અમદાવાદ એરપોર્ટ પર જીવતો બોમ્બ હોવાનો ફેક કોલ આવ્યો

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જીવતો બોમ્બ હોવાનો ફેક કોલ આવ્યો હતો. આ સમાચાર મળતા અમદાવાદ સહિત રાજ્ય પોલીસની ટીમ દોડતી થઈ ગઈ હતી.અમદાવાદ-ઉદયપુર ફ્લાઈટમાં જીવતો બોમ્બ હોવાનો કોલ એક મુસાફરે કર્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ કહ્યું હતું કે- અમદાવાદ-ઉદયપુર ફ્લાઈટમાં બોમ્બ છે હું મુસાફરી કેમ કરું ?

FAKE કોલ કરનારની અટકાયત

બસ, આટલો ફોન આવતા જ ફ્લાઈટમાં બેસેલા મુસાફરોને ઉતારી BDDS સહિત ટીમની મદદ લઈને તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન ફ્લાઈટમાં કોઈ પણ બોમ્બ ન હોવાનું અને ફોન કોલ ફેઈક હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ફેક કોલ કરનારની એરપોર્ટ પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથધરી છે. તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.