માણસને જાત જાતના શોખ હોય. પણ ક્યારેય એવા શોખ વિષે સાંભળ્યું છે કે જેના માટે કોઈ અન્યની ખાસિયત
પારખવી પડે? ભોળપણ અને નિસ્વાર્થપણું એ ખાસિયત જોઇને કોઈના મોઢામાં લાળ આવે એવો શોખ પણ હોય. કોઈને છેતરવાનો શોખ હોય એવા માણસો જોયા છે? વળી આવા માણસોને બડાસ હાંકવાની ટેવ હોય કે અમે એટલા હોંશિયાર છીએ કે અમારે ત્યાં લોકો સામેથી છેતરાવા આવે.
આવા લોકો પકડાઈ જાય ત્યારે પોતે મહા પરાક્રમ કર્યું હોય એ રીતે સામે વાળાને નીચા દેખાડીને પોતાની જાતને બચાવવા પ્રયત્ન કરે એવું પણ બને. જો કે આવા લોકોના જીવનમાં ઘણા બધા ચડાવ ઉતાર આવતા હોય છે. કર્મનો સિદ્ધાંત એની જગ્યાએ કામ કરે જ છે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: મારા લગ્નને ઘણા વરસ થયા ત્યાં સુધી મારા પતિ સફળ ન થઇ શક્યા. એક દિવસ મારા પતિ એક ભલા માણસને અમારા ઘરે લઇ આવ્યા. એમની મદદથી અમારા જીવનમાં સકારાત્મક બદલાવ આવ્યો. એમની ફી અમે નહિ આપી શકીએ એ મેં એમને કરગરીને સમજાવી દીધું. પછી તો મારા સગા સંબંધીઓને પણ મેં એમની આવડતનો મફતમાં લાભ અપાવ્યો.
હું મારા મીત્રવર્તુળમાં બધાને કહેતી કે આ માણસ મારા પુરા કંટ્રોલમાં છે. એને એટલો ઘસારો આપ્યો કે એટલું તો કોઈ ના ઘસાય. એક વખત તો મેં જાહેરમાં એમની આ ખાસિયત કહી અને એ પણ એમની હાજરીમાં. મને મારી આ આવડત પર ગર્વ હતો. એમની લાખો રૂપિયાની ફીની સામે મને મારા મિત્રો મદદ કરતા. બસ, દુ:ખી દેખાવાનું અને એ માણસ પીગળી જાય. થોડા સમય પહેલા અમે આર્થિક તકલીફમાં છીએ એવું કહીને અમે આર્થિક મદદ પણ લીધી. અને એ માણસને એવો લીધો કે હવે તો મારા લીધે મારા ગ્રુપમાં પણ બધા એને સરળતાથી છેતરે છે.
પણ અચાનક મારાથી એને સત્ય કહી દેવાયું. એ હવે પૈસા પાછા માંગે છે. એવો કોઈ ઉપાય આપો જેનાથી એ આ દુનિયામાં જ ન રહે. મારે પૈસા પાછા ન આપવા પડે.

જવાબ: વાહ. જેણે તમને આજીવન મદદ કરી એ આ દુનિયામાં જ ન રહે. એવો વિચાર તમને જ આવી શકે. તમારી છેતરવાની આવડત સિવાય કોઈને મારી નાખવાની સિદ્ધિ પણ તમે જાહેરમાં ચર્ચી શકશો. તમારા જેવા લોકોના લીધે જ દુનિયામાં ભલા માણસો કોઈના ઉપર જલ્દી વિશ્વાસ નથી કરતા.
તમારે એના પૈસા પાછા આપીને માફી માંગી લેવી જોઈએ. તમે સોનાના ઈંડા આપતી મરઘીને મારવા જઈ રહ્યા છો. પણ જો કે હવે એ ચોક્કસ તમારા હાથમાં નહિ આવે. તમને માત્ર સલાહ આપી શકાય. તમારી ઉર્જા વધારવી એ રાક્ષસને વરદાન આપવા બરાબર છે.
સવાલ: ઈશાનમાં પાણી હોવું જોઈએ. પણ જો ઈશાનમાં ઓવર હેડ ટાંકી હોય તો શું થાય?

જવાબ: ઈશાનમાં પાણી હોવું જોઈએ એ વાત અધુરી છે. ઈશાનમાં ઓવરહેડ ટાંકી ન રાખી શકાય. વાસ્તુ શાસ્ત્રમાં પાણીના સ્થાન અને પ્રમાણ વિષે ઘણી વાત છે. ઇશાન હૃદય સાથે જોડાયેલી દિશા છે. તેથી જો ઓવરહેડ ટાંકી રાખવામાં આવે તો હૃદયને લગતી નકારાત્મક ઉર્જા ઉદભવી શકે. તેથી ઈશાનમાં ઓવરહેડ ટાંકી ન રાખવાની સલાહ છે.
સુચન: વાસ્તુની ઉર્જા અને કર્મ બંને એક બીજા સાથે જોડાયેલા છે. તેથી બંનેની ઉર્જા જીવનને સમૃદ્ધ બનાવવા માટે જરૂરી છે.
( આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com )


ભારે ચર્ચા છે. યુવાનોએ વીકના 90 કલાક કે 120 કલાક કામ કરવું જોઇએ એવી સલાહો આપવામાં આવે છે. આજની પેઢી પોતાની આગવી સમજણ અને કોઠાસૂઝથી આ પ્રેશર સામે લડવા સજ્જ થઇ રહી છે. જ્યાં તેઓ કામમાં સર્જનાત્મકતા લાવવા તેમજ હાઇપર વર્કલોડ સાથે પોતાની પર્સનલ લાઈફ બેલેન્સ કરતાં શીખી રહી છે.



તેમને કહ્યું, `તમને ખ્યાલ નહીં હોય, પરંતુ તમારો દાખલો અમે અમારી મેનેજર્સ મીટમાં ઉપયોગ કરીએ છીએ. અમારું ટ્રેનિંગ ટૂલ તમારા જેવી રેસ્ટોરાંની કેસ સ્ટડી છે. `ક્વોલિટી’ અને `કન્સિસ્ટન્સી’ આ બંને બાબતમાં તમે સીમાચિહન ક્યારનું પાર કરી દીધું છે. આટલાં વર્ષ તમે સતત દરેક ખાદ્યપદાર્થનો સ્વાદ કઈ રીતે મેઈનટેઈન કર્યો છે તે જ અમને કાયમ નવાઈ લાગે છે.’તેમણે કહ્યું, `અમે રોજ સવારે સેમ્પલિંગ કરીએ છીએ. ઈન્ગ્રીડિયન્ટ્સ જોઈને લઈએ છીએ.’ ક્વોલિટીનું એક રહસ્ય સમજાયું હતું. દરજ્જો ગુણવત્તા સાતત્યતા જેવી બાબતો તો છે જ, પરંતુ ગજાલીની જાહેરાત મેં ક્યારેય જોઈ હોય તેવું યાદ નથી અને આ અમારી ટ્રેનિંગમાં `ગજાલી’ વિષય પરનો બીજો મુદ્દો હોય છે. તેમને કહ્યું, `તમારી જાહેરાત ક્યારેય જોઈ નથી. છતાં વર્ષના ત્રણસો પાંસઠ દિવસ ગિરદી ચાલુ જ હોય છે. રજાના દિવસે તો લોકો બહાર એકથી દોઢ કલાક સુધી વાટ જોવા પણ તૈયાર હોય છે. આ જાદુ કઈ રીતે કરો છો?’ તેમણે કહ્યું, `જાહેરાત છોડો, હમણાં આ ક્ષણે બહાર બોર્ડ પણ નથી. લોકો આવે છે, જમે છે, બીજાને કહે છે, બીજો ત્રીજાને કહે છે, એમ આ ચેઈન ચાલતી રહે છે.’ સિંપલ ફંડા.
આમ ગમે તેટલું કહીએ તો પણ હજુ બોર્ડ વિનાની ઓફિસ અને જાહેરાત વિના વીણા વર્લ્ડનો વિચાર કરવાનું સાહસ થતું નથી. એટલે કે, દિલ્લી બહુત દૂર હૈ અભી! લેમ્બોર્ગિની અથવા રોલ્સ રોઈસ જેવી લક્ઝરી કારવાળી કંપનીઓ જાહેરાત કરતી નથી, કારણ કે તે કાર્સ જે એફોર્ડ કરી શકે તે જાહેરાત જોતા નથી અથવા ટીવી જોતા નથી એ. લેમ્બોર્ગિની ઓફિશિયલ્સનું એક્સપ્લેનેશન છે. તેનો બીજો મજેદાર અર્થ પછી એવો પણ નીકળે છે કે `લેમ્બોર્ગિની અથવા રોલ્સ રોઈસ લેવાની આપણી હેસિયત જો નિર્માણ કરવી હોય તો ટીવી નહીં જોવું જોઈએ. અથવા ટીવી જોવા માટે સમય જ મળે નહીં એટલી મહેનત આપણે કરવી જોઈએ. દુનિયાની પીઠ પર અનેક કંપનીઓ છે, જેઓ જાહેરાતનો માર્ગ લેતી જ નથી. `ઝારા’ કપડાંની બ્રાન્ડ જાહેરાત નહીં કરતાં તે બજેટ મોટા મોટા શોરૂમ્સમાં નાખે છે, જેથી ગ્રાહકો ડાયરેક્ટ પ્રોડક્ટ ચેક કરી શકે છે. આપણે ત્યાં `નેચરલ આઈસક્રીમ’ બ્રાન્ડ પણ અત્યંત ઓછી જાહેરાત કરે છે અને નામ પ્રમાણે પ્રોડક્ટ નેચરલ રાખવા પર તેમનો ભાર હોય છે. આવી અનેક વિશ્વપ્રસિદ્ધ બ્રાન્ડસની કેસ સ્ટડીઝ આજે ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે, જે પ્રોડક્ટ અને સર્વિસ કેટલી મહત્ત્વની હોય છે તે આપણને દાખલા સાથે બતાવે છે અને ઈન્સ્પાયર કરી રહી છે. જાહેરાત નહીં કરનારી હજુ પણ બ્રાન્ડ્સ છે અથવા તેમને જાહેરાત જ કરતા આવડતું નથી, પરંતુ તે સેલ્સની બાબતમાં કાયમ `સબ સે આગે,’ હોય છે. તે છે આલ્કોહોલ બ્રાન્ડ્સ, ગેમ્બ્લિંગ બ્રાન્ડ્સ, ટોબેકો જેવી અથવા સોડા વોટર બ્રાન્ડસ. એટલે કે આપણે તેમની જાહેરાતો પણ જોઈએ અપ્રત્યક્ષ રીતે અથવા `ઈન્જુરિયસ ટુ હેલ્થ’ આ કોશનરી લાઈન સાથે. નેગેટિવ અથવા શરીરને હાનિકારક હોવા છતાં આ બાબત લોકોને કેટલા કંટ્રોલમાં રાખે છે તેનું આ ઉદાહરણ છે. અમુક ક્રિકેટર્સ, અભિનેતા આવી બાબતોના બ્રાન્ડ એમ્બેસેડર્સ બનતા નથી તેમને સલામ. `પૈસા હી સબ કુછ નહીં’ એ પોતાની કૃતિમાંથી બતાવીને એથિક્સ મોરલ્સનું મહત્ત્વ તેઓ એક રીતે સમજાવે છે.
લોગો વિના, બોર્ડ વિના, જાહેરાત વિના, બ્રાન્ડ આગળ આવવી જોઈએ, એ ભેજામાં એકદમ ઊંડાણમાં બેસી ગયું છે. લોકોના મનમાં બ્રાન્ડ વસી જવી જોઈએ. બ્રાન્ડિંગ મનોમનમાં હોવું જોઈએ. આ માટે પછી કર્મણ્યે વાધિ કારસ્તે.






