બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને અભિનેતા રણબીર કપૂરે આજે દીકરી રાહા (Raha Borthday)નો બર્થડે ખાસ રીતે ઉજવ્યો.રાહા ચાર વર્ષની થઈ ગઈ છે. આ ખાસ પ્રસંગે કપલે પોતાની લાડલીનો જન્મદિવસ પરિવાર અને નજીકના લોકો સાથે ખૂબ જ ખાસ અંદાજમાં ઉજવ્યો હતો.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટે અનોખા અંદાજમાં દીકરીના જન્મદિવસની ઉજવણી કરી. આલિયાએ સોશિયલ મીડિયા પર જન્મદિવસની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે, જે હાલમાં ચર્ચામાં છે.
તસવીરોમાં જન્મદિવસની રંગબેરંગી સજાવટ, રાહાનો કેક કાપવાનો પ્રસંગ અને રંગો સાથે રમતી તેની મસ્તી જોવા મળી રહી છે. જોકે, હંમેશની જેમ આ વખતે પણ આલિયા અને રણબીરે દીકરીનો ચહેરો તસવીરોમાં જાહેર કર્યો નથી.
આલિયાએ શેર કરી જન્મદિવસની ખાસ તસવીરો
આલિયા ભટ્ટે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રાહાના જન્મદિવસની અનેક તસવીરો શેર કરી છો. આ પહેલાં તેણીએ ‘રામાયણ’ ફિલ્મના સેટ પરથી રણબીર અને રાહાની કેટલીક તસવીરો પણ શેર કરી હતી.
જન્મદિવસની સજાવટ ખૂબ જ સુંદર અને રંગીન હતી. પાર્ટી માટે લાઈટ બ્લુ રંગની કેમ્પર વેનને ફુગ્ગા અને રંગબેરંગી ઝાલરોથી સજાવવામાં આવી હતી. વેન પર એક ખાસ બોર્ડ પણ લગાવવામાં આવ્યું હતું, જેના પર લાલ રંગમાં ‘રાહાનો ચોથો જન્મદિવસ’ લખેલું હતું.

આલિયાએ પોતાની પણ એક તસવીર શેર કરી હતી. તેમાં તે ફૂલોની ડિઝાઇનવાળો સુંદર ફ્રોક પહેરેલી જોવા મળી હતી. તેના હાથમાં ગુલાબી રિબનવાળી નાની ગિફ્ટ બેગ પણ હતી. તસવીરો પરથી સ્પષ્ટ થાય છે કે પરિવારે રાહાનો જન્મદિવસ યાદગાર બનાવવા માટે ખાસ તૈયારીઓ કરી હતી.
રાહાએ કાપી બ્લૂઈ થીમવાળી કેક
જન્મદિવસની સૌથી ખાસ તસવીરોમાં આલિયા અને રણબીર પોતાની દીકરી રાહાને તેડીને કેક કાપવામાં મદદ કરતા જોવા મળ્યા હતા. બંનેએ રાહાના હાથ પકડીને તેની સાથે કેક કાપી હતી.આ વખતે કેકની થીમ લોકપ્રિય કાર્ટૂન ‘બ્લૂઈ’ પર આધારિત હતી. આ ઉપરાંત પરિવાર માટે એક ખાસ સફેદ રંગની કેક પણ તૈયાર કરવામાં આવી હતી. ત
ંઆ તમામ તસવીરોમાં આલિયા, રણબીર અને રાહા વચ્ચેનો પ્રેમ અને પરિવાર સાથે વિતાવેલી ખુશીની પળો સ્પષ્ટ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આ તસવીરો ચાહકોનું ધ્યાન ખેંચી રહી છે.






