નવી દિલ્હીઃ વર્ષ 2024 ભારતીય ફિલ્મ જગત માટે મબલક કમાણીનું વર્ષ રહ્યું હતું. આ વર્ષે અનેક ફિલ્મો બોક્સ ઓફિસ પર છવાયેલી રહી હતી. એમાં રોમેન્ટિક, હોરર અને કોમેડી ફિલ્મ –બધી સામેલ છે. આ વર્ષે બોક્સ ઓફિસ પર આ 10 ફિલ્મોએ નોંધપાત્રી કમાણી કરી હતી.
‘પુષ્પા-2’
‘પુષ્પા 2’ના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મે 164 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી હતી. ફિલ્મે 14 દિવસમાં 962.04 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જે ટૂંક સમયમાં OTT અને નેટફ્લિક્સ પર રજૂ થવાની શક્યતા છે. ‘પુષ્પા 2’ ફિલ્મ ઘણી ભાષાઓમાં OTT પર રિલીઝ થશે. તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને હિન્દીમાં ફિલ્મ જોઈ શકાશે.
‘સ્ત્રી-2’
રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર સ્ટાટર હોરર કોમેડી ‘સ્ત્રી-2’ને થિયેટરમાં દર્શકો દ્વારા પસંદ કરવામાં આવી હતી, પણ OTT પર આ ફિલ્મ ખૂબ જોવાઈ છે. આ ફિલ્મે વર્લ્ડ વાઇડ રૂ. 874.58 કરોડનો બિઝનેસ કર્યો હતો.
‘ભુલભુલૈયા-3’
કાર્તિક આયર્ન સ્ટારર ‘ભુલભુલૈયા-3’એ દેશમાં રૂ. 328.33 કરોડનો બિઝનેસ કર્યો હતો, જ્યારે વિશ્વમાં કુલ રૂ. 417.51 કરોડનો બિઝનેસ કર્યો હતો.
‘સિંઘમ-3’
રોહિત શેટ્ટીની કોર્પ યુનિવર્સની ‘સિંઘમ અગેને’ બોક્સ ઓફિસ પર ખૂબ બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મે રૂ. 268.35 કરોડ અને વર્લ્ડ વાઇડ રૂ.ય 389.64 કરોડનો બિઝનેસ કર્યો હતો.
‘ફાઇટર’
ઋત્વિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘ફાઇટર’ એક મલ્ટિસ્ટારર ફિલ્મ હતી, જેણે દેશમાં રૂ. 244.7 કરોડ અને વર્લ્ડ વાઇડ રૂ. 344..46 કરોડનો બિઝનેસ કર્યો હતો.
‘શૈતાન’
અજય દેવગન અને આર. માધવન સ્ટારર આ થ્રિલર ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી હતી. આ ફિલ્મને OTT પર પણ ખૂબ જોવાઈ હતી. આ ફિલ્મે દેશમાં રૂ. 177.96 કરોડ અને વર્લ્ડ વાઇડ રૂ. 211.06 કરોડનો બિઝનેસ કર્યો હતો.
આ સિવાય ટોચની ફિલ્મોની યાદીમાં ફીમેલ લીડ ફિલ્મ ‘ક્રૂ’નું નામ પણ સામેલ છે. આ ફિલ્મમાં કરીના કપૂર, કૃતિ સેનન અને તબુ લીડ રોડમાં હતા. આ ફિલ્મે રૂ. 151.63 કરોડની કમાણી કરી હતી.
આ સાથે શાહિદ કપૂર અને કૃતિ સેનનની ફિલ્મ ‘તેરી બાતોમાં ઉલજા જિયા’એ રૂ. 139 કરોડનું કલેક્શન કર્યું હતું. જ્યારે ઋત્વિક રોશનની ‘ફાઇટરે’ પણ રૂ. 358.89 કરોડની કમાણી કરી હતી. ‘સિંઘમ અગેને’ વિશ્વમાં રૂ. 372.41 કરોડનો બિઝનેસ કર્યો હતો.
આ સાથે પ્રભાસની ફિલ્મ ‘કલ્કિ 2898 AD’એ અત્યાર સુધી રૂ. 1336.2 કરોડ એકત્ર કર્યા હતા. આ સિવાય વિશ્વમાં ‘હનુમાને’ રૂ. 295.29 કરોડ, ‘આર્ટિકલ 370’એ રૂ. 105.15 કરોડ, ‘શ્રીકાંતે’ રૂ. 60.59 કરોડ, ‘ચંદુ ચેમ્પિયને’ રૂ. 89.24 કરોડ, ‘બેડ ન્યૂઝે’ રૂ. 113.77 કરોડ અને ‘અમરને’ રૂ. 333.47 કરોડની કમાણી કરી હતી.