Home Blog Page 1615

પેરિસ ઓલિમ્પિકમાં ગુજરાતની આ વ્યક્તિ આપી રહી છે ખેલાડીઓને માર્ગદર્શન

આગામી 26 જુલાઈથી પેરિસ ઓલિમ્પિકની શરૂઆત થઈ ગઈ છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો પરચમ લહેરાવવા ભારતીય ખેલાડીઓ પણ સજ્જ છે. એર રાઇફલમાં તો ભારતની મનુ ભાકરે મેડલ જીતીને ખાતુ પણ ખોલાવ્યું છે ત્યારે વાત કરીએ એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પેરિસ ઓલિમ્પિકમાં ડેલિગેટ તરીકે ગયેલા વડોદરાના એક નિવૃત્ત  IRS અધિકારીની.

કોણ છે કરંજગાવકર

એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પેરિસ ઓલિમ્પિકમાં ડેલિગેટ તરીકે વડોદરાના નિવૃત્ત IRS અધિકારીની પસંદગી કરવામાં આવે છે. ડેલિગેટ તરીકે ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેનાર લક્ષ્મણ – કરંજગાવકર વડોદરા શહેરના રહેવાસી છે. શહેરમાં રહેતા નિવૃત્ત IRS અધિકારી લક્ષ્મણ કરંજગાવકર ગુજરાત એથ્લેટિક્સ એસોસિએશનના સેક્રેટરી છે.

વર્ષ 2016થી તેઓ એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ મેમ્બર પણ છે. પેરિસમાં યોજાનાર ઓલિમ્પિક ગેમ 2024 માટે એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા તેમની ડેલિગેટ તરીકે પસંદગી કરવામાં આવી છે. એથ્લેક્ટિસમાં ડેલિગેટ તરીકે નિયુક્ત થનાર લક્ષ્મણ કરંજગાવકર વડોદરાના પ્રથમ વ્યક્તિ છે.

ગુજરાત ઉપરાંત પંજાબ , ઑડિશા(ઓરિસ્સા), મધ્યપ્રદેશ અને અરૂણાચલ પ્રદેશમાંથી પાંચ ડેલિગેટની પસંદગી કરવામાં આવી છે. જેમાં એક લક્ષ્મણ કરંજગાવકરે છે.

ડેલિગેટની કામગીરી

ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન સ્ટેડિયમમાં ખેલાડીઓને પ્રોત્સાહન આપવું એમની દેખરેખ રાખવાની જવાબદારી પણ એમની રહેશે. કરંજગાવકરને ભારતના બે ફ્લેગ લઈ જવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે. ભારતીય ખેલાડી મેડલ જીતે ત્યારે સ્ટેડિયમમાં તેને ફલેગ આપવામાં આવશે. ઓલિમ્પિક ગેમ્સમાં નીતિ – નિયમો અને ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું હોય છે. ત્યારે ઓલિમ્પિકમાં આ ગુજરાતી ભારતના ખેલાડીઓના સારથીની ભૂમિકા નિભાવશે.

કામ માટે હજી પણ દોડી રહ્યો છું: અમિતાભ બચ્ચન

મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન થોડાક શબ્દોમાં ઊંડી વાતો કહેવા માટે જાણીતા છે અને તેમના આ શબ્દો માત્ર ચાહકોના હૃદયને સ્પર્શે છે એટલું જ નહીં પણ તેમનામાં મનમાં સોંસરવા ઉતરી જાય છે. ઘણા ચાહકો તો અભિનેતાના શબ્દોને સૂચન તરીકે લે છે. આજકાલ, અભિનેતાઓ સોશિયલ મીડિયા પર જીવનના પાઠ આપી રહ્યાં છે. હાલમાં જ તેણે એક પોસ્ટ શેર કરી છે જે બધાનું ધ્યાન ખેંચી રહી છે. વીડિયો શેર કરતી વખતે અમિતાભે જે કહ્યું તેને કોઈ નજરઅંદાજ કરી શકશે નહીં. તમને જણાવીએ કે અમિતાભ બચ્ચને ચાહકોને શું કહ્યું.

(Photo: IANS)

અમિતાભે એક ઊંડી વાત કહી

જે વીડિયો સામે આવ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે અમિતાભ બચ્ચન પોતાની સિગ્નેચર સ્ટાઈલમાં દોડતા જોવા મળે છે. આ વિડીયો તેની એક જૂની ફિલ્મનો છે. વીડિયોમાં તે એકદમ ઉર્જા અને ઉત્સાહથી ભરેલા જોવા મળી રહ્યા છે. આ વીડિયોના જોડાણમાં જ અન્ય એક વીડિયો શેર કર્યો છે. વીડિયોના કેપ્શનમાં અમિતાભ બચ્ચને લખ્યું છે કે,’હજુ પણ કામ માટે દોડી રહ્યો છું.’આ વીડિયો જોયા પછી લોકોની પ્રતિક્રિયા જોવા જેવી છે.ઘણા લોકો કહે છે કે આ ઉંમરે પણ અમિતાભ ખૂબ જ જિંદાદિલ છે અને નવું શીખવાનું ચૂકતા નથી. તે આજે પણ પોતાના અસરકારક પાત્રોથી લોકોના દિલ જીતે છે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)

લોકોની પ્રતિક્રિયા

અમિતાભ બચ્ચનની આ પોસ્ટથી રણવીર સિંહ સહિત ઘણા લોકોને આશ્ચર્ય થયું છે. અમિતાભના આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા રણવીર સિંહે લખ્યું, ‘ધ સિગ્નેચર રનિંગ સ્ટાઇલ.’ અમિતાભે આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં ‘ડોન’ના બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો ઉપયોગ કર્યો છે અને હવે ‘ડોન 3’માં રણવીર સિંહ લીડ રોલમાં જોવા મળશે. હેર સ્ટાઈલિસ્ટ આલીમ હકીમે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. એક સામાન્ય યુઝરે લખ્યું કે, ‘બિગ બીમાં હજુ પણ પહેલા જેવો જ ઉત્સાહ છે.’ અન્ય એક વ્યક્તિએ લખ્યું, ‘શું અમિતાભને પણ કામ માંગવા જવું પડે છે?’ અન્ય એક વ્યક્તિએ લખ્યું, ‘અમિતાભને ચાહકોનું દિલ જીતવાની આદત પડી ગઈ છે.’

ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન છેલ્લે ‘કલ્કી 2898 એડી’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં અમિતાભે અશ્વત્થામાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તેના પાત્રને સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું હતું. હવે ટૂંક સમયમાં જ અભિનેતા ફરી એકવાર ‘કૌન બનેગા કરોડપતિ’ના હોસ્ટ તરીકે ટીવી સ્ક્રીન પર પાછા ફરવા માટે તૈયાર છે.

સરકારે મિડલ ક્લાસની પીઠ, છાતીમાં છરો માર્યોઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ સંસદનાં બંને ગૃહો- લોકસભા અને રાજ્યસભામાં સોમવારૈ પણ બજેટ પર ચર્ચા થઈ હતી. 23 જુલાઈએ નાણાપ્રધાન નિર્મલા સીતારામને સતત સાતમી વાર બજેટ રજૂ કર્યું હતું. વિપક્ષનો આરોપ છે કે આ બજેટ ભેદભાવપૂર્ણ છે અને એમાં બે રાજ્ય- બિહાર અને આંધ્ર પ્રદેશ માટે ઘોષણા કરવામાં આવી હતી, જ્યારે કેટલાંય રાજ્યોનાં નામ પણ લેવામાં નહોતાં આવ્યાં.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ખેડૂતો માત્ર MSPની કાનૂની ગેરન્ટી માગી રહ્યા છે. હું  સંસદમાં વચન આપું છું કે ઇન્ડિયા ગઠબંધન આવું કરીને બતાવશે. મિડલ ક્લાસે વડા પ્રધાનને સપોર્ટ કર્યો છે, પરંતુ બજેટ પછી સ્થિતિ બદલી છે. વડા પ્રધાન મોદીએ કોવિડના સમયમાં મિડલ ક્લાસ પાસે થાળી વગડાવી હતી અને લાઇટ પણ દર્શાવવા કહ્યું હતું. હવે આ બજેટમાં મિડલ ક્લાસમાં એક છરો પીઠમાં માર્યો છે અને બીજો છરો છાતીમાં. ઇન્ડેક્શનને કેન્સલ કરીને પીઠમાં છરો માર્યો છે અને ફરી કેપિટલ ગેન્સ ટેક્સ વધાર્યો છે, એના દ્વારા છાતીમાં છરો માર્યો છે.

બજેટમાં લોન્ગ ટર્મ કેપિટલ ગેન્સને 10 ટકાથી 12 ટકા કર્યો છે. શોર્ટ ટર્મને 15 ટકાથી 20 ટકા કર્યો છે. ઇન્ડિયા ગઠબંધન માટે હવે એક છુપાયેલો સંદેશ છે કે મિડલ ક્લાસ હવે સરકારને છોડવા જઈ રહ્યો છે અને આ તરફ આવી રહ્યો છે. તમે ચક્રવ્યૂહ બનાવી દો છે અને અમે એને તોડવાનું કામ કરીએ છીએ.

 

શક્તિપીઠ અંબાજીની થશે કાયપલટ..

51 શિક્તિપીઠ માંથી સૌથી મહત્વનું ગણાતું અંબાજી મંદિર ગુજરાતમાં આવેલું છે. જ્યારે આ અંબાજી મંદિર સહિત શહેરની કાયાપલટ કરવા માટે એક માસ્ટર પ્લાન તૈયાર થઈ ચૂક્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર લગભગ 1200 કરોડના ખર્ચે અંબાજી શહેરની કાયાપલટનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં સૌથી વિશેષ ગબ્બર પર્વત દેવી સતીના હૃદયનું સ્થાન અને વિશા યંત્ર જ્યાં હાલ મંદિર આવેલું છે, તેને જોડવા માર્ગ બનાવાનું આયોજન થયું છે. શહેરી રસ્તાથી અલગ જ આ વૈકલ્પિક માર્ગ બનશે. 50 વર્ષીય માસ્ટર પ્લાનમાં શક્તિ, ભક્તિ અને પ્રકૃતિનો સમન્વય થશે. ઓક્ટોબર મહિનાથી ત્રણ તબક્કામાં અંબાજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું કામ શરૂ થશે. 2027 સુધી કામને પૂરું કરવાનું લક્ષ્ય છે. ગબ્બર અને મંદિરને જોડતા માર્ગને શક્તિપથ નામ અપાશે.

શક્તિપથ તૈયાર થયા બાદ શ્રદ્ધાળુઓ વિશા યંત્રનાં દર્શન કરી મંદિર પ્રાંગણના ચાચરચોકમાંથી 2.5 કિમી રસ્તે ચાલીને સીધા ગબ્બર સુધી પહોંચી શકશે. શક્તિપથ અંતર્ગત ગબ્બર, વિશા યંત્ર મંદિર, માનસરોવર, રેલવે સ્ટેશન અને કામાક્ષી માતા મંદિરને જોડવામાં આવશે. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે. વિશ્વસ્તરીય આ પ્રોજેક્ટ માટે અધિકારીઓ ઉપર તેમની સીધી નજર છે. વડાપ્રધાન સમક્ષ અંબાજી મંદિર પ્રોજેક્ટનું પ્રેઝેન્ટેશન રજૂ થઈ ચૂક્યું છે. તેમણે કેટલાંક સૂચનો આપ્યાં છે તે મુજબ ફેરફાર કરી યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરવા સૂચનાઓ અપાઈ છે. અંબાજી પ્રોજેક્ટમાં કોઈ ચૂક રહે નહીં તેની ખાસ તકેદારી રાખવા ખાસ સૂચના આપવામાં આવી છે.

અંબાજી મંદિરમાં થનારું ડેવલોપમેન્ટના પ્રથમ તબક્કામાં ગબ્બર સર્કલ અને અંબાજી સર્કલ તૈયાર થશે, આ ઉપરાંત અંડરપાસ-વે બનશે, રાહદારીઓ માટે રસ્તો, દિવ્યદર્શની ચોક બનશે, શક્તિપથ-2નું કાર્ય થશે, નિશ્ચિત વિવિધ સુવિધાને લગતાં કાર્યો, પાર્કિંગ અને આગમન પ્રાંગણ બનશે જ્યારે પ્રથમ તબક્કામાં આ સુવિધા પૂરી પાડવા માટેની ઈમારતો તૈયાર થશે. જ્યારે બીજા તબક્કામાં એમ્પિથિયેટર અને લાઈટ-સાઉન્ડ શો તૈયાર થશે. આ ઉપરાંત ગબ્બર નજીક પાર્કિંગની વ્યવસ્થા સુદૃઢ કરાશે જેમાં મલ્ટિલેવલ કાર પાર્કિંગ ઉપલબ્ધ હશે, ગબ્બર અરાઈવલ પ્લાઝા, ગબ્બર મંદિરનું વિસ્તરણ થશે, ઈન્ફર્મેશન ડેસ્ક, ટૂરિસ્ટ ફેસિલિટી, EV સ્ટેશન્સની સુવિધા ઉપલ્બધ કરવામાં આવશે. અંબાજી મંદિરના રીડેવલ્પમેન્ટના ત્રીજા તબક્કામાં સતી સરોવર અને સતી ઘાટ બનશે, ઈવેન્ટ ગ્રાઉન્ડ તૈયાર થશે, ગબ્બર તરફ જવાના માર્ગની કામગીરી કરાશે, વિશા યંત્ર મંદિર પરિસરનો વિસ્તાર, મ્યુરલ વોલ, શક્તિપથ-1 આજુબાજુની ઈમારતોને સુવિધાઓ, માનસરોવરનો વિસ્તાર વધારાશે

ગુજરાતની આ દીકરીએ બેડમિન્ટનમાં ‘મીર’ માર્યો છે!

બેડમિન્ટનની વાત નીકળે અને ગુજરાતની આ દીકરીના નામનો ઉલ્લેખ ન થાય એવું બની જ ન શકે. આ રમત સાથે જોડાયેલા લોકો માટે તો એનું નામ જ કાફી છે. કોઈપણ બેડમિન્ટન ખેલાડી એને ન ઓળખતું હોય તેવું શક્ય જ નથી.

હા, એનું નામ છે તસ્નીમ. તસ્નીમ મીર. ફક્ત 16 વર્ષની વયે જૂનિયર બેડમિન્ટનમાં વિશ્વની નંબર 1 ખેલાડી બનીને આ અભૂતપૂર્વ સિધ્ધિ મેળવનારી તે એક માત્ર ભારતીય ખેલાડી છે. સાઈના નહેવાલ કે પી. વી. સિદ્ધુ પણ પોતાની જૂનિયર કરિયર દરમિયાન નંબર-1 ખેલાડી બની શક્યા ન હતા. આજે દીવાદાંડીમાં આ જ તસ્નીમની પ્રેરણાદાયક વાત કરીએ.

આંતરરાષ્ટ્રીય સ્તરે બેડમિન્ટન રમતમાં મહેસાણા અને ગુજરાતનું નામ રોશન કરનારી તસ્નીમ મીરે હાલમાં જ ફ્રાન્સમાં આયોજિત ઈન્ટરનેશનલ ચેલેન્જ ટાઈટલ જીતી દેશને ગૌરવ અપાવ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે તસ્નીમનું આ 12મું ટાઈટલ છે. તસ્નીમે ફ્રાન્સ ખાતે સેન્ટ ડેનિસ રિયુનિયન ઓપન ઈન્ટરનેશનલ ચેલેન્જ બેડમિન્ટન સિંગલ ટાઈટલ જીત્યું છે. ફ્રાન્સમાં રમાયેલી ટુ્ર્નામેન્ટ અગાઉ તસ્નીમ મીર વર્લ્ડ રેન્કિંગમાં 75મા સ્થાને હતી. પરંતુ ટાઇટલ જીતતાં 12 ક્રમાંકની છલાંગ લગાવીને 63મા સ્થાને પહોંચી ગઈ છે. આ ઉપરાંત, સુરતમાં જૂન મહિનામાં રમાયેલી રાજ્ય સિનિયર બેડમિન્ટન ચેમ્પિયનશીપ પણ તસ્નીમ જીતી હતી. હાલમાં તેનો ઈન્ડિયા રેન્કિંગ 13મો છે.

 

તસ્નીમની અત્યાર સુધીની સિદ્ધિઓ વિશે જો વાત કરીએ તો, જુનિયર અને સિનિયર ચેમ્પિયનશિપમાં ચોવીસ વખત ચેમ્પિયન બની છે. આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં 12 વખત ગોલ્ડ મેડલ અને 4 વખત સિલ્વર મેડલ મેળવ્યા છે. એક માત્ર મહિલા પ્લેયર છે જેણે એશિયન જુનિયર ચેમ્પિયનશિપ બે વખત જીતી છે. 16 વર્ષની વયે ભારતીય મહિલા ટીમમાં થોમસ અને ઉબેર કપમાં સ્થાન મેળવ્યું છે. ઇન્ટરનેશનલ ચેલેન્જ ટૂર્નામેન્ટ સેન્ટ ડેનિસ રીયુનિયન ખાતે જીત મેળવી. તાજેતરમાં પૂણે ખાતે નેશનલ રેન્કિંગ બેડમિન્ટન ટૂર્નામેન્ટ પણ જીતી.

તસ્નીમનો જન્મ મહેસાણામાં થયો છે. શાળાકીય અભ્યાસ પણ અહીં જ કર્યો. માતા આસમા મીર ગૃહિણી છે. જ્યારે નાનો ભાઈ અલી પણ બેડમિન્ટનમાં પિતા અને બહેનના પગલે કારકિર્દી બનાવવા જઈ રહ્યો છે. તસ્નીમના પિતા ઈરફાન મીર મહેસાણા પોલીસ ડિપાર્ટમેન્ટમાં A.S.I. તરીકે ફરજ બજાવે છે. સાથે જ તેઓ બેડમિન્ટન કોચ પણ છે. નોકરી બાદ તેઓ બાળકોને બેડમિન્ટન શીખવે છે. 2013-14માં તસ્નીમ પિતા સાથે બેડમિન્ટન રમવા જતી હતી. એ સમયે બેડમિન્ટન શીખવતા ઈરફાનભાઈને ન હતી ખબર કે ફક્ત આનંદ માટે રમવા આવતી મારી દીકરી ભવિષ્યમાં બેડમિન્ટન ક્ષેત્રમાં આગળ વધીને દુનિયાભરમાં તેમના નામને રોશન કરશે. તસ્નીમે આજે વિશ્વભરમાં બેડમિન્ટન ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કર્યું છે. કહેવાય છે કે કુવામાં હોય તો હવાડામાં આવે. પિતાના રમતના ગુણ તસ્નીમમાં આવ્યા છે. નાનકડી તસ્નીમને અન્ય બાળકો સાથે બેડમિન્ટન રમતી જોઈને પિતાએ તેની પ્રતિભા પારખી. એક સારા કોચ હોવાના કારણે તેમણે દીકરીની રમત પર ગંભીરતાથી ધ્યાન આપ્યું.

 

તસ્નીમે પોતાની રમતની યાત્રા વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહ્યું, “લગભગ 8-9 વર્ષની હતી ત્યારથી પિતા સાથે કોચિંગ લેવા માટે જતી હતી. ત્યારબાદ બાર વર્ષની ઉંમરે આગળ હાયર લેવલના પ્લેયર સાથે રમવાનું હોવાથી અન્ય કોચ પાસેથી કોચિંગ લેવાનું નક્કી કર્યું. હૈદરાબાદમાં ગોપીચંદ એકેડેમી જોઈન કરી. ત્યારબાદ પ્રકાશ પાદૂકોણ એકેડેમી બેંગ્લોરમાં જઈને એક વર્ષ સુધી ત્યાં વધુ અભ્યાસ અને પ્રેક્ટિસ કર્યા. તસ્નીમના મિક્સ્ડ ડબલ્સ પાર્ટનર અયાન રશિદની તાલીમ ગુવાહાટીમાં અસમ બેડમિન્ટન એકેડમીમાં થતી હોવાને કારણે તસનીમે પણ 2020થી ત્યાં તાલીમ મેળવવાનો નિર્ણય લીધો હતો.”

વધુમાં તસ્નીમે જણાવ્યું, “અંડર 13થી ટુર્નામેન્ટમાં ભાગ લેવાનું શરૂ કર્યું. શરૂઆતમાં હારનો સામનો કરવો પડતો ત્યારે ઘણી નિરાશા થતી. પરંતુ હિંમત હાર્યા વગર વધુ મહેનત કરી અને પરિણામ મેળવવા માટે સતત પ્રયાસો ચાલુ રાખ્યા. અંડર-18 અને અંડર-19માં રમતા સમયે મારી ગેમ ખુબ જ સારી થઈ. પરિણામે જીત તરફ કદમો આગળ વધવા લાગ્યા. સફળતા મળવાના કારણે ઈરાદા વધુ મજબૂત બન્યા જુસ્સો પણ વધવા લાગ્યો. મારા પિતા એક સારા ખેલાડી છે, પરંતુ મને જેટલી સુવિધાઓ મળી છે તેટલી તેમને ન હતી મળી. આથી મારી સફળતામાં મને તેમની સફળતા અને તેમના સપના દેખાવા લાગ્યા.”

 

પોતાના સંઘર્ષ બાબત તેણીએ જણાવ્યું કે, “શરૂઆતમાં જ્યારે સારી રમત નહોતી ત્યારે સ્પોન્સર પણ મળવા મુશ્કેલ હતા. માતા સાથે બીજા રાજ્યમાં રમવા જવાનું થયું ત્યારે પણ જમવા, રહેવા જવી ઘણી બાબતોમાં તકલીફ પડી હતી. પરંતુ ત્યારબાદ ગવર્મેન્ટ ઓફ ગુજરાતે ઘણો સપોર્ટ કર્યો છે. સ્કોલરશિપ સાથે આર્થિક મદદ પણ કરી છે. જેથી હું બીજા સ્ટેટમાં જઈને પ્રેક્ટિસ પણ કરી શકી. પિતા કોચ છે આથી રમત બાબતે તેમની સાથે ચર્ચા કરી રમત સુધારવાનો પ્રયત્ન કરું છું.”

તસ્નીમના જણાવ્યા મુજબ, “છત્તીસગઢના રાયપુરમાં રમત દરમિયાન ખભામાં ઈજા થવાના કારણે એક વર્ષ બ્રેક લેવો પડ્યો. જુનિયરથી સિનિયરમાં ટ્રાન્સફર થવું ખુબ જ મુશ્કેલ હોય છે. ઉપરાંત એક વર્ષના બ્રેક પછી કમબેક કરવું તો એનાથી પણ વધારે અઘરું હતું. સખત મહેનત અને આત્મવિશ્વાસ દ્વારા પૂણેમાં એક વર્ષ પછી કમબેક કરીને જે મેચ જીતી એ આજીવન યાદ રહેશે.”

 

દીકરીની સફળતા અને સંઘર્ષ વિશે વાત માંડતા પિતા ઈરફાન મીર કહે છે, “આ રમત ખુબ જ ખર્ચાળ છે. વર્ષમાં 8 થી 10 વખત વિદેશ પ્રવાસ કરવાનો હોય છે. ઉપરાંત પર્સનલ ટ્રેનર, ન્યૂટ્રિશનિસ્ટ, સાયકોલોજીસ્ટ અલગ-અલગ લોકો પાસેથી અલગ-અલગ ટ્રેનિંગ લેવાની હોય છે. આવા સંજોગોમાં સામાન્ય વ્યક્તિને આર્થિક મદદની જરૂર પડે છે. અમારા કિસ્સામાં અમે ખુબ જ નસીબદાર છીએ. કારણ કે, ગુજરાત સરકારનો તસ્નીમને પૂરેપૂરો સપોર્ટ મળી રહ્યો છે. આ ઉપરાંત મને પર્સનલી મારા ડિપાર્ટમેન્ટમાંથી I.P.S. ઓફિસરો પણ સપોર્ટ કરે છે.”

તસ્નીમ અત્યારે પશ્ચિમ બંગાળની ઓડમ્સ યુનિવર્સિટીમાંથી બી. એ. વીથ સાયક્લોજી ઓનર્સમાં અભ્યાસ કરી રહી છે. ઓગષ્ટ મહિનામાં તે ઈન્ડોનેશિયા ખાતે ઈન્ડોનેશિયા સુપર-100 ટુર્નામેન્ટ અને ઈન્ડોનેશિયા ચેલેન્જમાં ભાગ લેવાની છે. આ બધી જ ટુર્નામેન્ટ તેના માટે એટલે મહત્વની છે. કારણ કે તેમાં વર્લ્ડ ટોપ 10 ખેલાડીઓ ભાગ લેતા હોય છે. નાનપણથી જ સફળતા મેળવી રહેલ તસ્નીમનું સ્વપ્ન આ રમતમાં વર્લ્ડ નંબર વન બનવાનું છે. સાથે જ દેશનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કરવાની તમન્ના પણ ખરી.

(રાધિકા રાઓલ – અમદાવાદ)

દેશમાં વેચાતા 300થી વધુ કફ સિરપના નમૂના તપાસમાં ફેલ

નવી દિલ્હીઃ દેશમાં ફાર્મા કંપનીઓની 300થી વધુ કફ સિરપ ગુણવત્તા તપાસમાં ફેલ થયા છે, એમ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટેન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)નો અહેવાલ કહે છે. ટેસ્ટમાં નિષ્ફળ થયેલા આ કફ સિરપ ઉજબેકિસ્તાન, ગામ્બિયા અને કેમરૂનમાં મળી આવેલા કફ સિરફમાં હાજર ટોક્સિન છે, આ દેશોમાં બાળકોનાં મોત માટે જવાબદાર બન્યાં હતાં, એમ અહેવાલ કહે છે. જેથી દેશમાં વેચાતા કફ સિરપની ગુણવત્તા વિશે ચિંતા વધારી દીધી છે.

અહેવાલ મુજબ પરીક્ષણ કરવામાં આવેલા 7087 બેચોમાંથી 353એ માપંદડની ગુણવત્તાની શરતો પૂરી કરવામાં નિષ્ફળ થયાં હતાં.એમાં નવમાં ડાયથિલિન ગ્લાઇકોલ (DEG) અને એથિલિન ગ્લાયકોલ (EG) જેવા હાનિકારક પદાર્થોને હાજર હતા. જો કફ સિરપ આરોગ્ય માટે જોખમી હોય તો વરસાદી મોસમમાં શરદી, ખાંસી અને ફ્લુનાં લક્ષણોને કેવી રીતે નિયંત્રણમાં કરી શકાય.

ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલ્સ મેડિસિનના સિનિયર કન્સલ્ટન્ટ ડો. રાકેશ ગુપ્તા જણાવે છે કે સિરપમાં ડાયથિલિન ગ્લાઇકોલ (DEG) અને એથિલિન ગ્લાયકોલ (EG) અત્યંત ઝેરીલા પદાર્થો છે, જે કફ સિરપને બનાવતી વખતે જ દૂષિત કરી શકે છે અને ગંભીર આરોગ્યની સમસ્યાઓને પેદા કરી શકે છે.

આ દૂષિત DEG અને EGના સેવનથી કિડનીથી સંકળાયેલી બીમારીઓ, શ્વાસ લેવામાં મુશ્કેલી અને ત્યાં સુધી કે મોત પણ થવાની શક્યતા છે. આ કફ સિરપના સેવનથી ઝાડા-ઊલટી, પેટમાં ચૂંક, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ડિપ્રેશન અને ગંભીર કેસોમાં આંચકી, કોમા કે દર્દીનું મોત થવાની શકયતા છે. શરદી, ખાંસીથી બચાવ માટે પોતાના મનથી કફ સિરપનું સેવન નહીં કરવું જોઈએ, બલકે ડોક્ટરે બતાવેલી દવાનું સેવન કરવું જોઈએ.

મનુ ભાકરને પેરિસ ઓલિમ્પિકમાં વધુ એક મેડલ જીતવાની તક

પેરિસ ઓલિમ્પિકમાં દેશને પહેલો મેડલ અપાવનાર શૂટર મનુ ભાકરે ફરી એકવાર અજાયબી કરી બતાવી છે. 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ મનુ ભાકરે હવે મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં પણ મેડલની આશા જાગી છે. મનુ ભાકર અને સરબજોત સિંહ મિશ્ર ઈવેન્ટમાં ત્રીજા સ્થાને રહ્યા, હવે આ બંને બ્રોન્ઝ મેડલ મેચમાં દક્ષિણ કોરિયાના શૂટર્સ સામે ટકરાશે. મનુ ભાકર અને સરબજોતની બ્રાન્ડ મેડલ મેચ મંગળવારે બપોરે 1 વાગ્યે યોજાશે.

રિદમ-અર્જુને ચીમકી આપી

રિદમ સાંગવાન અને અર્જુન ચીમા પણ 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ ઈવેન્ટમાં ભાગ લઈ રહ્યા હતા. બંને ખેલાડીઓની શરૂઆત સારી રહી હતી પરંતુ મધ્યમાં તેમની લય બગડી હતી અને તેઓ કુલ 576-14x સાથે 10મા સ્થાને રહ્યા હતા. બીજી તરફ મનુ ભાકર અને સરબજોત સિંહે 580-2x સ્કોર કર્યો.

મનુએ ઐતિહાસિક બ્રોન્ઝ જીત્યો હતો

મનુએ રવિવારે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે ઓલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા શૂટર બની હતી. તેણે 12 વર્ષ બાદ ઓલિમ્પિક શૂટિંગ રેન્જમાં ભારતને મેડલ અપાવ્યો.

હમેશાં ગુસ્સામાં જોવા મળતા જયા બચ્ચનની રણવીર સાથે મસ્તી તો જુઓ

મુંબઈ: આલિયા ભટ્ટ અને રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ને રિલીઝ થયાને એક વર્ષ થઈ ગયું છે. આ ફિલ્મમાં જયા બચ્ચન, શબાના આઝમી અને ધર્મેન્દ્ર જેવા ત્રણ દિગ્ગજ સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા. દર્શકોને આ ફિલ્મ પસંદ આવી હતી અને આ જ કારણ હતું કે કરણ જોહર દ્વારા નિર્દેશિત આ ફિલ્મે થિયેટર અને કમાણીની દ્રષ્ટિએ સારું પ્રદર્શન કર્યુ હતું.

એક વર્ષ પછી પણ સ્ટાર્સ ફિલ્મની સફળતાની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે રણવીર સિંહે આ ફિલ્મની ન જોયેલી કેટલીક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. ખાસ પોસ્ટની સાથે રણવીરે તેના દર્શકો માટે એક ખાસ સંદેશ પણ આપ્યો છે. આ પોસ્ટમાં જયા બચ્ચનની એક ઝલક પણ જોવા મળે છે. જયા બચ્ચનની આવી મસ્તી તમે ક્યારેય નહીં જોઈ હોય.

રણવીર સિંહે એક ખાસ પોસ્ટ શેર કરી છે

‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ને એક વર્ષ પૂર્ણ થવા પર રણવીર સિંહે એક ખાસ સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી છે. તાજેતરમાં તેણે સેટ પરથી ઘણી BTS તસવીરો શેર કરી હતી, જેમાં તેના સહ કલાકારોની ઝલક પણ જોવા મળી હતી. આ તસવીરોમાં તેનો મસ્તીખોર અંદાજ દેખાઈ રહ્યો છે. આ તસવીરો અને વીડિયો જોઈને તમે પણ લાગશે કે રણવીર સિંહની મસ્તીનો રંગ બધા પર ચઢ્યો છે. તસવીર પોસ્ટ કરતી વખતે રણવીર સિંહે એક ખાસ કેપ્શન પણ આપ્યું છે, જેમાં તેણે લખ્યું છે કે, ‘એનિવર્સરી એક ખાસ દિવસ છે! તમે બધાએ અમારી ફિલ્મને ખૂબ પ્રેમ આપ્યો… ભગવાનની કસમ, હું ખૂબ ખુશ છું, ખૂબ ખુશ છું !!! ખૂબ આભાર. પ્રેમ છે તો બધું જ છે!’

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh)

જયા બચ્ચનની મસ્તી

આ ઝલકમાં રણવીર સિંહે તેની સહ અભિનેત્રી જયા બચ્ચનની ઘણી તસવીરો અને વીડિયો પણ શેર કર્યા છે. આ તસવીરો અને વીડિયોમાં જયા બચ્ચનની ન જોયેલી સ્ટાઈલ જોઈ શકાય છે. તે મોટાભાગે ગંભીર મૂડમાં જોવા મળે છે, પરંતુ ફિલ્મના સેટ પરની ઝલકમાં તે ખૂબ જ મજેદાર અને નખરાં કરતી જોવા મળે છે. એક વીડિયોમાં તે રણવીર સિંહને ચીડવતી દેખાઈ રહી છે. એક ઝલક છે જેમાં તે કરણ જોહર સાથે પણ જોવા મળી રહી છે.

આ ફિલ્મોમાં રણવીર સિંહ જોવા મળશે

ઉલ્લેખનીય છે કે રણવીર સિંહ છેલ્લે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ રિલીઝ થયાને એક વર્ષ વીતી ગયું છે. અભિનેતા ટૂંક સમયમાં ‘સિંઘમ અગેન’માં જોવા મળશે. આ એક મલ્ટી સ્ટારર ફિલ્મ છે, જેમાં અભિનેતા તેની પત્ની દીપિકા પાદુકોણ સાથે પણ જોવા મળશે. આ સિવાય તેની પાસે ઘણી ફિલ્મો પણ પાઇપલાઇનમાં છે. અભિનેતા આદિત્ય ધરની અનટાઈટલ ફિલ્મમાં પણ જોવા મળશે. જો અભિનેતાના અંગત જીવનની વાત કરીએ તો તે ટૂંક સમયમાં પિતા બનવાના છે. દીપિકા પાદુકોણ ગર્ભવતી છે અને સપ્ટેમ્બરમાં બાળકને જન્મ આપશે. આવી સ્થિતિમાં બંને સ્ટાર્સ બાળકના સ્વાગતની તૈયારીમાં વ્યસ્ત છે.

આદિત્ય બિરલાની જ્વેલરી બિઝનેસમાં રૂ. 5000 કરોડના મૂડીરોકાણની યોજના

નવી દિલ્હીઃ આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમારમંગલમ બિરલાએ આજે ​​ગ્રુપના જ્વેલરી રિટેલ બિઝનેસના પ્રારંભની જાહેરાત કરી હતી. ‘ઇન્દ્રિયા’ બ્રાન્ડ હેઠળ શરૂ કરાયેલા જ્વેલરી બિઝનેસનો ઉદ્દેશ આગામી 5 વર્ષમાં ભારતના ટોચના ત્રણ જ્વેલરી રિટેલર્સમાં સ્થાન મેળવવાનો છે. ભારતમાં જ્વેલરી રિટેલ ક્ષેત્રે ક્રાંતિ લાવવાની આદિત્ય બિરલા ગ્રુપની પ્રતિબદ્ધતા છે અને ગ્રુપ આ મહત્વાકાંક્ષી સાહસમાં રૂ. 5000 કરોડના મૂડીરોકાણની યોજના ધરાવે છે. દેશના જ્વેલરી માર્કેટનું કદ 6.7 લાખ કરોડ છે.

ગ્રુપનું આ વ્યૂહાત્મક પગલું અન્ય રીતે પણ સીમાચિહ્નરૂપ છે, કારણ કે ગ્રુપ તેના ગ્રાહક પોર્ટફોલિયોને મજબૂત બનાવે છે, તેની મજબૂત બ્રાન્ડ ઇક્વિટી અને ઊંડી બજારની આંતરદ્રષ્ટિનો લાભ ઉઠાવે છે.

આ બિઝનેસના લોન્ચ અંગે આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમારમંગલમ બિરલાએ જણાવ્યું હતું કે ભારતીય ગ્રાહકો ઝડપથી આગળ વધી રહ્યા છે અને ભારત કદાચ વૈશ્વિક સ્તરે સૌથી આશાસ્પદ ગ્રાહકો સમૂહ છે. આ વર્ષે, અમે પેઈન્ટ્સ અને જ્વેલરીમાં બે મોટી નવી કન્ઝ્યુમર બ્રાન્ડ લોન્ચ કરીને ભારતીય ગ્રાહકોની ગતિશીલતા પર બમણો દાવ લગાવ્યો છે. આ ક્ષેત્રોમાં ચાલી રહેલા મૂલ્યના સ્થળાંતર, મજબૂત, વિશ્વાસપાત્ર બ્રાન્ડ્સ માટે વધતી જતી ગ્રાહકોની પસંદગી અને સતત તેજી નોંધાવતા વેડિંગ માર્કેટને કારણે જ્વેલરી બિઝનેસમાં પ્રવેશવું અનિવાર્ય છે, જે તમામ નોંધપાત્ર વૃદ્ધિની તકો રજૂ કરે છે. આ પ્રવેશ એ 20 વર્ષથી ફેશન રિટેલ અને લાઇફસ્ટાઇલ ઉદ્યોગમાં રહેલા ગ્રુપ માટે નૈસર્ગિક વિસ્તરણ છે. રિટેલ, ડિઝાઇન અને બ્રાન્ડ મેનેજમેન્ટમાં અમે જે મજબૂત ક્ષમતાઓ મેળવેલી છે તે અમારી સફળતા માટે આધારસ્તંભ તરીકે કામ કરશે, એમ તેમણે કહ્યું હતું.

‘ઇન્દ્રિયા’ એક સાથે ત્રણ શહેરોમાં દિલ્હી, ઈન્દોર અને જયપુરમાં ચાર સ્ટોર ખોલશે. તેની યોજના છ મહિનામાં 10થી વધુ શહેરોમાં વિસ્તરણ કરવાની છે. નેશનલ બ્રાન્ડ્સની એવરેજ સાઇઝ કરતાં 30થી 35 ટકા મોટા 7000 ચોરસ ફૂટથી વધુના સ્ટોર્સ વિવિધ પ્રસંગો માટે વિસ્તૃત શ્રેણી ધરાવશે.  આ બ્રાન્ડ 5000થી વધુ વિશિષ્ટ ડિઝાઇન સાથે 15,000 ક્યુરેટેડ જ્વેલરી પીસની વિશાળ પ્રારંભિક શ્રેણી ઓફર કરશે. દર 45 દિવસે નવા કલેક્શન રજૂ કરવામાં આવશે, જે ભારતીય ફાઇન જ્વેલરી માર્કેટમાં માર્કેટ સાઇકલ માટે સૌથી ઝડપી કામગીરી હશે.

નોવેલ જ્વેલ્સના ડિરેક્ટર દિલીપ ગૌરે જણાવ્યું હતું કે ઈન્દ્રિયા દ્વારા અમે જ્વેલરી સેક્ટરમાં સર્જનાત્મકતા, સ્કેલ, ટેક્નોલોજી અને ગ્રાહક અનુભવનાં ધોરણોને ફરીથી નિર્ધારિત કરવા માટે તૈયાર છીએ. નોવેલ જ્વેલ્સના CEO સંદીપ કોહલીએ જણાવ્યું હતું કે કેટેગરી તરીકે જ્વેલરી માત્ર રોકાણમાંથી સ્ટેટમેન્ટમાં પરિવર્તિત થઈ રહી છે. અમારી રજૂઆત સમજી શકાય તે પ્રકારે બધાથી અલગ પડવા, વિશિષ્ટ ડિઝાઈન, પર્સનલાઇઝ્ડ સર્વિસ અને અધિકૃત પ્રાદેશિક લોકો પર આધારિત છે.

 

ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર..

શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થયુ છે. જેમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 49.26 ટકા પરિણામ તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 30.48 ટકા પરિણામ તેમજ ધોરણ 10માં 28.29 ટકા પરિણામ આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ બપોરે 12 વાગે  ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું છે.

અહી નોંધનીય છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ જે પાસ થયા હતાં એવા વિદ્યાર્થી પણ પરીક્ષા આપી હતી. જેમાં પહેલીવાર પાસ થયેલાએ પણ પરીક્ષા આપી હતી. જેમાં 7744 વિદ્યાર્થી નોંધાયેલ હતા. પૈકી 4094 વિદ્યાર્થીઓના પરીણામમાં સુધારો થયો છે. જ્યારે 3648 વિધાર્થીઓના પરીણામમાં સુધારો ના થયો.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે ધોરણ 12 સાયન્સમાં તમામ વિષયો સાથે બીજીવાર બોર્ડ પરીક્ષા લેવાઈ હતી. જેમાં અગાઉના મુખ્ય બોર્ડ પરીક્ષામાં પાસ હોય તેવા અને નાપાસ હોય તેવા તમામ વિદ્યાર્થીઓને તક અપાઈ છે. જ્યારે ધોરણ 10માં ત્રણ વિષયમાં નાપાસ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં બે વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા યોજાય હતી. ધોરમ 12 સાયન્સમાં 8 હજારથી વઘુ વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ પાસ થયા છે તેમ છતાં વધુ ગુણ મળવવા માટે ફરી પરીક્ષા આપી હતી. ધોરણ 10, 12 સાયન્સ અને 12 સામાન્ય પ્રવાહના કુલ મળીને 2.28 લાખથી વઘુ વિદ્યાર્થીઓનું પરિણામ gseb.org પર ચેક કરી શકાશે. ઉલ્લેખનીય છે કે માર્કશીટ અને પ્રમાણપત્ર વિતરણની હવે પછી તારીખ જાહેર કરાશે.