મુંબઈ: બાબા સિદ્દીકીની હત્યાનો કેસ હાલ ખુબ ચર્ચામાં છે. એવામાં ઈન્ડિયા ટીવી ડૉટ કૉમ અનુસાર બાબા સિદ્દીકી હત્યા કેસ સાથે જોડાયેલી સૌથી સચોટ અને નક્કર માહિતી મળી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સૂત્રો અને મુંબઈ પોલીસની પ્રારંભિક તપાસમાં મોટી વાત સામે આવી છે. સ્પેશિયલ સેલે મુંબઈ પોલીસ સાથે માહિતી શેર કરી છે. બાબા સિદ્દીકીની હત્યાનો એક જ હેતુ હતો અને તે હતો સલમાન ખાન અને સમગ્ર મુંબઈ અને માયાનગરીમાં આતંક મચાવવો. આ સાથે તેનો ઉદ્દેશ્ય અંડરવર્લ્ડ અને દાઉદ ઈબ્રાહિમને સંદેશ આપવાનો પણ હતો. હત્યાનું દાઉદ કનેક્શન પણ સામે આવ્યું છે અને દાઉદ કનેક્શનની તપાસ ચાલી રહી છે.

ગોળીબાર કરનારાઓ 28 દિવસમાં 5 વખત બાબા સિદ્દીકીના ઘર અને ઓફિસમાં રેકી કરવા ગયા હતા. શૂટર્સ કલાકો સુધી બાબા સિદ્દીકીના ઘર અને ઓફિસની બહાર રહેતા હતા અને તેની દરેક હિલચાલ પર નજર રાખતા હતા. ત્યારબાદ ગોળી મારવા માટે દશેરાનો દિવસ પસંદ કરવામાં આવ્યો. ઘટના સમયે ઝીશાન અખ્તર મુંબઈની બહાર હતો. ઝીશાન મુંબઈ બહારથી સમગ્ર ઓપરેશનનું સંકલન કરી રહ્યો હતો. શુભમનો ભાઈ પ્રવીણ શૂટરોને ડ્રોપ કરવા પૂણેથી મુંબઈ આવ્યો હતો. શુભમે શૂટરોને પૈસા આપ્યા હતા.
2 શૂટરો પાસેથી 3 મોબાઈલ ફોન મળી આવ્યા
બાબા સિદ્દીકીને મારવા માટેના હથિયાર પંજાબથી આવ્યા હતા. ઝડપાયેલી 9MM પિસ્તોલ વિદેશી છે, એવી શંકા છે કે આ કન્સાઇનમેન્ટ પાકિસ્તાન અથવા નેપાળથી પહોંચી હોય. સ્થળ પરથી ઝડપાયેલા બે શૂટર્સ પાસેથી ત્રણ મોબાઈલ ફોન મળી આવ્યા છે, જેમાંથી ઘણાન ડાયલ નબંર સેવ નથી. નંબરોની તપાસ ચાલુ છે. શિવને સિગ્નલ ટેલિગ્રામ અને સ્નેપચેટ પર લોરેન્સ ગેંગ તરફથી ઓર્ડર મળી રહ્યો હતો. શિવ તે માહિતી અન્ય શૂટર્સ સાથે શેર કરી રહ્યો હતો.
હત્યા બાદ શિવને ઓમકારેશ્વર જવું પડ્યું હતું
શૂટર્સને પ્લાનિંગ સમયે જણાવવામાં આવ્યું હતું કે ટાર્ગેટ કોણ છે અને તેમને શા માટે મારવા પડશે. હત્યા બાદ શિવને ઉજ્જૈન નજીક ઓમકારેશ્વર જવાનું થયું, જ્યાં તેને લોરેન્સ ગેંગના એક સાગરિતને મળવાનું થયું. ઝિશાન અખ્તર ગુરમેલને પંજાબની પટિયાલા જેલમાં મળ્યો હતો. ઝીશાને જ ગુરમેલને લોરેન્સ ગેંગમાં સામેલ કરાવ્યો હતો. પોલીસને આશ્ચર્ય છે કે દશેરાનો દિવસ પસંદ કરવામાં આવ્યો જ્યારે કે આ દિવસે મુંબઈના ખૂણે-ખૂણે પોલીસ બેરિકેડ અને સુરક્ષા વ્યવસ્થા હોય છે.
બાબા સિદ્દીકીની સુરક્ષા માટે બે ગાર્ડ હતા
બાબા સિદ્દીકીની સુરક્ષામાં બે સુરક્ષાકર્મીઓ છે. ઘટના પહેલા જ સુરક્ષાકર્મીઓની શિફ્ટ બદલાઈ રહી હતી. ફાયરિંગ સમયે બાબા સાથે તેમનો એક સુરક્ષાકર્મી હાજર હતો પરંતુ તેણે જવાબી કાર્યવાહી કેમ ન કરી તે તપાસનો વિષય છે. તમને જણાવી દઈએ કે ગોલ્ડી બ્રારે કહ્યું છે કે તેઓ દાઉદને તક મળતા જ મારી નાખશે.





આ પરિસંવાદમાં આયુર્વેદ ક્ષેત્રના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે દિવસભરમાં પાંચ તબક્કામાં વિવિધ સેમિનાર યોજાયા હતા. યોજાયેલા વિવિધ વક્તવ્યોમાં વક્તા તરીકે એન.સી.આઇ.એસ.એમ.ના ચેરમેન વૈદ્ય જયંત દેવપૂજારી દ્વારા રાષ્ટ્રીય પરિસ્થિતિમાં આયુર્વેદ સ્નાતકો માટે શૈક્ષણિક અને અન્ય વ્યાવસાયિક તકો બાબતે વક્તવ્ય આપવામાં આવ્યું હતું. બીજા તબક્કામાં મુંબઇ સ્થિત એમોર હેલ્થ એસેન્સિયલ્સના નિયમક ડૉ. વિજયસિંઘ ચૌહાણ દ્વારા આયુર્વેદ ક્ષેત્રમાં આન્ત્રપ્રેનિયોરશીપ વિષે માહિતી આપવામાં આવી હતી. ત્રીજા તબક્કામાં અમેરિકાની આંતરરાષ્ટ્રીય વેદિક વેલનેસ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. અભિમન્યુ કુમાર દ્વારા આયુર્વેદ નિષ્ણાતો માટે વૈશ્વિક પરિપેક્ષ્યમાં આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અવકાશ- વિષય પર ચર્ચા કરવામાં આવી. ચોથા તબક્કામાં સી.સી.આર.એ.એસ.ના ડાયરેક્ટર જનરલ પ્રો. આર. એન. આચાર્ય દ્વારા સંશોધન ક્ષેત્રમાં કારકિર્દીના વિકલ્પો વિશે માહિતી આપવામાં આવી હતી. જ્યારે પાંચમા તબક્કામાં સી.સી.આર.એ.એસ.એન.આઇ.એમ.એચ.ના સંશોધન અધિકારી ડો. સાકેત રામ થ્રિગુલ્લા દ્વારા આરોગ્ય સંભાળ સેવાઓમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સિ: અવકાશ અને પડકારો વિષય પર માહિતી આપવામાં આવી હતી.
સ્થાપના દિવસના આ પરિસંવાદમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આયુર્વેદ તબીબો જોડાયા હતા. છેલ્લાં દાયકામાં આર્યુવેદ દેશની સીમાઓ વટાવી વિશ્વભરના દેશો સુધી પહોંચ્યું છે. ત્યારે આ પ્રકારના કાર્યક્રમો એ આયુર્વેદ ક્ષેત્રના સૌ કોઇ માટે નવી માહિતી પહોંચાડે છે.





હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અમરેલીના બગસરામાં 3.28 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે દ્વારકાના ભાણવડમાં 31.5 ઇંચ, ખંભાળિયા અને અમરેલીના ધારીમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. અમરેલીના સાવરકુંડલા અને રાજકોટના જામકંડોરણામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ચોમાસાને લઈ આગાહી કરતા હવામાન વિભાગે માહિતી આપી કે, 15 ઓક્ટોબરના રોજ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથના અમુક સ્થળોએ અને છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયો વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે.