બિપરજોય વાવાઝોડા વચ્ચે TAT(S)ની પરીક્ષા મોકૂફ, જાણો નવી તારીખ

TAT-S નું પરિણામ જાહેર કરવામા આવ્યું છે. આ પરિક્ષામાં 200માંથી 70 થી વધુ ગુણ મેળવનાર મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાઇ થયા  છે. મુખ્ય પરીક્ષા ના ઓળખ પત્ર તારીખ 14 મી સાંજે 5 વાગ્યાથી લઈને તારીખ 18 મી સવારે 9વાગ્યા સુધી ડાઉનલોડ કરી શકાશે. અને  તેની મુખ્ય પરીક્ષા આગામી 18 જૂને યોજાવવાની હતી.  જેને વાવાઝોડાને કારણે મોકુફ રાખવામા આવી છે.  અને હવે આ પરીક્ષા 25 જુનના રોજ લેવાશે.

ટીચર એપ્ટિટ્યુટ ટેસ્ટ-સેકન્ડરી (TAT-S)નું પરિણામ આજે  જાહેર કરવામા આવ્યું છે. જેમાં રાજ્યમાંથી 200માંથી 120 કે તેથી વધુ ગુણ મેળવનારની સંખ્યા 5208 છે. જ્યારે મેઈન્સ એક્ઝામ માટે 70 ગુણ પ્રાપ્ત કરનારની સંખ્યા 60566 છે.  આ પરિક્ષામાં 35 ટકા એટલે કે 70 માર્ક્સ મેળવનાર ક્વોલિફાય ગણાશે આ પરિક્ષામાં  અડધોઅડધ ઉમેદવારો પાસિંગ માર્ક્સ પણ લાવી શક્યા નથી. આ પરીક્ષામાં લાયક TAT(S) ની મુખ્ય પરીક્ષા આગામી 18 જુનના રોજ યોજાવાની હતી. પરંતુ બિપોરજોય વાવાઝોડાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી આ મુખ્ય પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આ નિર્ણયથી અસરગ્રસ્ત જિલ્લાઓ અને શહેરોના પરીક્ષાર્થીઓને રાહત મળી શકે છે.


TATની મુખ્ય પરીક્ષાની તારીખમાં ફેરફાર

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 4 જૂને TATની પ્રિલીમરી પરીક્ષા  લેવામા આવી હતી જેનું  આજ રોજ પરિણામ જાહેર થયું છે. પરિપત્રમાં જણાવ્યા મુજબ   TATની મુખ્ય પરીક્ષા હવે  25 જૂને રાજ્યના ચાર મોટા શહેરોમાં  યોજાશે. આ પરિક્ષા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત ખાતે લેવામાં આવશે.

શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કરી જાહેરાત

હવે TAT(S)ની મુખ્ય પરીક્ષા અગાઉ 18 જુનના રોજ યોજાવાની હતી, પરંતુ હવે આ પરીક્ષા 25 જુનના રોજ યોજવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આજે આ જાહેરાત કરી છે.

કચ્છ સૌરાષ્ટ્રના પરીક્ષાર્થીઓને રાહત

પરીક્ષા મોકુફ રાખવાના  નિર્ણયથી કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના જિલ્લાઓના પરીક્ષાર્થી ઉમેદવારોને વિશેષ રાહત મળશે. સંભવિત વાવાઝોડાની અસરને પરિણામે વાંચન સહિતની તૈયારીઓ ન કરી શકનાર ઉમેદવારોને તૈયારી માટે પૂરતો સમય પણ મળી રહેશે.

41.73% ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપી શકશે

આજ રોજ જાહેર થયેલ પરિણામમા રાજ્યમાંથી 200માંથી 120 કે તેથી વધુ ગુણ મેળવનારની સંખ્યા 5208 છે. અને મેઈન્સ એક્ઝામ માટે 70 ગુણ મેળવી લેનારની સંખ્યા 60566 છે. આમ કુલ 35 ટકા પરિણામ પ્રાપ્ત કરનાર 41.73% ઉમેદવારોને મુખ્ય પરીક્ષા આપવા મળશે.

આટલા ગુણ મેળવનાર ઉમેદવાર જ આપી શકશે મુખ્ય પરીક્ષા

મહત્વનું છે કે રાજ્યની સ્કૂલોમાં માધ્યમિકના શિક્ષકો માટેની ભરતી કરવા TATની પરીક્ષા દર વર્ષે યોજાતી હોય છે. ત્યારે રાજ્યમાં શિક્ષકોની ભરતી માટે આ વર્ષે ગત  4 જૂનના રોજ  TATની પ્રિલીમરી પરીક્ષા યોજાઈ હતી . આ પરિક્ષામાં કુલ  1.45 લાખ ઉમેદવારો હાજર રહ્યા હતા.  જેમાંથી પરીક્ષામાં 60566 ઉમેદવારોએ 35 ટકા કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કર્યા  છે. પરિણામ આવ્યા બાદ 41.73 ટકા ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપવા માટે લાયક  બન્યા છે. મહત્વનું છે કે 35% એટલે કે 70 ગુણ કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવાર 18 જૂનના રોજ યોજાનાર મુખ્ય પરીક્ષા આપી શકશે.

ઉમેદવારોની ટકાવારી

70 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારની સંખ્યા 60566 ટકાવારી 41.73%

80 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારની સંખ્યા 43125 ટકાવારી 29.71%

90 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારની સંખ્યા 28777 ટકાવારી 19.83%

100 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારની સંખ્યા 18036 ટકાવારી 12.43%

120 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારની સંખ્યા 5208  ટકાવારી  3.59%