Home Blog Page 1118

ચીને પણ USથી આયાતી માલસામાન પર 15 ટકા ટેરિફ વધારી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘોષિત નવા ટેરિફના જવાબમાં ચીને પણ હવે અમેરિકા પર વળતાં પગલાંનું એલાન કર્યું છે. ચીને અમેરિકાના કૃષિ અને ફૂડ ઉત્પાદનો પર લાગતા ઇમ્પોર્ટ ટેક્સમાં 10થી 15 ટકાના વધારાની ઘોષણા કરી છે.

ચીને પણ જવાબી કાર્યવાહીના ભાગરૂપે અમેરિકાની પ્રોડક્ટ્સ પર 10થી 15 ટકા સુધી ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ ટેરિફ 10 માર્ચથી લાગુ થશે. ચીને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન સમક્ષ ટ્રમ્પની ટેરિફ નીતિ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે. ચીનના નાણાં મંત્રાલયે આ અંગે માહિતી આપી હતી.

નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે આ ટેરિફ અમેરિકામાંથી આયાત થતાં ઘઉં, મકાઈ, કપાસ સહિત ટોચની અમેરિકન પ્રોડક્ટ્સ પર લાગુ થશે. આ નિર્ણયથી વિશ્વની બે ટોચના અર્થતંત્રો વચ્ચે ટ્રેડવોર શરૂ થયું છે. ચીનનો આ નિર્ણય અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન પર 20 ટકા ટેરિફ લાદવાના આદેશ બાદ લેવામાં આવ્યો છે. અમેરિકામાંથી આયાત થતાં ઘઉં, મકાઈ અને કપાસની આયાત પર 15 ટકા, જ્યારે જુવાર, સોયાબીન, ફળો, શાકભાજી અને ડેરી સહિતની પ્રોડક્ટ્સ પર 10 ટકા ટેરિફ લાદવામાં આવશે.

અમેરિકાએ આજથી કેનેડા, મેક્સિકો તથા ચીનમાંથી આયાત પર ટેરિફ લાગુ કરતાં જ આ દેશોએ પણ સામે ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. કેનેડાએ પણ અમેરિકાની 125 અબજ ડોલરની પ્રોડક્ટ્સ પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. મેક્સિકો પણ નક્કર પગલાં લેતાં ટેરિફ લાદશે. ટ્રમ્પના ટેરિફ વોરથી વિશ્વભરમાં ટ્રેડ વોર છેડાયું છે. અમેરિકાએ ચીનની પ્રોડક્ટ્સ પર ટેરિફ વધારી બમણો કર્યો છે. જોકે વિશ્વભરમાં ફુગાવાની સ્થિતિ સર્જાવાની ભીતિ અર્થશાસ્ત્રીઓ વ્યક્ત કરી રહ્યા છે.

ચીને ટેરિફ ઉપરાંત અમેરિકાની 25 કંપનીઓ પર નિકાસ અને રોકાણ પર પ્રતિબંધ પણ લાદ્યો છે. ચીને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં ચીન અમેરિકાની 25 કંપનીઓ પર નિકાસ અને રોકાણ પ્રતિબંધ લાદ્યો છે. આ કંપનીઓ તાઈવાનને હથિયારો વેચે છે.

 

વિદેશી મહિલાને ટેટૂ બનાવડાવવું ભારે પડ્યું, જાણો શું છે આખો વિવાદ

ઓડિશામાં એક યુવતીને પોતાના પગ પર ટેટૂ બનાવડાવુ ભારે પડ્યું છે. એક વિદેશી મહિલાએ સાથળના ભાગ પર ભગવાન જગન્નાથનું ટેટૂ બનાવડાવ્યું હતું. જેનો ફોટો સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો. આ ફોટો વાયરલ થતાની સાથે જ સ્થાનિક લોકો અને ભક્તોએ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે.

ભક્તો અને ધાર્મિક સંગઠનોએ આનો વિરોધ કર્યો હતો. લોકો માને છે કે ભગવાન જગન્નાથ ઓડિશાના પૂજનીય દેવતા છે. આમ, શરીરના ઓછા આદરણીય ભાગ પર તેની છબી ટેટૂ કરાવવી એ શ્રદ્ધાનું અપમાન છે. આ મામલાને ગંભીર ગણીને હિન્દુ સેનાએ ભુવનેશ્વરના શહીદ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેણે તેને ધાર્મિક આસ્થાનું ઉલ્લંઘન ગણાવ્યું અને તપાસની માગ કરી. વિરોધ કરી રહેલા હિન્દુ સેનાના સભ્યએ કહ્યું, “ભગવાન જગન્નાથ અમારા પૂજનીય દેવ છે, જગન્નાથ અમારો પ્રેમ છે. જે રીતે રોકી ટેટૂએ ઓડિશાના 4.5 કરોડ લોકોની ભાવનાઓ સાથે રમત રમી છે. અમે તેની સખત નિંદા કરીએ છીએ. અમે એવી પણ માંગ કરીએ છીએ કે ટેટૂને તાત્કાલિક હટાવી દેવું જોઈએ અને રોકીએ ભગવાન શ્રી જગન્નાથના ધામમાં જઈને ભગવાન શ્રી જગન્નાથની માફી માંગવી જોઈએ. વિવાદ વકરતા વિદેશી મહિલાને તેની ભૂલ સમજાઇ અને તાત્કાલીક માફી માગી. તેણે એક વીડિયો જાહેર કર્યો, જેમાં તેણે પોતાની ભૂલ સ્વીકારી. આ સાથે તેમણે માત્ર ઓડિશાના લોકોની જ નહીં પરંતુ દેશભરના લોકોની માફી પણ માંગી હતી. મહિલાએ માફી માંગ્યા બાદ આ મામલો શાંત થઈ રહ્યો છે.

UPI પેમેન્ટ એપના ઉપયોગ પર ચૂકવવી પડશે ફી?

નવી દિલ્હીઃ આજના સમયમાં UPI આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે. એક વ્યક્તિ દરરોજ સરેરાશ લગભગ 60થી 70 ટકા લેવડ દેવડ UPI દ્વારા જ કરે છે. દેશમાં દરરોજ કરોડો UPI ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે, જેના દ્વારા સેંકડો કરોડ રૂપિયાની લેવડદેવડ થઈ રહી છે. પણ હવે UPI પેમેન્ટ એપ યુઝર્સે ટૂંક સમયમાં જ એપનો ઉપયોગ કરવા માટે ફી ચૂકવવી પડે એવી શક્યતા છે.

વાસ્તવમાં સરકારે UPI સર્વિસ પર મર્ચન્ટને મળતી સબસિડીમાં ભારે ઘટાડો કર્યો છે. તેથી કંપનીઓ હવે તેને ગ્રાહકો પાસેથી વસૂલવાની તૈયારી કરી રહી છે. આવી સ્થિતિમાં હવે UPI એપ્લિકેશનનો ઉપયોગ કરવો મોંઘો પડશે. કંપનીઓએ ગ્રાહકો પાસેથી ફી વસૂલવાની શરૂઆત પણ કરી દીધી છે. ગૂગલ પેએ અનેક ટ્રાન્ઝેક્શન ફી વસૂલવાનું શરૂ કરી દીધું છે. ગૂગલ પેએ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ પર 0.5 ટકા અને એક ટકા ફી લગાવી છે. તો Paytm અને PhonePeએ પણ મોબાઈલ રિચાર્જ માટે ફી વસૂલવાનું શરૂ કરી દીધું છે.

આ પહેલાં સરકાર 2000 રૂપિયાથી નીચેના UPI ટ્રાન્ઝેક્શન પર પેમેન્ટ કંપનીઓને સબસિડી આપી રહી હતી. અત્યાર સુધી ગ્રાહકો પાસેથી કોઈ ફી લેવામાં આવી રહી નહોતી. દર વર્ષે સરકાર પર પર્સન ટુ મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન માટે લગભગ 12,000 કરોડ રૂપિયાનો બોજ આવી રહ્યો હતો. 2000 રૂપિયાથી ઓછાના ટ્રાન્ઝેક્શન પર બોજ 4000 કરોડ રૂપિયા છે.

સરકાર તરફથી આ માટે વર્ષ 2023માં 2600 કરોડ રૂપિયાની UPI સબસિડી મળી હતી. વર્ષ 2024માં આ સબસિડીની રકમ 2484 કરોડ રૂપિયાની UPI સબસિડી મળી હતી. તો વર્ષ 2025 માટે આ સબસિડીને ઘટાડીને 477 કરોડ રૂપિયા કરવામાં આવી છે. 2025માં સરકારે સબસિડીમાં ઘટાડો કર્યો છે, જેનાથી પેમેન્ટ કંપનીઓ માટે આ મોડલ નુકસાનીનો સોદો બનતું જઈ રહ્યું છે.

જાણો માહિરા શર્માએ મહમ્મદ સિરાજ સાથે ડેટની અફવા પર શું કહ્યું

ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ અને બિગ બોસ 13 ફેમ માહિરા શર્મા અને ક્રિકેટર મોહમ્મદ સિરાજ વચ્ચેના અફેરની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. અનેક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા છે, આ બંનેએ તેમના સંબંધને જાહેર કરવાનું ટાળ્યું છે.

તાજેતરમાં માહિરા શર્માનું એક ઈન્ટરવ્યૂ સામે આવ્યું છે, જેમાં તેણે આ અફવાઓનો ઇનકાર કર્યો છે. તેણે સ્પષ્ટ કહ્યું કે, “હું કોઈ પણ ક્રિકેટરને ડેટ કરી રહી નથી અને આવા અફવાઓ પર પ્રતિક્રિયા આપવી ગમતી નથી.” માહિરાએ વધુમાં કહ્યું કે, “ચાહકો ઘણી વાર મને અલગ-અલગ લોકો સાથે જોડે છે, ફોટોઝ અને વીડિયોઝ એડિટ કરે છે, જેને હું કંટ્રોલ કરી શકતી નથી.” માહિરા શર્માની માતા સાનિયા શર્માએ પણ આ અફેરને માત્ર એક અફવા ગણાવી હતી. તેઓએ સ્પષ્ટ કહ્યું કે, “માહિરા એક ફેમસ પર્સનાલિટી છે, એટલે તેનુ નામ અનેક સેલેબ્સ સાથે જોડાતું રહે છે.”

આ અગાઉ બિગ બોસ 13 દરમિયાન માહિરા અને પારસ છાબડાની જોડી ખૂબ ચર્ચામાં રહી હતી. શો બાદ પણ બંનેની મિત્રતા લાંબા સમય સુધી રહી, અને તેમના અફેરની અફવાઓ પણ ઉઠી. જોકે, બે વર્ષ પહેલા બંને અલગ થઈ ગયા. પારસે પણ માહિરા સાથેના સંબંધ પર કેટલીક ઇશારો આપ્યા હતા, પરંતુ અંતે બંનેએ એકબીજાનું સન્માન કરતાં આગળ વધવાનું પસંદ કર્યું.

ઈ-મેમો નહીં ભરનાર 8000થી વધુ વાહનચાલકોને કોર્ટની નોટિસ

અમદાવાદઃ રાજ્યમાં સ્માર્ટસિટી અંતર્ગત ફરી શરૂ કરાયેલા ઇ-મેમોમાં ટ્રાફિક પોલીસ CCTV કેમેરાથી દરેક રસ્તાઓ પર બાજ નજર રાખી રહી છે. સ્ટોપલાઈન ક્રોસ કરનાર ફેન્સી નંબર પ્લેટ લગાવનાર નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરનાર પર પોલીસ હવે બાજ નજર રાખી રહી છે. એવામાં અમુક લોકોને ખોટા પણ ઈ-મેમો મળી રહ્યા છે. 

રાજ્યના સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત ઇ-મેમો નહિ ભરનાર 8100 જેટલા વાહનચાલકોને કોર્ટ નોટિસ આપવામાં આવી છે. 8100 જેટલા વાહનચાલકોને મેમો આપવામાં આવ્યો છે, પણ ભરવામાં વાહનચાલકો દ્વારા આનાકાની દેખાડવામાં આવી હતી.તં

આ ઈ-મેમો સૌથી વધુ ચાલુ વાહને મોબાઈલમાં વાત કરવાના મેમો છે. ચાલુ વાહનોમાં મોબાઈલમાં વાત કરવા માટે 2500થી વધુ વાહનચાલકોને ઈ-મેમો ફટકારવામાં આવ્યા છે.આ ઉપરાંત ફેન્સી નંબર પ્લેટ અને ત્રણ સવારી મોટરસાઇકલ ચલાવવા જેવા નિયમોના ઉલ્લંઘન બદલ પર ઇ-મેમોમાં ફટકારવામાં આવ્યા છે. જો આ વાહનચાલકો 8 માર્ચ સુધીમાં ઈ-મેમોની રકમ નહી ભરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

જો ઇ-મેમો કોઇ કારણસર ખોટો આવ્યો તો તમે આ મામલે ફરિયાદ પણ કરી શકો છો. ઈ-મેલ પર વાહનચાલકો આ મામલે ફરિયાદ કરી શકે છે. આ ફરિયાદ csitms-ahd.@gujarat.gov. in ઈ- મેઇલ પર થશે. જો કોઈ વ્યક્તિ ઇ-મેઇલ કરવામાં આ અસક્ષમ હોય તો અમદાવાદ ટ્રાફિક પોલીસ કચેરીએ રૂબરૂમાં જઈને લેખિતમાં અરજી કરવાની રહેશે.

લગ્ન પૂર્વે વરઘોડામાં મારામારી, બેન્ડના અવાજ પર વિવાદ ઉગ્ર બન્યો

ભરૂચ:  નવા તવરા ગામમાં લગ્રનો માડવે ચડતા પહેલા લગ્નનું સ્થળ રણ ભૂમીમાં ફરી જવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. વરરાજા લાડકી પરણાવવા જવાની તૈયારીમાં હતા, તે પહેલાં જ વરઘોડા દરમિયાન બેન્ડ વગાડવા મુદ્દે વિવાદ ઉદ્ભવ્યો હતો. જે વિવાદ ઉગ્ર બનતા વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. સમગ્ર ઘટનાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે, લગ્ન પ્રસંગે વરરાજા પોતાનાં જાનૈયાઓ સાથે વરઘોડા માટે નીકળ્યા હતા. વરઘોડામાં હર્ષોલ્લાસ સાથે જાનૈયાઓ નાચી રહ્યા હતા, ત્યારે વાગતા બેન્ડના ઉંચા અવાજથી ગામના એક ઘરમાં બાંધેલી ભેંસ અચાનક ભડકી ગઈ. ભેંસ દોડવા લાગી અને ઘરના માલિકે બેન્ડવાળાઓને અવાજ ધીમો કરવા જણાવ્યું. આ મુદ્દે પહેલા બોલાચાલી થઈ અને પછી વિવાદ ઉગ્ર બનતા બંને પક્ષો વચ્ચે મારામારી થઈ. દંગલ જેવી સ્થિતિ સર્જાતાં લગ્નનું માહોલ બગડી ગયો અને આખો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો. આ ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી. બંને પક્ષોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને તાજેતરમાં પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં 14 લોકો ઘાયલ થયાની પણ માહિતી મળી રહી છે.

World Obesity Day: 2050 સુધીમાં દરેક ત્રીજો ભારતીય મેદસ્વી હશે-રિપોર્ટ

સ્થૂળતા અથવા વધુ વજનની સમસ્યા વૈશ્વિક સ્તરે તમામ ઉંમરના લોકોમાં વધતી જોવા મળી રહી છે. વજન વધવાથી ફક્ત તમારા દેખાવમાં જ બગાડ નથી થતો, પરંતુ તે ગંભીર અને ક્રોનિક રોગોનું જોખમ પણ અનેકગણું વધારે છે. અભ્યાસો દર્શાવે છે કે જે લોકોનું વજન વધારે છે તેમની રોગપ્રતિકારક શક્તિ પણ નબળી હોય છે, જે તેમને ચેપી રોગોનું જોખમ વધારે છે. જો તમે પણ વધારે વજનની સમસ્યાથી પરેશાન છો, તો આજથી જ તેને ઘટાડવાનો પ્રયાસ શરૂ કરો. વિશ્વભરમાં ઝડપથી વધી રહેલી સ્થૂળતાની સમસ્યા અને તેનાથી થતી સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે જાગૃતિ લાવવા અને લોકોને સ્થૂળતા ઘટાડવા માટે પ્રોત્સાહિત કરવા માટે દર 4 માર્ચે વિશ્વ સ્થૂળતા દિવસ (World Obesity Day) ઉજવવામાં આવે છે. અગાઉ તે 11 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવતો હતો.

તાજેતરના લેન્સેટ અભ્યાસમાં આગાહી કરવામાં આવી છે કે વર્ષ 2050 સુધીમાં ભારતની વસ્તીના લગભગ એક તૃતીયાંશ ભાગ, લગભગ 449 મિલિયન લોકો વધુ વજનવાળા અથવા મેદસ્વી હશે. અભ્યાસનો અંદાજ છે કે ભારતમાં 21.8 કરોડ પુરુષો અને 23.1 કરોડ મહિલાઓ સ્થૂળતાથી પ્રભાવિત થશે. વૈશ્વિક સ્તરે 2050 સુધીમાં અડધાથી વધુ પુખ્ત વયના લોકો અને એક તૃતીયાંશ બાળકો અને કિશોરો વધુ વજનવાળા અથવા મેદસ્વી હોવાની ધારણા છે.

કયા વય જૂથના લોકો વધુ સંવેદનશીલ હોય છે

ખાસ કરીને મોટી ઉંમરના કિશોરો (15-24 વર્ષ) માં સ્થૂળતાનો દર ચિંતાજનક છે. યુવાનોમાં, સ્થૂળતા 1990માં 0.4 કરોડથી વધીને 2021માં 1.68 કરોડ થઈ ગઈ છે અને2050 સુધીમાં તે 2.27 કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. યુવાન મહિલાઓ માટે આ સંખ્યા 1990 માં 0.33 કરોડથી વધીને 2021 માં 1.3 કરોડ થઈ ગઈ છે અને 2050 સુધીમાં વધીને 1.69 કરોડ થઈ શકે છે. 2021 માં ભારતે આ શ્રેણીમાં સંપૂર્ણ સંખ્યામાં ચીન અને અમેરિકાને પાછળ છોડી દીધા.

આ ચિંતાનો વિષય કેમ છે?

2021 માં વિશ્વના અડધા મેદસ્વી પુખ્ત વયના લોકો ભારત સહિત માત્ર આઠ દેશોમાં રહેતા હતા. વધતી જતી સ્થૂળતા બાળપણમાં કુપોષણ અને ચેપી રોગોનું મિશ્રણ ભારતની આરોગ્યસંભાળ વ્યવસ્થા પર ગંભીર દબાણ લાવી શકે છે. બાળપણમાં કુપોષણ ઘણીવાર પુખ્તાવસ્થામાં ચરબીનો સંચય તરફ દોરી જાય છે, જેના કારણે ડાયાબિટીસ, હૃદય રોગ અને કેટલાક પ્રકારના કેન્સરનું જોખમ વધે છે.

સ્થૂળતા એક મહામારી બની રહી છે

આ વધારા પાછળનું એક સૌથી મોટું પરિબળ મીઠું, ખાંડ અને ચરબીથી ભરપૂર પ્રોસેસ્ડ ખોરાકનો વધતો વપરાશ છે. બહુરાષ્ટ્રીય ખાદ્ય નિગમો અને ફાસ્ટ-ફૂડ ચેઇન્સ ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં તેમના બજારોનું વિસ્તરણ કરી રહી છે, જ્યાં વધતી આવક અને નબળા નિયમો અનુકૂળ વાતાવરણ બનાવે છે. 2009 અને 2019 ની વચ્ચે, ભારત, કેમરૂન અને વિયેતનામમાં અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખોરાક અને પીણાંના વેચાણમાં સૌથી વધુ વૃદ્ધિ જોવા મળી. આ કટોકટીનો સામનો કરવા માટે, વધતી જતી સ્થૂળતાના રોગચાળાને રોકવા માટે મજબૂત નિયમો, જાહેર આરોગ્ય નીતિઓ અને જાગૃતિ અભિયાનોની જરૂર છે.

જલારામ બાપા પર વિવાદિત ટિપ્પણીનો ઉગ્ર વિરોધ, 24 કલાકનું આપ્યું અલ્ટિમેટમ

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ એક સત્સંગ દરમિયાન જલારામ બાપાને લઈને આપેલા નિવેદનથી વિવાદ છલકાયો છે. સુરતના અમરોલીમાં યોજાયેલા સત્સંગમાં આપેલા તેમના નિવેદનને રઘુવંશી સમાજે અપમાનજનક ગણાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. વિવાદ વધતા જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માંગતા વીડિયો જાહેર કર્યો અને વિવાદિત ક્લિપ પણ હટાવી દીધી છે.

જલારામ બાપાના ભક્તો અને રઘુવંશી સમાજના આગેવાનો દ્વારા વિરપુરમાં એક તાત્કાલિક બેઠક યોજાઈ. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે 24 કલાકની અંદર જ્ઞાનપ્રકાશ સ્વામીએ ખુદ જલારામ મંદિર આવી, રૂબરૂ માફી માંગવી પડશે. જો તેઓ આવતીકાલે સાંજ સુધીમાં માફી નહીં માગે તો 6 માર્ચે આગામી કાર્યપદ્ધતિ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજ અને આવતીકાલ માટે વિરપુર શહેરમાં સંપૂર્ણ બંધનું એલાન કર્યું છે. તાત્કાલિક સેવા તરીકે મેડિકલ અને હોસ્પિટલ સેવાઓ ચાલુ રહેશે.

જ્ઞાનપ્રકાશ સ્વામીના નિવેદનથી વિવાદ

સુરતના અમરોલીમાં સત્સંગ દરમિયાન જ્ઞાનપ્રકાશ સ્વામીએ કહ્યું કે, ‘જલારામ બાપાનું ઈતિહાસ ગુણાતિત સ્વામી સાથે જોડાયેલું છે. જલારામ બાપાએ સદાવ્રત માટે આશીર્વાદ મેળવ્યા હતા અને ગુણાતિત સ્વામીએ તેમને ભંડાર કદી ખૂટશે નહીં એવો આશીર્વાદ આપ્યો હતો.’ જલારામ બાપાના ભક્તો અને રઘુવંશી સમાજના લોકો આ નિવેદનને અસત્ય અને અપમાનજનક ગણાવી ઉગ્ર વિરોધ કર્યો.

જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માંગી

વિવાદ વધતાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માંગતો વીડિયો જાહેર કર્યો. તેમણે કહ્યું, ‘મેં એક પુસ્તક અને મેગેઝિનમાં જે વાંચ્યું તે વર્ણન કર્યું હતું. જો આથી કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય, તો હું દિલથી માફી માંગુ છું.’ તેમ છતાં, સમાજના આગેવાનો настоя કરી રહ્યા છે કે તેઓ જાતે જલારામ મંદિર આવી, રૂબરૂ માફી માંગે.

મહારાષ્ટ્ર વિધાનસભામાં ઔરંગઝેબ, અબુ આઝમી પર છેડાયો જંગ

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટી (SP)ના અધ્યક્ષ અને વિધાનસભ્ય અબુ આઝમીએ મોગલ શાસક ઔરંગઝેબની પ્રશંસા કરનારા નિવેદન પર સ્પષ્ટતા કરી હતી. એ નિવેદને રાજ્યના રાજ્યકારણમાં હંગામો મચાવી દીધો છે. શિવસેના અને ભાજપે તેમની સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. ભાજપ અને શિવસેનાના સભ્યોએ વિધાનસભામાં જય ભવાની, જય શિવાજીનો સૂત્રોચ્ચાર કરતાં અબુ આઝમી પર કાર્યવાહીની માગ કરી હતી. જેથી વિધાનસભા કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી.

મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અબૂ આઝમીને ઔરંગઝેબના વખાણ કરવા ભારે પડશે. શિવસેનાએ અબુ આઝમી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ અગાઉ શિવસેનાપ્રમુખ અને રાજ્યના ડેપ્યુટી CM એકનાથ શિંદેએ પણ અબુ આઝમી પર દેશદ્રોહનો કેસ નોંધવાની માગ કરી હતી.

શિવસેના (શિંદે)એ મુંબઈના મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં અબુ આઝમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. શિવસેનાના પ્રવક્તા અને ભૂતપૂર્વ ધારાસભ્ય કિરણ પાવસ્કર કાર્યકરો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી હતી. અબુ આઝમી સામે રાજદ્રોહનો કેસ નોંધવાની માગ કરવામાં આવી છે.

અબુ આઝમીએ શું કહ્યું?

SP નેતા અબુ આઝમીએ કહ્યું હતું કે ખોટો ઈતિહાસ બતાવવામાં આવી રહ્યો છે. ઔરંગઝેબે ઘણાં મંદિરો બનાવ્યાં છે. ઔરંગઝેબ ક્રૂર શાસક નહોતા. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે જ્યારે તેમના સેનાપતિએ બનારસમાં એક પંડિતની પુત્રી સાથે દુર્વ્યવહાર કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઔરંગઝેબે તેને બે હાથીઓ વચ્ચે બાંધી દીધો અને તેને મારી નાખ્યો હતો. ત્યાર બાદ તે પંડિતોએ ઔરંગઝેબ માટે એક મસ્જિદ બનાવી અને તેમને ભેટ આપી. તેઓ એક સારા વહીવટકર્તા હતા. અબુ આઝમીએ એમ પણ કહ્યું હતું કે- “ઔરંગઝેબના શાસનકાળમાં  ભારતનો GDP 24 ટકા હતો અને દેશ “સોને કી ચિડિયા” હતો.

 

GPSC વર્ગ 1 અને 2ની ભરતી માટેની પરીક્ષાના નવા નિયમો જાહેર

ગાંધીનગર: સરકારી નોકરીની તકની રાહ જોતા લોકો માટે મહત્વના સમચાર સામે આવી રહ્યા છે. ગુજરાત એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા વર્ગ 1 અને 2માં ભરતી માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગે આ નવા નિયમોને અમલમાં મૂકવાની જાહેરાત કરી છે. જેના હેઠળ આગામી ભરતીપરિક્ષાઓ માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા નિયમો અનુસાર GPSC વર્ગ-1 અને 2ની ભરતી પરીક્ષામાં પ્રિલિમ અને મુખ્ય એમ બે ભાગમાં પરીક્ષા લેવાશે. ઉમેદવારે મુખ્યપરિક્ષા આપતા પહેલા પ્રિલિમ પરીક્ષામાં ઉત્તીર્ણ થવું આવશ્યક છે. પ્રિલિમ પરીક્ષામાં ઓબ્જેક્ટિવ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. જે બાગ પરિક્ષા સાથે ફિઝિકલ ટેસ્ટ એટલે કે પર્સાનાલિટી ટેસ્ટ આપવો પડશે. ઉમેદવારો ખાસ ધ્યાનમાં રાખે કે ભરતી પરીક્ષા પહેલા જીપીએસસી પરીક્ષાને લઈને સિલેબસ જાહેર કરશે. ઉમેદવારના ઓર્ડર, પ્રેફરન્સ સહિતના નિયમોને લઈ ગેઝેટ જાહેર કરાશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં પરીક્ષા લેવામાં આવશે. પહેલી ફેબ્રુઆરી 2025ના રોજ જાહેરાત વર્ગ 1 અને 2ની ભરતીની જાહેરાત કરાઈ હતી. જેને ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં રદ કરવામાં આવી હતી અને હવે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ભરતીને લઈને નવા નિયમો જાહેર કરાયા છે.

જણાવી દઈએ કે, પ્રિલિમિનરી પરીક્ષા ફક્ત 200 ગુણનું એક જ પેપર (MCQ-Based) હશે. જે બાદ મુખ્ય પરીક્ષામાં કુલ 7 પેપર રહેશ. ભાષાના પેપર માત્ર ક્વોલિફાઈંગ (ફાઇનલ મેરીટમાં નહીં ગણાય, મિનિમમ 25% (75/300) જરૂરી) ગુજરાતીમાં 300 ગુણ અને અંગ્રેજીમાં 300 ગુણ જરૂરી છે. જનરલ સ્ટડી પેપર અને નિબંધ હવે 250 ગુણના રહેશે છે. સામાન્ય અભ્યાસ-IV (Ethics Probably) ઉમેરાયું છે. મુખ્‍ય પરીક્ષા અને ઈન્ટરવ્યુના આધારે ફાઈનલ મેરીટ નક્કી થશે.