ક્રાઇસ્ટચર્ચઃ તિલક વર્મા અને નીતીશ કુમાર રેડ્ડીએ સાતમી વિકેટ માટે અણનમ 69 રન (30 બોલ)ની ભાગીદારી કરીને ટીમ ઇન્ડિયાને હારેલી બાજી જીતાડી દીધી. શનિવારે ક્રાઇસ્ટચર્ચમાં રમાયેલી બીજી T20 મેચમાં ભારતે ન્યુ ઝીલેન્ડને ચાર વિકેટે હરાવ્યું. એક સમયે એવું લાગી રહ્યું હતું કે યજમાન ન્યુ ઝીલેન્ડ સરળતાથી મેચ જીતી જશે, કારણ કે ભારતને છેલ્લી ત્રણ ઓવરમાં જીતવા માટે 46 રનની જરૂર હતી અને ટીમની છ વિકેટ પડી ગઈ હતી.
ન્યુ ઝીલેન્ડે આપેલા 181 રનના લક્ષ્યાંકનો પીછો કરી રહેલી ભારતીય ટીમને નમન ધીરના રૂપમાં છઠ્ઠો ઝટકો લાગ્યો હતો. નમન 31 રન બનાવીને આઉટ થયો હતો. તે પહેલાં અક્ષર પટેલ 11, કેપ્ટન શ્રેયસ અય્યર 7, અભિષેક શર્મા 27, વૈભવ સૂર્યવંશી 4 અને સંજુ સેમસન 14 રન બનાવીને આઉટ થયા હતા. જોકે તિલક વર્મા અને નીતીશ કુમાર રેડ્ડીએ શાનદાર બેટિંગ કરીને ભારતને યાદગાર જીત અપાવી હતી.
Tilak 𝐂𝐋𝐔𝐓𝐂𝐇 Varma 🫡
The #TeamIndia Vice-Captain walks away with a well-deserved POTM award 👏
Scorecard ▶️ https://t.co/FZtUFIFWS2
#NZvIND https://t.co/zyfDlnctxQ
— BCCI (@BCCI) October 24, 2026
ગ્લેન ફિલિપ્સ અને બેવન જેકબ્સની અડધી સદી
આ પહેલાં ગ્લેન ફિલિપ્સ અને બેવન જેકબ્સની અડધી સદીની મદદથી ન્યુ ઝીલેન્ડે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 180 રન બનાવ્યા હતા. બંને બેટ્સમેનોએ 76 બોલમાં 116 રનની ભાગીદારી કરીને ખરાબ શરૂઆત બાદ કિવી ટીમને સંકટમાંથી બહાર કાઢી હતી. ન્યુ ઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સે 43 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 70 રન બનાવ્યા હતા. જ્યારે બેવન જેકબ્સે 46 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 58 રન ફટકાર્યા હતા. ફિન એલને 16 રન, માઇકલ બ્રેસવેલે 2 બોલમાં અણનમ 10 રન, ટિમ સીફર્ટે 7 રન, ડેરિલ મિચેલે 6 રન અને મિચેલ સેન્ટનરે અણનમ 4 રન બનાવ્યા હતા.
46 off 18? No problem for these two 🔥
Scorecard ▶️ https://t.co/FZtUFIFWS2
#TeamIndia | #NZvIND https://t.co/eBaIQuhwil
— BCCI (@BCCI) October 24, 2026
ભારત તરફથી અર્શદીપ સિંહે 2 વિકેટ ઝડપી હતી. ભુવનેશ્વર કુમાર, પ્રિન્સ યાદવ અને નિતીશ કુમાર રેડ્ડીએ 1-1 વિકેટ લીધી હતી. આ સાથે અર્શદીપ સિંહ એક કેલેન્ડર વર્ષમાં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બોલર બન્યો હતો. બે વખતની ટી20 વિશ્વ ચેમ્પિયન ભારતીય ટીમ પોતાની 300મી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી રહી હતી. આ ઐતિહાસિક મેચમાં ભારતે શાનદાર જીત મેળવીને શ્રેણીમાં પોતાની સ્થિતિ મજબૂત બનાવી હતી.






