ટેસ્ટ મેચઃ બુમરાહ, આકાશદીપે ટીમ ઇન્ડિયાની બચાવી લાજ

419

ગાબાઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી મેચના ચોથા દિવસના અંત સુધીમાં આકાશ દીપ 27 રન અને જસપ્રીત બુમરાહ 10 રન બનાવીને અણનમ રહ્યા હતા. તેમની 39 રનની ભાગીદારીએ ટેસ્ટ મેચમાં ભારતને હજુ સુધી જીવંત રાખ્યું છે.  આ બંને જણની જોરદાર લડતે ફોલોઓનને ટાળ્યું છે. જેથી ભારતીય ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની આશા હજી જીવંત છે. જોકે ઓસટ્રેલિયા ટીમ ઇન્ડિયાથી 193 રન આગળ છે.

જોકે આ પહેલાં ગાબા ટેસ્ટના ચોથા દિવસ રવીન્દ્ર જાડેજા અને આકાશ દીપની જોડીએ ભારતને ફોલોઓન થતાં બચાવી લીધું હતું. જેથી કરીને હવે આ ટેસ્ટ મેચ ડ્રો થવાની સંભાવના વધી ગઈ છે. ઓસ્ટ્રેલિયા હજુ પણ પહેલી ઇનિંગમાં 193 રનથી આગળ છે. ચોથા દિવસના સ્ટમ્પ થયા સુધીમાં ભારતીય ટીમનો સ્કોર 252/9 રહ્યો હતો.

બુમરાહ અને આકાશ દીપ 10મા અને 11મા ક્રમે બેટિંગ કરવા આવ્યા હતા.હાલ આકાશ દીપ (27) અને જસપ્રીત બુમરાહ (10) રન કરી હાલ ક્રીઝ પર બેટિંગ કરી રહ્યા છે. બંને વચ્ચે 39 રનની ભાગીદારી થઈ છે. ભારતે ફોલોઓનથી બચાવવા માટે 246 રન બનાવવાની જરૂર હતી. જેને આકાશ દીપે ચોગ્ગો ફટકારીને ભારતને બચાવી લીધું હતું. ઓસ્ટ્રેલિયાએ તેની પહેલી ઇનિંગમાં 445 રન બનાવ્યા હતા. હવે ગાબા ટેસ્ટના પાંચમા દિવસની રમત આવતી કાલે શરૂ થશે.

આ પહેલાં ભારતે ચોથા દિવસે ભારતે 51 રનના સ્કોર સાથે પોતાની ઇનિંગ આગળ ધપાવી હતી. પરંતુ કેપ્ટન રોહિત શર્મા માત્ર 10 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો, પરંતુ કેએલ રાહુલે 84 રન જ્યારે જાડેજાએ 77 રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.

અગાઉ બ્રિસ્બેનના ગાબા મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સાત ટેસ્ટ રમાઈ હતી. આ દરમિયાન ભારતીય ટીમ 5 મેચ હારી હતી. અને એક મેચ ડ્રો રહી હતી. ગાબામાં ભારતીય ટીમે ટેસ્ટમાં એકમાત્ર જીત જાન્યુઆરી 2021માં મેળવી હતી. તે સમયે અજિંક્ય રહાણેના નેતૃત્વમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ત્રણ વિકેટે હરાવ્યું હતું.