બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે શેખ હસીનાએ પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. નોકરીમાં અનામત નાબૂદ કરવા અને વડા પ્રધાન શેખ હસીના અને શાસક પક્ષના સમર્થકોના રાજીનામાની માગણી કરતા વિરોધીઓ વચ્ચે ફાટી નીકળેલી હિંસામાં 19 પોલીસકર્મીઓ સહિત 100 થી વધુ લોકો માર્યા ગયા હતા. સેંકડો લોકો ઘાયલ થયા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે સમગ્ર દેશમાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. હવે દેશભરમાં સેના તૈનાત છે.
બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોતા BSFએ ભારત-બાંગ્લાદેશ સરહદ પર હાઈ એલર્ટ જાહેર કર્યું છે. બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, બીએસએફ ડીજી પણ કોલકાતા પહોંચી ગયા છે.
રવિવારે વિરોધ હિંસક બન્યો હતો
સરકારી નોકરીઓ માટે ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવાની માંગ સાથે લાંબા સમયથી ચાલી રહેલ વિદ્યાર્થીઓનો વિરોધ રવિવારે હિંસક બન્યો હતો. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે હવે તેમની એકમાત્ર માંગ પીએમ શેખ હસીનાનું રાજીનામું છે બાંગ્લાદેશના અગ્રણી અખબાર પ્રથમ આલોએ કહ્યું કે દેશભરમાં અથડામણ, ગોળીબાર અને જવાબી કાર્યવાહીમાં ઓછામાં ઓછા 100 લોકો માર્યા ગયા છે. પોલીસ હેડક્વાર્ટરના જણાવ્યા અનુસાર દેશભરમાં 14 પોલીસકર્મીઓ માર્યા ગયા છે. જેમાંથી 13ના મોત સિરાજગંજના ઇનાયતપુરના આ જ પોલીસ સ્ટેશનમાં થયા હતા. લગભગ 300 પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાનું કહેવાય છે.
રાજ્યમાં વનવિભાગની 2022માં ભરતી માટેની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ 8 થી 27 ફેબ્રુઆરી 2024 સુધીમાં પરીક્ષા લેવામાં આવી હતી. નોંધનીય છે કે 823 પદ માટે 8 લાખ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. 4 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેનું પરિણામ જાહેર થતાં જ ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો છે. બે દિવસ અગાઉ CBRT નોર્મલાઈઝેશન મેથડના કારણે ઉમેદવારોને અન્યાય થયાની રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
તો આજે ફોરેસ્ટ બીટ ગાર્ડના ઉમેદવારો ગાંધીનગરના રામકથા મેદાને ભેગા થયા છે. જ્યાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ પહોંચ્યા છે. ઉમેદવારો દ્વારા નોર્મલાઈઝેશન સાથે માર્ક્સ જાહેર કરવા અને તમામ ઉમેદવારોના રિઝલ્ટ PDF પ્રમાણે જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી.
શું માગ છે ઉમેદવારોની?
ગાંધીનગર ખાતે ઊમટી પડેલા ઉમેદવારોની માંગ છે કે, છેલ્લા ઘણા સમયથી ગૌણસેવા દ્વારા,ફોરેસ્ટ, CCE, સબ ઓડિટર, સિનિયર સર્વેયર, Planning assistant, Work assistant મદદનીશ ઈજનેર સિવિલ, ગ્રાફિક ડિઝાઈનર સહિત અલગ અલગ સવર્ગ અને કેડરની ભરતીઓ CBRT પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે. આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલી વાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલાં કહેવામાં આવતું હતું કે, આ CBRT દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય, પારદર્શી, પેપર રહિત, ભૂલ રહિત છે, પરંતુ છેલ્લે લેવાયેલ તમામ પરીક્ષાઓમાં ખરી ઊતરી નથી તેને કારણે અનેક છબરડા સામે આવ્યા છે. સૌથી મોટું નકારાત્મક પાસું એ છે કે ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષા દ્વારા લેવામાં આવે છે.
અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે વૈશ્વિક સંકેતોને કારણે ઘરેલુ શેરબજારમાં જોરદાર વેચવાલી થઈ હતી. જેથી સેન્સેક્સ ખૂલતામાં ત્રણ ટકા ઘટ્યો હતો અને નિફ્ટીએ 24,000ની સપાટી તોડી હતી. રોજગારીના ખરાબ આંકડા આવતાં અમેરિકામાં મંદીની ચિંતા, પશ્ચિમ એશિયામાં જિયો પોલિટિકલ અનિશ્ચિતતાને કારણે વિશ્વના બજારોમાં ભારે વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. જાપાનનનો નિક્કી આશરે 12 ટકા તૂટ્યો હતો. રોકાણકારોના રૂ. 16 લાખ કરોડ ડૂબ્યા હતા.
ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકોમાં 2.5 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક વેચવાલીથી સેન્સેક્સ 2222.55 પોઇન્ટ તૂટીને 78,759.40ના મથાળે બંધથયો હતો, જ્યારે નિફ્ટી50 ઇન્ડેક્સ 662.10 પોઇન્ટ તૂટીને 24,055.60ના મથાળે બંધ થયો હતો. નિફ્ટી બેન્ક 2.45 ટકા તૂટીને 50,092.10, નિફ્ટી મિડકેપ 2.62 ટકા તૂટીને 70,936.90ના મથાળે બંધ રહ્યા હતા. BSEના બધા સેક્ટરના ઇન્ડેક્સમાં વેચવાલી થઈ હતી. ઓટો અને IT શેરોમાં ભારે વેચવાલી થઈ હતી.
ઇરાન-ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ થવાની ભીતિએ એશિયન માર્કેટમાં જોરદાર વેચવાલી નીકળી હતી. રૂપિયો પણ ડોલરદીઠ 83.85ના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો હતો.
અમેરિકામાં જુલાઈમાં જોબ ડેટા નબળા આવતાં મંદીના ભણકારા વાગતાં નેસ્ડેક 2.43 ટકા તૂટીને 16,776.16ના મથાળે બંધ આવ્યો હતો, જે ઓલટાઇમ હાઇથી આશરે 10 ટકા તૂટ્યો હતો. જ્યારે ડાઉ જોન્સ 1.51 ટકા તૂટ્યો હતો. આ સાથે uS ટ્રેઝરી બિલનું યિલ્ડ પણ ડિસેમ્બરના સ્તરથી નીચલા સ્તરે પહોંચ્યું હતું.
બીજી બાજુ, એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કી સવારના સેશનમાં આજે ચાર ટકા તૂટ્યો હતો. ત્યાર બાદ બજાર બંધ થતા સમયે 10 ટકાથી વધુ તૂટ્યો હતો. જાપાનનો નિક્કી 11 જુલાઈના તેની ઓલટાઇમ ઊંચી સપાટીથી 20 ટકા કરતાં વધુ તૂટી ચૂક્યો છે.
ગાંધીનગર: ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડા ફરી એકવાર સરકારથી નારાજ થયા છે. તેમણે કેન્દ્રીય મંત્રીને ટોલ ટેક્સ મુદ્દે ફરિયાદ કરી છે. તેમણે એવો ટોણો પણ માર્યો છે કે, ‘ટોલ ટેક્સ બચાવવા માટે હું મારી કાર પર પૂર્વ મંત્રી લખતો નથી. હું તમામ ટોલ ટેક્સ પર ટેક્સ ભરૂં છું. ટોલ ટેક્સને લઈને સ્થાનિકોમાં ભારે રોષ છે. લોકો અન્યાય સહન કરી રહ્યા છે’
ભાજપના પૂર્વ મંત્રી જ કેન્દ્ર સરકારથી નારાજ
જુનાગઢ-પોરબંદર વિસ્તારમાં ટોલ ટેક્સને લઈને પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને પત્ર લખી રજૂઆત કરી છે કે, ‘તાલુકા, જિલ્લા મથકોએ રજૂઆત કરવા જનારા લોકોને અસહ્ય ટોલ ટેક્સ ચૂકવવો પડે છે. તમારા માટે આ વિસ્તાર સાવ નવો છે. આ કારણોસર આવિસ્તારના પ્રાણ પ્રશ્નોથી તમે અજાણ હશો તે સ્વભાવિક છે. પોરબંદરથી કોઈ વ્યક્તિ ગાંધીનગર રજૂઆત કરવા જાય તો 290 રૂપિયાનો ટોલ ટેક્સ ચૂકવવો પડે છે. જો કોઈ અરજદાર વેરાવળથી ગાંધીનગર જાય 305 રૂપિયા ટોલ ટેક્સ ભરવો પડે છે જે ખરેખર અન્યાયકર્તા છે.
બાંગ્લાદેશ સરકારે સોમવારે ઇન્ટરનેટને સંપૂર્ણ બંધ કરવાનો આદેશ આપ્યો છે. પ્રદર્શનકારીઓએ સામાન્ય જનતાને ‘લોંગ માર્ચ ટુ ઢાકા’માં ભાગ લેવાની અપીલ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આના એક દિવસ પહેલા દેશના જુદા જુદા ભાગોમાં વિરોધીઓ અને શાસક પક્ષના સમર્થકો વચ્ચેની અથડામણમાં 100 થી વધુ લોકોના મોત થયા હતા. બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસાને કારણે ભારતે તેના તમામ નાગરિકોને આગામી સૂચના સુધી પડોશી દેશની મુસાફરી ન કરવાની સલાહ આપી છે. હિંસા રવિવારે સવારે ત્યારે થઈ જ્યારે વિરોધીઓ ‘વિધાર્થીઓ વિરુદ્ધ ભેદભાવ’ના બેનર હેઠળ આયોજિત ‘અસહકાર કાર્યક્રમ’માં ભાગ લેવા આવ્યા હતા. અવામી લીગ, છત્ર લીગ અને જુબો લીગના કાર્યકરોએ તેમનો વિરોધ કર્યો અને ત્યારબાદ બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું. પ્રદર્શનકારીઓ સરકારી નોકરીઓમાં અનામત પ્રથાના મુદ્દે હસીનાના રાજીનામાની માંગ કરી રહ્યા છે.
બંગાળી ભાષાના અગ્રણી અખબારે અહેવાલ આપ્યો છે કે રવિવારે થયેલી અથડામણમાં 14 પોલીસકર્મીઓ સહિત ઓછામાં ઓછા 101 લોકો માર્યા ગયા હતા. હિંસાને કારણે સત્તાવાળાઓને મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરવા અને સમગ્ર દેશમાં અનિશ્ચિત કર્ફ્યુ લાદવાની ફરજ પડી હતી.
‘લોંગ માર્ચ ટુ ઢાકા’ની જાહેરાત
ભેદભાવ વિરોધી વિદ્યાર્થી આંદોલને સોમવારે તેની “લોંગ માર્ચ ટુ ઢાકા”નું આયોજન કરવાની યોજના બનાવી છે. ચળવળના સંયોજક આસિફ મહમૂદે રવિવારે રાત્રે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે દેશમાં વધતી જતી ચિંતાઓ વચ્ચે બોલાવવામાં આવેલી કટોકટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મહેમૂદે કહ્યું, ‘સ્થિતિની સમીક્ષા કરવાના કટોકટીના નિર્ણયમાં, અમારો ‘માર્ચ ટુ ઢાકા’ કાર્યક્રમ 6 ઓગસ્ટના બદલે 5 ઓગસ્ટે યોજાશે. બીજા શબ્દોમાં કહીએ તો, અમે દેશભરના વિદ્યાર્થીઓને સોમવારે ઢાકા આવવા માટે આહ્વાન કરી રહ્યા છીએ. સામાન્ય જનતાને તેમાં ભાગ લેવાની અપીલ કરતાં તેમણે કહ્યું, ‘અંતિમ યુદ્ધનો સમય આવી ગયો છે. ઈતિહાસનો હિસ્સો બનવા ઢાકા આવો. વિદ્યાર્થીઓ નવું બાંગ્લાદેશ બનાવશે.
Bangladesh
ત્રણ દિવસની રજાની જાહેરાત
સરકારે રવિવારે એક પ્રેસ રિલીઝમાં કહ્યું હતું કે વિવિધ સ્થળોએ આતંકી હુમલા થઈ રહ્યા છે. આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સોમવારથી દેશમાં ત્રણ દિવસની સામાન્ય રજા જાહેર કરવામાં આવી હતી.
વચગાળાની સરકાર બનાવવાનો પ્રસ્તાવ
દરમિયાન, ‘યુનિવર્સિટી ટીચર્સ નેટવર્ક’ એ વિવિધ વર્ગો અને વ્યવસાયોના લોકોનો સમાવેશ કરતી વચગાળાની સરકારની તાત્કાલિક રચના કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવ મુજબ હસીનાએ વચગાળાની સરકારને સત્તા સોંપવી પડશે. રવિવારની અથડામણના થોડા દિવસો પહેલા, બાંગ્લાદેશમાં પોલીસ અને મુખ્યત્વે વિદ્યાર્થી વિરોધીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી જેમાં 200 થી વધુ લોકો માર્યા ગયા હતા.
વિદ્યાર્થીઓ શા માટે કરી રહ્યા છે વિરોધ?
વિરોધીઓ વિવાદાસ્પદ અનામત પ્રણાલીને સમાપ્ત કરવાની માંગ કરી રહ્યા છે, જે 1971 માં બાંગ્લાદેશના મુક્તિ યુદ્ધમાં ભાગ લેનારા લડવૈયાઓના સંબંધીઓને સરકારી નોકરીઓમાં 30 ટકા અનામતની જોગવાઈ કરે છે. સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ફેસબુક’, ‘મેસેન્જર’, ‘વોટ્સએપ’ અને ‘ઈન્સ્ટાગ્રામ’ને બંધ કરવાનો આદેશ આપ્યો છે. મોબાઈલ પ્રોવાઈડર્સને 4G ઈન્ટરનેટ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
27 જુલાઈએ દિલ્હીના જૂના રાજેન્દ્ર નગરમાં એક ભયાનક અકસ્માત થયો હતો, કોચિંગ સેન્ટરના ભોંયરામાં પાણી ભરાઈ ગયા હતા, જેમાં IAS પરીક્ષાની તૈયારી કરી રહેલા 3 વિદ્યાર્થીઓના મોત થયા હતા, જેના કારણે સમગ્ર દિલ્હીમાં હોબાળો મચી ગયો હતો. બેદરકારીના મામલામાં હંગામો થયો હતો, જે બાદ સુપ્રીમ કોર્ટે સોમવારે આ મામલે કાર્યવાહી કરી હતી. કોર્ટે આ મામલે કહ્યું કે તે સંજ્ઞાન લેશે. કોર્ટે એમ પણ કહ્યું કે દિલ્હીની આ ઘટના જેમાં ત્રણ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા તે આંખ ખોલનારી છે. કોઈપણ સંસ્થા સલામતી ધોરણોનું પાલન ન કરે ત્યાં સુધી તેને ચલાવવાની મંજૂરી આપવી જોઈએ નહીં.
કોર્ટે જવાબ માંગ્યો હતો
કોચિંગ સેન્ટરના મામલાની નોંધ લેતા સુપ્રીમ કોર્ટે ખુદ કેન્દ્ર અને દિલ્હી સરકારને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. કોર્ટે કહ્યું કે, કોચિંગ સેન્ટર દેશના વિવિધ ભાગોમાંથી આવતા વિદ્યાર્થીઓના જીવ સાથે રમત રમી રહ્યું છે. જસ્ટિસ સૂર્યકાંત અને ઉજ્જલ ભુયાની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. કોર્ટે એમ પણ કહ્યું કે જ્યાં સુધી આવા કોચિંગ માટે તમામ સુરક્ષા વ્યવસ્થાઓ ન હોય ત્યાં સુધી આ પ્રકારની કોચિંગ ઓનલાઈન થવી જોઈએ.
1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો
આ મામલે દિલ્હી હાઈકોર્ટમાં પણ સુનાવણી ચાલી રહી છે અને કોચિંગ ફેડરેશન ફાયર સેફ્ટીના નિયમોને અનુસરવા સંબંધિત હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું હતું. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને પડકારતી અપીલને ફગાવી દીધી હતી અને અરજદારને 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
હાઈકોર્ટે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતોદિલ્હીમાં આ ઘટનામાં ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા. જેમાં તાનિયા સોની (25), શ્રેયા યાદવ (25) અને નેવિન ડેલ્વિન (28)નું મોત થયું હતું. સુપ્રીમ કોર્ટ જ નહીં હાઈકોર્ટ પણ આ મામલાની તપાસ કરી રહી છે. હાઈકોર્ટે આ મામલે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. તપાસ માટે કમિટી બનાવવામાં આવશે તેમ પણ કહેવામાં આવ્યું છે.
સુરત: સમગ્ર રાજ્યમાં જન્માષ્ટમી ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સુરતના હીરા બજારમાં જન્માષ્ટમીના મીની વેકેસનની સત્તાવાર રીતે જાહેરાત કરતા હીરાના કારીગરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં તહેવારો વધુ આવવાથી કારીગરો તેમજ વેપારીઓ સૌરાષ્ટ્ર તેમના વતન જશે તેના કારણે હીરા બજારમાં 10 દિવસનું મીની વેકેશન જાહેર કરાયું છે.
ઓગસ્ટ મહિનો ખાસ કરીને તહેવારોનો મહિનો ગણવામાં આવે છે. આ મહિનામાં ગુજરાતીઓ તહેવારની મજા માણતા હોય છે. સુરતના હીરા બજારમાં વેપારીઓ અને કારીગરો મોટા ભાગના સૌરાષ્ટ્રના છે. જેને ધ્યાને રાખીને, તેઓ તેમના વતનમાં તહેવારનો આનંદ લેવા જઈ શકે તે માટે મીની વેકેશનની જાહેર કરી છે. જેથી સૌરાષ્ટ્રના વતનીઓ જન્માષ્ટમી અને સાતમ આઠમના તહેવારની પરિવાર સાથે મજા માણી શકે.
હાલ હીરા ઉદ્યોગ પાછલા કેટલાક સમયથી મંદીના દોરમાં જ ચાલી રહ્યો છે. ત્યારે કારીગરો અને વેપારીઓમાં એક સારું વાતાવરણ ઉભું થાય તે માટે તહેવારની રાજાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રયોગ હેઠળ 15મી ઓગસ્ટથી કારખાના દસ દિવસ બંધ રાખવા જાહેરાત કરાઈ છે. રફ ડાયમંડનો પુરવઠો અને સામે પોલિશ્ડ ડાયમંડની માંગ જાળવી રાખવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
અમેરિકા: યુનેસ્કોના ધી ગ્લોબલ એજ્યુકેશન મોનિટરીંગ (G.E.M) અહેવાલમાં ટેકનોલોજીના વધુ પડતા ઉપયોગ અને વિદ્યાર્થીઓના પરફોર્મન્સ વચ્ચે નકારાત્મક સંબંધ હોવાની જાણકારી આપવામાં આવી છે. મોટા પાયે આંતરરાષ્ટ્રીય ડેટા દર્શાવે છે કે મોબાઈલ જેવા ઉપકરણોની સરળ ઉપલબ્ધિ વિદ્યાર્થીઓનું ધ્યાન ભટકાવીને અભ્યાસમાં અવરોધ સર્જે છે. તેમ છતાં માત્ર ૨૫ ટકા દેશોએ સ્કૂલમાં સ્માર્ટફોન પર પ્રતિબંધ મુક્યા છે. યુનેસ્કોના અહેવાલમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે કે સ્માર્ટફોન સહિતની ટેકનોલોજી માત્ર શિક્ષણમાં સહાય કરતી હોય ત્યારે જ ઉપયોગમાં લેવી જોઈએ.
યુનેસ્કોએ ટેકનોલોજીથી શિક્ષણને હાનિના સ્થાને લાભ થાય તેની ખાતરી કરવા સ્પષ્ટ ગાઈડલાઈન્સ ઘડવાની સલાહ આપી છે. અહેવાલમાં ટેકનોલોજીના અતિઉપયોગથી વિક્ષેપ, માનવ સંપર્કમાં ઘટાડો અને ગોપનીયતા તેમજ લોકશાહી સામે જોખમની ચેતવણી પણ આપવામાં આવી છે.
ડિજિટલ ટેકનોલોજીના કારણે ખાસ કરીને સમૃદ્ધ દેશોમાં યુવા પેઢીને જરૂરી જાણકારી મળી રહે છે, પણ તમામ કિસ્સામાં સ્ક્રિન અને કી-બોર્ડ લાભકારી નથી રહ્યા. કોવિડ દરમ્યાન ઓનલાઈન શિક્ષણની ક્ષમતા અને ખામી બંને સામે આવ્યા હતા. ટેકનોલોજીના વધુ પડતા વપરાશથી વિદ્યાર્થીઓની એકાગ્રતા પર નકારાત્મક અસર પડતી હોવાનું સામે આવ્યું છે. ફોનનો ઉપયોગ શિક્ષણ સિવાયની પ્રવૃત્તિઓમાં વધારો થતો જોવા મળ્યો છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોર્ટ તરફથી આંચકો લાગ્યો છે. દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં સીબીઆઈ દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડને દિલ્હી હાઈકોર્ટે યથાવત રાખી છે. સીએમ કેજરીવાલે આ ધરપકડને પડકારતી અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે. અરજી ફગાવી દેતાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે એવું ન કહી શકાય કે CBI દ્વારા કોઈ યોગ્ય કારણ વગર અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ રાહત માટે ટ્રાયલ કોર્ટમાં જઈ શકે છે.
દિલ્હી હાઈકોર્ટના આ આદેશ સામે અરવિંદ કેજરીવાલ સુપ્રીમ કોર્ટમાં જશે. સીબીઆઈ દ્વારા ધરપકડ અને જામીનને લઈને સીએમ કેજરીવાલ સુપ્રીમ કોર્ટમાં જશે. તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલને ED કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા છે. આ પહેલા 26 જૂને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડને પડકારવા માટે સીએમ કેજરીવાલ વતી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેને આજે દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે.
સમગ્ર રાજ્યમાં સર્વત્ર સામાન્યથી ભારે વરસાદ નોંધાય રહ્યો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. ત્યારે દક્ષિણની મોટાભાગની નદીઓ બે કાંઠે વહેતી થઇ છે. જેના કારણે નવસારી અને વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. પાણી ભરાવવાને કારણે તંત્ર દ્વારા અનેક લોકોને સલામત સ્થળે લઇ જવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થીતીની માહિતી મેળવી છે. આ સાથે તેમણે વલસાડ અને નવસારીના કલેક્ટરને સૂચનાઓ પણ આપી છે.
ડાંગ જિલ્લામાં સતત બે દિવસથી ભારે વરસાદના કારણે જિલ્લાની લોકમાતા પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જેના પગલે કાંઠા અને નીચાણવાળા સ્થળો પર પૂરના પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું હતું. જિલ્લાના 64 માર્ગો પૂરના પાણી ફરી વળતા બંધ થયા છે. સેંકડો લોકોનું સલામત સ્થળ પર સ્થળાંતર કરાયું છે. આ પરિસ્થિતિ વિકટ બનતા તંત્ર પણ એલર્ટ બન્યું છે. ઉલ્લેખનીય છે કે આજે સવારે ગુજરાતનાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નવસારી અને વલસાડના કલેક્ટર પાસેથી ફોન પર ત્યાંની પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. આ સાથે મુખ્યપ્રધાનએ જિલ્લાના ગામોમાં નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવા તેમજ વરસાદને કારણે ઉભી થયેલી પુરની સ્થિતીમાં જાનમાલનું નુક્શાન ન થાય તેવી સતર્ક્તા અને તકેદારી સાથે યોગ્ય પ્રબંધન માટે પણ વલસાડ અને નવસારીના કલેક્ટરને સૂચનાઓ આપી હતી.
રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં નવ ઇંચ જ્યારે વલસાડ જિલ્લાના ધરમપુર અને વલસાડ તાલુકામાં સાત-સાત ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ડાંગ જિલ્લાના ડાંગ-આહવા તાલુકા, વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા અને નવસારી જિલ્લાના ચિખલી અને વાંસદા મળીને કુલ ચાર તાલુકામાં છ-છ ઇંચ વરસાદ વરસ્યો છે.