Home Blog Page 1595

બંગલાદેશમાં શેખ હસીનાનું રાજીનામું: સેના સંભાળશે સત્તા?

ઢાકાઃ બંગલાદેશમાં વડા પ્રધાન શેખ હસીનાએ દેશમાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનોની વચ્ચે રાજીનામું આપી દીધું છે. તેઓ ઢાકા છોડીને કોઈ સુરક્ષિત જગ્યે નીકળી ગયાં છે. તેઓ ફિનલેન્ડની રાજધાની હેલન્સિકી માટે રવાના થઈ ગયાં છે. હવે દેશમાં હાલ સેના સત્તા સંભાળશે.

આ પહેલાં બંગલાદેશમાં વડા પ્રધાન શેખ હસીનાના રાજીનામાની માગ થઈ રહી હતી અને તેઓ સેનાને સત્તા સોંપે એવી વકી છે. અનામતની વિરુદ્ધ વિદ્યાર્થીના દેખાવો હવે હિંસક બની રહ્યા છે. દેશમાં થયેલી અથડામણમાં અત્યાર સુધી કમસે કમ 100 લોકોનાં મોત થયાં છે.  ઢાકા સહિત દેશભરમાં સેના તહેનાત કરી દેવામાં આવી છે. રસ્તાઓ પરથી પોલીસને દૂર કરી દેવામાં આવી છે.

બંગલાદેશની સ્થિતિ પાકિસ્તાન જેવી થઈ છે. વિદ્યાર્થીઓ નેતાઓએ શેખ હસીનાના રાજીનામાની માગને લઈને સવિનય અવજ્ઞા આંદોલનની ઘોષણા કરી છે. એ અટકળો લગાવવામાં આવી રહી છે કે ઇન્ટર સર્વિસિઝ પબ્લિક રિલેશન્સ (ISPR)એ કહ્યું હતું કે સેના પ્રમુખ જનરલ વેકર-ઉઝ-જમાન બપોરે ત્રણ કલાકની આસપાસ રાષ્ટ્રને સંબોધિત કરશે. તેમણે દેશવાસીઓને ત્યાં સુધી ધીરજ બનાવી રાખવામાં કહેવામાં આવ્યું છે. દેશમાં ટૂંક સમયમાં એક વચગાળાની સૈન્ય સરકાર બનાવવામાં આવે એવી શક્યતા છે, જેમાં સેનાના લોકોના પ્રતિ પોતાનું સમર્થન બતાવવામાં આવશે, એમ સૂત્રોએ કહ્યું હતું. આર્મી ચીફે એવા સંકેત આપ્યા હતા કે સેના દેખાવકારોના સમર્થનમાં છે. સેના હંમેશાં લોકોની સાથે ઊભી છે. હસીનાને કેટલોક સમય સેનાને સત્તા સોંપવા માટે મજબૂર કરવામાં આવે એવી શક્યતા છે.

બીજી બાજુ, આ દેખાવોમાં પ્રદર્શનકારીઓ હિન્દુઓને નિશાન બનાવી રહ્યા છે. રવિવારે થયેલી ભીષણ અથડામણમાં 14 પોલીસ કર્મચારીઓ સહિત 100 લોકોનાં મોત થયાં છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. દેશભરમાં અનિશ્ચિત સમય માટે કરફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. ઇન્ટરનેટ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને ઢાકા સુધી લોન્ગ માર્ચનું આહવાન કરવામાં આવ્યું છે.

 

 

 

 

 

રાજ્યની 53 હજાર આંગણવાડીમાં 3.15 લાખ વૃક્ષોનું થશે વાવેતર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘એક પેડ માં કે નામ’ અભિયાન અન્વયે રાજ્યભરની 53,065 આંગણવાડીઓમાં વૃક્ષારોપણના અભિનવ પ્રયોગનો ગાંધીનગર થી આંગણવાડીના બાળકો સાથે  વૃક્ષ વાવીને પ્રારંભ કરાવ્યો હતો.

વડાપ્રધાનએ તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિવસે દેશવાસીઓને પર્યાવરણ જતન-સંવર્ધનથી અને ગ્લોબલ વોર્મિંગના પડકારોને પહોંચી વળવા ‘એક પેડ માં કે નામ’ વૃક્ષ વાવેતર અને ઉછેરના અભિયાનનું આહવાન કર્યું છે. દરેક વ્યક્તિ પોતાની માંની સ્મૃતિમાં કે માતાની સાથે મળીને એક વૃક્ષ વાવે અને ધરતી માતાની પર્યાવરણીય રક્ષા કરે તેમજ ગ્રીન કવર વધારે તેવો આશય વડાપ્રધાનએ આ અભિયાનમાં રાખેલો છે.

મુખ્યમંત્રીએ વડાપ્રધાનના પર્યાવરણપ્રિય વિચારને સાકાર કરવા ગુજરાતમાં આ અભિયાન અન્વયે આગામી સપ્ટેમ્બર-2024 સુધીમાં 12.20 કરોડ અને માર્ચ-2025 સુધીમાં 17 કરોડ વૃક્ષો  વન વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગો દ્વારા વાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. એટલું જ નહિ, મુખ્યમંત્રીએ રાજ્યની આંગણવાડીઓના ભૂલકા-બાળકોમાં નાનપણથી જ પર્યાવરણ જતન તેમજ વૃક્ષપ્રેમ અને વૃક્ષોના ઉછેર, સંવર્ધનની આદત કેળવાય તેવો પર્યાવરણ જતનલક્ષી પ્રેરક અભિગમ અપનાવ્યો છે.

મુખ્યમંત્રીએ આ હેતુસર મહિલા અને બાળ કલ્યાણ વિભાગને રાજ્યની 53,065 આંગણવાડીમાં આ ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત મોટાપાયે વૃક્ષારોપણ માટે પ્રેરણા આપી હતી. આ રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ મુખ્યમંત્રીએ પવિત્ર શ્રાવણ માસના  પ્રથમ દિવસે ગાંધીનગરમાં સેક્ટર-3Aન્યૂની આંગણવાડીમાં  બાળકો સાથે વૃક્ષારોપણ કરીને  કરાવ્યો હતો.

આ અભિયાનમાં સમગ્ર રાજ્યની આંગણવાડીઓમાં કુલ મળીને 3.15 લાખથી વધુ  વૃક્ષો ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત  વાવવામાં આવશે. મુખ્યમંત્રીએ આ અવસરે આંગણવાડીના ભૂલકાઓ સાથે સ્નેહસભર વાર્તાલાપ કર્યો હતો. તેમને ફળ-છોડ ના રોપાઓનું  વિતરણ પણ કર્યું હતું અને ટેક હોમ રાશનમાંથી બનાવેલી વાનગીઓનું નિર્દશન નિહાળ્યું  હતું.

મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા, ગાંધીનગરના મેયર મીરાબહેન પટેલ, ધારાસભ્ય રીટાબહેન, તેમજ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી સહિત વિવિધ સમિતિઓના ચેરમેન, ડેપ્યુટી મેયર અને મ્યુનિસિપલ કાઉન્સિલર, અગ્રણીઓ તથા સેક્ટરના વસાહતીઓ અને  મહિલા બાળ કલ્યાણ  સચિવ નિરાલા, કમિશનર રણજીત કુમાર, નિયામક  કુમુદ બેન તેમજ શહેર-જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પાંચ સોમવારના શુભ સંયોગ સાથે શ્રાવણ માસ શરૂ

અમદાવાદ: દેવોના દેવ મહાદેવની આરાધનાનો શ્રાવણ માસ શરૂ થતાંની સાથે શિવ મંદિરોના પ્રાંગણ હર હર મહાદેવના નારાથી ગુંજી ઉઠ્યા છે. યોગાનુ યોગ આજે શ્રાવણ સુદ એકમને સોમવાર છે. આ વર્ષે શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર છે. કેટલાક શિવ ભક્તો સોમવારનો જ ઉપવાસ અને શિવ મંદિરોમાં જળ બિલ્વપત્ર સાથે પૂજા કરે છે. આ વર્ષ પાંચ સોમવારનો સંયોગ હોવાથી શિવ ભક્તોમાં અનોખી ખુશી છે. શહેરના નિર્ણય નગર પાસે આવેલા રામેશ્વર મહાદેવનું વિશાળ કદનું શિવલિંગ અને એની આસપાસના દ્વાદશ જ્યોતિર્લિંગની પૂજા માટે વહેલી સવારથી જ લાંબી કતારો લાગી હતી. શહેરના અંકુર કામેશ્વર મહાદેવ, નિલકંઠ મહાદેવ, ચકુડીયા મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ, કર્ણ મુક્તેશ્વર મહાદેવ સહિત કરતાં વધારે શિવ મંદિરોના પ્રાંગણમાં શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. શ્રાવણ માસમાં શિવલિંગ પર દુધ જળના અભિષેકની સાથે લાખોની સંખ્યામાં બિલ્વપત્ર ચઢાવવામાં આવે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

દિવાસો : પૂર્વજો યાદ કરવાની અનોખી પરંપરા

અમદાવાદ: અષાઢ માસનો છેલ્લો દિવસ એટલે દિવાસો. દિવાસો એટલે દેવદિવાળી સુધી 100 દિવસમાં 100 પર્વનો વાસ છે. હિંદુ સંસ્કૃતિના હવેના છેલ્લા ત્રણેય માસ ઉત્સવો, તહેવારો અને વ્રતથી ભરપૂર હોય છે. ચોમાસાની સાથે જપ, તપ અને વ્રતનો મહિમા વધી જાય છે. આ સાથે જ આજથી શ્રાવણ માસની શરૂઆત એટલે શિવજીની આરાધના કરવાનું મહત્ત્વ વધી જાય છે.દિવાસના દિવસે એવરત-જેવરત જેવા જુદાં-જુદાં વ્રતો અને પૂજા અર્ચના કરવાનો દિવસ હોય છે. પરંતુ આ દિવસે એક આખોય સમાજ પોતાના પૂર્વજોને યાદ કરી અનોખી શ્રદ્ધાંજલિ આપે છે. એ સમાજ એટલે દેવીપૂજક સમાજ. દેવીપૂજક સમાજના કેટલાંક સભ્યો દિવાસાના દિવસે સ્મશાને જઇ પરિવારના, સમાજના અંગત કે જે મૃત્યુ પામ્યાં છે, એમને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપે છે. ફૂલ, ફૂલના હાર તેમજ મૃતકની ગમતી ચીજવસ્તુઓ સ્મશાને જઈ અર્પણ કરે છે.દેવીપૂજક સમાજના મહેન્દ્ર દંતાણી ચિત્રલેખા.કોમને કહે છે દિવાસાના દિવસે અમે લોકો પરિવારના જે સદસ્ય સ્વર્ગસ્થ થાય તેમની અંતિમ વિધિ જે જગ્યાએ થઈ હોય ત્યાં તેમને ગમતી વસ્તુઓ લઈ જવામાં આવે છે. આ આધુનિક જમાનામાં પરિવારજનો મૃતકોનાં બેનર્સ તેમજ સુવિચારો પણ પ્રદર્શિત કરે છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા ચામુંડા સ્મશાને દિવાસાની વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. આખાય વિસ્તારમાં મેળા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. સ્મશાનનોમાં દેવીપૂજક સમાજના સભ્યોએ પરિવારની જેમ એકઠાં થઈને પૂર્વજોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.હિંદુ સંસ્કૃતિનું જતન કરતી દિવાસો પરંપરાને જીવંત રાખવા બદલ દેવીપૂજક સમાજે સૌ લોકોને અભિનંદન પાઠવી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે રાજ્કીય અને સામાજિક અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ સમાજના સામૂહિક તહેવારમાં ઉપસ્થિત રહી સહભાગી બન્યા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

ગુજરાત બન્યું શિવમય, સોમનાથમાં શ્રાવણના શરૂઆતની ઉજવણી

આજથી ભગવાન ભોળનાથ અને દેવોના દેવ મહાદેવનો આરાધના અને સાધાનનો મહિનો એટલે કે શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસ જ સોમવાર હોવાથી સોમનાથ મંદિર પરિસરમાં મહાદેવના દર્શન કરવા દેશભરમાંથી હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા હતા. શ્રાવણના પ્રથમ સોમવારે ભારે ભક્તોની ભીડ જોવા મળી હતી. સૂત્રો પાસેથી મળીતી માહિતી અનુસાર લગભગ 6 કલાકમાં 20 હજાર જેટલા ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી.


સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી જે.ડી.પરમારના હસ્તે 30 દિવસ અવિરત મહામૃત્યુંજય યજ્ઞનો પ્રારંભ કરાવવામાં આવ્યો. આ ઉપરાંત શ્રાવણની પ્રથમ ધ્વજાનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમની સાથે જીએમ વિજયસિંહ ચાવડા, એક્ઝિક્યુટિવ ઓફિસર દિલીપ ચાવડા સહિત ટ્રસ્ટ પરિવાર અને ભાવિકો જોડાયા હતા. સોમનાથ મંદિરની પ્રણાલિકા અનુસાર સવારે સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરિસરમાં પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં હજારો ભક્તો હર હર મહાદેવના નાદ સાથે જોડાયા હતા. આ પાલખી યાત્રામાં શિવજીના મુખાર વિંદ સાથે પરીસરમાં ફરી હતી. ત્યારે જાણે સ્વયં મહાદેવ નગરચર્યામાં નીકળ્યા હોય તેવી અનુભૂતિ શિવભક્તોએ કરી હતી.

કેન્દ્ર સરકાર વકફ બોર્ડ પર લગામ કસે એવી શક્યતા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર વકફ બોર્ડને નિયંત્રિત કરવાવાળા 1995ના કાયદામાં ફેરફાર કરે એવી શક્યતા છે. એના માટે સંસદમાં વિધેયક લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. જેને પગલે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) ભડકી ગયું છે. આ પહેલાં શુક્રવારે કેબિનેટની બેઠકમાં વકફ એક્ટમાં 40 સંશોધનના પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે.

સંસદમાં સંશોધન વિધેયક પસાર થયા પછી વકફ બોર્ડની અનિયંત્રિત શક્તિઓ ઓછી થઈ જશે. નવા સંશોધનમાં મહિલાઓને પણ સામેલ કરવાની ભલામણ કરવામાં આવી છે. આ વિધેયક મુજબ બધાં રાજ્યોની સાથે-સાથે કેન્દ્રીય કાઉન્સિલમાં પણ બે મહિલાઓની નિયુક્તિ કરવામાં આવશે.

વકફ બોર્ડમાં સંશોધનવાળું બિલ હજી સંસદમાં રજૂ નથી થયું, પણ એને લઈને હંગામો પહેલેથી જ મચી ગયો છે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ બો બોર્ડે એના પર વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું છે રકે વકફ એક્ટ 2013માં કોઈ પણ એવો ફેરફાર, જેનાથી વકફની સંપત્તિની હેસિયત અને પ્રકૃતિ બદલાઈ જાય અને એને હડપવી સરકાર કે કોઈ વ્યક્તિ માટે સરળ થઈ જાય- એક ધરાર કબૂલ નથી, ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ બો બોર્ડે નિવેદન જારી કર્યું છે, એમાં કહેવામાં આવ્યું છે કે વકફ એક્ટમાં કોઈ ફેરફાર મંજૂર નથી.

વકફ બોર્ડ એક્ટમાં વહોરા, શિયા મુસ્લિમ જેવા સમાજના લોકો લાંબા સમયથી ફેરફારની માગ કરી રહ્યા છે. હાલના સમયમાં વકફ એસેટ્સ મેનેજમેન્ટ સિસ્ટમ ઓફ ઇન્ડિયા મુજબ દેશમાં કુલ 30 વકફ બોર્ડ છે. મોટા ભાગનાની મુખ્ય ઓફિસ દિલ્હીમાં છે. કેન્દ્ર સરકારની સેન્ટ્રલ વકફ કાઉન્સિલ આ વકફ બોર્ડોની સાથે તાલમેલ કરીને કામ કરે છે.

વકફ બોર્ડ પાસે કુલ કેટલી સંપત્તિ?

દેશમાં રેલવે અને કેથલિક ચર્ચ પછી સૌથી વધુ જમીન છે તો એ વકફ બોર્ડની પાસે છે. હાલમાં વકફ બોર્ડ પાસે દેશમાં 9.40 લાખ એકર જમીન છે. ખાસ વાત એ છે કે 2009માં એ જમીન માત્ર ચાર લાખ એકર હતી, પણ 14 વર્ષમાં જમીન બે ગણાથી પણ વધુ થઈ છે. આ જમીનોમાં મોટા ભાગે મસ્જિદ, મદરેસા  કે કબ્રસ્તાનને નામે છે.

કોંગ્રેસ સરકારમાં વકફ બોર્ડને પ્રોત્સાહન

વકફ બોર્ડના પાવરને 1995માં નરસિંહા રાવ સરકારે વધાર્યા હતા. કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારે એના અધિનિયમમાં અનેક ફેરફાર કર્યા હતા. સૌથી પહેલી વાર વકફ બોર્ડ અધિનિયમ 1954માં સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ સરકારમાં વકફ બોર્ડના નિયમોમાં ઘણી છૂટ આપવામાં આવી હતી.

 

 

Monsoon Update: છેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં નોંધાયો વરસાદ

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાર્વત્રિક વરસાદ નોંધાય રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીના ખેરગામમાં 9 ઈંચ, ધરમપુરમાં 7.28 ઈંચ, વલસાડમાં 7 ઈંચ, ડાંગમાં 6 ઈંચ વરસાદ નોંધાયો હતો.

 તો બીજી બાજુ હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસો માટે વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે પાંચમી ઓગસ્ટના નવસારી, વલસાડ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી,   અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, મોરબી, બોટાદ અને કચ્છ હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના દક્ષિણ ગુજરાત વિસ્તારમાં વલસાડ જિલ્લામાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી. ભારેથી અતિભારે વરસાદને અનુલક્ષીને વલસાડ જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ રેડ એલર્ટને ધ્યાને લઈને સુરક્ષાના ભાગરૂપે સોમવાર વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકાની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI બંધ રહેશે. નવસારીમાં બે દિવસથી પડી રહેલા ભારે વરસાદ અને ઉપરવાસના ડાંગ જિલ્લામાં પડેલા વરસાદને કારણે અંબિકા અને કાવેરી ગાંડીતૂર બની છે. જેના કારણે ગણદેવી તાલુકાના બીલીમોરા શહેર સહિત 14 ગામોમાં પૂરની અસર થતાં તાલુકા ભાજપના આગેવાનો તંત્ર સાથે લોકોની સેવામાં જોડાયા હતા. બીલીમોરાના નિચાળવારા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જ્યારે ગણદેવીના ચાર ગામોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા હતા. અત્યાર સુધીમાં જિલ્લામાં 900થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે ગણદેવીના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલ પણ બીલીમોરાના વખારીયા બંદર રોડ ખાતે પહોંચ્યા હતા.

એલ્ડરમેનની નિયુક્તિને મામલે આપ સરકારને ‘સુપ્રીમ’ આંચકો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટથી દિલ્હી સરકારને મોટો આંચકો લાગ્યો છે. કોર્ટે કહ્યું છે કે MCDમાં એલ્ડરમેન નિયુક્ત કરવા માટે LGને મંત્રીઓથી સલાહ લેવાની કોઈ જરૂર નથી. કોર્ટનો ચુકાદો સ્પષ્ટ કહે છે કે એલ્ડરમેન નિયુક્ત કરવા માટે LG  સંપૂર્ણ સ્વતંત્ર છે.

MCDમાં એલ્ડરમેન નિયુક્તિ મામલામાં કોર્ટે સ્પષ્ટ ચુકાદો આપ્યો છે કે 10 એલ્ડરમેન નિયુક્ત કરવાનો અધિકાર LGની પાસે છે. 14 મહિનાથી વધુ સમયથી આ ચુકાદો લટકેલો હતો. એની અસર MCDના કામ પર જોઈ શકાતો હતો., જસ્ટિસે આ ચુકાદામાં સ્પષ્ટ કહ્યું હતું કે LGને આ પાવર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટથી મળેલા છે. આવામાં તેમને દિલ્હી સરકારથી સલાહ લેવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર જ્યારે LGએ 10 એલ્ડરમેનની નિયુક્તિ કરી હતી. આમ આદમી પાર્ટી સરકારનો આરોપ હતો કે એ બધા નેતાઓ ભાજપતરફી છે. આવામાં MCD ચૂંટણીમાં હાર પછી પણ સત્તા હાંસલ કરવામાં કાવતરું થઈ રહ્યું છે. દિલ્હી સરકાર તરફથી વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે છેલ્લાં 30 વર્ષોથી એલ્ડરમેનને દિલ્હી સરકાર નિયુક્ત કરે છે,  LG માત્ર સલાહકારની ભૂમિકામાં હતા. સૌપ્રથમ વાર LGએ એલ્ડરમેન નિયુક્ત કર્યા છે, જે નિયમ વિરુદ્ધ છે.

એની વિરુદ્ધ LGના વકીલનું કહેવું હતું કે કોઈ વ્યવસ્થા 30 વર્ષથી ચાલી આવી રહી છે એનો અર્થ એ નથી કે એ વ્યવસ્થા ઠીક છે.

ક્રોધ અને આડંબરભરી ભાષાથી જવાબદારી સુધી

સદગુરુ: રાજાશાહી અથવા સરમુખત્યારશાહીમાં રક્ત વહાવ્યા વિના સત્તાનું પરિવર્તન શક્ય નથી. લોકશાહીનું મહત્વ એ છે કે લોકોની ઈચ્છા અનુસાર પરિવર્તન આકાર પામે છે, સામાન્યપણે રક્ત વહાવ્યા વિના.

રક્ત ભલે ન વહે, પણ થૂંકના છાંટાની વિપુલ વર્ષા તો થાય જ છે! છેલ્લાં કેટલાંક સપ્તાહોમાં વપરાયેલી ભાષા – જેમાંથી એક પણ રાજકીય પક્ષ બાકાત નથી – એ સ્પષ્ટ કરે છે કે આગામી ચૂંટણી પહેલાં આપણે આ વર્ષાથી બચવા માટે છત્રીથી સજ્જ થવું જ પડશે!

ચૂંટણીમાં ભારતીય જીવનનો કેલિડોસ્કોપ વધુ રંગબેરંગી બન્યો હતો. આપણે ફિલ્મ સ્ટારોને તેમની મૂછોને વળ દેતા જોયા અને સન્યાસીઓને કમર કસતા જોયા. વાયદાઓની ભરમાર જોવા મળીઃ લોન માફી, આજીવિકા પૂરી પાડવી અને આરોગ્યની વિના મૂલ્યે સંભાળ (જેમાં મફત દારૂનો પણ સમાવેશ થાય છે). વિશેષણો પણ અઢળક આપવામાં આવ્યાઃ ઔરંગઝેબથી મોગેમ્બો, ચોકીદારથી લઈને ચોર અને અનારકલીથી લઈને ભ્રષ્ટાચારી. પત્નીઓ અને પિતાઓ પણ આ દોષારોપણ અને આરોપ-પ્રત્યારોપમાંથી બચી ન શક્યા. રમૂજની ક્ષણો આવી હોવા છતાં, આ ભાષણોમાં રમૂજ કરતાં કડવાશ વધારે હતી.

ચાલો, આ દ્વેષનો ત્યાગ કરીએ અને ગૌરવ અને શિષ્ટાચારના સિદ્ધાંતો તરફ પરત ફરીએ. ચૂંટણીના પ્રવચનોને, ચૂંટણીની ભાષાને શા માટે આપણા રોજિંદા જીવનના શબ્દકોશમાં લાવવી જોઈએ? એ યાદ રાખો કે પૃથ્વી પરની પ્રાચીનતમ પૈકીની સંસ્કૃતિના સમર્થનમાં ચૂંટણી લડવામાં આવે છે. વિજેતા અને હારનાર બંનેએ આપણને વારસામાં મળેલી નિર્મળ અને સમાવેશક સંસ્કૃતિને અનુરૂપ નૈતિક વિચારો દાખલ કરવા માટે સાથે મળીને કાર્ય કરવું જોઈએ.

તમામ પ્રકારની વિસંગતતાઓ વચ્ચે, ભારત એક અર્થતંત્ર તરીકે, અને સાથે જ શાણપણના મહાન નિર્ણાયક તરીકે વિશ્વમાં મહત્વનું સ્થાન હાંસલ કરવા માટે આગળ ધપી રહ્યું છે. આથી, સત્તા સંભાળનાર અને વિપક્ષનું સ્થાન મેળવનાર, બંનેએ તેમની તમામ ફરિયાદો બાજુએ મૂકીને, આક્ષેપબાજી બંધ કરીને આ મહાન ધરતીના પ્રતિનિધિઓને છાજે તે પ્રમાણે કામગીરી કરવાનો સમય પાકી ગયો છે.

આધ્યાત્મિક પ્રક્રિયાનો સાર સમાવેશકતા છે. રમત રમવી અને જરૂર પડ્યે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જરૂરી છે, તેની સાથે જ, આ મૂળભૂત સત્યનું મહત્વ ઓછું ન આંકવામાં આવે તે અતિ ઝરૂરી છેઃ અલગ થવું એ એક ભ્રમ છે, ખોટી માન્યતા છે. કૃષ્ણ તેમનું સમાવેશક વિઝન ગુમાવ્યા વિના જીવનની લીલામાં સંકળાવાની કુશળતાનું શ્રેષ્ઠ ઉદાહરણ હતા. ચૂંટણીમાં, સ્પોર્ટની માફક, કોઈએ હારવું પડે છે. પરિણામ મહત્વનું નથી, બલ્કે તમે દેશની પડખે રહ્યા, તે મહત્વનું છે. હવે તમારો ઉદ્દેશ તમે સેવાના જુસ્સાને આગળ ધપાવો તે સુનિશ્ચિત કરવાનો છે.

ભાગલાવાદી ડ્રામા, ક્રોધ અને આડંબરયુક્ત ભાષા માટેનો સમય હવે પૂરો થયો. હવે સાંકડા સંપ્રદાય અને પક્ષ સાથેનાં જોડાણોથી આગળ વધીને દેશના ભવિષ્ય માટે કાર્ય કરવાનો સમય હવે પાકી ગયો છે. વિજેતાઓએ હવે વિનમ્રતા અપનાવવી જોઈએ અને હારનારાઓએ દેશની પ્રગતિ માટે કામગીરી કરવાની તેમની કટિબદ્ધતાનો ત્યાગ કર્યા વિના પ્રભાવશાળી રીતે ચુકાદાનો સ્વીકાર કરવો જોઈએ.

ગાંધીજીએ કહ્યું હતું, “લોકશાહીનો વિકાસ ત્યારે જ સંભવ છે, જ્યારે આપણે બીજા પક્ષની  વાત સાંભળવા માટે તૈયાર હોઈએ.” હવે પ્રતિક્રિયાશીલ બન્યા વિના સાંભળવાનો સમય છે. હવે અંતરમાં ડોકિયું કરવાનો અને આગળ નજર કરવાનો સમય છે. આપણે ભૂતકાળ તરફ ગુસ્સો અને ક્રોધની નજરે જોઈને લોકશાહીની પ્રક્રિયાને તુચ્છ નહીં બનાવીએ. ક્રોધાવેશ અને ગુસ્સો એવાં ઝેર છે, જે તમે પી જાઓ છો, અન્ય કોઈ મૃત્યુ પામે તેવી અપેક્ષા સાથે. દોષારોપણ કરવાની યુગો જૂની રીતનો અંત આણવાનો આ સમય છે. જો આમ થશે, તો જ આપણે સામૂહિકપણે આડંબરભર્યા પ્રવચનથી જવાબદારી તરફ ગતિ કરીશું.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 4 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.

રાશિ ભવિષ્ય 05/08/2024 થી 11/08/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

મહત્વના નિર્ણય લેવામા કાળજી રાખવી જરૂરી છે, વિદ્યાર્થીવર્ગને ધારી સફળતા માટે વધુ મહેનત કરવી પડે, યાત્રાકે જાત્રા થઈ શકે છે અને તેમા ધાર્યા કરતા વધુ ખર્ચા થાય, તમારા મગજમા વધુ વિચારો માનસિકથાક આપે તેવું બની શકે છે, નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછુ થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે, ક્યાંક લોન લેવામાંકે ચૂકવામા દ્વિધા રહી શકે છે, કોઈને વણમાંગી સલાહસુચન ના આપવી ઇચ્છનીય છે.


માનસિકચિંતા હળવી કરવા તમે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમા મન વધુ લગાવો તેવુ બની શકે છે,વળી ક્યાંક અંગતસંબંધ જેવાકે મિત્રતામા,સગાસ્નેહીમા તેમના વર્તનથી કંટાળો અનુભવો, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો, સામાજિક, ધાર્મિકપ્રસંગમા જવામા કંટાળો અને આળસ થતી જોવા મળે. વેપારના કામકાજમા ઉત્સાહ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરી કે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈવસ્તુ શીખવી હોય તો આ સમયમા પ્રયત્ન કરવો સારો છે. કાયદાકીયબાબતના પ્રશ્નોમા સલાહસુચન બાદ આગળ વધવું.


નોકરીકે વેપારમા ફેરબદલીના સારાસમાચાર મળે, ઘરમાકે કુટુંબમા સુખદ માહોલ જોવા મળે, ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈ જગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. પ્રેમસંબંધમા થોડાક ઉતર –ચઢાવ થઈ શકે છે માટે ધ્યાન રાખવુ જરૂરી કહી શકાય, લગ્નબાબતની વાતચીત ચાલતી હોય તેમા પણ તમારી વાત આગળ ચાલવાની બાબત બની શકે છે, ધાર્મિકભાવના સારી જાગે અને ક્યાય્ક ધાર્મિકસ્થળની મુલાકાત પણ થાય તેવું બની શકે છે, ગેસ,અપચાની તકલીફથી તકેદારી રાખવી ઇચ્છનીય કહી શકાય, પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની તક પણ મળી શકે છે.


સકારાત્મક સમય જોવા મળે, કાર્યક્ષેત્રમા બદલાવ આવે તેવુ બની શકે છે, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમાં લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબમા કે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમે થાકની લાગણી વધુ અનુભવો, વેપારના કામકાજમા તમને ઉત્સાહ ઓછો અને કાર્યમા આળસ કરવાની વૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે પરંતુ તેમા તેમનો સહયોગ ઓછો પ્રાપ્ત થઇ શકે છે, નજીકના સગાસ્નેહીના સ્વસ્થની ચિંતા થાય તેવા યોગ પણ ઉભા થઇ શકે છે પરંતુ તેમા મોટી કોઈ બાબત ના થવાથી થોડી રાહત અનુભવી શકો છો.


ક્યાંકથી માનસન્માન મળી શકે છે. વેપારના કામકાજમા ઉત્શાહ અને ઉમંગ વર્તાય અને તેની અસર પણ કામકાજમા સારી દેખાઈ આવે, આરોગ્યબાબતની કોઈ તકલીફ હોયતો તેમા પણ રાહત જોવા મળી શકે છે, ભાગીદારીમા કે દામ્પત્યજીવનમા તમારી લાગણી અને ભાવનાની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે જોવા મળે, પ્રભુભક્તિમા ધ્યાન અને મન વધુ રહે, ધીરજ અને આત્મવિશ્વાસ રાખશો તો કામ સરળતાવાળું બની રહેશે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે તેમા માનસિકથાકની લાગણી પણ જોવા મળે, લગ્નબાબતની વાર્તાલાપકે મિલનમુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી પડે તેવું પણ બની શકે છે.


વિદ્યાર્થીવર્ગ અને યુવાવર્ગને સારો ઉત્સાહ જોવા મળે, સામાજિકકે ધાર્મિકકાર્યમા કઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ સમાચાર તમારા વિચાર અને  ઉમંગમા વધારો કરી શકે છે, નોકરિયાતવર્ગને પોતાના ઉપરી સાથે માનસિકતનાવથી બચવુ, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન ખુશીથી લાગણીશીલ બની જાય. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારીતક દેખાય પરંતુ તેમા હાલ કોઈ ઉતાવળ ના કરવી અને યોગ્યવ્યક્તિની સલાહ લેવી, ઘરની જવાબદારીમા ધ્યાન વધુ આપવું પડે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.


આર્થિકબાબતની ચિંતા અને નવા આયોજનબાબતમા અન્યનો સાથસહકાર મળી  શકે છે તેમજ મિલકત અંગેના કોઈ પ્રશ્નમા કોઈ રુકાવટ હોયતો તે દુર થઈ શકે છે, યુવાવર્ગ માટે પણ આસપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવાના યોગ છે,  જૂનીવાતકે કામના ઉકેલમા અન્યનો સહયોગ ઓછો જોવા મળે શકે છે. વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજ કરવા યોગ્ય છે.,મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે ઓછો ઉત્સાહ અનુભવી શકો છે, માર્કેટિંગક્ષેત્રમા તમારે ધીરજ વધુ રાખવી પડે અને ક્યાંક સમયનો વધુ દુરવ્યય થયાની વ્યથા પણ જોવા મળી શકે છે.


કામકાજમા અચાનક સારા સમાચાર સાંભળવા મળી  જાય અને તમે થોડા અચરજ પામો, તમારાથી કોઈની લાગણી ના દુભાયકે કોઈની ઉશ્કેરાટના ભોગ ના બનાય તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. ઘરમા કે નજીકના સગા-સ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયુ હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે. વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો-પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકારકે માર્ગદર્શન સારુ મળી શકે છે, વ્યવસાયિક કામકાજ માટેની યાત્રા લાભદાયી શકે છે.


પરિવારમા કોઈની ચિંતાના કારણે થોડી બેચેની અનુભવાય, મહત્વના કામ કરવા માટેના પ્રયત્નમા સફળતા મળે, રાજકીય કે સરકારીકામકાજમા ધાર્યું થવાથી ઉત્સાહમા વધારો થાય, મન થોડું મોજશોખ પાછળ દોરવાય અને ક્યાંક તેની પાછળ ખર્ચા પણ થાય, પ્રિયજન તમારી ભાવના સારી રીતે સમજી શકે જેના કારણે તમારી ખુશી બેવડાય, કોઈકાર્યમા ધીરજ અને અનુભવ તમને સૌથી વધુ મદદગર બની શકે છે, નવીઓળખાણ લાભદાયી બની શકે છે, કોઇપણ પ્રકારની મુસાફરી થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમય અનુકુળ છે, માર્કેટિંગક્ષત્રમા આયોજન કરી કામકાજ કરતા સારાપરિણામ મેળવી શકાય.


સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે, આર્થિકબાબત પર ધ્યાન વધુ આપવુ ઇચ્છનીય છે ક્યાંક નાણાકીય આયોજન અંગે અવઢવ થઈ શકે છે વેપારના કામકાજમા લાભની કોઈવાત થઈ શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા વધુ મહેનત કરવાથી સારાફળની પ્રાપ્તિ થઇ શકે છે, કોઈ અગત્યની વાતચીતકે મિલનમુલાકાતમા કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આસપ્તાહ દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી કરે તોતેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે, ધીરજથી કામકરવામા સફળતા મેળવવી સરળ બનશે, યાત્રાકે જાત્રા માટેનુ આયોજન થઈ શકે છે.


કામકાજમા ચતુરાઈનો ઉપયોગ કરવો પડે, કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે પણ ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવું વધુ યોગ્ય છે જે તમને સારીસફળતા અપાવી શકે છે, ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થાય પણ તેમા પણ પરિસ્થિતિ સુધરી જાય, આવક વધારવા વધુ પ્રયત્ન કરવો પડે અને તેમા સફળતા પણ મળી શકે છે, મનપસંદ વ્યક્તિ તરફથી સારું વલણ જોવા મળે અને તેમા તમને સારી લાગણીનો અનુભવ થાય, પ્રભુભક્તિ તરફ મન વધુ પરોવાઈ શકે છે. પ્રિયજન સાથે સુમેળભર્યો સમય પસાર થાય તેવા યોગ છે.


સપ્તાહ દરમિયાન. મિત્રો, સગા સ્નેહી સાથે મિલનમુલાકાતમા તમને સારી વાત રજુ કરવાની તક મળે શકે છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. વાર્તાલાપ દરમિયાન શબ્દપ્રયોગ પર ધ્યાન આપવું જેથી ગેરસમજ ટાળી શકાય, મુસાફરીકે પ્રવાસનુ આયોજન થઈ શકે છે. પેટ,અપચાની તકલીફથી સાચવવુ, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય, કામકાજમા મહેનત વધુ થયા પછી સફળતા મળે તેવુ બની શકે છે, કામનો ભાર રહે પરંતુ તેમાં અન્યનો સહયોગ પણ જોવા મળે, કામકાજ માટેની મુસાફરી થોડી કંટાળાજનક બને અને નવીનકામકાજમા રૂચી થોડી ઓછી જોવા મળી શકે છે.