ચેન્નાઈઃ નામાંકિત એવા કારરેસર કે.ઈ. કુમારનું આજે અહીં મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ ખાતે ઈન્ડિયન નેશનલ કાર રેસિંગ ચેમ્પિયનશિપ-2022ના બીજા રાઉન્ડમાં થયેલા અકસ્માતમાં મરણ નિપજ્યું છે. તેઓ 59 વર્ષના હતા.
આજે સવારે આયોજિત સલૂન ઓટોમોટિવ કારની રેસમાં કુમારે ભાગ લીધો હતો. એમની કાર ટ્રેક પરથી સરકી ગઈ હતી અને એક વાડ સાથે અથડાયા બાદ છત પર પડી ગઈ હતી. રેસને તરત જ અટકાવી દેવામાં આવી હતી. કુમાર ગંભીર રીતે ઈજા પામ્યા હતા. એમને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને એક એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ઘણા પ્રયાસો કરવા છતાં ડોક્ટરો કુમારને બચાવી શક્યા નહોતા.
