ક્રિસમસ માર્કેટમાં ડોક્ટરે ભીડ પર કાર ચલાવતાં બેનાં મોત, 60 ઘાયલ

નવી દિલ્હીઃ જર્મનીના મેગડેબર્ગમાં એક કારે અનેક લોકોને કચડ્યા છે, જેમાં બે લોકોનાં મોત થયાં છે અને 60થી વધુ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત ક્રિસમસ બજારમાં થયો હતો. માર્કેટના ભીડવાળા વિસ્તારમાં ઘૂસી ગઈ હતી અને ત્યાં ખરીદી કરેલા લોકો પર કાર ચઢી ગઈ હતી.  સિટી ચીફ રેનર હેસેલોફે જણાવ્યું હતું કે આરોપી ડ્રાઈવર જર્મનીનો હતો.

જર્મનીના મેગડેબર્ગમાં એક કાર ભીડભાડવાળા વિસ્તારમાં ઘૂસી ગઈ અને લોકો પર ચઢી ગઈ હતી આ અકસ્માતમાં  સ્થાનિક જર્મની પોલીસે સાઉદી અરેબિયાના 50 વર્ષીય ડોક્ટરની ધરપકડ કરી છે. જે કાર ચલાવી રહ્યો હતો. આ પહેલાં દાવો કરવામાં આવ્યો હતો કે હુમલામાં 11 લોકો માર્યા ગયા હતા, પરંતુ બાદમાં અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે અત્યાર સુધીમાં માત્ર બે જ મોત થયા છે.

મેગડેબર્ગ જર્મનીના સેક્સની-એનહાલ્ટ રાજ્યની રાજધાની છે, જ્યાં આ અકસ્માત થયો હતો. આ કેસ વિશે માહિતી આપતાં શહેરના વડા રેનર હેસેલોફે જણાવ્યું હતું કે આરોપી ડ્રાઇવર જર્મની હતો, જે છેલ્લા બે દાયકાથી દેશમાં રહેતો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે હાલની પરિસ્થિતિને જોતાં શહેરમાં અન્ય કોઈ ખતરો નથી, કારણ કે અમે આ કેસમાં માત્ર એક જ વ્યક્તિને જવાબદાર ઠેરવી છે, જે અમારી કસ્ટડીમાં છે.

જોકે  જર્મની પોલીસને શંકા છે કે વાહનમાં વિસ્ફોટક ઉપકરણ હતું. ઘટના સ્થળે  પોલીસ અને બચાવ કર્મચારીઓ પહોંચ્યા હતા. માઈકલ રીફ, જર્મન બ્રોડકાસ્ટર એમડીઆરના પ્રવક્તા કહ્યું કે  આ દુર્ઘટનામાં  ઘણા લોકો ઘાયલ થયા છે. પોલીસ અને બચાવ કર્મચારીઓ ઘટનાસ્થળે હાજર છે. MDR એ જણાવ્યું હતું કે, ઘણા પોલીસ અધિકારીઓ અને ઇમરજન્સી સેવાઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને માર્કેટ મેનેજરે લોકોને સિટી સેન્ટર છોડવા કહ્યું હતું. પ્રત્યક્ષદર્શીઓએ બ્રોડકાસ્ટરને જણાવ્યું કે કાર સીધી ટાઉન હોલની દિશામાં બજારમાં ભીડમાં ઘૂસી ગઈ હતી.