શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં છ જિલ્લાની 26 સીટો પર મતદાન જારી છે. સવારે 11 કલાક સુધી 24.10 ટકા મતદાન થયું હતું. આમાં 25.78 લાખ મતદાતાઓ મતદાન કરી શકશે. સીટ વહેંચણી અનુસાર NC 51 સીટો પર, કોંગ્રેસ 32 સીટો પર અને CPI (M) એક સીટ પર ચૂંટણી લડી રહી છે.
રાજ્યમાં મતદાનની વચ્ચે NCના ઉમર અબદુલ્લાએ રાહુલ ગાંધીને કાશ્મીર ચૂંટણી પ્રચાર ખતમ કરવા અને જમ્મુ પર ધ્યાન કેન્દ્રિત કરવા આગ્રહ કર્યો હતો. તેમણે એ વાત પર ભાર મૂક્યો હતો કે માત્ર કાશ્મીરમાં જ પ્રચાર કરવાને બદલે કોંગ્રેસે જમ્મુને પ્રાથમિકતા આપવી જોઈએ. જ્યાં એની પાસે મોટા ભાગની સીટો છે. મને આશા છે કે રાહુલ કાશ્મીરમાં એક-બે સીટો પર પ્રચાર કર્યા પછી જમ્મુ પર ધ્યાન કેન્દ્રિત કરશે. કોંગ્રેસ કાશ્મીરમાં શું કરશે એ મહત્ત્વનું નથી, પણ કોંગ્રેસ જમ્મુમાં શું કરે છે, એ મહત્ત્વનું છે.
તેમણે કહ્યું હતું કે અમે 10 વર્ષથી રાહ જોઈ રહ્યા છીએ. પહેલા તબક્કાનું મતદાન સારું રહ્યું હતું. અમને બીજા તબક્કામાં પણ સારા મતદાનની અપેક્ષા છે. એ ઉત્સાહજનક રહ્યું છે.જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીમાં છ જિલ્લાના 26 મતવિસ્તારોમાં 239 ઉમેદવારો મેદાનમાં છે. બીજા તબક્કામાં 131 ઉમેદવારો કરોડપતિ છે અને 49 ઉમેદવારો પર ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન પહેલી ઓક્ટોબરે થશે અને મતોની ગણતરી આઠ ઓક્ટોબરે પૂરી થશે.
નવી દિલ્હીઃ વકફ બિલ પર સૂચનો આપવાની સમયમર્યાદા ખતમ થઈ ચૂકી છે. સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ના સભ્ય અને ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ સૂચનોને લઈને મોટો દાવો કર્યો છે. વકફ સંશોધન બિલ પર JPCના વરિષ્ઠ સભ્ય નિશિકાંત દુબેએ JPCના અધ્યક્ષ જગદમ્બિકા પાલને પત્ર લખ્યો છે.
દુબેએ પાલને પત્ર લખીને ગંભીર આરોપ લગાવતાં કહ્યું હતું કે JPCને મળેલા સવા કરોડ પત્રોની ભાષા એક જેવી છે, જેમાં વકફ સંશોધન બિલને તત્કાળ અસરથી રદ કરવાની માગ કરવાની વાત કરવામાં આવી છે. આ સૂચનોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા મોકલવામાં આવ્યા હોવાની આશંકા છે. એને આંતરરાષ્ટ્રીય સ્તરેથી કન્ટ્રોલ કરવામાં આવી રહ્યા છે અને દેશની અંદર માહોલ ખરાબ કરવાની આંતરરાષ્ટ્રીય કાવતરું રચવામાં આવી રહ્યું છે. આ પત્ર તેમણે રાષ્ટ્રીય અખંડતિતા પર જોખમ ગણાવ્યું હતું.
આની પાછળ આંતરરાષ્ટ્રીય ઇસ્લામિક સંગઠન છે, જે દેશની વ્યવસ્થા બરબાદ કરવા ઇચ્છે છે. ભાગેડુ ઇસ્લામિક કટ્ટરપંથી જાકિર નાઇક અને અમારા દેશના યુવાઓની વચ્ચે ભ્રમ ફેલાવીને વકફ સંશોધન બિલ દ્વારા સરકારની વિરુદ્ધ કરવાની યોજના છે, એમ તેમણે કહ્યું હતું.
જાકિર નાઇક JPCને સબમિશનથી ભરવામાં તેના નેટવર્કની કોઈ પ્રકારે મિલીભગત છે એની તપાસ કરવામાં આવવી જોઈએ.આ દેશની સુરક્ષાના મુદ્દે તરીકે જોવું જોઈએ. તેમણે આરોપ લગાવ્યો હતો કે વકફ સંશોધન બિલની વિરુદ્ધ ISI, ચીન અને જમાતે-એ-ઇસ્લામી બંગલાદેશ અને તાલિબાન જેવાં કટ્ટરપંથી સંગઠનો, વિદેશી અભિનેતાઓની સંડોવણી એક ગંભીર ચિંતાનો વિષય છે.
અમદાવાદ: રાજ્યમાં મચ્છરજન્ય બીમારીમાં સતત વધારો નોંધઈ રહ્યો છે. આ ઉપરાંત તાવના કેસમાં દિવસને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે. સૂત્રોના આંકડા પ્રમાણે સપ્ટેમ્બરના 23 દિવસમાં સખત તાવને કારણે 6000થી વઘુ લોકોને હોસ્પિટલમાં સારવાર આપવાની ફરજ પડી છે. આમ, પ્રતિ દિવસે 370 જ્યારે પ્રતિ કલાકે 16 વ્યક્તિને સખત તાવને કારણે હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા છે.
ગુજરાતમાં વધતી બીમારીના આંકડાએ લોકોને ચિંતિત કરી દીધા છે. મળતી માહિતી અનુસાર 2023માં સપ્ટેમ્બર 23 દિવસમાં સખત તાવને કારણે 6893 વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. જેની સરખામણીએ આ વખતે સખત તાવની સમસ્યા ધરાવતા દર્દીમાં 23.36 ટકાનો વધારો થયો છે. સપ્ટેમ્બરના 23 દિવસમાં અમદાવાદ જિલ્લામાં 2424, સુરતમાં 969, રાજકોટમાં 432 કેસ નોંધાયા છે. આ સ્થિતિએ અમદાવાદમાં પ્રતિ દિવસે સરેરાશ 105 વ્યક્તિને સખત તાવની સમસ્યાને કારણે ‘108’ની મદદ લેવી પડી છે. બીજી તરફ જુલાઇ-ઓગસ્ટ મહિનામાં સખત તાવના 14945 કેસ નોંધાયા હતા. આ સ્થિતિએ 23348 વ્યક્તિને સખત તાવને કારણે હોસ્પિટલમાં ખસેડાયા છે. જુલાઇ-ઓગસ્ટ દરમિયાન અમદાવાદ જિલ્લામાં 3842 કેસ નોંધાયા હતા. ગત વર્ષે જુલાઇ-ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સખત તાવને કારણે 12987ને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
પલાળેલા મેથી દાણાનું શાક સ્વાદિષ્ટ તેમજ પૌષ્ટિક હોય છે. મેથીને પલાળી હોવાથી તેમાં કડવાશ નથી લાગતી, પણ તેમાં પૌષ્ટિકતા વધી જાય છે.
સામગ્રીઃ
મેથી દાણા ½ કપ
મીઠું સ્વાદ મુજબ
હળદર પાઉડર ½ ટી.સ્પૂન
મરચાં પાઉડર 2 ટી.સ્પૂન
ધાણાજીરૂ પાઉડર 1 ટી.સ્પૂન
ટામેટાં 2-3
કાંદા 2
આદુ-લસણ-મરચાં અધકચરા વાટેલાં 2 ટે.સ્પૂન
સમારેલી કોથમીર 1 ટે.સ્પૂન
જીરૂ 1 ટી.સ્પૂન
તેલ ટે.સ્પૂન
રીતઃ મેથી દાણાને 2 પાણીએથી ધોઈ લીધા બાદ પાણીમાં આખી રાત માટે પલાળી રાખવા. અથવા 6-7 કલાક માટે પણ પલાળી શકાય છે.
મેથી દાણા પલળી જાય એટલે તેમાંથી પાણી નિતારી લેવું.
એક કઢાઈમાં તેલ ગરમ કરી જીરૂનો વઘાર કરો. ત્યારબાદ તેમાં અધકચરા વાટેલાં આદુ-મરચાં-લસણ નાખીને જરા સાંતળી લીધા બાદ કાંદા સમારીને નાખો. 2 મિનિટ બાદ ટામેટાંને સમારીને તેમાં નાખો. 4-5 મિનિટ બાદ તેમાં મરચાં, હળદર તેમજ ધાણાજીરૂ પાઉડર ઉમેરીને 5 મિનિટ થવા દો. તેલ છૂટું પડે એટલે પલાળેલા મેથી દાણા તેમાં મિક્સ કરીને 2 મિનિટ જેવું સાંતળીને 1 ગ્લાસ જેટલું પાણી મેળવીને કઢાઈ ઢાંકીને ગેસની મધ્યમ આંચે શાક ચઢવા દો. મેથી દાણા પલાળેલા હોવાથી 4-5 મિનિટમાં ચઢી જશે. તે છતાં તપાસી જુઓ. શાક ન તૈયાર થયું હોય તો ફરીથી 2-3 મિનિટ થવા દો. ત્યારબાદ સમારેલી કોથમીર ભભરાવીને ગેસ બંધ કરીને શાક ઉતારી લો.
આ શાક ગરમાગરમ ફુલકા રોટલી સાથે ઘણું જ સારું લાગે છે.
સત્સંગનો અર્થ થાય છે સત્યનો સંગ, સત્યના સંપર્કમાં રહેવું. જે ફક્ત તમે સમજી ના શકો એવા અમુક જટિલ ગીત ગાવા વિશે નથી. સંગીત તેનો એક ભાગ છે. બીજો ભાગ તર્કને સમજવાનો છે. ત્રીજો ભાગ છે વિશ્રામ કરવો અને પોતાની સાથે ગહન ધ્યાનમાં જવું. તો સાચો સંગ કયો છે? જે તમને હળવાશનો અનુભવ કરાવે છે, જે તમને અનુભવ કરાવે છે કે તમે વિચાર્યું તેના કરતા સમસ્યા ઘણી નાની છે. તે સત્સંગ નથી જે તમને સમસ્યાનો અતિશયોક્તિપૂર્ણ દૃષ્ટિકોણ આપે છે. આ તે સંગ છે જ્યાં તમે લોકો તમારા વિશે શું વિચારે છે તે ભાવ છોડી શકો છો અને પ્રામાણિક બની શકો છો. સામાન્ય રીતે, જેઓ ઉજવણીમાં હોય છે તેઓ કેન્દ્રિત હોતા નથી, જ્યારે મૌનનો અનુભવ કરતા લોકો સામાન્ય રીતે ઉજવણી કરતા નથી. જો કે, સત્સંગ એ છે જ્યારે આપણે મૌન અને ઉજવણી બંનેને મહત્ત્વ આપીએ છીએ. સંગીતનો હેતુ તમારી અંદર ગહન મૌન ઉત્પ્ન્ન કરવાનો છે અને મૌનનો હેતુ જીવનમાં ગતિશીલતા લાવવાનો છે.
સંગીત ‘લય યોગ’ છે. લય એટલે વિલીનીકરણ. આ સમાધિનું સર્વોચ્ચ સ્વરૂપ છે (ભગવાન સાથે એકતા). ધ્વનિ એ ઊર્જાનું એક સ્વરૂપ છે. તમારું આખું શરીર અણુઓથી બનેલું છે. જ્યારે તમે ભજન ગાઓ છો, ત્યારે ધ્વનિ ઉર્જાનું સ્પંદન તમારા શરીરના દરેક કણમાં ફેલાય છે. જેમ માઇક્રોફોન ધ્વનિને શોષી લે છે અને તેને વીજળીમાં રૂપાંતરિત કરે છે, તેમ શરીર સ્પંદનોને શોષી લે છે અને તેને ચેતનામાં પરિવર્તિત કરે છે. જો તમે બેસીને વાતચીત અથવા ઉત્તેજક સંગીત સાંભળો છો, તો તે તમારા શરીર દ્વારા શોષાય છે અને સારી લાગણી નથી સર્જાતી. જ્યારે તમે જ્ઞાન સાંભળો છો, અથવા તમારા પૂરા હૃદયથી જપ કરો છો, ત્યારે તે તમારી ચેતનાને ઊંચાઈ પર લઈ જાય છે.
જ્યારે તમે સત્સંગમાં બેસો છો, ત્યારે તમારું આખું શરીર ઊર્જાથી તરબોળ થઈ જાય છે અને પરિવર્તન થાય છે. આ સત્ય સાથે જીવવાથી તમારી અંદર ઊર્જા પ્રજ્વલિત થાય છે અને ચેતના જાગૃત થાય છે કારણ કે ધ્વનિ ઊર્જા મનમાં ખૂબ જ સરળતાથી પ્રવેશ કરે છે. શરીર પાંચ તત્વોનું બનેલું છે – પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને આકાશ. આકાશની પ્રકૃતિ ધ્વનિ છે. અને ધ્વનિ એક થાય છે. અવાજ તમારા શરીરના સમગ્ર આકાશતત્વમાં પડઘો પાડે છે. આ રીતે મન અને ચેતના બને છે. આપણું મન અને ચેતના ખૂબ જ જૂની અને પ્રાચીન છે; હજારો વર્ષ જુના. જ્યારે તમે ચેતનાના વિવિધ સ્તરોમાં જાઓ છો, ત્યાં વિવિધ ભાષાઓ હોય છે.
આપણી ચેતનાનું સૌથી પ્રાચીન સ્તર વિશ્વની સૌથી પ્રાચીન ભાષા – સંસ્કૃતને સમજી શકે છે. જ્યારે આપણે બેસીએ છીએ, વિચારીએ છીએ અથવા વાત કરીએ છીએ, ત્યારે દરેક મન અલગ રીતે વિચારે છે, કોઈ એકસરખું વિચારતું નથી. આપણે સંસ્કૃત સ્તોત્રો ગાઈએ છીએ, ત્યારે આપણું મન જે ખૂબ પ્રાચીન છે, તે બધા જૂના સ્તોત્રોના પ્રભાવને ઓળખે છે. આપણી ચેતના ક્યાંક ઊંડે સુધી એક થઈ જાય છે અને વહેંચાઈ છે. અને ભજન અથવા મંત્રો મનમાં ઊંડી છાપ છોડી દે છે જ્યાં તેઓ લાંબા સમય સુધી રહે છે. તે બ્રશ જેવા છે. દરેક વાળને એકસાથે જોડીને મનની બધી ગાંઠો સાફ કરી શકાય છે.
આ જ કારણ છે કે જો આપણે કેટલાક શબ્દોના અર્થ જાણતા ન હોય તો પણ આપણે તેનો જપ કરીએ છીએ કારણ કે તેનો જાપ કરવાથી સકારાત્મક અસર થાય છે. આ અર્થ મહત્વપૂર્ણ નથી. એકલો અવાજ પૂરતો છે. તેથી જ્યારે આપણે ગાતા હોઈએ ત્યારે આપણે કેટલું ગાઈએ છીએ, ક્યાં ગાઈએ છીએ તે જોવાની જરૂર નથી. બસ તમારી આંખો બંધ કરો અને સંગીત, અવાજ સાથે એક થઈ જાઓ. તમે ભજન દ્વારા તે અવકાશમાં ભળી જાઓ.
આપણે સામાન્ય રીતે વિચારીએ છીએ કે ભજન માત્ર ગાવાનું છે. એવું નથી. ભજન એટલે વહેંચવું. ભગવાન પ્રેમ છે અને જ્યારે તમે તે પ્રેમમાં ખીલો છો, ત્યારે તમે પ્રેમ વહેંચો છો. ભગવાન દયાળુ છે, અને જ્યારે તમે દયાળુ હો, ત્યારે તમે વખાણ કરો છો. જ્યારે મન સો ભાગમાં વહેંચાઈ જાય છે ત્યારે તે દુ:ખનું કારણ બને છે. એ જ મન, જ્યારે એક થાય છે, ત્યારે એક એકમ બની જાય છે, પછી આનંદ થાય છે. જ્યારે તમે સત્સંગમાં બેસો છો, જ્યારે તમે ધ્યાન કરો છો, ત્યારે તમે તમારી જાતને આંતરિક સંગીત, આનંદના સ્ત્રોતની નજીક લાવો છો. અને એકવાર ચેતના એકીકૃત અને એક થઈ જાય – તે ચેતનાની સ્થિતિને આનંદ કહેવાય છે. પ્રકૃતિ લય સાથે ચાલે છે! આપણું શરીર લય સાથે ચાલે છે! જ્યારે જ્ઞાન, ધ્યાન અને સંગીત સુમેળમાં ચાલે છે, ત્યારે જીવન ખૂબ સુમેળભર્યું બને છે. અને જ્યારે આપણી લય પ્રકૃતિ સાથે સુમેળમાં હોય છે, ત્યારે જીવન એક ખૂબ જ સુંદર અનુભવ છે.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)
86 વર્ષની ઉંમરે ‘ગુજરાતની પાંજરાપોળ’ વિષય ઉપર ત્રીજી પી.એચ.ડી.નો મહાન-નિબંધ સબમીટ કરવા જઈ રહેલા વિક્રમભાઈ મહેતાની વાત સાંભળીએ તેમને પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
દાદા પાલનપુરના નવાબના વજીર. પિતા નવાબના બેગમના કારભારી. તેઓ ત્રણ ભાઈઓ. મોટાભાઈ ENT-સર્જન, બીજા ભાઈ એમ.એ.એલ. એલ.બી. અને તેઓ એમ.કોમ. બે પી.એચ.ડી. (ત્રીજીપી. એચ.ડી. સબમીટ કરશે). એસ.એસ.સી. સુધી પાલનપુરમાં ભણ્યા. પછી પુના યુનિવર્સિટીમાંથી એમ.કોમ. કર્યું. 1961થી 2006 સુધી મુંબઈમાં એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીમાં સરસ ધંધો કર્યો. 1970થી 97 સુધી નાસિકમાં એમ.બી.એ.ના વિદ્યાર્થીઓને ભણાવતા. 73-74માં એમ.બી.એ.ના વિદ્યાર્થીઓ માટે ટેક્સ-બુકનો (‘વસ્તુ વ્યવસ્થાપન’) ઈંગ્લીશમાંથી મરાઠીમાં અનુવાદ કર્યો. ચાર વર્ષ હોસ્ટેલમાં રહીને ભણ્યા. બે વર્ષ તે જ હોસ્ટેલમાં સુપ્રીન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવી. છાપાં-મેગેઝિનોમાં મટીરીયલ્સ-મેનેજમેન્ટ પર આર્ટીકલ લખતા. વિદ્યા સહકારી બેંક લિમિટેડમાં ફાઉન્ડર-ડાયરેક્ટર હતા. એમ.કોમ. અને એમ.બી.એ. ફેકલ્ટીમાં એક્ઝામિનર અને પેપર સેટર હતા.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
ક્યારેય નિવૃત્ત થયા જ નથી! રોજ સવારે 10થી સાંજે છ સુધી ઓફિસમાં હોય. જૈન ધાર્મિક સંસ્થાઓમાં અને અન્ય સામાજિક કાર્યોમાં વ્યસ્ત હોય. સાત કોલેજો, 11000 વિદ્યાર્થીઓ, આર્ટસ-સાયન્સ-કોમર્સ-લો-ફાઇન-આર્ટસ-બી.સી.એ.-એમ.બી.એ. જેવી ફેકલ્ટી ધરાવતી, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળમાં 15 વર્ષથી ટ્રસ્ટી (છેલ્લા બે વર્ષથી ચેરમેન) છે. ભગવાન-મહાવીર સેવા-સમિતિ બ્લડ-બેન્કમાં ચેરમેન છે, મહાજન હોસ્પિટલમાં તથા મહાજન પાંજરાપોળમાં ટ્રસ્ટી છે, નવસારી કેન્સર-કેર ફાઉન્ડેશનમાં તથા નવસારીના ભગવાન મહાવીર વિશ્વ કલ્યાણ-ટ્રસ્ટમાં 20 વર્ષથી ટ્રસ્ટી છે, જ્યાં તેઓ ડોનેશન લેતા નથી. મેડિકલ-કેમ્પ અને ખેડૂતોનાં સભા-સંમેલન યોજે છે. બાળકોને પર્યાવરણનું શિક્ષણ આપે, સાથેસાથે નાસ્તો-યુનિફોર્મ પણ આપે. ડેફ-ડમ્બ-બ્લાઇન્ડ સ્કૂલ માનવ કલ્યાણ-ટ્રસ્ટમાં તેઓ લાંબા સમયથી ટ્રસ્ટી છે. જેમ્સ-એન્ડ-જ્વેલરી નેશનલ રીલીફ ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે, કારગિલ વખતે અને ગુજરાતના ધરતીકંપ વખતે ઘણું કામ કર્યું. આર્મીના બાળકો માટે કલીનામાં હોસ્ટેલ બનાવી.
શોખના વિષયો :
સેવા એ જ શોખ! મહારાષ્ટ્ર-ગુજરાતની 100 જેટલી સેવાભાવી સંસ્થાઓમાં કામ કરે છે, તેમને પૈસા ભેગા કરવામાં મદદ કરે છે. ફરવાનો શોખ હતો. ભારતમાં અને વિદેશમાં ઘણું ફર્યા છે.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
એકવડો બાંધો, ઓછું વજન અને ઘરનું ટિફિન એટલે તબિયત સારી છે. 2000ની સાલમાં હૃદયમાં બે સ્ટેન્ટ મૂક્યા હતા, 2006 અને 2023માં ફરી એકએક સ્ટેન્ટ મૂકવો પડ્યો, પણ ગાડી સરસ ચાલે છે! 10થી છ ઓફિસ એટેન્ડ કરી શકે છે! કોલેજમાં કસરત કરતા પણ હવે કસરત કરતા નથી. સવાર-સાંજ થોડું ચાલે છે. હોટલમાં જતા નથી તથા દારૂ-સિગારેટ જેવા વ્યસનોથી દૂર રહે છે.
યાદગાર પ્રસંગ:
સાદગીથી લગ્ન કર્યા હતા, તે યાદ છે. અભ્યાસ માટે મહારાષ્ટ્રીયન શિક્ષકો-પ્રોફેસરોએ ઘણી મદદ કરી હતી તે યાદ છે. હોસ્ટેલમાં સુપ્રીન્ટેન્ડન્ટ તરીકે ઘણું કામ કર્યું. ધ્વજવંદન અને પિકનિક જેવા પ્રોગ્રામો શરૂ કર્યા. વિદ્યાર્થીઓને ટ્યુટર તરીકે ભણાવતા. સાયરસ પુનાવાલા અને શરદ પવારને ટ્યુટર તરીકે ભણાવ્યા હતા. એકવાર ગણપતિના પ્રસંગે વિદ્યાર્થીઓ ફાળો લેવા આવ્યા. તેમને હતું કે આ ગુજરાતી માણસ ગણપતિ માટે ફાળો આપશે નહીં. વિક્રમભાઈએ પૂછ્યું કે કેટલો ફાળો આપું? વિદ્યાર્થીઓએ 51 રૂપિયા (1961ની વાત છે) માંગ્યા. વિક્રમભાઈએ 101 રૂપિયા આપ્યા. બધા વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયા.
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
ઘણી બધી સંસ્થાઓ સાથે કામ કરવાનું એટલે ટેકનોલોજીનો તો ઉપયોગ કરવો જ પડે. ઈમેલ અને whatsapp વગેરે સહેલાઈથી વાપરે છે. મોટા કામો માટે સંસ્થાઓના મદદનીશનો લાભ લે છે.
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
તેઓ ભણતા ત્યારે 1000 વિદ્યાર્થીમાં 10 છોકરીઓ હોય! એમના 180ના ક્લાસમાં ત્રણ છોકરી હતી અને તે પણ સાડીમાં આવતી! હવે 3,500 વિદ્યાર્થીઓમાં 1700-1800 છોકરીઓ છે, અને કેવા વસ્ત્રો પહેરે છે! દૂરથી ખબર પણ ન પડે કે છોકરો છે કે છોકરી! અમારી વખતે હાજરી માટે બહુ આગ્રહ રહેતો. હવે 15-20% વિદ્યાર્થીઓ જ ક્લાસ ભરે છે!
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
ઘણી સંસ્થાઓમાં કામ કરે, વળી ભણે અને ભણાવે એટલે યુવાનો સાથે સારા સંપર્કમાં છે. નાસિકથી વિદ્યાર્થીઓને મુંબઈ બોલાવી ત્રણ દિવસનો સેમિનાર કરે અને ભણવા સિવાયની પણ ઘણી વસ્તુઓ શીખવે. આજના વિદ્યાર્થીઓ મહેનત નથી કરતા, ફોકસ નથી કરતા અને તેમનું વાંચન ઘણું ઓછું છે.
સંદેશો :
યુવાનોએ એકાગ્રતા કેળવવી જોઈએ. આ કરું કે તે કરું તેવી અનિશ્ચિત દૂર કરવી અને શું કરવું છે તે નક્કી કરવું. દિલ્હી જવું છે કે દમણ તે નક્કી કરશો તો ત્યાં પહોંચી જશો!
આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, કામકાજ અર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું જ કામ કરવુ યોગ્ય છે, ભક્તિ અને દાનકર્મ કરવું સારું કહી શકાય.
આજનો દિવસ સરસ અને મસ્તીમજાક વાળો છે, તમને તમારા કામમાં અન્યનો સાથ સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , પ્રિયજન સાથેના કોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.
આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, તમે કોઈના સહયોગી બનવાની સારી ભૂમિકા ભજવી શકો છો , વેપારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને તમે કોઈને યથાશક્તિ કંઇક દાન કરવાની વૃત્તિ જાગે તેવું પણ બની શકે છે.
આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનું કામ કરવું યોગ્ય છે, શાંતિ અને પ્રભુભકિતમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ ખટપટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામમાં જોખમથી દુર રહેવું, ધાર્મિકસ્થળે દર્શન કરવા જવાના અને ક્યાંક દાનકે ભેટ આપવાના યોગ પણ બની શકે છે.
આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય, મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય તેવું બની શકે છે.
આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈલાભની વાત આપ લે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ પણ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળી શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને સદ્કાર્ય કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.
આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, કોઈ ધાર્મિકસ્થળની મુલાકાતથી તમારું મન ખુશી અનુભવે.
આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈવાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ દિવસભર રહ્યા કરે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવાથી એકાગ્રતા અને મનની સ્થિરતા સારી રહે.
આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યુંકે મનનું કામ થઇ શકે તેની તમે સારી ખુશી અનુભવી શકો, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો છો, પરોપકાર કરવાની વૃતી જાગે, ધાર્મિકસ્થળમાં દાન,પુણ્ય,ભક્તિ કરવા જવાની ઈચ્છા જાગે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે અને તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામ કરવું સારું કહી શકાય, કોઈના કાર્યમાં મદદ કરવાથી મનને સારી ખુશી મળે.
આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈમાટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં આજે તમને અણધાર્યો સારો પ્રતિસાદ મળી શકે છે.
નવી દિલ્હીઃ હરિયાણા ચૂંટણીમાં ગરમાટો આવ્યો છે. કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીમાં CM પદ માટે દાવેદારી થઈ રહી છે. કોંગ્રેસમાં અત્યાર સુધી હુડ્ડા વિરુદ્ધ શૈલજાની લડાઈમાં સમાધાન નહોતું થઈ શક્યું, ત્યાં પાર્ટીના રાજ્યસભાના સાંસદ રણદીપ સુરજેવાલાએ પણ CM પદની દાવેદારી કરી દીધી છે.
તેમણે કહ્યું હતું કે અમે ત્રણે CM બનવા ઇચ્છીએ છીએ, પરંતુ એ તો હાઇકમાન્ડ નક્કી કરશે. આ બધો વિવાદ સુરજેવાલાના પુત્ર અને કૈથલથી કોંગ્રેસના ઉમેદવાર આદિત્ય સુરજેવાલાના એક નિવેદનથી શરૂ થયો હતો. આદિત્ય સુરજેવાલાએ કહ્યું હતું કે બધાની ઇચ્છા હોય છે કે તે CM બને, મારા પિતાની પણ આશા છે, એ સારી વાત છે, પરંતુ CMનો નિર્ણય પાર્ટીના હાઇ કમાન્ડ કરશે. બધા વિધાનસભ્યો જાણે છે કે પાર્ટીના હાઇ કમાન્ડ એવી વ્યક્તિને મુખ્ય મંત્રી પસંદ કરશે, જે કામ કરે અને લોકોથી જોડાયેલા હોય.
कैथल के मानस गांव में इस जनसैलाब का जोश और उत्साह बता रहा है कि इस बार परिवर्तन तय है। pic.twitter.com/9IMmIphP28
કેથલના બજારમાં પુત્ર માટે મત માગવા પહોંચેલા સુરજેવાલાએ કહ્યું હતું કે અમે ત્રણે જણ મુખ્ય મંત્રી બનવા ઇચ્છીએ છીએ, પણ હાઇકમાન્ડ નક્કી કરશે. ત્રણે એટલે- ભૂપેન્દ્ર હુડ્ડા, રણદીપ સુરજેવાલા અને કુમારી શૈલજા. પત્રકારો સાથે વાત કરતાં સુરજેવાલાએ કહ્યું હતું કે કૈથલના લોકો વિકાસ ઇચ્છે છે, એટલે કોંગ્રેસમાં આસ્થા દર્શાવીને એને ટેકો આપી રહ્યા છે.
જોકે રાજ બબ્બરે કહ્યું હતું કે હરિયાણા કોંગ્રેસનો સૌથી મોટો ચહેરો ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા છે, પરંતુ કોંગ્રેસમાં સૌથી પહેલાં રાહુલ ગાંધીનો ફેસ સામે આવે છે. જો સરકાર કોંગ્રેસની બનશે તો મારું માનવું છે કે જે વિધાનસભ્યો હશે અને હાઇ કમાન્ડનો મત હશે, એમ થશે.