વર્ષ 2021 હતું અને નવેમ્બર મહિનો, જ્યારે ક્રિકેટર એબી ડી વિલિયર્સ પોતાની ક્રિકેટ કારકિર્દીને અલવિદા કહ્યું. છેલ્લા સાડા ત્રણ વર્ષથી કોઈ સ્પર્ધાત્મક ક્રિકેટ રમી નથી, પરંતુ હવે વાપસીનો સંકેત આપીને એમણે ફરી એકવાર ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી છે. ડી વિલિયર્સ કહે છે કે એ ચોક્કસપણે ફરીથી ક્રિકેટ રમવા માંગશે, પરંતુ એણે એ પણ સ્પષ્ટ કર્યું કે તે ઇન્ડિયન પ્રીમિયર લીગ કે અન્ય કોઈ ફ્રેન્ચાઇઝી લીગમાં પાછો ફરવાનો નથી.
એક પોડકાસ્ટ પર ચર્ચા કરતી વખતે, એબી ડી વિલિયર્સે કહ્યું કે તે કદાચ હજુ પણ ODI ક્રિકેટ રમી શકે છે. તેણે કહ્યું, “હું કંઈપણ પુષ્ટિ આપી રહ્યો નથી, પણ હું તેને અંદરથી અનુભવી શકું છું. મારા બાળકો મને નેટમાં તેમની સાથે પ્રેક્ટિસ કરવા માટે દબાણ કરી રહ્યા છે. જો મને તે ગમશે, તો હું કદાચ ક્યાંક ગ્રાઉન્ડમાં અનૌપચારિક ક્રિકેટ રમીશ.. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે મારો IPL કે SA20 જેવી લીગમાં પાછા ફરવાનો કોઈ ઇરાદો નથી.”
મારા બાળકો માટે હું…
દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડીએ આગળ કહ્યું, “ભવિષ્ય વિશે કોણ જાણે છે, પણ ચાલો જોઈએ. હું ક્રિકેટમાં પાછા આવવાનો પ્રયાસ કરીશ અને જોઈશ કે તે મારા માટે કેટલું સારું કામ કરે છે. હું મારા બાળકો માટે આ કરીશ, જુઓ હું પહેલાની જેમ ક્રિકેટનો આનંદ માણી શકીશ કે નહીં.”
આરસીબી પર પાછા ફરો…
એબી ડી વિલિયર્સ ઘણા વર્ષોથી આઈપીએલમાં વિરાટ કોહલી સાથે રમી રહ્યો છે અને બંને વચ્ચે સારી મિત્રતા રહી છે. ડી વિલિયર્સે કહ્યું, “હું આરસીબી કે વ્યાવસાયિક સ્તરના ક્રિકેટ વિશે વાત નથી કરી રહ્યો. હું ફરીથી તે દબાણનો સામનો કરવા માંગતો નથી. હું જ્યાં પણ જાઉં ત્યાં આનંદ માણવાનો પ્રયાસ કરીશ.”