Home Blog Page 1122

ઘરડા થવાથી અમિતાભ બચ્ચનની વધવા લાગી મુશ્કેલીઓ, કહ્યું કે…

મુંબઈ: અમિતાભ બચ્ચનને હિન્દી સિનેમાના સુપરસ્ટાર કહેવાય છે. બિગ બી હવે 82 વર્ષના છે અને આ ઉંમરે પણ તેઓ જાણે નવા કલાકાર હોય એવી ઉર્જા સાથે કામ કરી રહ્યા છે. સુપરસ્ટારે પોતે ઘણી વખત પોતાની દિનચર્યા વિશે વાત કરી છે, જે દર્શાવે છે કે આ ઉંમરે પણ તે કેટલું કામ કરી રહ્યા છે. અમિતાભ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય રહે છે. આ દરમિયાન અમિતાભ બચ્ચન થોડા ચિંતિત છે, જેનો ખુલાસો તેમણે તેમના તાજેતરના બ્લોગમાં કર્યો છે. બિગ બીએ પોતાના બ્લોગમાં જણાવ્યું હતું કે તેઓ હવે વૃદ્ધાવસ્થાને કારણે કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમણે આ સમસ્યાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

 (Photo: IANS)

બિગ બી શેની ચિંતા કરે છે?

અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં જણાવ્યું હતું કે તેઓ હાલમાં જે પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છે તેને ન્યાય આપી શકશે કે કેમ તે અંગે તેમને ચિંતા છે. તેણે પોતાના બ્લોગમાં જણાવ્યું હતું કે હવે ઘણી વખત તે પોતાની લાઇન બોલતી વખતે ભૂલો કરે છે અને પછી ડિરેક્ટર તેને ફરીથી શોટ લેવાનું કહે છે.આ સિવાય પણ તેમણે બીજી કઈ સમસ્યાઓ વિશે વાત કરી છે.

અમિતાભ બચ્ચન પોતાના બ્લોગમાં લખે છે,’મીટિંગ્સ, મીટિંગ્સ અને મીટિંગ્સ… આવનારા કામ માટે અને ચાલી રહેલા કામ માટે પણ. આ એક મોટો પડકાર બની જાય છે. પડકાર એ છે કે કયો પ્રોજેક્ટ હાથમાં લેવો અને કયો પ્રેમથી નકારવો. મુદ્દો એ છે કે ચર્ચા આખરે ફિલ્મ ઉદ્યોગ, તેની કામગીરી અને તેની સ્થિતિ પર કેન્દ્રિત થાય છે. હું આમાંની કોઈ પણ બાબત વિશે વાત કરી શકતો નથી.’

બિગ બી આગળ લખે છે,’ચિંતા હંમેશા એ રહી છે કે મને કયું કામ મળી રહ્યું છે અને હું તેનો ન્યાય કરી શકીશ કે નહીં… તે પછી શું થાય છે તે ઝાંખપ છે… પ્રોડક્શન , કોસ્ટ, માર્કેટિંગ અને બધું… ફક્ત એક અજાણ્યું જાણીતું સમજી શકાય તેવું અંધકાર, ઝાંખપ છે… અને જેમ જેમ તમારી ઉંમર વધે છે, તેમ તેમ માત્ર લાઈનો યાદ રાખવી જ મુશ્કેલ નથી પણ બધી ઉંમર સંબંધિત બાબતો છે જેને અનુસરવાની જરૂર હોય છે. પછી જ્યારે તમે ઘરે આવો છો ત્યારે તમને ખ્યાલ આવે છે કે તમે ઘણી ભૂલો કરી છે. હવે તેમને કેવી રીતે સુધારવું, પછી તેઓ મધ્યરાત્રિએ ડિરેક્ટરને ફોન કરે છે અને કહે છે કે મને ભૂલ સુધારવા માટે વધુ એક તક આપો.’

SEBIના ભૂતપૂર્વ ચેરમેન સામે FIRનો આદેશ, કોર્ટના નિર્ણયને પડકારશે સેબી

SEBIના ભૂતપૂર્વ ચેરમેન માધવી પુરી બુચ અને BSEના ટોચના અધિકારીઓ સામે FIR નોંધવાના મુંબઈની વિશેષ ACB કોર્ટના આદેશ બાદ SEBIએ સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. માધવી પુરી બુચ પર આરોપ છે કે હિન્ડનબર્ગ રિપોર્ટમાં અદાણી જૂથના શેરમાં ગેરરીતિના મામલે તેમનો અને તેમના પતિનો પણ સંડોવણી થઈ છે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ દાવો કર્યો છે કે SEBIના ચેરમેન પદ પર રહ્યા દરમ્યાન, તેમણે લિસ્ટેડ સિક્યોરિટીઝમાં 36.9 કરોડ રૂપિયાના વેપાર કરીને નિયમનકારી ઉલ્લંઘન કર્યું હતું. SEBIના પૂર્વ ચેરમેન માધવી પુરી બુચની કાર્યકાળ સમાપ્ત થઈ ચૂક્યો છે, અને તેમના સ્થાને પાંડેને નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. SEBIના નિયમ મુજબ, નિવૃત્ત ચેરમેનને સન્માન પૂર્વક વિદાય આપવામાં આવે છે, પરંતુ આ પ્રથા તેમના માટે અમલમાં મૂકવામાં આવી નહોતી. ઉલ્લેખનીય છે માધવી પુરી બુચનો 28 ફેબ્રુઆરીના રોજ કાર્યકાળનો છેલ્લો દિવસ હતો.

SEBI કોર્ટના આદેશને પડકારશે
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ સ્પષ્ટતા કરી છે કે તે આ આદેશ વિરુદ્ધ કાયદાકીય પગલાં લેશે. સેબીનું કહેવું છે કે કોર્ટનો આ નિર્ણય નિરાધાર છે, અને તેઓ કાનૂની પ્રક્રિયામાં આ નિર્ણયને પડકારશે. SEBIના જણાવ્યા મુજબ, ફરિયાદી અગાઉ પણ આવા આરોપો લગાવી ચુક્યા છે, જેને કોર્ટ દંડ સાથે ફગાવી ચૂકી છે.

SEBI અને BSEના ટોચના અધિકારીઓ સામે કાર્યવાહી
ACB કોર્ટે SEBIના ભૂતપૂર્વ ચેરમેન માધવી પુરી બુચ તેમજ સેબીના અન્ય ત્રણ સભ્યો – અશ્વિની ભાટિયા, આનંદ નારાયણ અને કમલેશ ચંદ્ર વાર્ષ્નેય – ઉપરાંત BSEના CEO સુંદરરામન રામામૂર્તિ અને પૂર્વ ચેરમેન પ્રમોદ અગ્રવાલ વિરુદ્ધ FIR દાખલ કરવાની સુચના આપી છે.

SEBIનું વલણ: અમને નોટિસ આપવામાં આવી નહીં
SEBIએ આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે. તેઓએ જણાવ્યું કે, આ અધિકારીઓ કથિત કાનૂની ઉલ્લંઘન સમયે પદ પર પણ ન હતા. કોર્ટ દ્વારા FIR નો આદેશ આપતા પહેલા તેમને પોતાનો પક્ષ રજૂ કરવાની તક પણ આપવામાં આવી ન હતી.

કોર્ટનો આદેશ અને કેસનો પાયો
આ કેસમાં અરજદારે દાવો કર્યો છે કે SEBIના અધિકારીઓએ તેમની જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવી નથી. આરોપ છે કે તેઓએ બજારમાં ગેરરીતિઓને પ્રોત્સાહન આપ્યું અને લિસ્ટિંગ માટે યોગ્ય માપદંડો પૂરા ન કરતી કંપનીઓને મંજૂરી આપી. અરજદારે “કેલ્સ રિફાઇનરીઝ” કંપનીના સ્ટોક લિસ્ટિંગમાં થયેલી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે. કોર્ટના આદેશ મુજબ, નિયમનકારી તંત્રની નિષ્ફળતા અને સંભવિત મિલીભગતના પુરાવાઓ દેખાઈ રહ્યા છે, જેનાથી સ્વતંત્ર તપાસ જરૂરી બની છે.

SEBIના ભૂતપૂર્વ ચેરમેન સામે કાનૂની કાર્યવાહી આગળ વધશે?
SEBIનો દાવો છે કે તેઓ કાયદાકીય રીતે આ મામલાને પડકારશે. આ કેસ ભારતીય શેરબજારમાં નિયમનકારી પ્રક્રિયાઓ અને પારદર્શિતાને લઈ મોટી ચર્ચા ઊભી કરી શકે છે. આગામી દિવસોમાં કોર્ટના આદેશ સામે SEBI શું પગલાં ભરે છે તે મહત્વપૂર્ણ રહેશે.

મજબૂત ડોલરથી સોનાની કિંમતો ઘટી, જાણો તમારા શહેરમાં શું છે ભાવ?

અમદાવાદ: જીયોપોલિટીકલ ટેનસનના કારણે પાછલા ઘણા દિવસમાં શેર બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. લાલા નીશાનમાં કારોબારની અસર સીધી સોના ચાંદી પર વરતાય રહી છે. ઉલ્લેખનીય છે કે સતત ચોથા દિવસે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આજે 3 માર્ચના રોજ ખુલતા બજારે સોનામાં 240 રૂપિયાના ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 22 કેરેટ સોનાની કિંમતોમાં 200 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. દેશના મેટ્રો સીટીમાં સોનાનો ભાવ 86 હજાર 600 રૂપિયા છે. તો 22 કરેટે સોનાનો ભાવ 79 હજાર 300 રૂપિયા છે. એક કિલો ચાંદીની કિંમત 96 હજાર 900 રૂપિયા જોવા મળી છે.

ડૉલરની મજબૂતાઈના કારણે સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. મહેતા ઇક્વિટીઝના રાહુલ કલંત્રીના જણાવ્યા અનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા મેક્સિકો અને કેનેડા પર નવા ટેરિફ લાદવાથી ડૉલર મજબૂત થયો, જેના કારણે સોનાની માંગમાં ઘટાડો થયો. આ સિવાય ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો મુલતવી રાખવાની અટકળોએ પણ બુલિયન માર્કેટ પર દબાણ વધાર્યું છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને રોકાણકારોની સાવચેતીના કારણે સોનાના ભાવ નબળા રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સમચાર લખતી સોનાનું રીકવરી મૂડમાં જોવા મળ્યું હતું જ્યાં MCX પર સોનાની કિંમતો મામૂલી તેજી સાથે 84680 આસપાસ જોવા મળી હતી. જ્યારે ચાંદીની કિંમતો 94700 આસપાસ જોવા મળી હતી.

સોનાની કિંમતો

શહેરનું નામ   22 કેરેટ સોનાનો દર  24 કેરેટ સોનાનો દર
અમદાવાદ ₹7,945 ₹8,667
દિલ્હી ₹7,955 ₹8,677
મુંબઇ ₹7,940 ₹8,662
ચેન્નઇ ₹7,940 ₹8,662
કોલકાતા ₹7,940 ₹8,662

 

ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલાતા રહે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું એ માત્ર રોકાણનું સાધન નથી પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારોમાં તેની માંગ વધી જાય છે.

કોંગ્રેસના પ્રવક્તાએ રોહિત શર્માને ‘જાડા’કહ્યા, ભાજપ બોલી રોહિતના તરફેણમાં

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા આ દિવસોમાં ચર્ચાનો વિષય છે. તેમના નેતૃત્વમાં ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની સેમિફાઇનલમાં પ્રવેશી છે. ભારતે ગ્રુપ સ્ટેજમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડને હરાવીને તેની બધી 3 મેચ જીતી છે. જોકે, કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા શમા મોહમ્મદે રોહિત શર્મા અંગે એક નિવેદન આપ્યું છે જેનાથી હોબાળો મચી ગયો છે.કોંગ્રેસ પ્રવક્તાએ રોહિત શર્માને જાડા અને બિનઅસરકારક કેપ્ટન ગણાવ્યા આનાથી ભાજપ ગુસ્સે થઈ ગયું અને કોંગ્રેસના પ્રવક્તા પર બોડી શેમિંગનો આરોપ લગાવ્યો.

કોંગ્રેસના પ્રવક્તાએ શું કહ્યું?
કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદે X પર રોહિત શર્મા વિશે લખ્યું,”રોહિત શર્મા એક ખેલાડી માટે જાડો છે! તેને વજન ઘટાડવાની જરૂર છે.” કોંગ્રેસના પ્રવક્તા શમા મોહમ્મદે વધુમાં કહ્યું કે રોહિત શર્મા નિઃશંકપણે ભારતનો સૌથી બિનઅસરકારક કેપ્ટન છે.

કોંગ્રેસના પ્રવક્તા દ્વારા રોહિત શર્માના અપમાનથી ભાજપ ગુસ્સે છે. ભાજપ મહિલા નેતા રાધિકા ખેરાએ લખ્યું, “કોંગ્રેસના પ્રવક્તા દ્વારા રોહિત શર્માનું બોડી શેમિંગ કરવું એ દુરસાહસ છે. આ એ જ કોંગ્રેસ છે જેણે દાયકાઓ સુધી ખેલાડીઓનું અપમાન કર્યું અને તેમને માન્યતા આપવાનો ઇનકાર કર્યો અને હવે તે ક્રિકેટના દિગ્ગજની મજાક ઉડાવવાની હિંમત કરે છે? એક પાર્ટી જે ભત્રીજાવાદ પર ખીલે છે તે સ્વ-નિર્મિત ચેમ્પિયનને ભાષણ આપી રહી છે?”

કોંગ્રેસે પોતાની ચિંતા કરવી જોઈએ
રાધિકા ખેરાએ કોંગ્રેસના પ્રવક્તા પર નિશાન સાધતા લખ્યું,”રોહિત શર્મા એક વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન છે. તમારા નેતા, રાહુલ ગાંધી પોતાની પાર્ટીનો નાશ કર્યા વિના કેપ્ટનશીપ પણ કરી શકતા નથી. કોંગ્રેસના પ્રવક્તાઓએ ભારતને ગૌરવ અપાવનાર વ્યક્તિનું અપમાન કરવાને બદલે તેમની સુસંગતતા, વિશ્વસનીયતા અને ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ભારતના ગૌરવ પર સસ્તા હુમલા કરતા પહેલા કોંગ્રેસે તેના ડૂબતા રાજવંશની ચિંતા કરવી જોઈએ.”

વન્યજીવ વેપારઃ 2.85 અબજ પ્રાણીઓની આયાત કરી ચૂક્યું છે અમેરિકા

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વ વન્યજીવ દિન પ્રતિ વર્ષ ત્રીજી માર્ચે જંગલી પ્રાણીઓ અને વનસ્પતિના સન્માનમાં ઊજવવામા આવે છે. વિશ્વ વન્યજીવ દિવસ 2025ની થીમ- વન્યજીવ સંરક્ષણ નાણાં, લોકો અને ગ્રહમાં મૂડીરોકાણ છે.વિશ્વ વન્યજીવ દિનની સ્થાપના 2013માં કરવામાં આવી હતી અને એ 2014થી ઊજવવામાં આવે છે.

માત્ર જંગલોમાં – 60,000 વૃક્ષોની પ્રજાતિઓ, 80 ટકા ઉભયચર પ્રજાતિઓ અને 75 ટકા પક્ષી પ્રજાતિઓ મળી આવે છે, જ્યારે 10 લાખથી વધુ પ્રજાતિઓ વિલુપ્ત થવાનું જોખમ છે. આવામાં વન્યજીવ સંરક્ષણ માટે મૂડીરોકાણની જરૂર પહેલાંથી ઘણી વધુ છે.

વિશ્વભરમાં 50,0000 જંગલી પ્રજાતિઓ અબજો લોકોની જરૂર પૂરી કરે છે. વિશ્વની અડધાથી વધુ GDP પ્રકૃતિ પર નિર્ભર છે, જેમાં જૈવ વિવિધતાનું નુકસાન નાણાકીય સ્થિરતા માટે એક મોટું જોખમ છે. વન્યજીવ વેપારમાં જોઈએ તો 22 વર્ષોમાં 2.85 અબજ પ્રાણીઓની આયાત અમેરિકા કરી ચૂક્યું છે. કેટલાય દેશોમાં મત્સ્યપાલન GDPમાં 10 ટકાથી વધુ યોગદાન આપે છે.

દેશમાં વિશ્વના 75 ટકા વાઘ

દેશમાં હવે વિશ્વના 75 ટકા વાઘ છે અને છેલ્લા એક દાયકામાં વાઘોની સંખ્યા બે ગણી થઈ છે, એમ એક અભ્યાસ કહે છે.

બીજી બાજુ, PM નરેન્દ્ર મોદી આજે સાસણ ગીર પહોંચ્યા હતા, જ્યાં તેમણે સિંહ દર્શન કર્યું. સિંહ દર્શન બાદ PM મોદી ફરી સાસણ ગીરના સિંહ સદન ખાતે પરત ફર્યા હતા. વિશ્વ વન્યજીવ દિવસના અવસરે PM મોદી રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠક બંધબારણે યોજાશે, જેમાં વન્યજીવ સંરક્ષણ અને સંભાળ અંગે મહત્ત્વના નિર્ણયો લેવામાં આવશે.

ઉનાળાની શરૂઆતમાં ગરમીએ જોર જમાવ્યું, જાણો ક્યા કેટલું તાપમાન નોંધાયુ

અમદાવાદ: ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. ઉનાળાની શરૂઆતમાં કાળઝાળ ગરમીનો અહેસાસ પણ થઈ રહ્યો છે. આ વચ્ચે જો ગરમીને લઈ આગાહીની વાત થાય તો આગામી બે દિવસમાં ગરમીનું પ્રમાણે વધાવની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ગઈકાલે અમદાવાદમાં 34.6 ડિગ્રી, ગાંધીનગરમાં 35.5 ડિગ્રી,ડીસામાં 35.1 ડિગ્રી, રાજકોટમાં 35.1 ડિગ્રી,વલ્લભ વિદ્યાનગરમાં 34.7 ડિગ્રી, વડોદરામાં 34.6 ડિગ્રી, સુરતમાં 33.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 35 ડિગ્રી, અમરેલી 34.5 ડિગ્રી, ભાવનગરમાં 32.4 ડિગ્રી, કેશોદમાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે. IMD ની આગાહી અનુસાર, માર્ચ મહિનામાં જ રાજ્યમાં મે મહિનાની ગરમીનો અનુભવ થવાની શક્યતા છે. દર વર્ષની સરખામણીએ વર્ષ 2025ના ઉનાળામાં ગરમી ભુક્કા બોલાવે તો નવાઈ નહીં. આ વર્ષે તાપમાન સામાન્ય તાપમાન કરતાં ત્રણથી ચાર ડિગ્રી વધારે રહેવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. માર્ચના પ્રથમ સપ્તાહમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેશે.

ઉલ્લેખનીય છે કે, હાલતમાં ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વીય પવન ફુંકાઈ રહ્યા છે જેના કારણે બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે. 24 કલાક બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની સાથે લઘુતમ તાપમાનમાં પણ આગામી 5 દિવસ દરમિયાન 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. તાપમાનમાં આ ઘટાડાની સાથે લોકોને ગરમીથી થોડી રાહત મળવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

PM મોદીના ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ, સિંહ સંવર્ધન અને લાયન કોરિડોર પર મહત્વની બેઠક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. રવિવારે જામનગર ખાતે PM નરેન્દ્ર મોદીએ વનતારાની મુલાકાત લીધી હતી. જે બાદ વેરાવળના સોમનાથ જ્યોતિરલિંગના દર્શન અને પૂજન અર્થે પહોંચ્યા હતા. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ છે. જ્યાં PM નરેન્દ્ર મોદી આજે વન્યજીવ બેઠકની અધ્યક્ષતા કરશે.

સાસણ ગીરમાં જ સાતમી રાષ્ટ્રીય વન્યજીવ બેઠક યોજાશે. તેમાં વિશ્વ વાઇલ્ડ લાઇફ દિવસ નિમિતે ગીર સફારીમાં વડાપ્રધાન મોદી સિંહ દર્શન કરશે. વડાપ્રધાન મોદી સિંહોની સુરક્ષા અને સંવર્ધન માટે ચર્ચા કરશે. તેમાં સવારે 6 થી 8 કલાક સુધી ગીર નેશનલ પાર્ક ખાતે સિંહ દર્શન કરશે તથા 9:30 થી 11:30 કલાક સિંહ સદન ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવશે. આ બેઠકમાં વન્યજીવન સંબંધિત રાષ્ટ્રીય સ્તરના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. NBWL માં 47 સભ્યો છે, જેમાં આર્મી ચીફ, વિવિધ રાજ્યોના સભ્યો, ક્ષેત્રમાં કામ કરતી NGO ના પ્રતિનિધિઓ, મુખ્ય વન્યજીવન વોર્ડન અને વિવિધ રાજ્યોના સચિવોનો સમાવેશ થાય છે. પ્રોજેક્ટ લાયન અતંર્ગત નવા પ્રોજેક્ટો અંગે PM મોદી ઘોષણા કરશે.

વડાપ્રધાન દ્વારા 2020માં સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે પ્રોજેકટ લાયનની જાહેરાત કરી હતી. જે અંતર્ગત 2010માં થયેલી સિંહોની ગણતરી બાદ 100 ટકા વસ્તી વધારો થયો હોવાનું જાણકારી મળી રહી છે. આમ તો એશિયાટિક સિંહોનું એક માત્ર ઘર સાસણ હોવાનું અને સિંહોના સંરક્ષણ અને સંવર્ધન પ્રોજેકટ હજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વધુ વેગ આજના પ્રવાસની મળશે તે મુજબ આશા વ્યકત કરવામાં આવી રહી છે. તેમજ રૂ.2900 કરોડના પ્રોજેકટ લાયન અંતર્ગત અનેક પ્રોજેક્ટો શરૂ થયા તેની સમીક્ષા સાથે સાથે લાયન કોરિડોર અંગે પણ ચર્ચા થાય તેવી શકયતા સેવાઈ રહી છે. જેમાં સાસણ, બરડા ડુંગર, આંબરડી સફારી પાર્કને સાથે જોડી લાયન કોરિડોર બનાવવા અંગે ચર્ચા થવાની સંભાવના છે.

સીરિયલ તેનાલી રામાના સેટ પર અકસ્માત, આગને કારણે શૂટિંગ બંધ

મુંબઈ: છેલ્લા કેટલાક અઠવાડિયામાં, દેશના વિવિધ ભાગોમાં આગ લાગવાના અહેવાલો આવ્યા છે. હવે મહારાષ્ટ્રના મુંબઈ સ્થિત ફિલ્મ સિટીમાં એક ટીવી શોના સેટ પર આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે. મુંબઈના ગોરેગાંવ સ્થિત ફિલ્મ સિટીમાં દાદા સાહેબ ફાળકે ચિત્રનગરીમાં સોની સબ ટીવીની લોકપ્રિય સીરિયલ ‘તેનાલી રામા’ના સેટ પર આગ લાગી ગઈ. જે બાદ સિરિયલનું શૂટિંગ 2 કલાક માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ રવિવાર, 2 માર્ચના રોજ તેનાલી રામાના સેટના પાછળના ભાગમાં આ આગ લાગી હતી, જેને હવે કાબૂમાં લેવામાં આવી છે.

તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી

આગ લાગ્યા પછી તરત જ, તેનાલી રામાની ટીમ દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને હવે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. જોકે, આ ઘટનામાં સેટના પાછળના ભાગને થોડું નુકસાન થયું છે. પરંતુ, હાલમાં કોઈ મોટા નુકસાનના સમાચાર નથી. આગને કારણે સલામતીના કારણોસર સેટ પર ચાલી રહેલ શૂટિંગ થોડા સમય માટે બંધ કરવામાં આવ્યું હતું. શોનું શૂટિંગ લગભગ 2 કલાક માટે બંધ કરવામાં આવ્યું હતું.

શૂટિંગ 2 કલાક માટે બંધ કરવું પડ્યું
સૌથી મહત્વની વાત એ છે કે ઘટના દરમિયાન આ આગને કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી. જ્યારે આગ લાગી, ત્યારે શૂટિંગ 2 કલાક માટે બંધ કરવામાં આવ્યું અને મોટું નુકસાન ટળી ગયું. ઉત્પાદન અને સુરક્ષા ટીમો સક્રિય હતી અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં આગ મોટાભાગે કાબૂમાં આવી ગઈ હતી.

પહેલી સીઝન સફળ રહી
ટીવી સીરિયલ તેનાલી રામાની સફળ સીઝન પછી આ શોની બીજી સીઝન 3 મહિના પહેલા એટલે કે ડિસેમ્બર 2024 માં પ્રસારિત થઈ હતી. અહેવાલો અનુસાર આ શોના 864 એપિસોડ પ્રસારિત થયા છે અને તેને પ્રસારિત થયાને 8 વર્ષ થઈ ગયા છે. તેની કાસ્ટ વિશે વાત કરીએ તો, તેમાં કૃષ્ણા ભારદ્વાજ, પ્રિયમવદા કાંત, માવન ગોહિલ, પંકજ બેરી અને નેહા ચૌહાણ જેવા કલાકારોના નામ શામેલ છે.

કોંગ્રેસની કાર્યકર હિમાનીની હત્યા મામલે એક આરોપીની ધરપકડ

રોહતક: હરિયાણા પોલીસે કોંગ્રેસી કાર્યકર્તા હિમાની નરવાલના હત્યાકાંડ મામલે એક આરોપી સચિનની ધરપકડ કરી છે. આરોપી બહાદુરગઢનો રહેવાસી છે. રોહતકમાં એક બિનવારસી સુટકેસમાં કોંગ્રેસ કાર્યકર હિમાની નરવાલનો મૃતદેહ મળતાં રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો. હરિયાણા પોલીસે હત્યા મામલે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી.

નરવાલના પરિવારજનો તેના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવાથી રવિવારે ઇનકાર કરતાં કહ્યું હતું કે જ્યાં સુધી હત્યારાની ધરપકડ નહીં થાય, ત્યાં સુધી મૃતદેહનો અંતિમ સંસ્કાર નહીં કરે. 20 વર્ષીય નરવાલ રોહતકના વિજયનગરમાં રહેતી હતી. તેમણે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પણ ભાગ લીધો હતો.

પ્રારંભિક તપાસમાં હત્યારાએ કબૂલ કર્યું હતું કે હિમાનીની હત્યા તેના ઘરે કરી હતી. આરોપી હિમાનીની સાથે ઘણા સમયથી રિલેશનશિપમાં હતી. આરોપી દાવો કર્યો હતો કે હિમાની તેને બ્લેકમેલ કરી હતી.  હિમાનીની માતા સવિતાએ ચૂંટણી અને પક્ષે તેમની પુત્રીનો જીવ લીધો હોવાનો આક્ષેપ કર્યો હતો. હિમાની નરવાલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં જોવા મળી હતી.

આ પહેલાં રોહતકમાં સાંપલા બસ સ્ટેન્ડ પર એક બિનવારસી સુટકેસ મળી આવતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સુટકેસ ખોલી તો તેમાંથી એક યુવતીની લાશ મળી આવી હતી. આ યુવતી કોંગ્રેસ કાર્યકર હિમાની નરવાલ હોવાનું જણાયું હતું. પોલીસે જણાવ્યું કે પ્રથમ દ્રષ્ટિએ હિમાનીનું ગળું દબાવી હત્યા કરી તેને સુટકેસમાં બસ સ્ટેન્ડ નજીક છોડી દેવામાં હોવાનું જણાય છે. જોકે મોતનું વાસ્તવિક કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી ખબર પડશે તેમ પોલીસે જણાવ્યું હતું.

હત્યા કરાઈ હતી જ્યારે પિતાએ આઠ વર્ષ પહેલાં આત્મહત્યા કરી લીધી હતી. ત્યાર પછી માતા સવિતા અન્ય પુત્ર સાથે દિલ્હી શીફ્ટ થઈ હતી.

ઓસ્કાર 2025માં હોસ્ટ કોનન ઓ’બ્રાયને હિન્દીમાં ભારતીય દર્શકોને કહ્યું…

લોસ એન્જલસ: 97મા એકેડેમી એવોર્ડ્સને આ વખતે કોનન ઓ’બ્રાયન હોસ્ટ કર્યો હતો. કોનન ઓ’બ્રાયને પ્રથમ વખત ઓસ્કારની હોસ્ટિંગની કમાન સંભાળી હતી અને પોતાના ડેબ્યૂમાં જ ઈતિહાસ રચ્યો. ઓસ્કારનું લાઈવ ટેલિકાસ્ટ ઘણા દેશોમાં જોવાતું હોવાથી તેણે માત્ર અંગ્રેજીમાં જ નહીં પરંતુ સ્પેનિશ, હિન્દી, ચાઈનીઝ અને અન્ય ભાષાઓમાં પણ લોકોને આવકાર્યા હતા. એવામાં કોનન ઓ’બ્રાયને હિન્દીમાં શું કહ્યું હતું?

કોનન ઓ’બ્રાયને શું કહ્યું?

હોસ્ટ કરતી વખતે, હોસ્ટ કોનન ઓ’બ્રાયન હિન્દીમાં બોલ્યા, ‘નમસ્કાર, અત્યારે ભારતમાં સવાર છે, તેથી મને આશા છે કે તમે નાસ્તો કરતા સમયે 97મા એકેડેમી એવોર્ડનો આનંદ માણી રહ્યા હશો.’ મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોનન ઓ’બ્રાયન એવા પ્રથમ હોસ્ટ છે જેમણે એકેડેમી એવોર્ડ સ્ટેજ પર હિન્દીમાં વાત કરી છે.

કોણ છે કોનન ઓ’બ્રાયન?

કોનન ક્રિસ્ટોફર ઓ’બ્રાયન એક અમેરિકન ટેલિવિઝન હોસ્ટ, હાસ્ય કલાકાર, અભિનેતા, લેખક અને નિર્માતા છે. તે NBC ટેલિવિઝન નેટવર્ક પર લેટ નાઈટ વિથ કોનન ઓ’બ્રાયન (1993–2009) અને ધ ટુનાઈટ શૉ વિથ કોનન ઓ’બ્રાયન (2009–2010) અને કેબલ ચેનલ TBS પર કોનન (2010–2021) થી શરૂ થતા લેટ-નાઈટ ટોક શૉ હોસ્ટ કરવા માટે જાણીતો છે.