BIG NEWS : CM યોગીના વિમાનનું આગ્રામાં ઈમરજન્સી લેન્ડિંગ

ઉત્તરપ્રદેશના આગ્રામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જી હાં આગ્રામાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ પ્લેનમાં ટેકનિકલ ખામી હોવાના પગલે ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. સીએમ યોગી માટે દિલ્હીથી બીજું વિમાન મંગાવવામાં આવ્યું અને પછી તેઓ બીજા વિમાનથી રવાના થયા.

મળતી માહિતી અનુસાર, સીએમ યોગીના ચાર્ટર્ડ વિમાનમાં આગ્રામાં ટેકઓફ બાદ ટેકનિકલ ખામી સર્જાઈ હતી. તે સમયે તેમનું વિમાન આકાશમાં હતું. પાયલોટે સમજદારી બતાવી અને ખેરિયા એરપોર્ટ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું. આગ્રામાં સીએમ યોગીનો કાર્યક્રમ સમાપ્ત થયા પછી, તેમનું રાજ્ય વિમાન બુધવારે બપોરે 3.40 વાગ્યે ઉડાન ભર્યું. વિમાન 20 મિનિટ પછી પાછું ફર્યું. આ પછી બીજું ચાર્ટર પ્લેન દિલ્હીથી સાંજે 5.42 વાગ્યે પહોંચ્યું.

સીએમ યોગી બીજા વિમાનથી રવાના થયા

મુખ્યમંત્રીની યાત્રા માટે દિલ્હીથી બીજું વિમાન મોકલવામાં આવ્યું. સંપૂર્ણ સુરક્ષા તપાસ બાદ, સીએમ યોગી બીજા વિમાન દ્વારા લખનૌ જવા રવાના થયા. વિલંબને કારણે, લખનૌમાં ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન ખાતે આઠ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આયોજિત કાર્યક્રમ રદ કરવો પડ્યો. સીએમ યોગી પહેલા કાર્યક્રમમાં હાજરી આપવા માટે આગ્રાથી લખનૌ જઈ રહ્યા હતા.