ભાજપ સંસદીય બોર્ડની બેઠક આજે (૧૯ ફેબ્રુઆરી) દિલ્હીમાં પૂર્ણ થઈ. સાંજે ૭ વાગ્યે ધારાસભ્ય પક્ષની બેઠક મળશે. આ બેઠક પહેલા, એવી માહિતી સામે આવી છે કે ચાર નામ તૈયાર કરવામાં આવ્યા છે જેમાંથી એકને તાજ પહેરાવવામાં આવશે. નવી દિલ્હીના ધારાસભ્ય પ્રવેશ વર્મા પણ મુખ્યમંત્રી પદની રેસમાં છે, જ્યારે રાજૌરી ગાર્ડનના ધારાસભ્ય મનજિંદર સિંહ સિરસાનું નામ પણ છે. એવું માનવામાં આવે છે કે પંજાબની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે.
અન્ય બે નામ શાલીમાર બાગના ધારાસભ્ય રેખા ગુપ્તા અને રોહિણીના ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તા છે. મુખ્યમંત્રીના નામની જાહેરાત પહેલા શપથ ગ્રહણની તારીખ નક્કી કરવામાં આવી છે. શપથ ગ્રહણ સમારોહ 20 ફેબ્રુઆરીએ બપોરે 12.30 વાગ્યે શરૂ થશે. પહેલા મુખ્યમંત્રી અને પછી મંત્રીમંડળના સભ્યો શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ માટે ઐતિહાસિક રામલીલા મેદાનમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
ભાજપ સરકાર ભવ્યતાથી રચાશે – પ્રવીણ ખંડેલવાલ
આ દરમિયાન, ધારાસભ્ય પક્ષની બેઠક માટે ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે ધારાસભ્યો, સાંસદો અને કાર્યકરોના આગમનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અહીં પહોંચેલા ભાજપના સાંસદ પ્રવીણ ખંડેલવાલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, “ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લે છે. ભાજપ સરકાર ભવ્યતાથી રચાશે. અમે બધું જ કરીશું જેથી કોઈ આંસુ ન આવે અને કોઈના ચહેરા પર સ્મિત રહે.
તેમણે કોઈનું નામ લીધું ન હતું પરંતુ ચોક્કસ કહ્યું કે આ બધા ભાજપના કાર્યકરો માટે ભાવનાત્મક ક્ષણ છે કારણ કે આ તે ઐતિહાસિક ભૂમિ છે જ્યાંથી જેપીએ સંપૂર્ણ ક્રાંતિનો નારા આપ્યો હતો. ત્યાંથી ભાજપની સરકાર બનવા જઈ રહી છે. દિલ્હીમાં, ભાજપે 27 વર્ષના સત્તાના દુષ્કાળનો અંત લાવીને વાપસી કરી છે. તે સરકાર બનાવવા જઈ રહી છે, જે AAPના 10 વર્ષના શાસનનો અંત લાવશે.
જ્યારે તમે કોઈ વસ્તુ કે વ્યક્તિ સાથે જોડાઓ છો, ત્યારે પ્રેમ જન્મે છે. પ્રેમ સાથે, વાસનાનો જન્મ થાય છે. આ ઝંખના તીવ્ર હોવી જોઈએ. જ્યારે ઝંખના એટલી તીવ્ર બની જાય છે કે પ્રેમ સિવાય બીજું કંઈ જ પરિપૂર્ણતા લાવી શકતું નથી. આ તીવ્રતા સાથે, ઝંખના બધા તણાવ, નકારાત્મકતા, ભાવનાઓ, બધું જ ઉત્પન્ન કરે છે અને ઉશ્કેરે છે. હવે આમાંથી બહાર આવવા માટે તમારે ખૂબ ધીરજ અને પ્રાર્થનાની જરૂર છે. ગંભીર પ્રાર્થના! બેચેની, ઝંખના, નિરાશા, હતાશા, નાભિથી ગળા સુધી આ બધું જ અનુભવ થાય છે. ધૈર્ય સાથે તમારે ખરેખર બીજા ચક્ર પર જવું પડશે અને ત્યાંથી પ્રાર્થના કરવી પડશે. નાભિ નીચે, ઊર્જા નાભિ નીચે જશે; ત્યાંજ જ નબળાઈ રહેલી છે.
જ્યારે તમે ખૂબ જ નબળા, સંપૂર્ણપણે લાચાર, શક્તિહીન અનુભવો છો, ત્યારે તમે બીજા ચક્ર પર છો. ત્યાંથી સમર્પણ ભાવ થી કહો, “ઠીક છે, હું બધું તમારા પર છોડી દઉં છું.” પછી તે તીવ્રતા સાથે એ પ્રાર્થના પૂર્ણ થાય છે. ઝંખનાના દુ:ખને દૂર કરવાનો આ એક રસ્તો છે. સામાન્ય રીતે લોકો કહે છે, “તમે સાચા હૃદયથી પ્રાર્થના કરો”, ત્યાં ફક્ત તે કામ કરતું નથી. જ્યારે તમે કૃતજ્ઞ હોવ છો ત્યારે તમે સાચા હૃદયથી પ્રાર્થના કરો છો, પરંતુ જ્યારે તમે ખૂબ દુઃખી હોવ છો ત્યારે તમે સાચા હૃદયથી પ્રાર્થના કરી શકતા નથી, તમે ફક્ત સર્વોચ્ચ સત્તા ને પ્રાર્થના કરી શકો છો. સર્વોચ્ચ સત્તા બીજા ચક્ર પર હોઈ છે, પહેલા અને બીજા ચક્રની વચ્ચે કશે. આ તમને ખૂબ જ મજબૂત અને શક્તિશાળી બનાવે છે કારણ કે તે દિવ્યતા નબળા સાથે હોઈ છે. તેથી જ મેં કહ્યું, ‘દીન-બંધુ’ જેનો અર્થ થાય છે ‘નબળાનો મિત્ર’. ‘દીન’ નો અર્થ એવો થાય છે જે નબળો, નમ્ર, સંપૂર્ણપણે શક્તિહીન અને લાચાર છે. અને, બંધુ શું છે? એક મિત્ર. તમે મિત્ર છો, સગા છો, લાચાર લોકોના તારણહાર છો. તો તમે તેમની પાસે જાઓ અને ત્યાં બેસીને પ્રાર્થના કરો, તમે કહો , “હું તણાવ ઓછો કરવાનો કોઈ ઉપાય નથી કરી શકતો નથી, મને મદદની જરૂર છે.” પછી તમે તરત જ ફેરફાર થતા જોશો.
પરમાત્મા માટેની આ ઝંખના કોઈ પણ ભૌતિક વસ્તુથી ઓછી ના થવી જોઈએ. બીજી વસ્તુઓની ઝંખના, જ્યારે ઊભી થાય છે, ત્યારે જુઓ કે તે કેટલી તીવ્ર હોય છે? તમે જીવનસાથી માટે ઝંખો છો, કોઈ પદ, પૈસા અથવા જે કંઈ પણ હોય તેની ઝંખના કરો છો. પરમાત્માની ઝંખના આના કરતાં લાખ ગણી વધારે હોવી જોઈએ. તો જ્યારે પરમાત્મા પ્રત્યે ની ઝંખના જેટલું વધુ હશે, તો દુઃખ પણ વધારે હોવું જોઈએ. તીવ્ર વેદના પણ વધુ હશે, પરંતુ તે એટલું ખરાબ પણ નહીં હોય. કારણ કે પછી ખુશી અનેક ગણી વધારે હશે. કેટલીક નાની ઇચ્છાઓ પૂર્ણ થવાનો કે કેટલીક વસ્તુઓ મેળવવાનો સંતોષ એ ખૂબ જ તુચ્છ હોય છે, તે ખરેખર તમને સંતોષ આપતું નથી. પણ પરમ પ્રેમ, તમને પૂર્ણપણે સંતુષ્ટ કરે છે, તમને સંપૂર્ણ બનાવે છે!
દુનિયા લાખો તરંગોથી ભરેલી છે. તે બધાને નવ મુખ્ય તરંગો તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. અને તેઓ નવ ગ્રહ સાથે પણ સંબંધિત છે. બધું જોડાયેલું છે. સમગ્ર બ્રહ્માંડ! આ એક જાળ છે. તો જ્યારે તમે કોઈ સેવા કરો છો, ત્યારે તમે ઘણું પુણ્ય કમાઈ રહ્યા છો. જ્યારે તમે સેવા કરો છો, ત્યારે તે સારા કર્મ માં ગણાય છે અને તે સારા કર્મ તમને ખુશી આપે છે. બેંક બેલેન્સ વધે છે. પછી તે ખુશી પણ લાવે છે.
ભારતમાં સામાન્ય રીતે જ્યારે લોકો તમારી અથવા તમે કરેલા કોઈ કાર્યની પ્રશંસા કરે છે, ત્યારે તેઓ કહે છે કે, “અરે, એ કંઈ જ નથી, મેં કંઈ વિશેષ કર્યું નથી, એ બધા મારા માતાપિતા કે વડીલોના સારા કર્મો નું ફળ છે. તેમણે કંઈક સારું કર્યું હશે અને તેથી જ આપણે હવે તેનો આનંદ માણી રહ્યા છીએ. કોઈએ આંબાના ઝાડ વાવ્યા હશે અને આપણે તેના ફળનો આનંદ માણી રહ્યા છીએ.”
આજે પણ, કેટલાક આશ્રમ એવા છે જ્યાં લોકોને સેવા આપવા માટે એક વર્ષ અગાઉથી બુકિંગ કરાવવું પડે છે. તેઓ એક વર્ષ અગાઉથી પોતાના નામ બુક કરાવે છે અને આખા અઠવાડિયા માટે તેઓ ત્યાં જાય છે અને રસોઈથી લઈને સફાઈ અને સેવા આપવા સુધી, આશ્રમમાં બધું જ કરે છે. તેઓ તેમના સહપરિવાર સાથે જાય છે; તેઓ ત્યાં એક અઠવાડિયા સુધી રહે છે, રસોઈ બનાવે છે, લોકોને પીરસે છે અને જમાડે છે, બધું જ કરે છે. આ રીતે જૂના કર્મોનું ધ્યાન રાખવામાં આવે છે. સેવા ચોક્કસપણે દુઃખ ઘટાડે છે.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)
દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત આજે બુધવાર, ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૫ સાંજ સુધીમાં કરવામાં આવશે. બે દાયકા પછી દિલ્હી પરત ફરી રહેલી ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીનું નામ વિધાનસભા પક્ષની બેઠકમાં જાહેર કરવામાં આવશે. અગાઉ સંસદીય બોર્ડની બેઠક યોજાઈ હતી જેમાં નિરીક્ષકોના નામ જાહેર કરવામાં આવ્યા હતા.
ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં રવિશંકર પ્રસાદ અને ઓમ પ્રકાશ ધનખડને ‘નિરીક્ષક’ બનાવવામાં આવ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ દ્વારા એક પ્રેસ રિલીઝ જારી કરીને આ માહિતી આપવામાં આવી છે. તેમાં લખ્યું હતું કે, ‘ભાજપના સંસદીય બોર્ડે દિલ્હી રાજ્યમાં પાર્ટીના ધારાસભ્ય દળના નેતાની ચૂંટણી માટે કેન્દ્રીય નિરીક્ષક તરીકે સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને ભાજપના રાષ્ટ્રીય સચિવ ઓમ પ્રકાશ ધનખડની નિમણૂક કરી છે.’
આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ પ્રમુખ જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા. હવે ભાજપ ધારાસભ્ય દળની બેઠક સાંજે 6.15 વાગ્યે યોજાવાની છે. આમાં, નિરીક્ષકો રવિશંકર પ્રસાદ અને ઓપી ધનખડ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરશે.
જેપી નડ્ડાએ આ ધારાસભ્યો સાથે બેઠક યોજી છે
દિલ્હીના નવા મુખ્યમંત્રી માટે ઘણા નામોની ચર્ચા થઈ રહી છે. ધારાસભ્ય પક્ષની બેઠક પૂર્ણ થયા પછી, જે વ્યક્તિને મુખ્યમંત્રી પદની કમાન સોંપવાનો નિર્ણય લેવામાં આવશે તે શપથ લેશે.
ઉલ્લેખની, 11 ફેબ્રુઆરીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ 10 નવા ચૂંટાયેલા ધારાસભ્યોને મળ્યા હતા. આ ધારાસભ્યોમાં વિજેન્દ્ર ગુપ્તા, રેખા ગુપ્તા, અરવિંદર સિંહ લવલી, અજય મહાવર, સતીશ ઉપાધ્યાય, શિખા રાય, અનિલ શર્મા અને ડૉ. અનિલ ગોયલ, કપિલ મિશ્રા અને કુલવંત રાણાનો સમાવેશ થાય છે. આ ધારાસભ્યોમાં 3 થી 4 ચહેરાઓને મુખ્યમંત્રી પદના દાવેદાર માનવામાં આવી રહ્યા છે. શપથ ગ્રહણ સમારોહ દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાશે, જેમાં ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓ ભાગ લેશે. શપથ ગ્રહણ સમારોહ સવારે ૧૧ વાગ્યે શરૂ થશે.
મુંબઈ: જાણીતી અદાકાર અને બિગ બોસ ott 1 ફેમ ઉર્ફી જાવેદ તેના કપડાને લઈ અવાર નવાર ચર્ચાનું કેન્દ્ર બનતી હોય છે. તો બીજી બાજુ લોકોનું ધ્યાન પોતાની બાજું આકર્ષીત કરવામાં ઉર્ફી કોઈ કસર બાકી રાખતી નથી. તો હવે ઉર્ફી જાવેદ ફરી એક વખત પોતાના નવા લૂકને લઈ ચર્ચાનું કેન્દ્ર બની છે. અભિનેત્રીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે દુલ્હનના પોશાકમાં જોવા મળી રહી છે. ઘણા લોકો તેને આ લુકમાં જોઈને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે, તો કેટલાક લોકો તેની સાદગી અને સુંદરતાના વખાણ કરી રહ્યા છે.
તાજેતરમાં ઉર્ફીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. ઉર્ફી પરંપરાગત જાંબલી લહેંગામાં ખૂબ જ સુંદર લાગે છે. જાંબલી લહેંગા પર કાંસ્યનું કામ કરવામાં આવ્યું છે. આ સાથે, ઉર્ફીએ સ્ટેટમેન્ટ જ્વેલરી પહેરી છે. ઉર્ફી પર મોટો ચોકર સેટ અને લાંબા કાનની વીંટી ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે. આ લુક સાથે ઉર્ફીએ તેના વાળ ખુલ્લા રાખ્યા છે. ઉર્ફી ન્યૂડ ટોન મેકઅપ સાથે સ્મોકી આઈ લુકમાં ખૂબ જ મોહક લાગી રહી છે. જેમાં તેનો લુક કોઈ રાણીથી ઓછો નથી દેખાય રહ્યો. અભિનેત્રી આ પોષાકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ઉર્ફીનો આ અનોખો લૂક જોઈ ચાહકોની પણ આશ્ચર્ય ચકીત થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ તેના વખાણ કરી રહ્યા છે. આ આઉટફિટમાં તેણીને જોવી યુઝર્સ માટે કોઈ આઘાતથી ઓછી નથી. અભિનેત્રીનો લહેંગા જૂના જમાનાનો મુઘલાઈનો અનુભવ કરાવી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, જે પેજ પર ઉર્ફી જાવેદનો આ લુક શેર કરવામાં આવ્યો છે તેમાં આ આઉટફિટની કિંમત પણ દર્શાવવામાં આવી છે. પોસ્ટ મુજબ, લહેંગાની કિંમત 6 લાખ 45 હજાર રૂપિયા છે. ખાસ વાત એ છે કે ઉર્ફી ઘણા શોમાં અનોખા પોશાક પહેરીને જોવા મળી છે.
ગુજરાત વિધાનસભામાં આજે બજેટ સત્ર શરૂ થયું છે. બજેટ સત્રના પહેલા જ દિવસે કોંગ્રેસ સત્તા પક્ષા સામે દેખાવ કર્યો હતો. વિધાનસભા સંકુલમાં કોંગ્રેસના ધારાસભ્યોએ આક્રમક અંદાજમાં દેખાવો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાતીઓને અમેરિકાથી હથકડી પહેરાવીને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા તેને લઈ કોંગ્રેસ વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના નેતાઓઓએ પોસ્ટર પણ પહેર્યુ છે અને વિધાનસભા પરિસરમાં વિરોધ કર્યો હતો.
આખી વાત એમ છે કે અમરેકામાં ગેરકાયદે ઘૂસણ ખોરી કરનાતા લોકોને દેશનીકાલ કરી દેવામાં આવ્યા હતા. જેમાં અમેરીકાએ ત્રણ ફ્લાઈટ ફરી લોકોને ભારત ડિપોર્ટ કર્યા હતા. આ ડિપોર્ટ કરાયેલા લોકોને હથકડી પહેરાવીને અને ગુનેગારોની જેમ મોકવવા પર દેશભરનું રાજકારણ ગરમાયું હતુ. જ્યારે હવે તેના પડઘા ગુજરાતમાં પણ પડતા જોવા મળી રહ્યા છે. ગુજરાતીઓને હથકડી સાથે ડિપોર્ટ કરવાના મામેલ કોંગ્રેસ આક્રમક જોવા મળી રહી છે. આજે વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યું છે અને તેની પહેલા કોંગ્રેસે અલગ-અલગ મુદ્દાઓ પર વિરોધ કર્યો છે. રાજકોટ હોસ્પિટલના CCTV કાંડ, ભરતી કૌભાંડ સહિતના મુદે કોંગ્રેસના ધારાસભ્યોએ સરકારને ગૃહમાં ઘેરતા પહેલા કોંગ્રેસે દેખાવો કર્યો. આ મામલે વિપક્ષના નેતા અમિત ચાવડાનું કહેવું છે કે,આતંકવાદીઓને જેમ ભારતીયોને બેડીઓ પહેરાવી છે અને અમાનવીય વર્તન સાથે ભારત પર મોકલ્યા છે, તો કોલંબિયાના પ્રમુખ તેમના દેશવાસીઓને સ્વમાન સાથે લાવ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ સમયસર અને નિયમિત નોકરી ન કરતા હોવાના કારણે પ્રજાકીય કામો ઉપર અસર થતાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા તમામ અધિકારીઓને કર્મચારીઓની હાજરી પર સુપરવિઝન રાખવા અંગેનો નિર્ણય લીધો છે. ઓફિસ આવવાના સમયના બે કલાકમાં જ તેઓની હાજરી અંગેની માહિતી જે તે વિભાગના અધિકારીએ ગુગલ શીટમાં મોકલી આપવાની રહેશે. રજા હોય તો તેની મંજૂરી લીધી છે કે કેમ? તેની પણ માહિતી આપવાની રહેશે.
જે તે વિભાગના વડા અને બિલ ક્લાર્ક દ્વારા પે રોલ મુજબના વર્ગ એકથી ચારના કર્મચારીઓની હાજરી અંગે બપોરે 12:30 વાગ્યા સુધીમાં તમામ માહિતી ભરી અને મોકલી આપવાની રહેશે, જેને લોક રાખવામાં આવશે. ત્યારબાદ હાજરી ભરી શકાશે નહીં. ત્યારબાદ નોકરી આવ્યા તો પણ ગેરહાજરી નોંધાઈ શકે છે. સફાઈ કામદાર અંગેની હાજરી પણ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા એકત્રિત કરીને સેન્ટ્રલ ઓફિસને મોકલવાની રહેશે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા અધિકારીઓને કર્મચારીઓ સમયસર અને નિયમિતપણે નોકરી આવે તેને ધ્યાનમાં રાખીને નવો પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં જણાવ્યું છે કે, હવેથી રોજ રોજ સવાર ફીલ્ડ ડ્યુટીમાં જે કર્મચારીઓ આવતા હોય તેવા કર્મચારીઓની હાજરીની માહિતી સવારે 10 વાગ્યા સુધીમાં તેમજ જે ઓફિસનો સમય સવારે 9થી 5 વાગ્યા સુધીનો છે, તેની માહિતી સવારના 11 સુધીમાં તેમજ ઓફિસનો સમય 10.30નો છે તેની માહિતી 12.30 સુધીમા સંબધિત ખાતાના અધિકારીએ મોકલવાની રહેશે. વિભાગનાં કેટલા કર્મચારીઓ આજરોજ હાજર છે, કેટલા રજા ઉપર છે, તેમજ કેટલા રજા મંજૂર કરાવીને ગયા છે, કેટલા કર્મચારીઓ રજા મંજૂર કરાવ્યા સિવાય ગેરહાજર છે, તેમજ સસ્પેન્ડ કર્મચારીઓની માહિતી પણ દરરોજ બપોરના 12.30 ભરવાની રહેશે. રજા મંજૂર કરાવ્યા સિવાય ગેરહાજર રહેલા અધિકારી-કર્મચારીની ગેરહાજરી બાબતે જરૂરી કાર્યવાહી કરવાની રહેશે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીના શરૂ થવાની છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા જ ટીમ ઈન્ડિયા વિરુદ્ધ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની હરકતે મોટો વિવાદ સર્જ્યો હતો. જેનો હવે ઉકેલ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ભૂલ હતી કે કાવતરૂ તેની કોઈ વિગત વાર જાણકારી પ્રાપ્ત થઈ નથી. પાકિસ્તાન બોર્ડે પોતાની ભૂલ સુધારતાં પોતાના સ્ટેડિયમમાં ભારતનો તિરંગો લહેરાવ્યો છે. આજે કરાચી નેશનલ સ્ટેડિયમ ખાતે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચ રમાશે.
આખી વાત એમ છે કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કરાચી નેશનલ સ્ટેડિયમ પર ચેમ્પિયન્સ ટ્રોફીમાં સામેલ તમામ દેશોની ટીમના ઝંડા લગાવ્યા હતા. પરંતુ ટીમ ઈન્ડિયાનો તિરંગો તેમાંથી ગાયબ હતો. આ ભૂલ તેણે જાણી જોઈને કરી હતી કે, કેમ તેની જાણ થઈ શકી નથી. પરંતુ ટીમ ઈન્ડિયાને નજરઅંદાજ કરવુ તેને ભારે પડ્યું. ભારતનો ઝંડો ન લગાવવાથી ચારેકોર વિવાદ થઈ ચૂક્યો હતો. સોશિયલ મીડિયા પર કરાચી નેશનલ સ્ટેડિયમની અમુક તસવીરો અને વીડિયો વાયરલ થયા હતાં. જેમાં ભારતનો તિરંગો ન હતો. પરંતુ અન્ય તમામ દેશોનો તિરંગો હતો. પાકિસ્તાન બોર્ડનું આ વલણ ટીમ ઈન્ડિયા દ્વારા પાકિસ્તાનનો બહિષ્કાર હોવાની અટકળો વહેતી થઈ હતી. સોશિયલ મીડિયા પર કરાચી નેશનલ સ્ટેડિયમની વાયરલ તસવીરોમાં ભારતનો તિરંગો ગુમ રહેતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ટ્રોલ થયુ હતું. બાદમાં તેણે પોતાની ભૂલ સુધારી નવી તસવીરો રજૂ કરી હતી. જેમાં ભારતનો તિરંગો સામેલ કરાયો હતો. ઉલ્લેખનીય છે, ટીમ ઈન્ડિયાએ ભલે પાકિસ્તાનમાં મેચ રમવાનો ઈનકાર કર્યો હોય પણ તેણે હોસ્ટ નેશન તરીકે પાકિસ્તાનના નામનો ઉલ્લેખ પોતાની ટી-શર્ટમાં કર્યો છે. ટીમ ઈન્ડિયા પોતાની તમામ મેચ દુબઈમાં રમવાની છે. આવતીકાલે 20 ફેબ્રુઆરીએ બપોરે 2.30 વાગ્યે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે રમશે.
અમદાવાદ: દેશમાં સુરક્ષિત રાજ્યોમાંના એક ગણાતા ગુજરાતમાં એક ચોંકાવનાવી ઘટના બની હતી. મેટરનીટી હોસ્પિટલોના મહિલા સારવાર અને તપાસના વીડિયો હજારોના ભાવે ટેલીગ્રામ અને યુટ્યુબ પર વેચાય રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ વીડિયો રાજકોટની રૈયા સર્કલ પાસે આવેલી પાયલ મેટરનીટી હોમના હોવાનું તપાસમાં ખુલાસો થયો છે. જે બાદ અમદાવાદ સાઈબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તપાસ દરમિયા મહારાષ્ટ્રમાંથી બે આરોપી ઝડપાયા હોવાનો ખુલાસો થઈ રહ્યો છે.
મહિલાઓની સારવાર અને તપાસના પ્રાઈવેટ વીડિયો વાયરલ થયાની માહિતી અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસને મળી હતી. જેના આધારે તપાસ આગળ ધપાવાતા અમુક વીડિયો રાજકોટની પાયલ મેટરનીટી હોમના હોવાનું બહાર આવ્યું હતું. અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસની ટીમ રાજકોટ પહોંચી ગઈ હતી અને સ્થાનિક સાયબર ક્રાઈમ પોલીસની ટીમ સાથે મળી પાયલ મેટરનીટી હોમમાં તપાસ કરી ડીવીઆર અને સીસીટીવી ફૂટેજ કબજે કર્યા હતા. અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસની ટીમે પાયલ મેટરનીટી હોમના સંબંધીત ડોકટરો અને સ્ટાફની મંગળવારે પુછપરછ કરી નિવેદનો પણ લીધા હતા. તપાસ કરતાં બે શકમંદોના નામ મળ્યા છે. જે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસની ટીમને આપી દેવામાં આવ્યા છે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. અત્રે નોંધનીય બાબત એ છે કે, વીડિયો અપલોડ થયા છે તે માત્ર પાયલ મેટરનીટી હોમના નથી પરંતુ બીજા રાજયની હોસ્પિટલોના પણ છે. અમુક વીડિયોમાં સાઉથ ઈન્ડિયન લેન્ગવેજ છે. જેના પરથી જ બીજા રાજયોની મેટરનીટી હોમના વીડિયો પણ અપલોડ કરાયાનું સ્પષ્ટ થયું છે. આ તમામ વીડિયોમાંથી અમુક વીડિયો રાજકોટની પાયલ મેટરનીટી હોમના હોવાનો સૌથી પહેલા ખુલાસો થતાં ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. તેની સાથોસાથ ગુજરાત કે બીજા કયા રાજયની મેટરનીટી હોસ્પિટલોના વીડિયો છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રથી બે આરોપી ઝડપાયા
રાજકોટની હોસ્પિટલમાં મહિલાઓના સારવાર દરમિયાનના ચેકઅપના સીસીટીવી વેચવાના કૌભાંડમાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી બે આરોપી ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ ટેલિગ્રામ ચેનલમાં આ પ્રકારના દૃશ્યો વેચતા હતા. આ માટે તેઓ લોકો પાસેથી મોટી રકમ લેતા હોવાની વિગતો પણ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ પાસે આવી છે. બીજી તરફ રાજકોટની હોસ્પિટલમાંથી સીસીટીવી આઇપીના આધારે હેક થયા હોવાની પણ સ્પષ્ટતા અમદાવાદ સાયબર ક્રાઇમ પાસેથી થઈ રહી છે. ટૂંક સમયમાં મહારાષ્ટ્રથી બન્ને આરોપીને લઈ અમદાવાદ સાઇબર ક્રાઇમ ગુજરાત પહોંચશે.
CCTVકાંડ મામલે કોંગ્રેસનો વિરોધ
રાજકોટ પાયલ મેટરનીટી હોમમાં થયેલી ઘટનાના પગલે કોંગ્રેસે ઉગ્રે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના મહિલા કાર્યકરોએ હોસ્પિટલે જઈ પાયલ હોસ્પિટલ હાય-હાય, હોસ્પિટલ બંધ કરો તેવા ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયા કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. આ ઉપરાંત હાજર ડોક્ટરો સાથે પણ દલીલબાજી થઈ હતી. મહિલા કોંગ્રેસના કાર્યકરોએ જણાવ્યું કે હોસ્પિટલનાં લેબર રૂમમાં સીસીટીવી કેમેરા રાખવાનાં હોતા નથી, આમ છતાં હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. જે બાબત ખુબ જ શરમજનક છે. જેનો વિરોધ કરવા હોસ્પિટલે ગયા હતા.
ગાંધીનગર: આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થશે.જેમાં નાણાંકીય વર્ષ 2025-26નું બજેટ, ચાર નવા વિધેયક અને બજેટમાં 10 જેટલી નવી જાહેરાતો કરવામાં આવશે. વિધાનસભાનું બજેટ સત્ર 38 દિવસનું છે અને તેમાં 10 દિવસ રજા હોવાથી કુલ 27 બેઠક મળશે. પ્રથમ દિવસની શરૂઆત રાજ્યપાલના ભાષણથી થશે. આ પછી પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ અને તાજેતરમાં અવસાન પામનાર કડીના ધારાસભ્ય સ્વ.કરશન સોલંકી સહિતના ધારાસભ્યોને શોકાજંલિ અપાશે.દિવસના અંતે ફિઝીયોથેરાપી કાઉન્સિલ રદનું અને આરોગ્ય સંસ્થાના રજીસ્ટ્રેશનનું સુધારા વિધેયક રજૂ કરાશે. તો આવતીકાલે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ રજૂ બજેટ કરશે. જોકે વિધાનસભા દરમિયાન કોંગ્રેસ જમીનના કૌભાંડો, આરોગ્ય સેવાનો ખ્યાતિકાંડનો મામલો, ભરતીમાં અનિયમિતતા-ગેરરીતિ સહિતના પ્રશ્નોને લઇને રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. સામાન્ય બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા થશે.
વિધાનસભા બજેટ સત્રને લઈને શાસક પક્ષના હોલમાં ભાજપ ધારાસભ્યોની બેઠક મળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મંત્રી મંડળના સભ્યો સહિત ભાજપના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. દોઢ મહિનો ચાલનારા વિધાનસભા બજેટ સત્ર દરમિયાન ભાજપની રણનીતિ પર પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ધારાસભ્યોને માર્ગદર્શન આપ્યું હતું.
વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, નાણામંત્રી કનુ દેસાઈ, ભાજપના વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ તેમજ કોંગ્રેસના વિપક્ષના નેતા અમિત ચાવડા અને દાણીલીમડા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર ઉપસ્થિતિમાં યોજાઈ હતી. રાજ્યપાલના સંબોધન બાદ ત્રણ બેઠક રાખવામાં આવી છે. તદુપરાંત પૂરક માંગણી માટેની પણ બે ચર્ચા બેઠક બજેટ સત્રમાં યોજવામાં આવવાની છે. બજેટની માંગણીઓ પર ચર્ચા અને મતદાન માટે બાર જેટલી બેઠકો વિધાનસભાના બજેટ સત્રમાં યોજાવાની છે.
નવી દિલ્હી: ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. કાયદા મંત્રાલયે સોમવારે મોડી રાત્રે એક ગેઝેટ નોટિફિકેશન દ્વારા માહિતી આપી હતી કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને દેશના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે અને હરિયાણાના મુખ્ય સચિવ ડૉ. વિવેક જોશીને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે.કાર્યભાર સંભાળ્યા પછી, નવનિયુક્ત મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું, “રાષ્ટ્ર નિર્માણ તરફનું પહેલું પગલું મતદાન છે. તેથી, ભારતના દરેક નાગરિક કે જેમણે 18 વર્ષની ઉંમર પ્રાપ્ત કરી છે તેમણે મતદાર બનવું જોઈએ અને હંમેશા મતદાન કરવું જોઈએ. ભારતના બંધારણ, ચૂંટણી કાયદાઓ, નિયમો અને તેમાં જારી કરાયેલ સૂચનાઓ અનુસાર, ભારતનું ચૂંટણી પંચ હંમેશા મતદારોની સાથે હતું અને રહેશે.”
ભારતના 26મા CEC તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, જ્ઞાનેશ કુમાર આ વર્ષના અંતમાં બિહાર વિધાનસભાની ચૂંટણીઓ અને 2026માં કેરળ અને પુડુચેરી વિધાનસભાની ચૂંટણીઓનું નિરીક્ષણ કરશે. તેવી જ રીતે, તેઓ 2026 માં યોજાનારી તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીઓનું નિરીક્ષણ કરશે.ચૂંટણી કમિશનર ડૉ. સુખબીર સિંહ સંધુએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને કાર્યભાર સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા.
ECs Dr. Sukhbir Singh Sandhu and Dr. Vivek Joshi greeted #CEC Shri Gyanesh Kumar at Nirvachan Sadan, Delhi today. pic.twitter.com/rn39rnWxS1
1988 બેચના કેરળ કેડરના IAS અધિકારી જ્ઞાનેશ કુમારનો જન્મ 27 જાન્યુઆરી, 1964ના રોજ ઉત્તર પ્રદેશના આગ્રામાં થયો હતો. તેમણે પોતાનો પ્રારંભિક અભ્યાસ વારાણસીની ક્વીન્સ કોલેજ અને લખનઉની કેલ્વિન તાલુકદાર કોલેજમાંથી કર્યો હતો. આ પછી, તેમણે IIT કાનપુરમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં B.Tech, ICFAIમાંથી બિઝનેસ ફાઇનાન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પર્યાવરણીય અર્થશાસ્ત્રમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી.
તેમણે એર્નાકુલમના સહાયક કલેક્ટર, અડૂરના નાયબ કલેક્ટર, કેરળ રાજ્ય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર, કેરળમાં કોચીન મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર તરીકે સેવા આપી હતી. તેમણે અન્ય ઘણા હોદ્દાઓ પર પણ સેવા આપી છે.
કેરળ સરકારના સચિવ તરીકે, જ્ઞાનેશ કુમારે નાણાકીય સંસાધનો, ફાસ્ટ-ટ્રેક પ્રોજેક્ટ્સ અને જાહેર બાંધકામ વિભાગ જેવા વિવિધ વિભાગો સંભાળ્યા. ભારત સરકારમાં, તેમને સંરક્ષણ મંત્રાલયમાં સંયુક્ત સચિવ, ગૃહ મંત્રાલયમાં સંયુક્ત સચિવ અને અધિક સચિવ, સંસદીય બાબતોના મંત્રાલયમાં સચિવ અને સહકાર મંત્રાલયમાં સચિવ તરીકે કામ કરવાનો અનુભવ છે. તેઓ ૩૧ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ ભારત સરકારના સહકારી સચિવ તરીકે નિવૃત્ત થયા અને ૧૪ માર્ચ, ૨૦૨૪ ના રોજ ભારતના ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત થયા.