માનાર્સ લાબુશાને જોઈને મને મારી રમત યાદ આવે છેઃ સચિન

સિડનીઃ ક્રિકેટના ગોડ ગણાતા સચિન તેંડુલકરે કહ્યું હતું કે શાનદાર ફૂટવર્ક ઓસ્ટ્રેલિયાના માનાર્સ લાબુશાને ખાસ બેટ્સમેન બનાવે છે. જેને જોઈને મને મારી રમત યાદ આવે છે. મેલબોર્ડનમાં બુશફાયર ચેરિટી મેચ માટે કોચ તરીકે અહીં પહોંચેલા તેંડુલકરને જ્યારે પૂછવામાં આવ્યું કે કયા ક્રિકેટરની રમત તેમની સૌથી નજીક છે. તેંડુલકરે કહ્યું કે હું ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની વચ્ચે લોર્ડસમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચ જોઈ રહ્યો હતો. જ્યારે સ્ટીવ સ્મિથ ઇજાગ્રસ્ત થયો ત્યારે મેં બીજી ઇનિંગ્સમાં માનાર્સ લાબુશાની બેટિંગ નિહાળી હતી. લાબુશાને જોફ્રાના બોલ પર ઇજા થઈ હતી, પણ તેણે એ પછી પણ 15 મિનિટ સુધી જે રીતે બેટિંગ કરી હતી, તેથી મને લાગ્યું કે આ ક્રિકેટર ખાસ છે.

તેમણે કહ્યું કે આ ક્રિકેટરમાં કંઈક વાત છે. તેનું ફૂટવર્ક એકદમ સરસ છે. ફૂટવર્ક શારીરિક રીતે નહીં, માનસિક રીતે હોય છે. જો તમે સકારાત્મક નહીં વિચારો તો તમારા પગ નહીં ચાલે.

માનાર્સ લાબુશા

25 વર્ષીય આ બેટ્સમેન પાછલા વર્ષે 1,104 રન બનાવીને ટેસ્ટમાં સૌથી વધુ રન કરવાવાળો બેટ્સમેન બન્યો છે. તેને સ્ટીવ સ્મિથ ઇજાગ્રસ્ત થયા બાદ વિકલ્પના રૂપમાં રમવાનો મોકો મળ્યો હતો. જોકે આક્રમક બેટિંગ કરીને તેણે ટીમમાં પોતાનું સ્થાન પાકું કરી લીધું છે. એશીઝમાં તેણે 50.42ની સરેરાશથી 353 રન બનાવ્યા હતા. તેંડુલકરે કહ્યું હતું કે શાનદાર ફૂટવર્ક બતાવે છે કે લાબુશા માનસિક રીતે મજબૂત ક્રિકેટર છે.

તેંડુલકરે આ ક્રિકેટરની અન્ય ક્રિકેટર સાથે તુલના કરવા ઇનકાર કર્યો હતો.