ચહલ સાથેના સંબંધોની અફવાઓ પર મહવશે મૂક્યું પૂર્ણવિરામ

RJ મહવશ અનૈ યુઝવેન્દ્ર ચહલને લઈ ઘણા મીડિયાર રીપોર્ટમાં ચર્ચા ચાલી રહી છે. રીપોર્ટ્સનું માનીયે તો ચહલ અને મહવશ એકબીજા સાથે અવાર નવાર જોવા મળતા હોય છે, અને તેઓ ડેટ પણ કરી રહ્યા છે. કોઈ સિલેબ્રિટી અને ક્રિકેટરના અફેરની અફવા કોઈ નવી વાત નથી કેમકે, ક્રિકેટર જ્યારે સિલેબ્રિટી સાથે હોય ત્યારેથી અટકળોનો દોર શરૂ થઈ જતો હોય છે. ચહલ અને ધનશ્રી વર્મા સાથે છૂટાછેડા પહેલા અને પછી ઘણી વખત આરજે મહવશ સાથે ફરતો જોવા મળ્યો છે. એક પોડકાસ્ટમાં, મહવશે મૌન તોડતા કહ્યું છે કે, ‘હું સિંગલ છું પરંતુ ખુશ છું, તેમજ હું ડેટિંગ લગ્ન કરવા માટે જ કરું છું.’

મહવશ એક શોમાં જોવા મળી હતી, જ્યાં તેણે પોતાની રિલેશનશિપ વિશે વાત કરી હતી. તેણે કહ્યું, ‘હું સિંગલ છું, પણ ખુશ છું. મને લગ્નનો કોન્સેપ્ટ નથી સમજાતો. હું એક એવી વ્યક્તિ છું જે લગ્ન કરવા માટે જ ડેટિંગ કરે છે. હું કેઝ્યુઅલ ડેટ પર નથી જતી.” વધુમાં તેમણે ઉમર્યું કે “મને લાગે છે કે હું ફક્ત જેની સાથે લગ્ન કરવા માંગુ છું તેને જ ડેટ કરીશ. અત્યારે, મેં લગ્નના કોન્સેપ્ટને સમજવાનું બંધ જ કરી દીધું છે, તેથી હું ડેટિંગ પણ નથી કરી રહી.”

ઈન્ટરવ્યૂ દરમિયાન, મહવશે ખુલાસો કર્યો કે, ‘મારા મંગેતરે મારી સાથે છેતરપિંડી કરી, જેના કારણે મને શારીરિક અને ભાવનાત્મક રીતે નુકસાન થયું. એ સમય દરમિયાન હું અડધો સમય હોસ્પિટલમાં જ  રહેતી હતી. મને પેનિક અટેક આવતા હતા. તે માત્ર મારો બોયફ્રેન્ડ નહોતો, તે મારો મંગેતર હતો અને હું મારા માતા-પિતા સાથે ખુલીને વાત પણ કરી શકતી ન હતી કારણ કે હું જ તેના પ્રેમમાં હતી અને મેં જ તેની સાથે સગાઇ કરવા માટે દબાણ કર્યું હતું.તેણે ત્રીજી વખત મારી સાથે છેતરપિંડી કરી, ત્યારે આખરે મેં તેને છોડી દેવાનો નિર્ણય કર્યો.’