અમદાવાદ: દેશભરમાં આજે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. અને આવતી કાલે રંગોત્સવની ઉજવણી કરવામાં આવશે. ધૂળેટી પર્વને અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રિવરફ્રન્ટ ગાર્ડન અને અટલ ફૂટ ઓવરબ્રિજ બે દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
હોળી અને ધુળેટીના દિવસે લોકો રંગોથી ઉજવણી કરતા હોય છે. જેમાં અમુક રંગો કેમિકલવાળા હોવાના કારણે વૃક્ષોને નુકસાન થઈ શકે છે. તેથી અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા હોળી અને ધૂળેટીના દિવસે સાંજે પાંચ વાગ્યા સુધી રિવરફ્રન્ટ ગાર્ડન અને ધૂળેટીના દિવસે અટલ ફૂટ ઓવર બ્રિજ સાંજે પાંચ વાગ્યા સુધી બંધ રહેવાની જાહેરાત કરી છે. જેથી રંગોના કારણે ગાર્ડન ખરાબ ન થાય અને સફાઈ કર્મચારીઓ પણ હોળી અને ધૂળેટીની મજા માણી શકે.
નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેનની વચ્ચે યુદ્ધ અટકાવવા માટે પૂરા પ્રયત્ન કરી રહ્યા છે. યુક્રેન અને અમેરિકા વચ્ચે સાઉદી અરેબિયામાં યુદ્ધવિરામને લઈને સમજૂતી થઈ હતી. આ પછી અમેરિકાએ 30 દિવસના યુદ્ધવિરામની આ યોજના રશિયાને મોકલી હતી.
જોકે અમેરિકાના સીઝ ફાયર એગ્રીમેન્ટ મુદ્દે પુતિને કોઈ પ્રતિક્રિયા ન આપતાં ટ્રમ્પે પુતિનને ચેતવણી આપી છે કે ‘જો રશિયા યુક્રેન વિરુદ્ધ યુદ્ધ ચાલુ રાખશે તો તેનાં ગંભીર પરિણામો ભોગવવાં પડશે. તેને તેના આર્થિક પરિણામ ભોગવવાં પડી શકે છે. ટ્રમ્પે પત્રકારો સાથે વાતચીત કરતાં આશા વ્યક્ત કરી હતી કે રશિયા સીઝફાયર પર સહમત થશે.
જોકે ટ્રમ્પે કહ્યું હતું કે જો રશિયા નહીં માને તો અમે રશિયા વિરુદ્ધ કેટલાક આકરાં પગલાં લઈ શકીએ છીએ જે તેના પર નકારાત્મક અસર કરી શકે છે, નાણાકીય સ્થિતિ ખોરવી શકે છે. જે રશિયા માટે ઘાતક સાબિત થશે. હું આ પ્રકારનાં પગલાં લેવા માગતો નથી, મારો ઉદ્દેશ શાંતિ સ્થાપિત કરવાનો છે.
પુતિનનું ઢીલા વલણને જોઈને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને કડક ચેતવણી આપી છે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીતમાં ટ્રમ્પે કહ્યું હતું કે મને આશા છે કે રશિયા યુદ્ધવિરામ માટે સંમત થશે. અમારા પ્રતિનિધિ રશિયા જઈ રહ્યા છે. યુક્રેન સાથે રશિયાના 30 દિવસના સીઝફાયરનો કરાર પુતિનને મોકલવામાં આવ્યો છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ગત સપ્તાહે જાહેરાત કરી હતી કે યુક્રેન યુદ્ધવિરામ માટે સંમત થયું છે. અમે હવે રશિયા જઈશું અને પુતિનને યુદ્ધવિરામ માટે તૈયાર કરીશું. પરંતુ પુતિનની આ શરતો યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. ઝેલેન્સ્કીએ અગાઉ સીઝફાયર માટે બંને દેશો દ્વારા યુદ્ધ દરમિયાન બંધક બનાવેલા પોતાના નાગરિકો અને સેનાના જવાનોને મુક્ત કરવાની શરત મૂકી હતી, પરંતુ પુતિનની યુક્રેનનો વિસ્તાર કબજે કરવાની શરતનો ઝેલેન્સ્કી સ્વીકાર કરે છે કે કેમ તે જોવાનું રહેશે.
અમદાવાદ: રાજ્યમાં દિવસેને દિવસે ડ્રગ્સનું દુષણ વધી રહ્યું છે. આ દૂષણ ડામવા માટે ગુજરાત પોલીસ સહિત ખાનગી એજન્સી પણ કાર્યરત હોય છે. આ વચ્ચે ફરી એક વખત પાર્સલની આડમાં નસીલા પદાર્થોની હેરફેર કરતી ઘટનાનો પર્દાફાશ થયો છે. વિદેશથી એમડી ડ્રગ્સ, ચરસ અને ગાંજાની દાણચોરીની મોટી ઘટના બની છે અને રમકડાંની આડમાં આ કૃત્ય કરવામાં આવી રહ્યું હતું. અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચે આ મામલે મોટી કાર્યવાહી કરતાં લગભગ 3.45 કરોડની કિંમતનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વિદેશથી પાર્સલની આડમાં ઓનલાઇન મંગાવેલું ડ્રગ્સ ફોરેન પોસ્ટ ઓફિસથી ઝડપી પાડ્યું હતું. ઉલ્લેખનીય છે અગાઉ પણ ડાર્ક વેબ અને અલગ-અલગ વીપીએનની મદદથી ઓનલાઈન મંગાવવામાં આવતા ડ્રગ્સના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે છેલ્લા કેટલાક સમયથી ડાર્ક વેબ અને અલગ અલગ વીપીએનને મદદથી વિદેશથી ઓનલાઇન ડ્રગ્સ મંગાવવામાં આવી રહ્યું છે. જેને લઇને ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય એજન્સીઓ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. આ દરમિયાન ફોરેન પોસ્ટ ઓફિસમાં શંકાસ્પદ કુરિયર પહોંચ્યા હોવાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેડ પાડી તપાસ કરતાં આ કુરિયરમાં રમકડાંની આડમાં સંતાડેલું 3.45 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ડ્રગ્સમાં ચરસ, હાઇબ્રીડ ગાંજો અને એમ.ડી. ડ્રગ્સ હોવાનું જાણવા મળ્યું છે. આ ડ્રગ્સનો જથ્થો થાઇલેન્ડ, કેનેડા અને યુએસએ જેવા દેશોમાંથી ઓર્ડર કરવામાં આવતા હોવાની શંકા છે. આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે ક્રાઈમ બ્રાન્ચ નસીલા પદાર્થોના રિસિવર અંગેની તપાસ હાથ ધરી છે. યુએસએ, કેનેડા અને થાઈલેન્ડ જેવા દેશોમાંથી ડાર્ક વેબથી આ ઓર્ડર કરવામાં આવ્યો હોવાની શક્યતા છે.
મુંબઈ: તાજેતરમાં જયપુરમાં 25મો IIFA એવોર્ડ્સ યોજાયો હતો. IIFA ઇવેન્ટ પછી સોનુ નિગમે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જે ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. આમાં તેમણે IIFA પર કટાક્ષ કર્યો છે અને રાજસ્થાન સરકાર પર પણ ખૂબ જ પ્રેમથી નિશાન સાધ્યું છે. વાત એ છે કે એવોર્ડ તો દૂરની વાત પણ સોનુ નિગમને IIFA માં નોમિનેશન પણ મળ્યું ન હતું. એવોર્ડ સમારોહ પૂર્ણ થયાના બે દિવસ પછી સોનુ નિગમે બધા નોમિનેટેડ ગાયકોના નામોની યાદી શેર કરતી એક પોસ્ટ શેર કરી છે.
(Photo:IANS)
સોનુ નિગમે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. તેમણે એક યાદી શેર કરી છે જેમાં આ વખતે શ્રેષ્ઠ ગાયક પુરસ્કાર માટે નામાંકિત ગાયકોના નામ છે. આમાં બાદશાહ, જુબિન નૌટિયાલ, દિલજીત દોસાંઝ અને કેટલાક અન્ય નામોનો સમાવેશ થાય છે. સોનુ નિગમનું નામ તેમાં નહોતું. સોનુ નિગમે પોસ્ટ સાથે કેપ્શન લખ્યું છે, ‘આભાર IIFA, આખરે તમારો છેવટે તમારી રાજસ્થાન સરકાર પ્રત્યે પણ જવાબદારી હતી’.
આ વખતે શ્રેષ્ઠ ગાયકનો એવોર્ડ જુબીન નૌટિયાલને ‘દુઆ’ ગીત માટે આપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. કોઈ પણ એવોર્ડની વાત તો છોડી દો, સોનુ નિગમનું નામ નોમિનેશન પણ યાદીમાંથી ગાયબ છે. આ પાછળનું કારણ ડિસેમ્બર 2024ની એક ઘટના સાથે જોડવામાં આવી રહ્યું છે. સોનુ નિગમે ગયા વર્ષે ડિસેમ્બરમાં જયપુરમાં આયોજિત રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં પણ હાજરી આપી હતી. ત્યાં કંઈક એવું બન્યું જેનાથી સોનુ નિગમ ખૂબ ગુસ્સે થઈ ગયા હતાં.
શું હતી ઘટના?
હકીકતમાં, સોનુ નિગમે ડિસેમ્બર 2024 માં જયપુરમાં આયોજિત કાર્યક્રમમાં પણ પરફોર્મ કર્યું હતું. આ કાર્યક્રમમાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને અન્ય મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. જ્યારે સોનુ નિગમ સ્ટેજ પર ગીત ગાઈ રહ્યા હતા, ત્યારે અચાનક તેમના પ્રદર્શનની વચ્ચે મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓ ઉભા થઈને ચાલ્યા ગયા. ત્યારબાદ સોનુ નિગમે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આની ટીકા કરી હતી. તેમણે લખ્યું હતું કે, ‘કોઈપણ કલાકારના પ્રદર્શનની વચ્ચે છોડી દેવું એ કલાનું અપમાન છે. તે કલાકારનું અપમાન છે. હવે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શક્ય છે કે સોનુ નિગમ IIFA માં નોમિનેશન ન મળવાના મુદ્દાને આ ઘટના સાથે જોડી રહ્યા હોય.
ચાહકો અને સેલેબ્સ સમર્થનમાં આવ્યા
આ પોસ્ટ પર સોનુ નિગમના ચાહકો એકઠા થઈ ગયા છે. તેમજ કેટલાક ગાયકો અને ફિલ્મ હસ્તીઓએ પણ પ્રતિક્રિયા આપી છે. અભિનેતા સંકેત ભોંસલેએ લખ્યું છે, ‘પરફેક્ટ ગીત સાહેબ. તમે પોતે એક પુરસ્કાર છો. વિજયી બનો. સંગીતકાર અમૃત શર્માએ લખ્યું છે કે, ‘શું ભૂલથી અરિજિત સિંહ લખી નાખ્યું?’ અમલ મલિકે લખ્યું છે કે, ‘આપણે આ દુનિયામાં રહીએ છીએ. તે મજાક બની ગયું છે. શ્રેયા ઘોષાલને શ્રેષ્ઠ મહિલા ગાયિકાનો એવોર્ડ મળ્યો. ‘ભૂલ ભુલૈયા 3’ ના ‘મેરે ઢોલના’ ગીત માટે તેમને આઈફા એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ગીત સોનુ નિગમે પણ ગાયું હતું, જેનો ભાગ ‘ભોલા ભોલા થા, સિદ્ધ-સાદા થા’ ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ, સોનુ નિગમનો નામાંકનમાં સમાવેશ પણ થયો ન હતો.
અમદાવાદઃ વિદેશથી MD ડ્રગ્સ, ચરસ અને ગાંજાની દાણચોરીની પકડાઈ છે અને રમકડાંની આડમાં આ કૃત્ય કરવામાં આવી રહ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે આ મામલે મોટી કાર્યવાહી કરતાં આશરે રૂ. 3.45 કરોડની કિંમતનો જથ્થો જપ્ત કર્યો હતો. વિદેશથી પાર્સલની આડમાં ઓનલાઇન મગાવેલું ડ્રગ્સ ફોરેન પોસ્ટ ઓફિસથી જપ્ત કરવામાં આવ્યું હતું. આ અગાઉ પણ ડાર્ક વેબ અને અલગ-અલગ વીપીએનની મદદથી ઓનલાઈન મગાવવામાં આવતા ડ્રગ્સના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે છેલ્લા કેટલાક સમયથી ડાર્ક વેબ અને અલગ-અલગ વીપીએનને મદદથી વિદેશથી ઓનલાઇન ડ્રગ્સ મગાવવામાં આવી રહ્યું છે. જેથી ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય એજન્સીઓ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. એ દરમિયાન ફોરેન પોસ્ટ ઓફિસમાં શંકાસ્પદ કુરિયર પહોંચ્યા હોવાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડા પાડી તપાસ કરતાં આ કુરિયરમાં રમકડાંની આડમાં સંતાડેલું રૂ. 3.45 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું.
આ ડ્રગ્સમાં ચરસ, હાઇબ્રીડ ગાંજો અને એમ.ડી. ડ્રગ્સ હોવાનું જાણવા મળ્યું છે. આ ડ્રગ્સનો જથ્થો થાઇલેન્ડ, કેનેડા અને USA જેવા દેશોમાંથી ઓર્ડર કરવામાં આવતા હોવાની શંકા છે. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી આ રેકેટનો પર્દાફાશ કરવા થયો છે. જે સંદર્ભે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે.
સાધુ જંગમ વિદ્યાપીઠ છે. સતત પરિભ્રમણ સાધુજીવનનું આગવું અંગ છે. કોઈ સ્થાનની માયા ન થાય, સર્વ સુખાય જ્ઞાનનું વિતરણ થાય તે માટે સાધુ તો ચલતા ભલા એમ કહીએ છીએ. સાધુનો ઉપદેશ શબ્દો દ્વારા પ્રાપ્ત થાય છે. સાધુના અનેક શબ્દોનો વ્યાપ સમુદ્ર સમાન હોય પણ તેમાંથી રત્નો મેળવી લેવાની કાળજી ગૃહસ્થે કરવાની છે. પૂજ્ય જલારામ બાપાનો ઉપદેશ, ‘દે રોટલાનો ટુકડો તો છે ઈશ્વર ઢૂંકડો’. આવું રત્ન છે. જેને તેનું મૂલ્ય સમજાય છે તેનો બેડો પાર થઈ જાય છે.
સાધુના વ્યક્તવ્યમાં ઘણું બિનજરૂરી પણ હોઈ શકે. કબીરજી તેથી કહે છે કે, જે ચિંતનમાં મંદ છે – અંધશ્રદ્ધા ધરાવે છે તેના હાથમાં રત્નો નથી આવતાં પણ કશી કિંમત વિનાના કાંકરા જ પકડાય છે.
જ્ઞાન વિનાની ભક્તિ બાહ્ય આડંબરમાં પરિણમે છે. ભક્તિ વિનાનું જ્ઞાન અહમ્ અને બેજવાબદારી ભણી દોરી જાય છે. કબીરજીના ઉપદેશનું હાર્દ વિવેકબુદ્ધિ છે. વિચારશીલ મનુષ્ય સાચી સાધના કરી શકે છે. જોકે જૈન સંપ્રદાયનો મત અને પદ્ધતિ અલગ છે.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)
ગુજરાત સરકાર એ સિંહના સંવર્ધન માટે કરેલ પ્રયત્નોના કારણે સિંહ બરડા સુધી પહોચ્યો છે અને સાસણગીર સિવાય ગીરનાર અને અમરેલીના ધારી વિસ્તારમાં પણ સિંહોનો વસવાટ છે.
રાજ્યસરકાર એ ગીરનાર, આંબરડી-ધારી અને બરડા વિસ્તારમાં સફારી પાર્ક બનાવેલ છે. સાસણગીર ખાતે સારા અને અનુભવી ગાઈડ તથા જીપ્સી ડ્રાઈવરની ઉપલબ્ધતાના કારણે પ્રવાસીઓને સિંહના સુંદર સાઈટીંગ ઉપરાંત દિપડા તથા પક્ષીઓનું વિશિષ્ટ સાઈટીંગ થઈ જાય છે.
આજે પણ સાસણગીર ખાતે સફારી કરવાનું આકર્ષણ નવા સફારી પાર્ક થવા છતાં ઘટ્યુ નથી. દેશ વિદેશથી સફારીના શોખીન એશિયાઈ સિંહ જોવા સાસણગીર આવે છે. આ ઉપરાંત અહીં સિંહ સાથે જીવન જીવતા માલધારી અને સીદ્દી સમુદાયની વિશિષ્ટ જીવન શૈલીને પણ નજીકથી નિહાળે છે.