BCCIએ 3 સભ્યોની ક્રિકેટ સલાહકાર સમિતિની રચના કરી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ત્રણ સભ્યોની ક્રિકેટ સલાહકાર સમિતિની પસંદગી કરી છે. આમાં ભારતના પૂર્વ ખેલાડી અશોક મલ્હોત્રાની પણ પસંદગી કરવામાં આવી હતી. તેમની સાથે જતીન પરાંજપે અને સુલક્ષણ નાઈકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અશોકની સાથે સુલક્ષણા અને જતિન પણ ટીમ ઈન્ડિયા માટે ક્રિકેટ રમી ચુક્યા છે. જોકે આ ત્રણેયની આંતરરાષ્ટ્રીય કારકિર્દી બહુ લાંબી નથી રહી.

BCCIએ અશોક અને જતિનને CACમાં નવા સભ્યો તરીકે સામેલ કર્યા છે. જ્યારે સુલક્ષણાને યથાવત રાખવામાં આવી છે. તે અગાઉ પણ આ સમિતિનો ભાગ રહી ચૂકી છે. જતિને ભારતીય ક્રિકેટ ટીમ માટે 4 વનડે રમી છે. તેણે ફર્સ્ટ ક્લાસ મેચોની 95 ઇનિંગ્સમાં 3964 રન બનાવ્યા છે. જતિને આ ફોર્મેટમાં 13 સદી અને 15 અડધી સદી ફટકારી છે. તેણે લિસ્ટ Aની 44 મેચોમાં 1040 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 2 સદી અને 3 અડધી સદી ફટકારી છે.

અશોક મલ્હોત્રાએ ટીમ ઈન્ડિયા માટે 7 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન તેણે અડધી સદીની મદદથી 226 રન બનાવ્યા છે. તેણે 20 વનડે પણ રમી છે. અશોકે 457 રન બનાવવાની સાથે અડધી સદી ફટકારી છે. તેણે ફર્સ્ટ ક્લાસ મેચોની 227 ઇનિંગ્સમાં 9784 રન બનાવ્યા છે. અશોકે આ ફોર્મેટમાં 24 સદી અને 52 અડધી સદી ફટકારી છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ ખેલાડી સુલક્ષણાએ 2 ટેસ્ટ અને 46 વનડે રમી છે. તેણે 41 ODI ઇનિંગ્સમાં 574 રન બનાવ્યા છે. આ દરમિયાન સુલક્ષણાએ 2 અડધી સદી ફટકારી છે. તેણે 31 T20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી છે. સુલક્ષણાએ આ ફોર્મેટમાં 384 રન બનાવ્યા છે.