સૌરવ ગાંગુલીનું આ નિવેદન ક્રિકેટ ફેન્સને કરી શકે છે નિરાશ

નવી દિલ્હીઃ જર્મનીમાં રમાનારી ફુટબોલ લીગ બુંડેસલીગાનું આયોજન મે મહિનાના બીજા સપ્તાહમાં ફરીથી શરુ થવા જઈ રહ્યું છે. કોરોના વાયરસના કારણે આ લીગને સ્થગિત કરવામાં આવી હતી, પરંતુ હવે આ લીગને ખાલી સ્ટેડિયમમાં આયોજિત કરવાનો નિર્ણય આયોજકોએ લીધો છે. જો કે આને વિશ્વભરના કેટલાય લોકો એક નવી વાસ્તવિકતાના રુપમાં જોઈ રહ્યા છે કે હવે મેચ ખાલી સ્ટેડિયમોમાં પણ આયોજિત થઈ શકે છે પરંતુ ભારતીય આ વિચારથી સહમત દેખાઈ રહ્યા નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સ્પષ્ટ કર્યું છે કે જર્મી અને ભારત એક જેવા જ છે. ગાંગુલીએ ટીઓઆઈ સાથે વાત કરતા કહ્યું છે કે જર્મની અને ભારતની સામાજિક વાસ્તવિકતા ખૂબ અલગ છે, નજીકના ભવિષ્યમાં ભારતમાં કોઈ ક્રિકેટ જોવા નહી મળે. પૂર્વ ભારતીય કેપ્ટન ગાંગુલીએ વર્તમાન સ્થિતિને સમજતા ખાલી સ્ટેડિયમમાં ક્રિકેટના આયોજનને એક દૂરનો વિચાર ગણાવ્યો છે.

સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે, આમાં ઘણા કારણોનો સમાવેશ થાય છે. આનાથી પણ મહત્વપૂર્ણ વાત એ છે કે, હું એ ગેમમાં વિશ્વાસ નથી કરતો કે જેમાં માનવ જીવન માટે જોખમ હોય છે. ગાંગુલીનું આ નિવેદન નિશ્ચિત રુપથી આઈપીએલના ક્રિકેટર્સ અને ફેન્સને નારાજ કરી શકે છે. ગાંગુલીના આ નિવેદનથી સ્પષ્ટ છે કે આવનારા કેટલાક મહિનાઓમાં આઈપીએલની 13 મી સીઝન શક્ય નથી.

તો તેમના ટીમ મેટ રહેલા અને સીએસકે ટીમના વર્તમાન ઓફ સ્પિનર હરભજન સિંહે પણ આ જ વાત કહી છે કે આ શક્ય નથી. ભજ્જીએ કહ્યું છે કે, હવે આઈપીએલ ટીમો ટ્રાવેલ કરશે તો એરપોર્ટ્સ, હોટલ અને સ્ટેડિયમોની બહાર ખૂબ બધા લોકો હશે. આપણે તેમને કેવી રીતે રોકી શકીએ? અને આ પ્રકારે કેવી રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાશે? ત્યારે જ્યાં સુધી કોરોના વાયરસની વેક્સિન ન બની જાય ત્યાં સુધી ક્રિકેટનું આયોજન ન થવું જોઈએ.