વર્લ્ડ ઓટીઝમ અવેરનેસ ડે: અમદાવાદનાં આ ડોકટરોનો ઓટીઝમ રિસર્ચમાં સિંહફાળો

અમદાવાદ: 2 એપ્રિલને વિશ્વભરમાં વર્લ્ડ ઓટીઝમ અવેરનેસ ડે તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વભરમાં ઝડપથી વધી રહેલા ઓટીઝમનાં સમયસર નિદાન અને સારવારમાં અમદાવાદનાં ડોકટરોનાં રિસર્ચનો સિંહફાળો રહ્યો છે અને વિશ્વભરનાં ડોકટરો તેમજ રિસર્ચ વૈજ્ઞાનિકો તેમનાં સંશોધનોમાં અમદાવાદ-ગુજરાતનાં ડોકટરોએ કરેલા રિસર્ચનો વિશેષ ઉલ્લેખ કરે છે.

વર્લ્ડ ઓટીઝમ અવેરનેસ ડે અંગે વિશેષ માહિતી આપતાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન જીનેટીક્સના ડૉ. જયેશ શેઠ અને સ્પેશ્યાલિટી હોમિયોપેથી ડો. કેતન પટેલે જણાવ્યું હતું કે, જીનેટીક સાયન્સમાં ઓટીઝમ વિશેના રિસર્ચો તેની સારવારમાં અગત્યનો ભાગ ભજવે છે. આ રિસર્ચથી સારવારની પધ્ધતિમાં સરળતા આવતાં સમયસર સુધારો અને સચોટ સારવાર શક્ય બની છે.

આ અંગે વધુ માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઓટીઝમની સારવાર અંગે જાગૃતતા લાવવી અતિ આવશ્યક છે. જેથી સમગ્ર વર્ષ દરમિયાન ઓટીઝમના રોગથી પીડાતા 100થી વધુ જરૂરિયાતમંદ બાળકોની સારવાર, જીનેટીક ટેસ્ટ અને તેની સાથે સંકળાયેલ થેરાપી પાછળ વાર્ષિક રૂ. 10,૦૦,૦૦૦ સુધીની મદદ ડોકટરો દ્વારા કરવામાં આવશે. આગામી સમયમાં ગુજરાતમાં ઓટીઝમનાં ક્ષેત્રમાં સારવાર અને રિસર્ચ કરનારા એલોપેથિક, હોમિયોપેથીક આર્યુવેદિક જેવી તમામ શાખાના ડોકટરો સંયુક્તપણે થેરાપી કરનાર સાથે રહી, ઝડપી સારવાર અને સુધારો લાવવા કટિબધ્ધ છે.

પીડિયાટ્રીક ન્યુરોલોજીસ્ટ ડો. હર્ષ પટેલે જણાવ્યું હતું કે જો બાળકનું નિદાન ચાર વર્ષ કે તેની પહેલાં કરવામાં આવે તો તેના સામાન્ય થવાના સંજોગો 90 ટકા જેટલા હોય છે. 10 ટકા બાળકો દુનિયાભરની કોઈપણ સારવારથી સારા થતા નથી તેમાં ઓટીઝમની સાથે બાળક મેટાબોલીક ન્યુરોપેથી (Metabolic Neuropathy) અથવા માઈટોકોન્ટ્રીલ ન્યુરોપેથી (Mitochondrial Neuropathy) નામની બિમારીથી પિડીત હોય છે.

વર્લ્ડ ઓટીઝમ અવેરનેસ ડે અંગે ચાઇલ્ડ ડેવલપમેન્ટનાં ડૉ. દિપીકા જૈન અને સી.જી.સી. ડૉ. લક્ષિતા ચૌહાણે જણાવ્યું હતું કે, વિશ્વભરમાં જન્મ લેતા દર 36 બાળકોમાંથી 1 બાળક ઓટીઝમથી પીડાતું હોય છે. આ આંકડો અત્યંત ભયજનક ગણવામાં આવ્યો છે. કારણ કે વિશ્વભરમાં કેન્સરગ્રસ્ત, ડાયાબિટીસ અને HIV જેવા જીવલેણ રોગોથી પીડાતા બાળકોની ટકાવારી કરતાં ઓટીઝમથી પીડાતા બાળકોની સંખ્યા વધારે છે.

ઓટીઝમ શું છે?

  • બાળકોમાં 18થી 24 મહિનાની ઉંમરમાં નિદાન થતી, ન્યુરોલોજીકલ, એન્ડ્રોલોજીકલ અને ગેસ્ટ્રોઈન્ટેસ્ટિનલ સિસ્ટમને અસર કરનાર બીમારી છે, જેના લક્ષણો નીચે મુજબ છે.
  • બાળકનું બોલવાનું સમયસર આવતુ નથી કે તદ્દન આવતુ નથી. થોડાં શબ્દો બોલી આગળ વાક્યનો પ્રયોગ ન કરી શકે.
  • ઘરના સભ્યો જેવા કે, માતા, પિતા, ભાઈ, બહેન સાથે જરૂરથી નજર ના મેળવે.
  • પોતાની ઉંમરના બાળકો રમતા હોય તો તેની સાથે ન રમે ને દૂર જઈ એકલો રમવાનું પસંદ કરે.
  • કારણ વગર હસ્યા કરે રડ્યા કરે.
  • કોઈ એક રમકડું, વસ્તુ કે કપડાના ટુકડાથી લાંબાસમય સુધી રમવું, સાથે લઈને સુઇ જવું.
  • હાથની આંગળીઓ હલાવવી, કુદકા મારવા, એક જ જગ્યાએ ગોળગોળ ફરતાં રહેવું.
  • મીક્ષર, વેક્યુમ ક્લિનર ફટાકડાના અવાજથી ડરીને કાન ઉપર હાથ રાખવા.
  • વસ્તુઓ ફેકવી અને ચીસો પાડવી.
  • પોતાના શરીરને દાંત વડે ઈજા પહોંચાડવી, દિવાલ સાથે માથુ અથડાવવું.

ઉપરોક્ત લક્ષણોમાંથી બે કે વધારે લક્ષણો બાળકમાં જોવા મળે તો તમારા બાળકને ડોક્ટરને બતાવી ઓટીઝમનું નિદાન કરાવી યોગ્ય સારવાર કરાવવી. જો તમારા બાળકનું ઓટીઝમ કે તેના જેવી બિમારીનું નિદાન જેટલું નાની ઉંમરમાં થાય તો બાળકને આ લક્ષણોમાંથી સારા કરવાના ચાન્સ વધી જાય છે.દુનિયાભરના વૈજ્ઞાનિકો, ડોક્ટરો, યુનિવર્સિટીઝ ફાર્માસ્યુટિકલ અને ડાયગ્નોસ્ટીક કંપની ઓટીઝમનું નિદાન ઝડપથી થાય તે અંગે પ્રયાસો કરી રહ્યા છે. આ બિમારી અંગે લોકોને જાણકારી મળે તે માટે 2 એપ્રિલને દર વર્ષે વર્લ્ડ ઓટીઝમ અવેરનેસ દિવસ તેમજ આખા એપ્રિલ મહિનાને ઓટીઝમ અવેરનેસ મંથ (મહિનો) તરીકે ઉજવવામાં આવે છે.

ઓટીઝમનું નિદાન

18 મહિનાની ઉંમરના બાળકથી લઈ 30 મહિનાની ઉંમરના બાળકોમાં જોવા મળતી આ બીમારી કોઈ એક ટેસ્ટ કે અન્ય મેડિકલ રિપોર્ટ જેવા કે CT SCAN, MRI SCAN, PET SCAN કે ECG થી જાણી શકાતી નથી, તે માટે ઉપરોક્ત રિપોર્ટ સિવાય નીચેના બે તબક્કામાં નિદાન થઈ શકે છે.

પહેલા તબક્કામાં બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ તેની ઉંમર પ્રમાણે થઈ રહ્યો છે કે નહિં તે જાણવા માટે બાળકની શીખવાની ક્ષમતા, તેની બોલવાની રીત, શબ્દોને વાક્યો સાથે તેના ચહેરાના હાવભાવનો અભ્યાસ કરી તેની નોંધ રાખી ચોક્કસ સમય અંતરે જેમ કે 12 મહિના, 18 મહિના કે 24 મહિના એટલે કે 2 વર્ષની ઉંમરે બાળકોનો વિકાસ દરને (શારીરિક અને માનસિક) (Physical & Mental Development) ધ્યાનમાં રાખી નિદાન કરવામાં આવે છે. આ ઉપરોક્ત અભ્યાસમાં બાળકના માતા-પિતા, તેના ડોક્ટર્સ બાળકની સંભાળ રાખનારને વૈજ્ઞાનિક રીતે તૈયાર કરેલી પ્રશ્નોત્તરીના જવાબ આધારે નિદાન કરવામાં આવે છે.

બીજા તબક્કાનું નિદાન આ રોગના નિષ્ણાંત ડોક્ટરો જેવા કે ડેવલેપમેન્ટ પીડિયાટ્રીસિયન કે Child Neurologist કે Child Psychiatrist / Psychologist (બાળકના જ્ઞાનતંતુ તેમજ વર્તણુકના રોગના નિષ્ણાંત) અને DAN (Defeat Autism Now) ડોક્ટર્સ દ્વારા થતી હોય છે.

ઓટીઝમ સ્પેકટ્રમ ડિસઓર્ડરના કારણો

દુનિયાભરના ડોક્ટર્સ, વૈજ્ઞાનિકો આ બીમારીના કારણો જાણવા પ્રયત્નો કરે છે. પણ કોઈ એક ચોક્કસ કારણ સુધી આવી શક્યા નથી પરંતુ જુના કેસ/ નવા કેસની મેડિકલ હિસ્ટરી રેકોર્ડ અને તેમાં રહેલી સમાનતા – વિસંગતતા પરથી નીચેના તારણો પર આવ્યા છે.

  • માતાના શરીરમાં રહેલુ Chronic Infection જે બાળકના માનસિક વિકાસને ગર્ભાવસ્થા દરમિયાન અસર કરે જેમ કે Torch Infection.
  • માતામાં રહેલી અંત:સ્ત્રાવી ગ્રંથીને કારણે હોરમોનમાં રહેલી અસમાનતા, થાઈરોડની ઉણપ.
  • વાતાવરણમાં રહેલું પ્રદૂષણ, પીવાના પાણીમાં રહેલું પ્રદૂષણ
  • જીનેટીક ડિસઓર્ડર
  • કુટુંબના સભ્યોમાં રહેલી ટ્યુબરક્યુલોસીસની બીમારી
  • Epilepsy & Seizure Disorder (બાળકને ખેંચ આવવી)
  • સેરોટોનીન અને ન્યૂરોટ્રાન્સમીટરને લગતી બીમારી
  • MMR નામની રસી મુકાવ્યા બાદ ઘણાં બાળકોમાં ઓટીઝમના લક્ષણો જોવા મળે છે. દુનિયાભરના ડોક્ટરોમાં આ બાબતે ભિન્ન-ભિન્ન મત આવતા રહે છે. CDC (Centres for Disease Control & Prevention) નાં જણાવ્યા પ્રમાણે દુનિયામાં જન્ય લેતા 36 બાળકમાંથી 1 બાળક ઓટીઝમથી પીડિત છે અને આ આંકડો ભયજનક ગણવામાં આવ્યો છે. કેમ કે તે કેન્સર, ડાયાબિટીસ અને HIVના બાળકોના સરવાળા કરતા વધારે છે.

સારવાર

હોમિયોપેથીમાં ઓટીઝમની સચોટ અને સમય સાથેની સારવાર સંભવ છે. દુનિયાભરના ડોક્ટર્સ તેમના પોતાના ઓટીસ્ટીક બાળકને હોમિયોપેથી સારવાર આપવાનું પસંદ કરે છે. વિશ્વભરમાં હોમિયોપેથી ઓટીઝમની સારવાર માટે પ્રચલિત છે. મોર્ડન મેડિકલ સાયન્સ એટલે કે એલોપેથીમાં ઓટીઝમ માટે કોઈ મેડિકલ સારવાર નથી, બાળકની હાયપર એક્ટીવીટી (Hyperactivity)ને કંટ્રોલમાં લેવા રેસ્પરીડોલ નામની દવા આપવામાં આવે છે. હોમિયોપેથી દવાની સાથે આહાર નિયંત્રણ અને શારીરિક કસરત એમ ઉપરોક્ત ત્રણ બાબત ઉપર ધ્યાન આપવાથી બાળકને ઓટીઝમમાંથી સામાન્ય બનાવી શકે છે.

  • બાળક હોમીયોપેથીની સારવારથી 9 મહિના પછી બોલવાનું શરૂ કરે ત્યારે બાળકને 2 મહિના સ્પીચ થેરાપી આપવાથી બોલવાનું સારી રીતે આવી શકે છે.
  • સારવારના 16 મહિના પછી બાળકને 3 મહિના માટે ABA સારવાર કરાવવાથી બાળકમાં બાકી રહેલો સુધારો ઝડપથી લાવી શકાય છે.

સારવારની શરૂઆત કઈ રીતે કરવી.

  • ઓટીઝમના લક્ષણો માલૂમ પડે તો નજીકના બાળરોગ નિષ્ણાંત પાસે તેમજ આ સારવારના અનુભવી ડોક્ટર્સ પાસે બાળકને નિદાન કરાવી સારવાર ચાલુ કરવો. હોમિયોપેથીક દવાના પહેલા 120 દિવસની સારવાર દરમિયાન તમામ બાળકમાં સુધારો જોવા મળશે અને ત્યારબાદ દર 60 દિવસે સુધારોને લગભગ 225 મહિનાની દવાથી બાળક સામાન્ય થશે.
  • ઉપરોક્ત સારવાર સાથે તમારા બાળકને GFCF DIET એટલે કે દૂધ અને દૂધની બનાવટ તેમજ ઘઉંને તેની બનાવટ સંપૂર્ણ બંધ કરવાની રહેશે, દૂધની બનાવટ જેમ કે દહીં, છાસ, માખણ, ચીઝ બંધ કરવું ને તેના બદલે બાળકને સોયા, બદામ કે નાળીયેરનું દૂધ આપવું, ઘઉંની બનાવટ જેમ કે રોટલી, ભાખરી, બિસ્કીટ બંધ કરી બાજરી, ચોખા અન્ય કઠોળ દરેક પ્રકારના લિલા શાકભાજી આપવા.
  • બાળકને દોડાવવું, ઝડપથી ચલાવવું, સાયકલીંગ, સ્કેટીંગ તેજમ સ્વિમીંગ કરવાથી ઝડપથી સુધારો જોવા મળે છે.