પાંચ-વર્ષની ઝિવા ધોનીનું પપ્પાની સાથે અભિનયક્ષેત્રમાં પદાર્પણ

રાંચીઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ અનેક જાણીતી કંપનીઓ સાથે એમના ઉત્પાદનોનો પ્રચાર કરવા માટે કરાર કર્યો છે. હવે ધોનીની પાંચ-વર્ષની પુત્રી ઝિવાએ પણ જાહેરખબરના ક્ષેત્રમાં પદાર્પણ કર્યું છે. કેડબરી ઓરિઓ બિસ્કિટ બ્રાન્ડે ઝિવાને કરારબદ્ધ કરી છે. કંપનીએ આ વિશે સોશિયલ મિડિયા પર જાહેરાત પણ કરી છે. ઝિવાનો આ પહેલો જ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ કરાર છે.

સોશિયલ મિડિયા પર ઝિવા ધોનીનો મોટો ચાહકવર્ગ છે. ઈન્સ્ટાગ્રામ પર એનાં નામનો એકાઉન્ટ છે અને એનાં 18 લાખ ફોલોઅર્સ છે. તે એકાઉન્ટ પર ઝિવાની અનેક તસવીરો અને સાથોસાથ પપ્પા મહેન્દ્રસિંહ અને મમ્મી સાક્ષી સાથેની તસવીરો અને વિડિયો પણ છે. એને અઢળક લાઈક્સ મળ્યા છે. ધોનીની પત્ની સાક્ષીએ હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો છે. હોટેલ્સ ઉદ્યોગમાં ધોનીએ ઈન્વેસ્ટમેન્ટ પણ કર્યું છે. ઝારખંડમાં કેપ્ટન કૂલ ધોનીની પોતાની માલિકીની હોટેલ પણ છે.

Ziva Mahendra Singh Dhoni

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]