આજે ગુજરાત સ્થાપના દિવસ, PM મોદીએ પાઠવી શુભકામના

1લી મે, 2023ના દિવસે ગુજરાતનો સ્થાપના દિવસ છે. ગુજરાતની ગરવી ભૂમિ આમ તો હજારો વર્ષોનો ઇતિહાસ ધરાવે છે. હાલના રાજસ્થાન રાજ્યથી હજારો વર્ષો પહેલા ગુજજરો ભારતનાં પશ્ચિમ વિસ્તારમાં શાસન કરવા આવ્યા હતા.

બનાસકાંઠામાં ભારત – પાકિસ્તાન સીમા પર રવિવારના સંધ્યા સમયે રાસ ગરબા સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યકમો સાથે ઉજવણી કરવામાં આવી. BFSના જવાનોએ સીમા પર પરેડ યોજી લોકો સાથે ગરબે ઘુમી ગુજરાતના સ્થાપના દિવસની ઊજવણી કરી. મુખ્યમંત્રીને સ્થાને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ,  શહેર ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રિવા બા જાડેજા કાર્યક્રમ સ્થળ પર ઉપસ્થિત રહ્યા


ભગવાન કૃષ્ણની નગરી દ્વારકા, મૌર્ય વંશના રાજા સમ્રાટ અશોકે રાજ કરેલ નગર જુનાગઢ, કર્ણદેવની નગરી કર્ણાવતી (હાલનું અમદાવાદ), સિધ્ધરાજ જયસિંહનું નગર પાટણ, મરાઠી રાજા મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા, સો કરતાં પણ વધુ દેશી રજવાડાઓમાં રાજપૂત રાજાઓએ પ્રેમથી સાચવેલું સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના તમામ જિલ્લાઓએ આ રાજ્યને ભારતનું સર્વશ્રેષ્ઠ રાજ્યમાંનું એક બનાવવા સદીઓથી ભરપૂર યોગદાન આપ્યું છે.

અમુક સદીઓ પહેલા મુઘલોનું આગમન થયું અને દેશના અન્ય પ્રાંતની માફક ગુજરાત પણ મુઘલ શાસકો દ્વારા લૂંટાયું. પણ કેટકેટલીય વાર હુમલાઓનો ભોગ બનનાર સોમનાથ મહાદેવ મંદિરની માફક ગુજરાત પણ ઝીંક જીલતું રહ્યું અને આગળ વધવા મહેનત કરતું રહ્યું. રાજપૂતો અને મરાઠાઓએ ફરીથી ગુજરાત પર શાસન મેળવ્યું અને ગુજરાત આગળ વધતું રહ્યું.

 

પીએમ મોદીએ ટ્વિટથી પાઠવી શુભકામના

પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યું, ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છાઓ. ગુજરાતે તેની સર્વાંગી પ્રગતિની સાથે સાથે તેની આગવી સંસ્કૃતિને કારણે એક છાપ ઉભી કરી છે. હું પ્રાર્થના કરું છું કે રાજ્ય આગામી સમયમાં વિકાસની નવી ઊંચાઈઓ સર કરતું રહે.


આફતોને અવસરમાં બદલીને ગુજરાત આજે શાંતિ, શક્તિ, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસનું પર્યાય બની ચૂક્યું છે: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લખ્યું, ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે રાજ્યની જનતાને હાર્દિક શુભકામનાઓ. આફતોને અવસરમાં બદલીને ગુજરાત આજે શાંતિ, શક્તિ, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસનું પર્યાય બની ચૂક્યું છે. ગાંધીજી અને સરદાર સાહેબની આ ભૂમિ આગામી સમયમાં પણ એ જ લગન અને સમર્પણ સાથે દેશની પ્રગતિમાં યોગદાન આપતી રહેશે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભકામના

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વિટ કરીને ગુજરાત દિવસની શુભકામના પાઠવી છે.


મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને પાઠવી શુભકામના