નવી દિલ્હીઃ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)ના દરજ્જા અંગે સુપ્રીમ કોર્ટની સાત જજોની બેન્ચે આ મામલે ચુકાદો સંભળાવ્યો છે. સાત જજોની બેન્ચે 4-3ના બહુમતથી આ અંગે ચુકાદો આપ્યો હતો. આ બેન્ચે યુનિવર્સિટીનો દરજ્જો હાલ જાળવી રાખ્યો છે.
આ સાથે આ ઐતિહાસિક ચુકાદામાં CJIના નેતૃત્વ હેઠળની બેન્ચે કહ્યું હતું કે લઘુમતી સંસ્થાનોના નવા માપદંડ નક્કી કરાશે અને તેની જવાબદારી ત્રણ જજોની બેન્ચને સોંપવામાં આવી છે. આ મામલે CJI સહિત ચાર જજોએ એકમત થઈને ચુકાદો આપ્યો હતો. જોકે અન્ય ત્રણ જજોએ અસહમતી દર્શાવી હતી. જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માનો ચુકાદો અલગ રહ્યો હતો. આ સાથે કોર્ટે 1967નો ચુકાદો ફગાવી દીધો હતો.
આ મામલે CJI ચંદ્રચૂડે ચુકાદો આપતાં જણાવ્યું હતું કે બંધારણની કલમ 30 હેઠળ કોઈ પણ ધાર્મિક સમુદાય સંસ્થા સ્થાપિત કરવાનો અધિકાર ધરાવે છે. જેથી આ સંસ્થાને લઘુમતી કોમનો દરજ્જો ન આપવાથી આ કલમનું ઉલ્લંઘન થશે. આ કલમ હેઠળ કોઈ પણ લઘુમતી કોમને પોતાના દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થાઓમાં પોતાની જ કોમના લોકોને પ્રાધાન્ય આપવાનો હક છે.
વિવાદ શો હતો?
AMUના લઘુમતી દરજ્જા અંગેનો વિવાદ 1965માં શરૂ થયો હતો. તત્કાલીન કેન્દ્ર સરકારે 20 મે, 1965એ AMU એક્ટમાં સુધારો કરીને સ્વાયત્તતા ખતમ કરી દીધી હતી. જેને અઝીઝ બાશાએ 1968માં સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ત્યારે પાંચ જજોની બેન્ચે ચુકાદો આપ્યો કે AMU લઘુમતી સંસ્થા નથી. એ પછી 2006માં, AMUની JN મેડિકલ કોલેજમાં મુસ્લિમો માટે 50 ટકા MD, MS સીટો અનામત રાખવાના વિરોધમાં હિંદુ વિદ્યાર્થીઓ અલાહાબાદ હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે AMU લઘુમતી સંસ્થા ન હોઈ શકે. આ નિર્ણયના વિરોધમાં AMU સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. ત્યારથી આ કેસ વિચારણા હેઠળ હતો.
નવી દિલ્હીઃ US ફેડ રિઝર્વ બેંકે સતત બીજી વખત વ્યાજદરમાં 0.25 ટકાનો કાપ મૂક્યો છે. જેથી US ફેડના વ્યાજદરની રેન્જ 4.50 ટકા-4.75 ટકા પર આવી ગયા છે. આ અગાઉ બેંકે સપ્ટેમ્બરમાં વ્યાજદર 0.50 ટકા ઘટાડી 4.75 ટકા કર્યો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે આ નિર્ણયની અસર IT અને ફાર્મા પર દેખાશે, કેમ ફેડ પછી RBI પણ વ્યાજદર અંગે નિર્ણય લે એવી શક્યતા છે. વળી લોન સસ્તી થવાથી બેન્કિંગ અને ફાઇનાન્શિયલ કંપનીઓને સીધો લાભ થશે.
અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતના બીજા જ દિવસે યુએસ ફેડ રિઝર્વે રેટ કટ કર્યો છે. યુએસ ફેડ રિઝર્વ દ્વારા બે મહિનામાં સતત બીજી વખત રેટ કટ બાદ હવે ભારતીય રિઝર્વ બેંક પર વ્યાજદર ઘટાડવાનું દબાણ વધી રહ્યું છે.
બ્લુમબર્ગના એક રિપોર્ટ મુજબ US ફેડરલ ઓપન માર્કેટ કમિટી એ એક નિવેદનમાં જણાવ્યું છે કે રોજગાર અને મોંઘવારીના લક્ષ્યાંક હાંસલ કરવાનું જોખમ લગભગ સંતુલનમાં છે. ઇકોનોમિક આઉટલૂક અનિશ્ચિત છે અને કમિટી પોતાના આર્થિક લક્ષ્યાંકો હાંસલ કરવા અંગે સચેત છે. યુએસ ફેડ રિઝર્વે જણાવ્યું હતું કે ગયા વર્ષની શરૂઆતથી શ્રમબજારની સ્થિતિ સામાન્ય રીતે સુધરી છે પણ બેરોજગારી દર વધ્યો છે, જોકે એ હજી પણ નીચો છે.અમેરિકાની અર્થવ્યવસ્થા ત્રીજા ત્રિમાસિકમાં 2.8 ટકાના દરે વિકાસ પામી છે, જે ગ્રાહક ખર્ચમાં વૃદ્ધિને આભારી હતી. જોબ માર્કેટ નબળું પડવાનો ડર છે, આંકડા હજી પણ મંદીના સંકેત આપે છે.
રિઝર્વ બેંકે નવ ઓક્ટોબરે જાહેર કરેલી ધિરાણ નીતિની સમીક્ષામાં સતત 10મી વખત તમામ વ્યાજદર સ્થિર રાખ્યા હતા. ભારતમાં હાલ રેપો રેટ 6.5 ટકા, રિઝર્વ રેપો રેટ 3.35 ટકા, CRR 4.50 ટકા છે. રિઝર્વ બેંકની આગામી મોનેટરી પોલિસી 5 થી 7 ફેબ્રુઆરી, 2025માં યોજાશે. રિઝર્વ બેંક આ મોનેટરી પોલિસી મિટિંગમાં વ્યાજદર ઘટાડે લોનધારકોને મોટી રાહત મળી શકે છે.
પરમપિતા પરમાત્મા શિવના કહ્યા અનુસાર સૃષ્ટિની શરૂઆતમાં દૈવી ગુણવાળા મનુષ્ય (દેવતાઓ)ની ઉંમર આશરે 150 વર્ષની હતી. તે સમયે વૃદ્ધાવસ્થા, રોગ કે અકાળે મૃત્યુનું નામ-નિશાન ન હતું. ત્યારબાદ ત્રેતાયુગમાં સરેરાશ આયુષ્ય 100 થી 125 વર્ષનું રહેતું હતું. ત્રેતાયુગમાં પણ વૃદ્ધાવસ્થા, રોગ કે અકાળે મૃત્યુ નતા થતાં. દ્વાપરયુગ આવતા જ મનુષ્ય દેહ અભિમાનમાં ફસાઈ ગયો. કામ-ક્રોધ વિગેરે વિકારો યુક્ત વર્તન કરવા લાગ્યા. વિકર્મ કરવા લાગ્યા. જેના પરિણામે પાપોનું ખાતું ભરાવા લાગ્યું. જમા પુણ્યનું ખાતું ધીરે-ધીરે ઘટતું ગયું. પરિણામે રોગ, અકાળે મૃત્યુ તથા વૃદ્ધાવસ્થા એ ત્રણેનો હુમલો મનુષ્ય પર થવા લાગ્યો. કળિયુગ આવતા તે વધુ ગાઢ બનતો ગયો.
આજે તો મોટા ભાગના મનુષ્ય આત્માઓ ભય તથા ચિંતાથી દુઃખી જોવા મળે છે. જેવી રીતે પવન કે સમુદ્રના તોફાનની એક શક્તિશાળી લહેર દૂર-દૂર સુધી ઘણા ગામડાઓને અસર કરે છે. તેવી જ રીતે અકાળે મૃત્યુ એક સાથે ઘણાને ખતમ કરી દે છે. અકાળે મૃત્યુનું તોફાન તો હજુ શરૂ થયું છે. વિશેષ ભારતમાં ગૃહ યુદ્ધ તથા તથા પ્રાકૃતિક આપત્તિઓ જ યુગ પરિવર્તન માટે નિમિત્ત બને છે. બંને એક સાથે પોતાનો ભાગ ભજવી રહેલ છે.
વર્તમાન સમયે સૃષ્ટિ નાટકનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. અર્થત કલિયુગના અંત અને સતયુગની શરૂઆતનો સંગમ યુગ છે. સંગમયુગમાં આ સૃષ્ટિ નાટકના ડાયરેક્ટર પરમપિતા પરમાત્મા અવતરીત થઈ ચુક્યા છે. માટે આ સમય બધા પાર્ટ ધારીઓએ પાછા ઘેર જવાનો સમય છે. પરંતુ ઘેર પાછા જવા માટે જરૂરી છે વિકેર્મોના ખાતાને ચૂકતું કરવું. પાપોના પોટલા સાથે કોઈપણ પાવન પરમધામમાં પ્રવેશ નથી કરી શકતું.
દ્વાપરયુગથી લઈને કળિયુગના અંત સુધીના દરેક આત્માના પાપોનું ખાતું હવે ચૂકતે થવાનું જ છે. પરંતુ હવે સમય થોડો છે, પાપોનો હિસાબ વધુ છે. માટે જ જલ્દી-જલ્દી દુ:ખ યુક્ત જન્મ તથા કષ્ટદાયક મૃત્યુ જોવા મળે છે. ચરિત્ર બગડવાના કારણે આજે મનુષ્યની કિંમત કોડી સમાન બની ગઈ છે. મનુષ્યનું જીવન જીવજંતુ સમાન બની ગયું છે. આજનો મનુષ્ય પ્રાણીઓથી સંબંધ જોડીને ખુશ થાય છે, પરંતુ તે બીજા મનુષ્ય સાથે સંબંધ નિભાવી શકતો નથી.
વર્તમાન સમયે મનુષ્ય જીવનનો વિનાશ મચ્છરની જેમ થઈ રાહ્યો છે. જેવી રીતે મચ્છરોને મારવા માટે જંતુનાશકનો પ્રયોગ થાય છે તેવીજ રીત મનુષ્યોના સામુહિક સંહાર માટે હથિયારોની નવી-નવી શોધો થઈ રહી છે. મચ્છરોના મૃત્યુની સમાન મનુષ્યના પણ મૃત્યુ થઈ રહ્યા છે જે અન્ય મનુષ્યને સંવેદન વગરના બનાવી દે છે. કર્મોના હિસાબ-કિતાબ ચૂકતુ કરવા માટે સૃષ્ટિમાં ત્રણ પ્રકારની સજાઓ છે.
(1) શરીરના રોગ, મનની આશાંતિ, બીજી આત્માની શરીરમાં પ્રવેશતા.
(2) સંબંધ સંપર્ક દ્વારા દુઃખની અનુભૂતિ.
(3) પ્રાકૃતિક આપદાઓ દ્વારા હિસાબ-કિતાબ ચૂકતે થવો.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)
નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છા સાથે એક સવાલઃ મહાકવિ ઉમાશંકર જોષી અને મહાસ્વરકાર અવિનાશ વ્યાસ વચ્ચે શું સામ્ય?
બન્નેને શબ્દના સ્વામી.
સહી જવાબ, પણ હવે જરા આ જુઓઃ બન્ને એક જ દિવસે, એક જ મહિને, એક જ રાજ્યમાં જન્મ્યાઃ ઉમાશંકર જેઠાલાલ જોશી 21 જુલાઈ, 1911ના રોજ ઉત્તર ગુજરાતના બામણા ગામે જન્મ્યા ને “સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી માતૃભાષા”ના સમર્થ કવિ-ગદ્યકાર-એકાંકીકાર-વાર્તાકાર-નિબંધકાર અને વિવેચક તરીકે પંકાયા. તો 21 જૂલાઇ, 1912ના રોજ અમદાવાદમાં જન્મેલા, વિસલનગરા નાગર પદ્મશ્રી ગીતકાર, સંગીતકાર અવિનાશ આનંદરાય વ્યાસ ‘સુગમ સંગીતનું પર્યાયવાચી’ નામ તરીકે પંકાયા.
અવિનાશભાઈનાં ગીતો વગર ગુજરાતી સંગીત-જગતની કલ્પના પણ કરી ન શકાય. કશાય શબ્દાડંબર વિનાની, લોકભોગ્ય બોલીમાં એમનાં ગીતોએ લોકહૃદયમાં અનેરું સ્થાન મેળવ્યું. આવા અદકેરા અવિનાશભાઈના જીવન-કવન પર રજની આચાર્યે સર્જેલી લાઈફોગ્રાફી ‘સૂરશબ્દનું સરનામું’ આજે, 8 નવેમ્બરે, ટાટા સ્કાય, જિઓ જેવા ડીટીએચ મંચ, શેમારૂમી જેવા ઓટીટી પ્લેટફોર્મ તથા યુટ્યુબ, ઍરબોર્ન, ડિજિટલ પ્લૅટફૉર્મ પર સ્ટ્રીમ થઈ.
અખંડ ભારતના કરાચીમાં જન્મેલા, ભાગલા બાદ અઢી વર્ષની વયે હળવદ આવી વસેલા અને દાયકાઓથી મુંબઈને કર્મભૂમિ બનાવનારા રાઈટર, પ્રોડ્યુસર, ડિરેક્ટર રજની આચાર્ય આજે 80 વર્ષની વયે યુવાનોને શરમાવે એ હદે ધડાધડ ફિલ્મો બનાવી રહ્યા છે. એમણે બનાવેલી ફિલ્મોમાં રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના ગામ બિસાઉની વિશ્વવિખ્યાત મૂક રામલીલા, બૉલીવુડના પ્રખ્યાત વિગમેકર વિક્ટર પરેરાની લાઈફ-સ્ટોરી, કૅન્સરને માત આપી ખૂબ ભણેલા, હઠીલા રોગ સામે ઝઝૂમેલા ડૉક્ટર હરિકેશ બૂચની જીવનકથા, મોહમ્મદ રફી, મહેન્દ્ર કપૂરની લાઈફ-સ્ટોરી, વગેરે વગેરેનો સમાવેશ થાય છે.
‘સૂરશબ્દનું સરનામું’ની વાત કરીએ તો, દિલડોલ રાસ-ગરબા-ગીતો લખી, એને સ્વરબદ્ધ કરી ગુજરાતભરમાં ગુંજતા કરવામાં પાયાના પથ્થરની ભૂમિકા ભજવનાર અવિનાશભાઈ અમદાવાદના ખાડિયા વિસ્તારની ગોટીની શેરીમાં 28 વર્ષ વિતાવ્યા બાદ ક્રિકેટ રમવા મુંબઈ આવ્યા... 1984ની 20 ઑગસ્ટે અવસાન થયું ત્યાં સુધી મુંબાપુરી એમની કર્મ-પિચ બની રહી.
ચાર વર્ષની જહેમત બાદ તૈયાર કરવામાં આવેલી આ લાઈફોગ્રાફી માટે રજનીભાઈ અને એમની ટીમે અવિનાશભાઈના પુત્ર ગૌરાંગ વ્યાસ, માનસપુત્ર પુરુષોત્તમ ઉપાધ્યાયથી લઈને, આદરણીય કથાકાર મોરારિ બાપુ, આશા ભોસલે, ઉષા મંગેશકર, ઉપેન્દ્ર ત્રિવેદી, પ્રફુલ્લ દવે, હર્ષિદાબહેન રાવલ, રજત ધોળકિયા, તુષાર શુક્લ, મહેશ-નરેશ, ઉદય મઝુમદાર, વગેરે ૩૦થી વધુ દિગ્ગજ કલાકાર-કસબીને મળી. લાઈફોગ્રાફીમાં ભાવકને ભજનથી લઈને, લગ્નગીતો, રાસ-ગરબા, મૈત્રી, શહેર (અમદાવાદ-મુંબઈ-રાજકોટ) ફિલસૂફી અને અધ્યાત્મ, ચિંતનાત્મક, રોમાન્ટિક ગીતો વિશેની માહિતી, એનાં ફૂટેજ તથા અવિનાશભાઈ વિશે ન જાણેલી વાતો આ જોવા-જાણવા મળે છે. જેમ કેઃ
* ગીતા દત્તે પોતાની કારકિર્દીમાં સૌથી વધુ ગુજરાતી ગીત ગાયાં એ પણ અવિનાશ વ્યાસ માટે (“તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમતી જાય…” કે “અમે મુંબઈના રહેવાસી”)…
* આશા ભોસલેએ અવિનાશ વ્યાસને મુંબઈથી બર્મિંગહામ મોકલેલા માત્ર એ જોવા-જાણવા કે એમણે રચેલાં ગીતોનું ત્યાં કેવું ગાંડપણ છે…
* ફિલ્મ ‘સતી આણંદી’ માટે સર્જેલા ‘રંગલો જામ્યો કાલિંદીને ઘાટ… છોગાળા તારા’ ગીત વિશે ફિલ્મના નિર્માતા રમણિક આચાર્ય લાઈફોગ્રાફીમાં કહે છેઃ “અવિનાશભાઈએ આ જ ગીત ‘સોનબાઈની ચુંદડી’માં આશા ભોસલે પાસે પણ ગવડાવ્યું.”
* મનમોહન દેસાઈએ ‘સુહાગ’માં આ ગીતની ધૂન પરથી ગરબો રાખ્યો (“હૈ નામ હૈ… સબસે બડા તેરા નામ, ઓ શેરોવાલી, ઊંચે ડેરોવાલી”)… સલમાન ખાને બનેવીલાલ આયૂષ શર્માને ફિલ્મમાં ધંધે લગાડવા ‘લવયાત્રી’ બનાવી તેમાં દર્શન રાવલે “છોગાળા” સોંગ રિમિક્સ કરીને મૂક્યું, જે હિટ થયું.
* ગુજરાતી-હિંદી ફિલ્મોના લેખક-ગીતકાર કેશવ રાઠોડ કહે છેઃ “એક ફિલ્મનાં ગીતો હું લખતો હતો. અચાનક એક નિકટજનનું અવસાન થતાં મારે ત્યાં જવું પડયું. સમય સાચવી લેવા એક ગીત અવિનાશભાઈએ લખીને સ્વરબદ્ધ કરાવી લીધું. પછી જ્યારે મહેનતાણાની વાત આવી ત્યારે અવિનાશભાઈએ પ્રોડ્યુસરને કહ્યું કે ફિલ્મના ગીતકાર કેશવ રાઠોડ છે. મહેનતાણું એમને જ આપો…”
રજનીભાઈ, ડિરેક્ટર વિનયભાઈ પટેલ તથા સિનેમેટોગ્રાફર પ્રકાશ કાર્બેકરે, 190થી વધુ ગુજરાતી અને વીસ જેટલી હિંદી ફિલ્મ તથા અન્ય ગીતો મળીને દસ હજારથી વધુ સ્વરાંકન જેમના નામે બોલે છે એવા અવિનાશભાઈ વિશેની ઝીણામાં ઝીણી વિગત દર્શક સામે મૂકી આપી છે.
બસ, હવે તો, આ લાઈફોગ્રાફી જોવા “નયન ચકચૂર છે, મન આતુર છે.”
Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.
અમેરિકામાં ફરી એકવાર ટ્રમ્પ શાસન આવવાનું છે. ચૂંટણીના પરિણામો સત્તાવાર રીતે જાહેર થવાના બાકી છે. આ પહેલા ગુરુવારે રાષ્ટ્રપતિ જો બાઈડને અમેરિકાને સંબોધિત કર્યું હતું. તેમણે કહ્યું, મને આશા છે કે અમે અમેરિકન ચૂંટણી પ્રણાલીની અખંડિતતા અંગેના પ્રશ્નોને ખતમ કરી શકીશું. અમારી ચૂંટણી વ્યવસ્થા નિષ્પક્ષ અને પારદર્શક છે. તમે તેના પર ભરોસો રાખી શકો છો પછી ભલે તમે જીતો કે હારો. 20 જાન્યુઆરીએ અમેરિકામાં શાંતિપૂર્ણ રીતે સત્તાનું હસ્તાંતરણ થશે.
જો બાઈડને કહ્યું કે, 200 વર્ષથી વધુ સમયથી અમેરિકાએ વિશ્વના ઈતિહાસમાં સ્વ-શાસનનો સૌથી મોટો પ્રયોગ કર્યો છે. લોકો મતદાન કરે છે અને તેમના નેતાઓને પસંદ કરે છે અને આ બધું શાંતિથી કરે છે. લોકશાહીમાં લોકોની ઈચ્છા હંમેશા પ્રવર્તે છે. ગઈકાલે મેં ટ્રમ્પને તેમની જીત બદલ અભિનંદન આપવા વાત કરી હતી. મેં તેમને ખાતરી આપી કે હું મારા સમગ્ર વહીવટીતંત્રને તેમની ટીમ સાથે કામ કરવા નિર્દેશ આપીશ. અમેરિકન લોકો આને લાયક છે.
જો બાઈડને કહ્યું, મેં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે પણ વાત કરી હતી. તેણી ઉમેદવાર અને જાહેર સેવક રહી છે. તેણે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો અને તેણે અને તેની આખી ટીમે જે અભિયાન ચલાવ્યું છે તેના પર તેને ગર્વ હોવો જોઈએ. અમે દેશે કરેલી ચૂંટણી સ્વીકારીએ છીએ. કમલા હેરિસે એક પ્રેરણાદાયી ચૂંટણી અભિયાન ચલાવ્યું. આપણે જે હાંસલ કર્યું છે તે આપણે ભૂલવું ન જોઈએ. અમે અમેરિકાને વિશ્વની સૌથી મજબૂત અર્થવ્યવસ્થા તરીકે છોડી રહ્યા છીએ.
જો બાઈડને ટ્રમ્પ સાથેની તેમની વાટાઘાટોમાં સત્તાનું ટ્રાન્સફર સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે દેશને એક કરવા માટે કામ કરવા પર ભાર મૂક્યો હતો. વ્હાઇટ હાઉસ તરફથી કહેવામાં આવ્યું હતું કે જો બાઈડને નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પને વ્હાઇટ હાઉસમાં મળવા આમંત્રણ આપ્યું હતું. ટ્રમ્પની ચૂંટણી પ્રચાર ટીમ દ્વારા કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિ જો બાઈડને ડોનાલ્ડ ટ્રમ્પને તેમની જીત પર અભિનંદન આપવા માટે ફોન કર્યો હતો. વર્તમાન વહીવટીતંત્ર અને આગામી વહીવટીતંત્ર વચ્ચે સત્તાના હસ્તાંતરણની પ્રક્રિયાને સુનિશ્ચિત કરવા માટે તેમણે તેમને વ્હાઇટ હાઉસની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. ટ્રમ્પ મીટિંગની રાહ જોઈ રહ્યા છે, જે ટૂંક સમયમાં થશે. તેમણે ફોન પર વાતચીતની પ્રશંસા કરી છે.
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં એક શંકાસ્પદ આતંકવાદી હુમલામાં વિલેજ ડિફેન્સ ગ્રુપ (VDG)ના બે સભ્યો માર્યા ગયા છે. સુરક્ષા દળોએ હજુ સુધી તેમના મૃતદેહો બહાર કાઢ્યા નથી. દરમિયાન પોલીસે ગ્રામ્ય સંરક્ષણ જૂથના સભ્યો નઝીર અહેમદ અને કુલદીપ કુમારને શોધવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. બંને જણા તેમના ઢોર ચરાવવા નજીકના જંગલ વિસ્તારમાં ગયા હતા, પરંતુ પરત ફર્યા ન હતા.
દરમિયાન જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા અને તેમના પિતા ફારૂક અબ્દુલ્લાએ કિશ્તવાડમાં બે VDG સભ્યોની હત્યાની નિંદા કરી હતી. તેમણે કહ્યું છે કે બર્બર હિંસાના આવા કૃત્યો જમ્મુ અને કાશ્મીરમાં લાંબા ગાળાની શાંતિ હાંસલ કરવામાં નોંધપાત્ર અવરોધ બની રહ્યા છે. દુઃખની આ ઘડીમાં તેમના વિચારો અને પ્રાર્થના મૃતકોના પરિવારજનો સાથે છે.
આ હત્યાની જવાબદારી કાશ્મીર ટાઈગર્સે લીધી છે. કાશ્મીર ટાઈગર્સ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વીડીજીના બે સક્રિય સૈનિક કુલદીપ કુમાર અને નઝીર મુજાહિદ્દીન ઈસ્લામનો પીછો કરતા કિશ્તવાડ વિસ્તારમાં પહોંચ્યા હતા. કાશ્મીરના મુજાહિદ્દીનોએ પહેલા તેમની અવગણના કરી, પરંતુ તેઓ તેમનો પીછો કરવાનું છોડ્યા નહીં અને નજીક આવ્યા. જે બાદ મુજાહિદ્દીને તેમને પકડી લીધા હતા અને બંનેએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. જે બાદ તેને સજા કરવામાં આવી હતી.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 4 મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ 8 નવેમ્બરે ડરબનના કિંગ્સમીડ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ આ મહત્વપૂર્ણ શ્રેણી પહેલા ઈજાગ્રસ્ત થયો છે. અહેવાલો અનુસાર, પ્રેક્ટિસ સેશન દરમિયાન તેના હાથ પર ગંભીર ઈજા થઈ હતી. આવી સ્થિતિમાં, તે હજુ સુધી સ્પષ્ટ નથી કે તે શ્રેણીની પ્રથમ મેચ રમી શકશે કે નહીં. તમને જણાવી દઈએ કે, સૂર્યકુમાર યાદવ પણ T20 ટીમના સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાંથી એક છે.
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો
પ્રેક્ટિસ સેશન દરમિયાન સૂર્યકુમાર યાદવના હાથ પર બોલ વાગ્યો હતો. તમને જણાવી દઈએ કે, બુચી બાબુ ટૂર્નામેન્ટ દરમિયાન પણ સૂર્યકુમાર યાદવના હાથ પર બોલ વાગ્યો હતો. સૂર્યાની ઈજા કેટલી ગંભીર છે તે અંગે હજુ સુધી કોઈ અપડેટ નથી. રિપોર્ટ અનુસાર, સૂર્યાને આ ઈજા પ્રેક્ટિસ સેશનના અંતે થઈ હતી. આ પહેલા તેણે પ્રેસ કોન્ફરન્સ અને કેપ્ટનની ફોટોશૂટમાં પણ ભાગ લીધો હતો. પરંતુ હવે આ સીરીઝની પ્રથમ મેચ માટે માત્ર 24 કલાક બાકી છે. આવી સ્થિતિમાં, સૂર્યા સમય પહેલા ઈજામાંથી બહાર આવી શકશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે.
દક્ષિણ આફ્રિકા સામે શાનદાર આંકડા
T20 ફોર્મેટમાં દક્ષિણ આફ્રિકા સામે સૂર્યકુમાર યાદવના આંકડા ઘણા પ્રભાવશાળી છે. સૂર્યકુમાર યાદવે અત્યાર સુધી દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ T20 મેચની 7 ઇનિંગ્સમાં 57.67ની એવરેજથી 346 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 4 અડધી સદી અને એક સદી પણ જોવા મળી હતી. ટીમ ઈન્ડિયાએ ડિસેમ્બર 2023માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર તેની છેલ્લી T20 શ્રેણી રમી હતી. ત્યારબાદ સૂર્યકુમાર યાદવ ટીમના કેપ્ટન હતા. 3 મેચની તે શ્રેણી 1-1થી બરાબર થઈ હતી. આ શ્રેણીમાં સૂર્યકુમાર યાદવે એક અડધી સદી અને એક સદી ફટકારી હતી. તે જ સમયે, એક મેચ વરસાદના કારણે ધોવાઇ ગઈ હતી.
સૂર્યકુમાર યાદવ પણ ટીમનો કેપ્ટન છે, તેથી જો તે પહેલી મેચ કે સિરીઝમાંથી બહાર થશે તો ટીમનું ડબલ ટેન્શન વધી જશે. મેનેજમેન્ટે તેમના સ્થાને બીજા કેપ્ટનની પસંદગી કરવી પડશે. જો કે, ભારતીય ટીમની ટીમમાં હાર્દિક પંડ્યાનો પણ સમાવેશ થાય છે, જે સૂર્યા પહેલા T20 ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. આવી સ્થિતિમાં સૂર્યકુમાર યાદવની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યાને ટીમની જવાબદારી મળી શકે છે.