સલમાન ખાનને મળવા બેકાબૂ બની ભીડ, પોલીસે કર્યો લાઠીચાર્જ, જુઓ Video

સુપરસ્ટાર સલમાન આજે પોતાનો 57મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ અવસર પર સલમાનની એક ઝલક જોવા માટે તેના ચાહકો ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર એકઠા થયા હતા. પરંતુ થોડી જ વારમાં ભીડ એટલી વધી ગઈ કે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. આ દરમિયાન એક વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

 સલમાન ખાનની ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જ ધાક જોવા મળે છે.તેથી જ તેને બોલિવૂડનો ‘ગોડફાધર’ પણ કહેવામાં આવે છે. સલમાન ખાનનો જન્મ 27 ડિસેમ્બર 1965ના રોજ થયો હતો. તેના પિતા બોલિવૂડના પ્રખ્યાત લેખક સલીમ ખાન. સલમાન ખાને વર્ષ 1988માં ફિલ્મ ‘બીવી હો તો ઐસી’ આ ફિલ્મથી એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો હતો. જેમાં તે સપોર્ટિંગ રોલમાં હતો. આ ફિલ્મથી પોતાની સફર શરૂ કરનાર સલમાનનું બોલિવૂડમા તેનુ નામ અને કદ કેવું છે તે બધાની સામે છે. સલમાનને બોલિવૂડનો મોસ્ટ એલિજિબલ બેચલર માનવામાં આવે છે. ચાહકો તેમના જીવન સાથે જોડાયેલી દરેક વાતો જાણવામાં ખૂબ જ રસ દાખવે છે.