Home Blog Page 1542

મહિલાઓ વિરુદ્ધ અપરાધ ક્ષમાપાત્ર નથી : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના જલગાંવ પહોંચ્યા હતા. ત્યાં પહોંચ્યા બાદ તેમણે લખપતિ દીદી સંમેલનને સંબોધિત કર્યું. લખપતિ દીદી સંમેલનને સંબોધિત કરતા પીએમ મોદીએ કોલકાતા હત્યા કેસ પર કહ્યું, ‘અમારી સરકાર પણ મહિલાઓ પર અત્યાચાર કરનારાઓને સખત સજા આપવા માટે કાયદાને સતત કડક બનાવી રહી છે.’ પીએમએ કહ્યું, મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ અક્ષમ્ય છે. તેમણે વધુમાં કહ્યું કે, આજે આટલી મોટી સંખ્યામાં દેશની બહેનો અને દીકરીઓ અહીં છે. અગાઉ એવી ફરિયાદો હતી કે એફઆઈઆર સમયસર દાખલ કરવામાં આવતી ન હતી, સુનાવણી હાથ ધરવામાં આવતી ન હતી અને કેસોમાં વિલંબ થતો હતો.

મહિલાઓ ઘરેથી જ FIR નોંધાવી શકે છે

PM એ એમ પણ કહ્યું કે, ‘અમે ભારતીય ન્યાયિક સંહિતાના સમગ્ર પ્રકરણમાં આવા ઘણા અવરોધો દૂર કર્યા છે જે મહિલાઓ અને બાળકો સામેના અત્યાચારો સાથે સંબંધિત છે. જો પીડિત મહિલાઓ પોલીસ સ્ટેશન જવા માંગતી નથી, તો તેઓ ઘરેથી ઈ-એફઆઈઆર નોંધાવી શકે છે. અમે એ પણ સુનિશ્ચિત કર્યું છે કે પોલીસ સ્ટેશન સ્તરે કોઈ પણ ઈ-એફઆઈઆર સાથે ચેડાં કરી શકશે નહીં. PMએ 11 લાખ લખપતિ દીદીને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા. જલગાંવના કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે તેમની સરકારે આઝાદી પછીની અગાઉની તમામ સરકારો કરતા છેલ્લા 10 વર્ષમાં મહિલાઓ માટે વધુ કામ કર્યું છે.

નવી પેન્શન યોજનાને લઈને કોંગ્રેસના મોદી સરકાર પર પ્રહાર

ઈન્ટિગ્રેટેડ પેન્શન સ્કીમને મંજૂરી આપ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ X પર લખ્યું કે દેશની પ્રગતિ માટે સખત મહેનત કરનારા તમામ સરકારી કર્મચારીઓ પર અમને ગર્વ છે. UPSનું પગલું તેમના કલ્યાણ અને સુરક્ષિત ભવિષ્ય માટે અમારી સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. જ્યાં પીએમ મોદીએ આ યોજનાને કર્મચારીઓના ભવિષ્ય માટે સારી ગણાવી હતી, તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ અંગે પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકારની ઈન્ટિગ્રેટેડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે યુપીએસમાં ‘યુ’ એટલે મોદી સરકારનો યુ-ટર્ન. 4 જૂન પછી વડાપ્રધાનની સત્તાના ઘમંડને જનતાની શક્તિએ હંફાવી દીધી છે. X પર પોસ્ટ કરતી વખતે ખડગેએ પોઈન્ટ બનાવ્યા અને લખ્યું,

આ પછી તેણે પોસ્ટના અંતમાં લખ્યું કે અમે જવાબદારી સુનિશ્ચિત કરવાનું ચાલુ રાખીશું અને 140 કરોડ ભારતીયોને આ તાનાશાહી સરકારથી બચાવીશું. મલ્લિકાર્જુન ખડગેએ વકફ બિલથી બ્રોડકાસ્ટ બિલ અને લેટરલ એન્ટ્રીના રોલબેક સુધી કેન્દ્ર સરકારને ઘેરી હતી. જો કે તેમણે યુનિફાઈડ સ્કીમને છેતરપિંડી કે ખોટી નથી કહી, પરંતુ તેના દ્વારા પીએમ મોદી પર ચોક્કસ નિશાન સાધ્યું.

SCO મીટિંગ માટે PM મોદીને પાકિસ્તાને મોકલ્યું આમંત્રણ

પાકિસ્તાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેવા માટે આમંત્રણ મોકલ્યું છે. આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે શું પીએમ મોદી પાડોશી દેશની મુલાકાત લેશે? વાસ્તવમાં, પાકિસ્તાન 15-16 ઓક્ટોબરના રોજ ઇસ્લામાબાદમાં SCO બેઠકનું આયોજન કરી રહ્યું છે. આ બેઠકનું આયોજન તમામ સભ્ય દેશો વારાફરતી કરે છે. આ વખતે પાકિસ્તાનને તેની જવાબદારી મળી છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનના વઝીર-એ-આઝમ શાહબાઝ શરીફે પોતાના પાડોશી દેશના વડાપ્રધાનને આમંત્રણ આપ્યું છે.

જો કે પીએમ મોદી આ બેઠકમાં ભાગ લેશે કે નહીં તે જોવું રહ્યું. જો કે તેના ઈસ્લામાબાદ જવાની શક્યતા ઓછી છે. એ પણ શક્ય છે કે આ બેઠકમાં ભારત તરફથી કોઈ ભાગ ન લે. વાસ્તવમાં, પીએમ મોદી હંમેશા એસસીઓના રાજ્યોના વડાઓની બેઠકમાં હાજરી આપે છે પરંતુ કઝાકિસ્તાનમાં આયોજિત બેઠકમાં હાજરી આપી ન હતી. આ બેઠકમાં વડાપ્રધાનના સ્થાને વિદેશ મંત્રી એસ જયશંકરે હાજરી આપી હતી. SCO એકમાત્ર બહુપક્ષીય સંગઠન છે જેમાં ભારત અને પાકિસ્તાન સાથે મળીને કામ કરે છે. બંને દેશો તેના સંપૂર્ણ સભ્ય છે.

PM મોદીએ PAKને કડક સંદેશ આપ્યો

કારગિલ વિજય દિવસ પર વડાપ્રધાન મોદીએ દ્રાસથી પાકિસ્તાન પર એ રીતે હુમલો કર્યો હતો કે તેનાથી પાકિસ્તાન ગુસ્સે થઈ ગયું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે પાકિસ્તાને તેના ઈતિહાસમાંથી કંઈ શીખ્યું નથી. અમે કારગિલ યુદ્ધમાં સત્ય, સંયમ અને હિંમત બતાવી. તે સમયે ભારત શાંતિ માટે પ્રયાસ કરી રહ્યું હતું પરંતુ પાકિસ્તાને બદલામાં પોતાનો અવિશ્વાસભર્યો ચહેરો બતાવ્યો હતો. હું આતંકવાદના સમર્થકોને કહેવા માંગુ છું કે તેમના નાપાક મનસૂબા ક્યારેય સફળ નહીં થાય. કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. આપણા જવાનો આતંકવાદને સંપૂર્ણ રીતે કચડી નાખશે. દુશ્મનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે.

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શું છે?

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ની સ્થાપના 15 જૂન 2001ના રોજ થઈ હતી. શરૂઆતમાં તેમાં માત્ર ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન અને તાજિકિસ્તાનનો સમાવેશ થતો હતો. 2001 માં, ઉઝબેકિસ્તાનને શાંઘાઈ ફાઈવમાંથી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનમાં બદલવામાં આવ્યા બાદ આ સંગઠનમાં સામેલ કરવામાં આવ્યું હતું. ભારત અને પાકિસ્તાન 2017માં SCOના સભ્ય બન્યા અને ઈરાને ગયા વર્ષે 2023માં તેનું સભ્યપદ લીધું. 2024 સમિટમાં બેલારુસની ભાગીદારી બાદ તેના સભ્ય દેશોની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે.

 આજના જમાનામાં તમારો જીવનભરનો વેરી ‘સ્ટ્રેસ’

સ્ટ્રેસની વ્યાખ્યા આપવી સહેલી નથી. કોઈ પણ પ્રસંગ પ્રત્યે તમારો અભિગમ (Attitude) કેવો છે તે ઉપર તે પ્રસંગને આનંદ ગણવો કે માનસિક તનાવ એ નક્કી થાય. બે મિત્રો સરસ Movie જોવા ઘેરથી નક્કી કરીને ગયા હોય. Movie સારું હોય, મઝા આવી હોય, છતાં એક જણને ખૂબ આનંદ આવે, જ્યારે બીજો જેને માનસિક તનાવ (સ્ટ્રેસ)ની ટેવ પડી હોય તે સીટ સારી નથી, તાપ લાગે છે, ગંધ મારે છે. આના કરતાં બીજુ Movie સારું હોત, આના કરતાં બીજુ Theater સારું હોત —આવી બધી ફરિયાદ કરી આનંદને ટેન્શનમાં બદલી નાખે છે. ખરી રીતે સ્ટ્રેસ તમારા મનની સ્થિતિ છે અને જો આ સ્થિતિ સતત રાખો તો હવે તે એક નવા મેડિકલ સાયન્સ “PSYCHO-NEURO IMMUNOLOGY – સાયકોમ્યુરો ઇમ્યુનોલૉજી”ના પ્રયોગોથી નક્કી થઈ ગયું છે કે આ સતત ‘સ્ટ્રેસ’ની સ્થિતિથી તમારા મનની હાલત ખરાબ થાય છે અને આ ખરાબ થયેલા મનની અસર તમારી ઇમ્યુનીટી’ રોગપ્રતીકારક શક્તિ પર થાય છે.

અર્વાચીન યુગના મહાન ડૉક્ટર અને વૈજ્ઞાનિક ડૉ. હાન્સ સેઈલે પોતાના પુસ્તકમાં સરસ વિધાન લખ્યું છે: ‘માનસિક તનાવ વગરનું જીવન મૃત્યુ છે’ જન્મથી મૃત્યુ સુધી આબાલવૃદ્ધ, સ્ત્રી, પુરુષ સૌ કોઈ જીવનમાં ‘સ્ટ્રેસ’ આગળથી પાછળથી કે બાજુમાંથી ડોકીઆ કરતો જ હોય છે. તમને આનંદ આપતી શારીરિક, માનસિક, ભૌતિક કોઈ પણ ક્રિયા સાથે જાણે, અજાણે ‘સ્ટ્રેસ’ હોય છે. જ્યારે જ્યારે આ ‘સ્ટ્રેસ’ વધે ત્યારે આ ‘સ્ટ્રેસર્સ’થી માણસ અવશ્ય બીમાર પડે છે અને મૃત્યુને શરણે જાય છે.

સ્ટ્રેસ વખતે શરીરમાં શું ફેરફાર થાય છે ?

૧૯૧૪ની સાલમાં પ્રખ્યાત વૈજ્ઞાનિક ડબલ્યુ બી. કેનને સમાજને નવો શબ્દ આપેલો. જેનું નામ પાડેલું ‘FIGHT OR FLIGHT RESPONSE (યુદ્ધ કરો કાં નાસી જાઓ.) તમારા શરીરને કોઈ પણ ભય લાગે તેવી પરિસ્થિતિ વખતે શરીરનું

1 Temprature વધે.

2 ચયાપચય (મેટાબોલીઝમની ક્રિયા વધે.

3 આ વખતે તમારા હોર્મોન વધારે નીકળે (Adrenalin/ Noradrenalin).

4 શારીરિક (ફિઝિઓલોજીકલ) અને રાસાયણિક (કેમિકલ) ક્રિયાઓ વેગવંતી થાય.

5 આ બધું ક્ષણવારમાં થવાથી તમારા સ્નાયુ સખત (Contraction/ muscle Spazm) બને.

6 મગજનો હાયપોથેલેમસનો ભાગ તમારી મુખ્ય હોર્મોન ગ્રંથિ પીચ્યુટરી ગ્રંથિને વધારે હોર્મોન કાઢવા કહે જેને લીધે તમારી ‘એડ્રેનલ ગ્રંથિ’માંથી વધારે પ્રમાણમાં ‘એડ્રોનલીન’ નામનો હોર્મોન વધારે નીકળે જેથી શરીરની, ગ્લુકોઝની માગણી વધે જેથી સ્નાયુ સરસ કામ કરે છે.

7 આ વખતે લિવર પણ સ્નાયુને વધારે ગ્લુકોઝ પહોંચાડે.

8 શરીરને વધારે ઓક્સિજન જોઈએ એટલે ફેફસાંની શ્વાસ લેવાની અને હૃદયના ધબકારાની ગતિ વધી જાય અને

9 આને પરિણામે તમારું બી. પી. પણ વધે.

10 જ્યાં તાત્કાલિક જરૂર છે તેવા સ્નાયુને લોહી (શક્તિ) વધારે પહોંચાડવા જ્યાં જરૂર નથી અથવા ઓછી જરૂર છે તેવાં બધા જ અંગો (હોજરી, લાળગ્રંથિ, આંતરડાં અને કિડની)ને લોહી ઓછું મળે. આ બધી જ શરીરની જાગ્રત થવાની પ્રક્રિયાઓ  Arousal  કહેવાય.

જ્યારે આ ક્રિયાઓના પરિણામરૂપી શરીરને અણગમાના ભાવ થાય તેને ભય (FEAR), ભયની આકાંક્ષા (Apprehension) અને ચિંતા (Anxiety) આ ભેગા થઈ ટેન્શન-સ્ટ્રેસ ઊભા કરે. આટલું જો આપણે સમજ્યા હોઈએ તો એટલું ચોક્કસ નક્કી થઈ ગયું કે જીવનમાં — જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી તાકિદની પરિસ્થિતિ આવવાની જ અને જેને લીધે શરીર અને મન બંને સાબુત છે તેને ‘સ્ટ્રેસ’ રહેવાનો જ.

આટલું યાદ રાખવું જરૂરી છે કે જૂના જમાનામાં હોય કે અત્યારે ‘સ્ટ્રેસ’ને જીવનનાં ભાગ તરીકે સ્વીકારી લો. કોઈ પણ સંજોગોમાં તેને ‘Chronic’ થવા ના દો. તો તમને સ્ટ્રેસ હેરાન નહીં કરે. આપણે બધા જ જાણીએ છીએ કે સ્ટ્રેસને જેવું જીવનમાં સતત સ્થાન આપ્યું કે તેમાંથી, પહેલાં કહ્યું તેમ ‘રોગપ્રતીકારક શક્તિ ઓછી થવાની અને તમે સાવ તંદુરસ્ત હશો તોપણ બીમારીનો ભોગ બનવાના. આમ છતાં સ્ટ્રેસનાં સામાન્ય અને અસામાન્ય કારણો જાણી લો.

સામાન્ય કારણોમાં : –

1 કોઈ રોગ થયો હોય.

2 પરીક્ષા આપવાની હોય.

3 નોકરી કે ઘર બદલવાનું હોય.

4 પતિ કે પત્ની સાથે બનતું ન હોય.

5 ડાયવોર્સ લીધો કે લેવાનો હોય કે મૃત્યુ થયું હોય.

6 નોકરી મળતી ના હોય.

7 ધંધાની ચિંતા હોય

આજકાલ સોશિયલ મીડિયા લગભગ તમામ વય જૂથોમાં Stress અને નકારાત્મક વિચારોનું મુખ્ય પરિબળ છે જે આખરે ડિપ્રેશન તરફ દોરી જાય છે. So Avoid using them in excess.

અસામાન્ય કારણોમાં :-

1 વસ્તી વધારો.

2 રોજિંદી જરૂરિયાતની વસ્તુઓની અછત.

3 ઊંઘ બરાબર ના આવે.

4 નોકરી-ધંધે પહોંચવાની (સમયસર) તકલીફ,

5 જગ્યા બદલવાની હોય.

6 અશક્તિ લાગતી હોય.

7 પૂરતું ખાઈ શકતા ન હોય.

8 વ્યસન છોડી શકતા ના હોય.

9 કાલ્પનિક ભય લાગતો હોય.

10 વધારે કસરત કરવાની આદત પડી હોય.

11 અવાજનું પ્રદૂષણ.

12 હવાનું અને ખોરાકનું પ્રદૂષણ,

13 જૂની ભૂલ જેને લીધે નુકસાન થયું હોય તે સ્વીકારવાને બદલે યાદ કર્યા કરવું વગેરે ગણાય.

સ્ટ્રેટ માટે તો આખું પુસ્તક પણ લખવું ઓછું પડે. સાવ સરળ ભાષામાં આના ઉપાય બતાવવા પહેલાં એટલું લખવું ખૂબ જરૂરી છે કે

૧. સ્ટ્રેસ સાથે જીવવા પ્રયત્ન કરો.

૨. સ્ટ્રેસને જીવનની જરૂરિયાત સમજી લો અને નીચેના નિયમો પાળો.

  • સમયના પાબંદ બનો. (ટાઈમ મેનેજમેન્ટ): ગયો સમય પાછો નથી આવતો માટે આખા દિવસના કાર્યક્રમનું પૂરેપૂરું આયોજન કરો.
  • તમને સમય થોડો પણ મળે ત્યારે તમને જેમાં ખૂબ આનંદ આવતો હોય તેવી પ્રવૃત્તિ કરો. વાંચવું, લખવું, ચિત્રકામ, સંગીત, ફરવાનો શોખ, મિત્રોને મળવાનું વગેરે તમને મદદ કરશે.
  • PROGRESSIVE RELAXATION નામના પુસ્તકના લેખકે જ્યારે જ્યારે ટેન્શન થાય ત્યારે એક જગાએ બેસી અને સાવ શાંત મન રાખીને માથાના સ્નાયુથી શરૂ કરી પગના સ્નાયુ સુધી ધીરે ધીરે ‘RELAXATION’ કરવાની સરસ પદ્ધતિ બતાવી છે તેનો ઉપયોગ કરો. Or  યુટ્યુબનો પણ ઉપયોગ કરી શકાય છે
  • હસવામાં મઝા છે. ટુચકા, રમૂજ, રમૂજી પ્રસંગો, આનંદ આપનારી Movie/ Shows જુઓ. ખૂબ હસો. હાસ્ય ક્લબમાં જાઓ. મન ખૂબ હળવું થશે. સ્ટ્રેસ જતો રહેશે.
  • રિટાયરમેન્ટનું અગાઉથી પ્લાનિંગ કરવું. ના આવડતી હોય તેવી વસ્તુઓ શીખવા પ્રયત્ન કરો. જુદા જુદા રસના વિષયો કેળવો. શક્ય હોય અને ક્ષમતા હોય તેટલી બીજાને (પૈસાની નહીં) મદદ કરો.
  • કસરત કરો: હજુ સુધી કરી નથી. કાંઈ ચિંતા નહીં. નવેસરથી શરૂ કરો.

ધીમે ધીમે નાના ગોલ રાખી કસરત કરવાથી તમને ભલે વાર લાગશે, પણ સફળતા મળશે અને થોડી પણ સફળતા તમને સિદ્ધિના શિખરે પહોંચાડશે. હાસ્ય ક્લબની કસરત, ચાલવાની, સ્વીમિંગ કરવાની કે તમને ગમતી કોઈ પણ કસરત ફાયદો જ કરશે. ઉતાવળ કરશો નહીં.

  • વેકેશન ભોગવો: નવી નવી જગાએ તમારી ક્ષમતા પ્રમાણે ફરવા જાઓ. નવા મિત્રો બનાવો. નવી જગાઓની માહિતી મેળવો.
  • ઓટોસજેશન: તમે જે પરિસ્થિતિમાં હો તેનો સ્વીકાર કરવા ઓટો સજેશન કરો. ભૂતકાળ ભૂલી જાઓ. ભવિષ્યના ખરાબ વિચાર ના કરો. જે કાંઈ કપરી પરિસ્થિતિ છે તે થોડો જે સમય રહેશે. પછી બધું સરસ થશે તેવી કલ્પના કરો.
  • યોગનિદ્રા: સારા યોગના શિક્ષક પાસે આ પદ્ધતિ શીખવા જેવી છે. ઊંઘી નહીં જવાનું છતાં પણ જ્યારે બેચેની, સ્ટ્રેસ સતાવે ત્યારે શવાસનથી શરૂઆત કરી સ્ટ્રેસ કરનાર કોઈ પણ વસ્તુ તમારા મનમાં દાખલ ના થાય તે વિદ્યા શીખી લો.
  • છેલ્લે કોઈ પણ વસ્તુ, પરિસ્થિતિ, બનાવ, વ્યક્તિને પૂર્વગ્રહથી જોવાને બદલે બધાને ગમવા અને ગમાડવા પ્રયત્ન કરો. વર્તમાન સત્ય છે. વર્તમાન કદાપિ દુ:ખી નહીં કરે એટલી ખાતરી રાખીને ‘સ્ટ્રેસ’ વગરનું જીવન જીવો.

(અમદાવાદસ્થિત ડો. નિધિ દવે હોમિયોપેથી પ્રેક્ટીશનર છે. પરિવારમાં ચોથી પેઢીના ફિઝીશ્યન એવા ડો. નિધિ હોમિયોપેથી કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હોવાની સાથે યુનાઇટેડ યુરોપિયન ગેસ્ટ્રોએન્ટ્રોલોજી સાથે પણ સંકળાયેલા છે. વન-મિલિયન યુથ એક્શન ચેલેન્જના એમ્બેસેડર છે અને વિવિધ હોસ્પિટલ્સ સાથે કન્સલ્ટન્ટ તરીકે પણ જોડાયેલા છે.)

PAK vs BAN: બાંગ્લાદેશે પાકિસ્તાનને ઘર આંગણે કચડી નાખ્યું

25 વર્ષ બાદ બાંગ્લાદેશે ફરી એકવાર પાકિસ્તાન પર ઐતિહાસિક જીત નોંધાવી છે. બાંગ્લાદેશ, જેણે 1999 વર્લ્ડ કપમાં પહેલીવાર પાકિસ્તાનને ODI મેચમાં હરાવ્યું હતું, તેણે 25 વર્ષમાં પ્રથમ વખત આ ટીમ સામે ટેસ્ટ મેચ જીતીને ઇતિહાસ રચ્યો હતો, તે પણ તેની જ ધરતી પર. રાવલપિંડીમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે પોતાની જોરદાર બેટિંગ અને ઝડપી બોલિંગ અને ત્યારબાદ ઘાતક સ્પિન બોલિંગથી પાકિસ્તાનને હરાવીને 10 વિકેટે જીત મેળવી હતી. આ રીતે બાંગ્લાદેશે 13 ટેસ્ટ મેચોમાં નિરાશા બાદ 14મી ટેસ્ટમાં પાકિસ્તાનને પ્રથમ વખત હરાવ્યું હતું. તેમજ ટેસ્ટ શ્રેણીમાં 1-0થી લીડ મેળવીને યજમાન પાકિસ્તાનને મુશ્કેલીમાં મુકી દીધું છે.

 

સ્પિનરોએ પાકિસ્તાનનું અપમાન કર્યું

આ ટેસ્ટ મેચના પાંચમા દિવસે બાંગ્લાદેશની 117 રનની લીડને ખતમ કરીને મોટો સ્કોર બનાવવાના ઈરાદા સાથે આવેલી પાકિસ્તાની ટીમ માત્ર 2 સેશનમાં 146 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. સ્પિન બોલિંગને અવગણીને પાકિસ્તાની ટીમ માત્ર ફાસ્ટ બોલરો સાથે મેચમાં ઉતરી હતી, જે તેમના માટે આફત સાબિત થઈ હતી. બાંગ્લાદેશ માટે, શાકિબ અલ હસન અને મેહદી હસન મિરાજની સ્પિન જોડીએ તબાહી મચાવી દીધી હતી અને છેલ્લા દિવસે પડેલી 9માંથી 7 વિકેટ લીધી હતી. બાંગ્લાદેશને માત્ર 30 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે તેના ઓપનરોએ સરળતાથી મેળવી લીધો હતો.

આ સાથે પાકિસ્તાને છેલ્લા અઢી વર્ષમાં પાંચમી વખત તેની ધરતી પર ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ શ્રેણી માર્ચ-એપ્રિલ 2022માં ઓસ્ટ્રેલિયન ટીમના પાકિસ્તાન પ્રવાસથી શરૂ થઈ હતી અને ત્યારથી રાવલપિંડી ટેસ્ટ સુધી પાકિસ્તાને ઘરઆંગણે કુલ 9 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેને એક પણ જીત મળી ન હતી. જેમાં પાકિસ્તાન 5 મેચ હારી ગયું હતું જ્યારે 4 મેચ ડ્રો રહી હતી. હવે આ સિરીઝની આગામી ટેસ્ટ પણ રાવલપિંડીમાં રમાવાની છે, જે 30 ઓગસ્ટથી શરૂ થશે.

ઝડપી બોલરોની દાવ બેકફાયર થઈ ગઈ

આ પહેલા આ મેચમાં પાકિસ્તાને સ્પિનર ​​અબરાર અહેમદને રમવાની જગ્યાએ 4 અગ્રણી ઝડપી બોલરોને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો હતો, જે દરેક માટે ચોંકાવનારો હતો. પાકિસ્તાની ટીમને આશા હતી કે રાવલપિંડીની પીચ ફાસ્ટ બોલરોને મદદ કરશે, પરંતુ એક દિવસ પહેલા વરસાદને કારણે મેચ સમયસર શરૂ થઈ શકી ન હતી અને જ્યારે થયું ત્યારે પણ ફાસ્ટ બોલરોને માત્ર દોઢ કલાક જ મદદ મળી હતી. કમનસીબે, પાકિસ્તાનની ટીમ પ્રથમ બેટિંગ કરી રહી હતી અને બાંગ્લાદેશે ટૂંક સમયમાં 4 વિકેટ ઝડપી હતી. જોકે, મોહમ્મદ રિઝવાન અને સઈદ શકીલની શાનદાર સદીના આધારે પાકિસ્તાને 448 રનના સ્કોર પર દાવ ડિકલેર કર્યો હતો.

બાંગ્લાદેશના બેટ્સમેનોએ પોતાની તાકાત બતાવી હતી

જો કે, આ નિર્ણય પણ શંકાસ્પદ હતો કારણ કે પીચ બેટિંગ માટે સરળ બની ગઈ હતી અને પાકિસ્તાન પાસે મુખ્ય સ્પિનર ​​નહોતો. બાંગ્લાદેશની બેટિંગ શરૂ થઈ ત્યારે તેની અસર ફરી જોવા મળી. પાકિસ્તાની ફાસ્ટ બોલરોએ તેમની વિકેટ ચોક્કસપણે મેળવી હતી પરંતુ તેમને દરેક વિકેટ માટે સખત મહેનત કરવી પડી હતી. ત્યારબાદ જ્યારે મુશફિકુર રહીમ ભેગા થયા તો તેણે પાકિસ્તાનની આખી બોલિંગને તબાહ કરી નાખી. રહીમે શાનદાર સદી ફટકારી અને માત્ર 9 રનથી બેવડી સદી ચૂકી ગયો. તેમના સિવાય શાદમાન ઈસ્લામે 93 રન અને મેહદી હસન મિરાજે 77 રન બનાવી ટીમને 565 રન સુધી પહોંચાડી હતી અને 117 રનની લીડ મેળવી હતી.

ગુજરાતના આ ગામમાં ઉજવાય છે અનોખી જન્માષ્ટમી

દેશભરમાં જન્માષ્ટમીની તૈયારીઓ ધામધૂમથી ચાલી રહી છે. નાના-મોટા સહુ કોઈ ભગવાન શ્રી કૃષ્ણના જન્મના વધામણાં કરવા આતુર છે. ત્યારે વાત કરવી છે ગુજરાતના એવા ગામની જ્યાં અનોખી રીતે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી થાય છે.

કાનુડો રમવાની અનોખી પરંપરા

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાનું સોતવાડા ગામ આમ તો નાનુ ગામ છે પરંતુ જન્માષ્ટમીની ઉજવણી માટે ગુજરાતભરમાં જાણીતું છે. આ ગામમાં કાનુડો રમાડવાની દાયકાઓ જૂની પરંપરા આજે પણ અવરિત છે. શહેરમાં રહેતા લોકો પણ કાનુડો રમાડવા માદરે વતન આવે છે. આ ગામે આજે પણ ગ્રામ્ય સંસ્કૃતિ જાળવી રાખી છે.

જૂની પરંપરા પ્રમાણે આઠમની રાતે મહિલાઓ ગામના તળાવમાંથી માટી લાવી રાતના બાર વાગે કાનુડાની મૂર્તિ બનાવે છે. ત્યાર પછી એને જુદા-જુદા આભૂષણોથી અલંકૃત કરી સ્થાપન કરે છે. બીજા દિવસે સવારે એટલે કે નોમના દિવસે ગામની તમામ મહિલાઓ ગ્રામીણ વિસ્તારના ટ્રેડિશનલ પહેરવેશ પહેરી સાથે મળી દેશી ઢોલના તાલે કાનુડાના દેશી ગીત સાથે કાનુડો રમીને હરખભેર જન્માષ્ટમીની ઉજવણી કરે છે.

ઢોલના તાલે ઝુમે છે મહિલાઓ

ગામની જે પણ દીકરીના લગ્ન થઈ ગયા હોય એ પરંપરા પ્રમાણે પોતાના સાસરેથી જન્માષ્ટમીના દિવસે પિયર કાનુડો રમવા આવે છે. બાળપણની સખીઓ સાથે મળીને દેશી ઢોલના તાલે કાનુડો રમે છે. આખી રાત અને દિવસ મહિલાઓ કાનુડો રમે છે. જેમાં મટકી ફોડના કાર્યક્રમો પણ રાખવામાં આવે છે. ગામના નાના બાળકને કનૈયો બનાવી એની પાસે મટકી ફોડવવામાં આવે છે.

મહિલાઓ જ્યારે આનંદ-ઉલ્લાસથી ઢોલના તાલે ઝુમતી હોય ત્યારે ગામના તમામ સમાજના ભાઈઓ સાથે મળીને ભોજન બનાવે છે. એટલું જ નહીં મહિલાઓને જમવાનું પીરસે પણ છે. જમ્યા બાદ થાળીઓ પણ ગામના યુવાનો જ સાફ કરે છે. આ અનોખી પરંપરામાં મહિલાને વિશેષ માન અપાય છે.

ગામના પુરુષો બનાવે છે રસોઈ

સુતવાડા ગામના સરપંચ શીવાભાઈ ઠાકોર ચિત્રલેખા.કોમને કહે છે, અમારા ગામમાં કાનુડો રમવાની પરંપરા વડલાઓ સમયથી ચાલી આવે છે. અમે પણ એ પ્રમાણે ધામધૂમથી જન્માષ્ટમીની ઉજવણી કરીએ છીએ. બહારગામ રહેતા ગામવાસીઓ પણ આ ઉત્સવની ઉજવણી કરવા અને લાલાના જન્મના વધામણા કરવા વતન આવે છે. આખુ વર્ષ અમે જન્માષ્ટમીની રાહ જોઈએ છે. અમારા માટે આ ઉત્સવ ખુબ મહત્વનો છે. સૌ કોઈ સાથે મળીને આનંદ કરીને ભગવાનની ભક્તિમાં લીન થાય છે.

સામાન્ય રીતે શહેરમાં જન્માષ્ટમીની ઉજવણી માત્ર એક દિવસ થતી હોય છે પરંતુ સુતવાડા ગામમાં કૃષ્ણોત્સવની ઉજવણી ત્રણ દિવસ સુધી ચાલે છે.

ભાજપ દેશભરમાં 768 પાર્ટી કાર્યાલયો સ્થાપશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ શનિવારે જણાવ્યું હતું કે ભાજપે દેશભરમાં 768 પાર્ટી કાર્યાલયો સ્થાપવાની યોજના બનાવી છે. જેમાંથી 563 કચેરીઓ પૂર્ણ થઈ ગઈ છે. નડ્ડા પણજી નજીક ગોવા બીજેપી હેડક્વાર્ટરના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપવાના હતા, પરંતુ તેમણે વીડિયો સંદેશ દ્વારા સમારોહને સંબોધિત કર્યો હતો. ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંત અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુખ્યાલયનો શિલાન્યાસ કર્યો. સાવંતે કહ્યું કે નવી ઇમારત ડિસેમ્બર 2026 સુધીમાં તૈયાર થઈ જશે.

નડ્ડાએ કહ્યું કે, કેન્દ્રમાં સરકાર બનાવ્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સરકાર અને પાર્ટી સંગઠનને લગતા ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. દરેક રાજ્યની રાજધાનીમાં બીજેપીનું મુખ્યાલય અને દરેક જિલ્લામાં પાર્ટી કાર્યાલયની સ્થાપના એ મોદી-શાહ દ્વારા લેવામાં આવેલા મુખ્ય નિર્ણયોમાંનો એક હતો.નડ્ડાએ કહ્યું કે, પાર્ટીએ 768 ઓફિસ બનાવવાનો નિર્ણય કર્યો, જેમાંથી 563 પૂર્ણ થઈ ચૂકી છે. 96 ઓફિસમાં કામ ચાલી રહ્યું છે. નડ્ડાએ એ સમયને યાદ કર્યો જ્યારે 2014ની લોકસભા ચૂંટણી પહેલા જૂન 2013માં ગોવામાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાઈ હતી.

તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં કોંગ્રેસ સરકારને ઉથલાવી દેવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. તે બેઠક બાદ પાર્ટી કાર્યકર્તાઓએ સખત મહેનત કરી, જેના કારણે 2014માં નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકાર સત્તામાં આવી.

સુનિતા વિલિયમ્સ 2025 સુધીમાં પૃથ્વી પર પાછા ફરશે!

અમેરિકાની સ્પેસ એજન્સી નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા) માટે મિશન પર ગયેલી સુનીતા વિલિયમ્સની વાપસીની રાહનો અંત આવતો જણાતો નથી. માહિતી અનુસાર, તેણે જે પ્લેન (બોઈંગ સ્ટારલાઈનર)માં મુસાફરી કરી હતી તે પરત ફરવું જોખમી હતું, તેથી નિર્ણય લેવામાં આવ્યો છે કે સ્ટારલાઈનરને કોઈપણ અવકાશયાત્રી વિના પરત લાવવામાં આવશે. હવે સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર ફેબ્રુઆરી 2025 સુધીમાં પરત ફરે તેવી પૂરી શક્યતા છે.

અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે 5 જૂને બોઇંગના સ્ટારલાઇનરમાં અવકાશમાં ઉડાન ભરી હતી. આ પરીક્ષણ ઉડાન દરમિયાન, થ્રસ્ટરમાં ખામી અને હિલીયમ લીક થવાને કારણે NASA એ કેપ્સ્યુલને સ્થિર રાખ્યું હતું જ્યારે એન્જિનિયરોએ આગળ શું કરવું જોઈએ તે અંગે વિચારણા કરી હતી.

હવે SpaceX સુનિતા વિલિયમ્સને પરત લાવશે

સ્પેસએક્સ અવકાશયાત્રીઓને પરત લાવી શકે છે, પરંતુ આ માટે તેઓએ ફેબ્રુઆરી 2025 સુધી ત્યાં રહેવું પડશે. તમને જણાવી દઈએ કે સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરે સ્ટેશન પહોંચ્યાના એક-બે અઠવાડિયા પછી પાછા ફરવું પડ્યું હતું. મળતી માહિતી મુજબ નાસાએ સ્ટારલાઈનરને ખાલી કરીને પરત બોલાવવાનો નિર્ણય લીધો છે. સપ્ટેમ્બરમાં તે પૃથ્વી પર પરત ફરશે.

બોઇંગ માટે મોટો ફટકો

જો કે, બોઇંગે આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે અવકાશમાં અને જમીન પર થ્રસ્ટર પરીક્ષણો દર્શાવે છે કે સ્ટારલાઇનર અવકાશયાત્રીઓને સુરક્ષિત રીતે પરત કરવામાં સક્ષમ છે. બોર્ડમાં ક્રૂ સાથે બોઇંગની આ પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ હતી. સ્પેસ શટલના ઉપાડ પછી, નાસાએ સ્પેસ સ્ટેશન પર અવકાશયાત્રીઓની અવરજવરનું કામ બોઇંગ અને સ્પેસએક્સને સોંપ્યું છે. સ્પેસએક્સ 2020 થી આ કામ કરી રહ્યું છે. જો કે, હવે અવકાશયાત્રીઓને પરત લીધા વિના સ્ટારલાઇનરનું પરત ફરવું બોઇંગ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.

ગુજરાતમાં મહિલાઓ કેટલી સુરક્ષિત..?

મુંબઈની એક કોર્ટે 40 વર્ષ જૂના બળાત્કારના કેસમાં 70 વર્ષના આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે. એની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યા હતા. 1986થી ફરાર આરોપીની મે 2024માં યુપીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ પછી મુંબઈની સેશન્સ કોર્ટે ચાર સુનાવણીમાં કેસનો નિકાલ કર્યો હતો. કારણ કે આ કેસ સાથે જોડાયેલા મોટા ભાગના સાક્ષીઓ હવે આ દુનિયામાં નથી અથવા તો તેઓ મળી શક્યા નથી. કોર્ટે કહ્યું કે રેકોર્ડ પર એવો કોઈ પુરાવો નથી કે એ સાબિત કરે કે આરોપીએ મહિલા સાથે બળાત્કાર કર્યો હતો. આવી બીજી ઘટના વિશે વાત કરીએ તો સુપ્રિમ કોર્ટે ઉત્તર પ્રદેશના વિષ્ણુ તિવારીના કેસને ટાંકીને અલ્હાબાદ હાઈકોર્ટે નિર્દોષ જાહેર કરતા કહ્યું હતું  કે એને વ્યક્તિગત ઝઘડાના કારણે બળાત્કારના કેસમાં ફસાવવામાં આવ્યો હતો. 20 વર્ષ જેલમાં વિતાવ્યા બાદ એ નિર્દોષ સાબિત થયો. આવા તો કઇંક કેટલા કેસો છે જેમાં પુરુષ પર બળાત્કારના ખોટા આરોપ લાગે છે અને અંતે વર્ષો બાદ એ મુક્ત થાય છે. જો કે આજે વાત કરીએ ગુજરાતમાં વધી રહેલા બળાત્કારની ઘટના વિશે..

કોલકાતામાં ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. ફરી એકવાર લોકોને એમની માતાઓ, બહેનો અને પુત્રીઓની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સૌથી સુરક્ષિત કહેવાતા ગુજરાતની સ્થિતિ શું છે? એ જાણીએ..

છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં રેપ અને ગેંગ રેપની 10 હજાર કરતા વધુ ઘટનાઓ બની છે. ગાંધીના આ ગુજરાતમાં દરરોજ 6 મહિલાઓ પર બળાત્કાર થાય છે. જો કે આ આંકડો તો પોલીસ ચોપડે નોંધાયેલો હોય એ છે. આ સિવાય જો તપાસ કરીએ તો ચોકાવનારો આંકડો સામે આવે.

આંકડા કહે છે..

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના પ્રમાણે ગુજરાતમાં મહિલાઓ સામે છેડતી, હુમલો, હત્યા, બળાત્કાર અને ઘરેલુ હિંસાના કેસ સતત વધી રહ્યા છે. દર વર્ષે મહિલાઓ પર થતા અત્યાચારના 7 થી 8 હજાર કેસ પોલીસ ડાયરીમાં નોંધાય છે. આના કરતાં પણ મોટા ભાગના કેસ નોંધાયા વિના જ બને છે. ગુજરાતમાં વર્ષ 2019-20માં 2200 બળાત્કાર અને 29 ગેંગ રેપની ઘટના બની હતી. એજ રીતે વર્ષ 2020-21માં 2076 રેપ, 27 ગેંગ રેપ, 2021-22માં 2,239 રેપ, 32 ગેંગ રેપ, 2022-23માં 2,209 રેપ 36 ગેંગરેપ જ્યારે 2023-24માં 2,095 રેપ અને 31 ગેંગ રેપની ઘટનાઓ બની છે.

આ આંકડાઓ અત્યંત ચિંતાજનક છે, પરંતુ એનાથી પણ વધુ ડરામણી વાત એ છે કે પોલીસ ગુનેગારોને પકડવામાં સતત નિષ્ફળ રહી છે. બળાત્કારના 194 ગુનેગારો હજુ પકડવાના બાકી છે, જેમાંથી 67 આરોપીઓ છેલ્લા 6 મહિનાથી ફરાર છે. 63 આરોપીઓ એક વર્ષથી અને 64 આરોપી બે વર્ષથી પોલીસથી નાસી છૂટ્યા છે. આ સંજોગોમાં ગુજરાત મહિલાઓ માટે સુરક્ષિત છે એ સવાલનો કોઈ જવાબ નથી.

સાઉદી અરેબિયા જેવા કાયદાની જરૂર છે

 આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ગુજરાતના પ્રથમ પોલીસ સર્જન ડો. હસુમતીબહેન પટેલ કહે છે, હકીકતમાં કલકત્તા જેવી ઘટના એ ખુબ શરમજનક બાબત છે. આપણા ત્યાં કાયદા કડક હોવા જરૂરી છે. જો બળાત્કાર કરનારા માટે કડક કાયદાની જોગવાઈ થાય તો જ આ બાબતે કોઈ ઉકેલ મળી શકે. સાઉદી અરેબિયામાં જે પ્રમાણે કાયદા છે એ રીતના કાયદા જરૂરી છે. મારી દ્ધષ્ટિએ એ વાત સાવ ખરાબ છે. પોલીસ આ બાબતે વધુ સજાગ બનીને જે ગુનેગાર છે એમને સજા અપાવવાનું કામ કરે અને વિક્ટીમ મહિલા અને એમના પરિવારને સહાનુભૂતિ અને સહકાર આપે એ પણ જરૂરી છે.

સર્વે પ્રમાણે..

બ્રિટનમાં થયેલા એક સર્વે અનુસાર અડધા ભાગથી વધુ મહિલાઓ માને છે કે બળાત્કારી કરતાં બળાત્કારનો ભોગ બનેલી મહિલા જ એના પર થયેલા શારીરિક સિતમ માટે વધુ જવાબદાર હોય છે. પુખ્તવયની ૧,૦૦૦ મહિલાઓના કરેલા સર્વેમાં ૧૮થી ૨૪ વર્ષ સુધીની ૫૪ ટકા મહિલાઓ માને છે કે બળાત્કાર માટે બળાત્કારનો ભોગ બનેલી મહિલા જ વધુ જવાબદાર હોવી જોઇએ. આજ વયની ૨૪ ટકા મહિલાઓનું કહેવું છે કે ટૂંકાં વસ્ત્રો પહેરવા, બળાત્કારી સાથે ડ્રિંક્સ લેવું અથવા વાતચીત કરવી વગેરે બાબતોના કારણે ભોગ બનેલી મહિલા આંશિકરીતે જવાબદાર છે. લગભગ દર પાંચમી મહિલા માને છે કે હુમલા કરનારાના મકાનમાં મહિલા પાછી જાય તો ભોગ બનેલી જ મહિલા બળાત્કાર માટે દોષિત છે. જયારે ૧૩ ટકા મહિલાએ જણાવ્યું હતું કે કામુક અથવા માદક નૃત્ય અને ફ્લર્ટ કરવું વગેરે બાબત પણ ભોગ બનેલી મહિલાને આંશિક રીતે જવાબદાર ઠેરવે છે. આ સર્વે કરનારા સેકસ્યુઅલ એસોલ્ટ કિલનિકસના જણાવ્યા અનુસાર આ બ્લેમ કલચર(દોષ દેવો) જ બળાત્કારના ગુનાઓ સામે ફરિયાદ કરતાં ભોગ બનેલી મહિલાઓને અટકાવે છે. ‘વેક અપ ટુ રેપ’ શીર્ષક હેઠળ થયેલા આ સર્વેમાં જાણવા મળ્યું હતું કે ૧૪ ટકા મહિલાઓ માને છે કે મોટાભાગના બળાત્કારના દાવાઓ ઉપજાવી કે બનાવી કાઢેલા હોય છે. ચેતવણીજનક બાબત એ છે કે સર્વેમાં જાણવા મળ્યું હતું કે દર ત્રણમાંથી એક પુરુષનો દાવો છે કે પોતાની સાથીની ઇચ્છા ન હોવા છતાં એની સાથે તે શારીરિક સંબંધ બાંધે તો એને તેઓ બળાત્કાર તરીકે નથી ગણતા.

પુરુષની વિકૃત માનસિકતા સ્પષ્ટ કરે છે

ફેમીલી કોર્ટના વકીલ પૂજા પ્રજાપતિ ચિત્રલેખા.કોમને કહે છે, કલકત્તાની ઘટના એક ઘૃણાસ્પદ ઘટના છે. જે પુરુષની વિકૃત માનસિકતા સ્પષ્ટ કરે છે. આવા કેસમાં પુરુષને એવી સજા થવી જોઈએ જે અન્ય પુરષો માટે પણ સબક બને. બીજી બાજુ રેપ ન થયો હોય તો પણ પુરુષ પાસે પૈસા પડાવવા કે ખોટી રીતે એને બદનામ કરવા માટે પણ મહિલા આ રેપનો ઉપયોગ વેપન તરીકે કરે છે. જો કે એની માટે પણ મહિલા પર માનહાનીનો કેસ કરી શકાય છે. પરંતુ આવા કેસ બળાત્કારની થતી સાચી ઘટનાને ઢાંકવા માટે પુરતા નથી. કોઈ પણ મહિલા પોતાની જાતને સુરક્ષીત ન સમજી શકે એ સમાજ, સરકાર અને કાયદા માટે પણ શરમજનક બાબત છે.

ગુજરાત મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય છે એમ માનવામાં આવે છે. પરંતુ જ્યારે બળાત્કાર જેવી ગંભીર ઘટનાઓ સામે આવે ત્યારે ખરેખર એ સવાલ તો થાય જ કે મહિલાઓની સુરક્ષાનું શું? કારણ કે જ્યાં સુધી કલકત્તા જેવી કોઈ ઘૃણાસ્પદ બનાવ ન બને ત્યાં સુધી કોઈને ફરક જ નથી પડતો. પરંતુ હવે ખરેખર જાગવાની જરૂર છે, આવા બનાવો સામે બળવો પોકારવાનો સમય આવી ગયો છે.

હેતલ રાવ

ટેલિગ્રામના સીઇઓ પાવેલ ડુરોવની ધરપકડ

ટેલિગ્રામ મેસેજિંગ એપના સીઈઓ પાવેલ દુરોવની ફ્રાન્સમાં ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ટેલિગ્રામ મેસેજિંગ એપના અબજોપતિ સ્થાપક અને સીઈઓ પાવેલ દુરોવની શનિવારે સાંજે પેરિસની બહાર બોર્ગેટ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. ટીએફ વન અનુસાર, દુરોવ તેના પ્રાઈવેટ જેટમાં મુસાફરી કરી રહ્યો હતો. જો કે ટેલિગ્રામે હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.