
શું તમારી 9 થી 5 નોકરીઓનો અંત ? Linkedinના કો-ફાઉન્ડરે કરી આવી ભવિષ્યવાણી
શું તમારી 9 થી 5 નોકરી પર જોખમ મંડરાઈ રહ્યું ? AI અને ટેક્નોલોજીના બદલાતા સ્વરૂપમાં આ પ્રશ્ન ઝડપથી ઊભો થઈ રહ્યો છે. LinkedInના સહ-સ્થાપક રીડ હોફમેને તાજેતરમાં એક આગાહી કરી છે કે વર્ષ 2034 સુધીમાં 9 થી 5 નોકરીઓ સમાપ્ત થઈ જશે. રીડ હોફમેનના આ દાવા બાદ સોશિયલ મીડિયા પર સનસનાટી મચી ગઈ છે.

તાજેતરમાં જ રિલીઝ થયેલી વિડિયો ક્લિપમાં, હોફમેને કહ્યું હતું કે તે જોઈ રહ્યા છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આજના વર્કફોર્સમાં અને કામ કરવાની ઢબમાં ઘણો બદલાવ લાવી રહ્યું છે અને નોકરીઓને ખતમ કરી રહ્યું છે. હોફમેનના મતે, AIની વધતી શક્તિ અને ટેક્નોલોજીના ઝડપથી બદલાતા સ્વરૂપને કારણે કંપનીઓને નવી રીતે વિચારવું પડશે. કામકાજના કલાકો અને કર્મચારીઓની ભૂમિકામાં ફેરફાર થવાનો છે. હોફમેનની આ આગાહી પર ઈન્ટરનેટ યુઝર્સ ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક તેને ભવિષ્યની વાસ્તવિકતા માની રહ્યા છે, જ્યારે કેટલાક તેને માત્ર એક શક્યતા તરીકે જોઈ રહ્યા છે.
ભારતીય-અમેરિકન ઉદ્યોગસાહસિક અને રોકાણકાર નીલ તપારિયાએ સોશિયલ મીડિયા પર રીડ હોફમેનના ઇન્ટરવ્યુની ક્લિપ શેર કરી છે. X પર પોસ્ટ કરતી વખતે તેણે લખ્યું- તમારી 9 થી 5 નોકરી પૂરી થઈ રહી છે. તે 2034 સુધીમાં સંપૂર્ણપણે લુપ્ત થઈ જશે.પોતાની વાત સાબિત કરવા માટે Linkedin ના સ્થાપક રીડ હોફમેને સોશિયલ મીડિયાના ઉદયની આગાહીનો પણ ઉલ્લેખ કર્યો. તેમની આગાહી વાયરલ થઈ છે અને આ પોસ્ટને અત્યાર સુધીમાં 17 મિલિયનથી વધુ વખત જોવામાં આવી છે. ઉપરાંત, તેને 61,000 થી વધુ ‘લાઇક્સ’ મળી છે. હોફમેનની આગાહીઓનો આ રેકોર્ડ સાબિત કરે છે કે તેની આગાહીઓ હંમેશા સચોટ હોય છે!
રીડ હોફમેનની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ
તપારિયાએ રીડ હોફમેનની અન્ય ત્રણ ભવિષ્યવાણીઓ પણ પ્રકાશિત કરી હતી જે સાચી સાબિત થઈ છે. 1997 માં, તેણે સોશિયલ મીડિયાની તેજીની આગાહી કરી. આ તે સમય હતો જ્યારે કોઈને ખ્યાલ નહોતો કે ભવિષ્યમાં સોશિયલ મીડિયા આપણા જીવનનો આટલો મહત્વપૂર્ણ ભાગ બની જશે. પરંતુ તેણે જે કહ્યું તે બધું જ સાચું સાબિત થયું.
હોફમેને એવી પણ આગાહી કરી હતી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્રાંતિ આવી રહી છે, અને ચેટ GPT આવવાના વર્ષો પહેલા આ હશે.તેમણે કહ્યું હતું કે આ નવી ટેક્નોલોજીના આગમનથી આપણી કામ કરવાની રીત સંપૂર્ણપણે બદલાઈ જશે.આજે આપણે આઈટી સેક્ટરથી લઈને બેન્કિંગ સેક્ટર સુધી દરેક જગ્યાએ AIની અસર જોઈ શકીએ છીએ.
વધુમાં, હોફમેન, જે વેકેશન રેન્ટલ જાયન્ટ એરબીએનબીમાં પ્રારંભિક રોકાણકાર હતા, તેમણે પણ શેરિંગ અર્થતંત્રના ઉદયની આગાહી કરી હતી.તેમણે કહ્યું હતું કે લોકો હવે સંસાધનોની વહેંચણી કરીને નવી અર્થવ્યવસ્થા બનાવશે, અને આજે આપણે જોઈએ છીએ કે તેમની આગાહી પણ સાચી પડી છે.
હોફમેનની આ આગાહીઓએ સાબિત કર્યું છે કે તે ટેક્નોલોજીકલ અને સામાજિક ફેરફારોને સમજવામાં અને તેની આગાહી કરવામાં નિષ્ણાત છે. તેની દરેક ભવિષ્યવાણીએ ઇન્ટરનેટ અને ટેક્નોલોજીની દુનિયામાં નવી દિશા બતાવી છે.
અદાણી વિદ્યાલય ખાતે પર્સનાલિટી ડેવલોપમેન્ટ વર્કશોપ
સુરત : શહેરના જુનાગામ ખાતે આવેલી નવચેતન અદાણી વિદ્યાલયમાં બે દિવસીય પર્સનાલિટી ડેવલોપમેન્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ સુમૈયા વરીયાવાના માર્ગદર્શન હેઠળ ધોરણ 6 થી 8ના કુલ 105 વિદ્યાર્થીઓ સાથે યોજાયો હતો. વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આગળ વધવા માટે જ્ઞાન, અભિગમ, કૌશલ્ય આદત કે ટેવો જેવી બાબતોને વીડિયો ક્લિપ અને રમતો દ્વારા સમજાવવામાં આવી હતી.
વિદ્યાર્થીઓમાં વાતચીત કરવાની કળા, ગુસ્સા ઉપર કાબુ રાખવો, મિત્રો કે વડીલો સાથેનું વર્તન, સારી કે ખરાબ આદતો અંગે જવાબદાર બનવું, બોલવા કરતા વધુ સાંભળવુ, સમજવું, આભાર માનવો, પોષણયુક્ત ખોરાક ખાવો, ટાઈમ ટેબલ પ્રમાણે ચાલવું જેવી બાબતોને ઉદાહરણો અને રમતો દ્વારા સમજાવવામાં આવ્યું હતું.
સફળતા મેળવવા માટેનો સાચો અભિગમ કેળવવા માટે સક્સેસ સ્ટોરીઓની વીડિયો ક્લીપ બતાવી અને તેની ચર્ચા દ્વારા સારા સંબંધો માટે સારી ભાષાનો ઉપયોગ કરવો, બીજા પ્રત્યે વિશ્વાસ રાખવો જેવી બાબતોને ધ્યાનમાં રાખી બાળકોને માહિતગાર કરાયા હતા. વિદ્યાર્થીઓ માટે સૌથી મહત્વની મેમરી ટેકનિક શીખવી હતી. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અને એમના અભિગમમાં બદલાવ આવે તેમજ આત્મવિશ્વાસ વધે એ માટે નવચેતન અદાણી વિદ્યાલય દ્વારા વિવિધ વર્કશોપનું નિષ્ણાંત વક્તા સાથે નિયમિત આયોજન કરવામાં છે.
સ્પોર્ટ્સ ક્લબ અમદાવાદ ખાતે ‘ઉદ્દગમ શબ્દ સુરોત્સવ’નું આયોજન
અમદાવાદ: ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્પોર્ટ્સ ક્લબ અમદાવાદ અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી 27મી જુલાઈ 2024ના રોજ સ્પોર્ટ્સ ક્લબ અમદાવાદ ખાતે ‘ઉદ્દગમ શબ્દ સુરોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું.

ઉદગમના મે. ટ્રસ્ટી ડો . મયુર જોષીએ કાર્યક્રમમાં ઉદ્દગમના કાર્યોની માહિતી આપીને પધારેલ સહુનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મેહમાન તરીકે ગાંધીનગર મહાનગરપાલિકાના મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન હેમાબેન ભટ્ટ, અતિથિ વિશેષ સ્પોર્ટ્સ ક્લબના વાઇસ પ્રેસિડેન્ટ અને ઉદ્યોગપતિ ચિરંજીવ પટેલ, સમાજ સેવી આશાબેન સરવૈયા, સુર્યમ ડેવલોપરના ડાયરેકટર અજલભાઈ પટેલ, ડો. મયુર જોષી હાજર રહ્યા અને તેમણે દીપ પ્રાગટ્ય કર્યું હતું. મુખ્ય મેહમાન હેમાબેન ભટ્ટે ઉદગમના સુંદર સમાજલક્ષી કાર્યોની પ્રસંશા કરી અને પૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.

‘ઉદ્દગમ શબ્દ સુરોત્સવ’માં ભારતના વિશ્વ પ્રસિદ્ધ શાયરો નિદા ફાઝલી, મિર્ઝા ગાલિબ, ગુલઝાર, એહમદ મીર વગેરની જાણીતી ગઝલો રજૂ કરવામાં આવી. મુખ્ય ગાયિકા ડો. મિતાલી નાગએ દર્દ સે મેરા દામનભર લે… ગઝલથી શરૂઆત કરી હતી. ઉદ્દગમ શબ્દ સુરોત્સવમાં ચાણક્ય અને દિક્ષિતા જોષી, સ્વદેશી જાગરણ મંચ ગુજરાત પ્રાંતના અધિકારી ઉદયભાઈ ત્રિવેદી, હાર્દિકભાઈ વાછાણી, ઉદગમના મનોજભાઈ જોષી, જયપ્રકાશ ભટ્ટ, વાગ્મી જોષી, કિરત જોષી, અનિતા કપૂર હાજર રહ્યા.
HMD ઇન્ડિયાએ અભિનેત્રી સાન્યા મલ્હોત્રાને બ્રાન્ડ એમ્બેસડર બનાવી
નવી દિલ્હીઃ હ્યુમન મોબાઇલ ડિવાઇસિસે (HMD) બોલિવુડની બહુમુખી પ્રતિભાશાળી અભિનેત્રી સાન્યા મલ્હોત્રા સાથે હાથ મિલાવ્યા છે, જે કંપનીની આગામી સ્માર્ટફોન લાઇન-અપ માટે બ્રાન્ડના અગ્રણી ચહેરા તરીકે જોવામાં આવશે. જેનો પ્રારંભ HMD Crestથી શરૂ થશે. પોતાના દમદાર અભિનયથી જાણીતી બનેલી, ડાન્સ અને ફેશન-ફોરવર્ડ સ્ટાઇલ માટે જાણીતી અભિનેત્રી HMDના આગામી 360 ડિગ્રી કેમ્પેનને આગળ ધપાવશે, જે ફેશન, સ્ટાઇલ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની આસપાસના બ્રાન્ડની સહજ પર્સનાલિટીને રજૂ કરશે.
હ્યુમન મોબાઈલ ડિવાઇસ સાથે સાન્યાની ભાગીદારી ભારતમાં સ્ટાઇલ પ્રત્યે સભાન પ્રેક્ષકોને નવીન અને એક્સપ્રેસિવ મોબાઇલ અનુભવો પ્રદાન કરવાના કંપનીના મિશનમાં એક મહત્વપૂર્ણ ક્ષણ છે. આ સહયોગ અંગે HMD ઇન્ડિયા અને એપીએસીના વીપી રવિ કુંવરે જણાવ્યું હતું કે અમે સાન્યા મલ્હોત્રાને હ્યુમન મોબાઇલ ડિવાઇસીસ પરિવારમાં આવકારતાં આનંદ અનુભવીએ છીએ. સાન્યા ખરેખર એક અનોખી પ્રતિભા છે અને સ્ક્રીન પર વારંવાર મજબૂત પ્રદર્શન કરવાની તેની ક્ષમતા ઉપરાંત વિવિધ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર વિવિધ આકર્ષક કન્ટેન્ટ સાથે પોતાની જાતને વ્યક્ત કરવાની તેની દુર્લભ ક્ષમતા ગ્રાહક સાથે જોડાવાની અમારી રીતો સાથે સંપૂર્ણ રીતે મેચ થાય છે. વિવિધતા ઇચ્છતા અને સ્ટાઇલ પ્રત્યે સભાન યુવા પ્રેક્ષકોને તેની અપીલ મોબાઇલ અનુભવો પહોંચાડવાની અમારી પ્રતિબદ્ધતાને રજૂ કરે છે, જે ફક્ત ટેક્નોલોજિકલી જ એડવાન્સ્ડ નથી. પણ પર્સનલ સ્ટાઇલને સાચી રીતે વ્યક્ત કરે છે.
પોતાના આ નવા જોડાણ સાથે એટલી જ ઉત્સાહિત સાન્યા મલ્હોત્રાએ જણાવ્યું હતું કે હું હ્યુમન મોબાઇલ ડિવાઇસિસ સાથે ભાગીદારી કરીને રોમાંચિત છું. આ એક એવી બ્રાન્ડ છે જેના સ્માર્ટફોન ટેક્નોલોજી અને સેલ્ફ-એક્સપ્રેશનનું અનોખું મિશ્રણ છે. સ્માર્ટફોનની HMD Crest રેન્જ ફક્ત કનેક્ટેડ રહેવા માટે જ નથી, તેઓ એક સ્ટેટમેન્ટ આપવા અને તમારી અનન્ય સ્ટાઇલને વ્યક્ત કરવા વિશે છે, જે ફેશન અને અભિવ્યક્તિની સ્વતંત્રતા બંનેને મહત્વ આપે છે. હું ભારતમાં સ્ટાઇલ પ્રત્યે સભાન ગ્રાહકો માટે કંપનીની સફરનો ભાગ બનવા માટે ઉત્સાહિત છું.
તાજેતરમાં બ્રાન્ડે તેમના આગામી ફોન લોન્ચના સંદર્ભે જિમી શેરગિલ અને જેમિમા રોડ્રિગ્સ સાથે પણ ભાગીદારી કરી છે.
કાંકરિયા લેક ખાતે ‘ચિયર ફોર ભારત’ કેમ્પેઈનનું આયોજન..
અમદાવાદ : પેરિસમાં ઓલિમ્પિકમાં 2024નું આયોજન કરવામાં આવ્યું છે. પેરિસમાં રમતા ભારતીય ખેલાડિયો માટે અમદાવાદના કાંકરિયા લેક ખાતે સ્કેટિંગ, બોક્સિંગ અને રસ્સાખેંચનું ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડેમોસ્ટ્રેશનનું આયોજન ‘ચિયર ફોર ભારત’ કેમ્પેઈન હેઠળ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ વખતે ભારતનું પ્રતિનિધિત્વ કરતા 117 ખેલાડિ ઓલિમ્પિકમાં સુધી પહોંચ્યા છે. ત્યારે અત્યાર સુધીની વાત કરીએ તો, હાલ સુધીમાં ભારતે એક બ્રોન્સ મેડલ ભારતના ખાતમાં આવ્યું છે.

પેરિસમાં ઓલિમ્પિકમાં ભારતનું નામ રોશન કરતા 117 ખેલાડિયો માટે ભારતીય અવનવી રીતે પોતાનો સપ્રોર્ટ પ્રદર્શીત કરતા હોય છે. ત્યારે આજે અમદાવાદના કાંકરિયા લેક ખાતે સ્કેટિંગ, બોક્સિંગ, અને રસ્સાખેંચનું ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકરા રમતગમત વિભાગના સંયુક્ત ઉપક્રમે આ ડેમોસ્ટ્રેશનનું આયોડન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પેરિસ રમતા ભારતીય ખેલાડીઓને સપોર્ટ કરવા માટે આ ખાસ ‘ચિયર ફોર ભારત’ કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે.
અત્યારે સુધી ભારતના નામે એક બ્રોન્સ મેડલ થયું છે. ઉલ્લેખનીય છે કે ભારતીય શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો છે. તેણે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. મનુ ઓલિમ્પિકના ઈતિહાસમાં શૂટિંગમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે. મનુ માત્ર 0.1 પોઈન્ટથી સિલ્વર મેડલ જીતવામાં ચૂકી ગઈ હતી. તેણે 221.7 પોઈન્ટ મેળવ્યા છે. આ ઉપરાંત આ મેડલ સાથે ભારત ઓલિમ્પિકમાં 22 સ્થાન પર છે.
પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓ…
પેરિસ ઓલિમ્પિકમાં ભારતના 117 ખેલાડીઓ ભાગ લેવા પહોંચ્યાછે. ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયેલા ખેલાડીઓમાં માત્ર શોટ પુટ એથ્લેટ આભા ખટુઆનું નામ યાદીમાં નથી. જો કે અહીં વાત કરવાની છે ઓલિમ્પિકમાં સામેલ થયેલા ભારતીય ખેલાડીઓની.

આભા ખટુઆનું નામ સામેલ ન હોવા છતાં, આ યાદીમાં સૌથી વધુ એથ્લેટિક્સના 29 ખેલાડીઓ છે જેમાં 11 મહિલા અને 18 પુરુષોનો સમાવેશ થાય છે. ત્યાર બાદ શૂટિંગ 21 અને હોકી 19 છે. ભારતના આઠ ખેલાડીઓ ટેબલ ટેનિસમાં ભાગ લેશે જ્યારે બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ સહિત સાત ખેલાડીઓ બેડમિન્ટનમાં ભાગ લેશે.

આ ઉપરાંત કુસ્તીમાં 6, તીરંદાજીમાં 6 અને બોક્સિંગ 6 ખેલાડીઓ ઓલિમ્પિકમાં એમનો પડકાર રજૂ કરશે. આ પછી ગોલ્ફમાં 4, ટેનિસમાં 3, સ્વિમિંગ 2, સેલિંગ 2 ખેલાડીઓ છે. ઘોડેસવારી, જુડો, રોઇંગ અને વેઇટ લિફ્ટિંગમાં એક-એક ખેલાડી ભાગ લેશે. શૂટિંગ ટીમમાં 11 મહિલા અને 10 પુરૂષ ખેલાડીઓનો સમાવેશ થાય છે. ટેબલ ટેનિસમાં, પુરૂષ અને મહિલા બંને કેટેગરીમાં ચાર-ચાર ખેલાડીઓ છે. ટોક્યો ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ ચાનુ એકમાત્ર વેઈટલિફ્ટર છે જે ટીમમાં સામેલ છે. એ મહિલાઓની 49 કિગ્રા વર્ગમાં પડકાર આપશે.
દિલ્હી લિકર નીતિના સૂત્રધાર CM કેજરીવાલઃ CBI
નવી દિલ્હીઃ દિલ્હી લિકર કૌભાંડ કેસથી જોડાયેલા મની લોન્ડરિંગમાં ED પછી CBIએ પણ CM અરવિંદ કેજરીવાલની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. CBIએ આ મામલે દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસમાં CM કેજરીવાલ દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. EDએ 21 માર્ચે CM કેજરીવાલની મની લોન્ડરિંગ મામલે ધરપકડ કરી હતી.
CBI તરફથી હાજરી થયેલા વિશેષ સરકારી વકીલ ડીપી સિંહે હાઇકોર્ટમાં દલીલ કરી હતી કે એજન્સીને CMની ત્યારે ધરપકડ કરી હતી, જ્યારે તેમની વિરુદ્ધ નક્કર પુરાવા મળવા લાગ્યા છે. CBIએ કેજરીવાલની 26 જૂને રાઉઝ એવેન્યુ કોર્ટથી ધરપકડ કરી હતી.
કોર્ટમાં CBIનો તર્ક છે કે એક્સાઇઝ પોલિસી CMના હસ્તાક્ષર છે. આવામાં તેઓ આ નીતિના મુખ્ય સૂત્રધાર છે. એજન્સીએ કહ્યું હતું કે એક વાર પૈસા ચાલ્યા ગયા પછી એ માલૂમ કરવું મુશ્કેલ છે, પણ અમે એની તપાસ કરી છે કે પૈસા ગોવા ગયા છે, જ્યાં વિધાનસભા ચૂંટણીમાં પ્રત્યેક ઉમેદવારને રૂ. 90-90 લાખ આપવામાં આવ્યા હતા.
એજન્સીએ કહ્યું હતું કે આનાથી વધુ પ્રત્યક્ષ પુરાવા ના હોઈ શકે. ગુનાની ગંભીરતા જોતાં ચાર્જશીટ દાખલ થવા પર જામીન ના આપવા જોઈએ, કેમ કે એનાથી સાક્ષીઓને પ્રભાવિત કરી શકાય છે.
એજન્સી આ કેસમાં દિલ્હીના ઉપ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયા અને BRS નેતા કવિતા સહિત 18 આરોપીઓની વિરુદ્ધ અત્યાર સુધી પાંચ ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે. CBIએ દાવો કર્યો હતો કે રૂ. 100 કરોડની લાંચ લેવામાં આવી હતી અને એમાંથી રૂ. 44.5 કરોડ જૂન, 2021થી જાન્યુઆરી, 2022ની વચ્ચે હવાલા ચેનલ્સ દ્વારા ગોવા વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે મોકલવામાં આવ્યા હતા.
ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ..
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાર્વત્રિક વરસાદ નોંધાય રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સિઝન સૌથી સારો વરસાદ નોંધાય રહ્યો છે. તો બીજી બાજું આજે અંતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરી છે.સવારથી બપોરના 12 વાગ્યા સુધીમાં 182 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.બનાસકાંઠા જિલ્લામાં પણ આજે વહેલી સવારથી ભાભરમાં 1.1 ઈંચ, થરાદમાં 1 ઈંચ, વાવમાં 20 મીમી, દિયોદરમાં 17 મીમી, લાખણીમાં 16 મીમી, ધાનેરામાં 13 મીમી, સુઈગામમાં 10 મીમી, ડીસામાં 4 મીમી અને કાંકરેજમાં 1 મીમી વરસાદ ખાબક્યો હતો.

આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બનાસકાંઠાના વડગામમાં બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં સાડા 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને લઇને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જિલ્લાના અન્ય તાલુકાની વાત કરવામાં આવે તો પાલનપુરમાં 2.2 ઈંચ, દાંતા દોઢ ઈંચ, સુઈગામમાં 18 મીમી, અમીરગઢમાં 15 મીમી, ડિસામાં 5 ઈંચ, કાંકરેજમાં 3 મીમી અને થરાદમાં 1 મીમી વરસાદ વરસ્યો છે.

તો આ બાજું સાબરકાંઠાના હિંમતનગરમાં ધોધમાર વરસાદથી ચારેબાજુ પાણી જ પાણી જોવા મળ્યું છે. ખાસ કરીને હિંમતનગરના હમીરગઢ ગામ પાસે આવેલા રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયાં હતાં. આ દરમિયાન રેલવે અંડરબ્રિજમાંથી પસાર થતી એસટી બસ અને કાર પાણીમાં ગરકાવ થઈ હતી. હિંમતનગરથી વીરાવડા વાયા હમીરગઢ જઈ રહેલી એસટી બસ અંડરબ્રિજના પાણીમાં ગરકાવ થઈ હતી. પાણી ભરાય એ પૂર્વે એસટી બસ અંડરબ્રિજમાં જ સેન્સરના કારણે બંધ પડી ગઈ હતી તેમજ એક કાર પાણી ડૂબી જતાં સીડી વડે કારમાં સવાર વ્યક્તિઓને બહાર કાઢવામાં આવી હતી. આસપાસનાં ખેતરોનું તેમજ ગામનું પાણી અંડરબ્રિજમાં ફરી વળ્યું હતું. વરસાદી પાણીના નિકાલના અભાવે દર વર્ષે અંડરબ્રિજમાં પાણી ભરાય છે.




હોમિયોપેથીને વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપવા માટે વર્લ્ડ હોમિયોપેથી સમિટ-2નું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ. નીતિશ દુબેની દ્રષ્ટિ અને નેતૃત્વએ આ સમિટને સફળ બનાવ્યું. હોમિયોપેથીના ભવિષ્ય, ચાલતા સંશોધનો અને જર્મનીમાં થનારા આગામી વર્લ્ડ હેલ્થ સમિટના રૂપરેખા વિશે વિશ્વભરના ડોક્ટરો સાથે અહીં ચર્ચા કરવામાં આવી. આ સમિટમાં ભારતના અનેક રાજ્યો ઉપરાંત 25 કરતાં વધુ દેશોના હોમિયોપેથી ડોક્ટરોને હોમિયોપેથીના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા. ડૉ. નીતિશ દુબેેેએ જણાવ્યું, “હોમિયોપેથી ભારતની આધ્યાત્મિકતા અને જર્મનીનું વિજ્ઞાન છે. સાથે જ હું નક્કરપણે માનું છું કે ભારત હોમિયોપેથીમાં વૈશ્વિક નેતા બનવાના પથ પર છે.”
સમિટમાં વિવિધ ક્ષેત્રના પ્રખ્યાત વ્યક્તિઓએ હાજરી આપી હતી. જેમાં ભારતીય કવિ કુમાર વિશ્વાસ, અભિનેતા અનુપમ ખેર, ડૉ. રામજી સિંહ, ફેકલ્ટી ઓફ હોમિયોપેથીના પ્રમુખ ગેરી સ્મિથ અને કેબિનેટ મંત્રી લલન સિંહનો સમાવેશ થાય છે. ભૂતપૂર્વ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટર ક્રિસ ગેલ, શ્રીલંકન ક્રિકેટર સનથ જયસૂર્યા અને સાઉથ આફ્રિકન ક્રિકેટર જોન્ટી રોડ્સે પણ હાજર રહ્યા હતા.
અનુપમ ખેરે એમના વિચારો લોકો સમક્ષ મૂકતા કહ્યું, “હું આ અગત્યની ઇવેન્ટમાં હાજર રહ્યો તે માટે ખૂબ જ ખુશ છું. વૈશ્વિક હોમિયોપેથી સમુદાયને એકસાથે આવે તે વાસ્તવમાં જોવું પ્રેરણાદાયી લાગે છે. મને આ અદ્ભુત સમારોહનો ભાગ બનાવવા માટે હું ડૉ. નીતિશ દુબેેેેેનો હૃદયપૂર્વક આભાર માનું છું.”
આ ઇવેન્ટમાં ડૉ. દુબેેેેેના યોગદાનને પણ પ્રકાશિત કરાયું. ડૉ. દુબેેેેેની સિદ્ધિઓ રાષ્ટ્રીય સીમાઓને પણ પાર કરે છે. તેમણે યુકે-ઇન્ડિયા બિઝનેસ કોન્ફરન્સ-2022માં લંડન સંસદમાં તેમના મંતવ્યો રજૂ કર્યા છે અને યુરોપ ઇન્ડિયા સેન્ટર ફોર બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રી (EICBI) દ્વારા આયોજિત વિવિધ આંતરરાષ્ટ્રીય બિઝનેસ મીટ્સમાં મુખ્ય પ્રવક્તા તરીકે હાજરી આપી છે.
વર્લ્ડ હોમિયોપેથી સમિટ-2માં માત્ર હોમિયોપેથીમાં થયેલી પ્રગતિને રજૂ નથી કરવામાં આવી. પરંતુ 25 કરતાં વધુ દેશોના હોમિયોપેથી ડોક્ટરોને સન્માનિત પણ કરવામાં આવ્યા. આ ઇવેન્ટે આધુનિક આરોગ્ય સેવાઓમાં હોમિયોપેથીના મહત્વ અને સમગ્ર આરોગ્યમાં તેની વધતી પ્રસ્તુતિને ઉજાગર કરી છે.