Home Blog Page 1481

રાશિ ભવિષ્ય 15/09/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસે શાંતિ રાખવી, તમારા શબ્દપ્રયોગ અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું તેમજ ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફથી થોડું સાચવવું, થોડી આળસવૃતિના કારણે કામના થવાની મનમાં ફરિયાદ રહે તેવું બની શકે છે.


આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો જોવા મળી શકે છે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, કોઈ અગત્યની વાતચીત ક્યાય ચાલતી હોય તેમાં તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે અને તેમાં અન્યની મદદકે માર્ગદર્શન તમને સારો ટેકો આપી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય અને ક્યાંક નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય તેમાં તમે થોડા ઉત્સાહિત રહો, અગત્યના કામ માટે ક્યાંક વાર્તાલાપકે મિલનમુલાકાતમાં તમારા મનમાં રહેલા કોઈ પ્રશ્નનો કોઈ રસ્તો આપમેળે મળે તેવું બની શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, ખોટા વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી,પ્રેસર જેવી તકલીફથી સાચવવું, મનમાંને મનમાં કોઈવાતનો અજંપો રહ્યા કરે અને તેને કારણે તમારા રોજીંદા વ્યવહાર અને વર્તન પર તેની થોડી અસર વર્તાઈ શકે છે, વાદવિવાદથી દુર રહેવું.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થઈ શકે છે, તમારા કામમાં વ્યસ્તતાથી થાક લાગવાની લાગણી અનુભવાય અને આરામકરવાની વૃતિ જાગે, ફરવાકે મુસાફરીમાં ઉત્સાહની સાથે થાક પણ અનુભવો, કોઈ જગ્યાએ કામકાજ અર્થે મિલનમુલાકાત કરવાની હોયતો શાંતિ અને ચોકસાઈ રાખવી યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, મિત્ર અને પરિચિત સાથે કોઈ લાભની વાત કરવાની તક મળી શકે છે, ઘણા વખત થી કોઈ ચીજવસ્તુ ખરીદવાની ઈચ્છા ધરાવતા હોવતો તેપણ ફળીભૂત થાય તેવા સંજોગો બની શકે છે, આગળના કોઈ અધૂરાકામ પુરા કરવા માટે પ્રયત્ન કરવાથીતે કામને પણ ગતિ મળી શકે છે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો ઇચ્છનીય છે, ક્યાંક પડવાકે વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ,ખટપટી લોકોથી દુર રહેવું, ચામડી,એલર્જી, ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ તકેદારી રાખવી, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો અને મસ્તીમજાક વાળો કહી શકાય,  તમારી ક્યાંક જૂનીઓળખાણ તાજી થાય અને તમે કરેલા ભૂતકાળના કોઈ કામની કદર થાય, અગત્યના કામની કોઈ વાર્તાલાપકે મિલનમુલાકાત તમારા માટે આજે કરવી યોગ્ય છે જેમાં તમને સારો પ્રતિસાદ મળે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય પરંતુ કોઈ આજના દિવસ માટેનું આયોજન હોયતો તેમાં થોડો વિલંબ થઇ શકે છે પરંતુ કામ સારી રીતે થયાની લાગણી પણ અનુભવાય, ખરીદી કરવા જાવ ત્યારે ધાર્યા કરતા પણ વધુ ખર્ચ થાય તેવું બની શકે છે પરંતુ પસંદગીની ખરીદીનો સંતોષ પણ થાય.


આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો કહી શકાય, કોઈ મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકામ થવાથી ખુશીની લાગણીનો અનુભવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, તમારા કોઈપણ કામકાજમાં અન્યનો સાથ સહકાર સારો મળી શકે, યુવાવર્ગ માટે ક્યાંક નવીનઓળખાણ પણ થાય.


આજનો દિવસ સામાન્ય છે કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાથી થાકની લાગણીનો અનુભવ થાય, કોઈકામ પરાણે કરતા હોવ તેવું લાગ્યા કરે, ખરીદી કરવા પાછળકે કોઈ સામાજિકકાર્ય કરવા પાછળ નાણા અને સમયનો વ્યય થાય, વ્યવહારુ અભિગમ અપનાવો અને શાંતિ જાળવવી ઇચ્છનીય છે.


આજનો દિવસ સારો છે, હરવાફરવામાં અને મિલનમુલાકાતમાં દિવસ પસાર થઇ શકે છે. નોકરીઅંગે કોઈ પસંદગીની જગ્યાએ વાતચીતકે મિલનમુલકાત કરવાની હોય તેમાં તમારા કોઈ અંગત વિશ્વાસુવ્યક્તિની મદદકે માર્ગદર્શન તમને લાભ અપાવે,  ક્યાંક સારી વાત આપલે કરવાની તક પણ મળે તેવા યોગ છે.

કોલકાતા રેપ મર્ડર કેસ: CBIની મોટી કાર્યવાહી

કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જુનિયર ડૉક્ટરની બળાત્કાર-હત્યાના કેસમાં સીબીઆઈએ મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ શનિવારે (14 સપ્ટેમ્બર) આરજી કાર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની ધરપકડ કરી હતી. તે 23 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં છે.

અગાઉ, સીબીઆઈએ નાણાકીય ગેરરીતિના કેસમાં પૂર્વ આચાર્યની ધરપકડ કરી હતી. હવે રેપ-મર્ડર કેસમાં નવેસરથી ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈએ સંદીપ ઘોષ અને તાલા પોલીસ સ્ટેશનના એસએચઓ અભિજીત મંડલની એફઆઈઆર નોંધવામાં વિલંબ અને આરજી કાર રેપ કેસની તપાસમાં પુરાવા ગાયબ થવા બદલ ધરપકડ કરી છે. સંદીપને રવિવારે સિયાલદહ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

 

પંચાંગ 15/09/2024

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસનો મેગા પ્લાન

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે કમર કસી છે. લોકસભા ચૂંટણીમાં મોટી સફળતા મેળવ્યા બાદ કોંગ્રેસ હવે મહારાષ્ટ્રમાં મોટું પગલું ભરવાની તૈયારી કરી રહી છે. કોંગ્રેસે રાજ્યમાં બને તેટલી બેઠકો પર ચૂંટણી માટે મેગા પ્લાન તૈયાર કર્યો છે. આ પ્લાન મુજબ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વિધાનસભા ચૂંટણી દરમિયાન મહારાષ્ટ્રમાં ધામા નાખશે. મહારાષ્ટ્રમાં શનિવારે પ્રદેશ કોંગ્રેસના નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચૂંટણી પ્રચારની રણનીતિ બનાવવામાં આવી છે.

બંને નેતાઓ મહારાષ્ટ્ર પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરશે અને રાજ્યમાં મહત્તમ બેઠકો કરશે. આ સિવાય કોંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ મહારાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રિત કરવાના હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ મહારાષ્ટ્ર પર વિશેષ ધ્યાન આપવાના છે. મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની 15 થી 20 બેઠકોની શક્યતા છે. આ સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓની પણ બેઠક યોજાશે.

પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ બેઠક યોજી હતી

દરમિયાન કોંગ્રેસના નેતા અને રાજ્યના વિરોધ પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે કોંગ્રેસની શનિવારની બેઠક અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે તેઓ વરિષ્ઠ નેતાઓને મળ્યા હતા. તેમની સાથે રાજ્યની સ્થિતિ અંગે ચર્ચા કરી અને તમામ માહિતી આપી. મોરચાને લઈને વરિષ્ઠ નેતાઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. હવે 23 સપ્ટેમ્બરે ચંદ્રપુરમાં જિલ્લાની બેઠક યોજાશે. વિજય વડેટ્ટીવારે જણાવ્યું કે આ બેઠકમાં અમે જિલ્લાવાર સમીક્ષા કરીશું. તેમણે ચંદ્રપુરમાં થયેલા વિવાદ પર પણ ટિપ્પણી કરી હતી. આ વિવાદ પર કોઈ ચર્ચા થઈ નથી. આ વિવાદ માત્ર એક ગેરસમજ છે. આ ગેરસમજ દૂર થઈ ગઈ છે.

Meerutમાં ત્રણ માળનું મકાન ધરાશાયી, અનેક લોકો દટાયા

ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. શહેરની ઝાકિર કોલોનીમાં વરસાદના કારણે ત્રણ માળનું મકાન ધરાશાયી થયું છે. તેમાં એક જ પરિવારના 9 લોકો દટાયા હોવાની માહિતી મળી રહી છે. લોહિયા નગર વિસ્તારની ઝાકિર કોલોની શેરી નંબર સાતમાં આવેલું આ ત્રણ માળનું મકાન એક વૃદ્ધ મહિલા નાફોનું છે. નાફોના બે પુત્રો સાજીદ અને ગોવિંદા 35 વર્ષ જૂના આ મકાનમાં તેમની પત્ની અને બાળકો સાથે રહે છે.

આખો પરિવાર કાટમાળ નીચે દટાયેલો છે.પરિવાર ડેરીનો વ્યવસાય કરે છે. નીચેના માળે ભેંસોને બાંધીને રાખવામાં આવે છે. જ્યાં ડેરી છે. અચાનક મકાન ધરાશાયી થવાથી ભેંસ પણ કાટમાળ નીચે દટાઈ ગઈ છે. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્ય ચાલુ છે. કમિશનર સેલવા કુમાર જે, એસએસપી ડો.વિપિન ટાડા ઘટનાસ્થળે પહોંચી ગયા છે.મળતી માહિતી મુજબ 4 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.

અંબાજીના મેળે: અનોખા રથ સાથે ‘એક્સઝોન’ પગપાળા સંઘ

દાંતા: સુપ્રસિધ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજીના મેળાની ભાદરવી પૂનમ નજીક આવી રહી છે. મા અંબાના દર્શન માટે જુદાં-જુદાં ગામ અને શહેર તરફથી હજારો પગપાળા સંઘો જઈ રહ્યા છે.ભાદરવી પૂનમ તેમજ આખાય વર્ષના સમયગાળા દરમિયાન અંબાજીના દર્શન માટે કેટલાક શ્રધ્ધાળુઓ અનોખી રીતે જતા જોવા મળે છે.

અમદાવાદ શહેરના સતાધાર વિસ્તારના પરેશભાઈનો ‘એક્સઝોન અંબાજી પગપાળા સંઘ’ સતત પંદર વર્ષ કરતાંય વધારે સમયથી ભાદરવી પૂનમના મેળામાં અંબાજી મંદિરે ધજા ચઢાવવા જાય છે.

‘એક્સઝોન પગપાળા સંઘ’ સાથે જોડાયેલા હાર્દિક શાહ ચિત્રલેખા.કોમને કહે છે આ સંઘના નામની જેમ એક વિશેષતા એનો રથ છે. સતત પંદર કરતાંય વધારે વર્ષથી કારમાં રથ તૈયાર કરવામાં આવે છે. શણગારેલા આ વિશિષ્ટ ( રથ )કારમાં મા અંબા બિરાજમાન હોય છે.

આ વર્ષે ઈકો કારને સુંદર રીતે સજાવી રથમાં રૂપાંતરિત કરવામાં આવી છે. આ સુંદર રથની સેવામાં ‘બોલ મારી અંબેના જય જય અંબે’ ના નારા સાથે પચાસ લોકોએ અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે. આ પગપાળા સંઘ અંબાજી માતાજીના મંદિરે ધજા ચઢાવી પૂજા-અર્ચના કરશે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

શું દીકરો ઈબ્રાહિમ સૈફ અલી ખાનની વાત સાંભળે છે?

મુંબઈ: સૈફ અલી ખાન આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘દેવરા’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં બોલિવૂડ સ્ટાર ફરી એકવાર વિલનની ભૂમિકામાં જોવા મળશે અને સાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆર સાથે ધમાલ મચાવશે. દેવરામાં સૈફ અલી ખાન અને જુનિયર એનટીઆરની સાથે જ્હાન્વી કપૂર પણ જોવા મળશે. જ્હાન્વીની આ પહેલી દક્ષિણ ભારતીય ફિલ્મ છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું, જેને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મ 27 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે, તેથી ફિલ્મની આખી કાસ્ટ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.

જુનિયર એનટીઆર અને સૈફ અલી ખાન દેવરાના પ્રમોશનમાં વ્યસ્ત
દેવરાઃ પાર્ટ 1નું પ્રમોશન કરતી વખતે, ફિલ્મની આખી ટીમ કપિલ શર્માના મોસ્ટ અવેટેડ શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’માં દેખાશે. તાજેતરમાં, શોના નિર્માતાઓએ શોની બીજી સિઝનના પ્રથમ એપિસોડનું સત્તાવાર ટ્રેલર રિલીઝ કર્યું છે, જે દર્શાવે છે કે શોના પ્રથમ મહેમાન ‘દેવરા’ અને ‘જીગરા’ના સ્ટાર્સ હશે. ગેસ્ટ લિસ્ટમાં આલિયા ભટ્ટ, કરણ જોહર, જુનિયર એનટીઆર, સૈફ અલી ખાન, જાહ્નવી કપૂર અને રોહિત શર્મા જેવા મોટા નામ સામેલ છે.

શું ઇબ્રાહિમ અલી ખાન સૈફ અલી ખાનને સાંભળે છે?
ટ્રેલરના અંતમાં કપિલ શર્માને સૈફ અલી ખાન સાથે વાત કરતા જોઈ શકાય છે. આ દરમિયાન તે સૈફ અલી ખાનને કહે છે, ‘પહેલાં આમિર ખાન અમારા શોમાં આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે ‘મારા બાળકો મારી વાત સાંભળતા નથી.’ હવે તમારો પુત્ર ઇબ્રાહિમ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા તૈયાર છે, શું તે તમારી વાત સાંભળે છે? સૈફ અલી ખાને જવાબમાં જે કહ્યું તે સાંભળીને શોમાં હાજર દરેક સ્ટાર્સ આશ્ચર્યચકિત થઈ ગયા અને જોર જોરથી હસવા લાગ્યા.

કપિલ શર્માના સવાલ પર સૈફ અલી ખાનનો જવાબ
સૈફ અલી ખાન મજાકમાં કહે છે, ‘મને લાગે છે કે તેણે આમિર ખાનની વાત સાંભળવી જોઈએ.’ ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો વિશે વાત કરીએ તો, આ શોની બીજી સીઝનનો પહેલો એપિસોડ 21 સપ્ટેમ્બરે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. ધ કપિલ શર્મા શોની આ સિઝનમાં ચાહકોના ફેવરિટ કપિલ શર્મા, કીકુ શારદા, સુનીલ ગ્રોવર, રાજીવ ઠાકુર અને અર્ચના પુરણ સિંહની સાથે કેટલાક રોમાંચક નવા પાત્રો સાથે વાપસી જોવા મળશે.

USમાં વ્યાજદર કાપની સંભાવનાથી સોનું નવી ઊંચી સપાટીએ

નવી દિલ્હીઃ અમેરિકાના જોબડેટા નબળા આવતાં આવતા સપ્તાહે 25ને બદલે 50 બેસિસ પોઇન્ટનો વ્યાજકાપ આવવાની સંભાવના છે. જેથી  સોનું ફરી નવી લટાઇમ મહત્તમ સપાટી ૨૫૭૩.૫ ડોલરે પહોંચ્યું હતું. ચાંદી પણ સોનાની રાહે વધી હતી. ફેડના પચીસ બેસિસ પૉઇન્ટના રેટ-કટના ચા​ન્સિસ ૩૦ ટકાથી વધીને ૪૧ ટકા થતાં સોનામાં નવી ટોચ જોવા મળી હતી.

મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ રૂ. ૧૨૪૩ અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ. ૨૯૧૨ વધ્યો હતો. મુંબઈમાં સોના-ચાંદીનો ભાવ વધીને દોઢ મહિનાની ઊંચાઈએ પહોંચ્યા હતા.

યુરોપિયન સેન્ટ્રલ બેન્કે પૉલિસી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટમાં પચીસ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કરીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૩.૫ ટકાએ પહોંચાડ્યા હતા. યુરોપિયન સેન્ટ્રલ બેન્કે ૨૦૨૪માં બીજી વખત વ્યાજકાપ કર્યો હતો. અગાઉ જૂન મહિનામાં વ્યાજદરકાપ કર્યા બાદ આ બીજો વ્યાજદરકાપ કર્યો હતો. યુરોપિયન સેન્ટ્રલ બેન્કે જુલાઈ, ૨૦૨૨થી વ્યાજકાપમાં વધારો કરવાની શરૂઆત કરી હતી ત્યાર બાદ સતત અગિયાર વખત વ્યાજદર વધારો કર્યા બાદ જૂન મહિનામાં વ્યાજદર કાપ કર્યો હતો. યુરોપિયન સેન્ટ્રલ બેન્કે ઇન્ફ્લેશનનું પ્રોજેક્શન ૨૦૨૪ માટે ૨.૫ ટકા, ૨૦૨૫ માટે ૨.૨ ટકા અને ૨૦૨૬ માટેનું ૧.૯ ટકા મૂક્યું હતું. ગ્રોથ રેટનું પ્રોજેક્શન ૨૦૨૪ માટે ૦.૯ ટકાથી ઘટાડીને ૦.૮ ટકા કરવામાં આવ્યું હતું. અમેરિકાના નવા અનએમ્પ્લોયમેન્ટ બેનિફિટ નંબર્સ સાત સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહના અંતે ૨૦૦૦ વધીને ૨.૩૦ લાખે પહોંચ્યા હતા જે માર્કેટની ધારણા પ્રમાણે વધ્યા હતા, જ્યારે એ​ક્ઝિ​સ્ટિંગ બેનિફિટ નંબર્સ ૧૨,૯૬૮ ઘટીને ૧.૭૭ લાખે પહોંચ્યા હતા.

અમેરિકન જોબમાર્કેટની નબળાઈ હાલ ઇકોનોમિક ક​ન્ડિશન માટે સૌથી મોટું શિરદર્દ બની ગયું છે. ગયા સપ્તાહે અનએમ્પ્લોયમેન્ટ બેનિફિટ નંબર્સ વધતાં જોબ માર્કેટની નબળાઈ ફરી સામે આવી હતી જેને કારણે ફરી વ્યાજદરકાપના ચાન્સ વધ્યા હતા.

છેલ્લા દસ મહિનામાં જે દિવસે વ્યાજદર કાપના ચાન્સ વધ્યા છે એ દિવસે સોનામાં નવો ઉછાળો જોવા મળ્યો છે, આ સિલસિલો હજી ચાલુ છે અને વ્યાજદરકાપના ચા​ન્સિસના વધારાને પગલે સોનું ફરી નવી ઓલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યું છે. ફેડની મિટિંગ આગામી મંગળ-બુધવારે હોવાથી બુધવારે વ્યાજદરના નિર્ણયની જાહેરાત થશે એ અગાઉ હજી વ્યાજદરકાપના ચાન્સ વધશે તો સોનું વધશે અને સોનું ૨૬૦૦ ડોલરની સપાટીને કુદાવી જશે.

 

હિઝબુલ્લાનો ઇઝરાયેલ પર ખતરનાક હુમલો

ઈરાન સમર્થિત લેબનીઝ આતંકવાદી જૂથ હિઝબુલ્લાહે શનિવારે 1307 ડ્રોન અને સેંકડો રોકેટ વડે ઈઝરાયેલના લક્ષ્યો પર હુમલો કર્યો હતો. એવો દાવો કરવામાં આવ્યો છે કે તમામ ડ્રોન ઇઝરાયેલના નિશાન પર ચોક્કસ પડ્યા હતા. પરંતુ ઈઝરાયેલનું કહેવું છે કે તેના આયર્ન ડોમે મોટાભાગના હુમલાઓને હવામાં જ નષ્ટ કરી દીધા હતા.

ઈઝરાયેલે કહ્યું કે જે પણ ડ્રોન અને રોકેટ ઈઝરાયેલની જમીન પર હુમલો કરે છે તે કાં તો ખુલ્લા વિસ્તારમાં પડ્યા હતા અથવા તો આકાશમાં નાશ પામ્યા હતા. હિઝબુલ્લાએ ઈઝરાયેલને ધમકી આપી છે કે જો તે ગાઝા પટ્ટીમાં પેલેસ્ટિનિયનોના નરસંહારને બંધ નહીં કરે તો તે વધુ ઘાતક હુમલા કરશે.

રોકેટ હુમલાથી ઇઝરાયલી લશ્કરી મથક ઉડાવી દેવામાં આવ્યું

આટલું જ નહીં હિઝબુલ્લાએ અમિયાદ વિસ્તારમાં ઈઝરાયેલના સૈન્ય મથક પર પણ હુમલો કર્યો હતો. આ માટે હિઝબુલ્લાહે કાત્યુષા રોકેટનો ઉપયોગ કર્યો છે. કાત્યુષા રોકેટ બીજા વિશ્વયુદ્ધથી અત્યાર સુધી ઉપયોગમાં લેવાય છે. જેમ કે- પ્રથમ ભારત-ચીન યુદ્ધ, કોરિયન યુદ્ધ, વિયેતનામ યુદ્ધ, ઈરાન-ઈરાક યુદ્ધ, લિબિયા અને સીરિયા યુદ્ધ અને હવે ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે.

અમદાવાદ સરસપુરમાંથી મળ્યું ચરસ, ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા

ગુજરાત ધીમે ધીમે ઉડતા ગુજરાત બનતું જઈ રહ્યું છે. પાછલા કેટલાક સમયથી ગુજરાતમાંથી નસીલા પદાર્થ મળવાનો સીલસીલો યથાવત્ જોવા મળી રહ્યો છે. પહેલા અમદાવાદ શહેરમાંથી ગાંજા અને મેફેડ્રોન બાદ હવે ચરસ ઝડપાયું છે. શહેરમાં સરસપુર વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાન્ચને 1.70 લાખનું 1.138 ગ્રામ ચરસ મળી આવ્યું છે. આ સાથે ક્રાઈમ બ્રાન્ચે રઈશ કુરેશી અને વસીમ કીદવઈ નામના બે આરોપીઓને ઝડપ્યા છે.

અમદાવાદના સરસપુરમાંથી ક્રાઈમ બ્રાન્ચે ચરસ સાથે બે આરોપીઓને ઝડપી પાડયા છે. આરોપીઓ પાસેથી મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ચરસ આપવા આવનાર સલમાન નામનો આરોપી ફરાર થયો છે. જેની શોધ ખોળ પોલીસ હાથધરી છે. આ ચરસને લઈ ક્રાઈમ બ્રાચે મુદ્દા માલ જપ્ત કરવા સાથે ક્યાંતી આવ્યું અને કોઈ આપવાનું હતું, તે દિશામાં તપાસ હાથ ધરી છે.

આ અગાઉ 12 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ ભંગાર ભરેલી ગાડીમાં ડ્રગ્સ સપ્યાલ કરતા હતા. આ ડ્રગ્સ જયપુર-રતલામ રૂટ પરથી અમદાવાદ ઘુસાડવામાં આવ્યું હતુ. પરંતુ ડ્રગ્સ કોઈના સુધી પહોંચે તે પહેલા જ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે 9 સપ્ટેમ્બરના રોજ 200 કિલો ડ્રગ્સ સાથે જીઆઈડીસી વિસ્તારમાંથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ જથ્થો ટ્રકમાં આવી રહ્યો હતો અને પોલીસને બાતમી મળતા ટીમ કામે લાગી ગઈ હતી. પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથધરી હતી. જ્યારે 10 ઓગસ્ટના રોજ એલિસબ્રિજની એમજે લાયબ્રેરી પાસેથી એમડી ડ્રગ્સ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી 143.330 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતુ જેની બજાર કિંમત અંદાજે 14 લાખ રૂપિયા થાય છે. તો 11 ઓગસ્ટના રોજ અમદાવાદના શાહીબાગમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાંથી સાયબરક્રાઈમે હાઈબ્રીડ ગાંજાના 37 પાર્સલ જપ્ત કર્યા હતા. અલગ-અલગ દેશમાંથી પાર્સલ મંગાવાયા હતા જે દેશના અલગ-અલગ જિલ્લામાં જવાના હતા પરંતુ તે પહેલા જ અમદાવાદની સાયબર ક્રાઈમે તેને ઝડપી પાડયા હતા.