કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવશે. 17 અને 18 મેનાં રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે અને ગાંધીનગર અને અમદાવાદમાં કરોડોનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં (AMC) વિવિધ વિસ્તારનાં વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
મળતી માહિતી મુજબ 17 અને 18 મેનાં રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવશે અને ગાંધીનગર અને અમદાવાદમાં કરોડોનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં AMC નાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી રૂ. 117 કરોડનાં ખર્ચે બનાવવામાં આવેલા પલ્લવ બ્રિજનું લોકાર્પણ કરશે. ઉપરાંત, ચાંદલોડિયા વોર્ડમાં 14.71 કરોડનાં ખર્ચે તૈયાર થયેલ ગજરાજ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ઓગમેન્ટેશનનું લોકાર્પણ કરશે.
