અમદાવાદઃ ટાટા પાવરના મુંદ્રા થર્મલ પાવર સ્ટેશને (MTPSએ) STEM અને ઈ-વિદ્યા કાર્યક્રમો દ્વારા ગ્રામ્ય ગુજરાતમાં વિજ્ઞાન અને ડિજિટલ શિક્ષણમાં ક્રાંતિ લાવી છે. મુંદ્રા અને માંડવીની 26 જેટલી શાળાઓમાં અમલમાં આવેલી આ પહેલોએ વંચિત સમાજના 3000થી વધુ વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ આધારિત શિક્ષણ, ડિજિટલ સાક્ષરતા અને કૃત્રિમ બુદ્ધિમત્તા (AI)નો પરિચય આપીને તેમને સશક્ત બનાવ્યા છે. જેથી વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે તેમના ભવિષ્યના કારકિર્દી માટે મજબૂત પાયો તૈયાર થયો છે.
ક્લાસ છથી 10ના વિદ્યાર્થીઓ માટે ડિઝાઇન કરાયેલા STEM કાર્યક્રમ દ્વારા અનુભવાત્મક શિક્ષણ પ્રદાન કરે છે, જેમાં વૈજ્ઞાનિકના સિદ્ધાંતોનો હકીકતમાં ઉપયોગ શીખવાય છે. વિદ્યાર્થીઓમાં કુતૂહલતા જગાડવા અને જટિલ કૌશલ વિચારોને વિકસિત કરવા માટે આ પહેલ કરવામાં આવી હતી, જેથી તેઓ વ્યાવહારિક પ્રોજેક્ટમાં ભાગ લઈ રહ્યા છે, જે તેમની જિજ્ઞાસા જગાવે છે અને વિચારોનો વિકાસ કરે છે. આ દ્રષ્ટિકોણે શૈક્ષણિક પરિપ્રેક્ષ્યમાં સ્પષ્ટ શૈક્ષણિક પરિવર્તનને જન્મ આપ્યો છે.—અહીંના વિદ્યાર્થીઓ હવે વિજ્ઞાન પ્રવાહ પસંદ કરતાં વધુ જોવા મળી રહ્યા છે, જ્યાં અગાઉ મોટે ભાગે આર્ટસ અને કોમર્સ પસંદ કરતા હતા.
STEM કાર્યક્રમ ગ્રામીણ શાળાઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં આધુનિક લેબોરેટરીઝ અને વિક્ષાનના શિક્ષકોનો અભાવ હોય છે. તે હેતુસર ઇન્ટરેક્ટિવ અને વ્યવહારિક વિજ્ઞાન મોડ્યુલ શાળાઓમાં લાવીને શિક્ષણમાં સમાનતા લાવવા પ્રયત્ન કરે છે. શિક્ષકો, શાળાના અગ્રણીઓ અને સ્થાનિક સમુદાય દ્વારા આ પહેલની વ્યાપક પ્રશંસા કરવામાં આવી રહી છે.
આ સમગ્ર અભિગમ દ્વારા ટાટા પાવરનું મુંદ્રા થર્મલ પાવર સ્ટેશન માત્ર પરંપરાગત શિક્ષણને નવી દિશા આપી રહ્યું નથી, પણ ગ્રામ્ય અને શહેરી ડિજિટલ ખાઈને પણ ઘટાડી રહ્યું છે. Club Enerji STEM Programme અને E-વિદ્યા મળીને અર્થપૂર્ણ બદલાવ લાવી રહ્યા છે—વિજ્ઞાન પ્રત્યેની ઉત્સુકતા, ડિજિટલ આત્મવિશ્વાસ અને આવતી કાલની દુનિયામાં ટકી રહેવા યોગ્ય કૌશલ્યો વિકસાવે છે.
મુંદ્રા થર્મલ પાવર સ્ટેશન ટાટા પાવરના એનર્જી ઊર્જા નેટવર્કનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે અને સ્થાયી સમુદાય વિકાસ માટે પ્રતિબદ્ધ છે. શિક્ષણ, આરોગ્ય અને ડિજિટલ સમાવિષ્ટતાને પ્રાધાન્ય આપતાં કંપનીનાં CSR પ્રયાસો રાજ્યમાં લાંબા ગાળાની સામાજિક અસર ઊભી કરી રહ્યા છે. આ શિક્ષણાત્મક પહેલો ટાટા પાવરના ગ્રામ્ય યુવાનોને સશક્ત બનાવવા, ટેક્નોક્રેટ્સ બનાવવા અને તેમના સમૃદ્ધ ભવિષ્ય ગઢવાના વિઝનને દર્શાવે છે.
