Home Blog Page 1543

યુનિફાઇડ પેન્શન સ્કીમ શું છે? જાણો મોદી સરકાર ક્યારે અમલ કરશે

કેન્દ્રીય કેબિનેટે સરકારી કર્મચારીઓ માટે યુનિફાઇડ પેન્શન સ્કીમની જાહેરાત કરી છે. આ યોજના દ્વારા પીએમ મોદીએ કેન્દ્ર સરકારના કર્મચારીઓને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે શનિવારે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)ને મંજૂરી આપી છે. આ યોજના દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારીઓને ખાતરીપૂર્વક પેન્શન આપશે. આ સાથે આ યોજના હેઠળ ફેમિલી પેન્શન અને બાંયધરીકૃત લઘુત્તમ પેન્શન આપવાની યોજના બનાવવામાં આવી છે.

કેન્દ્ર સરકારે કહ્યું છે કે રાજ્ય સરકારો પાસે પણ UPS અપનાવવાનો વિકલ્પ હશે, જો તેઓ ભાગ લેવા ઈચ્છે તો લાભાર્થીઓની સંખ્યા વધીને અંદાજે 9 મિલિયન થઈ શકે છે. સરકારનો અંદાજ છે કે આ યોજનાનો ખર્ચ આશરે રૂ. 800 કરોડ થશે અને પ્રથમ વર્ષમાં ખર્ચમાં વાર્ષિક વધારો રૂ. 6,250 કરોડની આસપાસ થશે.

યુનિફાઇડ પેન્શન સ્કીમ 1 એપ્રિલ, 2025થી લાગુ થશે

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, આ યોજના 1 એપ્રિલ, 2025થી લાગુ થશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને નેશનલ પેન્શન સ્કીમ (NPS) અને નવા UPS અને કેન્દ્ર સરકારમાં હાલના NPS પેન્શનરો વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ હશે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે યોજનાની વિગતો જાહેર કરી. તેમણે કહ્યું કે કેન્દ્રએ એક સમિતિની રચના કરી જેણે 23 લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓને લાભ થશે તેવી યોજના માટે નિર્ણયોને અંતિમ સ્વરૂપ આપવા RBI અને વિશ્વ બેંક સહિત અનેક મુખ્ય સંસ્થાઓ સાથે 100 બેઠકો યોજી.

યુનિફાઇડ પેન્શન સ્કીમથી તમને શું લાભ મળશે ?

ખાતરીપૂર્વકનું પેન્શન:

25 વર્ષની લઘુત્તમ લાયકાત સેવા માટે નિવૃત્તિ પહેલાં છેલ્લા 12 મહિનામાં સરેરાશ મૂળભૂત પગારના 50 ટકા. નાની સેવા માટે પ્રમાણસર, ઓછામાં ઓછી 10 વર્ષની સેવા જરૂરી છે.

ખાતરીપૂર્વકનું કુટુંબ પેન્શન:

કર્મચારીના મૃત્યુ પહેલા તરત જ પેન્શનનો 60 ટકા.

ખાતરીપૂર્વકનું લઘુત્તમ પેન્શન

ઓછામાં ઓછા 10 વર્ષની સેવા પછી નિવૃત્તિ પર દર મહિને રૂ. 10,000.

ફુગાવો સૂચકાંક

આ ખાતરી કરેલ પેન્શન, ખાતરી કરેલ કુટુંબ પેન્શન અને ખાતરી કરેલ લઘુત્તમ પેન્શનને લાગુ પડે છે. ઔદ્યોગિક કામદારો માટે ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (AICPI-W) પર આધારિત મોંઘવારી રાહત, સેવા આપતા કર્મચારીઓની સમકક્ષ.

નિવૃત્તિ પર એકમ રકમની ચુકવણી

ગ્રેચ્યુઈટી ઉપરાંત, સેવા પૂર્ણ થયાના દર છ મહિના માટે નિવૃત્તિની તારીખે માસિક મહેનતાણું (પગાર + DA) ની 1/10મી.

ચુકવણીથી પેન્શનની રકમમાં ઘટાડો થશે નહીં.

વાહ ભાઈ વાહ! – ૨૫ ઓગસ્ટ, ૨૦૨૪

૨૫ ઓગસ્ટ, ૨૦૨૪

પડકાર ઉઠાવો… જો જીતા વહી સિકંદર

તેજીલા તોખારોનો એક શાહસોદાગર ખૂબ પાણીદાર ઘોડો લઈને મેસેપોટેનિયાના રાજા પાસે આવ્યો. આ અશ્વની પરીક્ષા કરવા માટે એને ખુલ્લા મેદાનમાં લઈ જવાયો. ઘોડો ખરેખર તેજ હતો. રાજ્યના ચુનંદા સરદારો એક પછી એક ઘોડેસવારી કરવા જાય અને ઘોડો એમને પીઠ પરથી ફેંકી દે. કોઈ સફળ ના થયું. હજુ મૂછનો દોરો માંડ ફૂટ્યો છે એવા રાજકુમારે રાજાને પૂછ્યું, ‘હું પ્રયત્ન કરું?’

રાજાએ એના સામે આશ્ચર્યચકિત નજરે જોયું અને પૂછ્યું, ‘તું???’ રાજાએ પેલા રાજકુમારને મંજૂરી આપી.

રાજકુમારે લગામ પોતાના હાથમાં લીધી. ઘોડાને થોડો આમતેમ ચકાસ્યો અને પછી એનું મોઢું ઉલટી દિશામાં ફેરવી છલાંગ મારી. હવે એ સફળતાપૂર્વક ઘોડેસવારી કરી રહ્યો હતો. દોડાવી દોડાવીને એણે પેલા ઘોડાના મોમાં ફીણ લાવી દીધું. છલાંગ મારી એ નીચે ઉતર્યો. પ્રશ્ન એ થાય છે કે એ સફળ કેમ થયો?

જવાબ છેઃ ‘ઘોડાને બધા ખોટી દિશામાં ઊભો રાખતા હતા એટલે એ પોતાનો પડછાયો જોઈને ભડકતો હતો. રાજકુમારે દિશા ફેરવી નાખી. ઘોડો ના ભડક્યો અને બાકીની વાત આપણે કહી ગયા.’

રાજાએ પેલા કુંવરની પીઠ થપથપાવી કહ્યું, બેટા, તારા માટે મોસેપોટેનિયાનું રાજ્ય નાનું પડશે. વિશ્વવિજયી બનજે.’ એ છોકરડો આગળ જતા મહાન સિકંદર તરીકે જાણીતો થયો.

ગીતાજી આ જ તો કહે છેઃ

હતો વા પ્રાપ્સ્યસિ સ્વર્ગ જિત્વા વા ભોક્ષ્યસે મહીમ્

તસ્માદુત્તિષ્ઠ કૌન્તેય યુદ્ધાય કૃતનિશ્ચય: (અધ્યાય ૨, શ્લોક ૩૭)

અર્થાત્ જો તું માર્યો જઈશ, તો વીરોચિત સ્વર્ગ પામીશ અથવા જીતીશ તો પૃથ્વી ભોગવીશ. તેથી હે કૌન્તેય! યુદ્ધ માટે નિશ્ચય કરીને તું ઊભો થા.

સિકંદરે પડકાર ઉપાડ્યો. આ જ શીખવાનું છે. પરિસ્થિતિનો તાગ લો. જરૂર લાગે તો ઘોડાની દિશા ફેરવો, પડકાર ઉઠાવો.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)

ફ્રેન્ડશીપની જીત કેવી રીતે થઈ?

જીત અને કુશ સ્કૂલ સમયના મિત્રો. જ્યાં હોય ત્યાં સાથે ને સાથે જ હોય! બન્નેના ઘર પણ પાસપાસે અને સ્કૂલ પણ એક જ એટલે સ્કૂલે આવે જાય કે ઘરે હોય આખો દિવસ બંને સાથે ને સાથે જ જોવા મળે. બન્ને રમતા પણ સાથે સાથે ને ઘણી વાર તો જમતા પણ સાથે! એકબીજાને ઘરે રમતા હોય તો સાથે જમી લે!

બન્નેને એટલું બને કે બીજા બધાં ફ્રેન્ડ્સ તેમને ચીડવતાં કહે પણ ખરાં કે, “તમે બન્ને તો મેઇડ ફોર ઇચ અધર છો!”

કોલેજમાં પણ બન્નેએ સાથે જ એડમિશન લીધું. બ્રાન્ચ પણ એક જ. એરોનોટિકલ એન્જિનિયરિંગ.બન્નેના શોખ પણ સમાન. મ્યુઝીક અને ટ્રાવેલિંગ.

કોલેજ પૂરી કર્યા પછી હવે વારો આવ્યો જોબ માટે ઇન્ટરવ્યૂ આપવાનો.‌ બંને એક જ કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા ગયા. આ શહેરની એક પ્રતિષ્ઠિત કંપની હતી કે જો તેમાં જોબ મળી જાય તો લાઇફ બની જાય! પણ મુશ્કેલી એક જ હતી. જગ્યા એક હતી અને ઉમેદવાર એ બે હતા!

તેમને બન્નેને આ વાતની ખબર પણ હતી કે ઇન્ટરવ્યૂ એમણે બંનેએ આપ્યો છે પણ નોકરી તો બેમાંથી એકને જ મળવાની છે. એકને નોકરી મળે તો બીજાને દુઃખ થાય એ સ્વાભાવિક હતું. આ વાત સારી રીતે જાણતા બન્ને મિત્રોએ જાણીજોઇને એવા પ્રયત્નો કર્યા કે પોતાના બદલે મિત્રને ચાન્સ મળે. બીજાને ચાન્સ મળે. ક્યારેય એકબીજાથી એક પણ વાત ન છૂપાવતા મિત્રોએ જિંદગીમાં પહેલીવાર આ વાત એકબીજાથી છૂપાવી.‌

જીત ઇચ્છતો હતો કે કુશ સેટ થઇ જાય અને કુશ મનોમન જીતની સફળતા માટે પ્રાર્થના કર્યા કરતો! એટલી હદ સુધી કે, જ્યારે ઇન્ટરવ્યૂ આપવા ગયા ત્યારે જ્યુરીને છેલ્લે કહીને પણ આવ્યા કે મારા કરતાં આ જોબની મારા ફ્રેન્ડ્ને વધુ જરૂર છે!

છેવટે રીઝલ્ટનો દિવસ આવ્યો. સૌ પ્રથમ જીતના હાથમાં અપોઇન્ટમેન્ટ લેટર આવ્યો એટલે એ સૌ પ્રથમ ખબર આપવા દોડ્યો કુશ પાસે, પણ સામેથી કુશ પણ દોડતો દોડતો અધવચ્ચે જ મળી ગયો. એ પણ નોકરી મળ્યાની ખુશખબર આપવા જીત પાસે આવતો હતો! એને પણ અપોઈન્ટમેન્ટ લેટર મળ્યો હતો.

નોકરીની જગ્યા એક અને અપોઈન્ટમેન્ટ બન્નેની? આ વાંચીને બન્ને શોક્ડ થઇ ગયા.

પછી ધ્યાનથી લેટર વાંચ્યો તો ખબર પડી કે કંપનીએ‌ ચાલાકી વાપરીને બન્નેને પાર્ટટાઇમ જોબ ઓફર કરી હતી. એકબીજાને નોકરી આપવાના બન્ને મિત્રોના આગ્રહથી કંપનીના સંચાલકો પણ પ્રભાવિત થયા હતા!

એક કંપનીના નીતિ નિયમો સામે જીત અને કુશની સાચી ફ્રેન્ડશીપ જીતી ગઈ હતી!

(અમદાવાદસ્થિત નૃતિ શાહ ઉગતી પેઢીની તેજસ્વી લેખિકા છે. કવિતાઓ અને વાર્તાઓ લખવા ઉપરાંત એ કમ્પોઝર, વોઇસ આર્ટીસ્ટ અને ગુજરાતી ફૂડ બ્લોગર તરીકે પણ કાર્યરત છે. કવિતા અને માઇક્રોફિક્શનના એમનાં બે પુસ્તકો પણ પ્રકાશિત થયા છે.)

રાશિ ભવિષ્ય 25/08/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવુ, તાવ, માથા, આંખ, હાડકાની તકલીફથી સાચવવુ, વાર્તાલાપમા ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવુ, પ્રિયજન સાથેની ખરીદી પાછળકે ફરવામા ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય.


આજનો દિવસ સરસ રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ સારો રહે અને નવીનકામનુ આયોજન થાય, પ્રિયજન સાથે પસંદગીની કોઈ વાત આપલે થાય, ધાર્મિકકાર્ય હેતુ ક્યાય મુસાફરી થાય અને તેમા તમને ખુશીની લાગણી અનુભવાય, તમે આજે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવુ બની શકે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય સારી રીતે પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રિયજન સાથે હરવાફરવામા ઉત્સાહ સારો જોવા મળે, તેમને કોઇ પરિચિત સાથેના સંપર્ક દ્વારા તમારા કોઈ કામની સારી વાત સાંભળવા મળી શકે કે લાભની વાત થઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમા થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમા થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના-ઝવેરાત, ફાર્મા જેવા ક્ષેત્રમા કામકરનારને માનસિક થાકની લાગણી વધુ અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમા તમને સમયનોવ્યય વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમા થોડું ચિડીયાપણુ જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવુ, આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમા ન ઉતરવુ, માર્કેટિંગમા મહેનત વધુ પડે, વેપારના કામકાજમા જોખમ ન કરવુ.


આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો  જુનાકામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ છે, તમારા મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થાયકે તેમા તમને કોઇ મદદ કરતા મળે તેવુ પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમા ઉત્સાહ સારો જોવા મળે, પ્રિયજનસાથે ફરવા જવાના યોગ પણ છે.


આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટીલોકોથી દુર રહેવાની જરૂર છે, ચામડી,એલર્જી,,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ થોડી તકેદારી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા માનસિકથાક અને કામ ટાળવાની વૃતિ જોવા મળી શકે છે.


આજનો દિવસ સરસ છે અને તેમા પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણી તમારા મુખ પર સ્પષ્ટ દેખાઈ આવે, તમારા કોઈ કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, જમીન, બાંધકામ, વાહનવ્યવહાર, ધાતુ, જેવા ક્ષેત્રમા કામકરનારને નવીનતક ઝડપવાના યોગ બને છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવુ જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દીએ તકેદારી રાખવી, થોડી આરામકરવાની વૃતી રહે, આજે ધીરજ, પ્રભુભક્તિમા સમય પસાર કરવો શ્રેષ્ઠ છે.


આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમા ઉત્સાહ સારો રહે,  પ્રિયજન સાથે ક્યાંક મુસાફરી થઈ શકે  છે, તમારા ધાર્યાકામ થઇ શકે તેવા યોગ બની રહ્યા છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવવો યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા મહેનત કાર્યનો સંતોષ જોવા મળી શકે છે, મિલનમુલાકાત સફળ રહે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમા વ્યસ્તતા વધુ રહે તેવા સંજોગો બની શકે છે, લાકડા,ચામડા, ધાતુ, ઓઈલ,પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્રમા કામ કરનારવર્ગમા નવીનતા જોવા મળે,  તમે જુનાકામમા અટવાવતો તેમા જલ્દીથી ઉકેલ ન આવે અને સમયનો વ્યય થાય.


આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમા તમારી ગણતરીમુજબ કામ થાય તેવુ બની શકે છે, મુસાફરીના યોગ છે, માર્કેટિંગક્ષેત્રમા રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામા ધાર્મિકભાવના પણ સારી જોવા મળે અને ધાર્મિકસ્થળની મુલાકાત પણ થાય.

પંચાંગ 25/08/2024

સરકારી કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ

મોદી સરકારે પેન્શન સ્કીમને લઈને મોટો નિર્ણય લીધો છે. આજે મળેલી કેબિનેટ બેઠકમાં જૂની પેન્શન યોજના અને નવી પેન્શન યોજનાની જગ્યાએ યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)ને મંજૂરી આપવામાં આવી છે. સરકારે કહ્યું કે જે કર્મચારી 25 વર્ષથી કામ કરે છે તેને સંપૂર્ણ પેન્શન મળશે. યુપીએસ સ્કીમથી 23 લાખ કેન્દ્રીય કર્મચારીઓને ફાયદો થશે. આ યોજના 1 એપ્રિલ, 2025 થી લાગુ કરવામાં આવશે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બેઠક સાથે સંબંધિત માહિતી આપતાં કહ્યું કે, 10 વર્ષ સુધી સેવા આપનારાઓને 10,000 રૂપિયા પેન્શન મળશે. જો કર્મચારીઓની સેવા દરમિયાન મૃત્યુ થાય છે, તો તેમની પત્નીઓને 60 ટકા પેન્શન આપવામાં આવશે. સરકારે કહ્યું કે તેનો નિર્ણય રાજ્ય સરકાર પણ લાગુ કરી શકે છે. કર્મચારીઓ પર આ યોજનાનો કોઈ બોજ રહેશે નહીં. આ યોજના 1 એપ્રિલ 2025 થી લાગુ થશે.

સરકારે કહ્યું કે જો કોઈ કર્મચારીએ ઓછામાં ઓછા 25 વર્ષ કામ કર્યું હોય, તો તેને નિવૃત્તિ પહેલા છેલ્લા 12 મહિનાના સરેરાશ પગારના ઓછામાં ઓછા 50 ટકા પેન્શન તરીકે મળશે. જો કોઈ પેન્શનર મૃત્યુ પામે છે, તો તેના પરિવારને મૃત્યુ સમયે મળેલા પેન્શનના 60 ટકા મળશે.

2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદને ખતમ કરીશું :અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢમાં નક્સલ સમસ્યાને લઈને મોટી બેઠક યોજી હતી. આ બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે ડાબેરી નક્સલવાદ પર મક્કમ અને અંતિમ હુમલાનો સમય આવી ગયો છે. લોકશાહી માટે આ સૌથી મોટો પડકાર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં નક્સલવાદી ઘટનાઓમાં 17 હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે. ભારત સરકાર સમગ્ર ડાબેરી ઉગ્રવાદ વિસ્તારના વિકાસ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. હવે આપણે ડાબેરી ઉગ્રવાદની જગ્યાએ વિકાસનો પવન ફૂંકવામાં સફળ થયા છીએ. 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદ ખતમ થઈ જશે. તેમણે કહ્યું કે બિહાર, ઝારખંડ, ઓડિશા, આંધ્રપ્રદેશ, એમપી અને ઓછાવત્તા અંશે મહારાષ્ટ્ર નક્સલવાદથી મુક્ત થઈ ગયા છે. ભારત સરકારની આ એક મોટી ઉપલબ્ધિ છે. દેશમાં નક્સલવાદી ઘટનાઓમાં 53 ટકાનો ઘટાડો થયો છે. મૃત્યુઆંકમાં 70 ટકાનો ઘટાડો થયો છે.

છત્તીસગઢમાં સુરક્ષા શૂન્યાવકાશ ઘટ્યો

મુખ્યમંત્રી સાથે નક્સલ પ્રભાવિત અધિકારીઓની બેઠકમાં અમિત શાહે કહ્યું કે 2014થી અત્યાર સુધી નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં 273 નવા સુરક્ષા શિબિરો બનાવવામાં આવ્યા છે. છેલ્લા એક વર્ષમાં ગૃહ મંત્રાલયની એર વિંગને વધુ મજબૂત બનાવવામાં આવી છે. હેલિકોપ્ટર અને એરોપ્લેન આપવામાં આવ્યા છે. છત્તીસગઢમાં સુરક્ષા શૂન્યાવકાશમાં ઘટાડો થયો છે. અહીંની સરકાર ખૂબ જ સારું કામ કરી રહી છે.

સનાતન દરેક જીવમાં આસ્થા : નાગ પાંચમની પૂજા

અમદાવાદ: વરસાદની ઋતુ સાથે તહેવારો ઉત્સવ અને મેળાની શરૂઆત થઈ ગઈ છે. શ્રાવણ મહિનાની વદ પાંચમનો દિવસ જેમાં ગુજરાતના મોટાભાગના પરિવાર ઘરમાં નાગ પાંચમીની પૂજા કરી ઉજવણી કરે છે. અનેક ધર્મ, પ્રાંત, સંપ્રદાય, પરંપરાથી ભરેલો ભારત દેશ પૃથ્વી પરના અસંખ્ય જીવોને પૂજે છે. એમાંય હિંદુ ધર્મમાં અનેક જીવોને ભગવાનનો દરજ્જો આપી પૂજવામાં આવે છે. એમનાં મંદિરો પણ બનાવવામાં આવે છે. લાખો જીવોનું કલ્યાણ થાય, સન્માન થાય અને પૂજા થાય એવી દરેક માટે પ્રાર્થના પણ હિંદુ ધર્મમાં કરવામાં આવે છે. પૃથ્વી પરના જીવ નાગનું પૂજન નાગપાંચમીના દિવસે કરવામાં આવે છે.પુરાણોમાં, દંત કથાઓમાં અને વિવિધ પ્રાંતોમાં નાગના મહત્વ નો ઉલ્લેખ સદીઓથી કરવામાં આવ્યો છે. નાગને દેવતા રૂપે રજૂ કરી એના મંદિરો બનાવી પૂજા અર્ચના પણ કરતો ભારતમાં એક મોટો વર્ગ છે. ભારત કૃષિ પ્રધાન દેશ છે. આ દેશના મોટા ભાગના ખેડૂત સાપ અને નાગને સકારાત્મક દ્રષ્ટિએ જૂએ છે. સંસ્કૃતિ અને આસ્થાને કારણે ઘણાં પ્રાંતના લોકો નાગનું પૂજન કરે છે.આ વર્ષે શ્રાવણ માસના શનિવારે નાગ પંચમી હોવાથી નાગ દેવતા સ્થાપિત હોય એ મંદિરોમાં શ્રધ્ધાળુઓની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી. અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં સાબરમતી નદીના તટ પર આવેલા નાગ દેવતાના મંદિરના પ્રાંગણમાં તેમજ શહેર ગામના નાના મોટા મંદિરોમાં નાગ પાંચમીની પૂજા અર્ચના કરવામાં આવી હતી.  નાગ પંચમીના દિવસે કેટલાક શ્રધ્ધાળુઓ નાગ દેવતા સમક્ષ દુધની સાથે નાળિયેર તેમજ બાજરીના લોટની કુલેરને પ્રસાદ રૂપે ધરાવે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)