Home Blog Page 1551

સ્કૂલ સુરક્ષિત નથી તો શિક્ષણના અધિકારનો અર્થ શો?: HC

મુંબઈઃ મહારાષ્ટ્રના બદલાપુરની એક સ્કૂલમાં બે બાળકોની સાથે યૌન ઉત્પીડનની ઘટના પર બોમ્બે હાઇકોર્ટે આકરી ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે જો સ્કૂલ પણ સુરક્ષિત નથી, ત્યારે શિક્ષણના અધિકાર વિશે વાત કરવાનો શો અર્થ? ગયા સપ્તાહે સ્કૂલમાં આશરે ચાર વર્ષની બાળકીઓનું યૌન ઉત્પીડન થયું હતું. આ ઘટનાની માહિતી સામે આવતાં લોકોમાં ભારે આક્રોશ હતો. આ ઘટનાની વિરુદ્ધ લોકોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

હાઇકોર્ટે આ ઘટનાની સ્વયંમ માહિતી લેતાં સુનાવણી કરી હતી. કોર્ટે પોલીસ અને રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી. જસ્ટિસ રેવતી મોહિત ડેરે અને જસ્ટિસ પૃથ્વીરાજ ચવ્હાણની ખંડપીઠે કહ્યું હતું કે આ કેવી સ્થિતિ છ. , જે બહુ ચોંકાવનારી છે. કોર્ટે સવાલ કર્યો હતો કે બાળકીઓનું ઉત્પીડનની ફરિયાદ સ્કૂલના જવાબદાર લોકોએ કરી હતી. એના પર કોર્ટે જણાવ્યું હતું કે બાળકીઓએ એની ફરિયાદ કરી હતી. કોર્ટે સવાલ કર્યો હતો કે તો શું તમે પોક્સો હેઠળ કોઈ કેસ નોંધ્યો છે?

આ સુનાવણી દરમ્યાન કોર્ટે કહ્યું હતું કે બાળકીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બધા પગલાં લેવામાં આવશે અને SIT કોઈ કસર નહીં છોડે અને આ કેસને ઝડપથી આગળ વધારશે. કોર્ટે રાજ્ય સરકાર પાસે સોગંદનામું માગ્યું છે, જેમાં કેસને SITને સોંપતા પહેલાં બદલાપુર પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનું વિવરણ હોય. આ મામલે આગામી સુનાવણી 27 ઓગસ્ટે થશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના પાંચ વર્ષ માટે લંબાવાઈ

બેઘર પરિવારોને આવાસ આપવા માટે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાને પાંચ વર્ષ માટે લંબાવવામાં આવી છે. જારી કરાયેલા આદેશ અનુસાર, હવે પ્રધાનમંત્રી યોજના હેઠળ, 2028-29 સુધીમાં, પાત્ર લોકોની પસંદગી કરવામાં આવશે અને તેમને ઘર બનાવવા માટે સહાય આપવામાં આવશે. પ્રોજેક્ટ ડાયરેક્ટર, ગ્રામીણ વિકાસ એજન્સી, પ્રેમ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે સરકાર તરફથી સૂચના મળતાની સાથે જ યોગ્ય બેઘર પરિવારોનો સર્વે શરૂ કરવામાં આવશે. પ્રોજેક્ટ ડિરેક્ટરે કહ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દેશના બે કરોડ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવામાં આવશે.

આવાસ યોજના હેઠળ લાભ મેળવવા પાત્ર પરિવારોનો સર્વે કરવામાં આવશે. અગાઉના સામાજિક-આર્થિક સર્વે 2011 અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હાથ ધરવામાં આવેલા હાઉસિંગ પ્લસ સર્વે 2018માં જોવા મળેલા ઘરવિહોણા પરિવારો, જેઓ કેટલાક કારણોસર અત્યાર સુધી યોજનાનો લાભ મેળવી શક્યા નથી, તેમને પણ લાભ આપવામાં આવશે.

જો તમારી પાસે મોટરસાઇકલ હશે તો પણ તમને સ્કીમનો લાભ મળશે
પ્રોજેક્ટ ડાયરેક્ટરે જણાવ્યું હતું કે નવી માર્ગદર્શિકા હેઠળ જો બેઘર પરિવારના કોઈપણ સભ્ય પાસે મોટરસાઈકલ હશે તો તેને પણ યોજનાનો લાભ આપવામાં આવશે. અગાઉ, જો પરિવારના કોઈ સભ્ય પાસે મોટરસાઈકલ હોય, તો તેને સ્કીમમાંથી બાકાત રાખવામાં આવ્યો હતો, જો કે, હવે એવું રહેશે નહીં.

‘સ્ત્રી 2’માં આંતક મચાવનાર સરકટા કોણ છે? પોલીસ કોન્સ્ટેબલ બન્યો દાનવ

મુંબઈ: ‘સ્ત્રી 2’ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. સરકટાએ આ હોરર કોમેડી ફિલ્મમાં જાણે આતંક ફેલાવ્યો છે. હવે જ્યારે આ ફિલ્મનો ક્રેઝ દર્શકોમાં લોકપ્રિયતાની ઊંચાઈએ પહોંચી રહ્યો છે, ત્યારે દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે સરકતાના ડરામણા ચહેરા પાછળનો અસલી વ્યક્તિ કોણ છે. જેનો ખરે ખુલાસો થયો છે.

‘સ્ત્રી 2’ને દર્શકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે.આ ફિલ્મને રિલીઝના પહેલા દિવસથી જ દર્શકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. આ સાથે આ હોરર કોમેડી ફિલ્મ વર્ષ 2024ની સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે રિલીઝના માત્ર 6 દિવસમાં 250 કરોડનો આંકડો પાર કરી લીધો છે.’સ્ત્રી 2’ 2018ની ‘સ્ત્રી’ની સિક્વલ છે. જ્યાં પહેલા ભાગમાં ચંદેરીમાં મહિલાઓનો આતંક પ્રવર્તતો હતો. જેથી આ વખતે સરકટે ચંદેરીના લોકોને ગભરાટમાં મુકી દીધા છે.

આવી સ્થિતિમાં આ સરકટા કોણ છે તે અંગે ભારે ચર્ચા ચાલી રહી છે. ચાલો જાણીએ કે સરકટાનો રોલ કોણે કર્યો છે અને તે વાસ્તવિક જીવનમાં કેવો દેખાય છે.તમને જણાવી દઈએ કે ‘સ્ત્રી 2’માં ‘સરકટા’નું પાત્ર ભજવીને શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવને પરેશાન કરનાર એક્ટરનું નામ છે સુનીલ કુમાર.

સુનીલ કુમાર 7 ફૂટ 6 ઈંચ ઊંચા છે. બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, સુનીલ જમ્મુ-કાશ્મીર પોલીસમાં કોન્સ્ટેબલ છે, સુનીલને તેની વિશાળ ઊંચાઈના કારણે જમ્મુનો ધ ગ્રેટ ખલી પણ કહેવામાં આવે છે.

રિપોર્ટ અનુસાર, ‘સ્ત્રી 2’ના ડાયરેક્ટર અમર કૌશિકે કહ્યું કે ફિલ્મ માટે એક એવા વ્યક્તિની જરૂર હતી જે ખૂબ જ ઉંચો હોય અને કાસ્ટિંગ ટીમે સુનીલને શોધી કાઢ્યો.

રિપોર્ટ અનુસાર અમર કૌશકે એ પણ જણાવ્યું કે સરકટાનું પાત્ર CGIનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હતું. અને પછી સુનીલ કુમારે આ ભૂમિકા ભજવી હતી પરંતુ તેનો ડરામણો ચહેરો CGI સાથે બનાવવામાં આવ્યો હતો.’સ્ત્રી 2’માં સરકટાનું પાત્ર ભજવીને ફેમસ થયેલા સુનીલ કુમાર કુસ્તીબાજ રહી ચૂક્યા છે અને હેન્ડબોલ અને વોલીબોલના ખેલાડી પણ રહી ચૂક્યા છે.

વર્ષ 2019માં, સુનીલે WWE ટ્રાયઆઉટ્સમાં ભાગ લીધો હતો.સુનીલ કુમારની ઇન્સ્ટા પ્રોફાઇલ પર એક તસવીર છે જે દર્શાવે છે કે તે બ્લોકબસ્ટર કલ્કી 2898માં અમિતાભ બચ્ચનનો બોડી ડબલ બન્યો છે. આ ફિલ્મમાં અમિતાભે અશ્વત્થામાની ભૂમિકા ભજવી હતી.

કોલકાતા રેપ મર્ડર કેસઃ સુપ્રીમ કોર્ટની મમતા સરકારને ફટકાર

કોલકાતા રેપ કેસને લઈને ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને ફટકાર લગાવી હતી. કોર્ટે મમતા સરકારને પૂછ્યું કે તમે ઘટના સ્થળની જાળવણી કેમ ન કરી? FIR દાખલ કરવામાં વિલંબ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તપાસના નિયમોની અવગણના કરવામાં આવી. હોસ્પિટલ પ્રશાસને કોઈ કાર્યવાહી કરી નથી. સુનાવણી દરમિયાન CJI DY ચંદ્રચુડે કહ્યું કે સવારે 10:10 વાગ્યે હોસ્પિટલમાંથી માહિતી મળી હતી કે મહિલા અર્ધ-નગ્ન હાલતમાં પડી છે, મેડિકલ બોર્ડનું માનવું છે કે બળજબરી અને જીડીની શક્યતા છે. એન્ટ્રી બતાવે છે કે પોસ્ટમોર્ટમ બાદ આ વિસ્તારમાં ઘેરાબંધી કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે તમારો રેકોર્ડ જોઈ રહ્યા છીએ. આ કોઈ અકુદરતી મૃત્યુ નહોતું. પોસ્ટમોર્ટમ બાદ મોડી રાત્રે FIR નોંધવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે તમે જીડી (જનરલ ડાયરી)માં અકુદરતી મૃત્યુ દાખલ કરી છે. આ પહેલા સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો હતો. તપાસ એજન્સીએ સ્ટેટસ રિપોર્ટ સીલબંધ કવરમાં ફાઈલ કર્યો હતો. એજન્સીએ અત્યાર સુધીની તપાસ અંગે સુપ્રીમ કોર્ટને માહિતી આપી હતી. સીબીઆઈએ પોલીસ તપાસમાં બેદરકારી અંગે કોર્ટને જાણ કરી હતી. તપાસ એજન્સીએ શંકાના આધારે પૂછપરછ કરાયેલા લોકોની વિગતો પણ સુપ્રીમ કોર્ટને આપી છે.

CBI તપાસ શરૂ કરવી એક પડકાર છે

CJIએ પૂછ્યું કે આરોપીનો મેડિકલ ટેસ્ટ રિપોર્ટ ક્યાં છે. તેના પર એસજીએ કહ્યું કે તે અમને આપવામાં આવ્યું નથી. રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ કપિલ સિબ્બલે કહ્યું કે આ કેસ ડાયરીનો ભાગ છે અને તેને રજૂ કરવામાં આવ્યો છે. સીબીઆઈના વકીલ એસ.જી. તુષાર મહેતાએ જણાવ્યું હતું કે અમે 5માં દિવસે ક્રાઈમ સીનમાં પ્રવેશ્યા છીએ અને સીબીઆઈ માટે તપાસ શરૂ કરવી એક પડકાર છે અને ગુનાનું દ્રશ્ય બદલાઈ ગયું છે. એસજીએ કહ્યું કે અગ્નિસંસ્કાર પછી 11:45 વાગ્યે પ્રથમ એફઆઈઆર દાખલ કરવામાં આવી, પછી તેઓએ માતાપિતાને કહ્યું કે તે આત્મહત્યા છે, પછી મૃત્યુ અને પછી હોસ્પિટલમાં ડૉક્ટરના મિત્રોએ વીડિયોગ્રાફીનો આગ્રહ કર્યો અને આ રીતે તેમને પણ શંકા છે કે કંઈક છે.

પાકિસ્તાનમાં ઇન્ટરનેટ સેવા ઠપ, વોટ્સએપ પણ થયું ડાઉન

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં સતત ચાલી રહેલી ઇન્ટરનેટ સમસ્યા હવે રાજકીય મુદ્દો બની ગઈ છે. વિરોધ પક્ષો હવે સરકાર પર આરોપ લગાવી રહ્યા છે જાણીબૂજીને પાકિસ્તાનમાં ઇન્ટરનેટ સેવાને ઓછી કરી દેવામાં આવી છે. જોકે આ મામલે પાકિસ્તાન ટેલિકોમ ઓથોરિટીના પ્રમુખ હાફિજૂર રહેમાને એ દાવાઓને ફગાવ્યા હતા.

તેમણે કહ્યું હતું કે સમુદ્રમાં એક કેબલમાં કંઈક સમસ્યા સર્જાતાં ઇન્ટરનેટ સેવા સ્લો થઈ ગઈ છે. 28 ઓગસ્ટ સુધીમાં કેબલને ઠીક કરી દેવામાં આવશે, જે પછી સેવાઓ ફરીથી સુચારુ રૂપે શરૂ કરી દેવામાં આવશે. પાકિસ્તાનમાં વિપક્ષની સાથે-સાથે ત્યાંના એક વેપારી સમાજનો એક મોટો વર્ગ પણ સ્લો ઇન્ટરનેટ માટે સરકારને જવાબદાર ઠેરવી રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર ઇન્ટરનેટ સેવાઓ પર ફાયરવોલનો ઉપયોગ કરી રહી છે. આ આરોપ મુખ્યત્વે પાકિસ્તાનની મુખ્ય પાર્ટી PTI દ્વારા લગાવવામાં આવી રહ્યો છે, જેમાં પાર્ટીએ કહ્યું હતું કે ઇમરાન ખાનથી જોડાયેલા ન્યૂઝ જનતા સુધી ના પહોંચે, એટલે ફાયરવોલનો ઉપયોગ કરીને ઇન્ટરનેટની સ્પીડને ઓછી કરી દેવામાં આવી છે.

પાકિસ્તાન ટેલિકોમ ઓથોરિટીના અધ્યક્ષે જણાવ્યું હતું કે આ સમસ્યાને કારણે ટેલિકોમ વિભાગને આશરે 300 મિલિયન પાકિસ્તાની રૂપિયાનું નુકસાન થયું છે. સરકારે પક્ષ અને બિઝનેસ ગ્રુપ દ્વારા લગાવવામાં આવેલા બધા આરોપને ફગાવતાં સ્પષ્ટતા કરી હતી કે ઇન્ટરનેટની ધીમી ગતિ તેમની વેબ મેનેજમેન્ટ સિસ્ટમમને અપગ્રેડને ચાલતા છે. આ અપગ્રેડ છતાં ઇન્ટરનેટની સ્પીડ સ્લો ના થવી જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનમાં વારંવાર ઇન્ટરનેટની સમસ્યા થાય છે. ત્યાં ઇન્ટરનેટ યુઝર્સ જણાવે છે કે જ્યારે તેઓ વોટ્સએપના માધ્યમથી કોઈ વોઇસ નોટ્સ મોકલે છે તો એને ડાઉનલોડ કરવામાં પણ સમસ્યા થાય છે.

 

#PlayWithUS: આ રમત-ગમત મિશન દ્વારા મહિલા નેતૃત્વને સમર્થન

નવી દિલ્હી: યુ.એસ. એમ્બેસી અને કોન્સ્યુલેટ્સ ભારતમાં અલ્ટીમેટ ફ્રિસબી નામની રમત લોન્ચ કરવાના છે. આ એક મિક્સ-જેન્ડર રમત છે. જેના દ્વારા જાતીય સમાનતા અને નેતૃત્વ વિકાસને આગળ વધારવામાં સહાયતા મળી શકે છે. દિલ્હી, ગુવાહાટી, હૈદરાબાદ અને ચેન્નાઈમાં 19 થી 24 ઓગસ્ટ દરમિયાન મુંબઈમાં જ્યારે 26 થી 31 ઓગસ્ટ સુધી એક કાર્યક્રમ ચાલવાનો છે. જેના દ્વારા શહેરી અને ગ્રામીણ વિસ્તારની 100 મહિલા કોચને તાલીમ આપવામાં આવશે. આ કાર્યક્રમ વર્ષભર ચાલવાનો છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય યુવા મહિલાઓને આવશ્યક નેતૃત્વ કૌશલ્યોથી સજ્જ કરીને નેતૃત્વની ભૂમિકામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવાનો છે.આ કાર્યક્રમમાં કોચ ડેવલપમેન્ટ વર્કશોપ કરવામાં આવશે. સાથે જ શૈક્ષણિક સંસ્થાઓ અને રમત-ગમત સંકુલોમાં જાતિય સમાનતા અંગેના કોચિંગ સત્રો પણ યોજવામાં આવશે. આ કાર્યક્રમોમાં વ્યક્તિગત અને વર્ચ્યુઅલ તાલીમના સંયોજનથી દરેક કોચને લાભ મળશે. પરિણામે તેઓ પોતાના ફ્રિસ્બી સત્રોનું નેતૃત્વ કરવા, નેતૃત્વને પ્રોત્સાહન આપવા અને આ જેન્ડર મિક્ષ રમતને પ્રોત્સાહન આપીને છોકરીઓમાં આત્મવિશ્વાસ વધારવા માટે સક્ષમ બનાવશે.આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય નેતૃત્વની ભૂમિકામાં સેવા આપતા સહભાગી કોચમાં 40 ટકાનો વધારો અને 30 ટકા કાર્યક્રમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે લિંગ સમાનતા પહેલમાં સક્રિયપણે યોગદાન આપવાનો છે. પહેલમાં પુરુષ-સાથી વર્કશોપનો પણ સમાવેશ થાય છે, જે રમતગમતમાં લિંગ સમાનતા માટે સહાયક વાતાવરણને પ્રોત્સાહન આપશે અને કોર્ટમાં અને બહાર સમાવેશ કરવાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે.આ કાર્યક્રમના ડિજિટલ મીડિયા ઝુંબેશ #PlayWithUS દ્વારા, યુ.એસ. એમ્બેસી અને કોન્સ્યુલેટ્સ આ પહેલ અને અન્ય યુએસ-ભારત રમતગમત સહયોગની અસર દર્શાવી રહ્યા છીએ.

કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભામાંથી એક દિવસ માટે સસ્પેન્ડ

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. આજે તેનો બીજો દિવસ છે. ત્યારે વિરોધ પક્ષ દ્વારા અનેક મુદ્દે વિરોધ-પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેના પગલે આજે વિધાનસભા અધ્યક્ષ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને ગૃહમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આજે ટૂંકી મુદ્દતના પ્રશ્નો રદ્દ થવા બાબતે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રશ્ન ઉઠાવાયા હતા. આ સાથે બેનર સાથે ગૃહમાં દેખાવો કર્યા બાદ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ વોક આઉટ કર્યુ હતું. જે બાદમાં વિધાનસભા અધ્યક્ષ દ્વારા ગૃહમાં મતદાન દ્વારા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

विधानसभा में @INCGujarat के साथी विधायकगण के वॉकआउट pic.twitter.com/0RW5oh1ViU

વિધાનસભામાં હોબાળા સાથે ચોમાસું સત્રની શરૂઆત થઈ છે. બેઠકની શરૂઆતમાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. સરસ્વતિ સાધના યોજના સહિતના 18 પ્રશ્નો રદ્દ થવા બાબતે કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો. જેને લઈને અધ્યક્ષે જણાવ્યું કે, “નિયમ વગર કામ ન કરી શકાય, કાર્યવાહી વિધાનસભાના નિયમો પ્રમાણે ચાલે છે, હું ચર્ચા કરવાનો મોકો આપીશ.”

આ તરફ પ્રશ્નો રદ થતાં કોંગ્રેસના ધારાસભ્યોએ બેનર દર્શાવી વિરોધ નોંધાવ્યો હતો. જેને લઈને વિધાનસભા અધ્યક્ષે સાર્જન્ટને બેનર લઈ લેવા સૂચના આપી હતી. કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહ માંથી વોકઆઉટ કર્યું છે. ‘લોકશાહીની હત્યા બંધ કરો’ના સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરાયો હતો. કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવા સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે પ્રસ્તાવ મુક્યા બાદ અધ્યક્ષ દ્વારા કાર્યવાહી કરાઇ છે.

જૂની રંગભૂમિની સફર એટલે મોજના દરિયા… જૂનાં યાદગાર ગીતોએ ભાવકોને ઝૂમાવ્યાં

મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કાંદિવલીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રભુલાલ દ્વિવેદી, રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ અને મનસ્વી પ્રાંતિજવાળાનાં ગીતો અને સંવાદો આઠ નવ દાયકા પછી પણ લોકહૃદય પર રાજ કરે છે એવું પૂરવાર થતું જોવા મળ્યુ.

જૂની રંગભૂમિનાં વરિષ્ઠ અભિનેત્રી મહેશ્વરી ચૈતન્યે એક ફારસ તથા કેટલાંક ગીતો રજૂ કર્યાં હતાં. જૂની રંગભૂમિનાં એવાં જ બીજાં વરિષ્ઠ કલાકાર રજની શાંતારામ સાથે એમણે જુગલબંધી કરી ‘ધનવાન જીવન માણે છે ‘ ગીત મંચ પર રજૂ કરી જૂની રંગભૂમિના સુવર્ણયુગને તાજો કર્યો હતો. મહેશ્વરી ચૈતન્યે ‘ વડીલોના વાંકે ‘ નાટકનાં એ વખતે 500 જેટલા શૉ થયા હતા એવું જણાવ્યું હતું.

રજની શાંતારામે પણ ‘ભારી બેડાં ને હું તો નાજુકડી નાર ‘ સાભિનય રજૂ કર્યું હતું. એમણે ‘પૈસો બોલે છે ‘ નાટકનાં ‘આ તું નહિ તારો પૈસો બોલે છે ‘ અને ‘ તમે તો એવા ને એવા જ રહ્યા’ જેવા યાદગાર સંવાદોથી બધાંને મુગ્ધ કરી દીધાં. ડૉ. હાર્દિક ભટ્ટે 80/90 વર્ષ અગાઉના રંગભૂમિના કેટલાક પ્રસંગો ટાંક્યા હતા. માસ્ટર અશરફખાને ગાયેલા એક ગીતને એમણે ખૂબ સરસ રીતે ગાયું હતું. બાપુલાલ નાયક, જયશંકર સુંદરી જેવા એ સમયના દિગ્ગજ કલાકારોને પણ એમણે યાદ કર્યા.

એ અગાઉ સંકલનકર્તા સંજય પંડ્યાએ 14મી સદીમાં જેનો આરંભ થયો એ ભવાઈ પરંપરાની વાત કરી હતી. ઈસ 1853 માં પારસી નાટક મંડળીએ આપણે જેને પ્રથમ ગુજરાતી રજૂઆત માનીએ છીએ એ “રુસ્તમ સોહરાબ ” મુંબઈમાં ભજવ્યું .એ સમયે વધારે પ્રહસન લખાતાં અને ભજવાતાં.કેટલાંક પ્રહસન પારસી નાટકમાંથી પણ લેવાતાં. દેશી નાટક સમાજ 1889માં સ્થપાયો અને 1980 સુધી એ સંસ્થા જીવંત રહી. અકાદમી જૂની ધરોહરને સાચવવાના સર્વ પ્રયાસ કરે છે એવું એમણે જણાવ્યું હતું.

આ કાર્યક્રમની સહયોગી સંસ્થા પ્રગતિ મિત્ર મંડળ સાહિત્યના ઉત્તમ કાર્યક્રમોના આયોજન માટે દાયકાઓથી જાણીતી છે. એના સ્થાપક પ્રતાપ વોરાને પણ સ્મૃતિ અંજલિ અપાઈ. પ્રગતિ મિત્ર મંડળ વતી ટ્રસ્ટી અનંતભાઈ મહેતાએ સ્વાગત કર્યું હતું તથા ઉપપ્રમુખ ભાવેશ મહેતાએ , પ્રતિમા પંડ્યાએ, મીનાબહેન મહેતાએ તથા અન્ય સક્રિય સભ્યોએ પેન આપી કલાકારોનું સન્માન કર્યું હતું. જૂની રંગભૂમિનાં રક્ષા દેસાઈ, શિક્ષણ ક્ષેત્રનાં ડૉ. દર્શના ઓઝા, અશ્વિનભાઈ મહેતા, ડૉ. દશરથભાઈ પટેલ, ડૉ.કવિત પંડ્યા, હર્ષિદા બોસમિયા તથા કેઈએસના ટ્રસ્ટી મંડળના વિનોદ શાહ તથા ભરતભાઈ દત્તાણીની વિશેષ હાજરી હતી.

કોલકાતા રેપ-હત્યા કેસઃ ડોક્ટરોને કામ પર પરત ફરવા CJIની અરજ

નવી દિલ્હીઃ કોલકાતાના RG કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલની ટ્રેની ડોક્ટરના રેપ-હત્યા મામલે લોકોમાં ગુસ્સો છે. આ મામલે સુપ્રીમ કોર્ટેમાં CBIએ સ્ટેટસ રિપોર્ટ સોંપ્યો હતો. આ મામલે કોર્ટમાં CBIએ રિપોર્ટમાં દાવો કર્યો હતો કે ઘટનાસ્થળે પુરાવાઓ સાથે છેડછાડ કરવામાં આવી હતી અને એજન્સીએ ત્યાં સુધી કહ્યું હતું કે આ કેસમાં ઢાંકપિછોડો કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

એજન્સીએ કહ્યું હતું કે હોસ્ટિપલના વહીવટ તંત્રનું વલણ ઉદાસીનભર્યું રહ્યું હતું. આ ઘટનાની સૂચના પીડિયાના પરિવારજનોને વિલંબથી આપવામાં આવી હતી. પરિવારને પહેલાં સુસાઇડના ખબર આપવામાં આવ્યા હતા. હત્યાને સુસાઇડ બતાવવાનો પ્રયાસ સંદેહ પેદા કરે છે. આ ઘટના પર પડદો નાખવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. કોર્ટે પણ કહ્યું હતું કે પોલીસ ડાયરી અને પોસ્ટમોર્ટમના સમયમાં અંતર છે. આરોપીની મેડિકલ તપાસ પર પણ કોર્ટે સવાલો ઊભા કર્યા હતા.

કોલકાતા મામલે જસ્ટિસ પારડીવાલાએ કહ્યું હતું કે આ કેસ ચોંકાવનારો છે. અમે 30 વર્ષમાં આવો કેસ નથી જોયો. આ કેસ આઘાત આપનારો છે. બંગાળ પોલીસનો વ્યવહાર શરમજનક છે. કોર્ટે પંચનામાને લઈને પણ અનેક સવાલ ઊભા કર્યા હતા. કોર્ટે સવાલ કર્યો હતો કે જો કુદરતી મોત હતું તો પોસ્ટમોર્ટમ કેમ કર્યું? પોસ્ટમોર્ટમ પછી FIRથી આશ્ચર્ય થાય છે.સુપ્રીમ કોર્ટે ડોક્ટરોને આશ્વાસન આપ્યું હતું કે તેમની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવશે, પરંતુ ડોક્ટરોએ ડ્યુટી પર પરત ફરવું પડશે, કેમ કે કેટલાય ગરીબ દર્દીઓ છે, જે બે-બે વર્ષ પહેલાં એપોઇન્ટમેન્ટ લે છે, તેમને સારવાર વગર પરત ના મોકલી શકાય. CJI ચંદ્રચૂડે વિરોધ પ્રદર્શન કરી રહેલા ડોક્ટરોને અપીલ કરી હતી તે તેઓ તેમના કામ પર પરત ફરે.

યે રિશ્તા…ફેમ અભિનેતા મોહસીનને આવ્યો હતો હાર્ટ એટેક

મુંબઈ: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ટીવીનો લોકપ્રિય દૈનિક સોપ છે. આ શોના તમામ પાત્રો ખૂબ જ લોકપ્રિય છે. લોકો તેના મુખ્ય કલાકારોને ખૂબ પસંદ કરે છે. હવે આ શોમાં ચોથી પેઢીની વાર્તા બતાવવામાં આવી રહી છે, પરંતુ આ પહેલા ત્રીજી પેઢીની વાર્તા બતાવવામાં આવી હતી. કાર્તિક અને નાયરાની વાર્તા અને જોડી બંનેને નાના પડદા પર ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ દરમિયાન લોકપ્રિય ટીવી એક્ટર મોહસીન ખાન શોમાં કાર્તિકના રોલમાં જોવા મળ્યો હતો. આ પાત્ર ભજવીને તે કાર્તિક તરીકે દરેક ઘરમાં ફેમસ થઈ ગયો. તાજેતરમાં જ મોહસીને તેના જીવન સાથે જોડાયેલો એક મોટો ખુલાસો કર્યો છે. મોહસીન ખાને તાજેતરમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે તેને હાર્ટ એટેક આવ્યો હતો. તે સમયે અભિનેતા 31 વર્ષનો હતો. તેણે આ વિશે વિગતવાર વાત કરી.

મોહસીનને હાર્ટ એટેક આવ્યો હતો
પિંકવિલાને આપેલા ઈન્ટરવ્યુમાં 32 વર્ષીય એક્ટર મોહસીન ખાને જણાવ્યું કે તે સમયે તેનું લીવર ફેટી હતું. જેના કારણે તેમને હાર્ટ એટેક આવ્યો અને લગભગ એક વર્ષ સુધી તેઓ બીમાર રહ્યા. મોહસીન ખાને આ ઓગસ્ટમાં ઇન્ડસ્ટ્રીમાં પ્રોફેશનલ એક્ટર તરીકે 10 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ખાસ અવસર પર વાત કરતા તેણે પોતાની બીમારીનો પણ ખુલાસો કર્યો. તે હિટ શો સ્ટાર પ્લસના 1800 એપિસોડમાં જોવા મળ્યો હતો. આ પછી તેણે કેટલાક મ્યુઝિક વીડિયો પણ કર્યા, પરંતુ આ દરમિયાન તેણે 2.5 વર્ષનો લાંબો બ્રેક લેવો પડ્યો. આ કડીમાં અભિનેતાએ કહ્યું, ‘મેં ઈન્ડસ્ટ્રીમાં 10 વર્ષ પૂરા કર્યા છે. 10 વર્ષમાંથી મેં 7.5 વર્ષ સતત કામ કર્યું છે અને 2.5 વર્ષનો બ્રેક લીધો છે. 1800 એપિસોડમાં અભિનય કર્યા પછી, મને બ્રેક લેવાનું મન થયું. તેથી મુખ્યત્વે બ્રેક એટલા માટે હતો, પરંતુ પછી હું બીમાર પડ્યો હતો.

જ્યારે હાર્ટ એટેકથી કરિયર પર બ્રેક લાગી
મોહસીને આગળ કહ્યું,’મેં ક્યારેય આટલા લાંબા બ્રેક પર જવાનું વિચાર્યું ન હતું. હું લગભગ દોઢ વર્ષનો બ્રેક લેવા માંગતો હતો અને તેમ કરવાનું વિચારી રહ્યો હતો, પરંતુ તે પછી હું બીમાર પડી ગયો. મને ફેટી લીવરની સમસ્યા હતી, જેના કારણે હળવો હાર્ટ એટેક આવ્યો. મેં આ પહેલા ક્યારેય કોઈને કહ્યું નથી. મને થોડો સમય દાખલ કરવામાં આવ્યો. સારવાર માટે અમારે ત્રણ જેટલી હોસ્પિટલ બદલવી પડી હતી. આ સમગ્ર ઘટનાને કારણે મારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ હતી. હું દર થોડા દિવસે બીમાર પડતો હતો. હવે હું ઘણો સ્વસ્થ છું અને બધું નિયંત્રણમાં છે.

તબિયત બગડવાનું કારણ શું હતું?
મોહસીને તેની ખરાબ તબિયત પાછળના કારણ વિશે પણ વાત કરી અને કહ્યું,’આ સ્થિતિને નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ કહેવામાં આવે છે. આ બધું ત્યારે થાય છે જ્યારે તમારી ઊંઘની પેટર્ન સારી ન હોય, તમે યોગ્ય રીતે જમતા ન હોવ, આ બધી બાબતો મહત્વપૂર્ણ છે. મને લાગે છે કે આ પરિસ્થિતિ એકદમ સામાન્ય છે, પરંતુ આપણે તેના વિશે ખૂબ સભાન રહેવાની જરૂર છે.’