જોહાનિસબર્ગઃ ટીમ ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝ સાથે વાઇટ બોલથી સિરીઝ રમવા માટે ત્રિનિદાદ પહોંચી ચૂકી છે. ટીમ ઇન્ડિયાની વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝ 22 જુલાઈથી શરૂ થશે. આ સિરીઝમાં ટીમ ઇન્ડિયાના કેટલાક સિનિયર ક્રિકેટરોને આરામ આપવામાં આવ્યો છે. આવામાં આ સિરીઝમાં કેપ્ટનશિપની જવાબદારી શિખર ધવનને શિરે છે. વેસ્ટ ઇન્ડિઝની સામે ટીમ ઇન્ડિયા પહેલાં ત્રણ વનડે મેચ (22-27 જુલાઈ દરમ્યાન) રમશે. ત્યાર બાદ પાંચ T20 (સાત ઓગસ્ટ સુધી)ની સિરીઝ રમાશે.
ટીમ ઇન્ડિયાની પહેલી ત્રણ વનડે માટેની ટીમ આ મુજબ છેઃ શિખર ધવન (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડ્ડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, ઇશાન કિશન (WK), સંજુ સેમસન (WK), રવીન્દ્ર જાડેજા (વાઇસ-કેપ્ટન), શાર્દુલ ઠાકુર, યજુવેન્દ્ર ચહેલ, અક્ષર પટેલ, અવેશ ખાન, પ્રસિદ્ધ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ, અર્સદીપ સિંહ.
Trinidad – WE ARE HERE! 👋😃#TeamIndia | #WIvIND pic.twitter.com/f855iUr9Lq
— BCCI (@BCCI) July 20, 2022
આ સાથે વેસ્ટ ઇન્ડિઝ સામેની T20Is માટેની ટીમ આ મુજબ છેઃ રોહિત શર્મા( કેપ્ટન) ઇશાન કિશન, KL રાહુલ, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, શ્રેયસ ઐયર, દિનેશ કાર્તિક, રિશભ પંત, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, આર. અશ્વિન, રવિ બિશ્નોઇ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.
આ સાથે વેસ્ટ ઇન્ડિઝની વનડે સિરીઝ માટેની ટીમઃ નિકોલસ પૂરન (કેપ્ટન), શાઇ હોપ (વાઇસ કેપ્ટન), જેસન હોલ્ડર, શમર બ્રુકસ, કિસી કાર્ટી, રોવમેન પોવેલ, અકિલ હોસેન, અલ્જારી જોસેફ, બ્રેડન કિંગ, કાઇલ મેયર્સ, ગુડકેશ મોતી, કિમો પોવેલ અને જેડન સિલ્સ. આ સાથે રોમારિયો શેફર્ડ અને હેડન વોલ્શ જુનિયરને અનામત રાખવામાં આવ્યા છે.