71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ‘જવાન’ માટે શાહરૂખ ખાન અને ’12મી ફેલ’ માટે વિક્રાંત મેસીને બેસ્ટ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. પુરસ્કાર વિજેતાઓની યાદી જાહેર થયા પછી શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી.
શાહરુખ ખાને એક ભાવનાત્મક વિડિઓ પોસ્ટ કર્યો અને માહિતી અને પ્રસારણ મંત્રાલયનો આભાર માન્યો. શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર 2 મિનિટ 17 સેકન્ડનો વિડિઓ શેર કર્યો છે, જેમાં તે બેસ્ટ અભિનેતા શ્રેણીમાં રાષ્ટ્રીય પુરસ્કાર મેળવવાની ખુશી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા, પરંતુ ચાહકોએ વિડિઓમાં કંઈક એવું જોયું, જેના કારણે કિંગ ખાનના ચાહકો ચિંતિત થઈ ગયા. હકીકતમાં શાહરુખ ખાને હાથમાં પાટો બાંધેલો છે, એ જોઈને ચાહકો ચિંતા થવા લાગી.
શાહરૂખ ખાનને તેના 33 વર્ષના ફિલ્મી કરિયરમાં પહેલો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે, જેના માટે તે ખુશી વ્યક્ત કરતો જોવા મળ્યો હતો. વીડિયોમાં, સુપરસ્ટાર કહે છે, ‘નમસ્કાર, આદાબ! રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત થવું એ મારા માટે એક એવી ક્ષણ છે જેને હું આખી જીંદગી યાદ રાખીશ. હું આ સન્માન માટે જ્યુરી, ચેરમેન અને માહિતી અને પ્રસારણ મંત્રાલયનો આભાર માનું છું, અને તે બધાનો પણ આભાર માનું છું જેમણે મને આ સન્માન માટે લાયક માન્યા. મારી પત્ની અને બાળકો, જેમણે મને ખૂબ પ્રેમ આપ્યો અને 4 વર્ષ સુધી મારી સંભાળ રાખી, જાણે હું ઘરનો બાળક હોઉં.’
પરિવાર પ્રત્યે પણ કૃતજ્ઞતા વ્યક્ત કરી
શાહરુખ ખાન પોતાના વીડિયોમાં આગળ કહે છે, ‘મારો પરિવાર સારી રીતે જાણે છે કે સિનેમા પ્રત્યેનો મારો જુસ્સો મને તેમનાથી દૂર લઈ જાય છે, પરંતુ તેઓ તેને સ્મિત સાથે સહન કરે છે. હું આ માટે તેમનો ખૂબ ખૂબ આભારી છું. રાષ્ટ્રીય પુરસ્કાર ફક્ત એક સિદ્ધિ નથી, તે મને યાદ અપાવે છે કે મારું કાર્ય મહત્વપૂર્ણ છે. તે મને સંદેશ આપે છે કે મારે મારું કાર્ય ચાલુ રાખવું અને સખત મહેનત કરવી પડશે. મારે સર્જનાત્મક રહેવું પડશે અને સિનેમાની સેવા કરતા રહેવું પડશે. તે મને યાદ કરાવતું રહેશે કે અભિનય ફક્ત એક કામ નથી, તે એક જવાબદારી છે, સત્ય બતાવવાની જવાબદારી છે.’
Thank you for honouring me with the National Award. Thanks to the jury, the I&B ministry… Iss samman ke liye Bharat Sarkar ka dhanyawaad. Overwhelmed with the love showered upon me. Half a hug to everyone today…. pic.twitter.com/PDiAG9uuzo
— Shah Rukh Khan (@iamsrk) August 1, 2025
હું ફરીથી થિયેટરોમાં આવીશ: શાહરુખ
‘હું બધાના પ્રેમ અને ભારત સરકારનો ખૂબ આભારી છું. આ સન્માન માટે હું તમારા હૃદયના તળિયેથી આભાર માનું છું. હું તમારા માટે મારું સિગ્નેચર સ્ટેપ કરવા માંગુ છું, પરંતુ આ સ્થિતિમાં તે શક્ય નથી. પણ કોઈ વાંધો નહીં, પોપકોર્ન તૈયાર રાખો, તૈયાર રહો, હું ટૂંક સમયમાં થિયેટરોમાં પાછો આવીશ.’ તેમણે પોસ્ટના કેપ્શનમાં લખ્યું,’મને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવા બદલ આભાર.’ જ્યુરી અને માહિતી અને પ્રસારણ મંત્રાલયનો આભાર… આ સન્માન માટે ભારત સરકારનો આભાર. મારા પર વરસેલા પ્રેમથી હું ખૂબ જ ખુશ છું.
આ વીડિયોમાં શાહરૂખ ખાન પોતાના એક હાથમાં પાટો બાંધેલો જોવા મળે છે, જે દર્શાવે છે કે તેના હાથમાં ઈજા થઈ છે. તાજેતરમાં જ, એવા સમાચાર આવ્યા હતા કે શાહરૂખ ‘કિંગ’ના સેટ પર ઘાયલ થયો હતો. જોકે, તેની ટીમે પુષ્ટિ આપી છે કે સુપરસ્ટારને કિંગના સેટ પર આ ઈજા થઈ નથી, પરંતુ તે પોતાની જૂની ઈજાની સારવાર માટે અમેરિકા ગયો હતો.
