ટેસ્ટ મેચઃ ટીમ ઇન્ડિયા બીજા દિવસે વિના વિકેટે 218 રન

પર્થઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસકર ટ્રોફીની પહેલી ટેસ્ટ મેચ પર્થમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચના બીજા દિવસે ટીમ ઈન્ડિયાએ મેચ પર પકડ મજબૂત બનાવી છે. પ્રથમ ઇનિંગમાં 150 રન પર ઓલઆઉટ થયેલી ટીમ ઈન્ડિયાના ઓપનર્સે બીજી ઇનિંગમાં ભારતે કુલ 218 રનની લીડ થઈ છે. બીજા દિવસની રમતના અંતે યશસ્વી જયસ્વાલ 90 અને KL રાહુલ 62 રન સાથે દાવમાં છે.

બંને વચ્ચે 100 રનની પાર્ટનરશિપ થઈ હતી. છેલ્લાં 20 વર્ષમાં પહેલી વખત કોઈ ભારતીય ઓપનિંગ જોડીએ ઓસ્ટ્રેલિયામાં 100 રનની પાર્ટનરશિપ કરી છે. ત્યાર બાદ તેમણે ભાગીદારીને 150 પાર પહોંચાડી હતી. ટેસ્ટ મેચના બીજા દિવસે યશસ્વી જયસ્વાલ અને લોકેશ રાહુલ બંનેએ અર્ધી સદી ફટકારી હતી.

ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં કોઈ પણ નુકશાન વિના 172 રન બનાવ્યા હતા. ભારતે પ્રથમ દાવમાં 150 રન બનાવ્યા હતા. યશસ્વીએ 193 બોલનો સામનો કર્યો અને અણનમ 90 રન બનાવ્યા. યશસ્વીએ આ ઇનિંગમાં 7 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.આ પહેલાં ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સમાં મિચેલ સ્ટાર્કે સૌથી વધુ 26 રન બનાવ્યા હતા. આખી ટીમ 104 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. ઓપનર ઉસ્માન ખ્વાજા 8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. મેકસ્વીન 10 રન બનાવીને આઉટ થયો હતો. લાબુશેન 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. સ્ટીવ સ્મિથ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. ટ્રેવિસ હેડ 11 રન બનાવીને આઉટ થયો હતો. મિચેલ માર્શ 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.