ટર્ટલમિન્ટ ફિનટેક સોલ્યુશન્સ લિમિટેડનો IPO 19 જૂને ખૂલશે

અમદાવાદઃ ટર્ટલમિન્ટ ફિનટેક સોલ્યુશન્સ લિમિટેડના ઇક્વિટી શેર્સના IPOની બીડ/ઓફર 19 જૂને ખૂલશે. ઓફરની પ્રાઇઝ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર રૂ. 144થી રૂ. 152 નક્કી કરવામાં આવી છે. બીડ્સ લઘુતમ 98 ઇક્વિટી શેર્સ અને ત્યાર બાદ 98 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે.પ્રત્યેક રૂ. એકની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર્સના IPOમાં રૂ. 6607.22 મિલિયન (રૂ. 660.72 કરોડ)ના મૂલ્ય સુધીના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યુ અને પ્રત્યેક રૂ. એકની ફેસ વેલ્યુના 1,46,01,846 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.

એન્કર ઇન્વેસ્ટર બિડિંગ ગુરુવાર, 18 જૂન છે. બીડ/ઓફર શુક્રવાર, 19 જૂને ખૂલશે અને મંગળવાર, 23 જૂને બંધ થશે. ઇક્વિટી શેર્સને BSE અને NSE જેવાં શેરબજારો પર લિસ્ટ કરવાની યોજના છે. આ  ઓફરના હેતુઓ માટે NSE ડેઝિગ્નેટેડ સ્ટોક એક્સચેન્જ રહેશે. ICICI સિક્યોરિટીઝ લિમિટેડ, જેફ્રીઝ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, JM ફાઇનાન્શિયલ લિમિટેડ અને મોતીલાલ ઓસવાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે. આ ઉપરાંત, નેટ QIB પોર્શનમાંથી પાંચ ટકા હિસ્સો માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જ્યારે નેટ QIB પોર્શનનો બાકીનો હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ QIB બિડર્સ (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય)ને પ્રમાણસર ધોરણે ફાળવવા માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે ઓફર કિંમત અથવા તેથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય.

જો ઓફરનો લઘુતમ 75 ટકા હિસ્સો QIBને ફાળવવામાં ન આવી શકે તો અરજીની સમગ્ર રકમ રિફંડ કરવામાં આવશે. વધુમાં, નેટ ઓફરનો મહત્તમ 15 ટકા હિસ્સો સેબી ICDR નિયમનો મુજબ નોન-ઇન્સ્ટિટ્યુશનલ બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે પૈકી નોન-ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શનનો એક-તૃતીયાંશ હિસ્સો રૂ. 0.20 મિલિયનથી વધુ અને રૂ. 1.00 મિલિયન સુધીની અરજી કરનાર બિડર્સને ફાળવણી માટે અનામત રહેશે અને નોન-ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શનનો બે-તૃતીયાંશ હિસ્સો રૂ. 1.00 મિલિયનથી વધુની અરજી કરનાર બિડર્સ માટે અનામત રહેશે.

(એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) તમામ બિડર્સે Application Supported by Blocked Amount (“ASBA”)નો ફરજિયાતપણે ઉપયોગ કરીને ભાગ લેવાનો રહેશે, જેમાં તેમણે તેમના સંબંધિત બેંક ખાતાની વિગતો (યુપીઆઈ બિડર્સ માટે યુપીઆઈ આઈડીની વિગતો સહિત) આપવાની રહેશે, જેમાં તેમની સંબંધિત બીડની રકમના જેટલી રકમ સ્પોન્સર બેંકો અથવા સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો દ્વારા બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA  પ્રોસેસ દ્વારા એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ભાગ લેવાની મંજૂરી નથી.