ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ફરી એક વાર કટ્ટરપંથીઓનો આતંક જોવા મળ્યો છે. ઇશનિંદાના ચુકાદાના વિરોધમાં સેંકડોની સંખ્યામાં કટ્ટરપંથીઓ સુપ્રીમ કોર્ટમાં ઘૂસી ગયા હતા. પાકિસ્તાનના ચીફ જસ્ટિસ કાજી ફૈજ ઇસે એક અહમદિયા શખસને ઇશનિંદાના આરોપોથી મુક્ત કર્યો હતો. જેથી કટ્ટરપંથી એટલા નારાજ થયા કે તેમણે ચીફ જસ્ટિસના માથા પર રૂ. એક કરોડનું ઇનામ રાખી દીધું હતું.
પાકિસ્તાની અખબાર ડોનના અનુસાર કોર્ટના નિર્ણય વિરુદ્ધ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ આલમી મજલિસ તહાફ્ફુઝ-એ-નબુવત કરી રહ્યું હતું. આમાં જમાત-એ-ઇસ્લામી અને જમિયત ઉલેમા-એ-ઇસ્લામ (JUIF)ના નેતાઓ પણ તેમને સમર્થન આપી રહ્યા હતા. તેઓ પાકિસ્તાનના ચીફ જસ્ટિસના રાજીનામાની માગ કરી રહ્યા હતા. તેમની એ પણ માગ હતી કે કોર્ટ પોતાનો ચુકાદો પલટી નાખે.
સુપ્રીમ કોર્ટની બહાર હજ્જારો પ્રદર્શનકારીઓએ સુરક્ષા કોર્ડન તોડી નાખ્યું હતું. તેઓ બિલ્ડિંગ પાસે પહોંચ્યા. તેમને કોર્ટમાં પ્રવેશતા રોકવા માટે પોલીસે વોટર કેનન, ટિયરગેસ અને લાઠીચાર્જનો આશરો લીધો હતો. હવે વિરોધનું નેતૃત્વ કરી રહેલા સંગઠન આલમી મજલિસે હવે સુપ્રીમ કોર્ટને તેના ચુકાદાની સમીક્ષા કરવા માટે સાત સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે.આને કારણે શરૂ થયો વિવાદ
આ વિવાદ 6 ફેબ્રુઆરી 2024એ સુપ્રીમ કોર્ટે અહમદિયા સમુદાયના મુબારક અહેમદ સાનીને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. સાનીની 7 જાન્યુઆરી 2023એ ધરપકડ કરવામાં આવી હતી. સાની પર 2019માં એક કોલેજમાં ‘એફસીર-એ-સગીર’નું વિતરણ કરવાનો આરોપ હતો. એફસીર-એ-સગીર એ અહમદિયા સમુદાય સાથે સંકળાયેલું એક ધાર્મિક પુસ્તક છે. જેમાં અહમદિયા સંપ્રદાયના સંસ્થાપકના પુત્ર મિર્ઝા બશીર અહેમદે કુરાનનું પોતાની રીતે અર્થઘટન કર્યું છે. કુરાન (પ્રિન્ટિંગ અને રેકોર્ડિંગ) (એમેન્ડમેન્ટ) એક્ટ, 2021 હેઠળ સાનીની ધરપકડ કરવામાં આવી હતી.
શીતળા સાતમ માટે પારંપરિક ખાટ્ટાં વડા બનાવવા બહુ જ સારાં રહેશે. કેમ કે, તે ઠંડા પણ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને ટામેટાંની ચટણી સાથે તો આ વડાનો સ્વાદ ઘણો વધી જાય છે!
સામગ્રીઃ
ચોખા 1 કપ
અડદની દાળ ½ કપ
ચણાની દાળ ½ કપ
મેથીના પાન ધોઈને સમારેલાં ½ કપ
કોથમીર ધોઈને સમારેલી ½ કપ
ખાટું દહીં ½ કપ
અજમો 1 ટી.સ્પૂન
હળદર ½ ટી.સ્પૂન
મીઠું સ્વાદ મુજબ
સફેદ તલ 3 ટે.સ્પૂન
હીંગ ¼ ટી.સ્પૂન
ખાવાનો સોડા ½ ટી.સ્પૂન
ટામેટાંની ચટણીઃ
3-4 મોટાં ટામેટાં
સૂકાં લાલ મરચાં 4
મીઠું સ્વાદ મુજબ
સાકર 1 ટી.સ્પૂન
તેલ 1 ટે.સ્પૂન
કોથમીર 2 ટે.સ્પૂન
રીતઃ ચોખા અડદની દાળ તેમજ ચણાની દાળને એક સુતરાઉ કાપડમાં રાખીને લૂછી લો. ત્યારબાદ એક કઢાઈ અથવા પેનમાં ગેસની મધ્યમ આંચે શેકી લો. 3-4 મિનિટ શેકી લીધા બાદ દાળ-ચોખા ઠંડા થયા બાદ મિક્સીમાં કરકરા પીસી લેવા. ઝીણો રવો હોય તેવો બારીક લોટ થવો જોઈએ.
આ મિશ્રણમાં ખાટું દહીં તેમજ ½ કપ પાણી મેળવીને લોટ બાંધી દો. આ લોટને ઢાંકીને 6-7 કલાક માટે આથો લાવવા માટે મૂકી દો.
વડા કરવાના સમયે તેમાં સમારેલી મેથીના પાન અને કોથમીર મેળવી દો. ત્યારબાદ તેમાં અજમો, સ્વાદ મુજબ મીઠું, હળદર, હીંગ, સફેદ તલ ઉમેરી લોટ બાંધી લો. જરૂર લાગે તો એકાદ ચમચી જેટલું પાણી મેળવીને લોટ બાંધી લો. વડા તળવા માટે તેલ ગરમ થાય એટલે લોટમાં ખાવાનો સોડા નાખી તેની ઉપર ગરમ થયેલા તેલમાંથી 1 ટી.સ્પૂન તેલ રેડીને ચમચી વડે લોટમાં મિક્સ કરી લો.
એક પાટલા ઉપર અથવા કિચન ટેબલ ઉપર ભીનો સુતરાઉ કપડું અથવા રૂમાલ પાથરી રાખો. એક વાટકીમાં પાણી લઈ રાખો. હાથને પાણીવાળો કરી લોટના મિશ્રણમાંથી રોટલીના લૂવા જેટલો લૂવો લઈ તેને ભીના રૂમાલ ઉપર મૂકતા જાઓ. ત્યારબાદ તેને હાથેથી થાપીને ચપટો કરી લો. આ રીતે બધા વડા તૈયાર થાય એટલે તેલ ગરમ થયા બાદ રૂમાલ ઉપરથી એક એક વડા લઈ તેલમાં હળવેથી નાખતા જાઓ. કઢાઈમાં આવે તેટલા વડા નાખીને ગેસની ધીમી-મધ્યમ આંચ કરીને બંને બાજુએથી ગોલ્ડન બ્રાઉન તળી લો.
ટામેટાંની ચટણી માટે એક પેનમાં ટામેટાં સુધારીને તેલમાં 2 મિનિટ સાંતળી લો. તેમાં લાલ મરચાંના ટુકડા ઉમેરીને સાંતળો. ત્યારબાદ 2 મિનિટ બાદ તેમાં આમલી તેમજ ખાંડ નાખીને ગેસ બંધ કરી દો. આ મિશ્રણ ઠંડું થાય એટલે મિક્સીમાં કોથમીર નાખીને બારીક ચટણી પીસી લો.
આ વડા બે-ત્રણ દિવસ સુધી સારાં રહે છે. તેમજ પ્રવાસમાં ખાવા માટે પણ લઈ જઈ શકાય છે!
85 વર્ષની ઉંમરે 250-300 ગીતો સહેલાઈથી મોઢે ગાઈ શકે અને હર્મોનીઅમ પર વગાડી શકે તેવાં સંગીત-પ્રેમી સુશીલાબહેન મોદીની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે:
સુશીલાબહેનનો જન્મ રૂદેલમાં (બોરસદ પાસે), બાળપણ ધંધુકામાં, શાળાનો અભ્યાસ અમદાવાદમાં, જયહિન્દ હાઇસ્કુલ અને દિવાન બલુભાઈ હાઈસ્કૂલમાં, સ્વામિનારાયણ કોલેજમાંથી બીએ કર્યું. લગ્નના 11 વર્ષ પછી બીએડ (સંસ્કૃત) કર્યું! ત્રણ બહેન, બે ભાઈનું મધ્યમવર્ગનું કુટુંબ. પિતાને મણીનગરમાં કરિયાણાની દુકાન. પતિ બેંકમાં કામ કરતા. તેઓ સુશીલાબહેનને દરેક કામમાં સપોર્ટ કરે. બીએડ કર્યા પછી સુશીલાબહેને સંઘવી હાઇસ્કુલમાં 25 વર્ષ શિક્ષિકા(હિન્દી-ગુજરાતી) તરીકે નોકરી કરી. બાળકોને બહુ મજા આવતી અને તેમને પણ બહુ મજા આવતી.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
છેલ્લાં ચારેક વર્ષથી દીકરીને ઘેર રહે છે. સવારે સાડા-સાતે ઊઠે, ચા-પાણી કરી બગીચામાં દોઢ-એક કલાક કુદરતની મજા માણે! હિંચકા પર બેસી કૃષ્ણ-ભક્તિ કરે. થોડો આરામ કરે. દીકરીને ઘેર તો શું કામ હોય? 80 વર્ષની ઉંમર સુધી જાતે રસોઈ અને કામકાજ કરતાં. ઘણો સમય સંગીત-ભજનમાં જાય, વાંચન કરે. બપોરે થોડીવાર ચિત્રો દોરે, પેઇન્ટિંગ કરે. ફિઝિયોથેરેપીસ્ટ સાથે કસરત કરે, કલાક ચાલે. રાતના કુટુંબનાં સભ્યો સાથે જમે, ટીવી જુએ, વાતો કરે, પછી સુઈ જાય.
શોખના વિષયો :
શાસ્ત્રીય-સંગીત ગમે, કુદરતી ભેટ છે! બધાં ભાઈ-બહેનો સંગીતમાં હોંશિયાર! ભક્તિ-સંગીત વારસગત છે. ભાઈ-બહેનો મળે તો ભક્તિ-સંગીતની વાતો કરે! ચિત્રનો શોખ હતો એટલે 65 વર્ષે ઓઇલપેઇન્ટિંગ શીખ્યાં! નવરા બેસે નહીં! ભરત-ગુંથણ-સિલાઈ કરે, પોતાનાં કપડાં સીવે. યુવાન પૌત્ર-પૌત્રી માટે પણ ભરત-ગુંથણની નવીન વસ્તુઓ બનાવે! ફરવાનું ગમે, રોજ સાંજે બહાર જતાં, પણ કોરોનામાં પતિના અવસાન પછી બહાર ફરવાનું ઓછું થયું છે. વિદેશોમાં ફર્યાં છે(અમેરિકા, થાઈલેન્ડ, સિંગાપુર, દુબઈ, નેપાલ). ભારતમાં ચારધામ, કાશ્મીર, નૈનીતાલ, રાજસ્થાન વગેરે અનેક સ્થળોએ ફર્યાં છે.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
તબિયત સરસ! આનંદમાં અને સાહજીકતાથી રહે છે. કાન, હાથ, આંખો, બધું સારું છે! એક પગનું ઓપરેશન બે વાર કરવું પડ્યું છે. ત્રણેક વર્ષ પહેલાં બ્રેસ્ટ-કેન્સર થયું હતું પણ વિલ-પાવર સ્ટ્રોંગ એટલે સરસ રીતે બહાર નીકળી ગયાં. યોગ-કસરત વગેરે કંઈ કરતાં નથી. એમને માટે તો સંગીત એ જ મનન, ધ્યાન અને સાધના!
યાદગાર પ્રસંગ:
સંઘવી-સ્કૂલમાં 25 વર્ષ કામ કર્યું છે, 12 બહેનોનો કર્મચારી-વર્ગ હતો, બધાંને એકબીજા સાથે સરસ ફાવે. બધાંનાં ઘરેણાં-સાડીઓ એકબીજા પ્રેમથી પહેરે. સાથે મળીને ગરબા કરતાં. એકવાર નવરાત્રીમાં ક્લાસ-ગરબાની હરીફાઈ રાખી. તેમનો પાંચમા ધોરણનો ગરબો સાતમા ધોરણના ગરબાને ટપી ગયો! તેમણે ખુશ થઈને બધાંને આઈસ્ક્રીમ ખવડાવ્યું. અમેરિકાના ઘણા પ્રસંગો યાદગાર છે, ત્યાં પણ ઘણા આનંદથી રહ્યાં છે.
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં પૌત્ર-પૌત્રી સાથે રહીને ઘણું બધું શીખી ગયાં છે. આઇપેડ ઉપર સંગીત-રેકોર્ડિંગ જાતે કરે છે. facebook, ઇન્સ્ટા, whatsapp સારી રીતે વાપરી શકે છે. રાત્રે ક્યારેક ઊંઘ ઊડી જાય તો આઇપેડ લઈને બેસી જાય! ગીતો ગાય અને વગાડે. ગરબા ગવડાવવા ગમે, નવરાત્રીમાં વિજયનગરનાં ગરબામાં દર વર્ષે ઇનામ મેળવે! રાજપથ ક્લબમાં વાર્ષિક-ઉત્સવમાં ઉત્સાહથી ભાગ લે!
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
તેઓ ગાડામાં, ઘોડાગાડીમાં, સ્કૂટર પર, કારમાં અને વિમાનમાં પણ ફર્યાં છે! નાનાં હતાં ત્યારે બધું કામ જાતે કરતાં, પાણી લાવવાનું, કપડાં ધોવાના, કચરા-પોતા કરવાના, ગાર-લીંપણ કરવાનું…. હવે તો બધું કામ મશીનથી થાય છે! તેમણે જે કામ કર્યું છે તે આજની પેઢી ન કરી શકે. આજની યુવતીઓ જમવાનું પણ બનાવતી નથી! તેમના મત મુજબ તો હજુ ખરાબ સમય આવશે!
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
તેમને એક દીકરો, એક દીકરી, બે પૌત્ર-પૌત્રી, એક પ્રપૌત્ર છે. રોજ બે કલાક પૌત્ર-પૌત્રી સાથે બેસે, ચોથી-પેઢીનો પ્રપૌત્ર હયાન સાથે રહે છે, એને સુશીલાદાદી સાથે બહુ ફાવે. અમેરિકામાં રહેતી પુત્રવધૂ વિએટનામની છે. સુશીલાબહેને તેને સહર્ષ સ્વીકારી લીધી છે. વિચારો બહુ પોઝિટિવ અને ફોરવર્ડ થીંકીંગ. અંધશાળામાં ભણાવવાં જતાં હતાં. શાળામાં શિક્ષક તરીકે કામ કર્યું છે એટલે યુવાનો સાથે ફાવે, પણ હાલ ઘરનાં અને કુટુંબનાં યુવાનો સિવાય બીજાં યુવાનોના ખાસ ટચમાં નથી.
સંદેશો :
Be positive! Be a fighter! કામકાજ કરતા રહો, એક્ટિવ રહો, ભવિષ્યનો વિચાર કરવાનો નહીં અને ચિંતા પણ કરવાની નહીં.
આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનુ આયોજન થઈ શકે છે તેમા ઉત્સાહ પણ જોવા મળે, મિત્રોથકી કોઈ લાભની વાત આપલે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારના કામકાજમા નાનુ અને અનુભવમુજબનુ કામ કરવુ યોગ્ય છે.
આજનો દિવસે સાવચેતી રાખવી તેમા પણ ખાસ ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, વણમાગી સલાહકે સુચન આજના દિવસે ના આપવી ઈછાનીય છે. વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, યુવાવર્ગે કોઈનીસાથે અર્થહીન વાર્તાલાપ ના થાય તેનુ ધ્યાન રાખવુ.
આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ,આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવા યોગ છે, વિદ્યાર્થીવર્ગ અને યુવાવર્ગને મિત્રવર્તુળમા સારો સમય પસાર થાય, ગણતરીપૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારો અનુભવ થાય.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાતકે પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિક નાણાકીયખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા ઓળખાણમા કામ કરવાથી લાભ થઈ શકે છે, લગ્ન માટેની વાર્તાલાપ કરવી ફળદાઇ બને શકે, વેપારના કામકાજમા નાનુ કામ કરવુ સલાહ ભર્યું છે.
આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટ કરનારવર્ગથી દુર રહેવુ જરૂરી છે, ખરીદી કરવા પાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે, વાહન ધીમે ચલાવવુ, ઉશ્કેરાટથી દુર રહેવુ, વેપારના કામકાજમા જોખમ ન કરવુ, ઉતાવળિયા નિર્ણયથી બચવુ.
આજનો દિવસ સામાન્ય છે, મનમા થોડી માનસિકઅશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમા સમયનો દુરવ્યય થાય, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે આજના દિવસે કોઈની સાથે ઘર્ષણ ના થાય તેની કાળજી રાખવી, જીવનસાથી સાથે દલીલબાજી ના કરવી સલાહભરી છે.
આજનો દિવસ સારો છે, મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે, ગમતાકાર્ય કરી શકાય, નવીઓળખાણ થાય અને લાભની વાતચીત થાય તેવા પણ સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ સારી જાણકારી પ્રાપ્ત થાય, વેપારમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામ કરવા મળી શકે.
આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે , વાહન ધીમે ચલાવવુ, નોકરી-ધંધામા પણ વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે, કોઈપણ પ્રકારના વિવાદથી દુર રહેવાની સલાહ છે, યુવાવર્ગને ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવુ, વેપારમા કોઈ મોટાજોખમ ભર્યા કામના કરવા ઇચ્છનીય છે.
આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમા કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવુ બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમા કોઈ લાભની તક દેખાઈ શકે છે.
આજનો દિવસ તમારા માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામા થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકે છે, ખટપટકરનારથી દુર રહેવુ, વાહન ધીમે ચલાવવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, જીવનસાથી સાથે ખોટી દલીલબાજી ના કરવી.
આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવી વાત બને તેમજ જો નસીબ સાથ આપેતો ઘણુ બધુ કાર્ય થઇ શકશે, મુસાફરીના યોગ છે, વેપારમા લાભની વાત બની શકે છે, જૂનીઓળખાણ કે સારાપ્રસંગોની યાદ આવે તેમા મન ખુશ રહી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમા ધાર્યા કરતા વધુ સમય વ્યય થાય તેવુ બની શકે છે, વેપારમા નાનુ કામજ યોગ્ય છે, નોકરીકરનારવર્ગને કામકાજમા કંટાળાની લાગણીનો અનુભવ વધુ થાય, બિનજરૂરીખર્ચ થાય, વડીલવર્ગમાટે થોડી આળસવૃતીકે કામ ટાળવાની વૃતી જોવા મળી શકે છે.
કુણાલ ‘એ મારા પૈસા છે, હું રોજ મહેનત કરું છું ત્યારે કંપની મને પગાર આપે છે, તો મારા પૈસા પર મારો હક હોય કે નહીં..અને હું માત્ર એ પૈસાને યોગ્ય જગ્યાએ ઈન્વેસ્ટ કરવાની ઇચ્છા રાખું છું શું મને એટલો પણ હક નથી?’ રમોલા સારા હોદ્દા પર કામ કરતી એક વર્કિંગ વુમન છે. પરંતુ એનો પગાર એ બોલ્યા-ચાલ્યા વિના પરિવાર માટે ખર્ચી નાંખે છે. આ વખતે એના પગારમાંથી થોડા પૈસા એ ઇન્વેસ્ટ કરવા માંગે છે. પરંતુ એના પતિદેવ કુણાલને એ પસંદ નથી. એ કહે છે કે, જ્યાં પણ રોકાણ કરવું હશે એ પોતે કરશે..રમોલાએ નોકરી કરવાની, પગાર લેવાનો અને કુણાલ કહે એ પ્રમાણે એનો ખર્ચ કરવાનો. મતલબ કે રમોલાના પગાર પર એનો કોઈ હક નથી?
આજની એકવીસમી સદી અને સ્વતંત્ર ભારતમાં આ વાત કદાચ અચરજ પમાડે. પરંતુ આ એક કડવી અને સત્ય વાસ્તવિક્તા છે કે આજે પણ મહિલાઓનો એમની આવક પર હક નથી?
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-5) અનુસાર, 2021માં લગભગ 77 ટકા મહિલાઓ પાસે પોતાનું બેંક એકાઉન્ટ હતું. જ્યારે 2022માં આ આંકડો 78 ટકા પર પહોંચી ગયો. 2023માં, 78.5 ટકા ભારતીય મહિલાઓ પાસે પોતાના બેંક એકાઉન્ટ હતું. ચાલુ વર્ષ એટલે કે 2024ના અહેવાલો અનુસાર, આ આંકડો લગભગ 79 ટકા સુધી પહોંચ્યો છે. બીજી બાજુ પોતાની આવક પર મહિલાઓનું કેટલું નિયંત્રણ છે એ વિશે વાત કરીએ તો NFHS-5 દ્વારા 2021માં કરેલા સર્વેમાં 2021માં આશરે 53 ટકા મહિલાઓનું નિયંત્રણ એમની કમાણી પર હતું. જ્યારે 2022માં આ આંકડો લગભગ 52 ટકા હતો. 2023માં 52.5 ટકા અને ચાલુ વર્ષ એટલે કે 2024ના અહેવાલ અનુસાર, 53% મહિલાઓ જ પોતાની આવક પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવે છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે મહિલાઓને બેંકમાં એકાઉન્ટ તો છે, પરંતુ મહિલાઓની આવક પરના નિયંત્રણમાં હજી પણ જટિલતા છે.
મહિલાઓ આ વાત સ્વીકાર કરતા ખચકાટ અનુભવે છે
સોશિયલ એક્ટિવિસ્ટ અલ્પા ચૌહાણ ચિત્રલેખા.કોમને કહે છે, “એકબાજુ આપણે સ્વતંત્રતાની વાત કરીએ છીએ, મહિલા પગભર બને એ માટે અનેક પ્રયાસ થઈ રહ્યા છે, તો બીજી બાજુ વરવી વાસ્તવિક્તા એ પણ છે કે મહિલાઓએ પોતાની આવકમાંથી પણ ખર્ચ કરતા પરિવાર કે પતિની મંજૂરી લેવી પડે છે. જેમાં ખાસ કરીને ગ્રામ્ય કક્ષાની મહિલા અને ઘરકામ કરતી મહિલાઓને આવી બાબતોનું ભોગ વધારે બનવું પડે છે. એવી અનેક મહિલાઓ છે જે આખો મહિનો લોકોના ઘરના કામ કરે અને પગારની તારીખે એનો પતિ આવીને પૈસા લઈ જાય, અથવા તો પતિના જ એકાઉન્ટમાં ઓનલાઈન પેમેન્ટ થાય એવો આગ્રહ પણ રાખે. જોકે એનો અર્થ એ પણ નથી કે સારા હોદ્દા પર કામ કરતી મહિલાઓને આવી સમસ્યા નથી થતી. આ ખુબ જ સીંપલ વાત છે પરંતુ સારી આવક ધરાવતી મહિલાઓ આવી વાત સ્વીકારતા પણ સંકોચ અનુભવે છે. હકીકતમાં એમના પગાર પર એમનો હક નથી હોતો.”
મહિલાઓને દરેક વાત પુછવી પડે છે
સાચું કહું તો મારો પુરો પગાર મારા હાથમાં જ રહે છે, હું સ્વતંત્ર રીતે મારા પૈસા મારી મરજીથી વાપરી શકું છું, પરંતુ હા એ વાત પણ સત્ય છે કે હું એક સિંગલ મઘર છું. આ શબ્દો છે વડોદરાના ક્રિષ્ના જોશીના, ચિત્રલેખા.કોમને કહે છે, “મારી આસપાસ એવી ઘણી મહિલાઓને જોવું છું કે સારા હોદ્દા પર ઉચ્ચ પગાર સાથે નોકરી કરતી હોય પરંતુ એને કોઇ પણ વસ્તુ લેવી હોય કે પછી કોઈ જગ્યાએ રોકાણ કરવું હોય કે પછી કોઈને પોતાના પૈસાથી મદદ કરવી હોય તો એ કહે છે, મારે એમને(પતિ)ને પૂછવું પડશે. ત્યારે મને ખુબ દુઃખ થાય છે કે પોતાની આવક ખર્ચ કરવા માટે પણ મહિલાએ પતિ કે પરિવારને પૂછવું પડે એ યોગ્ય નથી.”
આપણે જે સમાજમાં રહીએ છીએ ત્યાં આજે પણ એમ માનવામાં આવે છે કે મહિલા ભલે દેશનું પ્રતિનિધિત્વ કરતી હોય, મહિલા ભલે દેશનું બજેટ બહાર પાડે, મહિલા ભલે વિશ્વ લેવલે ખ્યાતિ મેળવે, મહિલા ભલે પુરુષ કરતા વધુ આવક મેળવતી હોય, પરંતુ જ્યારે એની આર્થિક સધ્ધરતાની વાત આવે એટલે એને પાંગળી બનાવી દેવામાં આવે છે. એટલે એને કામ તો કરવાનું પરંતુ એની આવક પર એના કરતાં એના પતિ, બાળક કે પરિવારનો વધારે હક. કારણ કે એને કામ કરવાની પરવાનગી પુરુષ સમાજ આપે છે. આવી ખોટી ભ્રામકતાના કારણે પગભર હોવા છતા મહિલા આર્થિક રીતે સ્વતંત્ર નથી.
નાળિયેરી પૂનમ દરિયાની પુજા કરીને સાગરખેડૂઓએ દરિયાના ખોળે માથું મુકીને માછીમારીના શ્રીગણેશ કરતા હોય છે. પરંતુ હાલ નિકાસ લઈ વિવાદ સર્જાયો હોવાથી અને આ ઉપરાંત દરિયાઈ પરિવહનમાં ભાડામાં ત્રણ ગણો વધારો થઈ જતાં સમસ્યા વધી છે. ત્યારે બીજી બાજું માછલીના કિંમતોમાં ઉછાળો થયો નથી. જયારે ભાડામાં વધારો થતાં વેરાવળના મત્સ્યોદ્યોગને ભારે આકરી પરીક્ષામાંથી પસાર થવાનો સમય આવ્યો છે.
સૂત્રો દ્વાર મળતી માહિતી અનુસાર માછીમારીની સિઝનનો પ્રારંભ થયો છે, પરંતુ હાલ રેડસી મારફત જે ટૂંકા રસ્તેથી વિદેશમાં માછલીનું પરિવહન થતું હતું એ રસ્તામાં અનેકવિધ સમસ્યાઓ અને ચાંચિયાગીરી તેમજ કન્ટેનરો પર હુમલાઓ થવાની ભીતિના કારણે અને અન્ય કેટલીક સમસ્યાઓના લીધે બધા કન્ટેનરોને ફરી ફરીને વાયા સાઉથ આફ્રિકાથી જવું પડે છે. લાંબા રસ્તેથી જવાની ફરજ પડતા ટ્રાસપોર્ટ ટાઈમમાં પણ ત્રણ ગણો વધારો થયો છે. ત્યારે લાંબા રસ્તા પરથી જવાથી પરિવહન અંતર વધી જતાં ભાડામાં પણ ત્રણ ગણો વધારો થયો છે. જે માછીમારી ઉદ્યોગ માટે અસહ્ય છે. બીજી તરફ ખરીદદાર દેશો માછલીના ભાવ એના એ જ ચૂકવે છે. એકલા વેરાવળમાંથી ચીનમાં રીબન ફીશ, ક્રોકર, થાઈલેન્ડમાં વેરાવળની ખાસ વેરાઈટી ઈન્ડીયન મેકલ, યુરોપ દેશોમાં સ્કવીડ માછલીની મોટા પ્રમાણમાં નિકાસ થાય છે. દર વર્ષે ગુજરાતમાંથી લગભગ 5,000 કરોડની માછલીની નીકાસ થાય છે. જેમાં વેરાવળનો હિસ્સો 3,000 કરોડ છે. જે ચીન થાઈલેન્ડ, વિએટનામ યુરોપ સહિતના દેશોમાં નિકાસ કરે છે. વેરાવળની માછલી રીબન ફીશ,ક્રેકરનો સૌથી મોટો ખરીદદાર દેશ ચીન છે.
થાણેઃ બદલાપુર સ્કૂલમાં વિદ્યાર્થીઓથી યૌન શોષણ મામલે મહારાષ્ટ્ર સરકારે ફરજમાં બેદરકારી માટે ત્રણ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. CM એકનાથ શિંદેએ પોલીસને થાણે જિલ્લાના બદલાપુરના કસબા સ્થિત એક સ્કૂલમાં બે બાળકીઓ સાથે યૌન ઉત્પીડન મામલે ધરપકડ કરવામાં આવેલા આરોપીની વિરુદ્ધ બળાત્કારનો પ્રયાસ કરવાનો આરોપ નોંધવાના નિર્દેશ આપ્યા છે. તેમણે આ મામલે ત્વરિત સુનાવણી કરવાની કરવા માટે નિર્દેશ આપ્યા હતા.
બીજી બાજુ, બદલાપુરમાં શાળાની છોકરીઓના યૌન શોષણ સામે લોકો ભારે વિરોધ કરી રહ્યા છે. અંબરનાથ અને કર્જત સ્ટેશનો વચ્ચે લોકલ ટ્રેન સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી, કારણ કે ઘણી મહિલાઓ સહિત વિરોધકર્તાઓ રેલવે ટ્રેક પર આવ્યા હતા અને ટ્રાફિકને અવરોધિત કર્યો હતો. પોલીસે જણાવ્યું કે વિરોધ હિંસક બન્યો, કારણ કે વિરોધકર્તાઓએ ગયા અઠવાડિયે જ્યાં કથિત ઘટના બની હતી તે શાળામાં તોડફોડ કરી હતી અને બદલાપુર રેલવે સ્ટેશન પર પથ્થરમારો પણ કર્યો હતો.
થાણે પોલીસ કમિશનર આશુતોષ ડુમરે અને જિલ્લા કલેક્ટર બદલાપુર રેલ્વે સ્ટેશન પર આવ્યા છે અને હવે તે બંને લોકોને આશ્વાસન આપી રહ્યા છે કે આરોપીઓને કડક સજા આપવામાં આવશે અને લોકોને રેલવેના પાટા પરથી દૂર જવાની અપીલ કરવામાં આવી રહી છે.
VIDEO | Maharashtra: Thane Police Commissioner Ashutosh Dumbre addresses protesters at Badlapur railway station as agitation intensifies over the alleged sexual assault of two nursery kids by male attendant at a local school.
થાણે પોલીસ જનતાને કહી રહી છે કે અહીં ભીડ છે તે લોકો જુદી-જુદી વાતો કરી રહ્યા છે, આવી સ્થિતિમાં લોકોએ શાંતિથી પોલીસ સાથે બેસીને ચર્ચા કરવી જોઈએ, જેથી તેમને ખબર પડે કે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસ તેની સાથે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે ડો. બાબાસાહેબ આંબેડકર દ્વારા આપવામાં આવેલ બંધારણનું સન્માન કરીએ છીએ અને અમે તેમના દેશના લોકો છીએ જેઓ નિયમોને ખૂબ જ મહત્વ આપીએ છીએ, તેથી જે લોકોએ આ ગુનો કર્યો છે તેમની સામે અમે કડક કાર્યવાહી કરીશું.
મુંબઈ: અનન્યા પાંડે પ્રાઇમ વિડિયોની ઓરિજિનલ સિરીઝ ‘કૉલ મી બૅ ‘માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે અને સમગ્ર વાર્તા તેના પાત્રની આસપાસ ફરતી જોવા મળશે. અનન્યા પાંડે પહેલીવાર કોઈ સિરીઝમાં કામ કરવા જઈ રહી છે. ફરી એકવાર તેનું પાત્ર એક બબલી છોકરીનું હશે, જે જેનઝી (આજની નવી પેઢી) દુનિયા બતાવશે. અનન્યા પાંડે આ સિરીઝમાં બેલા ચૌધરી ઉર્ફે ‘બે’ના રોલમાં જોવા મળશે. અનન્યા પાંડેનું પાત્ર ખૂબ જ રસપ્રદ છે અને તેની ઝલક ટ્રેલર સાથે સામે આવી છે. તેનું ટ્રેલર મંગળવારે એટલે કે 20 ઓગસ્ટે રિલીઝ કરવામાં આવ્યું છે. સિરીઝના તમામ પાત્રોની ઝલક પણ તેમાં જોઈ શકાય છે.
ટ્રેલર મુજબ, બૅ એ એક અમીર છોકરી છે જેને વારસામાં મિલકત મળી છે અને તે હસ્ટલર બનવાની તૈયારી કરી રહી છે. તેણીને લાગે છે કે તેણીની સૌથી મૂલ્યવાન સંપત્તિ તેણીના હીરા નથી, પરંતુ તેણીની સ્માર્ટનેસ અને સ્ટાઈલ છે. તે મીડિયાનો અભ્યાસ કરીને પત્રકાર બનવાની તેની સફર શરૂ કરી રહી છે અને તેની સફર કેવી રહેશે, તે લોકોને કેવી રીતે મળશે, તે નવા મિત્રો કેવી રીતે બનાવશે, આ બધું આ સિરીઝમાં બતાવવામાં આવશે. ટ્રેલર જોઈને સ્પષ્ટ થાય છે કે આ સિરીઝ નવી પેઢીની ઈમેજ બતાવવાનો પ્રયાસ કરી રહી છે.
અભિનેત્રી અનન્યા પાંડેએ કહ્યું,’હું શરૂઆતથી જ જાણતી હતી કે ‘કૉલ મી બૅ’ એક એવો પ્રોજેક્ટ છે જેનો હું ભાગ બનવા માંગતી હતી. સ્ક્રિપ્ટ સાંભળ્યા વિના પણ મને ખાતરી હતી કે તે કંઈક વિશેષ હશે. એક અભિનેતા તરીકે બૅ જેવા પાત્રને ભજવવું હંમેશા રોમાંચક અને સંતોષકારક છે, જે સહેલાઈથી જોવા મળતું નથી, અને તે જ તેની આયર્સથી હસ્ટલર સુધીની સફરને ખૂબ જ રસપ્રદ બનાવે છે તેણીએ જે પડકારોનો સામનો કરવો પડે છે, તે તેના સાચા સ્વભાવને જાળવી રાખે છે અને જીવન માટે તેની નિર્દોષતા અને ઉત્સાહને જાળવી રાખે છે, તે જ મને આ ભૂમિકા તરફ દોરે છે, 6 સપ્ટેમ્બરથી વિશ્વભરના પ્રેક્ષકો માટે બૅ નો પરિચય કરવા ઉત્સુક છું.’
સિરીઝ આ દિવસે રિલીઝ થશે
તમને જણાવી દઈએ કે,’કૉલ મી બૅ’નું નિર્માણ ધર્માટિક એન્ટરટેઈનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે, જેના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર કરણ જોહર, અપૂર્વ મહેતા અને સોમેન મિશ્રા છે. અનન્યા પાંડેની ‘કૉલ મી બે’માં વીર દાસ, ગુરફતેહ પીરઝાદા, વરુણ સૂદ, વિહાન સામત, મુસ્કાન જાફરી, નિહારિકા લિરા દત્ત, લિસા મિશ્રા અને મિની માથુર પણ મુખ્ય ભૂમિકામાં છે. આ શ્રેણી ઇશિતા મોઇત્રા, સમીના મોટલેકર અને રોહિત નાયર દ્વારા લખવામાં આવી છે અને કોલિન ડી’કુન્હા દ્વારા નિર્દેશિત છે. 8-ભાગની શ્રેણીનું પ્રીમિયર 6 સપ્ટેમ્બરે ભારતમાં અને 240 દેશો અને પ્રદેશોમાં પ્રાઇમ વિડિયો પર વિશેષરૂપે થશે.