનાં ગીતો શીખવી શકે એ અમારો આશય છે ‘

ક.જે.સોમૈયા મહાવિદ્યાલય તરફથી ડૉ.પવારે પણ શિબિરના સહભાગીઓને પ્રોત્સાહિત કર્યા હતાં.એમણે કહ્યું કે વાંચન તમારા ચિત્તને વધુ સતેજ બનાવે છે, ધારદાર બનાવે છે પણ ગાન અને અભિનય,બુદ્ધિ સાથે તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો કરે છે.મહાવિદ્યાલયનાં ડૉ. હિતેશ પંડ્યા, ડૉ.પ્રીતિ દવે તથા પ્રો.સાગર ચોટલિયા તથા એમનાં વિદ્યાર્થીઓએ આયોજનમાં પુરો સહકાર આપ્યો હતો.હાર્મોનિયમ પર સંગત કાનજીભાઈ ગોઠીએ કરી હતી.અકાદમીના સભ્ય નિરંજન પંડ્યા પણ ઉપસ્થિત હતા.કાર્યક્રમના પ્રોડક્શન ઈનચાર્જ નીલેશ પટેલ હતા.

આ શિબિરમાં વિદ્યાર્થી અને વયસ્કો મળીને આશરે 50 જેટલા કલાપ્રેમીઓએ ભાગ લીધો હતો. આ શિબિરનો બીજો ભાગ 18 જુલાઈએ યોજાશે. સંગીત તથા ગાનમાં રસ ધરાવતા ભાવકો કે.જે.સોમૈયા કલા અને વાણિજ્ય મહાવિદ્યાલય, વિદ્યાવિહારની શિબિરમાં હાજરી આપી શકે છે.

ચૂંટણી બાદ પહેલીવાર મુંબઈમાં PM મોદી, કરોડોના પ્રોજેક્ટનું કર્યુ ઉદ્ધાટન

મુંબઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે PM મોદીનું સ્વાગત કર્યું. પીએમ મોદીએ મહારાષ્ટ્રમાં રૂ. 29,400 કરોડથી વધુના ખર્ચના અનેક પ્રોજેક્ટ લોન્ચ કર્યા. આ સાથે પીએમ મોદીએ રાષ્ટ્રને સમર્પિત ઘણી યોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો છે.

 

પીએમ મોદીએ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ આજે પહેલીવાર મહારાષ્ટ્રનો પ્રવાસ કર્યો છે.વડાપ્રધાન મોદીએ મુંબઈના પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોને જોડતા ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટ (તબક્કો III) હેઠળ સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન હેઠળ ટ્વીન ટનલનો શિલાન્યાસ કર્યો હતો. ગોરેગાંવના નેસ્કો એક્ઝિબિશન સેન્ટરમાં આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે આજે મુંબઈમાં શરૂ થયેલા વિકાસ પ્રોજેક્ટથી કનેક્ટિવિટી વધશે. શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર સુધારો થશે. જેનો શહેરની જનતાને ઘણો ફાયદો થવાનો છે.

મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં નોકરીઓનું સર્જન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘આજે મને મહારાષ્ટ્ર અને મુંબઈ માટે 3 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવાની તક મળી છે. આ પ્રોજેક્ટ્સ મુંબઈ અને આસપાસના વિસ્તારોની કનેક્ટિવિટીમાં વધુ સુધારો કરશે. રોડ અને રેલ પ્રોજેક્ટ્સ ઉપરાંત, તેમાં મહારાષ્ટ્રના યુવાનોના કૌશલ્ય વિકાસ માટેની વિશાળ યોજનાનો પણ સમાવેશ થાય છે. તેનાથી મહારાષ્ટ્રમાં પણ મોટી સંખ્યામાં રોજગારીનું સર્જન થશે. માત્ર 2-3 અઠવાડિયા પહેલા કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર માટે વાધવન પોર્ટને પણ મંજૂરી આપી દીધી છે. 76 હજાર કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ અહીં 10 લાખથી વધુ નોકરીઓનું સર્જન કરશે.

મહારાષ્ટ્રમાં સમૃદ્ધ ભવિષ્યનું સ્વપ્ન છે

પીએમ મોદીએ કહ્યું કે મહારાષ્ટ્રનો ભવ્ય ઇતિહાસ છે. મહારાષ્ટ્ર પાસે મજબૂત વર્તમાન છે. મહારાષ્ટ્રમાં સમૃદ્ધ ભવિષ્યનું સ્વપ્ન છે. આ સાથે તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે જેની વિકસિત ભારતના નિર્માણમાં મોટી ભૂમિકા છે. દેશની જનતા સતત ઝડપી વિકાસ ઈચ્છે છે. આગામી 25 વર્ષમાં ભારતનો વિકાસ થવાનો છે.

દેશની જનતા ઝડપી વિકાસ ઈચ્છે છે – પીએમ મોદી

પીએમએ કહ્યું કે 21મી સદીના ભારતની આકાંક્ષાઓ હાલમાં ખૂબ ઊંચા સ્તરે છે. આ સદીમાં લગભગ 25 વર્ષ વીતી ગયા. દેશની જનતા ઝડપી વિકાસ ઈચ્છે છે. આગામી 25 વર્ષમાં ભારતને વિકસિત બનાવવા માંગે છે.

એનડીએ સરકાર વંચિતોને પ્રાધાન્ય આપે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે એનડીએ સરકારનું વિકાસ મોડલ વંચિતોને પ્રાથમિકતા આપવાનું રહ્યું છે. અમારી સરકાર એવા લોકોને પ્રાથમિકતા આપી રહી છે જે દાયકાઓથી છેલ્લી લાઇન પર છે. નવી સરકારે શપથ લેતાની સાથે જ ગરીબો અને ખેડૂતો માટે કાયમી મકાનો સાથે જોડાયેલા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે.

કોંગ્રેસ પ્રમુખ જેલમાં રહેલા કાર્યકર્તાઓના પરિવારને મળ્યા..

અમદાવાદ: વિપક્ષ નેતા અને કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના વિવાદીત નિવેદનથી ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું. જેમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામ-સામે આવી ચૂક્યા હતા. આ ઘર્ષણ બાદ બંને પક્ષો સામે બે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના પાંચ કાર્યકર્તા હાલ સુધી જેલમાં છે.

જ્યારે આ કાર્યકર્તાઓની જામીનની અરજી કોર્ટે ના મંજૂર કર હતી. જે બાદ આજે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓની ધરપકડ થયેલ અને જેલમાં છે તેઓના ઘરે જઈને એમના પરિવારજનો સાથે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ મુલાકાત કરી ને સાંત્વના આપી હતી.

આજે અમદાવાદ શહેરના કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્યા હિંમતસિંહ પટેલ કોંગ્રેસના કાર્યકર્તાના ઘરે પહોંચ્યા હતા. તેમના પરિવારજનોને તમામ કાયદાકીય રીતે આગળની કાર્યવાહી અને હાઈકોર્ટમાં જે અપીલ થઈ રહી છે, તેનાથી અવગત કરાવ્યા હતા.

કોર્ટમાં વહેલામાં વહેલી તકે જામીન મળે, તે માટે આગળની કાર્યવા  હી કોંગ્રેસ પક્ષ દ્વારા અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનાં માર્ગદર્શન હેઠળ સિનિયર એડવોકેટોની આખી ટીમ કરી રહી છે. તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલએ તેમના પરિવાર સાથે દુઃખમાં સાથે રહીને સર્વ પરિવારોને હૈયા ધરણાં આપેલ છે. આ સાથે કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનો પણ હાજર રહ્યાં હતાં.

13 બેઠકોની પેટાચૂંટણીએ ભાજપનું ટેન્શન કેમ વધાર્યું?

સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આવી ગયા છે. ભારત ગઠબંધનને 10 બેઠકો મળી છે. બે બેઠક પર ભાજપ અને એક બેઠક પર અપક્ષનો વિજય થયો છે. આ ચૂંટણીમાં ભાજપને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. લોકસભા ચૂંટણીમાં હિમાચલ અને ઉત્તરાખંડમાં ક્લીન સ્વીપ કરનાર ભાજપને ચાર સીટો પર હારનો સામનો કરવો પડ્યો છે. ચાલો જાણીએ આ ચૂંટણી પરિણામોથી કોને ફાયદો થયો અને કોને નુકસાન…

હિમાચલ પ્રદેશની ત્રણ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં સીએમ સુખવિંદર સિંહ સુખુનો પ્રભાવ અકબંધ રહ્યો હતો. તે જ સમયે, તેમની સરકાર પર તોળાઈ રહેલો ખતરો પણ ટળી ગયો છે. હકીકતમાં રાજ્યસભાની ચૂંટણીમાં છ ધારાસભ્યોના બળવા બાદ સરકાર સંકટમાં આવી ગઈ હતી. પરંતુ પેટાચૂંટણીમાં જીત સાથે આ ખતરો ટળી ગયો છે.

હવે હિમાચલ વિધાનસભામાં કુલ ધારાસભ્યોની સંખ્યા 68 થઈ ગઈ છે. જેમાં કોંગ્રેસના 40 અને ભાજપના 28 ધારાસભ્યો છે. ગત વખતે હિમાચલ પ્રદેશની આ ત્રણ બેઠકો પર અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી જીતી હતી. પરંતુ આ વખતે કોંગ્રેસને બે અને ભાજપને એક બેઠક મળી છે.

દેહરા વિધાનસભા

કોંગ્રેસના ઉમેદવાર અને સીએમ સુખવિંદર સિંહ સુખુની પત્ની કમલેશ ઠાકુરે ભાજપના ઉમેદવાર હોશિયાર સિંહને 9399 મતોથી હરાવ્યા.

નાલાગઢ વિધાનસભા

કોંગ્રેસના ઉમેદવાર હરદીપ સિંહ બાવાએ ભાજપના ઉમેદવાર કેએલ ઠાકુરને 8990 મતોથી હરાવ્યા.
હમીરપુર વિધાનસભાઃ ભાજપના ઉમેદવાર આશિષ શર્માએ કોંગ્રેસના ઉમેદવાર પુષ્પિન્દર વર્માને 1571 મતોથી હરાવ્યા છે.

ઉત્તરાખંડમાં ભાજપે બંને બેઠકો ગુમાવી

ઉત્તરાખંડમાં બદ્રીનાથ અને મેંગ્લોર બંને બેઠકો પર ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. મેંગ્લોર સીટ પર ભાજપના ઉમેદવાર કરતાર સિંહ ભડાનાને કોંગ્રેસના ઉમેદવાર કાઝી મોહમ્મદ નિઝામુદ્દીનએ 422 મતોથી હરાવ્યા હતા. બદ્રીનાથ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર લખપત સિંહ બુટોલાએ ભાજપના રાજેન્દ્ર ભંડારીને 5224 મતોથી હરાવ્યા હતા. મેંગલોર સીટ ગત વખતે બસપાના ફાળે ગઈ હતી. બદ્રીનાથ સીટ અગાઉ પણ કોંગ્રેસના ખાતામાં હતી.

પેટા ચૂંટણીનાં પરિણામોઃ NDAને આંચકો, ઇન્ડિયા ગઠબંધનનો સપાટો

નવી દિલ્હીઃ સાત રાજ્યોમાં 13 વિધાનસભાની સીટો પર થયેલી પેટા ચૂંટણીમાં ભાજપને મોટો આંચકો લાગ્યો છે. ભાજપના નેતૃત્વાવાળા NDA ગઠબંધનને માત્ર બે સીટો પર જીત હાંસલ થઈ છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધને સપાટો બોલાવ્યો છે. ઇન્ડિયા ગઠબંધનને ફાળે 10 બેઠકો ગઈ છે, જ્યારે એક સીટ અપક્ષને ફાળે ગઈ છે.  ભાજપે જે બે સીટો પર જીત હાંસલ કરી છે, એમાં હિમાચલ પ્રદેશની હમીરપુર અને મદ્ય પ્રદેશની અમરવાડા સીટ છે. આ બંને સીટો પર ભાજપની જીતનું અંતર બહુ ઓછું છે.

દેશનાં બિહાર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશની 13 વિધાનસભા બેઠકો પર 10 જુલાઈએ યોજાયેલી પેટાચૂંટણીનાં પરિણામો જાહેર થઈ ગયા છે. આ પેટાચૂંટણીમાં NDAને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપ માત્ર બે બેઠકો જીતી શકી હતી. જ્યારે કોંગ્રેસ અને TMCને 4-4 બેઠકો મળી છે. જલંધર બેઠક પર આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે. તો બિહારની રૂપૌલી વિધાનસભા બેઠક અપક્ષના ખાતામાં ગઈ છે.હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે ત્રણમાંથી બે બેઠકો જીતી છે. દેહરા સીટ પરથી મુખ્ય મંત્રી સુખુનાં પત્નીએ 9399 મતોથી ચૂંટણી જીતી હતી.

TMCએ રાજ્યની ચાર વિધાનસભા બેઠકો પર ક્લીન સ્વીપ કર્યું છે. રાયગંજ, બાગદા, રાણાઘાટ અને માનિકતલા બેઠકો પર TMCના ઉમેદવારોએ શાનદાર જીત મેળવી છે.જલંધર પશ્ચિમ બેઠક પરથી આમ આદમી પાર્ટીના મોહિન્દર ભગતે બીજેપીની શીતલ અંગુરાલને લગભગ 37, 000 મતોથી હરાવ્યા છે. બિહારની રૂપૌલી સીટ પર મોટો અપસેટ થયો છે, અહીં JDU અને RJD જેવી પાર્ટીઓને પાછળ છોડીને અપક્ષ ઉમેદવાર શંકર સિંહની જીત થઈ છે. જ્યારે તામિલનાડુની વિકરાવંડી સીટ પર  DMKએ જીત મેળવી છે, જ્યારે મધ્ય પ્રદેશની અમરવાડા સીટ પર  ભાજપના કમલેશ શાહની જીત થઈ છે.

ચૂંટણી પંચે બિહાર, તામિલનાડુ અને મધ્ય પ્રદેશની એક સીટ, ઉત્તરાખંડની બે સીટ, હિમાચલ પ્રદેશની ત્રણ સીટો અને ઉત્તરાખંડની ચાર સીટો પર 10 જુલાઈએ પેટા ચૂંટણી કરાવી હતી.

 

રાહુલ ગાંધીએ પેટાચૂંટણીના પરિણામોને લઈને આપ્યું મોટું નિવેદન

દેશના સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસ તેના પ્રદર્શનથી ઉત્સાહિત છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, 7 રાજ્યોમાં યોજાયેલી પેટાચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે ભાજપ દ્વારા વણાયેલી ભય અને મૂંઝવણની જાળ તૂટી ગઈ છે. ખેડૂતો, યુવાનો, મજૂરો, વેપારીઓ. અને દરેક વર્ગ સહિત કર્મચારીઓ સરમુખત્યારશાહીનો સંપૂર્ણ નાશ કરવા અને ન્યાયનું શાસન સ્થાપિત કરવા માંગે છે.

જનતા ભારત ગઠબંધનની સાથે છે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે લોકો હવે તેમના જીવનની સુધારણા અને બંધારણની રક્ષા માટે સંપૂર્ણપણે ભારત ગઠબંધન સાથે ઉભા છે. 13 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં ઈન્ડિયા એલાયન્સે 10 બેઠકો કબજે કરી છે. જ્યારે ભાજપ માત્ર બે બેઠકો જીતી શકી હતી.

પેટાચૂંટણીમાં ઈન્ડિયા એલાયન્સ અને કોંગ્રેસના સારા પ્રદર્શન પર પાર્ટી અધ્યક્ષ મલ્કાર્જુન ખડગેએ કહ્યું કે આ પરિણામ મોદી-શાહની ઘટી રહેલી રાજકીય વિશ્વસનીયતાનો મજબૂત પુરાવો છે. તેમણે X પર પોસ્ટ કરીને કહ્યું, “અમે વિધાનસભા પેટાચૂંટણીના સકારાત્મક પરિણામો માટે લોકો સમક્ષ નમીએ છીએ. જ્યાં પણ તેઓએ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને મત આપ્યો છે, અમે આ માટે તેમનો હૃદયપૂર્વક આભાર અને આભાર વ્યક્ત કરીએ છીએ.”

CMને દોઢ મહિને અમારી યાદ કેમ આવી? રાજકોટ અગ્નિકાંડના પીડિતોનો આક્રોશ

રાજકોટ અગ્નિકાંડમાં 27 માસૂમ લોકોના જીવ હોમાયા હતા. જે બાદ રાજ્ય સરકાર પાસે પિડીત પરિવાર ન્યાયની માગ વારંવાર લગાવી રહ્યું છે. ત્યારે રાજકોટ અગ્નિકાંડના પિડીત પરિવારો સાથે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી હતી. જે બાદ આજે રાજકોટમાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પીડિત પરિવારોને સાથે રાખી એક પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે પીડિત પરિવારોને રાહુલ ગાંધી મળ્યા અને જરૂર પડ્યે યોગ્ય સમયે સાંસદમાં પણ મુદ્દો ઉઠાવશે એવું કહેતાં ભાજપ સરકારને પીડિત પરિવારોની યાદ આવી અને તેમને બોલાવી માત્ર આશ્વાસન આપી આવેદન સ્વીકાર્યું હતું. ત્યારે પત્રકાર પરિષદમાં એક પિડીત પરિવારના સભ્ય કહ્યું કે મુખ્યમંત્રી સાથેની મુલાકત બાદ અને સંતોષ નથી.

પીડિત પરિવારના તુષાર ધોરેચાએ જણાવ્યું હતું કે મારા ભાઈનો જીવા આ અગ્નિકાંડમાં ગયો છે. ભાજપના કોર્પોરેટરથી લઈ ધારાસભ્ય કે સાંસદ સુધી કોઈને અમારી યાદ આવી નથી. રાહુલ ગાંધી અમને મળ્યા એટલે દોઢ મહિના બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમને મળ્યા છે. અમે તેમની સમક્ષ અલગ 12 મુદ્દાની રજૂઆત તેમના સમક્ષ મૂકી છે. અમે 10 પરિવારે સહી કરી આ 12 મુદ્દાની રજૂઆત ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને લેખિતમાં કરી છે. હજુ સુધી અમારી કોઈ માગ સંતોષવામાં આવી નથી. માત્ર અમને મળવા ખાતર મળી આશ્વાસન આપી દીધું છે. અમને લાગતું નથી કે સરકાર અમારી માગણી પર કોઈ કામ કરી અમને ન્યાય આપે..

વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ વીડિયો-કોન્ફોરન્સ માધ્યમથી પીડિત પરિવારો સાથે સંવાદ કર્યો, રૂબરૂ મુલાકાત કરી એટલે પછી પીડિત પરિવારોને મુખ્યમંત્રી આવાસ ખાતે બોલાવવામાં આવ્યા, પણ તેમને સાંભળવામાં આવ્યા નથી અને તેમને બોલવા દેવામાં આવ્યા નથી. માત્ર તેમની મજાક બનાવવા માટે જ પીડિત પરિવારોને ત્યાં બોલાવ્યા હતા. પીડિત પરિવારોની જે માગ છે એ સંતોષવા માટે કોઈ ખાતરી આપવામાં આવી નથી. ગરીબ પીડિત પરિવારોની માત્ર મજાક બનાવવામાં આવી છે. રાજ્ય સરકાર મુખ્યમંત્રી કે ગૃહમંત્રી પીડિતોને ન્યાય આપવા માગતા નથી એવું સ્પષ્ટ લાગી રહ્યું છે.

જ્યારે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવા દળના પ્રમુખ લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે રાજકોટ TRP અગ્નિકાંડ સહિત રાજ્યમાં બનેલા તમામ મોટા માનવ સર્જીત કાંડના પીડિત પરિવારોને સાથે રાખી ન્યાય માટે આગામી 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન મોરબીથી શરૂ કરી અમદાવાદ સુધીની ન્યાય પદયાત્રા યોજવામાં આવશે. આ ન્યાયયાત્રામાં દેશભરમાંથી નેતાઓ જોડાશે. રાહુલ ગાંધી પણ આ ન્યાયયાત્રામાં જોડાઈ એવી પૂરી શક્યતા છે.

 

સરકારે શિક્ષક સહાયકોની ભરતીની કરી જાહેરાત..

રાજ્યમાં શિક્ષણ ભરતીના મુદ્દાને લઈ TAT અને TET ઉમેદવારો સરકાર સામે મેદાને ઉતર્યા હતા. જે બાદ સરકારે કાયમી ભરતી કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં સરકાર દ્વારા 24700 જેટલા શિક્ષકોની સરકારી શાળાઓમાં ભરતી કરવાની જાહેરાત કરી હતી. જેમાં કમ્પ્યુટર જેવા વિષયના શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી ન હતી. આ મદ્દે ગાંધીનગરમાં ફરી એક વખત આંદોલન સૂર ગુજ્યા હતા. ત્યાર બાદ સરકાર સફાળુ જાગી ગયું છે, અને રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 7500 જેટલા શિક્ષણ સહાયકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત શાળા મંડળની માંગણી અનુસાર સાક્ષરી વિષયોની સાથે વ્યાયામ, કોમ્પ્યુટર, ચિત્ર અને સંગીત જેવા વિષયોની ખાલી જગ્યાનો પણ સમાવેશ કરવામાં આવશે.

24700 શિક્ષકો થશે ભરતી

રાજ્યની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્‍ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ સ્તરે શિક્ષકોની ભરતી પ્રક્રિયાના સમયબદ્ધ આયોજન માટેના સૂચિત ભરતી કેલેન્‍ડરને આખરી ઓપ આપ્યો હતો. શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર તેમજ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના સીધા માર્ગદર્શન હેઠળ આ સૂચિત ભરતી કેલેન્‍ડરના સમયબદ્ધ અમલીકરણ થકી આગામી ઓગષ્ટ-2024થી ડિસેમ્બર-2024 દરમિયાન જુદી-જુદી સંભવિત તારીખોએ વિવિધ જગ્યાઓ પર અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરીને ભરતીની પ્રક્રિયા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

શિક્ષકોની ભરતી માટે સંભવિત તારીખો

સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન સરકારે રાજ્યના યુવાઓના વિશાળ હિતમાં કરેલા આ મહત્વ પૂર્ણ આયોજનની વિસ્તૃત વિગતો આપી હતી. ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્‍ડર અનુસાર ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની 1200 જેટલી અંદાજિત સંખ્યા અને ગ્રાન્ટેડ શાળાઓમાં જુના શિક્ષકની અંદાજિત 2200 જેટલી જગ્યાઓ ભરવા માટે સંભવિત જાહેરાતની 01/08/2024 રહેશે. આ ઉપરાંત સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની કુલ મળીને અંદાજે 4000 જેટલી જગ્યાઓ સંભવિત જાહેરાતની 01/09/2024 રહેશે. જ્યારે સરકારી અને ગ્રાન્‍ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની કુલ 3500 જગ્યાઓ માટેની જાહેરાતની સંભવિત તા.01/10/2024 રહેશે. સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-2 પાસ ઉમેદવારો માટેની અંદાજે 7000 જગ્યાઓ માટેની સંભવિત ભરતી જાહેરાતની તા. 01/11/2024 રહેશે. આ ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-1 પાસ ઉમેદવારો માટેની અંદાજે 5000 જગ્યાઓ માટે તેમજ સરકારી પ્રાથમિક શાળાઓમાં અન્ય માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-1 પાસ ઉમેદવારો માટેની અંદાજે 1200 જગ્યાઓ માટે ભરતી માટે સંભવતઃ તા.01/12/2024ના રોજ જાહેરાત થશે.

અહો આશ્ચર્યમઃ રાજ્યમાં નકલી ડોક્ટર ચલાવી રહ્યો હતો બે હોસ્પિટલ

અમદાવાદઃ રાજ્યના અમદાવાદમાં નકલી ડોક્ટર દ્વારા હોસ્પિટલ ચલાવવાનો કિસ્સો બહાર આવ્યો છે. અહીં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ નકલી ડોક્ટરની બીજી હોસ્પિટલ સીલ કરી દેવામાં આવી છે. આ કાર્યવાહી મોરૈયામાં કરવામાં આવી છે. મોરૈયા જનરલ હોસ્પિટલને નામે નકલી ડોક્ટર હોસ્પિટલ ચલાવી રહ્યો હતો. આ હોસ્પિટલ નકલી ડોક્ટર મેહુલ ચાવડા ચલાવી રહ્યો હતો.

બાવળામાંથી ઝડપાયેલ બોગસ મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ મામલે પોલીસ ફરીયાદ નોંધવામાં આવી છે. બોગસ ડોક્ટર મામલે ત્રણ શખસો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. બોગસ ડોક્ટર મેહુલ ચાવડા સહિત ત્રણ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અન્ય બે બોગસ ડોક્ટર મનીષા અમેરેલિયા અને ધર્મેન્દ્ર સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

સ્થાનિક PHC ના મેડિકલ ઓફિસર ઋતુરાજ ચાવડાએ આ અંગે પોલીસ નોંધાવી છે. ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963 અન્વયે આ ગુનો નોંધવામાં આવ્યો છે. હવે પોલીસ દ્વારા આ ત્રણ આરોપીઓની ધરપકડ કરવા માટે તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત હોસ્પિટલના સંદર્ભે પણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

બાવળાના કેરાલા ગામની અનન્યા હોસ્પિટલમાં CDHOએ રેડ પાડી હતી અને નકલી હોસ્પિટલને સીલ કરી દીધી હતી.. અને તે સમયે જ બોગસ ડોક્ટર મેહુલ ચાવડાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને હવે તેની બીજી બોગસ હોસ્પિટલ પણ સીલ કરી દેવામાં આવી છે.

પેટાચૂંટણીના પરિણામ: બંગાળમાં મમતાનો જાદુ

લોકસભા (લોસ) ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન બાદ બંગાળની ચાર વિધાનસભા (વિસ) બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે પણ ઝંડો ફરકાવ્યો છે. મમતા બેનર્જીની પાર્ટીએ બગડા, રાણાઘાટ દક્ષિણ, માણિકતલા અને રાયગંજની ચારેય બેઠકો મોટા માર્જિનથી જીતી છે. 2021ની વિધાનસભા ચૂંટણીમાં, આમાંથી ત્રણ બેઠકો (રાણાઘાટ દક્ષિણ, બગડા અને રાયગંજ) ભાજપે જીતી હતી અને એક (માણિકતલા) તૃણમૂલ દ્વારા જીતવામાં આવી હતી. બંગાળમાં પેટાચૂંટણીમાં ભાજપના ખરાબ પ્રદર્શનનો સિલસિલો જારી રહ્યો હોવાનું જાણવા મળે છે. 2021ની વિધાનસભા ચૂંટણી બાદ ભાજપ બંગાળમાં એકપણ પેટાચૂંટણીમાં એક પણ જીત મેળવી શકી નથી.

તૃણમૂલે 13 વર્ષ બાદ ફરી બગડા પર કબજો કર્યો

બગડા, મતુઆસના ગઢમાં, તૃણમૂલના મધુપર્ણા ઠાકુરે નજીકના હરીફ ભાજપના બિનય કુમાર બિસ્વાસને 33,455 મતોથી હરાવ્યા. 25 વર્ષની મધુપર્ણા VISની સૌથી નાની વયની સભ્ય બનશે. તૃણમૂલે 13 વર્ષ બાદ ફરી આ સીટ પર કબજો કર્યો છે. આ સીટ 2011ની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીના બિસ્વજીત બિસ્વાસે જીતી હતી. બાદમાં તેણે VISના સભ્યપદેથી રાજીનામું આપી તૃણમૂલમાં જોડાયા.

માણિકતલામાં તૃણમૂલનો દબદબો યથાવત

માણિકતલામાં, તૃણમૂલની સુપ્તિ પાંડેએ તેમના નજીકના હરીફ ભાજપના ઉમેદવાર કલ્યાણ ચૌબેને 62,312 મતોથી હરાવ્યા. તૃણમૂલના દિવંગત ધારાસભ્ય સાધન પાંડેના આકસ્મિક નિધનને કારણે આ બેઠક ખાલી પડી હતી. સુપ્તિ સાધન પાંડેની પત્ની છે. સાધન પાંડે 2011થી અહીંના ધારાસભ્ય હતા.

રાયગંજ અને રાણાઘાટ પણ ભાજપના હાથમાંથી સરકી ગયા

રાયગંજમાં તૃણમૂલના કૃષ્ણા કલ્યાણીએ નજીકના હરીફ ભાજપના માનસ કુમાર ઘોષને 50,077 મતોથી હરાવ્યા હતા. કૃષ્ણા કલ્યાણીએ ભાજપની ટિકિટ પર અહીં 2021ની વિધાનસભા ચૂંટણી જીતી હતી. બાદમાં તેઓ તૃણમૂલમાં જોડાયા હતા. તેઓ છેલ્લી ચૂંટણી રાયગંજ હાર બેઠક પરથી પણ લડ્યા હતા, જેમાં તેમને ભાજપના કાર્તિક પાલથી હારનો સામનો કરવો પડ્યો હતો.