કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવખત સ્પીકર પર ગુસ્સે થયા હતા અને ગંભીર આરોપ લગાવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું, જ્યારે પણ તેઓ ગૃહમાં કંઈપણ કહેવા માટે ઉભા થાય છે, ત્યારે તેમને બોલવા દેવામાં આવતા નથી. તેમણે આ વાત ત્યારે કહી જ્યારે રાહુલ ગૃહમાં બોલવા માટે ઉભા થયા અને કાર્યવાહી સ્થગિત કરવામાં આવી. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ રાહુલ ગાંધીને ગૃહમાં નિયમોનું પાલન કરવાની સલાહ આપી હતી. રાહુલ ગાંધી આ સલાહ પર કંઈક કહેવા માંગતા હતા, તેથી તેઓ ઉભા થયા, પરંતુ પછી ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધી ગૃહની અંદર બોલી શક્યા ન હતા. આ પછી રાહુલ બહાર આવ્યા અને મીડિયા સાથે વાત કરી અને કહ્યું કે તેમને બોલવાની મંજૂરી નથી. અગાઉ, ઓમ બિરલાએ રાહુલ ગાંધીને ગૃહના આચરણ અને શિષ્ટાચારનું પાલન કરવા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે કેટલીક એવી ઘટનાઓ બની છે જે ગૃહ માટે યોગ્ય નથી, તેથી ગૃહની ગરિમા જાળવી રાખવી જોઈએ.
ઓમ બિરલાએ શું કહ્યું?
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતું કે, તમારા બધા પાસેથી ગૃહમાં શિષ્ટાચાર અને શિષ્ટાચારના ઉચ્ચ ધોરણો જાળવવાની અપેક્ષા રાખવામાં આવે છે. મારી જાણકારી મુજબ ગૃહમાં આવી ઘણી ઘટનાઓ બને છે, જ્યાં આ સભ્યો અને તેમનું વર્તન ગૃહની ઉચ્ચ પરંપરાઓ અનુસાર નથી. તેમણે વધુમાં કહ્યું, પિતા-પુત્રી, માતા-પુત્રી અને પતિ-પત્ની આ ગૃહના સભ્યો રહ્યા છે. આ સંદર્ભમાં હું અપેક્ષા રાખું છું કે વિપક્ષના નેતા લોકસભા પ્રક્રિયાની કલમ 349 અનુસાર ગૃહમાં પોતાનું વર્તન અને વર્તન કરે.
ભૂજ: રિલાયન્સ ફાઉન્ડેશન તેમજ યુનાઈટેડ નેશન્સ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે મંગળવારે એક ખાસ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદમાં ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમમાં ભવિષ્યલક્ષી તૈયારીઓ માટે સાહસિક તેમજ પરિવર્તનકારી પગલાંની માગ કરાઈ હતી. ‘અર્લી વોર્નિંગ એન્ડ અર્લી એક્શન- એ મલ્ટિ-હેઝાર્ડ, મલ્ટિ-સ્ટેકહોલ્ડર્સ એપ્રોચઃ એક્સપિરિયન્સીસ, લર્નિંગ્સ એન્ડ શેરિંગ’ નામની આ પરિષદમાં ભારતની અંદર ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટનું સ્તર ઊંચુ લાવવા જ્ઞાનની વહેંચણી અને અગત્યની ચર્ચા યોજાઈ હતી.રિલાયન્સ ફાઉન્ડેશન અને ભારતમાં યુએન દ્વારા ડિઝાસ્ટર રિસ્કમાં ઘટાડા માટે પ્રાદેશિક સ્તરે મળેલા બોધપાઠ તેમજ નવતર ઉપાયોની માવજત કરવા ભાગીદારી સાધવામાં આવી છે. આ ભાગીદારીના ભાગરૂપે, શ્રેણીબદ્ધ પરિષદોનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી અર્લી વોર્નિંગ સિસ્ટમ અને અર્લી એક્શનને વિસ્તારવાની સાથે, અનેકવિધ-હોનારતો માટે સ્થાનિકીકૃત અને ક્ષેત્ર-આધારિત અભિગમ દાખવતા ચેતવણીને જીવન-બચાવનારાં અસરકારક પગલાંમાં તબદિલ કરી શકાય.
આ શ્રેણીમાંની બીજી પરિષદનું ભૂજમાં સ્મૃતિવન ભૂકંપ મ્યુઝિયમ ખાતે આયોજન કરાયું હતું. આ એક એવું શહેર છે જેણે વિનાશકારી ભૂકંપો અને વાવાઝોડાંના અનેક પ્રહારોનો સામી છાતીએ સામનો કર્યો છે અને છતાં અડીખમ રહેવાની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવીને આ પરિષદની ચર્ચા માટેની વિષય પ્રસ્તુતિ કરી હતી.
આ અંગેના પ્રાસંગિક ઉદબોધનમાં, ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ, ડો. જયંતી રવિએ વર્તમાન પેઢી તેમજ આવનારી પેઢીઓને ધ્યાનમાં રાખીને સાહસિક પગલાં ભરવાની હિમાયત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “કચ્છે વિનાશકારી ભૂકંપથી માંડીને વાવાઝોડાં તથા પૂરની અસંખ્ય હોનારતોનો સામનો કર્યો છે. પરંતુ આ ધરતીની સંસ્કૃતિ જ કાંઈક અલગ છે અને તેમાં પણ કચ્છના લોકો તો મુસીબતો સામે હંમેશા લડાયક મિજાજ દાખવવા માટે જાણીતા છે. આ સ્થળ, સ્મૃતિવન બે ડગલાં આગળ વધીને અનેકવિધ હોનારતો સામેની તૈયારી, આયોજન અને તાલીમનું કેન્દ્ર બને તેમ ઈચ્છીએ છીએ, જેથી લોકોમાં સામાજિક અને વર્તણૂંકમાં પરિવર્તન આવી શકે. આ જ એ પરિકલ્પના છે કે જેને સાકાર કરતાં આપણે ‘સ્મૃતિવન-2’નો હિસ્સો બની શકીએ છીએ.”
ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના CEO અનુપમ આનંદે સેન્ડાઈ ફ્રેમવર્ક તથા DRR માટે PMના 10-મુદ્દાના એજન્ડાના સંદર્ભમાં ઉલ્લેખ કર્યો હતો કે, કેવી રીતે ગુજરાતે અનેકવિધ-વિભાગીય સંકલન દ્વારા રાજ્ય-સ્તરની યોજનાઓને રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્તરે અમલી બનાવવાની દિશામાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. ઉદારણ સ્વરૂપે, બિપરજોય વાવાઝોડાંના સમયે વિવિધ વિભાગોએ અસરકારક સંકલન સાધીને ઝીરો કેઝ્યુલ્ટી અને મામૂલી આર્થિક નુકસાનને સુનિશ્ચિત કર્યું હતું.
ભારત ખાતેના યુએન રેસિડેન્ટ કો-ઓર્ડિનેટર, શોમ્બી શાર્પે જણાવ્યું હતું કે, “કુદરતી હોનારતો તેમજ અત્યંત વિષમ હવામાનને કારણે 2050 સુધીમાં વૈશ્વિક સ્તરે 1.2 અબજ લોકોનું વિસ્થાપન થઈ શકે છે. જો કે, હોનારતનું જોખમ એ ફક્ત તેના પ્રકાર વિશે સિમિત્ત નથી, તેમાં તેનો સામનો કરવા માટેની તૈયારીઓ, તેમજ અર્લી વોર્નિંગ અર્લી એક્શનની ઝડપ તથા અસરકારકતા પણ સામેલ છે. આજની પરિષદ એ રિલાયન્સ ફાઉન્ડેશન અને ભારતમાં યુ.એન. વચ્ચેની બૃહદ ભાગીદારીનો એક હિસ્સો છે. જે જળવાયુ પરિવર્તનની આપણી નવી વાસ્તવિકતામાં અપેક્ષિત પગલાં માટેના અનેકવિધ-હોનારતો, અનેકવિધ-હિતધારકોના અભિગમને મજબૂત બનાવવામાં મદદરૂપ થઈ શકે છે. આ ચર્ચા ગુજરાતમાં થઈ રહી છે તે સર્વથા યોગ્ય છે, કારણ કે આ એક એવું રાજ્ય છે જ્યાં યુએન એક અડીખમ ભાગીદાર તરીકે મોજૂદ રહ્યું છે અને તેણે પણ અસંખ્ય કુદરતી હોનારતોનો સામનો કર્યો છે.
રિલાયન્સ ફાઉન્ડેશન ખાતેના ચીફ ડેવલપમેન્ટ ઓફિસર, સુદર્શન સૂચિએ જણાવ્યું હતું કે, “રિલાયન્સ ફાઉન્ડેશન ખાતે, અમે સમજીએ છીએ કે ખરા અર્થમાં ડિઝાસ્ટર પ્રતિરોધકતાના નિર્માણ માટે સહિયારા પ્રયાસોની જરૂર પડે છે. આ પ્રકારની શ્રેણીબદ્ધ પરિષદો યોજીને અમે તમામ ક્ષેત્રોમાં સહકાર સાધવાની અમારી વચનબદ્ધતા પર ભાર મૂકીએ છીએ. અમારો ઉદ્દેશ ટેકનોલોજી અને ડેટાની તાકાતનું સંવર્ધન કરીને મહત્ત્વના જ્ઞાન અને નવતર ઉપાયોની વહેંચણી માટે ઉમદા મંચની રચના કરવાનો છે, જેથી આપણે ભાવિ પડકારોને ઝીલવા માટે નબળા સમુદાયોને સશક્ત બનાવી શકીએ. ભૂજના ભૂકંપથી લઈને બિપરજોય સુધી રિલાયન્સ દરેક વળાંકે ગુજરાત સરકારની પડખે જ રહ્યું છે. નવતર પ્રયોગોથી માંડીને સામુદાયિક જોડાણ સુધી, ત્વરિત પગલાંથી માંડીને મજબૂત ભાગીદારી સુધી, આપણા તમામ પગલાંનું રિલાયન્સની સર્વથા વ્યાપક ‘વી કેર’ ફિલોસોફી દ્વારા માર્ગદર્શન કરાય છે.”આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહાનુભાવોમાં કચ્છના જિલ્લા કલેક્ટર, IAS આનંદ બાબુલાલ પટેલ તેમજ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના લેફ્ટ. કર્નલ સંજીવકુમાર શાહીનો સમાવેશ થતો હતો. ગુજરાત સરકાર, NDMA, GSDMA, GIDM, UN એજન્સીઓ, સિવિલ સોસાયટી સંગઠનોના પ્રતિનિધિઓએ અહીં પ્રાપ્ત થયેલા જ્ઞાન અને ઉપાયોની વહેંચણી કરી હતી. અગાઉના દિવસે આ પ્રતિનિધિઓ માટે રાપરગઢ અને જખૌ ખાતેની ફિલ્ડ મુલાકાત ઉપરાંત આ ઈવેન્ટ દરમિયાન સ્મૃતિવનમાં એક સુઆયોજિત લટારનું આયોજન કરાયું હતું. જેમાં આરંભિક સ્થાનિકીકૃત પગલાં પર ભાર મૂકાયો હતો.
અગાઉની પરિષદ નવેમ્બર 2014માં ઓડિશાના ભુવનેશ્વરમાં યોજાઈ હતી, જેમાં આજીવિકા તેમજ જાતિ પર ધ્યાન કેન્દ્રિત કરતા સરકારી પ્રત્યુત્તર પર ભાર મૂકાયો હતો. ભૂજની પરિષદ એક ડગલું આગળ વધીને અનેકવિધ-સેક્ટર વચ્ચે સંકલન તેમજ ટેકનોલોજીની ઊંડી સમજની હાકલ કરવાની દિશામાંનું વધુ એક આગેકદમ હતું.
ઓસ્ટ્રેલિયાના સૌથી પ્રખ્યાત ક્રિકેટ સ્ટેડિયમોમાં ગણાતું ગાબા (બ્રિસ્બેન) હવે ઇતિહાસના પાને ખોવાવાની તૈયારીમાં છે. આ મેદાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ માટે હંમેશાંથી એક મજબૂત ગઢ રહ્યું છે, જ્યાં તેમનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. જોકે, ભારતીય ટીમે આ જ મેદાન પર ઓસ્ટ્રેલિયાને હરાવીને ઇતિહાસ રચ્યો હતો. હવે આ ઐતિહાસિક સ્ટેડિયમને તોડવાની યોજના જાહેર થઈ છે. ક્વીન્સલેન્ડ સરકારે સ્પષ્ટ કર્યું છે કે 2032માં બ્રિસ્બેનમાં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સ પછી ગાબાને ધ્વસ્ત કરવામાં આવશે, જોકે હાલ તેને તોડવાની કોઈ ઉતાવળ નથી.
બ્રિસ્બેનનું ગાબા સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયન ટીમ માટે એક અભેદ્ય કિલ્લો ગણાય છે. 1931થી અહીં 67 પુરુષ ટેસ્ટ મેચ અને 2 મહિલા ટેસ્ટ મેચ રમાઈ ચૂકી છે. આ મેદાન પર વિરોધી ટીમોને જીતવું લગભગ અશક્ય રહ્યું છે. આંકડા જણાવે છે કે 1988થી 2021 સુધી ઓસ્ટ્રેલિયાએ અહીં એક પણ ટેસ્ટ મેચ ગુમાવી નથી. ઘણીવાર સિઝનની શરૂઆતની મેચ આ સ્ટેડિયમમાં રમાતી હોય છે. આ વર્ષે ડિસેમ્બરમાં પણ એશેઝ સીરિઝની બીજી ટેસ્ટ મેચ અહીં રમાવાની છે.
ગાબાને તોડવાની યોજના પાછળનું કારણ એ છે કે બ્રિસ્બેનના વિક્ટોરિયા પાર્કમાં 63,000 દર્શકોની ક્ષમતાવાળું એક અદ્યતન સ્ટેડિયમ નિર્માણ થવાનું છે. આ નવું સ્ટેડિયમ 2032 ઓલિમ્પિકની ઉદ્ઘાટન અને સમાપન સમારોહનું આયોજન કરશે. ઓલિમ્પિક પછી ગાબાને તોડી નાખવામાં આવશે અને નવા સ્ટેડિયમમાં ક્રિકેટ મેચોનું આયોજન શરૂ થશે. જો ઓલિમ્પિક પહેલાં ગાબા તૂટ્યું નહીં તો, ક્રિકેટની ગોલ્ડ મેડલ મેચ આ મેદાન પર રમાઈ શકે છે.
ક્વીન્સલેન્ડ ક્રિકેટના સીઈઓ ટેરી સ્વેનસને જણાવ્યું, “ગાબા દાયકાઓથી ક્રિકેટ પ્રેમીઓ અને ખેલાડીઓ માટે યાદગાર સ્થળ રહ્યું છે. અહીંની યાદો અમૂલ્ય છે, પરંતુ હવે સમયની માંગ છે કે આપણે ભવિષ્ય તરફ આગળ વધીએ. નવું સ્ટેડિયમ ક્વીન્સલેન્ડને વિશ્વ સ્તરની સ્પર્ધાઓ જેમ કે એશેઝ, બોર્ડર-ગાવસ્કર ટ્રોફી, BBL અને WBBLનું આયોજન કરવાની તક આપશે.” ગાબાનું સ્થાન હવે નવું મેદાન લેશે, પરંતુ તેનો ઇતિહાસ ક્રિકેટ ચાહકોના દિલમાં હંમેશાં જીવંત રહેશે.
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ઝરૂખોના સહયોગમાં ‘દેશ વિદેશનું સાહિત્ય’ નામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય ભાવક ગુજરાતી ભાષાનું સાહિત્ય તો વાંચતો હોય છે પણ વિદેશી સાહિત્ય માણવાનો મોકો ઓછા ભાવકોને મળે છે. અકાદમીના આ કાર્યક્રમમાં ત્રણ વક્તાઓએ એક મરાઠી અને બે વિદેશી ભાષાનાં પુસ્તકો વિશે વાત કરી હતી.
આ કાર્યક્રમમાં વિદેશી સાહિત્ય વિશે વાત કરવા “લાસ્ટ ટ્રેન ટુ ઈસ્તાંબુલ” પુસ્તકનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ‘લાસ્ટ ટ્રેન ટુ ઈસ્તાંબુલ’ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાનની સત્ય ઘટના આધારિત ઐતિહાસિક નવલકથા છે જે તુર્કી લેખક આઈસ કુલીન દ્વારા લખાયેલી છે.આ નવલકથા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સ્થાનાંતરિત યહૂદીઓની વાર્તા કહે છે જે તુર્કીમાં શરણાર્થી તરીકે આવ્યાં હતાં. તુર્કીની રાજદ્વારી ઑફિસ પૅરિસમાં પણ હતી અને દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન તુર્કી ન્યૂટ્રલ રહ્યું હતું. જર્મન સૈનિકો યહૂદીઓને મોતને ઘાટ ઉતારી રહ્યા હતા.એ સમયે રાજદ્વારી ગતિવિધિઓ દ્વારા એક વિશેષ ટ્રેન પૅરિસથી ઈસ્તાંબુલ મોકલવામાં આવે છે જેમાં વિશેષ તો યહૂદીઓ છે.જર્મનોને શંકા ન પડે એટલે એને જર્મનીના બર્લિન શહેરના ટ્રેન રૂટે લઈ જવાય છે.
આ નવલકથા તેમની યાત્રાનું વર્ણન કરે છે, જેમાં તેઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે. ભૂખ, તરસ, અને નાઝી સૈન્યનો પીછો આ ટ્રેનના યાત્રીઓ માટે દુ:સ્વપ્ન જેવાં છે. નવલકથા તેમની ધીરજ, સહનશક્તિ અને જીવનને ટકાવી રાખવાની તેમની પ્રબળ ઈચ્છાની આસપાસ આગળ વધે છે. જાહ્નવી પાલે ખૂબ સરસ રીતે આ નવલકથાના હાર્દને શ્રોતાઓ સમક્ષ મૂક્યાં.
બીજું વક્તવ્ય હતું કવયિત્રી પ્રતિમા પંડ્યાનું. તેણીએ મરાઠી લેખિકા ઉમા કુલકર્ણીની ચરિત્રાત્મક નવલકથા “કેતકરવહિની” વિશે વાત કરી હતી. 20મી સદીના પૂર્વાર્ધમાં શહેરની એક છોકરી મનમાં કોડભર્યા સપનાં લઈને મહારાષ્ટ્રના અંતરિયાળ ગામમાં પરણીને જાય છે. ત્યાં એ અનેક પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરે છે. ભાગિયાઓ તથા ગ્રામજનો કાવાદાવા કરીને સાસરિયાની જમીન પચાવી પાડે છે ત્યારે ગ્રામવાસીઓ સામે પોતાની આંતરિક શક્તિ સતત પ્રજ્વલિત રાખીને કેતકરવહિની ( કેતકરભાભી) વિવિધ કેસ જીતતી રહે છે.જેમની સામે કાયદાકીય લડાઈ ચાલે છે એમના તરફ માનવતા દાખવી તેઓ મદદ પણ કરતાં રહે છે .
ધૈર્યવાન કેતકરવહિનીના સંઘર્ષને ઉમા કુલકર્ણીની રસાળ અને પ્રભાવી લેખનશૈલી ઉજાગર કરે છે. લેખિકા જેટલી જ સફળતા પ્રતિમા પંડ્યાને મળી જ્યારે વક્તવ્ય દ્વારા તેઓ કેતકરવહિનીના પાત્રને શ્રોતાઓ સમક્ષ જીવંત કરી શક્યાં. આ પુસ્તકનો અનુવાદ ટૂંક સમયમાં ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થશે.
ત્રીજું પુસ્તક હતું “લસ્ટ ફોર લાઈફ” અરવિન્ગ સ્ટોનની વિન્સ્ટન વૅન ગોઘના જીવન પર આધારિત નવલકથા! જેના વિશે વક્તવ્ય આપ્યું હતુ ડૉ.નેહલ વૈદ્યે. અગાઉ રજૂ થયેલી બે નવલકથાઓની જેમ આમાં પણ જીવનનો સંઘર્ષ છે. આ સંઘર્ષ છે ડચ ચિત્રકાર વિન્સેન્ટ વૅન ગોઘનો. જીવન જીવવા માટેનો સ્થૂળ સંઘર્ષ અને માનસિક સંતુલનનો સંઘર્ષ સમાંતરે ચાલે છે. વિન્સેન્ટને એના ભાઈ થીઓનું પીઠબળ મળી રહે છે જેથી એ પોતાની ચિત્રકળા વિકસાવી શકે. વિન્સેન્ટ ખાણિયાઓને અને સામાન્ય માણસને પોતાનાં ચિત્રોમાં ઉતારે છે. એની આસપાસના મિત્ર વર્તુળ સાથેના સંબંધો ઉપર નીચે થતા રહે છે અને વિન્સેન્ટનું માનસિક સંતુલન પણ રૉલર કૉસ્ટર રાઈડ જેવું છે. વિશ્વમાં ચિત્રકાર તરીકે ખ્યાત વિન્સેન્ટ પોતાના જીવન દરમિયાન ફક્ત એક જ ચિત્ર વેચી શકે છે.
આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ‘સળગતાં સૂરજમુખી’ નામે વિનોદ મેઘાણીએ કર્યો છે. કાર્યક્રમના સંચાલક ડૉ.અભય દોશીએ પણ વિદ્વતાપૂર્ણ રીતે દરેક પુસ્તકની તથા વક્તવ્યની સરાહના કરી હતી. આ કાર્યક્રમની પરિકલ્પના અને સંયોજન સંજય પંડ્યાના હતાં. વાર્તાલેખક સતીષ વ્યાસ તથા નીલા સંઘવી, પ્રજ્ઞા વસા તથા અનેક ભાવકોએ કાર્યક્રમને માણ્યો હતો.
ગાંધીનગરમાં છેલ્લા દસ દિવસથી વ્યાયામ શિક્ષકો પોતાની લાંબા સમયથી પડતર માંગણીઓને લઈને આંદોલનના માર્ગે છે. ગત 17 માર્ચથી શરૂ થયેલ આ વિરોધ પ્રદર્શન આજે દસમા દિવસે પણ યથાવત્ છે, અને શિક્ષકો પોતાની માંગણીઓ પર અડગ રહ્યા છે. આંદોલનકારીઓએ વિધાનસભા તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગેટ નંબર 1 પાસે પહોંચે તે પહેલાં જ પોલીસે તેમને રોકીને અટકાયત કરવાનું શરૂ કર્યું. આ ઘટના દરમિયાન વ્યાયામ શિક્ષકો આક્રમક દેખાયા હતા.
આંદોલનકારીઓનું કહેવું છે કે ગુજરાતમાં છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી થઈ નથી. તેઓ માગણી કરી રહ્યા છે કે સરકાર કરાર આધારિત નિમણૂકો બંધ કરે અને કાયમી ભરતીની પ્રક્રિયા શરૂ કરે. આ મુદ્દે સરકારનું ધ્યાન ખેંચવા માટે તેઓ ગાંધીનગરમાં ડટી રહ્યા છે અને જણાવ્યું છે કે જ્યાં સુધી માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી તેઓ પીછેહઠ કરશે નહીં. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે સઘન બંદોબસ્ત ગોઠવ્યો છે અને તંત્ર સતર્ક બન્યું છે.
મુખ્ય માંગણીઓ:
રાજ્યમાં 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની કાયમી નિમણૂક થઈ નથી. આથી તાત્કાલિક કાયમી ભરતી શરૂ કરવામાં આવે.
હાલમાં માત્ર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ વ્યાયામ શિક્ષકોની ભરતી થાય છે, તે પણ ખાલી જગ્યાઓની સરખામણીએ ઓછી સંખ્યામાં. ધોરણ 1થી 8માં પણ કાયમી શિક્ષકોની નિમણૂક થવી જોઈએ.
લાંબા સમયથી ભરતી ન થવાને કારણે નવો સરકારી ઠરાવ (જી.આર.) ઘડવામાં આવે અને ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવે.
ઉલ્લેખનીય છે કે આંદોલનમાં સામેલ વ્યાયામ શિક્ષકોની ડિગ્રી ધરાવતા ઉમેદવારો અને ખેલ સહાયકોનું કહેવું છે કે કરાર આધારિત ભરતી બંધ થવી જોઈએ. તેઓ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) અને RTE 2009ની જોગવાઈઓનો હવાલો આપી રહ્યા છે, જેમાં શારીરિક શિક્ષણને ફરજિયાત ગણવામાં આવ્યું છે. તેઓ ઈચ્છે છે કે ગુજરાત સરકાર આ નીતિઓને આધારે વ્યાયામ શિક્ષણને પૂર્ણકાલીન મહત્વ આપે અને SAT પરીક્ષાને ભરતીની લાયકાત તરીકે સ્વીકારે, જેથી ભવિષ્યના ખેલાડીઓ તૈયાર થઈ શકે.
સરકારે રાજ્યમાં ‘ખેલ સહાયક યોજના’ લાગુ કરી છે, પરંતુ આંદોલનકારીઓ તેને નકારી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ યોજના શિક્ષકો અને બાળકો બંનેના હિતમાં નથી. કરાર આધારિત શિક્ષકો બાળકોને રમતનું પ્રાથમિક જ્ઞાન આપે છે, પરંતુ તેમનો કરાર પૂરો થતાં બાળકોની પ્રગતિ અધવચ્ચે અટકી જાય છે. શિક્ષકોનું એમ પણ કહેવું છે કે 11 મહિનાના કરારમાં રજાઓના નિયમો સ્પષ્ટ નથી, અને ઘણીવાર લેખિત સૂચના વિના જ તેમને છૂટા કરી દેવાય છે. આ ઉપરાંત, પગારની ચુકવણીમાં પણ અસમાનતા જોવા મળે છે—કેટલાક જિલ્લાઓમાં પૂરો પગાર મળે છે, જ્યારે કેટલાકમાં મળતો જ નથી. વિરોધ કરી રહેલા શિક્ષકોનો દાવો છે કે તેઓ એક વર્ષથી સરકાર સમક્ષ રજૂઆતો કરી રહ્યા છે અને અનેક અરજીઓ આપી છે, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી. તેઓ માગે છે કે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પણ વ્યાયામ શિક્ષકોની કાયમી નિમણૂક થાય, જે હાલ થતી નથી. આ મુદ્દે તેઓએ ગાંધીનગરમાં રેલી કાઢીને પોતાનો અવાજ ઉઠાવ્યો છે.
દિલ્હી પોલીસ તુઘલક ક્રેસન્ટ રોડ સ્થિત હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના સત્તાવાર નિવાસસ્થાને પહોંચી ગઈ છે. નવી દિલ્હી જિલ્લાના ડીસીપી દેવેશ મહાલા નિરીક્ષણ માટે પહોંચ્યા છે. તેમની સાથે તુઘલક રોડ એસીપી વીરેન્દ્ર જૈન અને સુપ્રીમ કોર્ટના બે-ત્રણ કર્મચારીઓ પણ અંદર ગયા. એવું કહેવામાં આવ્યું હતું કે આ બધા અધિકારીઓ બપોરે લગભગ 2.15 વાગ્યે જસ્ટિસ યશવંત વર્માના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ લોકો સ્ટોર રૂમનું નિરીક્ષણ કરી રહ્યા છે, જ્યાં 14 માર્ચે રાત્રે 11.15 વાગ્યે આગ લાગી હતી. તમને જણાવી દઈએ કે આગને કારણે સ્ટોર રૂમમાં બોરીઓમાં રાખેલી મોટી માત્રામાં નોટો બળી ગઈ હતી. ગઈકાલે એટલે કે મંગળવારે, ત્રણ ન્યાયાધીશોની એક સમિતિ પણ તપાસ માટે તેમના નિવાસસ્થાને પહોંચી હતી. ત્રણેય ન્યાયાધીશોએ લગભગ 45 મિનિટ સુધી નિરીક્ષણ કર્યું.
સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત આંતરિક સમિતિના ત્રણ સભ્યો મંગળવારે દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના નિવાસસ્થાને પહોંચ્યા અને તેમના નિવાસસ્થાનેથી મોટી માત્રામાં રોકડ મળી આવવાના આરોપોની તપાસ શરૂ કરી. સમિતિના સભ્યો પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શીલ નાગુ, હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જીએસ સંધાવલિયા અને કર્ણાટક હાઈકોર્ટના જજ અનુ શિવરામન મંગળવારે જસ્ટિસ વર્માના 30 તુઘલક ક્રેસન્ટ સ્થિત નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી અને 30-35 મિનિટ તેમના ઘરે રોકાયા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સમિતિએ બપોરે જસ્ટિસ વર્માના નિવાસસ્થાનેથી નીકળતા પહેલા સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. જોકે, સમિતિના સભ્યો ત્યાં પહોંચ્યા ત્યારે જસ્ટિસ વર્મા તેમના નિવાસસ્થાને હતા કે નહીં તે જાણી શકાયું નથી. 14 માર્ચે રાત્રે લગભગ 11:30 વાગ્યે જસ્ટિસ વર્માના સત્તાવાર નિવાસસ્થાને આગ લાગી હતી, ત્યારબાદ ફાયર અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગને કાબુમાં લીધી હતી. આ સમય દરમિયાન રોકડ રકમ મળી આવી હોવાનો આરોપ છે.
જો તમને ખબર નથી કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું જીવન કેટલું પ્રેરણાદાયક છે, તો જલ્દી જ તે જાણવા માટે તૈયાર થઈ જાઓ. કારણ કે તેમના જીવનને દર્શાવતી એક ફિલ્મ બનવા જઈ રહી છે. સમ્રાટ સિનેમેટિક્સના બેનર હેઠળ નિર્માણ પામેલી ‘અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી’નો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં મુખ્યમંત્રીના બાળપણથી નેતૃત્વ સુધીની સફર દર્શાવવામાં આવશે. આ બાયોપિકમાં અનંત જોશી યોગી આદિત્યનાથનું પાત્ર ભજવવાના છે. જ્યારે પરેશ રાવલ, દિનેશ લાલ યાદવ એટલે કે નિરહુઆ પણ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવતા જોવા મળશે.
સીએમ યોગીના જીવન પર આધારિત ફિલ્મ
આ ફિલ્મ તેમના જીવનના તમામ પાસાઓને આવરી લે છે. આમાં તેમના શરૂઆતના વર્ષો, નાથપંથી યોગી તરીકે સન્યાસ લેવાનો તેમનો નિર્ણય અને ઉત્તર પ્રદેશના સામાજિક-રાજકીય પરિમાણને ફરીથી આકાર આપનાર નેતા તરીકેનો તેમનો વિકાસ શામેલ છે. સમ્રાટ સિનેમેટિક્સના બેનર હેઠળ રીતુ મેંગી દ્વારા નિર્મિત અને મહારાણી 2 ફેમ રવિન્દ્ર ગૌતમ દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ શાંતનુ ગુપ્તાના બેસ્ટ સેલિંગ પુસ્તક ‘ધ મોન્ક હુ બિકેમ ચીફ મિનિસ્ટર’ પરથી પ્રેરિત છે. આમાં નાટક, ભાવના, એક્શન અને બલિદાનનો રોમાંચક સંગમ જોવા મળશે.
ક્યારે રિલીઝ થશે?
આ બાયોપિકમાં યોગી આદિત્યનાથની ભૂમિકા અનંત જોશીએ ભજવી છે, જ્યારે પરેશ રાવલ, દિનેશ લાલ યાદવ ‘નિરહુઆ’, અજય મેંગી, પવન મલ્હોત્રા, રાજેશ ખટ્ટર, ગરિમા સિંહે પણ ફિલ્મમાં જોરદાર અભિનય કર્યો છે. આ ફિલ્મ, જે 2025 માં વિશ્વભરમાં ભવ્ય રિલીઝ માટે તૈયાર છે, તે હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમમાં પણ રિલીઝ થશે. ફિલ્મનું સંગીત મીત બ્રધર્સે આપ્યું છે, જ્યારે લેખન દિલીપ બચ્ચન ઝા અને પ્રિયાંક દુબેએ કર્યું છે.
ફિલ્મ વિશે નિર્માતાઓએ શું કહ્યું?
સમ્રાટ સિનેમેટિક્સના નિર્માતા રીતુ મેંગીએ જણાવ્યું હતું કે ‘યોગી આદિત્યનાથનું જીવન પડકારો અને ફેરફારોથી ભરેલું છે.’ અમારી ફિલ્મ તેમની યાત્રાને આકર્ષક અને નાટકીય રીતે દર્શાવે છે, અને તેમને આકાર આપતી ઘટનાઓને જીવંત બનાવે છે. શાનદાર કલાકારો અને મનોરંજક વાર્તા સાથે, અમે આ પ્રેરણાદાયી વાર્તાને વિશ્વભરના દર્શકો સમક્ષ લાવવા માટે ઉત્સાહિત છીએ.
દિગ્દર્શક રવિન્દ્ર ગૌતમે ફિલ્મ વિશે વાત કરતા કહ્યું કે ‘અમારી ફિલ્મ આપણા દેશના યુવાનો માટે અતિ પ્રેરણાદાયક છે, જે ઉત્તરાખંડના એક સુંદર ગામના એક સરળ મધ્યમ વર્ગના છોકરાની વાર્તા દર્શાવે છે, જે ભારતના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યનો મુખ્યમંત્રી બને છે.’ તેમની યાત્રા દૃઢ નિશ્ચય, નિઃસ્વાર્થતા, શ્રદ્ધા અને નેતૃત્વની છે, અને અમે તેને તેમના જીવનને ન્યાય આપતો એક મહાન અનુભવ બનાવવા માટે સખત મહેનત કરી છે.
મુંબઈ: તાજેતરમાં વરુણ ધવન તેની ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘાયલ થયો હતો, જેના કારણે તેને ઈજા થઈ હતી. અભિનેતાએ આ માહિતી પોતાના સોશિયલ મીડિયા પર આપી છે અને ફેન્સ સાથે પોતાની ઈજા વિશે વાત શેર કરી છે.
કામ પર ઈજા
ફિલ્મના શૂટિંગ દરમિયાન વરુણ ધવન ઘાયલ થયો હતો, જેની માહિતી તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી દ્વારા શેર કરી છે. બુધવારે એક વાર્તા દ્વારા અભિનેતાએ ખુલાસો કર્યો કે તેને તેની આંગળીમાં ઈજા થઈ છે. તેમણે પોતાના ચાહકોને એવું પણ કહ્યું કે તમારી આંગળીને સાજા થવામાં કેટલો સમય લાગે છે. આ ઉપરાંત વરુણે હેશટેગ “workininjury” લખ્યું. આ તસવીરમાં તેની આંગળીમાં સોજો દેખાય છે.
વરુણ પાસે ઘણા પ્રોજેક્ટ્સ
વરુણ ધવન પાસે હાલમાં ઘણી ફિલ્મો પાઈપલાઇનમાં છે. તાજેતરમાં અભિનેતાએ જાહ્નવી કપૂર સાથે ‘સની સંસ્કાર કી તુલસી કુમારી’નું શૂટિંગ પૂર્ણ કર્યું. હવે,’બોર્ડર 2’ પર ધ્યાન કેન્દ્રિત કરતા પહેલા તેણે ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’નું શૂટિંગ શરૂ કરી દીધું છે.
અભિનેતાએ થોડા દિવસો પહેલા જ દેહરાદૂનમાં ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મનું દિગ્દર્શન વરુણના પિતા ડેવિડ ધવન કરી રહ્યા છે અને તેમાં પૂજા હેગડે અને મૃણાલ ઠાકુર મુખ્ય ભૂમિકામાં છે. આ અભિનેતા છેલ્લે ‘બેબી જોન’ ફિલ્મમાં જોવા મળ્યા હતા.
અમદાવાદ: ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. માર્ચ મહિનો પૂર્વ થવાના આરે છે અને મુખ્ય જિલ્લાઓમાં ગરમીનો પારો 40 ડિગ્રી આસપાસ નોંધાય રહ્યો છે. આ વચ્ચે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ગરમીની અસર રોગાચાળા પર દેખાઈ છે જેમાં ઝાડા-ઉલટીના સૌથી વધારે કેસો નોંધાયા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં 13,037 ઓપીડી નોંધાઇ છે જેમાં 1188 દર્દીઓને એડમિટ કરવાની ફરજ પડી છે. જેમાં ડેન્ગ્યુના 2 પોઝિટીવ દર્દીઓને દાખલ કરાયા છે. તો બીજી તરફ ગરમીના લીધે ઝાડા ઉલટીના 40 દર્દીઓ નોંધાયા છે.
સ્વાઇન ફલૂના શંકાસ્પદ 100 દર્દીઓના રિપોર્ટ કરાયા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં 250 મેલેરિયાના દર્દીએ સારવાર લીધી છે. હાલમાં ઉનાળો શરૂ થતાં તાપમાનમાં વધારો થયો છે. જ્યારે બીજી બાજું રાજકોટ શહેરનાં વિવિધ વિસ્તારોમાં મચ્છર ઉત્પતિ સબબ બાંધકામ સાઇટ, સ્કૂલ, કોલેજો સહિત કુલ 145 પ્રિમાઈસીસમાં તપાસ કરવામાં આવી હતી. દરમિયાન રહેણાંકમાં 29 તો કોમર્શિયલમાં 17 જેટલા આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. તેમજ મચ્છરની ઉત્પત્તિ બદલ વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવી રહ્યો છે. જોકે ડેંગ્યુનાં કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. છતાં મનપા દ્વારા જે સ્થળેથી ડેંગ્યુનાં કેસો સામે આવ્યા હતા.
તો આ બાજું સુરતમાં ગરમીના તાપમાનમાં વધારો થવા સાથે રોગચાળાએ માથું ઉચક્યું છે. શહેરમાં બે દિવસ પહેલા 3 વર્ષના બાળક સહીત 3 લોકોના રોગચાળાથી મોત નિપજયા. શહેરમાં અઠવા અને ભેસ્તાન વિસ્તારમાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો. અઠવા અને ભેસ્તાનમાં બે વૃદ્ધઓ રોગચાળામાં જીવ ગુમાવ્યો. જયારે ડિંડોલીમાં નવા ગામનું બાળક ઝાડા ઉલ્ટીમાં સપડાયું હતું. ઝાડા ઉલટીના કારણે બાળકની સ્થિતિ વધુ ગંભીર થતા માતાપિતા તાત્કાલિક બાળકને હોસ્પિટલ લઈ ગયા. પરંતુ હોસ્પિટલમાં બાળકને યોગ્ય સારવાર મળે તે પહેલા જ તબિયત લથડતા મોત નીપજ્યું. શહેરમાં વધતા રોગચાળાના કારણે હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી. દર્દીઓના મોત નિપજવાના અને ઓપીડીમાં દર્દીઓની સંખ્યા વધતા આરોગ્ય વિભાગ એકશનમાં આવ્યું છે.
દક્ષિણના પ્રખ્યાત અભિનેતા અને દિગ્દર્શક મનોજ ભારતીરાજનું માત્ર 48 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. મનોજ પીઢ ફિલ્મ નિર્માતા અને અભિનેતા ભારતીરાજાના પુત્ર હતા. તેમણે આજે સાંજે 25 માર્ચે ચેન્નાઈમાં અંતિમ શ્વાસ લીધા. થોડા દિવસ પહેલા તેમનું હૃદયનું ઓપરેશન થયું હતું. મંગળવારે સાંજે 6 વાગ્યાની આસપાસ તેમનું તેમના ઘરે અવસાન થયું. આ સમાચારથી સમગ્ર ઉદ્યોગ તેમજ તેના ચાહકો ચોંકી ગયા છે. દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા દ્વારા અભિનેતાને યાદ કરી રહ્યા છે અને તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
મનોજ ભારતીરાજાના મૃત્યુનું કારણ
મનોજ ભારતીરાજાએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત ભારતીરાજાની ‘તાજમહેલ’થી કરી હતી જેમાં તેઓ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. તેઓ ફિલ્મ ઉદ્યોગમાં તેમના ઉત્તમ અભિનય માટે જાણીતા હતા. એટલું જ નહીં તેમણે દક્ષિણના ઘણા મોટા કલાકારો સાથે પણ કામ કર્યું છે.’અલી અર્જુન’, ‘સમુધિરામ’, ‘ઈશ્વરન’, ‘વિરુમન’ જેવી સુપરહિટ ફિલ્મોમાં તેમના શક્તિશાળી અભિનય માટે તેમને ઘણી પ્રશંસા મળી. તેમના પિતાના પગલે ચાલીને તેમણે ‘માર્ગાઝી થિંગલ’ નામની તમિલ રોમેન્ટિક ડ્રામા ફિલ્મનું દિગ્દર્શન પણ કર્યું.
2025માં દિગ્દર્શનમાં પગ મૂક્યો
મનોજ ભારતીરાજા પીઢ ફિલ્મ નિર્માતા ભારતીરાજાના પુત્ર મનોજે ‘તાજમહેલ’ (1999) થી અભિનયની શરૂઆત કરી હતી અને ‘અલી અર્જુન’ (2002) અને ‘કદલ પૂક્કલ’ (2001) જેવી ફિલ્મોમાં પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા હતા. તે જ વર્ષે મનોજે તેના પિતાની જેમ દિગ્દર્શનમાં પ્રવેશ કર્યો, જેનું નિર્માણ તેના પિતાએ કર્યું હતું. આ ફિલ્મ એક પ્રેમકથા પર આધારિત હતી, જેને લોકો તરફથી ખૂબ જ સારી સમીક્ષા મળી હતી.
સિનેમા પ્રત્યેના તેમના ઊંડા જુસ્સા અને ઉત્સાહને કારણે મનોજે તેમની ફિલ્મ કારકિર્દી શરૂ કરતા પહેલા જુનિયર સહાયક તરીકે કામ કર્યું. તેણીએ દક્ષિણ ફ્લોરિડા યુનિવર્સિટીમાં થિયેટર આર્ટ્સનો અભ્યાસ કર્યો. તેમણે ‘ફાઇનલ કટ ઓફ ડિરેક્ટર’ (2016) જેવી ફિલ્મોમાં તેમના પિતાના સહાયક તરીકે કામ કર્યું. તમને જણાવી દઈએ કે મનોજે 19 નવેમ્બર 2006 ના રોજ તેની મિત્ર અને તમિલ અભિનેત્રી નંદના સાથે લગ્ન કર્યા હતા. તેમને બે પુત્રીઓ છે જેમનું નામ આર્થિકા અને મથિવદાનીની છે.