Home Blog Page 1136

ભારતની જીતની ઉજવણી દરમિયાન અમદાવાદમાં પથ્થરમારો, 7 લોકોની અટકાયત

ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યા બાદ દેશભરમાં ભવ્ય ઉજવણી થઈ. અમદાવાદમાં પણ લોકોની ઉત્સાહભરી ઉજવણી જોવા મળી, પરંતુ આ દરમિયાન અનુપમ ત્રણ રસ્તા નજીક પથ્થરમારાની ઘટના સામે આવી.

રવિવારે (23મી ફેબ્રુઆરી) ભારતના વિજય બાદ કેટલાક યુવાનો રસ્તા પર ફટાકડા ફોડીને આનંદ વ્યક્ત કરી રહ્યા હતા. આ દરમિયાન એક યુવાન પર ફટાકડાનો તણખલો પડતા ત્યાં તણાવ ઊભો થયો. બોલાચાલી બાદ, બે જૂથો વચ્ચે ઝપાઝપી થઈ અને સ્થિતિ વધુ તંગ બનતા 15થી વધુ યુવકો એકત્ર થયા અને ફટાકડા ફોડતા યુવકો પર પથ્થરમારો કર્યો.

આ ઘટનામાં એક યુવકને ઇજા થતાં તાત્કાલિક તેને એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો અને પરિસ્થિતિ સંભાળી. પોલીસે તપાસ શરૂ કરી અને ક્રોસ ફરિયાદ નોંધતા 7 લોકોને અટકમાં લેવામાં આવ્યા.

ગુજરાતમાં શિયાળાની વિદાય!, જાણો હવામાન વિભાગની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં ફેબ્રુઆરીના અંત સાથે ઠંડીનું પણ સમાપન શરૂ થઈ ચૂક્યું છે. રાજ્યમાં ગરમીમાં ઉત્તર વધારો નોંધાવા શરૂ થઈ ચૂક્યો છે. રાજયમાં આગામી બે દિવસ ગરમીથી શેકાવું પડશે અને સાથે સાથે વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી બેવડી ૠતુની અસર વરતાશે. તો બીજી તરફ બપોરે મહત્તમ તાપમાન 35થી 36 ડિગ્રી રહી શકે છે. રાજયમાં પવનોની દિશા પણ બદલાઈ છે જેના કારણે ઠંડી ધીરે ધીરે વિદાય લઈ રહી છે.

ગુજરાતના હવામાન વિભાગે વાતાવરણ લઈ આગાહી વ્યક્ત કરી છે. કે બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે. હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે. પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો થયો છે. જમ્મૂ-કાશ્મીરમાં નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગુજરાત પર તેની મોટી અસર જોવા મળી છે. અમદાવાદના લઘુત્તમ તાપમાનમાં એક દિવસમાં 3.5 ડિગ્રીનો વધારો થયો છે. વહેલી સવારે લાગતી ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. પરંતું ત્રણ દિવસ બાદ ફરી ઠંડીમાં સામાન્ય વધારો થઈ શકે છે. જો કે, હાલના દિવસોમાં મિશ્ર ઋતુ રહેતી હોવાના કારણે રોગચાળાના પ્રમાણમાં વધારો થયો છે. સવારે અને રાત્રે ઠંડી તો દિવસના ભાગમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

આ સાથે શિયાળાના અંતમાં નલિયામાં સૌથી ઓછું તાપમાન 13.8 ડિગ્રી નોંધાયું છે. તો અમદાવાદમાં 21.2  ડિગ્રી, ગાંધીનગરમાં 19.4 ડિગ્રી,રાજકોટમાં 18.5 ડિગ્રી, વડોદરામાં 19.2 ડિગ્રી,કેશોદમાં 15.8 ડિગ્રી, ભાવનગરમાં 19.3 ડિગ્રી,ડીસામાં 16.3 ડિગ્રી, સુરતમાં 22.8 ડિગ્રી,પોરબંદર 15.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ભારતની જીત પર ઝૂમી ઉઠ્યા અમિતાભ બચ્ચન, જુઓ આ પોસ્ટ

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફી મેચમાં પાકિસ્તાન સામે શાનદાર સદી ફટકારી અને ભારતને જીત અપાવી. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 6 વિકેટથી હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિફાઇનલમાં પોતાનું સ્થાન પણ નિશ્ચિત કરી લીધું છે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી, તેથી બોલિવૂડ અને સાઉથની ઘણી હસ્તીઓ આ મેચ જોવા માટે દુબઈ પહોંચી હતી. સોનમ કપૂર, અનુપમ ખેર, સાઉથના મેગાસ્ટાર ચિરંજીવી અને વિવેક ઓબેરોય પછી, હવે અમિતાભ બચ્ચને ટીમ ઈન્ડિયાની શાનદાર જીત બાદ X દ્વારા પોતાની ખુશી વ્યક્ત કરી છે.

ભારતીય ટીમે મેચમાં 6 વિકેટથી મોટી જીત મેળવી. અમિતાભ બચ્ચને હવે સોશિયલ મીડિયા દ્વારા ખૂબ જ ઉત્સાહથી તેની ઉજવણી કરી. મેચ પછી તેણે પોતાની ખુશી વ્યક્ત કરી. અમિતાભે લખ્યું,’હું જીતી ગયો’. આ સાથે તેમણે ત્રિરંગા સાથેનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તેઓ ટીમ ઈન્ડિયાની જીતની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. બિગ બીનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. બોલિવૂડના મેગાસ્ટાર્સ ઉપરાંત ઘણા સ્ટાર્સે પણ સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરીને ભારતની જીતની ઉજવણી કરી.

વિરાટ કોહલીએ ધૂમ મચાવી

સોનમ કપૂર તેના પતિ સાથે મેચ જોવા માટે દુબઈ સ્ટેડિયમ પહોંચી હતી. બીજી તરફ, ચિરંજીવી પણ ભારતીય ટીમનો ઉત્સાહ વધારતા જોવા મળ્યા. ભારતીય ટીમની જીત બાદ ભારતમાં ઉત્સાહ છે. આ મેચ જીતવામાં વિરાટ કોહલીની સદીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કિંગ કોહલીએ પાકિસ્તાન સામે 111 બોલમાં અણનમ 100 રન બનાવ્યા હતા. વિરાટે ઇનિંગ દરમિયાન 7 ચોગ્ગા ફટકાર્યા. વિરાટની આ ઇનિંગની મદદથી ભારતે પાકિસ્તાનને છ વિકેટથી હરાવ્યું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ સેમિફાઈનલમાં પોતાનું સ્થાન મજબૂત કરી લીધું છે.

પાકિસ્તાન સામે સદી મારવાની સાથે વિરાટે બનાવ્યા આ 5 અદ્ભુત રેકોર્ડ

દુબઈ: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ 23 ફેબ્રુઆરીએ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પોતાના બેટથી ધમાલ મચાવી દીધી હતી. તેણે ઝડપી સદી ફટકારી અને રેકોર્ડ્સની શ્રેણી બનાવી. આ દરમિયાન કોહલીએ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો એક મહાન રેકોર્ડ તોડી નાખ્યો.ચેમ્પિયન્સ ટ્રોફી 2025 હેઠળ રવિવારે ભારતીય ટીમ અને પાકિસ્તાન વચ્ચે એક મેચ રમાઈ હતી. મેચમાં પાકિસ્તાને 242 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમે 6 વિકેટથી મેચ જીતી લીધી. મેચમાં કોહલીનું બેટ પૂરજોશમાં હતું. તેણે 111 બોલમાં સદી ફટકારી. આ દરમિયાન તેણે 7 ચોગ્ગા ફટકાર્યા. કોહલીએ ODI ક્રિકેટમાં 15 મહિના પછી આ સદી ફટકારી છે. આ પહેલા તેણે 15 નવેમ્બર 2023ના રોજ સદીની ઇનિંગ રમી હતી. ત્યારે કોહલીએ વાનખેડે ખાતે ન્યુઝીલેન્ડ સામેની મેચમાં 117 રન બનાવ્યા હતા. આ સાથે કોહલીએ 5 ઐતિહાસિક રેકોર્ડ પણ બનાવ્યા.

1. સૌથી ઝડપી 14 હજાર ODI રન બનાવનાર

આ મેચમાં કોહલીએ 15મો રન બનાવતાની સાથે જ એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કરી લીધો. ઉપરાંત, સચિનનો એક મહાન રેકોર્ડ પણ તૂટી ગયો છે. હકીકતમાં, કોહલી હવે ODI ક્રિકેટમાં સૌથી ઝડપી 14 હજાર રન બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે.

કોહલીએ 299મી ODI મેચની 287મી ઇનિંગમાં આ સિદ્ધિ હાંસલ કરી. અગાઉ આ રેકોર્ડ સચિનના નામે હતો, જેમણે 350મી ઇનિંગમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. સચિન પછી, શ્રીલંકાના કુમાર સંગાકારાએ 378 ઇનિંગ્સમાં 14 હજાર ODI રન બનાવ્યા હતા.

2. ODI ક્રિકેટમાં 51મી સદી ફટકારનાર પ્રથમ ક્રિકેટર

કોહલીએ પાકિસ્તાની બોલરોને ચકનાચૂર કર્યા અને પોતાની વનડે કારકિર્દીની 51મી સદી ફટકારી. આવું કરનાર તે વિશ્વનો પ્રથમ ક્રિકેટર છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર 49 સદી સાથે બીજા સ્થાને છે. મતલબ કે કોહલી સિવાય, અત્યાર સુધી કોઈ અન્ય ખેલાડી વનડેમાં સદીના સંદર્ભમાં 50નો આંકડો સ્પર્શી શક્યો નથી.

3. પાકિસ્તાન સામે CTમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય

આ સદી ફટકારીને કોહલીએ વધુ એક અદ્ભુત રેકોર્ડ બનાવ્યો છે. હકીકતમાં, ICC ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં પાકિસ્તાન સામે કોઈપણ ભારતીય દ્વારા ફટકારવામાં આવેલી આ પહેલી સદી છે. સરળ અને સીધા શબ્દોમાં કહીએ તો, કોહલી ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં પાકિસ્તાન સામે સદી ફટકારનાર પ્રથમ ભારતીય બન્યો છે.

4. ભારતીયો દ્વારા લેવાયેલા સૌથી વધુ કેચ

કિંગ કોહલી ભારત માટે ODI આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધુ કેચ લેનાર ફિલ્ડર બન્યો. કુલદીપ યાદવના બોલ પર નસીમ શાહનો કેચ પકડીને કોહલીએ મોહમ્મદ અઝહરુદ્દીન (156)નો રેકોર્ડ તોડ્યો. આ પછી કોહલીએ ખુશદિલ શાહનો કેચ પણ લીધો. કોહલીએ વનડે આંતરરાષ્ટ્રીય મેચમાં 158 કેચ પકડ્યા છે. શ્રીલંકાના મહેલા જયવર્ધને (218) એ ODI માં ફિલ્ડર તરીકે સૌથી વધુ કેચ લીધા છે. તેમના પછી ઓસ્ટ્રેલિયન દિગ્ગજ રિકી પોન્ટિંગ (160) અને વિરાટ કોહલીનો ક્રમ આવે છે.

વનડેમાં ભારતીયો દ્વારા લેવાયેલા સૌથી વધુ કેચ

158 – વિરાટ કોહલી (299 મેચ)
156 – મોહમ્મદ અઝહરુદ્દીન (૩૩૪334 મેચ)
140 – સચિન તેંડુલકર (463 મેચ)
124 – રાહુલ દ્રવિડ (344 મેચ)
102 – સુરેશ રૈના (226 મેચ)

 

ઓસ્ટ્રેલિયામાં Telegramને બાળ શોષણ-આતંકવાદી સામગ્રી મામલે દંડ

ઓસ્ટ્રેલિયા: મેસેજિંગ એપ ટેલિગ્રામ પર 1 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરનો દંડ ફટકાર્યો છે. આ દંડ ઓનલાઈન સેફ્ટી એજન્સી દ્વારા લાદવામાં આવ્યો છે. કંપનીને આતંકવાદ અને બાળ દુર્વ્યવહાર સામગ્રીનો સામનો કરવા માટે કયા પગલાં લેવામાં આવ્યા છે તે અંગે પૂછવામાં આવ્યું હતું, પરંતુ કંપનીએ સમયસર જવાબ આપ્યો ન હતો.

ગયા વર્ષે મે મહિનામાં, ટેલિગ્રામ સહિત ઘણી કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સને નોટિસ જારી કરવામાં આવી હતી. આ નોટિસમાં, તેમને ઓક્ટોબર સુધીમાં તેમના પ્લેટફોર્મ પર આતંકવાદ, હિંસક સામગ્રી અને બાળ દુર્વ્યવહાર સામગ્રીનો સામનો કરવા માટે લેવામાં આવેલા પગલાં અંગે રિપોર્ટ સબમિટ કરવા કહેવામાં આવ્યું હતું.

160 દિવસની અંદર જવાબ આપ્યો નહીં
ટેલિગ્રામ 160 દિવસની અંદર પણ જવાબ આપવામાં નિષ્ફળ ગયું, જેના કારણે સરકારી સુરક્ષા એજન્સીએ 9,57,780 ઓસ્ટ્રેલિયન ડોલરનો દંડ ફટકાર્યો છે. ઓનલાઈન સેફ્ટી રેગ્યુલેટરના કમિશનર જુલી ઇનમેન ગ્રાન્ટે જણાવ્યું હતું કે આ કાર્યવાહી દર્શાવે છે કે બધી કંપનીઓએ ઓસ્ટ્રેલિયન કાયદાનું પાલન કરવું જોઈએ.
પાવેલ દુરોવને ગયા વર્ષે અટકાયતમાં લેવામાં આવ્યો હતો.

ઘણા દેશોમાં ટેલગ્રામ એપની તપાસ ચાલી રહી છે. આ એપના સ્થાપક પાવેલ દુરોવને ગયા વર્ષે ઓગસ્ટમાં ફ્રાન્સ દ્વારા તપાસ માટે અટકાયતમાં લેવામાં આવ્યા હતા. આ એપ પર આરોપ લગાવવામાં આવ્યા હતા કે આ એપ પર ઘણી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે. જો કે, પાવેલ દુરોવ હાલમાં જામીન પર છે અને તેણે તમામ આરોપોને નકારી કાઢ્યા છે.

ગયા વર્ષે પણ ટેલિગ્રામ પર સવાલો ઉભા થયા હતા

ગયા વર્ષે, ઓસ્ટ્રેલિયન સુરક્ષા ગુપ્ત એજન્સી, ઓસ્ટ્રેલિયન પોલીસ અને અન્ય એજન્સીઓએ ટેલિગ્રામ સામે ગંભીર આરોપો લગાવ્યા હતા. ટેલિગ્રામને એક એવા પ્લેટફોર્મ તરીકે વર્ણવવામાં આવ્યું હતું. જેના દ્વારા લોકો ઉગ્રવાદી પ્રચાર વિડિઓઝ ઍક્સેસ કરી રહ્યા હતા.

ટેલિગ્રામ શું છે?

ટેલિગ્રામ એક મેસેજિંગ એપ છે, જેની મદદથી તમે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે કનેક્ટ થઈ શકો છો. તેની મદદથી તમે ફોટા અને વીડિયો પણ શેર કરી શકો છો. આ એક ક્લાઉડ-આધારિત સેવા છે. આમાં એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ ચેટ સુવિધા પણ ઉપલબ્ધ છે.

જર્મની: ચાન્સેલર પદ માટે ફ્રેડરિક મેર્ઝ નવા દાવેદાર, ઓલાફ સ્કોલ્ઝે હાર સ્વીકારી

જર્મની: ચૂંટણીમાં ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે રવિવારે તેમના પક્ષની હાર સ્વીકારી અને વિપક્ષી રૂઢિચુસ્ત નેતા ફ્રેડરિક મેર્ઝને અભિનંદન આપ્યા. સ્કોલ્ઝે કહ્યું કે, “આ તેમની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી (SPD) માટે કડવું ચૂંટણી પરિણામ છે, આ અમારી ચૂંટણીમાં હાર છે.” માર્ઝને સંબોધતા તેમણે કહ્યું, “ચૂંટણીમાં તમારી જીત બદલ અભિનંદન.” આ જીત સાથે, ફ્રેડરિક મેર્ઝ દેશના આગામી ચાન્સેલર બનવાના મજબૂત દાવેદાર બની ગયા છે. ચૂંટણી પરિણામો પછી, મેર્ઝે કહ્યું કે તેઓ શક્ય તેટલી વહેલી તકે નવી સરકાર બનાવશે, જેથી જર્મનીને ફરીથી યુરોપમાં પ્રભાવશાળી બનાવી શકાય.તમને જણાવી દઈએ કે ચૂંટણીમાં વિપક્ષી રૂઢિચુસ્ત ગઠબંધન ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયન (CDU) અને ક્રિશ્ચિયન સોશિયલ યુનિયન (CSU)ને 28.5 ટકા મત મળ્યા છે. જેના કારણે તે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી. તે જ સમયે, જમણેરી પક્ષ અલ્ટરનેટિવ ફોર જર્મની (AfD)એ 20% મત મેળવ્યા અને બીજા સ્થાને રહ્યું. આ AfDનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. જ્યારે ઓલાફ સ્કોલ્ઝની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી (SPD)ને 16.5% મત મળ્યા, જે બીજા વિશ્વયુદ્ધ પછીનું તેનું સૌથી ખરાબ પ્રદર્શન છે.

નવી સરકાર બનાવવાનો પડકાર
ફ્રેડરિક મેર્ઝ, જેમણે હજુ સુધી કોઈ સરકારી પદ સંભાળ્યું નથી, તેમને હવે મજબૂત ગઠબંધન બનાવવાનો પડકારનો સામનો કરવો પડશે. તેમણે મજબૂત નેતૃત્વ અને આંતરરાષ્ટ્રીય સમર્થનનું વચન આપ્યું છે, પરંતુ વિભાજિત રાજકીય પરિદૃશ્યમાં ગઠબંધન બનાવવું સરળ રહેશે નહીં. ચૂંટણી પ્રચાર દરમિયાન ઇમિગ્રેશન અને એ.એફ.ડી.ની ભૂમિકા મુખ્ય મુદ્દાઓ હતા. મુખ્ય પ્રવાહના પક્ષો AfD સાથે જોડાણ કરવા તૈયાર નથી, કારણ કે જર્મનીનો ઇતિહાસ જમણેરી રાજકારણથી પ્રભાવિત થઈ રહ્યો છે.

શું સ્કોલ્ઝ કાર્યકારી ચાન્સેલર રહેશે?

ગઠબંધન વાટાઘાટો પૂર્ણ ન થાય ત્યાં સુધી સ્કોલ્ઝ કાર્યકારી ચાન્સેલર રહી શકે છે. આ સમયગાળા દરમિયાન, જર્મનીના અર્થતંત્રને ઘણા પડકારોનો સામનો કરવો પડશે કારણ કે દેશ સતત બે વર્ષથી આર્થિક મંદીનો સામનો કરી રહ્યો છે.

ઇમિગ્રેશન અને AfDનો વધતો પ્રભાવ

2015ની સરખામણીમાં, જ્યારે જર્મનીએ મોટી સંખ્યામાં શરણાર્થીઓનું સ્વાગત કર્યું હતું. હવે ઇમિગ્રેશન પ્રત્યે લોકોના વલણ બદલાયા છે. તે જ સમયે, ચૂંટણીમાં બીજા ક્રમે રહેલી AfDએ આ પરિવર્તનનો લાભ લીધો છે અને તેની સ્થિતિ મજબૂત બનાવી છે. જો કે તેને હજુ પણ સરકારમાં જોડાવાથી બાકાત રાખી શકાય છે.

અર્થતંત્ર અને ભાવિ નીતિઓ

ફ્રેડરિક મેર્ઝે જર્મનીના “ડેટ બ્રેક” કાયદાની સમીક્ષા કરવાનું સૂચન કર્યું છે. જે સરકારી ઉધારને મર્યાદિત કરે છે અને તેમના સમર્થકો માને છે કે આ નીતિ રોકાણને વેગ આપી શકે છે અને દેશની આર્થિક સ્થિતિમાં સુધારો કરી શકે છે.ટ્રમ્પે ફ્રેડરિક મેર્ઝને અભિનંદન આપ્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જર્મનીમાં કન્ઝર્વેટિવ પાર્ટીએ એક વિશાળ અને ખૂબ જ રાહ જોવાતી ચૂંટણી જીતી છે. જેમ આપણે અમેરિકામાં જીત્યા છીએ. જર્મન જનતા વર્ષોથી પ્રભુત્વ ધરાવતા ઊર્જા અને ઇમિગ્રેશન જેવા મુદ્દાઓ પરની અતાર્કિક નીતિઓથી કંટાળી ગઈ હતી. આ જર્મની અને અમેરિકા માટે ખૂબ જ શુભ દિવસ છે. સૌને શુભેચ્છાઓ. હજુ ઘણી જીત બાકી છે.

1971 પછી ફરી વખત પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે વેપાર શરૂ

કરાચી: 1971 પછી પહેલી વાર પાકિસ્તાન અને બાંગ્લાદેશે ડાયરેક્ટ વાતચીત શરૂ કરી છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાન સરકારની મંજૂરી મળ્યા બાદ, કરાચીના કાસિમ બંદરથી માલસામાન લઈને જતું પહેલું કાર્ગો જહાજ બાંગ્લાદેશ જવા રવાના થયું. બાંગ્લાદેશ ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ પાકિસ્તાન (TCP) 50,000 ટન ચોખા ખરીદવા સંમત થયું હતું અને બંને દેશોએ ફેબ્રુઆરીની શરૂઆતમાં આ સોદો અંતિમ સ્વરૂપ આપ્યું હતું.પાકિસ્તાનના અગ્રણી અખબાર ધ એક્સપ્રેસ ટ્રિબ્યુને અહેવાલ આપ્યો છે કે, ‘પ્રથમ વખત, સરકારી માલસામાન વહન કરતું પાકિસ્તાન નેશનલ શિપિંગ કોર્પોરેશન (PNSC) જહાજ બાંગ્લાદેશી બંદર પર પહોંચશે. જે બંને દેશો વચ્ચેના દરિયાઈ વેપાર સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.’ 1971માં પૂર્વ પાકિસ્તાન પાકિસ્તાનથી અલગ થયું અને બાંગ્લાદેશ તરીકે સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું.

પ્રથમ તબક્કામાં, પાકિસ્તાની કાર્ગો જહાજ 25,000 ટન ચોખા લઈને બાંગ્લાદેશ જવા રવાના થયું છે. 25,000 ટનની બીજી શિપમેન્ટ માર્ચની શરૂઆતમાં મોકલવામાં આવશે. આ વેપાર ભાગીદારીને બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે દાયકાઓથી નિષ્ક્રિય રહેલા વેપાર માર્ગોને ફરીથી ખોલવા તરફના સકારાત્મક પગલા તરીકે જોવામાં આવે છે. આ નવીનતમ વેપાર કરાર બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોને મજબૂત બનાવશે અને સીધા શિપિંગ રૂટને સરળ બનાવશે તેવી અપેક્ષા છે.ગયા વર્ષે બાંગ્લાદેશના વડાપ્રધાનપદેથી શેખ હસીનાને હટાવ્યા બાદ, બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં પીગળ આવ્યો છે. મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકારે પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય સંબંધોને નવા સ્તરે લઈ જવા માટે મિત્રતાનો હાથ લંબાવ્યો, જેનો ઇસ્લામાબાદે પણ સકારાત્મક પ્રતિભાવ આપ્યો.મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળ બાંગ્લાદેશની વચગાળાની સરકાર ભારત વિરુદ્ધ રાજદ્વારી રણનીતિ અપનાવી રહી છે. પાકિસ્તાન સાથેનો આલિંગન એ એક એવો પ્રયાસ છે. આ વર્ષની શરૂઆતમાં, બાંગ્લાદેશ સેનાના એક વરિષ્ઠ અધિકારીએ પાકિસ્તાનની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે પાકિસ્તાનના આર્મી ચીફ સૈયદ આસિફ મુનીર અને અન્ય લશ્કરી અધિકારીઓને મળ્યા હતા. આ પછી તરત જ, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ના અધિકારીઓએ બાંગ્લાદેશની મુલાકાત લીધી.

ટ્રમ્પે USAIDના 2000 કર્મચારીઓને ઘર ભેગા કર્યા, હજારોને રજા પર મોકલ્યાં

અમેરિકા: પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુ.એસ. એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID)ના 2,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. અન્ય હજારોને રજા પર મોકલી દેવાની નોટિફિકેશન જાહેર કરીને ખળભળાટ મચાવી દીધો છે.

કર્મચારીઓની અપીલ જજે પણ ફગાવી હતી 

એક અહેવાલ અનુસાર આ પગલું એક સંઘીય ન્યાયાધીશ દ્વારા શુક્રવારે તંત્રને USAIDના કર્મચારીઓને કામથી હટાવવાની મંજૂરી અપાયા બાદ ભરવામાં આવ્યું છે. યુ.એસ. ડિસ્ટ્રિક્સ જજ કાર્લ નિકોલ્સને કર્મચારીઓ દ્વારા સરકારના પ્લાન પર અસ્થાયી રોક લગાવવાની અપીલ ફગાવી દીધી હતી. USAIDના કર્મચારીઓને મોકલવામાં આવેલી નોટિફિકેશનમાં જણાવાયું છે કે 23 ફેબ્રુઆરીની રાતે 11:59 વાગ્યાથી USAIDના તમામ પ્રત્યક્ષ નિમણૂક પામેલા કર્મચારીઓને વહીવટી રજાઓ પર મોકલવામાં આવી રહ્યા છે. ફક્ત એ જ કર્મચારીઓ જે મિશન આધાશ્રિત જરૂરી કામકાજ, મુખ્ય નેતૃત્વકાર અને વિશેષ નોમિનેટ છે તેઓને કામ પર આવવાનું ચાલુ રાખવાનું રહેશે.

સુવિચાર – ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫

૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫